________________
૧૪
અતિ પ્રકરણ પરસ્પર વિરેાધીપણું છોડી એક જ સમન્વયની ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે, ત્યારે તેમાં પૂર્ણતા આવે છે અને પારસ્પરિક વિરોધ જ રહે છેએટલે તે યથાર્થ બને છે. એ સ્થિતિમાં કાળ સ્વભાવ આદિ ઉક્ત પાંચે કારણેનું કાર્યજનક સામર્થ્ય જે પ્રમાણુસિદ્ધ છે, તે સ્વીકારાય છે અને એક પ્રમાણસિદ્ધ કારણને અપલોપ થતો નથી. [૫૩]
આત્મા વિષે નાસ્તિત્વ આદિ છ પક્ષનું મિથ્યાપણું અને અસ્તિત્વ આદિ છ પક્ષનું સમ્યફપણું
पत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । णत्थि य मोक्खोवाओ छ म्मिच्छत्तस्स ठाणाई ।। ५४ ।। अत्थि अविणासधम्मी करेइ वेएइ अत्थि णिव्वाणं । अत्थि य मोक्खोवाओ छ स्सम्मत्तस्स ठाणाइं ॥ ५५ ।।
આત્મા નથી, તે નિત્ય નથી, તે કાંઈ કરતો નથી, તે કરેલ કમને વેદત નથી, તેને નિર્વાણ – મેક્ષ નથી અને મોક્ષને ઉપાય નથી, એ છ મતે મિથ્યાજ્ઞાનનાં સ્થાને છે. [૫૪]
આત્મા છે, તે અવિનાશી છે, તે કરે છે, અનુભવે છે, તેને નિર્વાણ છે, અને મોક્ષને ઉપાય છે, એ છ મતે યથાર્થ જ્ઞાનનાં સ્થાને છે.
આધ્યાત્મિક વિકાસની સંપૂર્ણતા સાધવામાં જે પક્ષના આગ્રહ એક કે બીજી રીતે આડે આવે છે, અને જે આગ્રહે તેમાં સહાયક થાય છે, તે બંને પ્રકારના આગ્રહનું અહીં કથન છે. સાધનામાં બાધક અનારા આગ્રહ ભ્રાંત દૃષ્ટિ ઉપર રચાયેલા હોઈ અયથાર્થ, અને અબ્રાંત દૃષ્ટિ -ઉપર રચાયેલા સહાયક આગ્રહો યથાર્થ છે. તે અનુક્રમે આ પ્રમાણે
૧. એમ માનવું કે આત્મા જેવું કાંઈ તત્ત્વ જ નથી તે અના-ત્મવાદ; ૨. એમ માનવું કે આત્મતત્તવ છે છે ખરું પણ તે નિત્ય ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org