________________
૧૩૬
સન્મતિ પ્રકરણ એક પ્રસિદ્ધ ગ્રંથ “ ન્યાયમુખ’ નામે છે જે હમણાં જ તેના ચીની અનુવાદ ઉપરથી પ્રો૦ ટયુચી દ્વારા અંગ્રેજીમાં તૈયાર થઈ આપણું સામે આવ્યો છે. બીજે એક “ન્યાયપ્રવેશ” નામનો ગ્રંથ અતિ પ્રસિદ્ધ અને મૂળ રવરૂપમાં જ ૧૨૯સુલભ છે. તિબેટી પરંપરા અને પ્રો. વિધુશેખર ભટ્ટાચાર્યને મત બાધિત ન હોય તો એ ગ્રંથ પણ દિગ્ગાગની જ કૃતિ છે. દિગ્ગાગ અને સિદ્ધસેનના પૌર્વાપર્ય કે સમકાલીન પણ વિષે કાંઈ જ નિશ્ચયપૂર્વક કહેવું શક્ય નથી. છતાં એમ માનવાને કારણ છે કે, એ બેની વચ્ચે કાળનું અંતર હોય તે તે નહિ જેવું જ હશે. એ બેમાંથી કેઈ એકની કૃતિઓ ઉપર બીજાની કૃતિઓને પ્રભાવ પડેલે નહિ હોય તે પણ એટલું તો ખાતરીથી કહી શકાય તેમ છે કે એ બન્નેની કૃતિઓમાં એવા અનેક સમાન અંશે છે જે બંનેને મળેલ સમાન વારસાનું પરિણામ છે. આ વાતની પ્રતીતિ સિદ્ધસેનના “ન્યાયાવતાર સાથે
ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશ અને ૧૩ સરખાવવાથી થઈ શકે તેમ છે. માત્ર નામકરણમાં કે ગ્રંથના વિષયની પસંદગીમાં જ નહિ પણું શબ્દવિન્યાસ અને વસ્તુવિવેચન સુધાંમાં આ ત્રણે ગ્રંથનું સામ્ય બહુ જ ધ્યાન ખેંચે તેવું છે. સિદ્ધસેને ન્યાયાવતાર'માં કરેલાં કેટલાંક વિધા ૧૩૧ એ “ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશનાં વિધાનની સામે જ છે કે બીજા કેઈ તેવા બૌદ્ધગ્રંથનાં વિધાનોના સામે છે, એ જાણવાને અત્યારે નિશ્ચિત સાધન કાંઈ નથી; છતાં “ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશમાંની પ્રત્યક્ષ તેમ જ અનુમાનવિષયક વિચારસરણીને સામે રાખી “ન્યાયાવતાર'માંની
૧૨૯. આ ગ્રંથ ગાયકવાડ ઓરીએન્ટલ સંસ્કૃત સિરીઝમાં ૦ એ. બી. ધ્રુવ દ્વારા સંપાદિત થઈ ગયો છે અને એની લખેલી પુષ્કળ નકલ જૈન ભંડારોમાં છે.
૧૩૦. આ માટે જુઓ “ન્યાયમુખ અને પ્રેર ટયુચીસંપાદિત અંગ્રેજી આવૃત્તિ અને “ન્યાયપ્રવેશ”ની ઉક્ત ભટ્ટાચાર્ય તથા પ્રવ સંપાદિત આવૃત્તિ.
૧૩૧. અનુમાનમાં અભ્રાંતપણાનું, પ્રત્યક્ષમાં પણ અબ્રાંતપણાનું અને પ્રત્યક્ષના સ્વાર્થપરાર્થે ભેદ હેવાનું વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org