________________
ર૩૬
. સન્મતિ પ્રકરણ રૂપ પણ હોય છે. જ્ઞાન વખતે તે તેથી ઊલટું છે, અર્થાત્ વિશેષરૂપે ભાસિત છતાં તે સામાન્યરૂપ હોય છે. [૨]
અન્ય વિષય હોય કે આત્મા હોય પણ તે બધા સામાન્ય વિશેષ ઉભયાત્મક છે; તેથી પ્રશ્ન થાય છે કે, જ્યારે ચેતના એ વિષયને સામાન્યરૂપે ગ્રહણ કરે છે અને જ્યારે વિશેષરૂપે ગ્રહણ કરે છે, ત્યારે એ બે સ્થિતિ વચ્ચે એ વિષયમાં કાંઈ તફાવત હોય છે. ખરે? એને ઉત્તર અહીં આપેલ છે.
દર્શન અને જ્ઞાનકાળમાં ગ્રાહ્ય વસ્તુમાં કાંઈ ખાસ ફેર પડતો નથી; ફેર પડતો હોય તો તે એટલે જ કે જ્યારે અમુક વિષય દર્શનમાં સામાન્યરૂપે ભાસિત થાય છે, ત્યારે તેનું વિશેષ રૂપે કાયમ હેવા છતાં માત્ર તે વખતે તે ભાસિત થતું નથી. એ જ રીતે જ્ઞાનકાળમાં વિશેષ રૂપ ભાસિત થાય છે, અને સામાન્ય રૂ૫ કાયમ છતાં તે વખતે ભાસિત થતું નથી. દાખલા તરીકે આત્મા લઈએ. તે
જ્યારે સામાન્ય ગ્રહણમાં ચૈતન્ય આદિ સામાન્ય સ્વરૂપે ભાસે છે, ત્યારે પણ તે પથમિક ક્ષાયિક આદિ ભિન્ન ભિન્ન વિશેની અપેક્ષાએ વિશેષાત્મક હોય છે જ; માત્ર એ વિશેષ તે વખતે ભાસમાન નથી હતા. તેથી ઊલટું, જ્યારે ઉક્ત વિશેષો વિશેષગ્રહણ કાળમાં ભાસમાન થાય છે, ત્યારે પણ ચૈતન્ય આદિ સામાન્ય સ્વરૂપ હોય છે જ, છતાં તે વખતે તે ભાસમાન નથી થતું. સારાંશ એ છે કે, દર્શનકાળમાં વિષયને વિશેષ અંશ અભાસમાન હોઈ ગૌણ છે, અને જ્ઞાનકાળમાં - તેને સામાન્ય અંશ ગૌણ હોય છે. ૨] - દર્શન અને જ્ઞાનના સમયભેદની મર્યાદાનું કથન – . मणपज्जवणाणतो णाणंस्स य दरिसणस्स य विसेसो। . केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ।। ३ ।।
જ્ઞાન અને દશનને વિશ્લેષ એટલે કાળભેદ મન ૫ર્યાય જ્ઞાન સુધી છે, પરંતુ કેવળજ્ઞાનની બાબતમાં દર્શન અને જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org