SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. બત્રીશીઓને પરિચય . વાર્શનિક અને વસ્તુ રમત – સાતમી ૩૦ બત્રીશીને અંતે વાદપનિષદ્ એવું નામ છે જે બરાબર સાર્થક છે. કારણ કે એમાં વાદકળાના રહસ્યનું જ ટૂંકમાં પણ માર્મિક વર્ણન છે. સોક્રેટિસના જમાનામાં અને તે પહેલાં પણ પ્રાચીન ગ્રીકલેકમાં વાદકળા વિકસેલી હતી. એ કળાના શિક્ષકો સે ફીસ્ટ (Sophists) કહેવાતા અને તેઓ જુવાનોને જાહેરમાં બેસવાની અને ચર્ચા કરવાની કળા શીખવતા. એ જ રીતે આર્યાવર્તમાં બ્રાહ્મણકાળના યજ્ઞવાટકોમાં મીમાંસા થતી અને ઉપનિષદકાળની બ્રહ્મપરિષદમાં પણ મીમાંસા થતી. એ મીમાંસાથી ચર્ચા – કથાનું સ્વરૂપ ઘડયું અને તેના વાદ, જલ્પ અને વિતંડા જેવા પ્રકારો અને તેના નિયમો ઘડાયા. એને વિકાસ એટલે સુધી થયો કે એ વિષયનાં ખાસ શાસ્ત્રો અને ખાસ પ્રકરણે રચાયાં, જે બ્રાહ્મણ અને શ્રમણની સંપ્રદાય પ્રચાર તેમ જ વિજયની ૩૦. સાતમી બત્રીશીના પહેલા પદ્યમાં “ધર્માથકીત્યધિકૃતાનિ ” એવું પદ છે. એ જ રીતે અગિયારમી રાજપ્રશંસાબત્રીશીમાં “મહીપાલેસીતિ” • એવું ૨૨ મું પદ્ય છે. પ્રો. ચાકેબીની કલ્પના ધમકીતિ પછી જ સિદ્ધસેન થયા વિષેની જેણે જાણી હોય, તેને ઉપરનાં પદે જોઈ એવી કલ્પના થઈ આવવાનો સંભવ છે કે સિદ્ધસેને પોતાના વિપક્ષી ધમકીર્તિનું સૂચન તો ઉક્ત પદેથી કર્યું ન હોય કાલીદાસના સમયને વિચાર કરનાર કેટલાક વિદ્વાને એના કાવ્યમાંથી સ્કંદ - કુમાર, દિગ્ગાગ આદિ શબ્દ લઈ તેને આધારે સમય વિષે અનેક કલ્પનાઓ કરે છે. કોઈ ગ્રંથકારના સમય વિષેનું અનુમાન કાઢવામાં આવી ખાસ શબ્દવિષયક પદ્ધતિ ઘણુવાર અનુપયોગી જ નીવડે એમ તે ન જ કહી શકાય. પરંતુ અહીં એટલું જ જણાવવાનું છે કે બીજા બલવત્તર પ્રમાણેને આધારે સમયને નિર્ધાર થયો હોય તે જ આવી શબ્દપ્રયોગની દલીલને એના પિષક તરીકે મૂકી શકાય. આવી દલીલથી તદ્દન સ્વતંત્રપણે સમયને નિર્ધાર કદી કરી શકાય નહિ. અમે બીજાં સબળ પ્રમાણેથી એ તે બતાવ્યું જ છે કે સિદ્ધસેન ધમકીતિની પહેલાં થયેલ હોવા જોઈએ, તેથી ઉક્ત પદે સમય વિષેની કલ્પનામાં સહાયક થઈ શકે તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy