________________
૬૨
સન્મતિ પ્રકરણ
માળવાના યશોધ દેવ ગણી, સિદ્ધસેનને ઈ સ૦ ૧૩૦ની આજુબાજુ મૂકે છે.
આ કાળગણુનામાં બે દાષા છે. એક તો પહેલાં કહ્યું તેમ વિક્રમરાજા કયારે થયા એ પ્રશ્નના આ રીતે નિકાલ આવી શકે તેમ નથી. આ વિષયમાં અનેક મતભેદો છે અને હાલમાં શ્રીમાન કલ્યાણુવિજયજી નાગરી૧૦ પ્રચારણી પત્રિકામાં' પ્રગટ થયેલ વીર-નિર્વાણુ વિષેના લેખમાં કેટલાક વિચારવા જેવાં પ્રમાણા આપી જૈનેામાં પ્રસિદ્ધ વિક્રમાદિત્ય અલમિત્ર છે એમ કહે છે; અને અમિત્રે શકાને હરાવી ગભિલ્લુને મારી વીર- નિર્વાણુ સંવત ૪૫૩માં ઉજ્જયિનીની ગાદી લીધી અને ૧૭ વર્ષ પછી એટલે કે વીર- નિર્વાણુ સં૦ ૪૭૦માં વિક્રમ સંવત્ શરૂ કર્યાં એમ જણાવે છે. તાત્પર્યં કે, વિક્રમસમકાલીનતા સિદ્ધસેન દિવાકરતા સમય નક્કી કરવામાં કામ આવે તેમ નથી.* વિદ્યાભૂષણની કાલગણનામાં ખીજો દોષ એ છે કે તેએ નવરત્નવાળા શ્લેાકને અતિહાસિક
૯. હિસ્ટરી ઓફ ઇન્ડિયન લૉજિક' પૂ૦ ૧૭૪.
:
૧૦. જુએ · નાગરી પ્રચારિણી પત્રિકા’ ભાગ ૧૦, અંક ૪ માંના “ વીરનિર્વાણ સ ંવત્ ઔર જૈન કાલગણના - શીક લેખ.
*
આ અંગે તાજેતરમાં ડૉ. કુમારી શાલેટ ક્રાઉઝેએ વિક્રમ વૉલ્યુમ’ (— ૧૯૪૮ )માં કેટલેાક ઊહાપાહ કર્યો છે. સિદ્ધસેન દિવાકરે પેાતાની ‘ગુણવચનદ્વાત્રિ’શિકામાં જે પરાક્રમી રાજાના ગુણાનું વર્ણન કર્યુ છે, તે કાણુ હાઈ શકે, તેની ઝીણવટભરી સમીક્ષા ઉપરથી તે એવા નિચ ઉપર આવ્યાં છે કે, તે રાન્ત સમુદ્રગુપ્ત છે (ઈ. સ. ૩૩૦–૩૭૫ ). તાજેતરમાં તે રાજ્યના સિક્કા ઉપર તેને માટે વિક્રમાદિત્ય' એવું બિરુદ પણ વાપરેલું મળી આવ્યું છે. અર્થાત્ ‘વિક્રમાદિત્ય ’ એ ઉપનામ વિક્રમ સંવત શરૂ કરનાર માટે જ વપરાયું છે એવું નથી. ગુપ્ત રાજાએ!માંથી ઘણા, માટે તે વપરાયું છે. જો કે પછીના કાળમાં એ ભેદ ભુલાઈ ગયા અને વિક્રમાદિત્ય' ઉપનામ સાથે જ વિક્રમસંવત શરૂ કર્યોની વાત પણ જુદા જુદા રત્નએ માટે ઉલ્લેખાઈ.. સિદ્ધસેન જો આ પ્રમાણે સમુદ્રગુપ્તના અને પછીથી તેના પુત્ર ચંદ્રગુપ્ત-બીજાના (કે જેની સભામાં કાલિદાસાદિ નવ રત્ન હતાં એમ હવે મનાય છે.)
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org