________________
sa
સન્મતિ પ્રકરણ :
હેમચંદ્ર અને વિજય | સર્વતંત્રસ્વતંત્ર તરીકે પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્ર પોતાની બે બત્રીશીઓ સિદ્ધસેનની બત્રીશીઓને આદર્શ સામે રાખીને જ રચી છે
એમ તેઓની રચનાને આરંભ ૧૧૮જતાં જ હેમચંદ્ર સ્પષ્ટ થાય છે. વાતષ્ઠાનની રચના તેમણે
સમંતભદ્રના સ્વયંમ સૂત્રના લઘુ અનુકરણરૂપે કરી છે ખરી; પણ અગવ્યવછેદ અને અન્ય ગવ્યવચ્છેદ નામની બત્રીશીઓમાં તો સિદ્ધસેનની કૃતિમાંથી જ મુખ્યપણે પ્રેરણું મેળવી છે. તેઓએ સિદ્ધસેનને શ્રેષ્ઠ કવિ કહેલ છે તે તેમના ઉપર પડેલ બત્રીશીઓના પ્રભાવને લીધે જ, એમ કહેવું જોઈએ.
છેલ્લે જૈન સાહિત્યની વિવિધ રીતે પુરવણી અને ઉપાસના કરનાર વાવ યશવંજયજી આવે છે. સિદ્ધસેન પછી લગભગ બારસે
વર્ષે થયેલા છતાં સિદ્ધસેનના સાક્ષાત વિદ્યાશિષ્યપણાનું યશોવિનયજ્ઞ . માન મેળવવાની યોગ્યતા ધરાવનાર એ જ
યશોવિજયજી છે. સિદ્ધસેનની કૃતિઓના અવલોકનકાર અને અભ્યાસીઓ અનેક થયા હશે, પણ એમની કૃતિઓનું ઊંડું અને સર્વાગીણુ પાન જેટલું એ વાચકે કર્યું છે તેટલું કેઈ બીજાએ કર્યું હોય એમ ખાતરીથી કહેવાને અમારી પાસે પ્રમાણુ નથી. પ્રાકૃતમાં, સંસ્કૃતમાં અને ગુજરાતીમાં વિપુલ સાહિત્ય રચનાર એ વાચકે પિતાની ત્રણેય ભાષાની અનેક કૃતિઓ ફક્ત સન્મતિના ત્રણ કાંડને આધારે રચી છે. સન્મતિના આખા કાંડના કાંડ લઈ તેમણે સ્વતંત્ર પ્રકરણે લખ્યાં છે અને બીજાં અનેક પ્રકરણમાં સન્મતિના વિચારે ગૂંથી દીધા છે. એ વાચકની બધી કૃતિઓમાં મળી આવતી અને તેમણે “૧૧૮. fસઢનસ્તુતિયો નાથ અક્ષિતારા # વૈષ !
तथापि यूथाधिपतेः पथस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः” । એમના ટીકાકાર મહિલણ પણ એમણે કરેલા સિદ્ધસેનના અનુકરણની સૂચના આપે છે. સ્યાદ્વાદમંજરી પૃ૦ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org