________________
ક
૫. બત્રીશીઓને પરિચય બૌદ્ધદર્શનનું વર્ણન જોતાં એમ લાગે છે કે એની પાછળ નાગાર્જુનની મધ્યમક્કારિકા જેવા ત્યવાદી ગ્રંથે ઉપરાંત બીજ વિજ્ઞાનવાદી ગ્રંથને પણ માર્મિક અભ્યાસ છે.
* દશમી બત્રીશીમાં જિનપદેશનું વર્ણન છે. એમાં સંસારના કારણભૂત આત અને રૌદ્રધ્યાન તથા મોક્ષના કારણભૂત ધર્મ અને શુક્લ યાનનું સ્વરૂપ વર્ણવાયેલું છે. પરંતુ એ વર્ણનમાં શ્વેતાશ્વતર ૩૪ અને ગીતામાં ૫ પ્રસિદ્ધ એવી સર્વગિસાધારણ ગની સ્થાન, આસન, જ૫, પ્રાણાયામ વગેરે પ્રક્રિયાનું દિગ્દર્શન છે અને ૩ગસૂત્રપ્રસિદ્ધ અપર અને પર વૈરાગ્યનું સ્પષ્ટ પૃથક્કરણ છે. એ વર્ણન છે તે ટૂંકું પણ તેમાં ઊંડાણ ઘણું ભાસે છે.
સોળમી બત્રીશી તેના છપાયેલા નામ પ્રમાણે નિયતિવાદને લગતી છે; પણ ખરી રીતે એમાં શું વસ્તુ છે એ અશુદ્ધિને લીધે બરાબર સમજાતું નથી. વળી એમાં નિયતિ શબ્દ પણ દેખાતું નથી. ત્યારે ત્રીજી બત્રીશીમાં નિયતિ શબ્દ વપરાયેલ છે; છતાં બે વાત તો નક્કી જ ભાસે છે કે, એમાં કોઈ દાર્શનિક વિષયની ચર્ચા છે અને તે બહુ ગૂઢ તથા તાર્કિક વિશ્લેષણવાળી છે.
* સત્તરમીથી વીસમી સુધીની ચાર બત્રીશીઓ અતિ અશુદ્ધ હાઈ - પૂરેપૂરી અને યથાર્થ રીતે સમજવી તદ્દન મુશ્કેલ છે. છતાં એ ચારે જૈનદર્શનને લગતી છે એ બાબત કશી શંકા રહેતી નથી. સત્તરમી અને અઢારમી પછી કાંઈ નામ છપાયેલ નથી; ત્યારે ઓગણીશમી પછી દષ્ટિપ્રબોધ અને વીસમી પછી નિશ્ચયાત્રિશિકા નામ છપાયેલું છે. વારંવાર અને બહુ પરિશ્રમપૂર્વક જેવાથી એ બત્રીશીઓ વિષે જે કાંઈ
ખ્યાલ આવ્યો છે તેનું ટૂંક તારણ આ પ્રમાણે છે:- સત્તરમી બત્રીશીમાં આસ્રવ અને સંવર એ જૈન પારિભાષિક શબ્દો આવે છે જાણે એમાં વ્યવહાર અને નિશ્ચયથી આસવ તેમજ સંવર તત્વનું નિરૂપણ
૩૪. બ૦ ૧૦, ૨૩ ૨૪. ૩૫. યોગદર્શન ૧, ૧૫-૧૬ યશવિજયછની વૃત્તિ સાથે બ૦ ૧, ૨૧. ૩૬. બર ૩, ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org