________________
૨. મૂળાકારને પરિચય : પ્રમાણ માની કાલિદાસાદિ નવે વ્યક્તિઓને સમકાલીન માને છે. પણ આ પ્રમાણે આ નવે વ્યક્તિઓને સમકાલીન માનવા માટે કશે પુરાવો નથી. વળી ક્ષપણુકથી સિદ્ધસેન દિવાકર ઉદ્દિષ્ટ છે એ કેવળ કલ્પના છે. અને વધારે ચોક્કસ પુરાવાની અપેક્ષા રાખે છે. જેમાં મુખ્ય આચાર્યોની કાલગણના માટે તે તે પટ્ટાવલીઓ હોય છે. આ પટ્ટાવલીઓ હમેશાં શ્રદ્ધેય હોય છે એમ તે નથી જ; પણું તેમાં અનેક કાલગણનાઓ છે એમ કલાટ આદિ વિદ્વાનું પણ માનવું છે. આ દષ્ટિએ સિદ્ધસેન દિવાકરની પરંપરા વિચારીએ. .
વિ. સં. ૧૩૩૪ના સમયના પ્રભાચંદ્રના પ્રભાવક ચરિત્રમાં સિદ્ધસેન દિવાકરની પરંપરા વિગતથી આપી છે. “વિદ્યાધર આમ્નાયમાં પાદલિપ્ત કુલમાં સ્કંદિલાચાય થયા. મુકુંદ નામે એક બ્રાહ્મણ તેમનો શિષ્ય થયો. આ મુકુંદ પાછળથી વૃદ્ધવાદી નામે પ્રસિદ્ધ થયે.” બધીયે સમકાલીન હોય, તો તેમને સમજ વિક્રમને ચેાથો – પાંચમા સિંકે માનવામાં વિશેષ કારણ મળે.
જ્યોતિવિંદાભરણ”ના રરમાં પ્રકરણમાં જ્યાં વિક્રમ રાજાનાં નવરનેનો ઉલ્લેખ છે, ત્યાં પણ ૧૦મા શ્લોકમાં રત્ન તરીકે ગણાવેલ ક્ષપણક તે મા શ્લોકમાં કાલતન્નકવિ તરીકે વર્ણવેલો શ્રતસેન છે, એવું ડો. ક્રાઉઝેનું માનવું છે. કારણ કે એ બે શ્લોકોમાં અમરસિંહ, શંકુ, ઘટકર્પર, કાલિદાસ, વરાહમિહિર અને વરરુચિને રન તરીકે તથા કાલતન્નકવિ તરીકે એમ બે વખત ગણાવ્યા જ છે. એટલૅ ૧૦મા શ્લોકમાં ક્ષપણક (જૈન સાધુ) તરીકે ઉશેલ વ્યક્તિને જ મામાં શ્રુતસેન તરીકે ઉશી છે. હવે જ્યોતિવિંદાભરણ”ના ટીકાકાર ભાવરત્ન જણાવે છે કે, કાવ્ય અને વ્યાકરણશાસ્ત્રના નિયમો મુજબ “સિદ્ધસેનાને માટે જ શ્રતસેન રૂપે વપરાય છે. એટલે નવરત્નોમાં ઉલ્લેખેલ ક્ષપણક તે. સિદ્ધસેન જ છે. હવે સવાલ એ રહે કે, સિદ્ધસેન કાલતન્નકવિ છે કે કેમ? અર્થાત તેમણે જ્યોતિષ ઉપર કાંઈ લખ્યું છે કે કેમ. જો કે, સિદ્ધસેન દિવાકરનું રચિત કઈ જ્યોતિષ વિશેનું પુસ્તક તો અત્યારે ઉપલબ્ધ નથી; પરંતુ વરાહમિહિરે પોતાના “બહwજાતક” ગ્રંથમાં જ્યોતિષ ઉપર લખનાર તરીકે . સદ્ધસેનને ઉલ્લેખ કર્યો છે. આમ અજન-પરંપરા પણ જૈન પરંપરાની પેઠે સિદ્ધસેનને વિક્રમાદિત્ય સાથે જોડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org