SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સનમતિ પ્રકરણ નામને દેવ હાજર છે અને તેમના પ્રભાવથી શિવલિંગમાંથી ધૂમાડે નીકળો શરૂ થયો કે જેથી ખરે બપોરે રાત જેવું થયું. એથી લે કે ગભરાયા અને ભાગતાં ભાગતાં જયાં ત્યાં અફળાયા. ત્યારબાદ તે શિવલિંગમાંથી અગ્નિવાળા પ્રકટી અને છેવટે પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ થઈ. આ બનાવથી રાજા પ્રતિબોધ પામ્યો અને મેટા ઉત્સવ સાથે વિશાળા-ઉજજયનીમાં દિવાકરને પ્રવેશ કરાવી જૈનશાસનની પ્રભાવને કરી. આ ઘટનાથી સંઘે દિવાકરનાં બાકીનાં પાંચ વર્ષ માફ કરી તેમને ગુપ્તવાસમાંથી સિદ્ધસેન દિવાકર તરીકે જાહેર કર્યા. ત્યાં શિવલિંગમાંથી કેટલાક વખત સુધી ફણાઓ પ્રકટી હતી જેને પાછળથી મિથ્યાદષ્ટિ લેકે પૂજતા હતા. દિવાકર ક્યારેક રાજાને પૂછી ગીતાર્થ શિષ્યો સાથે દક્ષિણ તરફ સંચર્યા, અને ક્રમે ભરૂચ શહેરની બહારના ઊંચા ભાગ ઉપર આવી પહોંચ્યા. ત્યાં શહેર અને ગામડાઓના ગધણના રખવાળિયાઓ ધમ સાંભળવાની ઇચ્છાથી દિવાકર પાસે એકઠા થઈ ગયા. તેઓના આગ્રહથી દિવાકરે તરત જ પ્રાકૃત ભાષામાં તે સભાને યોગ્ય એક રાસો બનાવી તાલ સાથે તાલીઓ વગાડી વગાડી ફેરફૂદડી ફરતાં ગાઈ દેખાડયું. તે રાસો આ પ્રમાણે છે – " न वि मारिअइ न वि चोरिअइ, परदारह संगु निवारिअइ । थोवाह वि थोवं दाअइ, વન ટુ સુઈ જાય છે ? અર્થાત “કેઈને ન મારવું, ન ચેરી કરવી, પરસ્ત્રીને સંગ છેડ, ડામાંથી પણ ડું દાન કરવું; જેથી દુઃખ જલદી દૂર થાય.” દિવાકરના વચનથી સમજણ પામેલા તે ગોવાળિયાઓએ ત્યાં તેમની યાદ ખાતર “તાલરાસક” નામનું સંપન્ન ગામ વસાવ્યું. દિવાકરે તે ગામમાં મંદિર કરાવી ઋષભદેવની મૂર્તિની સ્થાપના અને પ્રતિષ્ઠા કરી, જેને અત્યારે પણ લેક પ્રણમે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy