________________
પ્રતિઓનો પરિચય '
' વ્યંજને દ્વારા અંક સૂચવવાની પદ્ધતિ આર્યભટ્ટના આર્યસિદ્ધાંતમાં મળે છે. તેમાં વ્યંજને વ્યંજનને કે સ્વર વ્યંજનને ગુણાકાર કરીને એ સંખ્યા કાઢવામાં આવે છે. ક્યાંક સરવાળો કરીને એ સંખ્યા કાઢેલી છે. અહીં જે એ અક્ષરે ઉપરથી. અંકે સમજવાની પદ્ધતિ બતાવવામાં આવી છે, તેમાં સરવાળો અને ગુણકાર ઉપરાંત બાદબાકી પણ ઉમેરી છે. સરવાળા અને ગુણાકાર માટે અહીં આર્યસિદ્ધાંતને સંવાદ છે જ અને બાદબાકી માટે લેટીનની ગણનાપદ્ધતિનું અનુસરણ છે. એટલે જેમ લેટીનમાં નવ કહેવા હોય તે આમ IX દશમાંથી . એક બાદ કરવાની રીતે. અક્ષરે લખાય છે, તેમ અહીં બે વ્યંજન ઉપરથી સૂચવાયેલી સંખ્યાઓમાંથી એકની બાદબાકી કરીને ઇષ્ટ સંખ્યા મેળવી શકાય છે.
અહીં પ્રતિમાં આવેલા પ્રાચીન અક્ષરે કે અંકને ઈતિહાસ આપવાનું સ્થાન નથી, તે પણ એમ તો કહેવું જ જોઈએ કે અક્ષરે અને અંકસૂચક અક્ષરે બહુ પ્રાચીન સમયથી ચાલ્યા આવતા હશે. આ વિષે પ્રાચીન લિપિમાળામાં આવેલા પ્રાચીન લિપિપને સરખાવવાથી વધારે પ્રકાશ પડે એમ છે. એ માટે જિજ્ઞાસુઓને અને એ વિષયના વિદ્વાનને એ લિપિમાળા જેવા ભલામણ છે. અંકે માટે જે ચિને આ તાડપત્રમાં વપરાયાં છે તેમાંના નેવું સૂચક ચિહનને આદ્ય અક્ષર અશેકની ધર્મલિપિમાં છઠ્ઠા અંક તરીકે મળે છે. (જુઓ પ્રાચીન લિપિમાળાનું લિપિપત્ર ૧૧૩.) એ જ રીતે પચાસ સૂચક ચિહનને આદ્ય અક્ષર એ લેખોમાં અને એ પછીના લેખમાં આવે છે. (જુઓ લિપિમાળનું લિપિપત્ર ૭૨.). એ સંખ્યાસૂચક બધાં ચિહનેનાં કેટલાંક પૂર્વવતી રૂપે ઘણું જૂના લેખોમાં મળે છે, એની ખાતરી લિપિમાળાના અભ્યાસીને સહજમાં થઈ શકે તેમ છે. વ્યંજનો દ્વારા અંકે સૂચવવાની પદ્ધતિ પરાપૂર્વથી ચાલી આવે છે; આ સંબંધી વધુ જાણવા માટે પ્રાચીન લિપિમાળાને પૃ૦ ૧૦૪ થી ૧૨૮ પાનાં બરાબર ધ્યાનપૂર્વક જેઈ જવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org