________________
૧૩૮
સમિતિ પ્રકરણ તે કૃતિ એટલે “ન્યાયાવતાર” જ. “ન્યાયબિંદુમાં પ્રમાણસામાન્યની ચર્ચા હોવા છતાં તેમાં અનુમાનની અને ખાસ કરી પરાર્થે અનુમાનની ચર્ચા જ મુખ્યપણે અને વિસ્તૃત છે. “ન્યાયાવતારમાં પણ એ જ વસ્તુ છે. “ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશ'માંનું પ્રત્યક્ષ-લક્ષણ તેમજ ન્યાયબિંદુમાંનું પ્રત્યક્ષ-લક્ષણ સરખાવતાં બંનેની પરંપરા જુદી જુદી લાગે છે. પહેલા બે ગ્રંથની પરંપરા વિજ્ઞાનવાદની અને ત્રીજાની પરંપરા સૌત્રાંતિક જણાય છે. ભામહે તે પોતાના અલંકારગ્રંથમાં પ્રસંગવશ૧૩ જ પરાર્થ અનુમાન-ન્યાયની ટૂંકી ચર્ચા કરીને ૧૩૭ મહાન ભાર ઉઠાવવાની કવિની જવાબદારી અદા કરી છે. તેમાં પણ વિજ્ઞાનવાદની જ પરંપરા ભાસે છે. સિદ્ધસેને પિતાના ન્યાયાવતારમાં વિજ્ઞાનવાદ અને સૌત્રાંતિક બને બૌદ્ધ પરંપરા સામે જૈનદષ્ટિને બંધ બેસે એવાં કેટલાંક વિધાને કરે છે; પણ એ વિધાને અમારી સમજ મુજબ ધમકીર્તિ કે ભામહ સામે નથી, પણ ઉક્ત બન્ને બૌદ્ધ પરંપરાઓ જે ઘણું લાંબા કાળથી પહેલેથી જ ચાલી આવતી હતી અને જેના અનુગામી અનેક બીજા સમર્થ વિદ્વાનોએ એ પરંપરાની પુષ્ટિમાં પુષ્કળ સાહિત્ય રચ્યું હતું, તે પરંપરાના પિષક મિત્રેય, અસંગ અને દિગ્નાગ જેવાના ગ્રંથની સામે જ હતાં. એટલે “ન્યાયબિંદુ” કે “કાવ્યાલંકાર' સાથેના ન્યાયાવતારના કેટલાક સામ્યમાત્રથી સિદ્ધસેનના સમય પરના અનુમાન તરફ ઢળી જવું ગ્ય નથી. દર્શન કે અન્ય વિષયના પ્રદેશમાં એવી અનેક વિચારની પરંપરાઓ છે કે જેમનું આદિમૂળ શોધવું એ શક્તિની બહાર છે. તે વિચારપરંપરાઓ પહાડમાંના સ્ત્રોતની પઠે કયારેક મંદ તે કયારેક તીવ્ર વેગમાં ઉદય પામતી અનુભવાય છે. કોઈ સમર્થ વિદ્વાન થાય ત્યારે અમુક વખત સુધી અમુક પરંપરાને બહુ જોર મળે છે.
૧૩૬. જુઓ પછિદ પ. ૧૩૭. “ન સ ર ો ર તદ્નાર્થે સ ચાય ર સા ા ! जायते यन्न काव्याङ्गमहो भारो महान् कवेः ॥” ।
–કાવ્યાલંકાર પરિ૦ ૫, શ્લો ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org