Book Title: Sammati Tark Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005359/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કવિપ્રભાવક શ્રીમદ્ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા વિરચિત નવાંગી ટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા કૃત તત્ત્વબોધવિધાયિની વ્યાખ્યા સમન્વિત Jain Educationa International સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ : પ્રથમ કાંડ વિવેચકઃ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકાશ ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન * ભાગ-૧ : પ્રથમ કાંડ : મૂળ ગ્રંથકાર છે શ્રુતકેવલી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા જ ટીકાકાર - નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજ આશીર્વાદદાતા છે વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદૃર્શાવેત્તા, માવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા જ સંપાદિકા જ પારુલ હેમંતભાઈ પરીખ * પ્રકાશક જ સાતથી - શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ર૫૩૮ + વિ. સં. ૨૦૬૮ + આવૃત્તિઃ પ્રથમ + નકલ : ૨૫૦ મૂલ્ય : રૂ. ૨૩૦-૦૦ ( 'ક આર્થિક સહયોગ શ્રીમતિ પારૂબેન મયાચંદભાઈ સંઘવી, મુંબઈ ) : મુખ્ય પ્રાપ્તિસ્થાન : કાતા . ૧૪૮/ “મૃતદેવતા ભુવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com આકાશ એજન્સી પહેલો માળ, મેહમુદ સૈયદ બિલ્ડીંગ, પ્રકાશ સિનેમા પાસે, ઘીકાંટા, અમદાવાદ-૧. ફોનઃ ૨૨૧૨૪૬૧૦ | સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.] Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન - - અમદાવાદ : વડોદરાઃ ગીતાર્થ ગંગા શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ‘દર્શન', ઈ-કલ, લીસાપાર્ક સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, 8 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. Email : gitarthganga@yahoo.co.in (૦૨૬૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ gitarthganga@gmail.com Email : saurin 108@yahoo.in મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, જવાહરલાલ નહેરૂ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ર૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : lalitent@vsnl.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ) મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૩૨૩ શ્રી ઉદયભાઈ શાહ Clo. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. R (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (મો) ૯૭૨૬૯૯૩૯૯૦ Email: karan.u.shah@hotmail.com + BANGALORE : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. = (080) (O) 22875262 (R) 22259925 (Mo) 9448359925. Email : amitvgadiya@gmail.com રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. = (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shreeveer@hotmail.com Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્કસ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યાં રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્થાંશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. “વિજ્ઞાનેવ વિનાનાતિ વિનરિશ્રમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્રહ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ.સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... મૃતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કર્ણિકા ૫. સગતિ તમારા હાથમાં ! ૬. દર્શનાચાર ૭. શાસન સ્થાપના ૮. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૯. અનેકાંતવાદ ૧૦. પ્રસ્નોત્તરી ૧૧. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૨. ચિત્તવૃત્તિ ૧૩. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૪. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૫. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૭. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૮. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજ્ઞાજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૯. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જેનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) 28. Is Jaina Order Independent Religion or Denomination ? (vidly Miya) 24. Status of religion in modern Nation State theory ( w y styft) ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા र संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજરાતી) ૪. સ્વતિંત્ર ભારત મેં થર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!! (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજરાતી) 9. 'Rakshadharma' Abhiyaan (way) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પાસ સંસર (હિન્દી) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ** ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મકંપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભૂગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદૃષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાત્રિંશિકા-૧ શબ્દશા વિવેચન ૨૧. મિત્રાદ્વાત્રિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગર્ભદ્વાત્રિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાત્રિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્રદ્વાત્રિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્વાત્રિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાત્રિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદૃષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન Jain Educationa International ૩૦. કેવલિમુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંચારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન For Personal and Private Use Only ખીમજી મોતા ※ * Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેરાન ભાગ-૨ ૪૧. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાત્રિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાત્રિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાત્રિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. માર્ગદ્વાત્રિંશિકા-૩ શબ્દશઃ વિવેચન પ૧. દેશનાદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાત્રિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાત્રિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશ: વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૬. પૂર્વસેવાદ્વાત્રિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન પટ. ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાત્રિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાત્રિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાત્રિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૭૭. નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી જીવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પકખીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાત્રિશિકા-૮ શબ્દશઃ વિવેચના ૧૦૦. ધર્મસંગ્રહ શબદશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિક્કા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા-૭ શબ્દશ: વિવેચન ૧૦૭. દેવસિઆ રાઈના પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ હું லலலலலல லலலலலல @ છું સમંતિતી પ્રણ પ્રથમ કાંડની પ્રસ્તાવના ફૂલ છે. லலவிலலை லலவிலலல “સમ્મતિ' એટલે “પદાર્થને વાસ્તવિક જોવા માટેની નિર્મળ મતિ.” તે જેનાથી પ્રાપ્ત થાય તેવો ગ્રંથ તે સમ્મતિ તર્ક પ્રકરણ' છે. સામાન્યથી અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞના વચનથી જોઈ શકાય છે તોપણ તે વચનો દુષ્ટ અનુભવ સાથે વિરુદ્ધ ન હોય અને અતીન્દ્રિય પદાર્થને કહેનારા આગમો સાથે વિરુદ્ધ ન હોય તે રીતે અવલોકન કરવાની નિર્મળ દષ્ટિ જેનાથી પ્રાપ્ત થાય તેવા ગ્રંથની રચના પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાએ કરી છે. 1રૂપ જ તેનું નામ આપેલ છે. જેથી સમ્મતિ’ નામમાત્રના શ્રવણથી બોધ થાય કે ઉત્તમ કોટિની સમ્મતિની પ્રાપ્તિ પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી થશે. અનાદિકાળથી જીવ જ્ઞાનવાળો હોવા છતાં મૂઢતાવાળો છે, તેથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં તેની દૃષ્ટિ સદા મૂઢ જ રહે છે. આથી સંસારી જીવો હિત અર્થે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે; છતાં મૂઢતાને કારણે અહિતની જ પ્રાપ્તિ કરે છે. વળી, કેટલાક જીવો ધર્મ માટે પ્રવૃત્ત થયા હોય તેથી તપ-ત્યાગાદિ કરે છે તોપણ તત્ત્વને જોવામાં મૂઢદૃષ્ટિવાળા હોવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી જે દૃષ્ટિઓ છે તે સર્વ દૃષ્ટિઓમાંથી કોઈક દૃષ્ટિ પ્રત્યે એવો મૂઢ રાગ થાય છે કે જેથી તત્ત્વને જોવામાં સમર્થ બનતા નથી અને જે એક દૃષ્ટિથી તત્ત્વને જુએ છે તે એક જ દૃષ્ટિ પ્રત્યે એકાંત રાગ થવાથી અન્ય દૃષ્ટિઓનો અપલાપ કરીને સન્માર્ગની બુદ્ધિનો નાશ કરે છે તેથી પરલોક અર્થે તપ-ત્યાગાદિ કરે છે તોપણ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરી શકતાં નથી. જેમ સાંખ્યદર્શનના આદ્ય ઋષિ કપિલ પરલોક અર્થે જ સંન્યાસ ગ્રહણ કરીને સ્વમત અનુસાર સંન્યાસનું પાલન કરીને પાંચમા દેવલોકમાં ગયા છે, તોપણ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં મૂઢદૃષ્ટિવાળા હોવાથી તેઓએ પોતાના અનુભવનો અપલાપ કરીને સ્વદર્શનના મતાનુસાર પચ્ચીસ તત્ત્વોની કલ્પના કરી છે. વળી, તેઓ પુરુષને અને પ્રકૃતિને માને છે તેથી આત્માને સ્વીકારે છે અને કર્મોને સ્વીકારે છે. વળી, તેનાથી જ જગતની સર્વ વ્યવસ્થા પણ સ્વીકારે છે; છતાં દેહ અંતર્વર્તી સ્વસંવેદનરૂપ આત્મા છે તેનો અમલાપ કરીને “આત્મા એકાંતનિત્ય છે” અને “જલમાં ચંદ્રમાના પ્રતિબિંબની જેમ બુદ્ધિમાં તે પ્રતિબિંબિત થાય છે તે પ્રકારે કલ્પના કરીને સંસારની સર્વ દૃષ્ટ વ્યવસ્થાની સંગતિ કરે છે અને મોક્ષમાર્ગની વ્યવસ્થાની સંગતિ કરે છે. પરલોક અર્થે સ્વયં ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરે છે, જેના ફળરૂપે પાંચમો દેવલોક પ્રાપ્ત કરે છે, તોપણ પદાર્થના વાસ્તવિક અવલોકનમાં અત્યંત મૂઢતા હોવાના કારણે દષ્ટિરાગવાળા એવા કપિલાદિને પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગબિંદુ”માં “પ્રાયઃ ચરમાવર્તની બહારના જીવો છે તેમ હું માનું છું” એમ કહેલ છે. વળી તે દર્શનમાં રહેલા કપિલને જ સર્વજ્ઞ માનનારા હોવા છતાં જેઓમાં તત્ત્વને જોવાની દૃષ્ટિ પ્રગટ થઈ છે અને કદાગ્રહ વગરના છે પરંતુ મુગ્ધતાથી કપિલને જ પૂર્ણ પુરુષ માનીને સર્વજ્ઞ સ્વીકારે છે તેઓ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના મિથ્યાત્વ મંદ થયેલું હોવાના કારણે પરમાર્થથી જિનના ઉપાસક છે' તેમ પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “યોગદૃષ્ટિસમુચ્ચય'માં કહેલ છે. તેથી “કદાગ્રહ વગર તત્ત્વને જોવાને અભિમુખ જેઓની દૃષ્ટિ થઈ છે, માત્ર અજ્ઞાનને કારણે ઇષ અવિચારક સ્વદર્શનનો રાગ છે તેવા પતંજલિ આદિ ઋષિ પણ સન્માર્ગમાં છે' તેમ સ્થાને સ્થાને પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ઉલ્લેખ કર્યો છે. તેનાથી એ ફલિત થાય કે અનુભવ અનુસાર પદાર્થને યથાર્થ જોનારી દૃષ્ટિ સર્વ કલ્યાણનું કારણ છે. મૂઢતાથી કોઈ પણ દર્શનનો સ્વીકાર હોય અને તત્ત્વને જોવાને અભિમુખ દૃષ્ટિ ન હોય તો કલ્યાણની પ્રાપ્તિ ન થાય. આથી જ જૈનદર્શનના આચારો પાળનારા પણ વિચાર્યા વગર મૂઢતાથી જ જૈનદર્શનને સ્વીકારતાં હોય તો સ્યાદ્વાદને સ્વીકારનારા હોવા છતાં એકાંતવાદનું સ્થાપન કરે છે. એકાંતવાદનો જ સ્વીકાર કરે છે અથવા સ્યાદ્વાદ પણ સ્વમતિ અનુસાર યથાતથ જોડીને સ્વ-પરનો વિનાશ કરે છે. જેમ કપિલઋષિએ સ્વસંવેદનથી પ્રતીત થતા પોતાના દેહવર્તી આત્માને સ્વીકારેલ હોત તો અનુભવ અનુસાર પ્રતિક્ષણ તે તે ભાવરૂપે પરિણમન પામતો પોતાનો આત્મા તેમને દેખાત, છતાં સ્વદર્શનના દૃષ્ટિરાગથી આત્માને કૂટનિત્ય સ્વીકારીને “પ્રકૃતિથી જન્ય બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડે છે” તેમ કહીને પદાર્થવ્યવસ્થા સંગત કરેલ છે. અને તે પ્રમાણે પોતાના અનુભવરૂપે જે આત્મા પોતાનું પ્રતીત છે તેને જ બુદ્ધિ કહે છે. જો તેમ સ્વીકારીએ તો આત્માને માનવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. છતાં તત્ત્વની વિચારણામાં મૂઢતાને કારણે કપિલ ઋષિને વિપરીત પદાર્થ જણાતો હતો તે જ રીતે જૈનદર્શનમાં પણ માનનારા કેટલાક માને છે કે ધનાદિની પ્રાપ્તિમાં પુણ્ય જ પ્રબળ કારણ છે, પુણ્ય હોય તો જ ધનાદિ પ્રાપ્ત થાય છે, પુણ્ય ન હોય તો ગમે તેટલો શ્રમ કરવા છતાં ધન પ્રાપ્ત થતું નથી. તેથી સંસારના ક્ષેત્રમાં પુણ્ય જ પ્રધાન છે અને આત્મકલ્યાણ કરવામાં પુરુષાર્થ જ પ્રધાન છે; કેમ કે પોતે ધારે તો સામાયિકાદિ શુભ અનુષ્ઠાન સ્વઇચ્છા અનુસાર કરી શકે છે. ભૂલથી તેઓનું આ કથન કપિલ ઋષિના કથન જેવું યુક્તિસંગત જણાય, પરંતુ “સમ્મતિ' ગ્રંથના અધ્યયનથી જેઓને નિર્મળ પ્રજ્ઞા પ્રગટી છે તેઓ તો સર્વત્ર અનુભવ અનુસાર જ પદાર્થને જોનારા છે. આથી અનુભવ અનુસાર જોવામાં આવે તો સંસારના ક્ષેત્રમાં પ્રયત્નથી લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ કરીને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી જેઓનું લાભાંતરાય કર્મ જે પ્રકારનું સોપક્રમ હોય છે તેને અનુરૂપ તેઓ પ્રયત્ન કરે તો ધન પ્રાપ્ત થાય છે. વળી, જેઓને લાભાંતરાયકર્મનો તીવ્ર ઉદય હોય અને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે તો પણ તે કર્મ ઉપક્રમને પામે તેમ ન હોય તો ધન પ્રાપ્ત થતું નથી. તે જ રીતે ધર્મના ક્ષેત્રમાં પણ જીવ સામાયિકાદિ જે બાહ્ય અનુષ્ઠાનો કરે છે તેના દ્વારા સામાયિકાદિની પરિણતિરૂપ જે ગુણો છે તેની પ્રાપ્તિના પ્રતિબંધક કર્મો સોપક્રમ હોય અને જો તેઓ વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરે તો તે ક્રિયાઓ દ્વારા ધર્મને પ્રાપ્ત કરી શકે છે. વળી, જેઓના સામાયિકાદિના પ્રતિબંધક કર્મો નિરુપક્રમ છે, તેઓ બાહ્યથી સામાયિકાદિની ક્રિયા કરે તોપણ સામાયિકાદિની પરિણતિરૂપ ધર્મ તેઓને પ્રાપ્ત થતો નથી તેથી જેમ સંસારના ક્ષેત્રમાં ધન પ્રાપ્ત કરવાની ક્રિયામાત્ર કરે અને ધન મળે નહીં તેમ ધર્મની બાહ્ય ક્રિયા કોઈ મહાત્મા કરે તો પણ તે પ્રકારના પ્રચુર કર્મોને કારણે ધર્મ નિષ્પન્ન થાય નહીં. વળી, કોઈ પુરુષ જ્યારે ધનપ્રાપ્તિ માટે યત્ન કરતો હોય અને તીવ્ર લાભાંતરાયકર્મનો ઉદય હોય તો ધનની પ્રાપ્તિ ન થાય, પરંતુ પૂર્વનું ઉપાર્જિત ધન પણ નાશ પામે છે તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના ધર્મના ક્ષેત્રમાં પણ જેઓના તે પ્રકારના વિવેકને પ્રગટ કરે તેવા કર્મો એપક્રમ નથી તેઓ ધર્મની યથાતથા પ્રવૃત્તિ કરીને અધર્મની પ્રાપ્તિ કરે છે. આથી જ ધર્મને સ્વીકારીને પ્રમાદથી સંયમની આચરણ કરનારા શીતલવિહારી આદિ સાધુઓએ અનંત સંસારને પ્રાપ્ત કર્યો. તેથી તત્ત્વને જોનારી પ્રામાણિક દૃષ્ટિથી વિચારવામાં આવે તો સંસારના ક્ષેત્રમાં બહુલતાએ જીવો લાભાંતરાયના ક્ષયોપશમથી સુખપૂર્વક ધન પ્રાપ્ત કરી શકે છે અને ધર્મના અર્થી થવા છતાં કેટલાક જીવો સામાયિકાદિ અનુષ્ઠાન કરીને તેવા પ્રકારના પ્રશમાદિ કોઈ ભાવો પ્રાપ્ત કરી શકતાં નથી. તે અપેક્ષાએ તો ધર્મની પ્રાપ્તિમાં પણ ક્ષયોપશમભાવને પામે તેવું સોપક્રમ કર્મરૂપ પુણ્ય જ બળવાન કારણ છે. તેથી જેઓના મૂઢતા આપાદક કર્મો ઘણા અલ્પ થયા છે તેઓ જ સુખપૂર્વક સન્માર્ગમાં અવતાર પામી શકે છે અને તેઓ જ યથાર્થ ધર્મ કરીને હિત સાધી શકે છે, અન્યથા જેમ કપિલઋષિ યમનિયમની સુંદર આચરણા કરીને પાંચમા દેવલોકને પામે છે તેમ અહીં પણ જેઓ તત્ત્વને જોવામાં મૂઢ દૃષ્ટિવાળા છે અને અનુભવ અનુસાર અને શાસ્ત્રવચન અનુસાર પદાર્થને જોવા માટે અસમર્થ મતિવાળા છે છતાં પોતે અધિક મતિવાળા છે' તેવો ભ્રમ ધારણ કરીને દૃષ્ટિરાગવાળા થયા છે તેઓ સ્યાદ્વાદને સ્વીકારવા છતાં અનેક પ્રકારના એકાંતવાદોને અથવા વિપરીત પ્રકારના સ્ટાદ્વાદને જોનારા બને છે. તેથી સંયમ ગ્રહણ કરીને પણ આત્મહિત સાધી શકતા નથી અને આવા જીવોને નિર્મળ મતિ આપવાનું કારણ બને તેવો આ સમ્મતિતર્ક પ્રકરણ' ગ્રંથ છે. આ “સમ્મતિ' ગ્રંથમાં સર્વજ્ઞને પ્રમાણ સ્વીકારીને સર્વજ્ઞના વચનને સ્યાદ્વાદની દૃષ્ટિથી સ્થાપન કરવા અર્થે પ્રથમ કાંડમાં અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞનું વચન પ્રમાણ છે, તે બતાવતાં કહે છે – અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞને પ્રત્યક્ષ છે તેથી સર્વજ્ઞનું શાસન અતીન્દ્રિય પદાર્થોને કહેનારું છે. તેનું જ પારમાર્થિક સ્વરૂપ ગાથા-૧માં બતાવ્યું. જેથી વિવેકીને બોધ થાય કે મૂઢતાના પરિવાર અર્થે સર્વજ્ઞના વચનના તાત્પર્યને જોડવા માટે સમ્ય યત્ન કરવો જોઈએ અને સર્વશે કહેલા તે પદાર્થોને પણ યુક્તિ અને અનુભવ અનુસાર યથાર્થ યોજન કરવા પ્રયત્ન કરવો જોઈએ, જેથી સર્વજ્ઞના વચનનો યથાર્થ બોધ થાય. સર્વજ્ઞના વચનનું યથાર્થ યોજન કઈ રીતે કરવું જોઈએ ? તેના માટે સર્વજ્ઞના વચનોમાં નદૃષ્ટિનો ઉદ્ભવ કઈ રીતે થયો ? તે અનુભવ અનુસાર બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો જગતમાં દેખાતા પદાર્થોમાં જીવ અને પુદ્ગલ સામાન્યથી સર્વ જનને પ્રતીત છે; કેમ કે દેહધારી જીવો છે તે જીવોને સ્વસંવેદનથી પોતાની ચેતનાની પ્રતીતિ છે અને શરીરાદિ બાહ્ય દેખાતા પદાર્થો પુદ્ગલ છે. વળી, અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે. એથી જગતમાં દેખાતા પદાર્થો અને જગતમાં નહીં દેખાતા પદાર્થો - એ સર્વ પદાર્થોમાં સામાન્યથી બે ભાવો દેખાય છે. (૧) સામાન્યભાવ અને (૨) વિશેષભાવ. જેમ પોતાના આત્માની પૂર્વ-ઉત્તર અવસ્થામાં અનુવૃત્તિરૂપે સામાન્યભાવ દેખાય છે અને જગતવર્તી સર્વ પદાર્થોમાં ‘અસ્તિ'રૂપે સામાન્યભાવ દેખાય છે તેથી પૂર્વઉત્તરવર્તી ભાવોમાં અનુવૃત્તિની પ્રતીતિરૂપ ઊર્ધ્વતા સામાન્યને જોનારી અને સર્વ પદાર્થોમાં ‘સત્' રૂપે સાદગ્ધતારૂપ તિર્યક્સામાન્યને જોનારી જે દૃષ્ટિ છે તે દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ છે. વળી, દરેક પદાર્થોમાં પરસ્પર વિલક્ષણતાને જોનારી અને દરેક પદાર્થોની પૂર્વ-ઉત્તર અવસ્થાની વિલક્ષણતાને જોનારી જે દૃષ્ટિ છે તે પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના આ રીતે અનુભવ અનુસાર સામાન્યને જોનારી અને વિશેષને જોનારી બે દૃષ્ટિઓ જ યથાર્થ અવલોકનની દૃષ્ટિઓ છે અને તે બે દૃષ્ટિઓને આશ્રયીને જ સર્વ નયોની દૃષ્ટિનો ઉદ્ભવ થયો છે. આ પ્રકારનું સૂક્ષ્મ રહસ્ય ‘સમ્મતિ’ ગ્રંથનું મૂળ બીજ છે. આથી પ્રથમ કાંડમાં બતાવ્યું કે જગતવર્તી પદાર્થો દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે, તેથી જેઓ દ્રવ્યનો સ્વીકાર કરે છે અને પર્યાયનો અપલાપ કરે છે તેઓ એકાંત દૃષ્ટિવાળા છે, વળી જેઓ પર્યાયનો સ્વીકાર કરે છે અને દ્રવ્યનો અપલાપ કરે છે તેઓ પણ એકાંત દૃષ્ટિવાળા છે. વળી, જગતમાં પર્યાય વગરનું કેવળ કોઈ દ્રવ્ય નથી અને જગતમાં દ્રવ્ય વગરના કેવલ કોઈ પર્યાય નથી, પરંતુ દ્રવ્યપર્યાયરૂપ જ પદાર્થ છે. તેથી એકાંતને જોનારી દૃષ્ટિના વિષયભૂત જગતમાં કોઈ પદાર્થ નથી. જેમ ઘટ અને પટ પૃથક્ દેખાય છે, તેમ દ્રવ્ય અને પર્યાય ક્યારેય પૃથક્ દેખાતા નથી; કેમ કે જગતમાં પર્યાય વગરનું દ્રવ્ય દેખાતું નથી અને દ્રવ્ય વગરનો પર્યાય દેખાતો નથી. છતાં મૂઢતાને કારણે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી તેમાં વર્તતા પર્યાયનો અપલાપ કરવામાં આવે તો તે બોધના વિષયભૂત દ્રવ્યનો પણ અપલાપ થાય છે અને પર્યાયને જોનારી દૃષ્ટિથી તેના આધારભૂત દ્રવ્યનો અપલાપ કરવામાં આવે તો તે બોધના વિષયભૂત પર્યાયનો પણ અપલાપ થાય છે. તેથી તે જ્ઞાન મિથ્યાજ્ઞાન બને છે. મિથ્યાજ્ઞાન જ મિથ્યાદ્દષ્ટિપણું છે અને સમ્યજ્ઞાન જ સમ્યગ્દષ્ટિપણું છે. આથી જ સર્વત્ર સ્યાદ્વાદ જ સમ્યક્ત્વનું બીજ છે. તેથી એ ફલિત થાય કે કોઈપણ એક નયની દૃષ્ટિથી કથન કરનાર પુરુષ અન્ય નયની દૃષ્ટિનો ગૌણરૂપે સ્વીકાર કરીને તે કથન કરે તો તે નયની દૃષ્ટિથી તેનું કથન સ્વસ્થાનમાં જ હોય, અન્ય નયની દૃષ્ટિના સ્થાનમાં તેનો અપલાપ કરનાર ન બને માટે તેનું જ્ઞાન સમ્યજ્ઞાન બને છે અને ગૌણરૂપે અન્ય નયની દૃષ્ટિનો સ્વીકાર ન કરે અથવા ‘ગૌણરૂપે હું સ્વીકારું છું’ તેમ માને, છતાં અન્ય નયની દૃષ્ટિના સ્થાનમાં પોતે સ્વીકારેલી દૃષ્ટિનું જ કથન કરે તો તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન બને છે. ૪ જેમ, અનિત્યભાવનામાં ‘દેહના સંયોગો, ધન, કુટુંબ આદિ સર્વ અનિત્ય છે’ તેમ ભાવન કરવામાં આવે છે; પરંતુ આત્માને એકાંત ક્ષણિક સ્વીકારવામાં આવતો નથી. તેથી જે પદાર્થો અનિત્ય છે તેમાં અનિત્યની બુદ્ધિ સ્થિર કરીને નિર્લેપ થવાને અનુકૂળ યત્ન કરાય છે; પરંતુ ‘જેમ દેહાદિ અનિત્ય છે તેમ આત્મા આદિ પદાર્થો પણ અનિત્ય છે' એમ કહેવાતું નથી. આત્માદિને પણ અનિત્ય સ્વીકારવામાં આવે તો એકાંતવાદની પ્રાપ્તિ થાય. જેમ ક્ષણિકવાદી સર્વ પદાર્થને ક્ષણિક કહે છે અને આત્માને પણ ક્ષણિક સ્થાપન કરે છે. તેથી તે કહે છે કે જો આત્મા નિત્ય હોય તો નિત્ય આત્મા પ્રત્યે સ્નેહ થશે. માટે કોઈ જીવ વીતરાગ થઈ શકશે નહીં. અર્થાત ક્ષણિકવાદી આત્માને ક્ષણિક સ્વીકારીને નૈરાત્મ્યદર્શન જ મોક્ષનું કારણ છે તેમ સ્વીકારે છે. આમ સ્વીકારવામાં મૂઢતાની જ પ્રાપ્તિ છે; કેમ કે જો આત્મા જ ક્ષણ પછી નાશ થનારો હોય તો આત્માના હિત અર્થે કે મોક્ષ અર્થે પ્રવૃત્તિ સંભવે નહીં. માટે સ્યાદ્વાદી આત્માને નિત્ય સ્વીકારીને નિત્ય એવા આત્માના સુખના ઉપાયરૂપ મોક્ષ માટે યત્ન કરે છે અને મોક્ષ માટે કરાતા યત્નમાં ક્ષણિક એવા પણ બાહ્ય પદાર્થો ક્ષણિકરૂપે ઉપસ્થિત નહીં હોવાથી જાણે તે પદાર્થો નિત્ય જ ન હોય ! તેવી બુદ્ધિ કરાવીને મોહ ઉત્પન્ન કરાવે છે, તેથી સંસારી જીવ બાહ્ય પદાર્થોમાં મૂઢતાની બુદ્ધિ કરીને આત્મહિતમાં ઉપેક્ષા કરે છે. તે મૂઢતાના પરિહાર અર્થે જે ભાવો ૫૨માર્થથી ક્ષણિક છે તે ભાવોના ક્ષણિકત્વનું ભાવન કરાય છે, પરંતુ નિત્ય એવા આત્મદ્રવ્યને ક્ષણિક સ્વીકારવામાં આવતું નથી. તેથી અનિત્યની ભાવના કરનારના ચિત્તમાં પણ પોતાનો આત્મા નિત્ય છે તેવો સ્વીકાર હોય તો તેની અનિત્ય ભાવના જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ બને છે અને પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં મૂઢતા Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના હોવાથી આત્માને ક્ષણિક સ્વીકારનાર બૌદ્ધમતવાળાનો વૈરાગ્ય મોહગર્ભિત બને છે. તેથી એકાંત દૃષ્ટિવાળાઓનો વૈરાગ્ય પણ કલ્યાણનું કારણ બનતો નથી. માટે સ્યાદ્વાદની દૃષ્ટિને સ્થિર કરવા અર્થે પ્રસ્તુત ગ્રંથમાં પદાર્થ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે તેનું સ્થાપન કરીને તેમાંથી સંગ્રહનય આદિ ૬ નયો કઈ રીતે ઉત્પન્ન થયા છે ? તે અનુભવ અનુસાર પ્રસ્તુત ગ્રંથમાં બતાવાયા છે. તે આ પ્રમાણે - જગતવર્તી સર્વ પદાર્થોમાં જે ઉર્ધ્વતાસામાન્યરૂપ અને તિર્યક્સામાન્યરૂપ સત્ છે તેને જોનારી દૃષ્ટિથી સંગ્રહનય પ્રવર્તે છે તેથી જગતવર્તી સર્વ પદાર્થો સત્ છે તેમ તે નયથી દેખાય છે ફક્ત સ્યાદ્વાદીને તે સંગ્રહનયથી દેખાતો પદાર્થ પણ અન્ય નયના અપલાપ વગર દેખાય છે. તેથી તે નય સુનય બને છે, આથી જ ‘અર્પિત દ્વારા અનર્પિતની સિદ્ધિ છે’ તેમ સ્યાદ્વાદી સ્વીકારે છે. તેથી સંગ્રહનયની દૃષ્ટિની અર્પણા કરીને પદાર્થને જોવાની દૃષ્ટિ પ્રવર્તે છે ત્યારે અન્ય નયોના સ્થાને અન્ય નયોનું કથન ગૌણરૂપે સ્વીકૃત જ છે, ફક્ત વર્તમાનમાં તે નયની દૃષ્ટિથી પદાર્થને જોવા માટેનો યત્ન કરાય છે. જેમ અનિત્યભાવનામાં પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જોવામાં