________________
૨. મૂળકારને પરિચય (સૂર્ય)નું કામ કર્યું હતું. ત્યાર બાદ સિદ્ધસેન દિવાકર પદવીથી પ્રસિદ્ધ થયા અને સિદ્ધસેન દિવાકર એ નામ વિશેષ પ્રસિદ્ધ થયું.
ત્યાર બાદ ગુરુ વૃદ્ધવાદીએ સાંભળ્યું કે સિદ્ધસેન તે રાજમાન્ય થયે છે અને રાજભક્તિના મેહમાં પડી તે પાલખી તથા હાથી વગેરે વાહને ઉપર સવાર થઈ રાજમંદિરે જાય – આવે છે. તેથી એને સમજાવી ઠેકાણે લાવવા ગુર વેશ બદલી કર્માર નગરે આવ્યા. ત્યાં એમણે જોયું કે સિદ્ધસેન તે રાજમાર્ગ ઉપર પાલખીએ બેસી જાય છે અને ઘણા લેકેથી વીંટળાયેલ છે. આ જોઈ ગુરએ તેને કહ્યું કે, “હું તમારી ખ્યાતિ સાંભળી અહીં આવ્યો છું માટે મારે સંશય દૂર કરે.” સિદ્ધસેને કહ્યું – “ભલે સુખેથી પૂછો.” પછી ગુરુએ વિદ્વાનોને આશ્ચર્ય પમાડે તેવા ઉચ્ચ સ્વરથી કહ્યું કે
"अणफुल्ली फुल्ल म तोडहु मन-आरामा म मोडहु । मणकुसुमेहिं अच्चि निरंजणु हिंडह काई वणेण वणु ॥ ९२" ॥
સિદ્ધસેનને વિચાર્યા છતાં જ્યારે એ અપભ્રંશ પદ્યનો અર્થ ન સમજાય, ત્યારે તેણે આડો ઉત્તર આપ્યો અને કહ્યું કે, “તમે બીજું કાંઈ પૂછો.” પણ ગુરુએ તે કહ્યું કે, “એને જ ફરી વિચારો અને જવાબ આપો.” સિદ્ધસેને અનાદરથી એ પદ્યને અસંબદ્ધ જેમ તેમ ખુલાસો કર્યો. પણ જ્યારે તે ખુલાસો ગુરુએ કબૂલ ન રાખે, ત્યારે છેવટે તેણે ગુને કહ્યું કે તમે જ એ પદ્યને અર્થ કહે. ગુરુએ “સાંભળે અને સાવધાન થાઓ” એમ કહી આ પ્રમાણે અર્થ કર્યો: “ધ્વનરૂ૫ નાનકડાં કેમળ ફૂલવાળી એવી માનવતનુના જીવનાંશરૂપી ફૂલેને તું રાજસત્કાર અને તજજન્ય ગર્વના ઘાથી ન તોડ. મનને યમ નિયમ આદિરૂપ આરામે (બગીચાઓ)ને ભોગવિલાસ દ્વારા ન ભાંગ-ખેદાનમેદાન ન કર. મનનાં (સદ્ગણે રૂ૫) પુપિ વડે નિરંજન દેવની પૂજા કર. તું સંસારરૂપ એક વનથી લાભસત્કારજન્ય મેહરૂપ બીજા વનમાં કેમ ભટકે છે ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org