________________
સન્મતિ પ્રકરણ
૧૬૪
ગ્રંથના ત્રણે કાંડામાં જે તેના સમધી વિષયેનું નિરૂપણ કર્યું છે, તે કાંડવાર મૂળ અને ટીકામાંથી અનુક્રમે અહીં દર્શાવવું પ્રાપ્ત થાય છે. ફલિત વાદા
(પ્રથમ કાંડમાં પ્ર'થકારે અનેકાંતવાદમાંથી ફલિત થતા બે વાદાની મુખ્ય ચર્ચા કરી છે. એમાં પહેલા નયવાદ છે, અને બીજો સપ્તભંગીવાદ છે. અનેકાંતદષ્ટિની આધારભૂત જે બે દૃષ્ટિને આગમેામાં વારંવાર ઉલ્લેખ આવે છે, તે સામાન્યગ્રાહી –– દ્રવ્યાસ્તિક અને વિશેષગ્રાહી – પર્યાયાસ્તિક દૃષ્ટિનું પૃથક્કરણ કરી તેમાં ગ્રંથકારે ૧૬૬નયાની વહેંચણી કરી છે. પોતાના સમય સુધીનાં તત્ત્વદર્શનેને સમન્વય કરવાની ભાવનામાંથી ભ॰ મહાવીરે અનેકાંતદષ્ટિની સ્થાપના કરી હતી; તેથી તે સમયમાં પ્રસિદ્ધ દનાને તેમના વિચારની સ્થૂલતા સૂક્ષ્મતાને ક્રમે સાંત ભાગમાં ગોડવી અનેકાંતદષ્ટિના અંગ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું, જે. સાત ભાગા જૈન આગમમાં સાત નયના નામથી પ્રસિદ્ધ છે. દૃષ્ટિનું પૃથક્કરણુ અને તેમાં નયની વહેંચણી કરવામાં સિદ્ધસેનની એ વિશેષતાએ છે. એક તો એ કે આગમપ્રસિદ્ધ સાત નયેને છ જ નયામાં સ}લવા; અને ખીજી વિશેષતા એ કે પ્રાચીન પરંપરા પ્રમાણે દ્રવ્યાસ્તિકદષ્ટિની સીમા ઋજીસૂત્રનય સુધી હતી તેને બદલે વ્યવહારનય સુધી જ આંધવી. આ છે વિશેષતાઓને લીધે સન્મતિ પ્રમાણે સિદ્ધસેનનું મંતવ્ય એમ ફલિત થાય છે કે, નૈગમ એ કાઈ જુદા સ્વતંત્ર નય નથી; પણ સંગ્રહથી એવ’ભૂત સુધીના છ જ નો સ્વતંત્ર છે અને દ્રવ્યાસ્તિકદષ્ટિની મર્યાદા વ્યવહારનય સુધી જ છે, ઋજ્જુસૂત્રથી માંડી અધા જ નયેા પર્યાયાસ્તિકનયની મર્યાદામાં આવે છે. સિદ્ધસેન પહેલાં ષગ્નેયવાદ કાઈ ના હતા એમ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી; કદાચ એને જ લીધે સિદ્ધસેન ષડ્વયવાદી કહેવાયા હોય. સિદ્ધસેને વ્યવહારનય સુધી જ બાંધેલી દ્રવ્યાસ્તિકદષ્ટિની મર્યાદા તેના પછીના સાહિત્યમાં બહુ જ પ્રતિષ્ઠિત થયેલી છે; કારણુ કે સિદ્ધસેનના વિરાધી મનાતા જિનભદ્ર
૧૬૬, સન્મતિ કા૦ ૧, ગાથા ૪–૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org