________________
૨૩૪
સન્મ ત પ્રકરણ વાક્યો પણ ઉચ્ચારવામાં કશી અડચણ નથી. અનેકાંતકુશલ વક્તા
જ્યારે એમ જુએ છે કે, ભિન્ન ભિન્ન સંસ્કારવાળા શ્રોતાઓ અનેક છે, અગર એમ જુએ કે અમુક શ્રેતા દ્રવ્યવાદને અને અમુક શ્રોતા પર્યાયવાદને તે સ્વીકારે જ છે, ત્યારે તે અસ્વીકૃત અંશનું જ શ્રોતા સમક્ષ પ્રતિપાદન કરે છે. તેથી ક્યારેક તે દ્રવ્યવાદી શ્રોતા સમક્ષ માત્ર પર્યાયનું અને પર્યાયવાદી શ્રોતા સમક્ષ માત્ર દ્રવ્યનું સ્થાપન કરે છે. કારણ કે તે એમ સમજે છે કે, એમ કરવાથી શ્રોતાની એક દેશના તરફ ઢળેલી, એકાંગી બુદ્ધિ બીજી બાજુના જ્ઞાનથી સંકારી થશે અને પરિણામે તે અનેકાંત દષ્ટિને સ્પર્શશે. આવી સમજથી કરાયેલી એક નયની દેશનાને પણ જન શાસ્ત્રમાં સ્થાન છે જ. [૪].
પ્રથમ કાંડ સમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org