________________
eતીય કાંડઃ ૩ર-૪
૨૯૧ સ્વાભાવિક વૈસિક) ઉત્પાદ સમુદાયકૃત અને ઐકત્વિક એમ બે પ્રકાર છે. ઐકત્વિક ઉત્પાદ આકાશ વગેરે ત્રણ દ્રવ્યમાં પરનિમિત્તજન્યરૂપે અનિયમથી દેખાય છે. [૩૩]
વિનાશને પણ એ જ પ્રકાર છે. સમુદાયકૃત ઉત્પાદમાં એટલે પ્રયત્નજન્ય અને સ્વાભાવિક અને પ્રકારના સમુદાયકૃત ઉત્પાદમાં તે વિનાશ બબ્બે પ્રકાર છે. એક તે સમુદાયના માત્ર વિભાગરૂ૫ છે અને બીજો અર્થ તરપર્ણની પ્રાપ્તિ રૂપ છે. [૩૪]
ઈશ્વરકારણવાદી દર્શનેના મત પ્રમાણે પ્રાણીના પ્રયત્નથી દેખાતા અને પ્રાર્થના પ્રયત્ન વિના જ જન્ય દેખાતા દરેક જન્ય પદાર્થને ઉત્પાદ અને વિનાશ ઈશ્વરાધીન હાઈ ઈશ્વરપ્રયત્નજનિત છે જ, એ મત જૈન દર્શનને માન્ય નથી એ બતાવવા ગ્રંથકાર કહે છે કે, સઘળા પદાર્થોને ઉત્પાદ અને વિનાશ માત્ર પ્રયત્નજન્ય નથી, કારણ કે ઈશ્વરનું કવિ સંભવતું જ નથી; તેથી અનુભવ પ્રમાણે જ્યાં કોઈ પણ પ્રાણીને પ્રયત્ન હોય, ત્યાં ઉત્પાદ અને વિનાશ પ્રયત્નજન્ય માનવા અને
જ્યાં કેઈને પ્રયત્ન ન હોય ત્યાં ઉત્પાદ અને વિનાશ અપ્રયત્નજન્ય માનવા એ જ યોગ્ય છે. એટલે એકંદર જન્ય પદાર્થના ઉત્પાદ અને વિનાશ બન્ને પ્રાયોગિક (પ્રયત્નજન્ય) અને વૈઐસિક (અપ્રયત્નજન્ય કે સ્વાભાવિક) એમ બબ્બે પ્રકારના છે, એ જ ફલિત થાય છે. તેને વિશેષિક આદિ દશનની પેઠે માત્ર પ્રાયોગિક માનવા એ અનુભવવિરુદ્ધ છે.
ઉત્પાદ અને વિનાશનું વિશેષ સ્વપ–
સમુચિ – છૂટા છૂટા રહેલા અવયના મળવાથી સમુદાયરૂપે પદાર્થને જે ઉત્પાદ થાય છે, તે સામુદાયિક ઉત્પાદ છે. તેને જ જનદર્શનમાં સ્કંધ, અને ન્યાય આદિ દર્શનેમાં અવયવી કહે છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org