________________
તૃતીય કાંડઃ ૩ર૪
૨૩
૧વિનાશ વિષે ખાસ બાબત જાણવાની એ છે કે, પ્રાયેાગિક અને વૈઅસિક અને પ્રકારને સામુદાયિક વિનાશ સમુદાયવિભાગમાત્ર અને અર્થાતરભાવપ્રાપ્તિ એમ અે પ્રકારના છે. સમુદાયના ભંગ થવાથી અવયવેાનું છૂટા પડી જવું અને સ્કધપણું ત્યજી દેવું એ સમુદાયવિભાગ માત્રરૂપ નાશ કહેવાય છે. એના પ્રાયેાગિક દાખલા પ્રયત્નથી મકાન તૂટવાને લીધે ઈંટ વગેરે અવયવાનું છૂટા પડવું તે છે; અને નૈસસિક દાખલા પ્રયત્ન વિના જ વાદળુ' વીખરાવાથી કે પહાડ તૂટવાથી તેના અવયવનું જુદા પડવું તે છે. અવયવાન વિભાગ થયા સિવાય જ સ્કંધદ્રવ્યનું પૂર્વ આકાર છેોડી બીજા આકારમાં બદલાઈ જવું તે અથાં તરભાવપ્રાપ્તિરૂપ વિનાશ છે. આને પ્રાયોગિક દાખલા કડાનું કુંડલ ખનાવવું તે છે; અને વાસિક દાખલા મરક્નું પાણી અને પણીનું હવારૂપમાં ભૌતિક સંયેાગે કે ઋતુના પ્રભાવ આદિથી બદલાઈ જવું તે છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે, સંસારી તેમ જ મુક્ત આત્મામાં જે પર્યાયાને ઉત્પાદ વિનાશ થાય છે તેને, અને છૂટાં છૂટાં સ્વતંત્ર પરમાણુએમાં જે પર્યાયના ઉત્પાદ વિનાશ થાય છે તેને પ્રાયોગિક કે વૈજ્ઞસિક ઉત્પાદ વિનાશમાં અહીં કયાંય અેમ નથી મૂકયા ? આને ઉત્તર વિચારતાં ગ્રંથકારના એ આશય હોય તેમ લાગે છે. ઈશ્વરના ત સામે પ્રાયેાગિક અને વૈસિકની ચર્ચા હેાવાથી જેમાં જેમાં ઇશ્વરના કતૃત્વ વિષેની કાઈની માન્યતા હોય, તે તે પદાર્થોના જ ઉત્પાદ વિનાશ અહીં પ્રસ્તુત છે; તેથી પરમાણુ કે ચેતન દ્રવ્યને અહીં લીધાં નથી. કારણ કે, ઢાઈ શ્વિરકારવાદી પરમાણુ કે ચેતન દ્રવ્યને જન્મ જ નથી માનતા. અવયવીમાત્રને ઇશ્વરજન્ય માનનાર વૈશેષિક આદિ છે અને કાશને ઈશ્વરજન્ય માનનાર ઔપનિષદ દર્શન છે. તેથી મૃતદ્રવ્યમાંથી પરમાણુને અને અમૃત દ્રવ્યમાંથી આત્માને છોડીને જ અહીં
૧. પ્રસ્તુત વિનાશ અને ઉત્પાદન બધા વિચાર, · તત્ત્વાય ભાષ્ય વૃત્તિ અ૦ ૫, ૨૯, પૃ૦ ૩૮૩ માં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org