યત્ન કરાય છે ત્યારે ગૌણરૂપે પોતાનો આત્મા નિત્ય છે, પુદ્ગલાદિ દ્રવ્યો પણ તે તે પર્યાયરૂપે અનિત્ય હોવા છતાં પુદ્ગલદ્રવ્યરૂપે નિત્ય છે તેનો સ્વીકાર છે, અન્યથા તે અનિત્યભાવના મૂઢતાથી યુક્ત બને. પ વળી, વ્યવહારનય વ્યવહારની પ્રવૃત્તિ કરવા અર્થે કાંઈક પર્યાયને સ્પર્શે છે તેથી જે સત્ છે તે જીવ અને અજીવરૂપ છે તેમ વિભાગ કરીને પદાર્થનો બોધ કરાવે છે. વળી, જે જીવો છે તે પણ સંસારી છે, મુક્ત છે ઇત્યાદિ ભેદો કરીને જ્યાં સુધી વ્યવહાર માટે ઉપયોગી ભેદ આવશ્યક હોય ત્યાં સુધી તેના ભેદો કરે છે. તે સર્વમાં પર્યાયનો કાંઈ સ્પર્શ હોવા છતાં દ્રવ્યનો સ્વીકાર છે. તેથી વ્યવહારનય કાંઈક પર્યાયાસ્તિકનયથી આક્રાંત દ્રવ્યાસ્તિકનયનો ભેદ છે. વળી, તિર્યક્સામાન્યમાં પરસ્પર અત્યંત ભેદ કરીને અને દરેક વસ્તુના પણ પૂર્વ-ઉત્તર ક્ષણનો અત્યંત ભેદ કરીને માત્ર વર્તમાનકાળની વસ્તુનો સ્વીકાર કરનાર ઋજુસૂત્રનય છે તેથી ઋજુસૂત્રનય જગતવર્તી દરેક પદાર્થોનો પરસ્પર અત્યંત ભેદ કરે છે અને દરેક પદાર્થની પૂર્વ-ઉત્તર અવસ્થાનો પણ અત્યંત ભેદ કરે છે અને વર્તમાનક્ષણવર્તી પદાર્થને સ્વીકારે છે; કેમ કે પૂર્વક્ષણનો પર્યાય નાશ પામ્યો છે અને ઉત્તરક્ષણનો પર્યાય હજુ ઉત્પન્ન થયો નથી માટે વર્તમાનક્ષણવર્તી વસ્તુ સત્ છે તેમ ઋજુસૂત્રનય સ્વીકારે છે. સ્યાદ્વાદીની ઋજુસૂત્રનયની દૃષ્ટિ પણ પ્રધાનરૂપે પ્રવર્તતી હોય ત્યારે ગૌણરૂપે અન્ય નયનો સ્વીકાર કરે છે એથી સુનય છે. વળી, આ ઋજુસૂત્રનયથી પર્યાયાસ્તિકનયનો પ્રારંભ છે તેથી ઋજુસૂત્રનય એ પર્યાયાસ્તિકનયરૂપ વૃક્ષનું મૂળ છે અને શબ્દનય આદિ ત્રણ નયો તેની શાખા-પ્રશાખા છે. વળી, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય એ ત્રણ નયોથી જગતમાં દેખાતા સર્વ પદાર્થોના સ્વરૂપનું પૂર્ણ અવલોકન થાય છે; કેમ કે દેખાતા સર્વ પદાર્થો સામાન્ય-વિશેષાત્મક છે અને તેમાં સંગ્રહનય ઊર્ધ્વતાસામાન્યનો અને તિર્યક્સામાન્યનો સંગ્રહ કરે છે. વળી, સંગ્રહનયે સંગ્રહ કરેલા પદાર્થોમાં વ્યવહારને ઉપયોગી વિભાગ ક૨વા માટે કાંઈક પર્યાયને સ્પર્શીને ‘આ ઘટ છે', ‘આ પટ છે', ‘આ જીવ છે' ‘આ અજીવ છે' ઇત્યાદિ વિભાગો કરીને વ્યવહારનય પ્રવર્તે છે. વળી, બાહ્ય સર્વ પદાર્થોના વર્તમાન ક્ષણમાત્રને જોનારી ઋજુસૂત્રનયની દૃષ્ટિ છે તેથી ઋજુસૂત્રનય ઊર્ધ્વતાસામાન્યનો અને તિર્યક્સામાન્યનો અસ્વીકાર કરે છે. માત્ર વર્તમાનમાં જે Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના વસ્તુ જે સ્વરૂપે વિદ્યમાન છે તે વસ્તુને તે સ્વરૂપે સ્વીકારે છે અને આ ત્રણે નયોની દૃષ્ટિ અર્થનયની દૃષ્ટિ છે અર્થાત્ “સમ્મતિ' ગ્રંથમાં પદાર્થને જોનાર બે દૃષ્ટિ અર્થનય અને વ્યંજનનય સ્વરૂપ છે તેમ બતાવીને પ્રથમ ત્રણ નયથી જોનારી દૃષ્ટિ અર્થનય સ્વરૂપ છે તેમ કહેલ છે. ત્યારપછી ઋજુસૂત્રનયથી દેખાતા વર્તમાનક્ષણવર્તી પદાર્થને જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર જોવા માટે શબ્દ આદિ ત્રણ નવો પ્રવર્તે છે જેને પ્રસ્તુત ગ્રંથમાં વ્યંજનનય કહેલ છે; કેમ કે શબ્દના બળથી તે પર્યાયો અભિવ્યક્ત થાય છે. તેથી શબ્દ આદિ ત્રણ નો વ્યંજનનય છે. જેમ વર્તમાન ક્ષણવર્તી તટને જોઈને શબ્દનયની દૃષ્ટિથી કોઈ પુરુષ તે તટને પુલિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ દ્વારા કહે કે તટ:, તરી, તરં તો પુરોવર્સી દેખાતો એક જ તટ લિંગના ભેદથી ભેદને પામે છે. વળી, તટમાં વર્તતા પાણીને જોઈને કોઈક કહે કે “રત્ન' અથવા ‘મ:' ત્યાં પણ એકવચન-બહુવચનના પ્રયોગના ભેદથી એક જ નન અને માપ નો શબ્દનય ભેદ કરે છે. વળી, શબ્દનય ઘટ, કુંભ આદિ પર્યાયવાચી શબ્દોથી દેખાતા ઘટને ઘટરૂપ જ કહે છે, પરંતુ શબ્દનય કરતાં પણ સૂક્ષ્મ જોનાર સમભિરૂઢનય ઘટના અને કુંભનો ભેદ કરે છે; કેમ કે ઘટનક્રિયા કરનાર વસ્તુને ઘટ કહેવાય અને કુંભનક્રિયા કરનાર વસ્તુને કુંભ કહેવાય એમ સમભિરૂઢનયની દૃષ્ટિ કહે છે. વળી, સમભિરૂઢનય ઘટનક્રિયા થતી ન હોય ત્યારે પણ તે ઘટને ઘટ કહે છે અને ઘટનક્રિયા થતી હોય ત્યારે પણ તે ઘટને ઘટ કહે છે, પરંતુ એવંભૂતનય જ્યારે ઘટનક્રિયા ન થતી હોય ત્યારે તે ઘટને ઘટ સ્વીકારતો નથી અને ઘટમાં ઘટનક્રિયા વર્તતી હોય ત્યારે જ ઘટને ઘટ કહે છે. વળી, આ શબ્દાદિ ત્રણે નયો અત્યંત ગંભીર છે, તેથી યોગમાર્ગના સૂક્ષ્મ બોધમાં તેની અત્યંત ઉપયોગિતા છે. વળી, ઋજુસૂત્રનય પર્યાયાસ્તિકનયનો ભેદ હોવા છતાં કાંઈક સામાન્યને સ્પર્શે છે એથી : તટી, તરંનો ભેદ કરતો નથી. પરંતુ પરોવર્સી દેખાતા વર્તમાનના તટને તટ સ્વીકારે છે. માટે દ્રવ્યાસ્તિકનયથી કાંઈક આક્રાંત છે. વળી, શબ્દનય પણ પર્યાયાસ્તિકનયનો ભેદ હોવા છતાં અને ઋજુસૂત્રનય કરતાં પણ સૂક્ષ્મ પર્યાયનો ભેદ કરનાર હોવા છતાં કાંઈક સામાન્યને સ્પર્શનાર છે આથી દ્રવ્યાસ્તિકનયથી કાંઈક આક્રાંત છે, આથી જ શબ્દનય ઘટ અને કુંભ શબ્દથી વાચ્ય ઘટના ભેદને કરતો નથી એથી ઘટનક્રિયા કરનાર અને કુંભનક્રિયા કરનાર ઘટ અને કુંભ બન્નેને ઘટરૂપે સ્વીકારે છે. વળી, શબ્દનય કરતાં પણ સૂક્ષ્મ પર્યાયનો ભેદ કરનાર સમભિરૂઢનય પર્યાયાસ્તિકનયનો ભેદ હોવા છતાં કાંઈક સામાન્યને સ્પર્શે છે માટે દ્રવ્યાસ્તિકનયથી કાંઈક આક્રાંત છે આથી ઘટનક્રિયા ન વર્તતી હોય અને ઘટનક્રિયા વર્તતી હોય ત્યારે તે બંને અવસ્થામાં સામાન્ય એવા ઘટને ઘટ કહે છે. વળી, એવંભૂતનય ઘટનક્રિયાકાળમાં જ ઘટને ઘટ સ્વીકારે છે અને જ્યારે ઘટનક્રિયા નથી ત્યારે તે ઘટને એવંભૂતનય ઘટ સ્વીકારતો નથી માટે એવંભૂતનય શુદ્ધ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે. ત્યારપછી પર્યાયનો સૂક્ષ્મભેદ થઈ શકતો નથી. આથી એ ફલિત થાય કે સંગ્રહનય શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ છે અને અન્ય નયનો અપલાપ નહીં કરનાર હોવાથી અને અન્ય નયનો ગૌણરૂપે સ્વીકાર કરનાર હોવાથી સુનય દૃષ્ટિ છે. વળી, એવંભૂતનયની દૃષ્ટિ શુદ્ધ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે અને પૂર્વના સર્વ નયોને પોતપોતાના સ્થાને ઉચિત રીતે ગૌણરૂપે સ્વીકારનાર દૃષ્ટિ હોવાથી સુનય દૃષ્ટિ છે. વળી, વ્યવહારનયથી માંડીને સમભિરૂઢનય સુધીના ચાર નવો કાંઈક દ્રવ્યને અને કાંઈક પર્યાયને સ્પર્શનારા છે તોપણ પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તર-ઉત્તરના નયો સૂક્ષ્મ-સૂક્ષ્મ પર્યાયને જોનારા છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના તે નયની દૃષ્ટિથી તે રીતે પદાર્થને જોવામાં આવે અને અન્ય નયની દૃષ્ટિનો પણ અપલાપ ન કરવામાં આવે તો તે સુનયો બને છે અન્યથા તે દુર્નય બને છે. જેમ ચક્ષુ સામે કોઈ છ વર્ણવાળો પટ હોય તેમાં જે વર્ણ જે સ્થાનમાં છે તે સ્થાનમાં તેટલા ભાગમાં તે વર્ણને સ્વીકારવામાં આવે અન્ય સ્થાનમાં રહેલા અન્ય વર્ગોનો અમલાપ ન કરવામાં આવે તો તે સ્થાનમાં તે વર્ણનું કથન સત્ય બને છે, પરંતુ તે પટમાં લાલ વર્ણ જે સ્થાનમાં છે એને બદલે અન્ય સ્થાનમાં લાલ વર્ણરૂપે પટને જોવામાં આવે અથવા લાલ વર્ણ જેટલા સ્થાનમાં છે તેનાથી અધિક સ્થાનમાં લાલ વર્ણને કહેવામાં આવે અથવા લાલ વર્ણ જેટલા સ્થાનમાં છે તેનાથી ન્યૂન સ્થાનમાં લાલ વર્ણને કહેવામાં આવે તો તે વચન મિથ્યા બને છે અને લાલ વર્ણને લાલ વર્ણના સ્થાનમાં કોઈને પણ તે પટમાં રહેલા અન્ય વર્ગોનો અપલાપ કરવામાં આવે તોપણ તે વચન મિથ્યા બને છે. તેમ દરેક નયોની દૃષ્ટિ પોતપોતાના સ્થાનમાં પદાર્થનું સ્વરૂપ જે રીતે બતાવે છે તે રીતે જોવામાં આવે અને અન્ય નયની દૃષ્ટિનું ઉચિત રીતે યોજન કરવામાં આવે અને કોઈક એક નયની દૃષ્ટિથી પદાર્થ જોતી વખતે અન્ય નયની દૃષ્ટિનો પણ ગૌણરૂપે સ્વીકાર કરવામાં આવે તો તે બોધ સમ્યગુ બને છે અન્યથા યથાતથા જોડાયેલા નયોથી થનારો બોધ મિથ્યા બને છે. જેમ એકાંતવાદી સાંખ્યદર્શન આત્માને ફૂટસ્થનિત્ય માને છે તેથી તેના મતાનુસાર આત્મામાં કોઈ જાતનું પરિવર્તન થતું નથી અને આત્મા અપ્રસ્કુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળો છે. જો તેમ સ્વીકારીએ તો આત્માને સંસાર, મોક્ષ અને મોક્ષના ઉપાયની પ્રવૃત્તિ કાંઈ સંગત થાય નહીં, છતાં સ્થૂલથી દેખાતી પોતાના મતની સ્થાપક યુક્તિ દ્વારા સાંખ્ય દર્શનકારે તેની સંગતિ કરેલ છે, તે સર્વ અનુભવવિરુદ્ધ માત્ર સ્વકલ્પનારૂપ છે. તેમ ભગવાનના વચનનું અવલંબન લઈને અનુભવ અનુસાર નિયોનું યોજન કરવામાં ન આવે તો તે ભગવાનના વચનથી દેખાતા પદાર્થો તેવા સ્વરૂપવાળા નહીં હોવાથી કલ્પનામાત્રથી રમ્ય જણાય છે, પરંતુ વસ્તના યથાર્થ સ્વરૂપને દેખાડનારા નહીં હોવાથી અસંબદ્ધ પ્રલાપ કરનારા છે છતાં તે રીતે ભગવાનના ર્થને જોવાના વ્યાપારવાળા હોવાથી તે જીવો મૂઢ દષ્ટિવાળા છે તેને બતાવવા માટે “સમ્મતિ ગ્રંથનો વિસ્તાર છે. વળી, પદાર્થનો પરસ્પર કથંચિત્ ભેદ છે, કથંચિત્ અભેદ છે અને પદાર્થની પૂર્વ-ઉત્તર અવસ્થા સાથે પણ કથંચિત્ ભેદ છે, કથંચિત્ અભેદ છે તેને આશ્રયીને સર્વ નયોનો ઉદ્ભવ છે; કેમ કે અનુભવ અનુસાર જોવામાં આવે તો પોતાના આત્માની પૂર્વ અવસ્થા અને ઉત્તર અવસ્થા સાથે પોતાનો બાલ્યાદિ ભાવરૂપે ભેદ દેખાય છે અને “તે સર્વમાં એકચેતનારૂપે હું એક છું' તેમ પ્રતીત થાય છે. વળી, પોતાના આત્માના અંતરંગ ક્રોધ, માન આદિ ભાવોમાં કે પ્રશમાદિ ભાવોમાં પણ “એક ચેતનારૂપે હું એક છું' તેવી સ્વસંવેદનરૂપે પ્રતીતિ થાય છે અને તે તે ભાવરૂપે ભેદની પ્રતીતિ પણ છે. તેથી પોતાના આત્માનું પ્રામાણિક રીતે સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરવામાં આવે તો પોતાની પૂર્વ-ઉત્તરની સર્વ અવસ્થાઓમાં પોતે એક છે એમ પ્રતીત થાય છે અને પોતાની પૂર્વ-ઉત્તરની અવસ્થાઓ પરસ્પર વિલક્ષણ છે એમ પ્રતીત થાય છે. તેથી પોતાની પૂર્વ-ઉત્તર અવસ્થા સાથે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે એમ પ્રતીત થાય છે. વળી, પોતાનાથી અતિરિક્ત સર્વ પદાર્થોમાં Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના અસ્તિત્વરૂપે સાદૃશ્ય છે તેથી અભેદ છે અને તે તે વ્યક્તિરૂપે ભેદ છે તેથી જગતવર્તી સર્વ પદાર્થોમાં કોઈક રીતે અભેદની અને કોઈક રીતે ભેદની પ્રતીતિ છે. આ રીતે અભેદને જોનારી દૃષ્ટિ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ છે અને ભેદને જોનારી દૃષ્ટિ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે. તેને આશ્રયીને સર્વ નયોનો ઉદ્ભવ છે. માટે વિવેકી પુરુષે સ્વઅનુભવ અનુસાર પદાર્થને સૂક્ષ્મ જોવા યત્ન કરવો જોઈએ અને તેના બળથી જે સાક્ષાત્ દેખાતા નથી તેવા અતીન્દ્રિય ભાવોનું શાસ્ત્રવચનથી ગ્રહણ કરવું જોઈએ અને જે રીતે દેખાતા પદાર્થોમાં ભેદભેદનો અનુભવ છે તેને આશ્રયીને નયોનો ઉદ્ભવ સ્વસંવેદનથી દેખાય છે. તે રીતે શાસ્ત્રથી દેખાતા પદાર્થોમાં નયોનું યોજન કરવા માટે યત્ન કરવો જોઈએ, પરંતુ મૂઢતાથી શાસ્ત્રના તે તે વચનોને ગ્રહણ કરીને એકાંતવાદનું સ્થાપન થાય તે પ્રમાણે યત્ન કરવો જોઈએ નહીં. આ રીતે વિભજ્યવાદની મર્યાદાનો સૂક્ષ્મ બોધ થાય છે. વિભજ્યવાદની મર્યાદાનો સૂક્ષ્મ બોધ જેમ જેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર થાય છે તેમ તેમ સમ્યગ્દર્શન જ નિર્મળ-નિર્મળતર થાય છે, કેમ કે સમ્યગ્દર્શનનું બીજ જ વિભજ્યવાદ છે અને તેને જ અતિશય કરવા અર્થે “સમ્મતિ' ગ્રંથનું નિર્માણ છે. આથી જ વિભજ્યવાદની સુંદર મતિને આપનાર પ્રસ્તુત ગ્રંથ છે. વળી, દ્રવાસ્તિકનયન અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ પૂર્ણ પદાર્થને બતાવનાર છે અને તે નયોની દૃષ્ટિ તરતમતાથી સંગ્રહનય આદિ છે નયોને બતાવે છે તેમ તે છ નયોમાંથી બાહ્ય પદાર્થરૂપ અર્થને આશ્રયીને સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ નયો પ્રવર્તે છે અને શબ્દરૂપ વ્યંજનપર્યાયને આશ્રયીને શબ્દનય આદિ ત્રણ નયો પ્રવર્તે છે. તેમાં બાહ્ય પદાર્થરૂપ અર્થને જોનાર જે અર્થનય છે તેને અવલંબીને સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય પ્રવર્તે છે તેને અવલંબીને સપ્તભંગીની પ્રાપ્તિ થાય છે. તેમાં સંગ્રહનય “સત્'ને સ્વીકારનાર છે. તેથી “સ્યા અસ્તિ'નો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, તે “સત્ જ કોઈક સ્વરૂપે “સ” હોવા છતાં અન્ય સ્વરૂપે “અસત્” છે. આથી જ ઘટરૂપ સત્ વસ્તુ ઘટરૂપે સત્ હોવા છતાં પટરૂપે કે અન્ય ઘટરૂપે અસત્ છે તેથી વ્યવહારનય તે સત્ વસ્તુને પર સ્વરૂપે નાસ્તિ' કહે છે. તેથી “સ્યાદ્ નાસ્તિ'નો ભાંગો પ્રાપ્ત થાય છે. તેથી એ ફલિત થાય કે સંગ્રહનયે પદાર્થને અસ્તિરૂપે કહ્યો તે જ પદાર્થને વ્યવહારનય અન્ય સ્વરૂપે નાસ્તિ કહે છે. વળી, દરેક પદાર્થો કોઈક સ્વરૂપે છે અને કોઈક સ્વરૂપે નથી તે રીતે પદાર્થનું સ્વરૂપ બે નયો બતાવે છે અને ઋજુસૂત્રનય તે બંને સ્વરૂપ વસ્તુમાં હોવા છતાં એક કાળમાં એક શબ્દથી વાચ્ય નથી તેમ સ્વીકારીને તે વસ્તુને અવક્તવ્ય સ્વીકારે છે; કેમ કે પદાર્થમાં રહેલું અસ્તિ સ્વરૂપ અને પદાર્થમાં રહેલું નાસ્તિ સ્વરૂપ એક સાથે એક જ શબ્દથી કહી શકાતું નથી તેથી “સ્યાદ્ અવક્તવ્ય રૂપ ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે. આ ત્રણ ભાંગા એક પૂર્ણ વસ્તુને આશ્રયીને થયેલા છે; કેમ કે ઘટરૂપ વસ્તુ પોતાના સ્વરૂપે છે તેને આશ્રયીને “સ્યાદ્ અસ્તિ'રૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થયો. તે જ ઘટરૂપ વસ્તુને પરરૂપે જોવામાં આવે ત્યારે ‘સ્યા નાસ્તિ'રૂપ બીજો ભાંગો પ્રાપ્ત થાય છે અને તે જ ઘટરૂપ વસ્તુને સ્વરૂપે અને પરરૂપે જોવામાં આવે તો તેને આશ્રયીને “સ્યાદ્ અવક્તવ્ય રૂપ ત્રીજો ભાગો પ્રાપ્ત થાય છે. આ રીતે પૂર્ણ ઘટરૂપ વસ્તુને જોઈને ત્રણ જ ભાંગા પ્રાપ્ત થાય છતાં બુદ્ધિથી એક ઘટરૂપ વસ્તુના દેશની કલ્પના કરીને વિચારણા કરવામાં આવે તો અન્ય ચાર ભાંગા પ્રાપ્ત થાય છે. જે ચાર ભાંગા એક જ વસ્તુના દેશને આશ્રયીને થાય છે. આ રીતે સપ્તભંગીના બળથી નિપુણતાપૂર્વક પદાર્થને જોવામાં આવે તો અનુભવ અનુસાર તે પદાર્થને જોનારી સર્વ દૃષ્ટિઓનો ઉઘાડ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના થાય છે, જેથી પદાર્થને જોતી વખતે મૂઢતાથી જોવાની જે અનાદિની સ્થિર દૃષ્ટિ છે તેનું નિવર્તન થાય છે અને અનુભવ અનુસાર પદાર્થ કેવા સ્વરૂપવાળો છે ? તે રીતે જ જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટે છે. વળી, વ્યંજનનયરૂપ શબ્દનય, સમભિરૂઢનય અને એવભૂતનય છે તેને આશ્રયીને અપેક્ષાએ “સ્વાદુ અસ્તિ' અને ‘સ્યાદ્ નાસ્તિ'રૂપ બે જ ભાંગાની પ્રાપ્તિ થાય છે અને અપેક્ષાએ તે ત્રણ નયોમાં પણ સપ્તભંગીની પ્રાપ્તિ થાય છે, જેના સ્વરૂપનું વર્ણન ગાથા-૪૧ આદિ કેટલીક ગાથામાં વિસ્તારથી કરેલ છે. જેને સૂક્ષ્મ રીતે જોવામાં આવે તો સર્વત્ર અતીન્દ્રિય પદાર્થોને જોવા માટે પણ શાસ્ત્રના વચનનું અવલંબન લઈને અનુભવ અનુસાર પદાર્થને જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ પ્રગટે છે. જેથી શાસ્ત્રમાં કહેલા પદાર્થો પણ શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર યોજન કરીને અતીન્દ્રિય પદાર્થોનું સમ્યક શ્રુતજ્ઞાન થાય છે અને જે તે પ્રકારે સૂક્ષ્મ પ્રજ્ઞાથી પદાર્થને અનુભવ અનુસાર જોવાને અનુકૂળ બુદ્ધિથી સંપન્ન થયા નથી તેઓ શાસ્ત્રવચનથી પદાર્થોનો શાબ્દિક-બોધ કરે છે તોપણ જે સંદર્ભથી જે વચનો વિભજ્યવાદ કહે છે તે સંદર્ભથી તે પદાર્થોનું યોજન કરી શકતા નથી અને વિભજ્યવાદના પદાર્થોનું યથાર્થ યોજન કરવા અર્થે જ “સમ્મતિ' ગ્રંથની રચના ગ્રંથકારશ્રીએ કરેલ છે. વળી, વિભજ્યવાદની મર્યાદાથી સંસારી જીવો અને સિદ્ધના જીવો પણ કથંચિત્ એક છે, કથંચિત્ અનેક છે, કથંચિત્ મૂર્તિ છે, કથંચિત્ અમૂર્ત છે એટલું જ નહીં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો પણ કથંચિત્ મૂર્તિ છે, કથંચિદ્ અમૂર્ત છે તે સર્વ કથન મુક્તિ અને અનુભવ અનુસાર “સમ્મતિ'માં બતાવાયેલ છે તેથી સંસારવર્તી સર્વ દ્રવ્યોને જોનારી યથાર્થ દૃષ્ટિઓનો પ્રાદુર્ભાવ પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી થાય છે. છvસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા ચૈત્ર સુદ-૧૩, વિ. સં. ૨૦૬૮, શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણક દિન તા. ૪-૪-૨૦૧૨, બુધવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | સંકલના જa#ણી સમ્મતિતર્ક પ્રકરણ પ્રથમ કાંડના ( સંકલનની વેળાએ.... પ્રસ્તુત ગ્રંથનું નામ જ તેના ગુણને દર્શાવે છે; કેમ કે જીવમાં અનાદિ કાળથી વર્તતી દુર્મતિને તર્કો દ્વારા દૂર કરીને સમ્મતિ પ્રગટ કરાવે તેવા તર્કોથી યુક્ત પ્રસ્તુત ગ્રંથ છે. શ્રુતકેવલી’, ‘મહાવાદી', “મહાતાર્કિક', “કવિવર' પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત “સમ્મતિતર્ક પ્રકરણ” અને “તર્કપંચાનન' પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચાયેલ ‘તત્ત્વબોધવિધાયિની' નામની વૃત્તિ અંતર્ગત શ્લોકસ્પર્શી વિભાગનું વિવેચન અત્રે પૂ. પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા દ્વારા કરવામાં આવેલ છે, જેના સંકલનકાર્યમાં મારો યત્ન સાગરમાં કાગળની નાવ મૂકવા સમાન છે. શ્રી મયંકભાઈ દ્વારા તૈયાર થયેલ લખાણમાં આગળનું કાર્ય કરવા મને પૂ. સાધ્વીજી ભગવંત શ્રી ચંદનબાળાશ્રીજીએ પ્રેરણા કરી હતી, જે આજે પૂર્ણ કરી શકી છું, માટે તેઓશ્રીની આભારી છું. તીર્થંકર પરમાત્માએ પોતાના કેવલજ્ઞાનથી ઇન્દ્રિયગ્રાહ્ય બાહ્ય પદાર્થોનું અને અતીન્દ્રિય એવા પદાર્થોનું સ્વરૂપ જે રીતે સૂક્ષ્મ અને સ્પષ્ટ જોયું છે અને જાણ્યું છે તેને જ બતાવનારા સાત યોનું વિસ્તારથી વર્ણન પ્રસ્તુત ગ્રંથના પ્રથમ કાંડમાં ગ્રંથકારશ્રીએ કર્યું છે. સૌ પ્રથમ જિનેશ્વર દેવ અને તેઓ દ્વારા પ્રરૂપિત શાસ્ત્રની સ્તવના કરી છે. “ગંભીર અર્થવાળા આગમોના સારને મંદ બુદ્ધિવાળા જીવો પણ ગ્રહણ કરી શકે તે રીતે અર્થને કહીશ' એ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથના પ્રથમ કાંડના પ્રારંભમાં પ્રતિજ્ઞા કરી છે અને ગ્રંથના અંત સુધી તે પ્રમાણે જ શાસ્ત્રના પરમાર્થને પ્રકાશિત કરેલ છે. દ્રવ્યાનુયોગના ગહન વિષયને પ્રાકૃત ભાષામાં અને સરળ શૈલીમાં રચવાથી બાલજીવોને પ્રસ્તુત ગ્રંથ આગમના અધ્યયન માટે પ્રવેશદ્વાર સમાન ભાસે છે. પ્રસ્તુત પ્રથમ કાંડમાં સૌ પ્રથમ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યારબાદ જગતમાં દેખાતા બાહ્ય પદાર્થોના સ્વરૂપને જાણવા માટે જિનશાસનમાં જે સાત નો પ્રવર્તે છે તે સર્વનો સમાવેશ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયમાં થઈ જાય છે તેમ સ્થાપન કરેલ છે. વળી, મુખ્ય નયો અને તેના આધાર પર રહેલા અન્ય નયો પણ જો નિરપેક્ષ હોય તો તે નષોથી સંસારનું સ્વરૂપ, સુખ-દુઃખ, કર્મબંધ કે મોક્ષ કાંઈ ઘટી ન શકે તે વાતને તર્કબદ્ધ બતાવી છે. ત્યારબાદ રત્નાવલીના દૃષ્ટાંતથી સર્વ નો મિથ્યારૂપ કે સમ્યકરૂપ કઈ રીતે બને છે ? તે બતાવીને તે દૃષ્ટાંતનું મહત્ત્વ અને તેનાથી શો લાભ પ્રાપ્ત થાય છે ? તેની સ્પષ્ટતા કરી છે. વળી, કાર્યકારણભાવ પ્રત્યે પ્રવર્તતા સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ અને કાર્યકારણનો અભેદ માનતા અદ્વૈતવાદ કઈ રીતે સમ્યગ્વાદ બને છે? તેનું સ્થાપન કરેલ છે. ત્યારપછી દ્રવ્યાસ્તિકનય અને પર્યાયસ્તિકનયના Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ / સંકલના વિષયરૂપ ક્રમિક અભેદ અને ભેદનું વર્ણન કરીને દ્રવ્યને કઈ અપેક્ષાએ એક અને કઈ અપેક્ષાએ અનેક કહી શકાય ? તે વાત કરી છે. દ્રવ્યના વ્યંજનપર્યાયોને અને અર્થપર્યાયોને દૃષ્ટાંત દ્વારા બતાવીને દ્રવ્યને એકાંતે એક કે એકાંતે અનેક માનવામાં આવતા દોષો જણાવ્યા છે. પ્રથમ કાંડના અંતે સ્યાદ્વાદના પાયા સમાન સપ્તભંગી બતાવીને વ્યંજનપર્યાયમાં અને અર્થપર્યાયમાં સંભવિત ભાંગાઓ બતાવીને માત્ર દ્રવ્યાર્થિકનયની કે માત્ર પર્યાયાર્થિકનયની દેશના અપૂર્ણ છે એમ સ્પષ્ટપણે સ્થાપન કર્યું છે. દ્રવ્યાનુયોગના આવા ગહન અર્થોને આ રીતે સ્થાપન કરીને ગ્રંથકારશ્રીએ મંદબુદ્ધિવાળા બાલજીવો પર ઘણો ઉપકાર કર્યો છે. આ રીતે દ્રવ્યના સ્વરૂપનું ચિંતન કરીને ધર્મધ્યાન અને આગળ વધીને શુક્લધ્યાનના પાયાને આપણે સૌ સ્પર્શી શકીએ એ જ અભ્યર્થના સહ.... જિનેશ્વર પરમાત્માની આજ્ઞાથી કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં. વિ. સં. ૨૦૬૮, ચૈત્ર સુદ ૧૩, શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણક દિન, તા. ૪-૪-૨૦૧૨, બુધવાર. - પારુલ હેમંતભાઈ પરીખ ૨૧, તેજપાળ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૨૬૩૦૦૦૬. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | અનુક્રમણિકા અનુક્રમણિકા ગાથા ન.] વિષય પાના નં. ૧-૪ ૪-૯ ૯-૧૩ ૧૩-૧૬ ૧૬-૨૦ ૨૦-૨૭ ૨૭-૨૯ ૨૯-૩૫ ટીકાકારશ્રીનું મંગલાચરણ. ભગવાનનું શાસન યથાર્થ અર્થને કહેનાર છે તેની સ્થાપક યુક્તિ. આગમઅર્થમાં પ્રવેશવા માટે અસમર્થ જીવોને આગમમાં પ્રવેશની સૂક્ષ્મ પ્રજ્ઞા આપનાર પ્રસ્તુત ગ્રંથની સ્થાપક યુક્તિ. તીર્થકરવચનના સંગ્રહ અને વિશેષને કહેનાર દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય, અન્ય નયો તેના જ અવાંતર નયો. દ્રવ્યાસ્તિકનયની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહનય અને વ્યવહારનયનું સ્વરૂપ. પર્યાયાસ્તિકનયનું મૂળ ઋજુસૂત્રનય અને તેની શાખા-પ્રશાખારૂપ શબ્દાદિ નયો. દ્રવાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય સાથે ચાર નિક્ષેપાનું યોજન. પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયનું સ્વરૂપ. પરસ્પર સાપેક્ષ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયથી જ યથાર્થ સ્વરૂપનું સ્થાપન. શુદ્ધજાતીય દ્રવ્યાસ્તિકનય અને શુદ્ધજાતીય પર્યાયાસ્તિકનયનો અભાવ. પર્યાયાસ્તિકન થી દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય મિથ્યા અને દ્રવ્યાસ્તિકનયથી પર્યાયાસ્તિકનયનું વક્તવ્ય મિથ્યા. દ્રવ્યાસ્તિકનથી અને પર્યાયાસ્તિકનયથી અનુભવ અનુસાર દેખાતી વસ્તુનું સ્વરૂપ. પરસ્પર નિરપેક્ષ દ્રવ્યાસ્તિકન અને પર્યાયાસ્તિકનયથી બતાવેલી વસ્તુ અપ્રમાણભૂત. પરસ્પર વિભક્ત દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય મિથ્યાષ્ટિ. દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયથી અન્ય ત્રીજા નયનો અભાવ. ૧૫ | સાપેક્ષ દ્રવાસ્તિકનયને ગ્રહણ કરનાર નય નથી, પ્રમાણ છે અને | નિરપેક્ષગ્રાહી બંને નયો મિથ્યાષ્ટિ. ૩પ-૩૯ ૩૯-૪૧ ૪૧-૪૬ ૪૬-૪૭ ૪૮-૪૯ ૫૦-૫૧ પર-૫૪ ૫૫-૫૮ For Personal and Private Use Only Jain Educationa International Page #24 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | અનુક્રમણિકા ૧૩ ગાથા નં. વિષય પાના નં. ૧૬ | સર્વ નયના સમૂહમાં ઉભય નયને કહેનાર નયનો અભાવ અને મૂળ નયના જ વિશેષને કહેનાર સર્વ નયો. ૫૮-૬૧ એકાંત દ્રવાસ્તિકનયમાં અને પર્યાયાસ્તિકનયમાં સંસારની અસંગતિ. ૬૧-૬૭ એકાંત નિત્યવાદમાં કે એકાંત અનિત્યવાદમાં સુખ-દુઃખ આદિની અસંગતિ. ૩૭-૩૯ ૧૯ | દેહ કર્મબંધનું કારણ, સ્થિતિબંધનું કારણ અને એકાંતવાદ - તે સર્વની અસંગતિ. ૭૦-૭૯ એકાંતવાદમાં બંધની અસંગતિને કારણે સંસાર અને મોક્ષની અસંગતિ. ૭૯-૮૨ સ્વપક્ષમાં પ્રતિબદ્ધ સર્વ નયો મિથ્યાદૃષ્ટિ અને પરસ્પર સાપેક્ષ સર્વનય સમ્યગ્દષ્ટિ. ૮૨-૮૬ રત્નાવલીના દષ્ટાંતથી નય-પ્રમાણનું સ્વરૂપ. ૮૬-૯૩ રત્નાવલીના દૃષ્ટાંતમાં સ્યાદ્વાદનું સ્થાપન કરવાનો ગુણ. ૯૯-૧૦૦ રત્નાવલીના દૃષ્ટાંતથી સંગતિ એકાંતવાદીઓ સ્વમતના સ્થાપન માટે કરે છે, તેનું યુક્તિથી નિરાકરણ. ૧૦૦-૧૦૮ ૨૮ | દરેક નયો પોતપોતાના કથનમાં સત્ય, પરની વિચારણામાં નિષ્ફળ. ૧૦૯-૧૧૨ ૨૯ | દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય અને આરબ્ધવિભાગ પર્યાયાસ્તિકનયનો માર્ગ. ૧૧૨-૧૧૬ સમાસથી વ્યંજનનય અને અર્થનય, પર્યાયાસ્તિકનયના પેટા નયોમાં પણ દ્રવ્યનો સંસ્પર્શ અને દ્રવ્યના અસંસ્પર્શનો વિભાગ, [૧૧૬-૧૨૧ એક દ્રવ્યમાં અર્થપર્યાય, વ્યંજનપર્યાયને આશ્રયીને અનંતપણાની પ્રાપ્તિ. ૧૨૧-૧૨૫ ૩૨ | પુરુપદ્રવ્યને આશ્રયીને દ્રવાસ્તિકનયનું અને પર્યાયાસ્તિકનયનું યોજન. ૧૨૫-૧૨૯ એકાંત સ્વીકારવામાં પ્રત્યક્ષના અપલાપનું પુરુષદ્રવ્યમાં યોજન. ૧૨૯-૧૩૨ ૩૪] પુરુષમાં વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું યોજન. ૧૩૨-૧૩૪ સવિકલ્પ, નિર્વિકલ્પ પુરુષને કહેનારને સ્યાદ્વાદનો અબોધ. ૧૩૪-૧૩૬ ૩૯-૪૦ સપ્તભંગીનું સ્વરૂપ. ૧૩૬-૧૫૬ વ્યંજનપર્યાયમાં અને અર્થપર્યાયમાં સપ્તભંગીનું યોજના ૧૫-૧૬૮ ૪૨ દ્રવ્યાસ્તિકનયના વચનમાં કે પર્યાયાસ્તિકનયના વચનમાં પ્રતિપૂર્ણ પ્રજ્ઞાપનાનો અભાવ. ૧૬૮-૧૭૧ ૪૩-૪૫ અનુભવ અનુસાર ઉભય નયમાં જ પૂર્ણતાનું સ્થાપન. ૧૭૨-૧૮૦ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | અનુક્રમણિકા ગાથા નં. પાના નં. ૪૩ ૧૮૦-૧૮૩ ૧૮૩-૧૮૬ ૪૮ વિષય આધ્યાત્મિક ભાવોને આશ્રયીને પણ ઉભય નયથી સંસારની સર્વ વ્યવસ્થાની સંગતિનું સ્થાપન. જીવ અને કર્મોનો પરસ્પર દૂધ-પાણીની જેમ અવિભાગ. સર્વ વસ્તુઓમાં પરસ્પર કથંચિત્ એકત્વ, અનેકત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ આદિનું યોજન. આગમવચનથી સર્વ પદાર્થો સર્વાત્મક છે તેની સંગતિ. દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી કર્મબંધ અને ફળનું, પર્યાયાસ્તિકનયથી કર્મબંધ અને ફળનું એકાંત દૃષ્ટિમાં યોજન. પરસ્પર અસંયુજ્યમાન નયોમાં બંધ, મોક્ષનું યોજન અને સંયુજ્યમાન નયોમાં સ્વસમયની પ્રજ્ઞાપના. એક નયની દેશના અપવાદિક અન્યથા ઉભય નયની દેશના જ તત્ત્વની સ્થાપક. ૧૮૭-૧૮૯ ૧૯૦-૧૯૫ ૪૯-૫૦ ૫૧-પર ૧૯૫-૨OO ૨૦૦-૨૦૩ ૨૦૩-૨૦૮ For Personal and Private Use Only Jain Educationa International Page #26 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । एँ नमः ।। કવિપ્રભાવક શ્રુતકેવલી શ્રીમદ્ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા વિરચિતા નવાંગી ટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા કૃતા તત્ત્વબોધવિધાયિની વ્યાખ્યા સમન્વિત. સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાય: શબ્દશઃ વિવેચન * भाग-१ : प्रथम sis * टीआनुं मंगलायरा : 'इह च शारीरमानसानेकदुःखदारिद्र्योपद्रवविद्रुतानां निरुपमानतिशयानन्तशिवसुखानन्यसमाऽवन्ध्यकारणसम्यग्ज्ञानदर्शनचारित्रात्मकपरमरत्नत्रयजिघृक्षया अतिगम्भीरजिनवचनमहोदधिमवतरितुकामानां तदवतरणोपायमविदुषां भव्यसत्त्वानां तद्दर्शनेन तेषां महानुपकारः प्रवर्त्तताम्, तत्पूर्वकश्चात्मोपकारः' इति मन्वानः आचार्यो दुष्षमाऽऽरसमाश्यामासमयोद्भूतसमस्तजनताहार्दसंतमसविध्वंसकत्वेनाऽवाप्तयथार्थाभिधानः सिद्धसेनदिवाकरः तदुपायभूतसम्मत्याख्यप्रकरणकरणे प्रवर्त्तमानः 'शिष्टाः क्वचिदभीष्टे वस्तुनि प्रवर्त्तमाना अभीष्टदेवताविशेषस्तवविधानपुरस्सरं प्रवर्त्तन्ते' इति तत्समयपरिपालनपरस्तद्विधानोद्भूतप्रकृष्टशुभभावानल्पज्वलदनलनिर्दग्धप्रचुरतरक्लिष्टकर्माविर्भूतविशिष्टपरिणतिप्रभवां प्रस्तुतप्रकरणपरिसमाप्तिं चाकलयन् 'अर्हतामहत्ता शासनपूर्विका, पूजितपूजकश्च लोकः, विनयमूलश्च स्वर्गापवर्गादिसुखसुमनःसमूहानंदामृतरसोदग्रस्वरूपप्राप्तिस्वभावफलप्रदानप्रत्यलो धर्मकल्पद्रुमः' इति प्रदर्शनपरैर्भुवनगुरुभिरप्यवाप्तामलकेवलज्ञानसंपद्भिस्तीर्थकृद्भिः शासनार्थाभिव्यक्तिकरणसमये विहितस्तवत्वात् 'शासनमतिशयतः स्तवार्हम्' इति निश्चिन्वन् 'असाधारणगुणोत्कीर्तनस्वरूप एव च पारमार्थिकस्तवः' इति च संप्रधार्य शासनस्याभीष्टदेवताविशेषस्य प्रधानभूतसिद्धत्वकुसमयविशासित्वार्हत्प्रणीतत्वादिगुणप्रकाशनद्वारेण स्तवाभिधायिकां गाथामाह - Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ અવતરણિકા : અને અહીં સંસારમાં, શારીરિક, માનસિક અનેક દુઃખ દારિત્ર્યના ઉપદ્રવોથી ઉપદ્રવ પામેલા નિરુપમ અનતિશય અનંત એવા શિવસુખના અનત્યસમ=અસાધારણ, અને અવંધ્યકારણ એવા સમ્યમ્ જ્ઞાન-દર્શન-ચારિત્રાત્મક પરમ રત્નત્રયીની પ્રાપ્તિ કરવાની ઇચ્છાથી અતિગંભીર જિતવચન મહોદધિમાં અવતાર પામવાની કામનાવાળા, પરંતુ તેમાં અવતરણના ઉપાયને નહીં જાણતારા ભવ્યજીવોને તેના દર્શન વડે જિનશાસનરૂપી સમુદ્રમાં અવતારના ઉપાયના દર્શન વડે, તેઓનો મહાન ઉપકાર થાઓ અને તપૂર્વક પોતાનો ઉપકાર છે=અત્યજીવોને કરાયેલા ઉપકારપૂર્વક પોતાનો ઉપકાર છે, એ પ્રમાણે માનનાર આચાર્ય દુષમા આરારૂપ શ્યામા=રાત્રિ, એવા સમયથી ઉદ્ભુત સમસ્ત જનતાના હૃદયમાં રહેલ સંતમસ અંધકાર, તેના વિધ્વંસકપણાથી પ્રાપ્ત કર્યું છે યથાર્થ અભિધાન જેમણે એવા પ. પૂ. આ. ભ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, તેના ઉપાયભૂત સમ્મતિ નામના પ્રકરણના કરણમાં પ્રવર્તમાન, “શિષ્ટો કોઈપણ અભિષ્ટ વસ્તુમાં પ્રવર્તતા અભિષ્ટ દેવતાવિશેષતા સ્તવવિધાનપૂર્વક પ્રવર્તે છે” એ પ્રકારે તેના સમયના પરિપાલતપર=શિષ્ટોના આચારના પરિપાલનમાં તત્પર, અને તેના વિધાનથી ઉદ્ભૂત=શિષ્યના આચારના સેવનથી ઉદ્ભૂત, પ્રકૃષ્ટ શુભભાવરૂપ અત્યંત બળતા અગ્નિથી દગ્ધ પ્રચુરતર ક્લિષ્ટકર્મને કારણે આવિર્ભત વિશિષ્ટ પરિણતિથી પ્રભાવ એવી પ્રસ્તુત પ્રકરણની પરિસમાપ્તિને જાણતા, ‘અરિહંતોની અહંતા શાસનપૂર્વિકા છે અને પૂજિતનાં પૂજક લોક છે', “વિનયમૂલવાળું સ્વર્ગ-અપવગદિ સુખરૂપ સુમનના સમૂહથી પુષ્પોના સમૂહથી, ઉત્પન્ન થયેલો આનંદરૂપ અમૃતરસ, તેના ઉદગ્ર સ્વરૂપની પ્રાપ્તિના સ્વભાવવાળા ફળને આપવામાં સમર્થ એવું ધર્મકલ્પદ્રમ છે એ પ્રકારે પ્રદર્શન પર એવા ભુવનગુરુ, એવા પણ અને પ્રાપ્ત કરી છે નિર્મલ કેવલજ્ઞાનસંપત્તિ જેમણે એવા તીર્થંકર વડે, શાસતાર્થની અભિવ્યક્તિકરણના સમયમાં વિહિત સ્તવપણું હોવાથીeતીર્થની સ્તુતિ કરેલ હોવાથી, શાસન અતિશયથી સવા છે એ પ્રમાણે નિશ્ચયવાળા અને “અસાધારણ ગુણના ઉત્કીર્તનસ્વરૂપ જ પારમાર્થિક સ્તવ છે” એ પ્રમાણે સંપ્રધારણ કરીને ગ્રંથકારશ્રી અભિષ્ટ દેવતાવિશેષરૂપ શાસનના પ્રધાનભૂત સિદ્ધત્વ, કુસમયવિશાસિત્વ, અહ~ણીતવાદિ ગુણ પ્રકાશન દ્વારા સ્તવને કહેનારી ગાથાને કહે છે – ભાવાર્થ : સંસારમાં શારીરિક, માનસિક અનેક દુઃખ દારિદ્રયના ઉપદ્રવથી ઉપદ્રવ પામેલા જીવો છે. તેમાંથી જે ભવ્યસત્ત્વજીવો છે તેઓ નિરુપમ અતિશય આનંદને દેનાર શિવસુખની ઇચ્છા કરનાર છે અને તેવા શિવસુખના બહિરંગ અનેક કારણો છે તોપણ અનન્યસમ કારણ રત્નત્રયી છે. વળી તે રત્નત્રયી શિવસુખની પ્રાપ્તિમાં અવંધ્ય કારણ છે અને તેવી રત્નત્રયીની પ્રાપ્તિના તે ભવ્યજીવો અર્થ છે અને તેના કારણે તે ભવ્યજીવો અતિગંભીર એવા જિનવચનરૂપી સમુદ્રમાં અવતરણની કામનાવાળા છે. આમ છતાં તે જિનવચનરૂપી સમુદ્રમાં અવતરણના ઉપાયને જાણતા નથી તેવા ભવ્યજીવોને જિનવચનરૂપી સમુદ્રમાં અવતરણના ઉપાયને Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ બતાવવા વડે તેમનો મહાન ઉપકાર થાઓ, અને તેમના ઉપકારપૂર્વક પોતાનો પણ ઉપકાર થાઓ તે પ્રમાણે પ. પૂ. આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા માને છે. તેથી તેઓશ્રીએ પ્રસ્તુત સમ્મતિતર્કપ્રકરણ નામના ગ્રંથરત્નની રચના કરેલ છે. વળી, દુઃષમાકાળ રાત્રિ જેવો છે અને રાત્રિના કાળને કારણે બધા લોકોના હૈયામાં અંધકાર વ્યાપ્ત થયેલો છે. આવા અંધકારના વિધ્વંસક પ્રસ્તુત ગ્રંથકારશ્રી પ. પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ છે. તેથી સિદ્ધસેનદિવાકર' એ પ્રકારનું તેમનું નામ યથાર્થ અભિધાનસ્વરૂપ છે. વળી, ગ્રંથકારશ્રી ભવ્યજીવોને ભગવાનના શાસનમાં અવતાર કરાવવા અર્થે અને તેના દ્વારા પોતાનો ઉપકાર કરવા અર્થે તેના ઉપાયભૂત સમ્મતિ નામના પ્રકરણની રચનામાં પ્રવર્તમાન છે. આમ છતાં શિષ્ટ પુરુષો કોઈપણ ઇષ્ટવસ્તુમાં પ્રવર્તે ત્યારે પોતાને અભિષ્ટ દેવતાવિશેષના સ્તવનપૂર્વક પ્રવર્તે છે. તે પ્રમાણે શિષ્ટોના આચારના પરિપાલનમાં તત્પર એવા ગ્રંથકારશ્રી પણ મંગલાચરણરૂપે પ્રથમ ગાથા કહે છે. શિષ્યોના આચારના પરિપાલનરૂપે જે મંગલાચરણની પ્રથમ ગાથા કહી તેનાથી પોતાના આત્મામાં પ્રગટ થયેલ જે શુભભાવ, એ રૂપી અત્યંત બળતો અગ્નિ, તેનાથી ઘણા ક્લિષ્ટ કર્મો નાશ પામે છે અને તેનાથી આવિર્ભત વિશિષ્ટ પરિણતિથી પ્રભવ પ્રસ્તુત પ્રકરણની પરિસમાપ્તિ છે તેમ જાણતા પ. પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મંગલાચરણરૂપે પ્રથમ ગાથા કહે છે. તેથી એ ફલિત થાય કે ગ્રંથકારશ્રી પણ પ્રથમ ગાથામાં કરાયેલ મંગલાચરણ દ્વારા વિશિષ્ટ શુભભાવની પ્રાપ્તિ કરે છે અને તેનાથી તેમના હૈયામાં ભગવાનના શાસનના પદાર્થો વિશિષ્ટ રીતે ફુરણ થાય છે, જેના કારણે જે પ્રકારના ઉત્તમ આશયથી પ્રસ્તુત ગ્રંથરચનાનો ગ્રંથકારશ્રીનો સંકલ્પ છે એ પ્રમાણે પ્રસ્તુત પ્રકરણની પરિસમાપ્તિ તેઓ કરી શકશે એમ જાણીને ગ્રંથકારશ્રી પ્રસ્તુત મંગલાચરણ કરે છે. વળી, આ મંગલાચરણમાં ગ્રંથકારશ્રીએ તીર્થકરોને સ્મરણ કર્યા નથી, પરંતુ શાસનની સ્તવના કરી છે. કેમ શાસનની સ્તવના કરી છે ? એ સ્પષ્ટ કરવા અર્થે કહે છે – અરિહંતોની અરિહંતતા પણ શાસનપૂર્વક થાય છે, કેમ કે કોઈક તીર્થકરના શાસનમાં ધર્મને સેવીને તીર્થકરો થાય છે. વળી, ભગવાનથી પૂજિત એવું આ શાસન છે, તેથી ભગવાન વડે પૂજિત એવા શાસનનો લોક પણ પૂજક છે; વળી ધર્મ વિનામૂલવાળો છે અને ધર્મકલ્પદ્રુમ સ્વર્ગ-અપવર્ગાદિ સુખરૂપ ફલને દેવામાં સમર્થ છે. તે સુખ ધર્મકલ્પદ્રુમના સુંદર પુષ્પોના સમૂહસ્થાનીય યોગમાર્ગની આચરણારૂપ છે. અને તેના આનંદરૂપ અમૃતના રસના ઉદગ્ર સ્વરૂપની પ્રાપ્તિના સ્વભાવવાળું સ્વર્ગ-અપવર્ગાદિ સુખરૂપ ફળ છે; કેમ કે યોગમાર્ગના સેવનકાળમાં જે આનંદનો અમૃતરસ પ્રાપ્ત થાય છે તે આનંદ ઉત્કૃષ્ટ કક્ષાનો દેવલોકમાં અને મોક્ષફલકાળમાં પ્રાપ્ત થાય છે. આવું ધર્મકલ્પદ્રુમ બતાવનારા તીર્થકરો છે, જે ત્રણે ભુવનના ગુરુ છે અને નિર્મલ કેવલજ્ઞાનને પામેલા છે. જ્યારે તીર્થકરો શાસનના અર્થને અભિવ્યક્ત કરે છે ત્યારે તેવા ધર્મરૂપ તીર્થને પોતે પણ નમસ્કાર કરે છે. તેથી તીર્થંકરોથી કરાયેલા સ્તવનવાળું એવું શાસન અતિશય સ્તવન કરવા યોગ્ય છે એ પ્રમાણે ગ્રંથકારશ્રીને નિશ્ચય હોવાથી શાસનની સ્તુતિ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ વળી, શાસનના અસાધારણ ગુણોના ઉત્કીર્તનસ્વરૂપ શાસનનું પારમાર્થિક સ્તવન છે એ પ્રમાણે નિર્ણય કરીને ગ્રંથકારશ્રી ઇષ્ટદેવતાવિશેષરૂપ શાસનની સ્તવના કરે છે. કઈ રીતે સ્તવના કરે છે ? તે બતાવે છે – ? ૪ શાસનનું પ્રધાનભૂત સિદ્ધત્વ, કુસમયવિશાસિત્વ, અર્હત્પ્રણીતત્વાદિ ગુણ પ્રકાશન દ્વારા શાસનની સ્તુતિ કરે છે – ગાથા : છાયા : અન્વયાર્થ : सिद्धं सिद्धगाणं ठाणमणोवमसुहमुवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं । ।१ / १ ।। सिद्धं सिद्धार्थानां स्थानमनुपमसुखमुपगतानां । कुसमयविशासनं, शासनं जिनानां भवजिनानां । ।१ / १ । । જાળમળોવમસુદમુવાવાળું=અનુપમ સુખરૂપ સ્થાનને પામેલા, મનિાળ=ભવજિત એવા, નિળાનં= જિનોનું, સિદ્ધ્ઢ્ઢાળું સાસĪ=સિદ્ધઅર્થોનું શાસન=અન્ય પ્રમાણથી સિદ્ધ એવા યથાર્થ અર્થનું પ્રતિપાદક શાસન, સિદ્ધ=સિદ્ધ છે=પ્રતિષ્ઠિત છે. વળી, તે શાસન કેવું છે ? તે સ્પષ્ટ કરે છે સમવિસાસળં=કુસમયના વિશાસનવાળું છે=વિધ્વંસક છે. ૧/૧/ ગાથાર્થ ઃ અનુપમ સુખરૂપ સ્થાનને પામેલા ભવજિન એવા જિનોનું સિદ્ધઅર્થોનું શાસન સિદ્ધ છે= પ્રતિષ્ઠિત છે. Jain Educationa International વળી, તે શાસન કેવું છે ? તે સ્પષ્ટ કરે છે કુસમયના વિશાસનવાળું છે=વિધ્વંસક છે. ૧/૧|| ટીકા ઃ अस्याश्च समुदायार्थः एतत्पातनिकयैव प्रकाशितः, अवयवार्थस्तु प्रकाश्यते, 'शास्यते जीवा - जीवादयः पदार्था यथावस्थितत्वेनानेनेति शासनं द्वादशांगम् तच्च सिद्धं प्रतिष्ठितं निश्चित - प्रामाण्यमिति यावत् स्वमहिम्नैव, नातः प्रकरणात् प्रतिष्ठाप्यम् ।। – For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ - I SMS ટીકાર્ચ - સ્થાશ્વ ... પ્રતિષ્ઠાણમ્ II મંગલાચરણ ગાથાનો સમુદાય અર્થ આની પાતળિકાથી અવતરણિકાથી, જ પ્રકાશિત છે અર્થાત્ અવતરણિકામાં અંતે કહેલ કે અભિષ્ટ દેવતાવિશેષરૂપ શાસનના પ્રધાનભૂત સિદ્ધત્વગુણ, કુસમયવિશાસિત્વ ગુણ અને અહપ્રણીતવાદિ ગુણના પ્રકાશન દ્વારા સ્તવનને કહેનારી ગાથા કહે છે એના દ્વારા પ્રકાશિત છે. વળી અવયવાર્થ પ્રકાશન કરાય છે. તેમાં શાસનનો અર્થ કરે છે – યથાવસ્થિતપણાથી જીવ-અજવાદિ પદાર્થો આવા વડે પ્રકાશન કરાય એ દ્વાદશાંગીરૂપ શાસન છે, અને તે શાસન સિદ્ધ છે=નિશ્ચિત પ્રામાણ્યરૂપ પ્રતિષ્ઠિત છે. કઈ રીતે પ્રતિષ્ઠિત છે ? તે સ્પષ્ટ કરે છે – સ્વમહિમાથી જ પ્રતિષ્ઠિત છે. . સમ્મતિતર્ક પ્રક મથી પ્રતિષ્ઠાપ્ય નથી. આ રીતે શાસનનો અને સિદ્ધનો અર્થ કર્યા પછી ભગવાનનું શાસન નિશ્ચિત પ્રામાણ્યવાળું કેમ છે? તેની વિશિષ્ટ ચર્ચા ટીકાકારશ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા.