________________
તીય કાંડઃ ૬૭ चरण-करणप्पहाणा ससमय-परसमयमुक्कवावारा । चरण-करणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ।। ६७ ।।
સિદ્ધાંતમાં નિશ્ચિત નહિ થયેલો કઈ જેમ જેમ બહુશ્રુતરૂપે મનાતા જાય અને શિષ્યસમૂહથી વીંટળાતે જાય, તેમ તેમ તે સિદ્ધાંતને શત્રુ બને છે. [૬૬]
જેઓ વ્રત અને તેના પિષક નિયમોમાં મગ્ન છે અને સ્વસિદ્ધાંત તેમ જ પરસિદ્ધાંતના ચિંતનનું કાર્ય છેડી બેઠા છે, તેઓ નિશ્ચયષ્ટિથી શુદ્ધ એવું વ્રતનિયમનું ફળ જ નથી જાણતા. [૬૭]
જેઓ પદવી અને શિષ્ય પરિવારના મેહમાં રત છે તેમને, તથા જેઓ શાસ્ત્રીય ચિંતન છોડી માત્ર ક્રિયામાં રત છે તેઓને લક્ષી ગ્રંથકાર કહે છે કે, સિદ્ધાંતના ચિંતન વિનાને પુરુષ જેમ જેમ તેવા લેકમાં બહુશ્રુત તરીકે માન્ય થતો જશે અને તેવા જ શિષ્યોને એકત્રિત કરી તેઓને નેતા થતે જશે, તેમ તેમ તે જૈન સિદ્ધાંતને શત્રુ જ થવાને. બહુશ્રુતપાણાની છાપ કે મોટે શિષ્ય પરિવાર એ કાંઈ સિદ્ધાંતના નિશ્ચિત જ્ઞાનનાં કારણ નથી; ઊલટું બાહ્ય આડંબર અને દંભ તેવા નિશ્ચિત જ્ઞાનના બાધક જ થાય છે.
વ્રત-નિયમે અને તેમને લગતા વિવિધ આચામાં રત થઈ તત્ત્વચિંતન છેડનારા એ વ્રત-નિયમ અને આચારના ફળથી વંચિત રહી જાય છે. એમનું ફળ તનું યથાર્થ જ્ઞાન મેળવી, તે પ્રમાણે વિશદરુચિ કેળવી, આત્મશુદ્ધિ કરવી એ છે. હવે જે શાસ્ત્રચિંતન જ છોડી દેવામાં આવે, તે તનું સામાન્ય જ્ઞાન પણ ન સંભવે; સામાન્ય જ્ઞાન ન હોય એટલે એ તરોનું વિશેષરૂપે વિશદ જ્ઞાન કયાંથી જ સંભવે ? એવા વિશદ જ્ઞાન વિના વાસ્તવિક તત્વચિ – સમ્યગ્દર્શન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org