________________
ર૧૮
સમિતિ પ્રકરણ છેવટે વ્યંજનપર્યાય પણ અવાંતર પર્યાયની તુલ્ય ટિમાં એટલે લેપ દશામાં મૂકાય. [૩]
ચાલુ દાખલામાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું સ્પષ્ટપણે પૃથક્કરણ –
वंजणपज्जायस्स उ 'पुरिसो' 'पुरिसो' त्ति . णिच्चमवियप्पो। , बालाइवियष्पं पुण पासई से अत्थपज्जाओ ।। ३४ ।।
વ્યંજનપર્યાયની અપેક્ષાએ જેનારને હમેશાં “પુરુષ” એમ નિવિકલ૫–અભિન્ન ભાસે છે, વળી તે બાલાદિ વિકલપને • જુએ છે તે તો તેના અથપર્યા છે. [૩] : એક જ પુરુષવ્યક્તિમાં નિર્વિકલ્પ – અભિન્ન અને સવિકલ્પ – ભિન્ન એવી બુદ્ધિ થાય છે. જ્યારે પુરુષ એ પ્રકારની નિર્વિકલ્પ
બુદ્ધિ થાય છે, ત્યારે તેને વિષય પુરૂષપર્યાય એ અભિન્ન વ્યંજનપર્યાય છે. અને તે જ પુરુષ વ્યક્તિમાં પુરુષપ્રતીતિ વખતે જે બાલ આદિ અનેક વિકપ – ભેદો નજરે પડે છે, તે બધા પુરુષરૂપ વ્યંજનપર્યાયના અર્થપર્યા છે; અર્થાત એકાકાર બુદ્ધિથી ગ્રહણ કરાતા વ્યંજનપર્યાયમાં ભાસતા ભેદ એ તે વ્યંજનપર્યાયના અર્થ પર્યાય છે. [૩૪] .
એકાંતમાન્યતાવાળામાં અશાસ્ત્રાવ દેષનું કથન – सवियप्प-णिव्वियप्पं इय पुरिसं जो भणेज्ज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण ण स निच्छिओ समए ।। ३५॥
એ પ્રકારે સવિકલ્પ અને નિવિકલ્પ ઉભયરૂપ પુરુષને જે માત્ર નિવિકલ્પ કહે, અથવા સવિકલ્પ જ કહે, તે શાસ્ત્રમાં અવશ્ય નિશ્ચિત - સ્થિર બુદ્ધિ નથી. [૩૫]
પુરુષ એ તો માત્ર એક દાખલો છે. ખરી રીતે બધા વ્યંજનપર્યાયે પુરુષની પેઠે અભિન્ન અને ભિન્ન ઉભયરૂપ છે, તેમ છતાં જે તેને એકાંત અભિન્નરૂપ જ અથવા ભિન્નરૂપ જ માને, તેને વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org