એ કરેલ છે. ટીકા : 'जिनानाम्' रागद्वेषमोहलक्षणान् शत्रून् जितवन्त इति जिनास्तेषां 'शासनं' । ટીકાર્ય :| ‘બિનાનામ્ . “શાસન' ! રાગ-દ્વેષ-મોહ લક્ષણ શત્રુને જિતનારા એવા જિનો, તેઓનું શાસન તે જિનોનું શાસન છે તેમ અવય છે. ટીકા :_ 'कुसमयविसासणं' इति, सम्यक् प्रमाणान्तराविसंवादित्वेन ईयन्ते परिच्छिद्यन्ते, इति समयाः= नष्टमुष्टिचिन्तालाभाऽलाभसुखाऽसुखजीवितमरणग्रहोपरागमन्त्रौषधशक्त्यादयः पदार्थाः, तेषां विविधम् अन्यपदार्थकारणत्वेन कार्यत्वेन चानेकप्रकारं, शासन-प्रतिपादकम् यतः शासनम् कुः= પૃથ્વી, તા રૂવા ટીકાર્ચ - સમા .... તથા રૂવા શાસનનું વિશેષણ કુસમયવિસાસણ છે, તેનો અર્થ આ પ્રમાણે છે – સમયમાં રહેલ “સ” શબ્દ સમ્યક અર્થમાં છે. સમ્યફ એટલે પ્રમાણાંતર અવિસંવાદિપણાથી, “અય” એટલે પરિચ્છેદન કરાય છે તે સમય. શું પરિચ્છેદન કરાય છે ? તેથી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ તષ્ટમુષ્ટિ-ચિંતા, લાભ-અલાભ, સુખ-અસુખ, જીવિત-મરણ, ગ્રહ, ઉપરાગ, મંત્ર, ઔષધ, શક્તિ આદિ પદાર્થો પરિચ્છેદન કરાય છે. સમવસીસ' શબ્દમાં રહેલા વરસમય' પછી ‘વિ' શબ્દનો અર્થ કરે છે – તે પદાર્થોનું વિવિધ અન્ય પદાર્થતા કાર્યપણા વડે કે કારણપણા વડે અનેક પ્રકારે, શાસન-પ્રતિપાદક જે કારણથી શાસન છે તે સમયવિસાસણ છે અને તેમાં પ્રારંભમાં ‘' શબ્દ છે તેનો અર્થ પૃથ્વી છે. તેથી તેની જેમ=પૃથ્વીની જેમ, પદાર્થોનું વિવિધ પ્રકારે પ્રતિપાદક એવું શાસન તે ‘કુસમયવિસાસણ’ છે એ પ્રકારે અર્થ પ્રાપ્ત થાય અને અતીન્દ્રિય એવા નષ્ટ, ચોરાયેલાદિ પદાર્થોને યથાર્થ જાણી શકાય એ પ્રકારનું જ્ઞાન ભગવાનના શાસનમાં છે તે બતાવવા માટે નમુષ્ટિ આદિ પદાર્થોનું પ્રતિપાદન કરનાર ભગવાનનું શાસન છે એ પ્રકારનો અર્થ છે. “કુસમયવિશાસનનો અન્ય પ્રકારે ટીકાકારશ્રી અર્થ કરે છે. તે આ પ્રમાણે – ટીકા - - कुत्सिताः प्रमाणबाधितैकान्तस्वरूपार्थप्रतिपादकत्वेन, समयाः कपिलादिसिद्धान्ताः, तेषाम् 'सन्ति पंच महब्भूया' [सूत्रकृ० १-१-१-७] इत्यादि वचनसंदर्भेण दृष्टेष्टविषये विरोधाद्युद्भावकत्वेन 'विशासनम्' विध्वंसकं यतः अतो द्वादशांगमेव जिनानां शासनमिति । ટીકાર્ય : કુત્સિતા .. શાસનમતિ કુ એટલે કુત્સિત=પ્રમાણબાધિત એકાંત સ્વરૂપ અર્થતા પ્રતિપાદકપણાથી કુત્સિત, એવા સમયોઃકપિલાદિ સિદ્ધાંતો, તેઓનો, પાંચ મહાભૂતો છે (સૂત્રકૃતાંગસૂત્ર ૧-૧-૧-૭) ઈત્યાદિ વચન સંદર્ભથી દષ્ટઈષ્ટવિષયમાં વિરોધાદિ ઉભાવકપણાથી વિશાસન=વિધ્વંસક, એવું દ્વાદશાંગીરૂપ જિનોનું શાસન છે. ટીકા : भवजिणाणं इति । भवन्ति नारकतिर्यग्नराऽमरपर्यायत्वेनोत्पद्यन्ते प्राणिनोऽस्मिन्निति भवः= संसारः, तद्धेतुत्वाद् रागादयोऽत्र भव'शब्देनोपचाराद् विवक्षिताः तं जितवन्त इति जिनाः उपचाराश्रयणे च प्रयोजनम्-न ह्यविकलकारणे रागादावध्वस्ते तत्कार्यस्य संसारस्य जयः शक्यो विधातुमिति प्रतिपादनम् । ટીકાર્ય : મનVTvi ...પ્રતિપાનમ્ વળી તે જિનો કેવા છે? તેનું વિશેષણ ભવજિણાણું છે. તેનો અર્થ કરતાં કહે છે – નારક, તિર્યંચ, નર, અમર પર્યાયપણાથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે આમાં, તે ભવ= સંસાર, છે અને તેનું હેતુપણું હોવાથી રાગાદિ પણ ઉપચાર દ્વારા ભવ શબ્દથી કહેવાય છે અને તેને Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ જિતનારા એ જિનો છે અને અહીં ઉપચારઆશ્રયણનું પ્રયોજન એ છે કે અવિકલ કારણ એવા રાગાદિનો ધ્વંસ કર્યા વગર તેના કાર્યરૂપ સંસારનો જય કરવો શક્ય નથી એ પ્રતિપાદનપર ‘ભવજિણાણ શબ્દ છે. ટીકા : 'ठाणमणोवमसुहमुवगयाणं' इति । ... तिष्ठन्ति सकलकर्मक्षयावाप्तानन्तज्ञानसुखरूपाध्यासिताः शुद्धात्मानोऽस्मिन्निति स्थानं लोकाग्रलक्षणं विशिष्टक्षेत्रम्, न विद्यते उपमा स्वाभाविकात्यन्तिकत्वेन सकलव्याबाधारहितत्वेन च सर्वसुखातिशायित्वाद् यस्य तत् सुखमानन्दरूपं यस्मिन् तत् तथा, तत् 'उप' इति कालसामीप्येन गतानां प्राप्तानां, यद्वा 'उप' इत्युपसर्गः प्रकर्षेऽप्युपलभ्यते यथा उपोढरागेण' इति, तेन स्थानमनुपमसुखं प्रकर्षण गतानामिति । ટીકાર્ય : ‘ટાઈમvોવ ....... તાનામિતિ . વળી જિનોના વિશેષણ ‘ઠાણમણોવમસુહમુવમયાણં'નો અર્થ કરતાં કહે છે – સકલ કર્મક્ષયની પ્રાપ્તિથી અનંતજ્ઞાનસુખને પામેલા શુદ્ધ આત્માઓ જેમાં રહે તે લોકાગ્રલક્ષણ સ્થાન=વિશિષ્ટક્ષેત્ર, આ રીતે સ્થાનનો અર્થ કર્યા પછી અનુપમસુખનો અર્થ કરે છે - સ્વાભાવિક આત્યંતિકપણાને કારણે અને સકલ બાધારહિતપણાના કારણે સર્વ સુખનું અતિશયપણું હોવાથી ઉપમાં વિદ્યમાન નથી જેને એવું તે આનંદરૂપ સુખ જેમાં છે તે તેવું છે=અનુપમસુખવાળું છે. અને અનુપમ સુખવાળું એવું સ્થાન ઉપગત એવા જિયો છે. ઉપગતનો અર્થ કરે છે – કાળના સામીપ્યથી પ્રાપ્ત એવા જિનો છે અર્થાત્ વર્તમાનમાં તે સ્થાન પામેલા છે અથવા ‘૩૫' શબ્દ પ્રકર્ષ અર્થમાં પ્રાપ્ત થાય છે. તેથી પ્રકર્ષથી અનુપમસુખના સ્થાનને પામેલા જિયો છે. ટીકા : 'सिद्धार्थानाम्' इत्यनेन हेतुसंसूचनं विहितमाचार्येण, सिद्धाः प्रमाणान्तरसंवादतो निश्चिताः येऽर्था नष्टमुष्ट्यादयः तेषां शासन-प्रतिपादकं यतो द्वादशांगं प्रवचनमतो जिनानां कार्यत्वेन સંર્વાદ /શા ટીકાર્ય : સિદ્ધાર્થોનાક્' ...... સંય || સિદ્ધઢાણં=“સિદ્ધાર્થીનામું” પદનો અર્થ કરતાં કહે છે – ‘સિદ્ધાર્થના' એ વચન દ્વારા આચાર્ય વડે હેતુનું સંસૂચન કરાયું છે અર્થાત્ જિનોનું શાસન કેવું છે? તેનો હેતુ બતાવવા માટે “સિદ્ધાર્થતામ્” પદ છે. એથી સિદ્ધ અર્થોને કહેતારું આ શાસન છે તેમ પ્રાપ્ત થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ કઈ રીતે સિદ્ધ અર્થોનું પ્રતિપાદક શાસન છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સિદ્ધપ્રમાણાત્તરના સંવાદનથી નિશ્ચિત, જે નષ્ટ પુષ્ટિ આદિ અર્થો તેઓનું શાસન=પ્રતિપાદક, જે કારણથી દ્વાદશાંગી પ્રવચન છે આથી જિનોના કાર્યપણાથી સંબંધી છે અર્થાત્ જિન વડે કહેવાયેલું છે. ૧/૧ ભાવાર્થ - ભગવાનનું શાસન કેવું છે ? તે બતાવવા અર્થે કહે છે – જે કુત્સિત સમય=એકાંતવાદીરૂપ કુસિદ્ધાંતો, તેનું વિનાશક છે; વળી તે ભગવાનનું શાસન જગતમાં જે સિદ્ધ અર્થો છે અને છબસ્થને અતીન્દ્રિય છે તેવા અર્થોને પ્રગટ કરનાર છે, તેથી સિદ્ધાર્થોનું શાસન છે; વળી, તે ભગવાનનું શાસન નિશ્ચિત પ્રામાણ્યથી પ્રતિષ્ઠિત છે માટે સિદ્ધ છે. તે શાસન દ્વાદશાંગીરૂપ છે. તે શાસનને કહેનારા ભગવાન અનુપમ એવા મોક્ષસ્થાનને પામવાની તૈયારીમાં છે. તેથી અનુપમ સુખના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. વળી, રાગ-દ્વેષને જિતનારા હોવાથી જિન છે અને ચારગતિના પરિભ્રમણરૂપ ભવ તેના કારણને જીતનારા હોવાથી ભાવજિન છે. આ પ્રકારના ગાથાના કથનથી એ પ્રાપ્ત થાય કે ભગવાને ભવનો નાશ કર્યો છે, રાગદ્વેષનો નાશ કર્યો છે અને અનુપમ સુખરૂપ સ્થાનને પામવાની તૈયારીમાં છે. તેઓએ જે દ્વાદશાંગીરૂપ શાસન કહ્યું છે તે જગતમાં કાર્યકારણભાવરૂપે પ્રતિષ્ઠિત એવા સિદ્ધઅર્થોનું કથન કરે છે, પરંતુ અસમ્બદ્ધ પદાર્થોનું કથન કરતું નથી. આવું શાસન નિશ્ચિત પ્રામાણ્યવાળું છે. વળી “કુસુમયવિસાસણ' એ શાસનનું વિશેષણ છે, તેનો અર્થ ટીકાકારશ્રીએ અન્ય પ્રકારે પણ કરેલ છે. તે પ્રમાણે વિચારીએ તો સમય એટલે અતીન્દ્રિય પદાર્થોનો સમ્યક્ પરિચ્છેદ અને તેનું વિવિધ પ્રકારે શાસન-પ્રતિપાદન, તે સમયવિસાસણ છે અને કુ એટલે પૃથ્વી. તેથી પૃથ્વીની જેમ અતીન્દ્રિય પદાર્થોનું વિશેષથી પ્રતિપાદન છે જેમાં, એવું ભગવાનનું શાસન છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. “પૃથ્વીની જેમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેમ પૃથ્વીને જોઈને પૃથ્વીના કાઠીન્યાદિ પદાર્થો છદ્મસ્થ જીવોને પ્રત્યક્ષથી દેખાય છે એથી તેના સ્વરૂપમાં કોઈને વિસંવાદ નથી તેમ જે પદાર્થો છદ્મસ્થ જોઈ શકતાં નથી તેવા અતીન્દ્રિય પદાર્થોનો સમ્યફ બોધ કરીને “આ પદાર્થ આનું કારણ છે, આ પદાર્થ આનું કાર્ય છે' ઇત્યાદિ વિવિધ પ્રકારે અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞને પ્રત્યક્ષ છે અને સર્વજ્ઞથી કહેવાયેલા તે પદાર્થો આગમમાં પ્રતિપાદિત છે. તેથી આવા યથાર્થ પદાર્થને કહેનારા ભગવાનના વચનના પરમાર્થને જાણીને અતીન્દ્રિય એવા પદાર્થોમાં જિનવચનાનુસાર જે પ્રવૃત્તિ કરે છે તેને પણ તે પ્રવૃત્તિનું યથાર્થ ફળ મળે છે. પ્રસ્તુત ગાથામાં જિનોનું શાસન છે તેમ કહ્યું ત્યાં જિનના બે વિશેષણો બતાવ્યા. (૧) ભવજિન અને (૨) અનુપમ સુખના સ્થાનને પામેલા. એનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાન રાગ-દ્વેષને જિતનારા હતા માટે જિન હતા, અને અનુપમ સુખનું સ્થાન એવો જે મોક્ષ, તેને પામેલા છે અર્થાત્ મોક્ષ પામવાની તૈયારીમાં છે, તેથી તેઓએ જે કાંઈ કથન કર્યું છે તે યોગ્ય જીવોને પોતાના તુલ્ય જિન થવા માટે ઉપકારક છે, Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧-૨ ચારગતિના પરિભ્રમણરૂપ ભવને જીતવા માટે ઉપકારક છે અને અનુપમ સુખના સ્થાનની પ્રાપ્તિ માટે ઉપકારક છે. તેથી જે જીવો ભગવાનના શાસનના પરમાર્થને જાણીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેઓ પોતાનામાં રહેલા રાગદ્વેષને જિનવચનના અવલંબનથી સુખપૂર્વક જીતી શકે છે, ચારગતિની કદર્થનાનો સુખપૂર્વક નાશ કરી શકે છે અને ભગવાનની જેમ અનુપમ સુખની પ્રાપ્તિ કરી શકે છે તેવું મહાફલવાળું પદાર્થનું યથાર્થ પ્રતિપાદન કરનાર ભગવાનનું શાસન છે. વળી તે શાસનના ત્રણ વિશેષણો મુક્યા છે – સિદ્ધ અર્થોને કહેનારું, કુસમયવિસાસણ કરનારું અને સિદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધ અર્થોને કહેનારું છે અર્થાત્ નિશ્ચિત અર્થોને કહેનારું છે માટે લેશ પણ શંકાનું સ્થાન નથી. વળી, કુસમયરૂપ જે મિથ્યાદર્શનો, તેનો વિનાશ કરનાર છે. માટે કુદર્શનોથી થતા અનર્થોથી આત્માનું રક્ષણ કરનાર છે. વળી, એકાંતવાદને કહેનારા દર્શનો જેમ મિથ્યાદર્શન છે તેમ જૈનદર્શનને સ્વીકારનારા પણ જ્ઞાત-અજ્ઞાત દૃષ્ટિથી એકાંતવાદને સ્વીકારીને “વીર ભગવાને આ પદાર્થ આમ જ કહ્યો છે એમ જેઓ કહે છે તેઓની પણ તે કુત્સિત માન્યતાઓનો વિનાશ કરનાર છે. અથવા કુસમયવિસાસણનો અર્થ અન્ય પ્રકારે કર્યો એ પ્રમાણે અતીન્દ્રિય પદાર્થોને સમ્યક્ પ્રકારે વિવિધ રીતે બતાવનાર છે અર્થાત્ “આ પદાર્થ આનું કારણ છે, આ પદાર્થ આનું કાર્ય છે એ બતાવનાર છે. તેથી જે દૃષ્ટથી પદાર્થની વ્યવસ્થા દેખાતી નથી તે વ્યવસ્થાનો પણ ભગવાનના શાસનથી બોધ કરીને પ્રવૃત્તિ કરવામાં આવે તો છબસ્થને પણ તેના ફળની પ્રાપ્તિ થાય છે. માટે અદૃષ્ટ પદાર્થોમાં સમ્યક પ્રવૃત્તિ કરાવવામાં પણ ભગવાનનું શાસન પ્રબલ કારણ છે. વળી, ભગવાનનું શાસન સિદ્ધ છે સ્વતઃ પ્રતિષ્ઠ છે, પરંતુ અન્ય પ્રમાણોને આધીન પ્રતિષ્ઠિત નથી તેમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનનું શાસન અન્ય સર્વ પ્રમાણો કરતાં અત્યંત બલવાન પ્રમાણરૂપ છે. તેથી આત્માર્થી જીવોએ ભગવાનના શાસનનું આશ્રયણ કરવું જોઈએ. I૧/૧ અવતરણિકા : एवमिष्टदेवतानमस्कारकरणध्वस्तप्रकरणपरिसमाप्तिविबन्धकृत्क्लिष्टकर्मान्तरायः सूरिर्जिनप्रणीतत्वेन शासनस्य प्रकरणमन्तरेणाऽपि स्वतः सिद्धत्वात् तदभिधेयस्य निष्प्रयोजनतामाशङ्कमानः 'समयपरमत्थ०' इत्यादिगाथासूत्रेण प्रकरणाभिधेयप्रयोजनमाह - અવતરણિકાર્ય : આ રીતે=પ્રથમ ગાથામાં મંગલાચરણ કર્યું એ રીતે, ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવાથી ધ્વસ્ત થયા છે પ્રકરણની પરિસમાપ્તિના બાધક એવા ક્લિષ્ટ કર્મોના અંતરાય જેમને એવા, જિનપ્રણીતપણાને કારણે પ્રકરણ વગર પણ શાસનનું સ્વતઃ સિદ્ધપણું હોવાથી, તેના અભિધેયની=પ્રસ્તુત પ્રકરણના અભિધેયની, નિપ્રયોજનની આશંકા કરતાં=કોઈકને તેવી આશંકા થાય એ પ્રકારે આશંકા કરતાં, આચાર્ય સમયપરમઘેં ઈત્યાદિ ગાથાસૂત્રથી પ્રકરણના અભિધેયના પ્રયોજનને કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨ ભાવાર્થ : પ્રથમ ગાથામાં કહ્યું કે ભગવાનનું શાસન સ્વતઃ સિદ્ધ છે, તેથી તેનાથી જ અતીન્દ્રિય પદાર્થોનો બોધ થઈ શકે છે. માટે ગ્રંથકારશ્રી દ્વારા રચાયેલ પ્રકરણ વગર પણ ભગવાનના શાસનથી અતીન્દ્રિય પદાર્થની પ્રાપ્તિ હોવાના કારણે ગ્રંથકારશ્રી વડે રચાયેલ પ્રકરણ નિપ્રયોજન છે, એવી કોઈકને શંકા થાય. તેના નિવારણ માટે “સમયપરમત્ય' ઇત્યાદિ ગાથાસૂત્ર વડે સમ્મતિતક પ્રકરણની રચનાના પ્રયોજનને કહે છે – ગાથા : समयपरमत्थवित्थरविहाडपज्जुवासणसयत्रो । आगममलारहियओ जह होइ तमत्थमुन्नेसु ।।