________________
9૬
સન્મતિ પ્રકરણું કારણ એ છે કે, એ પ્રબંધને પ્રાચીન કવિઓના રચેલ ગ્રંથેનો પણ આધાર છે, અને ત્રીજું કારણ એ છે કે જેમ “પ્રભાવક ચરિત્ર'માંના એ પ્રબંધમાં લિખિત ઉક્ત બે પ્રબંધોનો સાર સમાઈ જાય છે, તેમ એ જ પ્રબંધ “ચતુર્વિશતિપ્રબંધ'માંના પ્રસ્તુત પ્રબંધને આધાર પણ છે. આ મહત્વને લીધે અહીં “પ્રભાવક ચરિત્રમાંના પ્રસ્તુત પ્રબંધમાંથી દિવાકરને લગતો સાર પ્રથમ આપ ઊંચિત ધાર્યો છે. એ સાર આપ્યા પછી અન્ય પ્રબંધોમાં જે વધઘટ કે ખાસ ફેરફાર હશે, તે પણ સૂચવવામાં આવશે. તેથી દિવાકરના જીવનને લગતી પરંપરાથી નોંધાયેલી બધી બાબતે બેવડાયા વિના એક જ સ્થળે સુલભ થશે. પછીના પ્રબંધોમાં પર્વના પ્રબંધોમાંથી કેટકેટલું આવ્યું છે અને કેટકેટલું કેઈ બીજાં સાધનોથી ઉમેરાયું છે એ પણ સહેજે જાણી શકાશે.
પ્રભાવકચરિત્રગત પ્રબંધને સાર૩૭ વિદ્યાધર નામક આસ્નાય-શાખામાં અને પાદલિપ્તસૂરિના કુળસંતાનમાં અનુગધર શ્રીસ્કંદિલાચાર્ય થયા. તેમના અવસાન પછી તેમની પાટે આવેલા શ્રી વૃદ્ધવાદી નામના શિષ્ય વિહાર કરતા ક્યારેક વિશાલા-ઉજજેનીમાં જઈ પહોંચ્યા, જ્યાં શ્રી વિક્રમાદિત્ય નામને રાજા હતો. કાત્યાયન ગેત્રીય બ્રાહ્મણ દેવર્ષિ પિતા અને દેવશ્રી માતાનો પુત્ર વિદ્વાન સિદ્ધસેન વૃદ્ધવાદી પાસે જઈ પહોંચ્યું. તેણે ખ્યાતિ સાંભળેલી હેવાથી વગર ઓળખાણે પૂછયું કે, “હે મુનિ! આજકાલ વૃદ્ધવાદી અહી છે કે નહિ ?” મુનિએ કહ્યું. “તે હું પિતે જ છું.” આ સાંભળી સિદ્ધસેને કહ્યું કે, “ઘણુ વખત થયાં વાદગાહી કરવાને માટે સંકલ્પ
છે તે તમે પૂરી કરે.” સૂરિએ જવાબમાં કહ્યું કે, “હે વિદ્વાન! તું પિતાના મનને સંતોષવા સભામાં કેમ નથી જતો ? ” સૂરિએ એમ કહ્યા છતાં પણ જ્યારે એણે ત્યાં જ વાદ કરવાનો આગ્રહ ન છેડ્યો,
૩૬. “પ્રભાવચરિત્ર”- વૃદ્ધવાદિપ્રબંધ શ્લોક ૧૭–૧૭૯, ૧૮૦. ૩૭. “પ્રભાવચરિત્ર –વૃદ્ધવાદિપ્રબંધ પૃ. ૯૧થી ૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org