________________
-
૨. મૂળકારનો પરિચય
૧૩૭ વિચારસરણી જોતાં અત્યારે એમ લાગ્યા વિના નથી રહેતું કે સિદ્ધસેને પિતાનાં વિધાને દિગ્ગાગની માન્ય પરંપરાની સામે જ કર્યા છે. જે ચીની પરંપરા અને તે ઉપરથી બંધાયેલી માન્યતા સાચી
* હોય, તે ઉક્ત “ન્યાયપ્રવેશ ” ગ્રંથ શંકરસ્વામીનો જ શંકરસ્વામી છે અને એ શંકરસ્વામી દિગ્ગાગને શિષ્ય હતો.
“તત્ત્વસંગ્રહના વ્યાખ્યાકાર ૧૩૨કમલશલે અને સન્મતિના ટીકાકાર ૧૩૩અભયદેવે નિર્દેશેલ શંકરસ્વામીથી “ન્યાયપ્રવેશના કર્તા તરીકે મનાતો શંકરસ્વામી જુદો છે કે નહિ તે જાણવાને અત્યારે કાંઈ જ સાધન નથી. પણ જે “ન્યાયપ્રવેશ અને કર્તા કઈ શંકરસ્વામી, હોય અને તે દિગ્ગાગનો શિષ્ય હોય અગર દિગ્ગાગના સમય લગભગ થયેલ હોય તો એવી સંભાવના રહે છે કે સિદ્ધસેન અને એ શંકરસ્વામી બેમાંથી કેઈ એકના ઉપર બીજાની કૃતિની અસર છે અથવા બન્નેની કૃતિમાં કોઈને વારસે છે.
ધમકીતિ અને ભામહ આ બે વિદ્વાનોમાં પહેલે કોણુ અને પછી કોણ એ વિષે મતભેદ ૧૩૪ છે; પણ અમારી દઢ ધારણા પ્રમાણે એ તો નકકી જ છે કે સિદ્ધસેન એ બંને વિદ્વાનોનાં પૂર્વવતી છે. ધમકીતિ એ સાતમા સંકાને પ્રખર બૌદ્ધ તાર્કિક છે અને ભામહ તો આલંકારિક છે. ધમકીતિને આખા દેવિ૬૧૩પ સાથે સરખાવીએ એવી સિદ્ધસેનની કઈ કૃતિ અત્યારે આપણી સામે નથી. પણ એના “ન્યાયબિંદુ’ સાથે સળંગ સરખાવી શકાય એવી એક કૃતિ તે સદ્ભાગ્યે સચવાઈ રહી છે અને
૧૩૨. તત્ત્વસંગ્રહ૫જિક પૃ૦ ૧૯. . ૧૩૩. સન્મતિટીકા પૃ૦ ૬૬૪ પં૦ ૧૫.
૧૩૪. ભામહ અને ધર્મનીતિ ઉપર દિવેકરનો લેખ જ૦ ૦ ૦ સે. ઓકટોબર ૧૯૨૯, પૃ૦ ૮૨૫ થી.
૧૩૫. આની અસલી સંસ્કૃત નકલ સભાગ્યે પાટણના જૈન ભંડારમાંથી મળી આવી છે. અને એની નકલ વિદ્યાપીઠના રાજચંદ્ર ગ્રંથભંડારમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org