१/२।। છાયા : समयपरमार्थविस्तरविहाटपर्युपासनसकर्णः । आगममलारहदयो यथा भवति तमर्थमुन्नेष्ये ।।१/२।। અન્વયાર્થ : ગામમનારદિયો આગમમાં મલાર હદયવાળો=આગમમાં મંદબુદ્ધિવાળો, યથા સમયપરમર્થવિસ્તરવિદટપક્પાસન ભવતિ જે પ્રમાણે સમયના=આગમના, પરમાર્થના વિસ્તારના પ્રકાશક એવા લોકની પર્યાપાસનામાંકવ્યાખ્યાનમાં, સકર્ણ થાય તેના અર્થતા અવધારણમાં પટુ થાય, તમન્થમુસુતે અર્થને હું પ્રતિપાદન કરીશ. II૧/રા ગાથાર્થ : આગમમાં મલાર હૃદયવાળો=આગમમાં મંદબુદ્ધિવાળો, જે પ્રમાણે સમયના=આગમના, પરમાર્થના વિસ્તારના પ્રકાશક એવા લોકની પર્યાપાસનામાંકવ્યાખ્યાનમાં, સકર્ણ થાય તેના અર્થના અવધારણમાં પટુ થાય, તે અર્થને હું પ્રતિપાદન કરીશ. ll૧/રા. ટીકા : अत्र च 'आगममलारहृदय' इत्यनुवादेन 'समयपरमार्थविस्तरविहाटजनपर्युपासनसको यथा भवति तमर्थमुन्नेष्ये' इति विधिपरा पदघटना कर्त्तव्या । पदार्थस्तु मलमिव आरा-प्राजनकविभागो यस्यासौ मलारो गौर्गली, आगमे तद्वत् कुण्ठं हृदयं यस्य-तदर्थप्रतिपत्त्यसामर्थ्यात्-असौ तथा मन्दधीः, सम्यगीयन्ते परिच्छिद्यन्तेऽनेनार्था इति समय आगमः, तस्य परमोऽकल्पितश्चासावर्थः समयपरमार्थः, तस्यो विस्तरो-रचनाविशेषः-शब्दार्थयोश्च Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨ भेदेऽपि पारमार्थिकसम्बन्धप्रतिपादनायाऽभेदविवक्षया 'प्रथने वावशब्दे' [पाणि० ३-३-३३] इति घञ् न कृतः-तस्य विहाटः इति दीप्यमानान्-श्रोतृबुद्धौ प्रकाशमानानान् दीपयति प्रकाशयतीति विहाटश्चासौ जनश्च चतुर्दशपूर्वविदादिलोकः तस्य पर्युपासनम्-कारणे कार्योपचारात्-सेवाजनिततद्व्याख्यानं तत्र सह कर्णाभ्यां वर्त्तते इति सकर्णः तद्व्याख्यातार्थावधारणसमर्थः यथा इति येन प्रकारेण भवति तं तथाभूतमर्थमुन्नेष्ये लेशतः प्रतिपादयिष्ये । यथाभूतेनार्थेन प्रतिपादितेनातिकुण्ठधीरपि श्रोतृजनो विशिष्टागमव्याख्यातृप्रतिपादितार्थावधारणपटुः सम्पद्यते तमर्थमनेन प्रकरणेन प्रतिपादयिष्यामीति यावत् ।।१/२।। ટીકાર્ય : સત્ર ૨ ... યાવત્ | પ્રારંભમાં ગાથાનું યોજન કરતાં કહે છે – અને અહીં=આ ગાથામાં, આગમમલારહદય એ પ્રકારના અનુવાદથી એ પ્રકારના કથનથી, સમયના પરમાર્થના વિસ્તારને વિરાટ જન=પ્રકાશક જન, તેની પર્યાપાસવામાં સકર્ણક જે પ્રમાણે થાય તે પ્રમાણે તે અર્થને હું કહીશ એ પ્રમાણે વિધિપર પદઘટતા કરવી જોઈએ. આ પ્રકારના ગાથાના અર્થથી એ પ્રાપ્ત થાય કે જેઓ આગમના અર્થને ગ્રહણ કરવામાં મંદબુદ્ધિવાળા છે તેઓ પણ સમયના પરમાર્થને વિસ્તાર કરવામાં પ્રકાશક પુરુષોની પર્યાપાસનામાં તત્પર થાય તે પ્રમાણે તે અર્થને ગ્રંથકારશ્રી પ્રકાશન કરશે. એ પ્રકારના પદાર્થને બતાડનાર પદઘટના કરવી જોઈએ. વળી પદોનો અર્થ આ પ્રમાણે છે – મલની જેમ આરા=પ્રાજનક વિભાગ, છે જેને એવા મલાર=ગૌગલી-ગળિયો બળદ, આગમમાં તેની જેમ ગળિયા બળદની જેમ, કુંઠ હદય છે જેને એ તેવો છે=મંદબુદ્ધિવાળો છે; કેમ કે તેનામાં અર્થને પ્રાપ્ત કરવાનું અસામર્થ્ય છે. ‘ગામમનારહિયો'નો અર્થ કર્યા પછી ‘સમય’નો અર્થ કરે છે – સમ્યમ્ પરિચ્છેદન કરાય છે આના વડે અર્થો, તે સમયે આગમ છે. તેનો=આગમતો, પરમ-અકલ્પિત, એવો અર્થ તે સમયપરમાર્થ છે. તેનો વિસ્તાર=રચનાવિશેષ, તે રચનાવિશેષને વિહાટ=પ્રકાશક, એવો જન=ચૌદપૂર્વધરાદિ લોક, તેની પર્યાપાસતા તેની સેવા, જનિત એવા વ્યાખ્યાનમાં સકર્ણક જે પ્રમાણે થાય તેને તે પદાર્થને તે પ્રકારના અર્થને, લેશથી ગ્રંથકારશ્રી પ્રતિપાદન કરશે. આ કથનનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – પ્રતિપાદિત એવા યથાભૂત અર્થથી પ્રતિપાદન કરાયેલા જેવા પ્રકારના અર્થથી, અતિકુંઠિત બુદ્ધિવાળો પણ શ્રોતા વિશિષ્ટ આગમ વ્યાખ્યાતુથી પ્રતિપાદિત અર્થને અવધારણમાં પટુ થાય છે. તે અર્થને આ પ્રકરણ દ્વારા હું પ્રતિપાદન કરીશ એમ ગ્રંથકારશ્રી કહે છે. II૧/રા. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૨ ભાવાર્થ : આગમમાં મલાર હૃદયવાળો પુરુષ =અત્યંત મંદબુદ્ધિવાળો પુરુષ, પ્રસ્તુત ગ્રંથને ભણીને તે પ્રકારનો પટુબુદ્ધિવાળો થાય છે જેથી શાસ્ત્રના પરમાર્થના વિસ્તાર કરવા માટે પ્રકાશક એવા ચૌદપૂર્વધરાદિ પુરુષો દ્વારા વ્યાખ્યાન કરાયેલા અર્થોને ગ્રહણ કરવા માટે સમર્થ બને તે રીતે ગ્રંથકારશ્રીએ આ ગ્રંથની રચના કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. તેથી આ ગ્રંથને ભણીને સ્વતઃ પ્રતિષ્ઠિત એવા ભગવાનના શાસનના પરમાર્થને પ્રાપ્ત કરવાની શક્તિ યોગ્ય શ્રોતામાં આધાન થાય છે; કેમ કે આગમવચનો નયવચનોથી ગંભીર છે અને નયોને યથાર્થ જોવાની દૃષ્ટિ જેઓને પ્રાપ્ત થઈ નથી તેઓ આગમ જાણે તોપણ તે તે નયોને ઉચિત રીતે યોજન કરી શકે નહીં અને પ્રસ્તુત ગ્રંથના અધ્યયનની અનુભવ અનુસાર નિયોને જોવાની દૃષ્ટિ પ્રગટ થશે, જેનાથી તે શ્રોતા નયોને જોનારી યથાર્થ દૃષ્ટિથી આગમના અર્થોને જાણવા સમર્થ થશે. તેથી સ્વતઃ પ્રતિષ્ઠિત એવા જૈનાગમના સારને પામીને તે શ્રોતા પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરશે. માટે પ્રકરણની રચના નિષ્ઠયોજન નથી, પરંતુ સ્વતઃ પ્રતિષ્ઠિત આગમના રહસ્યની પ્રાપ્તિ જે અતિદુષ્કર છે તે પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી સુકર બને છે. માટે ગ્રંથકારશ્રીનો શ્રમ સફળ છે. ગાથામાં ‘મમતારદિયો’ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે છે – મલની જેમ આરા=પ્રાજનક વિભાગ, છે જેને, તે મલાર=ગોગલી=ગળીયો બળદ, અને આગમમાં તેની જેમ=ગળીયા બળદની જેમ, કુંઠિત હૃદય છે જેને તે તેવો છે=આગમમલારહૃદયવાળો છે=મંદબુદ્ધિવાળો છે. આ પ્રકારે આગમમલારહૃદય શબ્દનો અર્થ ટીકામાં કરેલ છે. ત્યાં “મલના જેવા આરા” એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે લોખંડના કાટના જેવા આરા=પ્રાજનક વિભાગ છે જેને તે મલાર કહેવાય અર્થાત્ ગળીયા બળદને કાંટા લાગે ત્યારે માંડ માંડ ઊભો થાય તેમ જેઓને પ્રસ્તુત ગ્રંથથી કાંઈક કાંઈક સૂક્ષ્મ બોધ થાય છે ત્યારે તેઓ આગમના અર્થોને ગ્રહણ કરવા સમર્થ થાય છે. તેથી જેમ ગળિયો બળદ ચાલવામાં કુંઠિત હૃદયવાળો હોય છે તેમ જેઓની બુદ્ધિ આગમના પરમાર્થને ગ્રહણ કરવામાં કુંઠિત છે તે મંદબુદ્ધિવાળા છે. આમ છતાં ગ્રંથકારશ્રીએ રચેલ સમ્મતિતર્ક પ્રકરણને સમજવા માટે સમર્થ છે, તેથી આ ગ્રંથના અધ્યયનના બળથી તેઓમાં તે પ્રકારની મહાપ્રજ્ઞા પ્રગટશે, જેથી આગમના રહસ્યને પામશે. વળી, ‘મામમતાહિયો' એ રૂપ પુરુષનું વિશેષણ આપતાં ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે “સમયના પરમાર્થના વિસ્તારના વિહાટજનની પર્યાપાસનામાં સકર્ણ છે'. એ કહેવાથી એ પ્રાપ્ત થાય કે સમય એટલે આગમ, તેનો જે પરમાર્થ અકલ્પિત અર્થ= યથાર્થ તાત્પર્ય, તેનો જે વિસ્તારઃરચનાવિશેષ, તે રચનાવિશેષનો વિહાટ એટલે પ્રકાશક એવો જે પુરુષ તે ‘સમયપરમાર્થવિસ્તરવહાર' છે. આવા પુરુષ ચૌદપૂર્વી આદિ છે અને તેઓની પર્યાપાસનાથી જનિત, તેઓથી પ્રાપ્ત થતું વ્યાખ્યાન છે તે સાંભળવામાં સકર્ણ બને છે અર્થાત્ પ્રસ્તુત ગ્રંથ ભણીને મંદબુદ્ધિવાળો પણ પુરુષ તે તે પ્રકારની પટુ પ્રજ્ઞાવાળો થાય છે, જેથી આગમના અર્થને જાણવા તત્પર બને છે, તેથી ચૌદપૂર્વધર આદિ દ્વારા આગમનું જે વ્યાખ્યાન કરાય છે તેના અર્થના Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨-૩ અવધારણમાં સમર્થ મંદબુદ્ધિવાળો પુરુષ જે પ્રમાણે થાય છે તે અર્થને ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગ્રંથમાં પ્રતિપાદન કરશે. એથી ફલિત થાય કે જેઓની પાસે સમ્મતિતર્ક પ્રકરણના પરમાર્થને જાણવાની પ્રજ્ઞા છે તેઓ આ ગ્રંથ ભણીને તેવી વિશિષ્ટ પ્રજ્ઞા મેળવશે જેથી આગમના પરમાર્થના વિસ્તારને કરનારા ચૌદપૂર્વધરાદિના વચનના પરમાર્થને ગ્રહણ કરવા સમર્થ બનશે. ll૧/રા અવતારણિકા - अत्र च कुण्ठधियोऽप्यन्तेवासिनो योगिताप्रतिपादनार्थः प्रकरणारम्भः प्रतिपादितः, सा च विशिष्टसामान्यविशेषात्मकतदुपायभूतार्थप्रतिपादनमन्तरेणातः प्रकरणान सम्पद्यते -इति प्रकरणाभिधेयं योगितोपायभूतमर्थम् इत्यनया गाथया निर्दिशति - અવતરણિતાર્થ - અને અહીં શાસ્ત્રના અધ્યયનમાં, કુંઠિત બુદ્ધિવાળા પણ શિષ્યોની યોગિતાના પ્રતિપાદન અર્થવાળો શાસ્ત્ર સાથે સંબંધીપણાના પ્રતિપાદનના અર્થવાળો, પ્રકરણનો આરંભ પ્રતિપાદન કરાયો અને તે=મંદબુદ્ધિવાળા જીવોની શાસ્ત્ર સાથે સંબંધ થવારૂપ યોગિતા, સામાન્ય વિશેષાત્મક તેના ઉપાયભૂત એવા વિશિષ્ટ અર્થના પ્રતિપાદન વગર આ પ્રકરણથી સમ્મતિતર્ક પ્રકરણથી પ્રાપ્ત થતી નથી. એથી પ્રકરણના અભિધેય એવા યોગિતાના ઉપાયભૂત અર્થને કુંઠિત બુદ્ધિવાળા શિષ્યોને આગમતી સાથે સંબંધી થવાના ઉપાયભૂત એવા અર્થને, “તિર્થીવર' એ પ્રકારની આ ગાથા દ્વારા બતાવે છે - ભાવાર્થ : આગમમાં પ્રવેશ કરવા માટે કુંઠિત બુદ્ધિવાળા અને આત્મકલ્યાણના અર્થી એવા યોગ્ય જીવોમાં આગમ સાથે સંબંધી થવાની શક્તિ પ્રગટ થાય તે પ્રકારના પ્રતિપાદનના પ્રયોજનવાળો સમ્મતિતર્ક પ્રકરણનો આરંભ છે એમ પૂર્વમાં કહેવાયું; કેમ કે જે યોગ્ય જીવો આગમને ભણવા પ્રયત્ન કરે છતાં આગમના રહસ્યને પ્રાપ્ત કરી શકે તેવા નથી તેવા પણ જીવો આ સમ્મતિ પ્રકરણનું અધ્યયન કરશે તો તે અધ્યયનના બલથી થયેલા ક્ષયોપશમને કારણે તેઓ આગમના વચનો દ્વારા પરમાર્થને પ્રાપ્ત કરી શકશે તે પ્રમાણે ગાથા-૨માં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટતા કરી. તેવી આગમ સાથે સંબંધી થવાની જે શિષ્યમાં શક્તિ છે તે આ સમ્મતિતર્ક પ્રકરણથી ત્યારે જ થઈ શકે કે આગમની સાથે સંબંધી થવાના ઉપાયભૂત સામાન્ય-વિશેષાત્મક એવા વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન સમ્મતિતર્ક પ્રકરણમાં કરવામાં આવે. તેથી સામાન્યવિશેષાત્મક એવું પ્રકરણનું અભિધેય આગમમાં પ્રવેશના ઉપાયભૂત અર્થ છે અને તે ઉપાયભૂત અર્થ ગ્રંથકારશ્રી પ્રસ્તુત ‘તિસ્થયર' ગાથાથી બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩ गाथा: तित्थयरवयणसंगहविसेसपत्थारमूलवागरणी । दवढिओ य पज्जवणयो य सेसा वियप्पा सिं ।।१/३।। छाया: तीर्थंकरवचनसंग्रहविशेषप्रस्तारमूलव्याकरणी । द्रव्यार्थिकश्च पर्यायनयश्च शेषा विकल्पा एतयोः ॥१/३।। मन्वयार्थ : तित्थयरवयणसंगहविसेसपत्थारमूलवागरणी-तीर्थ२ क्यन संग्रहनी सन विशेषनो प्रस्तार=संनय અને વ્યવહારનય આત્મક સામાન્યનો પ્રસ્તાર અને ઋજુસૂત્રનય, શબ્દનય આદિ ચાર તયો આત્મક विशेषनो प्रस्तार, तना मूल व्या२शी भूल व्याsता-साधता अथवा साध शाता, दव्वदिओ य पज्जवणयो य-द्रव्यार्थिनिय सने पर्यायाथिय छे. सिं-सोना-द्रव्यार्थि भने पर्यायार्थिनयना, सेसा वियप्पा-शेष विseो छ. ॥१/3।। गाथार्थ : તીર્થંકરનું વચન સંગ્રહનો અને વિશેષનો પ્રસાર-સંગ્રહનય અને વ્યવહારનય આત્મક સામાન્યનો પ્રસ્તાર, અને હજુસૂઝનય, શબ્દનય આદિ ચાર નયો આત્મક વિશેષનો પ્રસ્તાર તેની મૂલ વ્યાકરણી=મૂલ વ્યાકર્તા=આધ વક્તા અથવા આધ જ્ઞાતા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિનય छ. तमोना=द्रव्यार्थिऽ मने पर्यायार्थिऽनयना शेष विseयो छ. ।।१/3।। टी : अस्याश्च समुदायार्थः पातनिकयैव प्रतिपादितः, अवयवार्थस्तु-तरन्ति संसारार्णवं येन तत् तीर्थम् द्वादशांगम् तदाधारो वा संघः, तत् कुर्वन्ति उत्पद्यमानमुत्पादयन्ति तत्स्वाभाव्यात् तीर्थकरनामकर्मोदयाद् वेति ‘हेत्वाद्यर्थे टच्' [] । तीर्थकराणां वचनम् आचारादि, अर्थतस्तस्य तदुपदिष्टत्वात्, तस्य संग्रहविशेषौ द्रव्यपर्यायौ सामान्यविशेषशब्दवाच्यावभिधेयौ, तयोः प्रस्तारः= प्रस्तीर्यते येन नयराशिना संग्रहादिकेन स प्रस्तारः, तस्य-संग्रहव्यवहारप्रस्तारस्य मूलव्याकरणी आद्यवक्ता ज्ञाता वा द्रव्यास्तिकः द्रुतिर्भवनं द्रव्यम् सत्तेति यावत्, तत्र 'अस्ति' इति मतिरस्य द्रव्यास्तिकः 'सह सुपा' [पाणिनि० २-१-४] इत्यत्र 'सुपा सह' इति योगविभागात् मयूरव्यंसकादित्वाद् वा द्रव्य-आस्तिकशब्दयोः समासः, द्रव्यमेव वाऽर्थोऽस्येति द्रव्यार्थिकः द्रव्ये वा स्थितो द्रव्यस्थितः परि-समन्तात् अवनम् अवः पर्यवो विशेषः तज्ज्ञाता वक्ता वा, नयनं नयः नीतिः Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩ पर्यवनयः, अत्र छन्दोभंगभयात् 'पर्यायास्तिकः' इति वक्तव्ये ‘पर्यवनयः' इत्युक्तम् तेनात्रापि 'पर्याय एव अस्ति' इति मतिरस्य' इति द्रव्यास्तिकवत् व्युत्पत्तिर्द्रष्टव्या, स च विशेषप्रस्तारस्य ऋजुसूत्रशब्दादेः आद्यो वक्ता, ननु च 'मूलव्याकरणी' इत्यस्य द्रव्यास्तिकपर्यायनयावभिधेयाविति द्वित्वाद् द्विवचनेन भाव्यम् न, प्रत्येकं वाक्यपरिसमाप्तेः, अत एव चकारद्वयं सूत्रे निर्दिष्टम्, शेषास्तु नैगमादयो विकल्पा भेदाः अनयोर्द्रव्यार्थिकपर्यायार्थिकयोः, 'सिं' इति प्राकृतशैल्या 'बहुवयणेण दुवयणं' इति द्विवचनस्थाने बहुवचनम् ।।