________________
૨. મૂળકારનો પરિચય
૯૯ પછી કોઈએ એ હકીકત જોઈ અગર તપાસી જ નહિ કે, કહેવાતી બત્રીશ અગર ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓમાં કેટલી અને કઈ કઈ સ્તુતિરૂપ છે અને કઈ કઈ સ્તુતિરૂપ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સન્મતિપ્રકરણ જે બત્રીશ ગ્લૅક પ્રમાણ હોત, તે તે પ્રાકૃત ભાષામાં હોવા છતાં દિવાકરના જીવનવૃત્તાંતમાં સ્થાન પામેલી સંસ્કૃત બત્રીશીઓ સાથે ગણાયા વિના ભાગ્યે જ રહેત.
અત્યારે ઉપલબ્ધ સંસ્કૃત ત્રેવીસ કૃતિઓમાં પણ સિદ્ધસેનના નામનો ઉલ્લેખ હોય તેવી ફક્ત બે જ કૃતિઓ છે. એકવીશ બત્રીશીએમાંની પાંચમી અને એકવીસમી બત્રીશીના પ્રાંતભાગમાં ૩ શ્લેષરૂપે સિદ્ધસેન શબ્દ આવે છે; તે સિવાય બીજી એકે બત્રીશીમાં સિદ્ધસેન પદને નિર્દેશ નથી. કલ્યાણુમંદિરમાં પણ સિદ્ધસેન પદ નથી. જે પરંપરા માને છે તે સાચું હોય, તે તેમાં કુમુદચંદ્ર એ નામ શ્લેષથી સૂચવાય છે. એ જ રીતે સન્મતિ૬૪ પ્રકરણમાં પણ સિદ્ધસેન કે કુમુદચંદ્ર કે બીજું કંઈ નામ નથી. એટલે સ્વાભાવિક રીતે જ અહીં એ પ્રશ્ન થાય છે કે બત્રીશીઓ વગેરે જે કૃતિઓ દિવાકરને નામે ચડેલી મનાતી આવે છે, તે બધી કૃતિઓ તેમની જ છે એમ માનવાને શે આધાર છે ? આને ઉત્તર અત્યારે પ્રતિભા અને ઉલ્લેખ એ બેને આધારે આપી શકાય.
વિષય અને ભાષા ભિન્ન હોવા છતાં ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ, ન્યાયાવતાર અને સન્મતિ એ બધાની પાછળ રહેલું પ્રતિભાનું સમાન તત્ત્વ એમ માનવા લલચાવે છે કે, એ બધી કૃતિઓ કઈ એક જ પ્રતિભાનાં ફળે છે. કલ્યાણુમંદિરની ભાષા અને તેમાંની કલ્પના સિદ્ધસેન
૬૩. “તિ નિપમયો સિદ્ધસેન: પ્રવતમfપુનિg વીર:” | ૫, ૩૧. “મશાન્તિ મત માસિદ્ધસેના મધૂરો મામો” ૨૧,૩૧.
૬૪. સન્મતિ પ્રકરણની પહેલી ગાથામાં પહેલો શબ્દ “સિદ્ધ” એ છે; એને સંબંધ કર્તાના નામની સાથે હોઈ શકે ખરે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org