________________
તૃતીય કાંડઃ ૫૨ એ કારણમાં ઉત્પત્તિ પહેલાં પણ કાર્ય સત–વિદ્યમાન હોય, તે ઉત્પત્તિ માટે પ્રયત્ન નકામે છે; તેમજ ઉત્પત્તિ પહેલાં પણ સત હેવાથી કારણમાં કાર્ય દેખાવું જોઈએ અને કાર્યસાપેક્ષ બધી ક્રિયાઓ, અને બધા વ્યવહારે કાર્યની ઉત્પત્તિ પહેલાં પણ થવા જોઈએ ઈત્યાદિ. એ જ રીતે સાંખે પિતાના પક્ષનું સ્થાપન કરતાં બૌદ્ધ અને વૈશેષિકેના અસાદને દૂષિત કરવા કહે છે કે, જે અસત કાર્યની ઉત્પત્તિ થતી હોય, તે ગમે તે કારણમાંથી ગમે તે કાય કેમ નથી નીપજતું ? માટીમાંથી ઘટ જ અને સૂતરમાંથી કપડું જ થાય છે એવો નિયમ શા માટે ? તેમ જ જે અસત વસ્તુની ઉત્પત્તિ થતી હોય, તો માણસને શીંગડાં કેમ ન આવે? વગેરે. આ બને દૃષ્ટિઓ એક બીજાને જે દેષ આપે છે તે બધા જ સાચા છે, કારણ કે એ દષ્ટિએ એકાંગી હાઈ બીજી બાજુ જતી જ નથી. એ ઊણપને લીધે સ્વાભાવિક રીતે જ તેમાં દેષ આવી જાય છે.
પરંતુ એ બને દષ્ટિઓ સમન્વયપૂર્વક ગોઠવવામાં આવે, તે એક બીજાની ઊણપ ટળી જાય છે અને તે પૂર્ણ બને છે, એટલે તે દેને જગ્યા જ રહેતી નથી. જેમકે, કાય અને કારણ એ ભિન્ન છે છતાં અભિન્ન પણ છે. ભિન્ન હોવાથી ઉત્પત્તિ પહેલાં કાર્ય અસત છે, અભિન્ન હોવાથી સત પણ છે. સત છે તે શક્તિની અપેક્ષાએ એટલે ઉત્પત્તિ માટે પ્રયત્નની અપેક્ષા રહે જ; અને તેથી જ ઉત્પત્તિ પહેલાં અવ્યક્ત દશામાં વ્યક્તકાર્ય સાપેક્ષ વ્યવહાર નથી સંભવતા. એ જ રીતે અસત છે તે ઉત્પત્તિની અપેક્ષાએ; શક્તિની અપેક્ષાએ તે કાર્ય સત જ છે; તેથી જ દરેક કારણમાંથી દરેક કાર્યની ઉત્પત્તિને અગર મનુષ્યશૃંગ જેવી અત્યંત અસત વસ્તુની ઉત્પત્તિને અવકાશ જ નથી. જે કારણમાં જે કાર્ય પ્રગટાવવાની શક્તિ , તેમાંથી પ્રયત્ન થયા પછી તે કાય પ્રગટે, બીજું નહિ. આ રીતે સત અને અસતવાદને સમન્વય થતાં જ દૃષ્ટિ પૂર્ણ અને શુદ્ધ થતી હોવાથી
Jain Education International
FOT "
For Private & Personal Use Only
www.jainelibrary.org