________________
૪. મૂળ અને ઢીકાથને પરિચય ૧૭૧ છેવટે તેમણે અનેકાંતરૂપ જિનવચનની કલ્યાણકામના કરી ગ્રંથ પૂર્ણ કર્યો છે.
ત્રીજા કાંડમાં સિદ્ધસેનની પ્રતિભા અનેક રીતે ચમકતી દેખાય છે. કારણ કે એમાં એમણે જે પર્યાયાર્થિકની પેઠે ગુણાર્થિક ત્રીજે નય જુદો મનાવા વિષેની ચર્ચા ઉપાડી છે, તે તેમની પહેલાંના કેઈ આચાર્યના ગ્રંથમાં જોવામાં આવી નથી. વિદ્યાનંદીએ તત્ત્વાર્થપ્લેકવાર્તિકમાં એ ચર્ચા ઉઠાવી છે તે સમતિને જ આભારી લાગે છે. શ્રદ્ધાવાદ અને તર્કવાદ વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરવા એમણે હેતુવાદ અને અહેતુવાદની જે મર્યાદા ગોઠવી છે, તે અનેકાંતદષ્ટિને શોભાવે તેવી છે. અલ્પશ્રતના અભ્યાસીને, થડા અભ્યાસમાં બહુશ્રુતપણું માનનારને, માત્ર શિષ્ય પરિવારથી મોટપ માનનારને, અર્થ જ્ઞાન વિનાના માત્ર સૂત્રપાઠના અભ્યાસીને, સ્વ-પર દર્શનને અભ્યાસ છોડી માત્ર ક્રિયાકાંડમાં કૃતાર્થતા માનનારને અને માત્ર શાસનભક્તિમાં અનેકાંતકુશળતા સમજનારને તેમણે જે સાચી અને સચોટ વાત કરી છે, તે તેમનું સ્પષ્ટ જ્ઞાન અને નીડરપણું સૂચવે છે.
ટીકાકારે ત્રીજા કાંડમાં આઠ ગાથાઓની વ્યાખ્યામાં અનેક જાતના વાદો અને શાસ્ત્રાર્થે ગઠવ્યા છે; બાકીની એકસઠ ગાથાઓની વ્યાખ્યા તે વિશદ છતાં તેવા શાસ્ત્રાર્થવાળી નથી. ઓગણપચાસમી ગાથાની વ્યાખ્યામાં આખું કણાદર્શન મૂકી તેની લાંબી સમાલોચના કરી છે. તેમજ સામાન્ય પદાર્થની ચર્ચાને પ્રસંગે “તત્ત્વસંગ્રહ” અને “પ્રમેયકમલ૦ માં ચર્ચાયેલી એવી બ્રાહ્મણત્વ જાતિની પણ ચર્ચા કરીને જાતિવાદને વિરોધ કર્યો છે. પચાસમી ગાથાની વ્યાખ્યામાં ન્યાય, વૈશેષિક, બૌદ્ધ અને સાંખ્યને સત્ તેમજ અસત વાદનું લંબાણથી નિરૂપણ કરી, છેવટે સ્વસમ્મત સદસવાદ સ્થાપ્યો છે. ત્રેપનમી ગાથાની વ્યાખ્યામાં કાળ, સ્વભાવ, નિવૃત્તિ, કર્મ અને પુરુષ એ પાંચ ઐકાંતિક કારણવાદને મૂકી, તેમનું ખંડન કરી, અંતમાં કારણુસમવાયવાદ સ્થાપ્યો છે. છપ્પનમી ગાથાની વ્યાખ્યામાં હેત્વાભાસની સંખ્યા વિષે બીજા વાદીઓ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org