________________
સન્મતિ પ્રકરણ ૬. પ્રતિ લખનારાઓએ કરેલી અશુદ્ધિઓ અને લહિયાઓ - પ્રતિ લખવાને બંધ કરનારાઓ લગભગ અભણ હોય છે. તેઓ માત્ર અક્ષરથી જ પરિચિત હોય છે. અક્ષરે કેમ વધારે સુંદર આવે અને મોટા મોટા ગ્રંથે પણ થોડા પાનામાં સમાય એવા ઝીણા 'અક્ષરે વધારે સુંદર કેમ લખી શકાય એવી પ્રવૃત્તિઓ તરફ જ એઓનું લય હોય છે. લખવાના વિષયને તેઓ ભાગ્યે જ સમજતા હોય છે. આજના બીબાં ગોઠવનારાઓ જેવા લગભગ તે લહિયાઓ હોય છે. લખેલાં જે પુસ્તકે અત્યારે ઉપલબ્ધ છે તેમાંનાં નવ્વાણું ટકા પુસ્ત એ અભણ લહિયાઓનાં જ લખેલાં હોય છે; એથી એમાં અશુદ્ધિ આવે એ સહજ છે. લહિયાઓ ઘણાંખરાં પુસ્તકને છેડે એમ લખે છે કે જેવું પુસ્તક મારી સામે છે તેવું જ આ બીજું તેના ઉપરથી હું લખું છું; એથી શુદ્ધિ અશુદ્ધિની જવાબદારી એ મૂળ પુસ્તક ઉપર છે. આ વાત તે ખરી છે, પણ લહિયે પિતાના અજ્ઞાનને લઈને બીજી કેટલીયે અશુદ્ધિઓ વધારે છે એ ભૂલી જાય છે. '
લહિયાએ જે અશુદ્ધિઓ કરે છે તેમાં વધારે અશુદ્ધિઓ તે વિષયના અજ્ઞાનને લીધે થાય છે; બીજી કેટલીક લિપિના અજ્ઞાનને લીધે થાય છે, કેટલીક પડિમાત્રાને ન સમજવાથી થાય છે, કેટલીક અક્ષરની સમાનતામાંથી જન્મે છે અને કેટલીક એમની પિતાની
અસાવધાનંતાને લઈને થાય છે. - જે પ્રતિ ઉપરથી એ લખતે હોય એ પ્રતિની પ્રાચીન લિપિને ન જાણું અટકળે સમજનાર અને પિતાના જમાનાની લિપિથી ટેવાયેલ લહિયે નવી પ્રતિમાં અનેક ભૂલે ઉમેરે છે. ઘ અને ઇ, જી અને રથ, અને ૧, ૨ અને ૩, ૪ અને ૫ વગેરે સમાન આકૃતિવાળા અક્ષરે જૂની લિપિમાં છે, તેમને ન સમજવાથી લહિયે કાંઈને બદલે કાંઈ લખી જાય છે, આથી જ ગ્રંથમાં અનેક અશુદ્ધ પાઠાંતરે વધે છે. * પડિમાત્રામાં માત્રા અક્ષરની પૂર્વે હોવાથી ઘણીવાર લહિયાઓ એને–એ અક્ષર પૂર્વેની માત્રાને-એનાથી પૂર્વના અક્ષરને કાને સમજી
Jain Education International
For Private & Personal Use Only
For PL
www.jainelibrary.org