SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કાંડ: ૫૩ ૩૧૩ કાઈ ફાલવાદી છે; જેએ ફક્ત કાલને જ કારણ માની તેની . પુષ્ટિમાં કહે છે કે, જુદાં જુદાં કળા, વરસાદ, શરદી, ગરમી વગેરે અધુ ઋતુભેદને જ આભારી છે અને ઋતુભેદ એટલે કાળવિશેષ. ઢાઈ સ્વભાવવાદી છે; જે ફ્કત સ્વભાવને જ કાર્ય માત્રનું કારણુ માની તેના સમર્થનમાં કહે છે કે, પશુઓનુ સ્થળગામીપણું, પક્ષીઓનુ ગગનગામીપણું અને ફળનું કામળપણું તેમજ કાંટાનું તીખાપણું - અણીદારપણું એ બધું પ્રયત્ન કે કાઈ ખીજા કારણથી નહિ પણુ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે. - કાઈ નિયતિવાદી છે; તે નિયતિ સિવાય ખીજા કશાને કારણુ ન માનતાં પોતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે, જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે, ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી; તેથી તે અધું નિયતિને આભારી છે, એમાં કાળ સ્વભાવ કે ખીજા એકે કારણુને સ્થાન નથી. કાઈ અદૃષ્ટવાદી અદૃષ્ટને જ કારણુ માની તેની પુષ્ટિમાં કહે છે. કે, બધા માણુસા પૂર્વ સંચિત કર્મ યુક્ત જન્મે છે અને પછી તેએ પેાતે ધાયુ ન હેાય તેવી રીતે સચિત કર્માંના પ્રવાહમાં તણાય છે. માણુસની બુદ્ધિ સ્વાધીન નથી, પૂજિત સ ંસ્કાર પ્રમાણે જ તે પ્રવતે છે; માટે અદૃષ્ટ જ બધાં કાર્યાંનુ કારણ છે. કર્ણ પુરુષવાદી પુરુષને ફક્ત કારણુ માની તેની પુષ્ટિમાં કહે છે. કે, જેમ કરેાળિયેા બધા તાંતણા સરજે છે, જેમ ઝાડ બધા ફણગા પ્રગટાવે છે, તેમ જ શ્વર જગતના સર્જન પ્રલય અને સ્થિતિના કાઁ છે. ઈશ્વર સિવાય બીજું કશુ જ કારણ નથી. જે કારણરૂપે ખીજુ રૃખાય છે, તે પણુ ઈશ્વરને જ અધીન છે; તેથી બધુ' જ ફક્ત ઈશ્વરતંત્ર છે. આ પાંચે વાદા યથાર્થ નથી, કારણ કે તે દરેક પોતાનાં મતવ્યો ઉપરાંત બીજી બાજુ જોઈ શકતા ન હેાવાથી અપૂણુ છે; અને છેવટે અધા પારસ્પરિક વિરાધેાથી જ હણાય છે. પણ જ્યારે એ પાંચે વાદો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy