SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સમતિ પ્રકરણ સર્વજ્ઞપણું અને સર્વદશીપણું ઘટાવવા માટે તે જ રીતે એક ઉપયોગ દ્વારા સર્વ વસ્તુનું ગ્રહણું માનવું જ પડશે; અને એમ માનતાં એકેપગવાદને સ્વીકાર થઈ જશે. ૨. સાકાર ગ્રહણ અને નિરાકાર ગ્રહણમાં તફાવત એટલે જ હોય છે કે, પહેલું વ્યક્ત હોય છે અને બીજું અવ્યક્ત. હવે જે કેવલીમાં આવરણનો સર્વથા વિલય થયું છે, તે તેના ઉપયોગમાં વ્યક્તપણું અને અવ્યક્તપણાનો ભેદ શી રીતે હોઈ શકે? કારણ કે, એ ભેદ તે આવરણકૃત છે. ૩. આગમમાં કેવલી વિષે કહેવામાં આવ્યું છે કે તે પ્રત્યેક સમયે જ્ઞાત અને દષ્ટ વસ્તુનું જ કથન કરે છે. આ આગમકથન ક્રમવાદ કે સહવાદ એકે પક્ષમાં સંગત થઈ શકતું નથી. ક્રમવાદમાં અમુક સમયે જે જ્ઞાત છે, તે તે સમયમાં દષ્ટ નથી; અને બીજે સમયે જે દષ્ટ છે, તે જ્ઞાત નથી. એટલે જે જે ભાષણ કેવલી કરશે, તે પિતાના બોધ પ્રમાણે જ કરશે. એમ હોવાથી એમનું ભાષણ અજ્ઞાત ભાષણ અને અદષ્ટ ભાષણ હેવાનું. સહવાદમાં બન્ને ઉપયગો સાથે પ્રવર્તતા હોવા છતાં બનેની વિષયમર્યાદા સામાન્ય-વિશેષરૂપે વહેચાયેલી હોવાથી, જે અંશ જ્ઞાત હશે તે દષ્ટ નહિ હોય, અને જે દષ્ટ હશે તે જ્ઞાત નહિ હોય એટલે તે વાદ પ્રમાણે પણ હંમેશાં કેવલી અદષ્ટ અને અજ્ઞાત-ભાવી જ ઠરશે. ૪. ઉપગભેદ હોવાને લીધે ક્રમવાદ કે સહવાદમાં એમ માનવું પ્રાપ્ત થાય છે કે, કેવલી અજ્ઞાત અંશને જુએ છે અને અદષ્ટ અંશને જાણે છે; આવું માનવા જતાં એમ ફલિત થાય છે કે, એક એક ભાગ તે બને ઉપયોગને વિષય થયા સિવાય રહી જ જાય છે. તો પછી સર્વને જાણવાથી સર્વત્તપણું અને સર્વને જોવાથી સર્વદશપણું જે માનવામાં આવે છે, તે કેમ ઘટશે? ઊલટું જ્ઞજ્ઞ પણું અને afપણું કેવલીમાં પ્રાપ્ત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy