SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. મૂળકારને પરિચય અને નમતા કેમ નથી ?” દિવાકરે કહ્યું – “હે રાજન ! તને હું સાચું જ કહું છું કે તે દેવ મારા નમસ્કારને સહન કરી શકે તેમ નથી, તેથી જ હું નમસ્કાર નથી કરતો. જે દે મારા નમસ્કારને કહી શકે છે તેમને હું અવશ્ય નમું છું.” આ સાંભળી કુતૂહળવશ જાએ કહ્યું – “ચાલે તમે નમે શું થાય છે તે હું જોઉં છું. કાંઈ પણ ઉતપાત થવાનું જોખમ રાજા ઉપર મૂકી દિવાકરે શિવલિંગ સામે બેસી તેની સ્તુતિ ૪૧ ઉચ્ચ સ્વરથી આ પ્રમાણે શરૂ કરી:– હે પ્રભુ! તે એકલાએ જે રીતે ત્રણ જગતને યથાર્થપણે દર્શાવ્યાં છે, તે રીતે બીજા સૌ ધર્મપ્રવર્તકોએ પણ નથી દર્શાવ્યાં. એક પણ ચંદ્ર જે રીતે જગતને અજવાળે છે, તે રીતે શું બધા ઉદય પામેલા તારાઓ મળીને અજવાળે ખરા ? તારા વચનથી પણ કોઈ કોઈને બેધ નથી થતો એ જ મને આશ્ચર્ય લાગે છે. સૂર્યનાં કિરણો કોને પ્રકાશનું કારણ ન થાય ? અથવા એમાં આશ્રય નથી, કારણ કે સૂર્યનાં પ્રકાશમાન કિરણે સ્વભાવથી જ કઠોર હૃદયવાળા ઘુવડને અંધકારની ગરજ સારે છે. ” [૧૩૯–૧૪ર ત્યાર બાદ ન્યાયાવતાર”, “વીરસ્તુતિ” અને બત્રીશ ગ્લૅકની એક એવી ત્રીશ બત્રીશીઓ તેમજ “કલયાણુમંદિર”નામથી પ્રસિદ્ધ ૪૪ શ્લોકની સ્તુતિ તેમણે રચી. તેમાં “કલ્યાણુમંદિર ને ૧૧મે લેક બેલતાં જ ધરણેન્દ્ર ४१. " प्रकाशितं त्वयैकेन यथा सम्यग् जगत्त्रयम् । समस्तैरपि नो नाथ परतीर्थाधिपैस्तथा ॥ १३९ ॥ विद्योतयति वा लोकं यथैकोऽपि निशाकरः ।। समुद्गतः समग्रोऽपि तथा कि तारकागणः ? ॥ १४० ॥ त्वद्वाक्यतोऽपि केषांचिदबोध इति मेऽद्भुतम् । भानोर्मरीचयः कस्य नाम नाऽऽलोकहेतवः ॥ १४१ ॥ नो वाऽद्भुतमुलकस्य प्रकृत्या क्लिष्टचेतसः । છે કfપ તમન માસન્ને માવત: રા: ” T?૪રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy