________________
મૂળકારને પરિચય | (સન્મતિતિક મૂળના કર્તા સિદ્ધસેનસૂરિ છે. સિદ્ધસેન નામના અનેક૧ આચાર્યો જૈન પરંપરામાં થઈ ગયા છે. એ બધામાં જે દિવાકર એવા ઉપનામથી જાણીતા છે તે જ સિદ્ધસેન સન્મતિતક મૂળના કર્તા છે. દિવાકર પહેલાં કોઈ સિદ્ધસેન નામના આચાર્ય વેતાંબર કે દિગંબર સંપ્રદાયમાં થઈ ગયા છે, એમ હજી નિશ્ચિતપણે જાણવામાં આવ્યું નથી. .
. ૧. સમય સિદ્ધસેન દિવાકર કયા સમયમાં થયા એ ચોકકસ અને નિર્વિવાદ રીતે કહી શકાય એટલાં સાધને હજી ઉપલબ્ધ થયાં નથી. તમને સમય નક્કી કરવા માટે આપણું પાસે (૧) તેમની કૃતિઓ, (૨) જૈન પરંપરા જેમાં અનેક કથાનકેનો સમાવેશ થાય છે, અને (૩) નિશ્ચિત સમયવાળા લેખકોએ કરેલા ઉલ્લેખ એટલાં સાધને છે.
છેવટના સાધનને આપણે પહેલાં ઉપયોગ કરીએ. વિક્રમના આધ્યા સૈકાના પૂર્વાધમાં થયેલા આ હરિભદ્ર પિતાને વંચવા મૂળ અને ટીકામાં સન્મ કે સમ્પતિનો ઉલ્લેખ કરે છે અને તેના કર્તા તરીકે
૧. જેન, ગ્રંથાવલી પૃ. ૫૪, ૭૫, ૭, ૯૪, ૧ર૭, ૧૩૮, ર૭૩, ર૭૫ ર૭૭, ૨૮૧, ૨૮૯, ર૯૨.
૨. જુઓ જનસાહિત્યસશેધક' પુસ્તક પહેલું પૃ૦૫૩ તથા “સમરા. ઈચ્ચકહા? પ્રસ્તાવના પૃ૦ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org