________________
-
-
-
પ્રકાશકનું નિવેદન વિક્રમના ચોથા–પાંચમા સૈકામાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈન, વિદ્વાન સિદ્ધસેન દિવાકરે પિતાના આ ગ્રંથને ‘સન્મતિ પ્રકરણ” નામ આપ્યું છે “સન્મતિ” એ નામ ભગવાન મહાવીરના એક નામ તરીકે પ્રાચીનકાળથી પ્રસિદ્ધ હતું. અનેકાંતરૂપી ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાંતનું પ્રતિપાદન આ ગ્રંથમાં હેવાથી, તેનું સન્મતિ–પ્રકરણ નામ યથાયોગ્ય જ છે.)
અનેકાંતદષ્ટિ જૈનદર્શનના પ્રાણરૂપ છે અને જૈન આગમેની ચાવીરૂપ છે. તે દૃષ્ટિનું વ્યવસ્થિત રીતે તર્કશૈલીએ નવેસર નિરૂપણ અને પૃથક્કરણ કરીને તાર્કિકોમાં તેની પ્રતિષ્ઠા સ્થાપવી, તથા અનેકાંતદષ્ટિમાંથી ફલિત થતા બીજા વાદેની મીમાંસા કરવી, એ આ ગ્રંથની રચનાની પાછળ સિદ્ધસેનને ઉદ્દેશ છે. ૧૬૬ જેટલાં જ આર્યાછંદનાં પ્રાકૃતભાષાનાં પઘોમાં તેમણે એ કામ એવી રીતે પાર પાડ્યું છે, કે પછી તે જ પઘો ઉપર વિક્રમની દશમી અગિયારમી સદીમાં થયેલા અભયદેવે ૨૫૦૦૦ શ્લેક-પ્રમાણુ ટીકા લખી છે. એ ટીકા પણ પિતાની રીતે એક અને ખા કૃતિ બની છે. અને તેમાં અભયદેવે પિતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાયેલા અને વિકાસ પામેલા બધા જ વાદ વિષે લંબાણ અને ઊંડાણથી ચર્ચા –ખંડનમંડન કરીને તે દરેક વાદ પરત્વે જૈન મંતવ્ય વિશદ કર્યું છે. એ આખી ટીકા સાથેને મૂળ ગ્રંથ ગૂજરાત વિદ્યાપીઠ પાઠાંતરે, ટિપ્પણો વગેરે સાથે પાંચ મેટા દળદાર ગ્રંથેમાં પ્રસિદ્ધ કર્યો છે. જૂના ગ્રંથોના આધુનિક સંપાદનને એ એની રીતે એક અનુપમ નમૂન છે. એ ગ્રંથને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org