________________
સન્મતિ પ્રકરણ
૧૫૬
એ ત્રણે વિભાગને વિષયાનુરૂપ નયમીમાંસા,જ્ઞાનમીમાંસા અને જ્ઞેયમીમાંસા એવાં જે નામ મુદ્રિત ભાગામાં આપેલાં છે, તે અમે જ સરલતા અને સ્પષ્ટતા ખાતર યેાજેલ છે.
કાંડ સંજ્ઞા અથવેદ, શતપથ બ્રાહ્મણ આદિ પ્રાચન વૈદિક ગ્રંથામાં અને રામાયણ જેવાં પ્રાચીન કાવ્યમાં પ્રસિદ્ધ છે જ. કાંડ શબ્દને પ્રયાગ અરણ્યવાસનું પરિણામ છે. પ્રાચીન જૈન વાડ્મયમાં પણ કાંયે કાંડ નામના પ્રયોગ દેખાતા નથી, જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી જૈન ગ્રંથામાં કાંડ નામને પ્રયાગ સૌથી પહેલાં સન્મતિમાં જ દેખાય છે. આ હેમચંદ્રે પોતાના કાશમાં કાંડ નામે વિભાગે કર્યાં છે, પણુ તે તેા પાછળની વાત છે અને તે બહુધા અમર, ત્રિકાંડ આદિ કાશગ્રંથેનું જ અનુકરણ છે. અલબત્ત કાંડનું પ્રાકૃત ૪ કે ડયં છે તેને કાંઈક નજીક અવા પ્રાકૃત શબ્દ ગડિકા છે જે દષ્ટિવાદનામક લુપ્ત મહાન આરમા જૈન અગના ભાગેા માટે વપરાયાની યાદી મળી આવે છે. ગંડિકાનું સંસ્કૃત "ડિકા કલ્પી શકાય અને કર્કાડકા શબ્દ ઉપનિષદોના અમુક મંત્રરૂપ ભાગ માટે વપરાયેલા દેખાય છે; એટલે દષ્ટિવાદના ખાસ ભાગે માટે પ્રસિદ્ ગડિકા શબ્દ એ કડિકાની પ્રતિકૃતિ છે, કાન નહુ એ ખુલ્લુ' છે.
'
આખા સન્મતિ ગ્રંથને સુત્ત કહેવામાં આવે છે. દરેક ગાથાને પણુ સુત્ત કહેલ છે. સુત્ત એ શબ્દ પ્રાકૃત અને પાલી ભાષામાં પ્રસિદ્ધ છે. જૈન દરેક આગમ અત્યારે એક અખંડ સુત્ત કહેવાય છે. જેમકેઆચારાંગ સુત્ત, સૂત્રકૃતાંગ સુત્ત ઇ॰; પરંતુ તેના વિશિષ્ટ નાના નાના ભાગામાં સુત્ત શબ્દની પ્રસિદ્ધિ તા ધણુા જૂના વખતથી ચાલી આવે છે. પાલી પિકમાંના કેાઈ એક આખા ગ્રંથ સુત્ત કહેવાતા નથી, ફક્ત તેનાં અમુક અમુક પ્રકરણા જ સુત્ત નામથી જાણીતાં છે, જેમ·– બ્રહ્માક્ષ સુત્ત, સિંહનાદસુત્ત ઇ. સુત્ત એ પ્રાકૃત અને પાલીપદનું સરકૃતરૂપ સૂત્ર અને સૂક્ત બન્ને થાય છે. જૈન કે કર† વાડ્મયમાં વપરાયેલ સુત્ત પદનું જ્યાં જ્યાં સ ંસ્કૃતરૂપ વ્યાખ્યાકા એ કર્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org