________________
૨. મૂળાકારને પરિચય : મિક પરંપરાના રક્ષક તરીકે પ્રતિષ્ઠિત હતા. સિદ્ધસેન નવીન વાદના
સ્થાપક તાર્કિક તરીકે અને સંસ્કૃતમાં આગમને ઉતારનાર તરીકે જાણીતા હતા. જિનદાસે ચૂર્ણિઓ વગેરે સાહિત્ય આગમ ઉપર રચેલું હોઈ તેમનું વલણ આગમિક પરંપરા તરફ વિશેષ હોય એ સ્વાભાવિક છે. જિનભદ્રની આગમિક પરંપરાને વારસો ધરાવનાર જિનદાસ* જિનભદ્રના જ એક પ્રતિસ્પર્ધી બીજા વિદ્વાનો અને તેમની કૃતિને અંતમાનપૂર્વક ઉલ્લેખ કરે છે, તે એટલું તે સૂચવે જ છે કે સિદ્ધસેન જિનભદ્રના સમકાલીન તે શું પણ નિકટ પૂર્વવતી પણ હવા ન જોઈએ. મુદ્દાની બાબતમાં વિરેાધ ધરાવનાર બે આચાર્યો સિદ્ધસેન અને જિનભદ્રની વચ્ચે એટલે વખત અવશ્ય વીતેલે હોવો જોઈએ કે જેથી જિનદાસ પણ સિદ્ધસેન અને તેમની કૃતિ તરફ માનપૂર્વક જોતા થઈ ગયા હતા. તે વખતનું સાંપ્રદાયિક વાતાવરણ જોતાં આમ થવાને સો- બસો વર્ષ લાગે એવી કલ્પના જરાયે અસ્થાને નહિ ગણાય. એટલે જિનદાસની નિશીથચૂર્ણિમાના ઉક્ત ઉલ્લેબે આપણને એવી ધારણું કરાવે છે કે સિદ્ધસેન એ જિનદાસથી દેઢ-બસે વર્ષ પહેલાં થઈ ગયા હોય એ વધારે સંભવિત છે. .
હવે પરંપરા વિચારીએ. બધી પરંપરા સિદ્ધસેન દિવાકરને વિક્રમના સમકાલીન અને ઉજજયનીના વતની ગણે છે. પણ વિક્રમ કેણ અને ક્યારે થયે એ હિંદુસ્તાનના ઇતિહાસમાં એક મોટો વિવાદગ્રસ્ત પ્રશ્ન છે. એટલે આ વિક્રમની પરંપરા આપણને સમયનિર્ણયમાં બહુ કામ આવે તેવી નથી. ' ' '
સદ્ગત સતીશચંદ્ર વિદ્યાભૂષણ વિક્રમની સભામાં નવરત્નોવાળા શ્લોકમાં આવતા ક્ષપણુકને સિદ્ધસેન દિવાકર માની, અને વિક્રમને
* જિનભદ્રે પોતાના વિશેશાવશ્યક ભાષ્યની રચના પૂરી કરી, તે પછી બરાબર ૬૭ વર્ષે જિનદાસે પોતાની નંદિચૂર્ણિની રચનાં સમાપ્ત કરી હતી. એમ હવે તે બંનેના તે તે ગ્રંથમાં પોતે દર્શાવેલા સમયને આધારે નિશ્ચિત થઈ શકયું છે. એ રીતે જોતાં તે બંને એકબીજાના બહુ નિકટકાલીન કહેવાય. (જુઓ “ભારતીય વિદ્યા – નિબંધ સંગ્રહમાં મુનિશ્રી જિનવિજયજીને લેખ ૫. ૧૯૧.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org