SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણે ૨૩૨ અવકાશ છે. પરંતુ પર્યાયાસ્તિક નયની દેશના પ્રમાણે તે એટલું યે કહેવાને અવકાશ નથી. કારણુ કે તે ક્ષણિકવાદી હાવાથી તેને મતે વસ્તુ ઉત્પન્ન થઈ બ્રીજે જ ક્ષણે નાશ પામે છે; એટલે કરનાર કાણુ અને ભગવનાર કાણુ ? જો ઉત્પત્તિકાળમાં જ કર્તાપણું કે ભાતાપણું માનીએ, તેાયે વધારેમાં વધારે એટલું જ કહી શકાય કે કરનાર કાઈ એક છે અને ભેગવનાર કાઈ બીજો છે. પહેલી દેશનામાં આશ્રય સ્થિર હોવાથી એકમાં કતૃત્વ–ભકતૃત્વની કલ્પનાને સ્થાન છે; છતાં એમાં ખામી એ રહે છે કે, આત્મા ઐકાંતિક ફૂટસ્થ હોય તે તે સ્થિર છતાં અવસ્થાભેદ શી રીતે પ્રાપ્ત કરે? અને તેમ કર્યાં વિના કર્તૃત્વ ભકતૃત્વ કેવી રીતે ઘટે? તેથી એ ખામી દૂર કરવા એણે. ખીજી દેશનાના અવસ્થાભેદવાદ સ્વીકારવા જોઈએ. ખીજ દેશનામાં કાઈ એક એવા સ્થિર આશ્રય જ નથી કે જ્યાં ભિન્ન ભિન્ન સમયભાવી કતૃત્વ ભોકતૃત્વ ધટાવી શકાય. તેથી તેણે પણ સ્થિર તત્ત્વ સ્વીકારવા પહેલી દેશનાના આશ્રય લેવા જોઈએ. આમ હોવાથી જૈન શાસ્ત્રમાં એ અને દેશનાઓને સ્થાન છે. [૫૧-પર] જૈન દૃષ્ટિની દેશના કેવી છે તેનું કથન जे वयणिज्जवियप्पा संजुज्जंतेसु होन्ति एएसु । . सा ससमयपण्णवणा तित्थयराऽऽसायणा अण्णा ।। ५३ ।। એ અન્ને નયે સયુક્ત થવાને લીધે વકતવ્ય વસ્તુને જણાવનાર વિચારના અને વાકચના જે પ્રકારા થાય છે, તે સ્વસમય – જૈન દૃષ્ટિની દેશના છે; બીજી તીથ કરની અશાતના છે. [૫૩] . - દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક અને નિરપેક્ષ નયની દેશના વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશિત કરતી ન હોવાથી અધૂરી અને મિથ્યા છે. તેથી ઊલટું, એક ખીજાની મર્યાદા સ્વીકારી પ્રવતતા એ બન્ને નમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy