________________
પ્રથમ કાંડ : ૪૧
* ૨૨ એ અસ્તિત્વ અને નાસ્તિત્વ અક્રમથી – એક સાથે ન કહી શકાવાને લીધે એ ભેદ અવક્તવ્ય પણ છે. તે રીતે અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય એ ત્રણ ભંગ પર્યાયમાં સિદ્ધ થતાં, બાકીનાં ચાર પણ સિદ્ધ થઈ જાય છે. સાત ભંગ પર્યાયમાં હોવાનું કહ્યું છે તે ફક્ત અર્થપર્યામાં સમજવું, વ્યંજનíયમાં નહિ. કારણ કે વ્યંજનપર્યાય એટલે શબ્દસાપેક્ષ અર્થાત શબ્દપ્રતિપાદ્ય પર્યાય. જે પર્યાય શબ્દ દ્વારા પ્રતિપાદ્યરૂપે વ્યંજનપર્યાય કહેવાતો હોય, તે વક્તવ્ય હોવાથી તેને અવક્તવ્ય કેમ કહી શકાય ? તેથી અવક્તવ્ય અને અવકતવ્યમિશ્રિત પાછળના ત્રણ ભંગે વ્યંજનપર્યાયમાં નથી સંભવતા એમાં ફક્ત સવિકલ્પ – નાસ્તિ અને નિર્વિકલ્પ – અતિ એ બે ભંગ સંભવે છે અને બહુ તે સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉભયરૂપ ત્રીજો ભંગ પણ ઘટાવી શકાય. આ જ કારણથી અર્થપર્યાયમાં સાત અને વ્યંજનપર્યાયમાં બે અંગે કહ્યા હોય તેમ લાગે છે.૧
પુરુષશબ્દનો વ્યંજનપર્યાય પુરુષત્વ અને ઘટશબ્દનો ઘટવ એ બને સદશ પર્યાય પ્રવાહરૂપે એક એક હોવાથી નિર્વિકલ્પ – સામાન્યરૂપ છે; અને દર ક્ષણે નવા નવા ઉત્પન્ન થતા પર્યાય દ્વારા ભિન્ન થતા હેવાથી સવિકલ્પ – વિશેષરૂપ પણ છે. એ રીતે એ બને પર્યાયે સવિકલ્પ નિવિકલ્પરૂપ હોવા છતાં અવકતવ્ય નથી. કારણ કે તે પર્યા અનુક્રમે પુરુષ અને ઘટશબ્દ દ્વારા કહેવાતા હોવાથી વક્તવ્ય છે; પરંતુ દર ક્ષણે ઉત્પાદ અને વિનાશ પામતા એવા જે શબ્દનિરપેક્ષ અર્થ પર્યા છે, તેમાં તે અવક્તવ્ય આદિ ભગે પણ ઘટાવી શકાય. [૧]
કેવલ પર્યાયાર્થિક નયની દેશને એ પૂણ નથી એવું કથન –
૧. અહીં પ્રસ્તુત ગાથાને જે ભાવ લખે છે તે જ ગ્રંથકારને વિવક્ષિત છે કે નહિ એ ઘણું વિચાર્યા છતાં નક્કી કરી શકાયું નથી. ટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ અને શ્રીયશોવિજયજી ઉપાધ્યાયે પણ આ ગાથાને અથ ચોક્કસ નથી લખ્યું. તેમણે પણ માત્ર કલ્પનાઓ દેડાવી છે, માટે વિચારકેએ પરપરા જાણવા પ્રયત્નશીલ થવું. જુઓ “દ્રવ્યગુણપર્યાયરાસ’ ઢાલ ૪, દૂહ ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org