________________
૧૩૪
સન્મતિ પ્રકરણ પહેલવહેલી મળે છે. આ પદ્ધતિ ભલે જૂની હોય પણ વસુબંધુની કૃતિએમાં તે છે જ. સિદ્ધસેને વિજ્ઞાનવાદ જે હતો એવી પણું તેમની કૃતિમાંના વિચારે જોતાં પ્રતીતિ થાય છે. વસુબંધુ જેવા પૂર્વવતી પ્રસિદ્ધ વિજ્ઞાનવાદીની કૃતિઓ સિદ્ધસેન જેવા બહુશ્રુતના હાથમાં આવી હોય એ ધારણા છેક અસ્થાને તે નથી જ. એટલે સિદ્ધસેનને અમુક શ્લોક પ્રમાણુ પ્રકરણો રચવાની અને તે પ્રકરણોને કસંખ્યા પ્રમાણે બત્રીશી જેવાં નામ આપવાની અને તે પ્રકરણ દ્વારા પિતાનું પ્રતિપાદ્ય વસ્તુ સ્થાપિત કરવાની જે ફુરણા થઈ તેમાં વસુબંધુની ઉક્ત વિશિકા, ત્રિશિકા આદિ કૃતિઓનો શેડો પણ ફાળો હશે એવી કલ્પના આપઆપ થઈ જાય છે.
અશ્વાષ અને કાલીદાસ અશ્વઘોષ અને કાલીદાસ એ બંને મહાન કવિ તરીકે પ્રસિદ્ધ છે, અને તેમની એકથી વધારે કૃતિઓ પણ જાણીતી છે. સિદ્ધસેનને હેમચંદ્ર શ્રેષ્ઠ કવિ તરીકે વર્ણવેલ છે છતાં નિર્વિવાદ રીતે તેનું જ કંઈ મહાકાવ્ય કે ખાસ કાવ્યરૂપે નાને કવિતાગ્રંથ હજી જાણવામાં આવ્યો નથી. જે કાંઈ આપણી સામે છે તે તેની બત્રીશીઓ. આ બત્રીશીઓમાંનું કાવ્યત્વ, તેમની શૈલી, કેટલાંક પડ્યો અને કેટલાક ભાવો જોતાં અને અશ્વષ તેમ જ કાલીદાસની કૃતિઓ સાથે તેમને સરખાવતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે એ ત્રણે વિદ્વાનની કૃતિઓમાં બહુ જ મળતાપણું છે. અલ્પષની છાયા કાલીદાસ ઉપર છે. કાલીદાસ અને સિદ્ધસેન તદ્દન નજીક નજીક સમયમાં આગળ પાછળ થયા હોય કે સમકાલીન જ હોય એ વિષે ખાતરથી કાંઈ પણ કહેવું શક્ય નથી; છતાં એટલું તો લાગે જ છે કે કેઈ એકના વિચારો બીજામાં પ્રતિબિંબિત થયેલા છે. અષના બુદ્ધચરિત અને સૌદરાનંદમાં તેમ જ કાલીદાસના કુમારસંભવ, રઘુવંશ આદિમાં પદ્યને દબંધ, પ્રસાદગુણ અને જે સ્ફટાર્થપણું છે, તેવું જ સિદ્ધસેનની બત્રીશીઓમાં છે. બુદ્ધચરિત આદિમાં વિવિધ છંદની પસંદગી અને સર્ગો તે અંદભેદ જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org