________________
૨. મૂળકારના પરિચય
૧૧૯
છે કે, જિનભદ્રે પ્રાચીન પરપરા પ્રમાણે સાત નયે। સ્વીકારીને પણુ સિદ્ધસેનના ષનૢયવાદનો આદર કર્યાં છે.
(૬) સન્મતિ કાં૦ ૧ ગા૦ ૬માં પ્રથમના ત્રણ નિક્ષેપો દ્રવ્યાસ્તિકરૂપે અને ચેાથેા નિક્ષેપ પર્યાયાસ્તિકરૂપે વણુ વાયેલા છે અને સન્મતિ કાં ૧ ગા॰ ૫-૬માં દ્રવ્યાસ્તિકમાં સંગ્રહ, વ્યવહાર અને પર્યાયાસ્તિકમાં ઋજીસૂત્ર આદિ ચાર નયેા ધટાવેલા છે. જિનભદ્રે એ નિક્ષેપોમાં મૂળ નયની અવતારણા અને મૂળ નયમાં સંગ્રહ આદિ છ નયેાની અવતારણાને સન્મતિગત આખા વિચાર ભાષ્યની એક જ ૭૫મી ગાથામાં દાખલ કર્યો છે.
૩. સિદ્ધસેન અને જિનભદ્રને સબંધ તપાસવામાં તેમના મનાતા વાદિપ્રતિવાદિ-ભાવની ખાખત બહુ જ મહત્ત્વની છે. તેમને વાદિપ્રતિવાદિભાવ મુખ્યપણે ધ્રુવલાપયેાગની ખામતમાં જ જાણીતા છે. અહીં ત્રણ મુદ્દાઓ વિચારવા પ્રાપ્ત થાય છે. (૪) પ્રસ્તુત વાદ વિષેનું સૌથી પ્રાચીન સાહિત્ય; ( ૬ ) પ્રસ્તુત વાદના આરંભ કેમ થયા હશે? અને તેના વિકાસ; ( ૧ ) અને પ્રસ્તુત વાદમાં આદ્ય સૂત્રધારે। કાણુ હતા?
( ૪ ) દિગંબરીય સાહિત્યમાં તે પ્રસ્તુત વાદની ચર્ચાવાળે કાઈ પણુ ગ્રંથ જ નથી, એટલે તે સંપ્રદાયમાં કયારે પણ આ ચર્ચા થઈ હશે એમ અત્યારે લાગતું નથી. શ્વેતાંબરીય સાહિત્યમાં આ ચર્ચા મહુ થયેલી. અને ખેડાયેલી છે. ૯૨ઉપલબ્ધ શ્વેતાંબરીય સાહિત્યમાં પ્રસ્તુત ચર્ચાવાળા સૌથી જૂના ગ્રંથા આપણી સામે સિદ્ધસેન અને જિનભદ્રના છે. સિદ્ધસેનના ‘સન્મતિ’ અને જિનભદ્રના ‘વિશેષ વતી’ તેમજ “ વિશેષાવશ્યકભાષ્ય' એ ત્રણ જ ગ્રંથે! અત્યારે આ ચર્ચાના આદિ ગ્રંથ છે. ૨૩જિનદાસ, હરિભદ્ર, ગંધહસ્તી વગેરે પછીના વિદ્વાને એ પાતપાતાના ગ્રંથામાં આ ચર્ચા સ્પર્શી છે ખરી; પણ તેમાં જે ગાથાઓ કે દલીલે
૯૨. વિશેષાવરચકભાષ્ય ૩૦૮૯ થી,
૯૩. નંદીચૂણી, ધસંગ્રહણી અને તત્ત્વા` ટીકા” આ માટે જીએ સન્મતિ ટીકા પૃ૦ ૫૯૭-૬૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org