________________
૨૫૪
સન્મતિ પ્રકરણ કે જ્ઞાન નદ્રિય – મન વિષે જ પ્રવર્તમાન છે. કારણ કે ઘટ વગેરે તેના વિષય નથી. [૨૬] - “ઈદ્રિય વડે અસ્પષ્ટ કે અગ્રાહ્ય વિષયનું જ્ઞાન જ દર્શન છે” એવી દર્શનની વ્યાખ્યા કરતાં તે મન:પર્યાયજ્ઞાન પણ દર્શન કહેવાશે. કારણ કે એ જ્ઞાન જે પારકાના મન દ્વારા ચિંતિત થતા ઘટ આદિ પદાર્થોમાં પ્રવર્તે છે, તે પદાર્થો ગ્રાહક આત્મા અગર તેના મનને અડકેલા હોય એમ તે નથી જ. અહીં ઈષ્ટ્રપતિ કર્યો પણ ચાલે તેમ નથી, કારણ કે શાસ્ત્રમાં મન પર્યાય સાથે દર્શનશબ્દનો વ્યવહાર ક્યાંય દેખાતો નથી, તે પછી ઉક્ત વ્યાખ્યા પ્રમાણે વ્યવસ્થા શી રીતે થશે ? એ શંકાનું નિવારણ કરવા સિદ્ધાંતી કહે છે કે, શંકા જ અસ્થાને છે, કારણ કે જે એમ કહેવામાં આવ્યું કે મન:પર્યાય એ અસ્પષ્ટ ઘટાદિ પદાર્થોમાં પ્રવર્તે છે, તે જ ખોટું છે. મન:પર્યાયને વિષય પરકીય મન દ્વારા ચિંતિત થતા પદાર્થો નથી પણ એ પદાર્થોની ચિંતામાં લાગેલ પરકીય મદ્રવ્ય જ છે. મનઃપર્યાયજ્ઞાની પર દ્વારા ચિંતિત થતા બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરે છે ખરે; પણ તે મનઃ પર્યાય દ્વારા નહિ કિનું અનુમાન દ્વારા પ્રથમ તે એ પરકીય મનદ્રવ્યને સાક્ષાત જાણે છે અને પછી તે ઉપરથી તે ચિંતિત થતા બાહ્ય પદાર્થોનું અનુમાન કરે છે; એટલે ચિંતિત પદાર્થો મન પર્યાયને વિષય જ નથી; અને જે વિષય છે તે પરકીય મને દ્રવ્યો તો તદ્દન અસ્કૃષ્ટ તે નથી જ; કારણ કે તે દ્રવ્ય ગ્રાહક આત્મા વડે સ્પર્શાવેલ મને વહુનાં સજાતીય હાઈ સ્પષ્ટ જેવાં છે. તેથી મન:પર્યાયમાં દર્શનને પ્રસંગ જ નથી. [૨૬]
કરેલ વ્યવસ્થા માટે વિશેષ ખુલાસો – मइसुयणाणणिमित्तो छउमत्थे होइ अत्थउवलंभो । एगयरम्मि वि तेसिं ण दंसणं दंसणं कत्तो? ॥२७ ।। ' છદ્મસ્થમાં મતિ અને શ્રુતજ્ઞાનને લીધે અથને ઉપલભ થાય છે, તે બેમાંથી એકમાં દશન કયાંથી જ રહે ? [૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org