________________
૩૧૨
સન્મતિ પ્રકરણ તેમાંથી દેષ સરી જાય છે. એક એક છૂટે વાદ ગમે તેટલે પ્રબળ દેખાતો હોય, છતાં તે એકદેશીય માન્યતા ઉપર બંધાયેલે હાઈ યથાર્થ જ્ઞાન પૂરું નથી પાડી શકતો; અને તેટલી ખામીને લીધે પરંપરાએ તે પિતાનામાં બદ્ધ થનારને કલેશમુક્ત પણ નથી કરી શકતે. જ્યારે સમ
ન્વય એ, દષ્ટિની વિશાળતા ઉપર રચાયેલે હાઈ યથાર્થ જ્ઞાન પૂર પાડે છે અને માણસને સંકુચિતતાજનિત લેશબંધનમાંથી છૂટો
અનેકાંતદષ્ટિ પ્રમાણે ઘટરૂપ કાર્ય એ પૃથ્વીરૂપ કારણથી અભિન્ન અને ભિન્ન ફિલિત થાય છે. અભિન્ન એટલા માટે કે માટીમાં ઘડો જન્માવવાની શક્તિ છે અને ઘડે બને છે ત્યારે પણ એ માટી વિનાને નથી હોતો. ભિન્ન એટલા માટે કે ઉત્પત્તિ પહેલાં માટી જ હતી અને ઘડે નજરે પડતો ન હતો અને તેથી જ ઘડાથી સધાનારાં કામે પણ થતાં ન હતાં. [૫૦-૫૨ ]
કરણવિષયક વાદોનું એકાંતને લીધે મિથ્યાપણું અને અનેકાંતને લીધે સમ્યપણું–
कालो सहाव णियई पुवकयं पुरिसकारणेगंता ।
मिच्छत्तं ते चेवा (व) समासओ होंति सम्मत्तं ।। ५३ ।। * કાલ, સ્વભાવ, નિયતિ, પૂવકૃત – અદષ્ટ અને પુરુષરૂપ કારણ વિષેના એકાંતવાદે મિથ્યાત્વ – અયથાર્થ છે; અને તે જ વાદે સમાસથી – પરસ્પર સાપેક્ષપણે મળવાથી સમ્યકત્વ - યથાર્થ છે. [૩]
કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણું વિષે પણ અનેક મતે છે. તેમાંથી અહીં પાંચ કારણવાદોને ઉલ્લેખ છે.
૧. આ બધા કારણવાદ શ્વેતાશ્વતર ઉપનિષદમાં છે; અધ્યાય ૧. આની વધારે સરખામણું માટે જુઓ સન્મતિ ટીકા પૃ૦ ૭૧૦, ટિપ્પણ પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org