SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કાંડઃ ૭૮ ૨૭૧ એક જ પુરુષમાં ભેદભેદની વ્યવસ્થા– कोवं उप्पायंतो पुरिसो जीवस्स कारओ होइ । तत्तो विभएयव्वो परम्मि सयमेव भइयव्वो ॥ ७ ॥ કેપપરિણામ ઉત્પન્ન કરે તે પુરુષ જીવને કારક થાય છે તેથી તે ભેદગ્ય છે અને પરભવમાં પોતે જ હાઈ અભેદ ગ્ય છે. [૭] સંસારી આત્મા પિતાની ભાવીદશા પોતે જ સરજે છે, તેથી તે ભાવી અજયમાન દશાપ કાર્ય કરતાં સજકઅવસ્થાત્મક કારણુપે ભિન્ન છે એમ માનવું જોઈએ. કારણ કે કાર્યકારણભાવ ભેદગર્ભિત જ હોય છે, તેમ છતાં તે જે સજકઅવસ્થાવાળે આત્મા ભાવી સુજ્યમાન અવસ્થામાં વર્તમાન હોય છે, બીજે કઈ નહિ; તેથી દશાભેદે ભેદ હોવા છતાં બન્ને દશામાં મૂળ તત્ત્વ એક જ હેવાથી કર્તા એ કાર્યથી અભિન્ન પણ છે. જેમ મૂપિંડ પિંડરૂપે ઘટસ્પનું કારણ હોઈ તે બન્ને ભિન્ન છે, છતાં પિંડ અને ઘટ બને દશામાં એક જ મૃત્તિકા અનુગત હેવાથી તે પે ઘટ અને પિંડ અભિન્ન પણ છે. તેમ જ જ્યારે કે આત્મા પ્રસાદ ક્રોધ આદિ શુભ અશુભ પે પરિણમે છે, ત્યારે તે પરિણમાનુસાર પિતાની ભાવી રિથતિ ઘડે છે. એ રીતે તે ભાવી સ્થિતિનો કર્તા હોઈ તેથી ભિન્ન હોવા છતાં વસ્તુતઃ બને અવસ્થામાં અનુગત પોતે જ હોવાથી અભિન્ન પણ છે. [૭] દ્રવ્ય અને ગુણના ભેદભાવને પૂર્વપક્ષપે નિર્દેશ – रूव-रस-गंध-फासा असमाणग्गहण-लवखणा जम्हा । तम्हा दव्वाणुगया गुण त्ति ते केइ इच्छंति ।।८।। જે માટે રૂ૫ રસ ગધ અને સ્પશ એ દ્રવ્યથી ભિન્નપ્રમાણગ્રાહ્ય તેમ જ ભિન્ન લક્ષણવાળા દેખાય છે, તે માટે તે ગુણે દ્રવ્યના આશ્રિત છે એમ કઈ માને છે. [૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy