________________
૫. બત્રીશીઓનો પરિચય :
૧૦ કરેલું છતાં તેમાં બહુ જ ખૂબી આણી છે અને બીજાઓએ કહેલ વસ્તુને તદ્દન નવી રીતે જ કહી છે; કેટલાંક મંતવ્ય તે તદ્દન અપૂર્વ જ તેમની કૃતિઓમાં દેખાય છે અને ચાલુ પ્રથા વિરુદ્ધ વિચારો મૂકવાનું પ્રતિભાબળ પણ તેમનામાં છે.
(૪) તરવજ્ઞમતિ –એમની ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ માત્ર શ્રદ્ધાળુની ભક્તિ નથી પણ તત્ત્વજ્ઞની ભક્તિ છે. કારણ કે તેમણે પિતાની સ્તુતિઓમાં જે ભક્તિભાવ ઠાલવ્યો છે, તેની પાછળ પ્રેરકતત્ત્વ મુખ્યપણે મહાવીરના તત્ત્વજ્ઞાનનું ઊંડું અને મર્મગ્રાહી ભાન જ છે. મહાવીરના તત્વજ્ઞાનની જે જે બાબતેઓ તેમના હૃદય ઉપર ઊંડી અસર કરી અને જેને લીધે તેઓ જૈનદર્શનરસિક થયા, તે બાબતની વિશેષતા ચમત્કારિક રીતે વર્ણવીને તેઓ મહાવીર પ્રત્યેની પોતાની જાગતી શ્રદ્ધા અને ભક્તિને પ્રગટ કરે છે. ખરી રીતે તેઓ સ્તુતિને બહાને મહાવીરના તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટપણાને દર્શાવવાનો પ્રયત્ન કરે છે.
[૩] બત્રીશીઓના પરિચયને બહિરંગ અને અંતરંગ એ બે ભાગમાં વહેંચી આગળ ચાલીએ. •
(ક) બત્રીશીઓની ભાષા સંસ્કૃત છે પણ તે સાધારણ કક્ષાની ન હતાં દાર્શનિક અને આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિને આજે તેવી પ્રૌઢ અને ગંભીર છે. પદ્યોનો બંધ કાલિદાસનાં પઘો જેવો સુશ્લિષ્ટ અને રીતિ વિદપ્રાય છે. પ્રાપ્ય બત્રીશીઓમાં લગભગ ૧૭ છેદો વપરાયેલા છે. વસ્તુચર્ચાવાળી સાતમી સિવાય બધી જ દાર્શનિક બત્રીશીઓમાં ફક્ત અનુટુપ છંદ છે અને તેમાં પ્રારંભ તથા અંતે ભેદ પણ નથી; ત્યારે સ્તુતિ, સમીક્ષા અને પ્રશંસાત્મક બત્રીશીઓમાં જુદા જુદા દે છે અને તેમાં મોટે ભાગે પ્રારંભ તેમજ અંતે ઈદભેદ પણ છે જ.
(ખ) વિષયની દૃષ્ટિએ સ્થૂલ વર્ગીકરણ કરીએ તો પ્રાપ્ય બત્રીશીઓના મુખ્યપણે ત્રણ વર્ગ પડે છે. પહેલી પાંચ, અગિયારમી અને એકવીસમી એ સાત સ્તુત્યામક છે; છઠ્ઠી અને આઠમી સમીક્ષાત્મક છે, અને બાકીની બધી દાર્શનિક તેમજ વસ્તુચર્ચાત્મક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org