________________
૧૯૧
છે. આ શીએ પરિચય એમણે શાસન કરનારમાં કેટલા ગુણ હોવા જોઈએ એ જણાવતાં કહ્યું છે કે જેનામાં અંદર અને બહારની શુદ્ધિ હોય, સૌમ્યતા હાય, જેમાં તેજ અને કરુણા બંને હય, જે પિતાના અને પારકા પ્રયજનને જાણવા ઉપરાંત વાક્પટુ હેય, તેમજ જેણે આત્મા ઉપર કાબૂ મેળવ્યો હોય તે જ શાસક થઈ શકે. (૨)
એમણે શૈક્ષ – ઉમેદવારને પ્રકારે બતાવતાં કહ્યું છે કે, કેઈ આપઆપ ઉત્પન્ન થયેલ સદેહવાળો હોય છે, તો કોઈ બીજાના પ્રયત્નથી સંદેહવાળો હોય છે. કોઈમાં ગ્રંથ-શબ્દ ધારણ કરવાની શક્તિ હોય છે, તે કઈમાં અર્થ ધારણ કરવાની શક્તિ હોય છે. ત્યારે બીજા કઈમાં ગ્રંથ અને અર્થ બને ધારણ કરવાની શક્તિ હોય છે. xxx(૫)
આચારનું વર્ણન કરતાં તે કહે છે કે શિષ્યના આચાર તેમના પ્રોજન પ્રમાણે અનેક પ્રકારના છે xxx(૬). ત્યારબાદ આવતા ગીતાર્થ અને આસેવન પરિહાર એ શબ્દ (૧૪-૧૫) ખાસ જન પરંપરાના જ બેધક છે. - ૧૯ મી બત્રીશીમાં જનદર્શનપ્રસિદ્ધ જ્ઞાનદશનચારિત્રને મેક્ષમાર્ગ તરીકે પ્રથમ નિર્દેશ છે (૧). પછી ઝીણું જ્ઞાનમીમાંસા છે. દ્રવ્યમીમાંસા પણ એમાં પ્રસંગે આવી છે, જેમાં જનશાસ્ત્ર પ્રસિદ્ધ છે દ્રમાંથી છેવટે જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યના અસ્તિત્વ ઉપર
ભાર મુકાયો હોય એવું આપાતતઃ ભાન થાય છે. (૨૪-૨૬) એમાં દ્રવ્યપર્યાય, વ્યંજનપર્યાય, સકલાદેશ, વિકલાદેશ (૩૧) એ પારિભાષિક જૈન શબ્દ છે જ.
વીસમી બત્રીશીમાં મહાવીરનું શાસન કેવું છે એ જણાવતાં સિદ્ધસેન કહે છે કે, “જેમાં દ્રવ્ય અને પર્યાય તેમજ, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું નિ પણ હોય, તે બધું વર્ધમાનનું જ શાસન છે. (૧)
એમાં એમણે વિવાદ કરતા વાદીઓને અનુલક્ષી કહ્યું છે કે, “બધા વાદીઓના વક્તવ્યવિષયમાં પ્રમાણે પ્રવર્તે તે છે જ. છતાં એ બાપડા નામ અને આશયભેદથી વિવાદ કર્યા કરે છે.” (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org