________________
તૃતીય કાંડઃ ૨૨
ર૭૯ આપે છે કે તે વિષમ પરિણામવાળું પર નિમિત્તોથી થાય છે અને નથી થતું, આ વિષયમાં કઈ એકાંત નથી. [૨૨]
પાળની ચર્ચાથી પર્યાય અને ગુણ એ બને શબ્દ એકાક સિદ્ધ થયા, પણ મુખ્ય પ્રશ્ન તો હજી ઊભે જ છે અને તે એ કે, દ્રવ્ય અને ગુણને એકાંતભેદ જે કાઈના મત તરીકે મૂકવામાં આવ્યો છે, તે સ્વીકાર કે નહિ. આને ઉત્તર સિદ્ધાંતી આપે તે પહેલાં એકાંતઅભેદવાદી એમ આપે છે કે, દ્રવ્યની જાતિ અને ગુણની જાતિ વચ્ચે એકાંત ભેદ માનવાના પક્ષને તે પ્રથમ જ૧ એટલે સામાન્ય વિશેષનો અભેદ દર્શાવતી વખતે દૂષિત કવામાં આવ્યો છે, તેથી બન્ને વચ્ચે અભેદ જ આપોઆપ ફલિત થાય છે. અહીં તે અમારે એ અભેદનું વિશેષ સ્પષ્ટીકરણ જ કરવું બાકી રહે છે, જે નીચેના ઉદાહરણથી થઈ જાય છે.
જેવી રીતે કોઈ એક જ પુરુષ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સાથે જુદા જુદા સંબંધને લીધે પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ, મામો, ભાઈ આદિ અનેક રૂપે વ્યવહાર પામે છે; તે અમુક એક વ્યક્તિને પિતા છે તેથી કાંઈ બધાઓને પિતા નથી બનતે; તેમ જ એકનો માને છે, તેથી બધાઓને મામે નથી બનતે; તે પુરુષરૂપે સૌના પ્રત્યે સમાન જ છે, માત્ર તે તે વ્યક્તિ સાથેના જુદા જુદા સંબંધને લીધે તે જુદા જુદા વ્યવહાર પામે છે; તે જ રીતે કોઈ પણ દ્રવ્ય એ તત્ત્વતઃ એક સામાન્ય વસ્તુ જ છે, તેમાં સહજ કેઈ વિશેષો નથી; તેમ છતાં જ્યારે તે જ દ્રવ્ય ઇંદ્રિયેના સંબંધમાં આવી નેત્રગ્રાહ્ય બને છે. ત્યારે સ્પ કહેવાય છે. અને જયારે ધ્રાણુ કે રસન આદિ ઇંદ્રિયને વિષય બને છે, ત્યારે ગંધ કે રસાદિ સ્વરૂપે વ્યવહારાય છે; અર્થાત બધાં દ્રવ્ય માત્ર સામાન્ય૫ હાઈ, તેમાં સહજ વિશેષ કંઈ નથી. જે વિશેષ કહેવાય છે, તે ભિન્ન ભિન્ન ઈદ્રિયોના સંબંધથી થતા ભિન્ન ભિન્ન ભાસોને આભારી છે.
૧. પ્રસ્તુત કાંડ ગાથા -૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org