SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર સમતિ પ્રકરણ જીવ એ અનાદિનિધન છે અને કેવલજ્ઞાન તે સાદિ અનત છે; એ પ્રકાર માટે ભેદ હોવાથી જીવ એ કેવલપ કેવી રીતે હોઈ શકે ? [૩૭] તેથી ઔપશમિક આદિ લક્ષણભેદને લીધે જીવ એ ભિન્ન છે, અને તેના જ્ઞાન આદિ પર્યાયે ભિન્ન છે, એમ કઈ માને છે. [૩૮] એકાંત પક્ષના પ્રતિષેધ વખતે આ બાબત પહેલાં કહેવાઈ ગઈ છે, છતાં હેતુને સાધ્ય સાથે સંબધ દર્શાવતું આ ઉદાહરણ તે કહીશ. [૩૯] જેમ કઈ સાઠ વષને પુરુષ ત્રીશ વર્ષે રાજા થયે (એમ કહેવામાં) બન્નેમાં અર્થાત્ મનુષ્ય અને રાજામાં વપરાયેલે “જાત-થયે” શબ્દ વર્ષને વિભાગ બતાવે છે;-[૪૦] એ પ્રમાણે કઈ પણ પ્રકારના વિશેષ વિનાનું જીવદ્રવ્ય અનાદિનિધન છે, માટે જે રાજસદશ કેવલી પર્યાય તે તે તેને વિશેષ છે. [૧] અનાદિનિધન એ જીવ “આ જીવ જ છે” અર્થાત્ માત્ર સામાન્યરૂપ જ છે એમ એકાંતથી કહી ન શકાય; કારણ કે પુરુષાયુષ્ક જીવ દેવાયુષ્ક જીવથી ભિન્ન વ્યવહારાય જીવ કેવલરૂપ છે એ અભેદકથનને અસંગત બતાવવા કઈ કહે છે કે, જીવ એ દ્રવ્યરૂપ હોઈ અનાદિ અનંત છે, અને કેવલ એ સાદિ અનંત પર્યાયરૂપ છે. બન્ને વચ્ચે આટલે બધે તફાવત છે તે પછી જીવને કેવલરૂપ કેમ કહી શકાય ? અર્થાત દ્રવ્ય અને પર્યાયને અભેદ કેમ માની શકાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy