SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ જે માટે અસ્કૃષ્ટ પદાર્થો અવધિજ્ઞાન વડે પ્રત્યક્ષાા છે, તેથી અવધિજ્ઞાનમાં પણ દશનશબ્દ વપરાયેલ છે. [૨] ઉક્ત વ્યાખ્યા પ્રમાણે અવધિદર્શન શબ્દને શાસ્ત્રીય વ્યવહાર અંધ બેસવામાં કશી જ અડચણ આવતી નથી. કારણ કે ઈદ્રિય વડે અસ્પૃષ્ટ અને અગ્રાહ્ય એવા પરમાણુ આદિ પદાર્થોને અવધિજ્ઞાન પ્રત્યક્ષપણે ગ્રહણ કરે છે, તેથી દર્શનની ઉક્ત વ્યાખ્યામાં પણ અવધિજ્ઞાન આવી જાય છે. [૨૯]. એક જ કેવળઉપગમાં જ્ઞાન-દર્શનશબ્દની ઉપપત્તિजं अप्पुढे भावे जाणइ पासइ य केवली णियमा । तम्हा तं गाणं दंसणं च अविसेसओ सिद्धं ॥ ३० ।। કેવળી નિયમથી અસ્કૃષ્ટ પદાર્થોને જે માટે જાણે અને જુએ છે, તેથી તે ભેદ વિના જ જ્ઞાન અને દશન સિદ્ધ થાય છે. [૩] જે કેવળી હોય છે તે સંપૂર્ણ જગતને વિશેષ અને સામાન્ય એકસાથે અવશ્ય પ્રત્યક્ષપણે ગ્રહણ કરે છે, અને એ બધું જગત કાંઈ તેના આત્માથી સ્પર્શાયેલું નથી; તેથી તેનું સંપૂર્ણ જગત વિષયક ગ્રહણ એ અસ્કૃષ્ટ-વિષયક પ્રત્યક્ષ ગ્રહણ છે. માટે તે એક જ ગ્રહણ એટલે ઉપગ અપેક્ષાવિશેષે જ્ઞાન અને દર્શન બન્ને શબ્દને સમાનપણે વાચ્ય સિદ્ધ થાય છે. એ ગ્રહણમાં વિશેષાહિતાને લીધે જ્ઞાનશબ્દ અને સામાન્યગ્રાહિતાને લીધે દર્શનશબ્દ વપરાય છે. એટલે બન્નેને પ્રતિપાઘ ઉપયોગ એક છે. માત્ર એ બન્ને શબ્દના પ્રવૃત્તિનિમિત્ત ધર્મો ઉપયોગમાં જુદા છે, તેથી એકે પગવાદમાં કશી અનુપત્તિ નથી. [૩૦] શાસ્ત્રમાં આવતા વિરોધને પરિહાર– साई अपज्जवसियं ति दो वि ते ससमयओ हवइ एवं । परतित्थयवत्तव्वं च एगसमयंतरुप्पाओ ।।३१ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy