________________
સન્મતિ પ્રકરણ દિવાકરના વ્યક્તિત્વથી ઊતરે તેવી તે નથી જ; છતાં એ સ્તોત્ર સિદ્ધસેન દિવાકરનું હશે એ વિષે મતભેદ છે. ૫
બત્રીશીઓ દિવાકરની કૃતિ હોવા વિષે જૂને ઉલ્લેખ અત્યારે લગભગ દશમા અગિયારમા સૈકા પહેલાં અમારી સામે નથી; પણ સન્મતિ પ્રકરણ દિવાકરનું ૬૭ છે એમ કહેનાર જ ઉલ્લેખ આઠમા સૈકાનો પણ મળે છે. સન્મતિના ટીકાકાર દશમા સૈકાના અભયદેવ જેમની સામે સન્મતિની બીજી ઘણી ટીકાઓ મજૂદ હતી, તેઓ પિતે જ સન્મતિને દિવાકરની કૃતિ તરીકે નિર્દેશ છે. અભયદેવથી લગભગ બે સૈકા પહેલાં થયેલા યાકિનીસૂનુ હરિભદ્ર પણ સન્મતિને દિવાકરની કૃતિ તરીકે નિર્દેશ છે. એટલે સન્મતિ વૃદ્ધવાદિશિષ્ય તરીકે પ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરની કૃતિ છે, એ વિષે તે શંકા નથી જ રહેતી.
- ૬૫. પ્રો. ચાકેબી માને છે કે તે સિદ્ધસેન દિવાકરની કૃતિ હોવી ન જોઈએ. તેમની મુખ્ય દલીલે બે છે. પહેલી એ કે, જે એ સિદ્ધસેને રચેલું તેત્ર હોત, તે જેમ વીરસ્તુતિઓને છેડે સિદ્ધસેન નામ આવે છે તેમ એ કલ્યાણ મંદિરને છેડે પણ સિદ્ધસેન નામ હતું. બીજી એ કે, તેના ઉપર કોઈ ટીકા જૂની નથી.
આની સામે બીજે પક્ષ એ મૂકી શકાય તેમ છે કે સિદ્ધસેન નામને ઉલ્લેખ તે “ ન્યાયાવતાર', અન્ય બત્રીશીએ અને “સન્મતિત સુધ્ધાંમાં નથી. ટીકા વિષે જાણવું જોઈએ કે બત્રીશીઓની પણ ટીકા રચાઈ હતી તેમ હજી જણાયું નથી; અને “કલ્યાણમંદિર” ઉપર કઈ ટીકા પહેલાં નહિ જ રચાઈ હોય એમ કહી શકાય? વળી કલ્યાણમંદિર”નું કાવ્યત્વ જોતાં એમ લાગે છે કે તે સિદ્ધસેનની પ્રતિભામાંથી જન્મ્ય હશે. આ૦ હેમચંદ્ર તેમને શ્રેષ્ઠ કવિ તરીકે કરેલો ઉલ્લેખ “કલ્યાણમંદિરને તેમની કૃતિ માનવાથી વધારે ચરિતાર્થ બને છે.
૬૬. જુઓ ટિ. પ૭ તથા ૫૮. ૬૭. જુઓ પાછળ પૃ. ૫૬, હરિભદ્રવાળો પંચવસ્તુને ઉલ્લેખ. ૬૮. સન્મતિ વૃત્તિ પૃ. ૧, શ્લો૦ ૨. ૬૯. સન્મતિ વૃત્તિ પૃ૦ ૧, પં. ૧૬-૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org