________________
૩. ટીકાકારને પરિચય
૧૪૩ બીજી બધી બાજુને વિચાર કરતાં એખું લાગે છે; કારણ કે જે પ્રમાણુશાસ્ત્રના પારગામી હોય અને જે શાંતિસૂરિના ગુરુત્વનું સમાન મેળવવાની લાયકાત ધરાવતા હોય એવા બીજા કેઈ અભયદેવ વિક્રમના અગિયારમા સૈકાના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવાનું અત્યાર સુધી જાણવામાં આવ્યું નથી. - સિદસેન, માણિક્યચંદ્ર અને પ્રભાચંદ્રની પ્રશસ્તિમાં નિર્દેશાયેલ અભયદેવ તો નિર્વિવાદપણે પ્રસ્તુત સન્મતિના ટીકાકાર જ અભયદેવ છે; કારણ કે એ ત્રણે પ્રશસ્તિઓમાં અભયદેવને પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય તરીકે અને વાદમહાર્ણવ નામક ગ્રંથના રચનાર તાર્કિક વિદ્વાન તરીકે નિર્દેશેલ છે. ૧૪વાદમહાર્ણવ એ બીજા કોઈ સ્વતંત્ર ગ્રંથનું નામ નથી, પણ પ્રસ્તુત સન્મતિની તત્ત્વધવિધાયિની ટીકાનું બીજું અનુરૂપ નામ
છે. સિદ્ધસેને આપેલી વંશપરંપરા પ્રમાણે તે પિતે અભયદેવથી નવમે * પુરુષ છે; માણિજ્યચંદ્ર તેણે આપેલી વંશપરંપરા પ્રમાણે અભયદેવથી દશમે પુરુષ છે.
સિદ્ધસેન અભયદેવના એક શિષ્ય ધનેશ્વરને મુંજરાજાના માન્ય તરીકે અને માણિકયચંદ્ર અભયદેવના શિષ્ય જિનેશ્વરને મુંજરાજાના માન્ય તરીકે વર્ણવે છે. પ્રભાચંદ્ર અભયદેવના શિષ્ય ધનેશ્વરને ત્રિભુવનગિરિના સ્વામી કઈમરાજના માન્ય તરીકે વર્ણવે છે.
જે આ પ્રશસ્તિના પ્રાપ્ત પાઠો અને તેમાંની હકીકત બરાબર હોય, તો એમ માનવું જોઈએ કે કાંતે અભયદેવના ધનેશ્વર અને જિનેશ્વર એ બે જુદા જ શિષ્ય હતા અને કાતો એક જ શિષ્યનાં બે નામે હતાં. એ જ રીતે સિદ્ધસેનની પ્રશસ્તિમાંને મુંજ અને પ્રભાચંદ્રની પ્રતિમાને ત્રિભુવનગિરિને સ્વામી કઈમરાજ એ બે કાંતો જુદી જુદી વ્યક્તિઓ છે અને કાંતે એક જ વ્યક્તિનાં બે નામે છે. કદાચ કઈમરાજસંમાનિત ધનેશ્વર અને મુંજસંમાનિત ધનેશ્વર એ બે
૧૪૩. સન્મતિટીકા ૦ ૩૦૮ નું ટિણ બીજું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org