SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સન્મતિ કચ્છ નથી; તેઓ પણ મૂલ નયના પ્રતિપાદ્ય વિષયને જ પ્રરૂપવા પ્રવર્તે છે. તેથી જે તેઓ પણ વિરોધી નયના વિષયને અવગણ, પિતાના વિષયમાં જ પૂર્ણતા માને, તે મિથ્યારૂપ બને એ સ્વાભાવિક છે. [૧૫] ઉત્તર નમાં સંપૂર્ણ સમ્રાહી કેઈ એક નય નથી એવું કરી -કથન – सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ। मूलणयाण उ आणं पत्तेय विसेसियं बिति ।। १६ ।। બધા નાના સમૂહમાં પણ ઊભયવાદ– સામાન્ય વિશેષ ઉભયપને જણાવનાર નય નથી. કારણકે તે દરેક નય મૂલ નય વડે ગ્રહણ કરાયેલ વિષયને જ વિવિધ રૂપે કહે છે. [૧૬] મૂલ બે નય ઉપરાંત ત્રીજે કઈ મૂલ નય તો ઉભયગ્રાહી નથી જ સંભવતે, પણ બે મૂલ નયના ઉત્તરભેદરૂપ જે સંગ્રહ આદિ છ છે, તેમાં પણ કોઈ એ નય નથી કે જે વસ્તુના સામાન્ય વિશેષ ઉભયાત્મક સ્વરૂપનું પ્રતિપાદન કરે. આનું કારણ એ છે કે, દરેક ઉત્તર નય પોતે જે જે મૂલ નયને ભેદ છે, તે તે મૂલ નયના ગ્રાહ્ય વિષયને જ જુદી જુદી રીતે વર્ણવે છે. ઉત્તર નનું કાર્ય કાંઈ મૂલ નયના પ્રદેશ બહાર નથી, એ તો ફક્ત પિતાપિતાના મૂલનયગૃહીત અંશને જ કાંઈક વધારે વધારે ઝીણવટથી ચર્ચે છે. તેથી તેઓમાં ઉભયવાદજ્ઞાપકપણું ન જ હોઈ શકે. [૧૬] કોઈ પણ એક નયના પક્ષમાં સંસાર, સુખદુઃખસબંધ, મેક્ષ આદિ ન જ ઘટી શકે એવું કથન – ण य दव्वट्ठियपक्खे संसारो व पज्जवणयस्स। सासयवियत्तिवायी जम्हा उच्छेअवाईआ ।। १७ ।। सुह-दुक्खसम्पओगो ण जुज्जए णिच्चवायपक्खम्मि । एगंतुच्छेयम्मि य सुह-दुक्खवियप्पणमजुत्तं ।। १८ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy