________________
રર
: સન્મતિ પ્રકરણ - જેને એક ભાગ નાસ્તિરૂપે અને એક ભાગ ઉભયરૂપે વિવક્ષિત છે, તે દ્રવ્ય વિકલ્પને લીધે નાસ્તિ અવક્તવ્યરૂપ બને છે. [૩૯]
જે દ્રવ્યનો એક ભાગ અસ્તિનાસ્તિરૂપે અને એક ભાગ ઉભયરૂપે વિવિક્ષિત છે, તે દ્રવ્ય વિકલ્પને લીધે અસ્તિ નાસ્તિ અને અવક્તવ્યરૂપ બને છે. [૪૦]
કઈ પણ વસ્તુનું તેને એક ધર્મને લઈ ભાવ કે અભાવરૂપે, વાસ્તવિક કથન તે ભંગ. એવા ભંગ મૂળમાં છે અને બહુ તે ત્રણ છે; પરંતુ એ ભંગરૂપ વાક્યોના અરસપરસ મિશ્રણથી અને સંચારણથી વધારેમાં વધારે સાત વાક્યો બને છે. એ જ સાત પ્રકારની વાક્યરચના સપ્તભંગી કહેવાય છે. - જેમ કે, આત્મા નિત્ય છે, અનિત્ય છે, અવક્તવ્ય છે, નિત્ય તથા અનિત્ય છે, નિત્ય તથા અવક્તવ્ય છે, અનિત્ય તથા અવક્તવ્ય છે અને નિત્ય અનિત્ય તથા અવક્તવ્ય છે. આત્મા ગમે તેટલી જુદી જુદી દશા અનુભવે છતાં એ તત્ત્વરૂપે નથી ક્યારે ય નવો ઉત્પન્ન થતા અને નથી તદ્દન નાશ પામતે, તેથી એ દ્રવ્યાર્થિક દૃષ્ટિએ નિત્ય જ છે. એ જ રીતે તે તસ્વરૂપે અનાદિ અનંત હેવા છતાં નિમિત્તાનુસાર જુદી જુદી દશાઓ અનુભવે છે, તેથી તે પર્યાયાર્થિક દૃષ્ટિએ અનિત્ય જ છે. એક એક દષ્ટિ લઈ તેને વિચાર કરતાં તેને નિત્ય પણ કહી શકાય અને અનિત્ય પણ કહી શકાય. પણ એ બને દૃષ્ટિએ એક જ સાથે અમે તેનું નિરૂપણ કરવું હોય, તે શબ્દ દ્વારા એમ કરવું શક્ય જ નથી; તેથી એ અપેક્ષાએ તેને અવ્યક્ત જ કહી શકાય. બન્ને દૃષ્ટિ સાથે લાગુ પાડી ક્રમથી નિરૂપણ કરવું હોય, તે તેને એ અપેક્ષાએ નિત્ય તથા અનિત્ય જ એમ કહી
-
૧. સરખા વિશેષાવશ્યક ગા. ૨૨૩ર અને સન્મતિ પૂ. ૪૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org