१/३।। ટીકાર્ય : અાશ્વ ..... દુવનમ્ | આ ગાથાનો સમુદાયાર્થ પાતળિકા વડે પ્રતિપાદન કરાયો=અવતરણિકા વડે પ્રતિપાદન કરાયો. વળી અવયવાર્થ બતાવે છે – જેના વડે જીવો સંસારરૂપી સમુદ્ર તરે છે તે તીર્થ દ્વાદશાંગ અથવા તેનો આધાર સંઘ, તેને કરે છેeતસ્વભાવપણાથી અથવા તીર્થંકરનામકર્મના ઉદયથી ઉત્પદ્યમાન એવા તીર્થને ઉત્પાદન કરે છે તે તીર્થકરો. તે તીર્થકરોનું વચન આચારાદિ છે; કેમ કે તેનું આચારાદિનું, અર્થથી તીર્થકર વડે ઉપદિષ્ટપણું છે. તેનો સંગ્રહ અને વિશેષકદ્રવ્ય અને પર્યાયસામાન્ય-વિશેષ શબ્દ વાચ્ય એવા અભિધેયરૂપ દ્રવ્ય અને પર્યાય છે તે બેનોનસંગ્રહ અને વિશેષતો, પ્રસ્તાર=જે સંગ્રહાદિ તયરાશિ દ્વારા વિસ્તાર કરાય તે પ્રસ્તાર, તેના=સંગ્રહ-વિશેષરૂપે પ્રસ્તારના, મૂળ વ્યાકરણી=આધ વક્તા કે આધ જ્ઞાતા દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકાય છે. દ્રવ્યાસ્તિક શબ્દની વ્યુત્પત્તિ કરે છે – દ્રતિભવન એ દ્રવ્ય છે=સતા એ દ્રવ્ય છે તેમાં સત્તારૂપ દ્રવ્યમાં, ‘અતિ એ પ્રમાણેની મતિ છે આને તે દ્રવ્યાસ્તિકાય છે અથવા ‘દ્રવ્ય જ અર્થ છે અને તે દ્રવ્યાસ્તિકતય અથવા ‘દ્રવ્યમાં સ્થિત તે' દ્રવ્યસ્થિતનય છે. પર્યાયાકિનયની વ્યુત્પત્તિ બતાવે છે – પરિ=ચારેબાજુથી, અવન તે અવ=પર્યવ=વિશેષ, અથવા પર્યવનો જ્ઞાતા કે વક્તા તે પર્યવ, નયન=નય=નીતિ તે પર્યવનય. પર્યાય જ અતિ છે એ પ્રકારની મતિ છે અને તે પર્યાયાસ્તિકાય અને તે પર્યાયાસ્તિકાય, ઋજુસૂત્રમય, શબ્દનય આદિરૂપ વિશેષ પ્રસ્તારનો આદ્ય વક્તા છે. તતુથી શંકા કરે છે – ગાથામાં મૂળ વ્યાકરણી શબ્દ છે એના દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિક અભિધેય છે એથી દ્વિપણું હોવાથી દ્વિવચનથી થવું જોઈએ=મૂળ વ્યાકરણી એ શબ્દ દ્વિવચનમાં થવો જોઈએ, એકવચનમાં નહીં એ શંકાનું સમાધાન આપતાં કહે છે એમ ન કહેવું; કેમ કે પ્રત્યેકમાં વાક્યની પરિસમાપ્તિ છે=મૂળવ્યાકરણી દ્રવ્યાસ્તિકાય છે અને મૂળવ્યાકરણી પર્યાયાસ્તિકાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩-૪ એમ પ્રત્યેકમાં વાક્યની પરિસમાપ્તિ છે. આથી જ સૂત્રમાં બે ‘'કાર નિર્દિષ્ટ છે અર્થાત્ દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિક બે પાસે ચકાર નિર્દિષ્ટ છે. વળી શેષ=ૌગમાદિ સિં=આ બેના દ્રવ્યાર્થિકાય અને પર્યાયાર્દિકતયતા, વિકલ્પો=ભેદો છે. સિ' એ પ્રાકૃત શૈલી પ્રમાણે દ્વિવચનના સ્થાનમાં બહુવચનરૂપ છે. II૧/૩. ભાવાર્થ - તીર્થકરનું વચન સંગ્રહ અને વિશેષ પર છે સામાન્ય અને વિશેષને કહેનાર છે અને તેનો પ્રસ્તાર એટલે વિસ્તાર છ નો છે સંગ્રહનો વિસ્તાર સંગ્રહનય અને વ્યવહારનય છે અને વિશેષનો વિસ્તાર ઋજુસૂત્રના, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય એમ ચાર નન્યો છે. આ છયે નયોના મૂળ વાર્તા આઘવક્તા દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે અને શેષ=નંગમાદિ સાતેય નયો આના જ વિકલ્પો છેકદ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયના જ ભેદો છે. I૧/૩ અવતરણિકા : 'दव्वढिओ य पज्जवणओ य' इत्यादिपश्चाद्धैकदेशस्य विवरणाय आह सूरिः - અવતરણિકાર્ય : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ઈત્યાદિરૂપ પથ્થાર્ધ ગાથા-૩નો પશ્ચાઈ, તેના એક દેશનું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના એક દેશરૂપ દ્રવ્યાર્થિકનું, વિવરણ કરવા માટે સૂરિ=ગ્રંથકારશ્રી, કહે છે – ગાથા : दवट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ । पडिरूवं पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ।।१/४।। છાયા : द्रव्यास्तिकनयप्रकृतिः शुद्धा संग्रहप्ररूपणाविषयः । प्रतिरूपं पुनः वचनार्थनिश्चयो तस्य व्यवहारः ।।१/४।। અન્વયાર્થી : સુદ્ધ áવિનયપદી શુદ્ધ એવી દ્રવ્યાર્થિકનયની પ્રકૃતિ, સંપરૂવUવિસગો-સંગ્રહની પ્રરૂપણાનો વિષય છે. પુ પરિરૂવં વયન્જિનિચ્છો વળી પ્રતિરૂપ વચનાર્થનો નિશ્ચય-પ્રતિબિંબરૂપ વચતાર્થતો નિશ્ચય શુદ્ધ સત્તાને જોનાર દ્રવ્યાતિકનયમાં ઘટાદિ આકારરૂપ પ્રતિબિંબ સ્વરૂપ વચતાર્થનો નિશ્ચય, તરસ વવહારો તેનો વ્યવહાર છે દ્રવ્યાસ્તિકાયનો લોકપ્રસિદ્ધ વ્યવહાર પ્રવર્તનપર એવો નય છે. II૧/૪ો. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ सम्मतितई २ भाग-१ / प्रथम sis | गाथा-४ 'पडिरूवं'नो जी रीत अर्थ ४२ छ - पडिरूवं='रूपं रूपं प्रति प्रतिरूपं' छ भने तने स्पष्ट ४२di swi रेल छ । यस्तु परतुने माश्रयाने वयणत्थनिच्छओ क्यनार्थना श्यय ते तस्स-तनी-द्रव्यास्तियनो, ववहारो व्यवहार छे=cोप्रसिद्ध व्यवहार प्रवर्तन५२ वो नय छे. ॥१/४।। गाथार्थ : શુદ્ધ એવી દ્રવ્યાર્થિકનયની પ્રકૃતિ સંગ્રહની પ્રરૂપણાનો વિષય છે વળી પ્રતિરૂપ વચનાર્થનો નિશ્ચય પ્રતિબિંબરૂપ વચનાર્થનો નિશ્ચય શુદ્ધ સત્તાને જોનાર દ્રવ્યાસિકનયમાં ઘટાદિ આકારરૂપ પ્રતિબિંબ સ્વરૂપ વચનાર્થનો નિશ્ચય તેનો વ્યવહાર છે દ્રવ્યાસિકનયનો લોકપ્રસિદ્ધ વ્યવહાર प्रवर्तनपर मेवो नय छ. ||१/४|| 'पडिरूवं'नी जी रीते. अर्थ ४२ छ - पडिरूवं='रूपं रूपं प्रति प्रतिरूपं' छ भने तने स्पष्ट रdi Easthi sहेत परतु वस्तुने આશ્રયીને જે વચનાર્થનો નિશ્ચય તે તેનો દ્રવ્યાસિકનયનો, વ્યવહાર છેઃલોકપ્રસિદ્ધ વ્યવહાર प्रवर्तनपर मेवो नय छे. ॥१/४॥ टी :__ अवयवार्थस्तु-द्रव्यास्तिकनयस्य व्यावर्णितस्वरूपस्य प्रकृतिः स्वभावः, शुद्धा इत्यसंकीर्णा विशेषाउसंस्पर्शवती संग्रहस्य-अभेदग्राहिनयस्य, प्ररूपणा-प्ररूप्यतेऽनयेति कृत्वा उपवर्णना-पदसंहतिः तस्या विषयोऽभिधेयः ।। ... तामेवाशुद्धां 'पडिरूवं पुण' इत्यादिगाथापश्चार्द्धन दर्शयत्याचार्यः, प्रतिरूपं प्रतिबिम्बं प्रतिनिधिरिति यावत् । विशेषेण घटादिना द्रव्येण संकीर्णा सत्ता, पुनरिति प्रकृतिं स्मारयति तेनायमर्थः, विशेषेण संकीर्णा सत्ता प्रकृतिः स्वभावः वचनार्थनिश्चयः इति हेयोपादेयोपेक्षणीयवस्तुविषयनिवृत्तिप्रवृत्त्युपेक्षालक्षणव्यवहारसम्पादनार्थमुच्यत इति वचनम्, तस्य 'घटः' इति विभक्तरूपतया 'अस्ति' इत्यविभक्तात्मतया प्रतीयमानो व्यवहारक्षमः अर्थस्तस्य निश्चयः निर्गतः पृथग्भूतः चयः परिच्छेदः; तस्य इति द्रव्यास्तिकस्य व्यवहारः इति लोकप्रसिद्धव्यवहारप्रवर्त्तनपरः नयः । सोऽभिमन्यते यदि हि हेयोपादेयोपेक्षणीयस्वरूपाः परस्परतो विभिन्नस्वभावाः सद्रूपतया शब्दप्रभवे संवेदने भावाः प्रतिभान्ति ततो निवृत्तिप्रवृत्त्युपेक्षालक्षणो व्यवहारस्तद्विषयप्रवृत्तिमासादयति नान्यथा, न चैकान्ततः सन्मात्राऽविशिष्टेषु भावेषु संग्रहाभिमतेषु पृथक् स्वरूपतया परिच्छेदोऽबाधितरूपो व्यवहारनिबन्धनं सम्भवतीति । तथाहि-यद्यद्याकारनिरपेक्षतया स्वग्राहिणि ज्ञाने प्रतिभासमाधत्ते तत् तथैव 'सत्' इति व्यवहर्त्तव्यम् यथा प्रतिनियतसत्तादिरूपम्, घटाद्याकारनिरपेक्षं च पटादिकं Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪ स्वावभासिनि ज्ञाने स्वरूपं संनिवेशयतीति स्वभावहेतुः घटादिनिरपेक्षत्वं च पटादेः घटाद्यभावेपि भावात् अवभासनाच्च सिद्धम् । __ यद्वा प्रतिशब्दो वीप्सायाम् रूपशब्दश्च वस्तुन्यत्र प्रवर्त्तते, तेनायमर्थः - रूपं रूपं प्रति वस्तु वस्तु प्रति यो वचनार्थनिश्चयः तस्य प्रकृति(ः) स्वभावः स व्यवहार इति । तथाहि -प्रतिरूपमेव वचनार्थनिश्चयो व्यवहारहेतुः न पुनरस्तित्वमात्रनिश्चयः । यतः ‘अस्ति' इत्युक्तेऽपि श्रोता शंकामुपगच्छन् ન, અતઃ “મિતિ' રૂાશયા દ્રવ્ય' રૂત્યુચ્યતે, તપિ ‘વિ–પૃથિવી, સાપ - वृक्षः, सोपि कः चूतः, तत्राप्यर्थित्वे यावत् पुष्पितः-फलितः इत्यादि तावनिश्चिनोति यावद् व्यवहारसिद्धिरिति व्यवहारो हि नानारूपतया सत्तां व्यवस्थापयति, तथैव संव्यवहारसंभवात् अतो व्यवहरतीति व्यवहार इत्यन्वर्थसंज्ञां बिभ्रत् अशुद्धा द्रव्यास्तिकप्रकृतिर्भवति ।।१/४।। ટીકાર્ય : વયવીર્થસ્તુ ...... પ્રકૃતિર્મવતિ | વળી અવયવાર્થ – વ્યાવણિત સ્વરૂપવાળા દ્રવ્યાસ્તિકનયની= પૂર્વગાથાની ટીકામાં વર્ણન કરાયેલા દ્રવ્યાસ્તિકાયની, પ્રકૃતિ-સ્વભાવ, શુદ્ધ અસંકીર્ણ=વિશેષને અસંસ્પર્શવાળી સંગ્રહની અર્થાત્ અભેદગ્રાહીનયતી, પ્રરૂપણા-આના દ્વારા પ્રરૂપણા કરાય છે એથી કરીને પ્રરૂપણા ઉપવર્ણનાપદસંહતિ, તેનો વિષય છે-સંગ્રહનયની પ્રરૂપણાનો અભિધેય છે. ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ બતાવે છે. તે આ પ્રમાણે અશુદ્ધ એવા તેને જકદ્રવ્યાસ્તિકાયની પ્રકૃતિ શુદ્ધસંગ્રહાયની પ્રરૂપણાનો વિષય છે એમ ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું તે દ્રવ્યાસ્તિકાયની અશુદ્ધ પ્રકૃતિને જ, ગાથાના ‘પડવં પુન' ઈત્યાદિ પચ્ચાઈથી આચાર્ય બતાવે છે – પ્રતિરૂપ=પ્રતિબિંબ–પ્રતિનિધિ. પ્રતિબિંબ શબ્દથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – વિશેષરૂપ ઘટાદિ દ્રવ્યથી સંકીર્ણસત્તા એ પ્રતિરૂપનો અર્થ છે. ગાથામાં પણ શબ્દ પ્રકૃતિનું સ્મરણ કરાવે છે. તેથી આ અર્થ થાય પુનઃ શબ્દથી સંગ્રહાયની પ્રકૃતિનું સ્મરણ થયું અને તેમાં પ્રતિબિંબરૂપે રહેલ ઘટાદિ વિશેષ તેનાથી સંકીર્ણ એવી સત્તા એ અર્થ થાય. અર્થાત્ વિશેષથી ધટાદિ દ્રવ્યરૂપ વિશેષથી, સંકીર્ણ સતારૂપ પ્રકૃતિ=સ્વભાવ, એ અર્થ થાય. ત્યારપછી એ વચનાર્થનિશ્ચય તેનો વ્યવહાર છે એમ આગળમાં અવય છે. વચનાર્થનિશ્ચયનો અર્થ સ્પષ્ટ કરે છે – હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વસ્તુના વિષયવાળો નિવૃત્તિ પ્રવૃત્તિ અને ઉપેક્ષારૂપ વ્યવહારના સંપાદન માટે જે કહેવાય એ વચન છે. તેનો ઘટ છે' એ પ્રકારના વચનનો, ‘ઘટ' એ પ્રમાણે વિભક્તરૂપપણાથી અને ‘અસ્તિ' એ પ્રકારના અવિભક્તરૂપપણાથી પ્રતીયમાન એવો વ્યવહાર Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪ ૧૯ કરવામાં સમર્થ અર્થ, તેનો નિશ્ચય-તિર્ગત અર્થાત્ પૃથભૂત ચય એ રૂપ નિશ્ચય અર્થાત્ પરિચ્છેદ, તેનો વ્યવહાર છે=દ્રવ્યાસ્તિકાયનો વ્યવહાર છે એથી લોક પ્રસિદ્ધ વ્યવહાર પ્રવર્તનપર એવો નય છે. ત=લોકપ્રસિદ્ધ વ્યવહાર પ્રવર્તનપર નય, માને છે કે જો હય, ઉપાદેય અને ઉપેક્ષણીય સ્વરૂપવાળા પરસ્પરથી વિભિન્ન સ્વભાવવાળા સદ્દરૂ૫પણાથી શબ્દપ્રભવ સંવેદનમાં ભાવો પ્રતિભાસ થાય છે તેનાથી નિવૃત્તિ, પ્રવૃત્તિ, ઉપેક્ષા લક્ષણ વ્યવહાર અને તદ્વિષયક=નિવૃત્તિ, પ્રવૃત્તિ અને ઉપેક્ષા વિષયક, પ્રવૃત્તિને પામે છે અન્યથા નહીં=માત્ર સરપપણાથી ભાવોને જોવાથી તહીં. અને એકાંતથી સંગ્રહ અભિમત સત્માત્ર અવિશિષ્ટભાવોમાં પૃથફ સ્વરૂપપણાથી અબાધિતરૂપવાળો પરિચ્છેદ વ્યવહારનું કારણ સંભવતો નથી. તે આ પ્રમાણે – જેના જેવા આકાર નિરપેક્ષપણાથીeઘટાદિ આકારના નિરપેક્ષપણાથી, સ્વગ્રાહિણી જ્ઞાનમાં (જે પટાદિ) પ્રતિભાસને, ધારણ કરે છે તે (તે પટાદિ) તે પ્રમાણે સત્ એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ=પટાધિરૂપે સત્ છે એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. જે રીતે પ્રતિનિયત સત્તાદિરૂપ છે એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ=પટાદિમાં વર્તતી જે પ્રકારની પ્રતિનિયત સત્તાદિ છે તે રૂપ આ પટાદિ છે એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ, એમ અવય છે. અને સ્વઅવભાસી જ્ઞાનમાં ઘટાદિ આકાર નિરપેક્ષ પટાદિ સ્વરૂપનો પટાદિવસ્તુના સ્વરૂપનો, સંનિવેશ થાય છે=સંવેદત કરાવે છે, એ પ્રકારનો સ્વભાવ હેતુ છે-એ પ્રકારના પટાદિનો સ્વભાવ એ પ્રકારના વ્યવહાર કરવામાં હેતુ છે, અને પટાદિનું ઘટાદિ નિરપેક્ષપણું ઘટાદિના અભાવમાં પણ ભાવ હોવાના કારણે અને અવભાસન હોવાના કારણે=પટાદિરૂપે અવભાસન હોવાના કારણે, સિદ્ધ છે. અથવા ગાથાના ઉત્તરાર્ધનો અર્થ અન્ય રીતે કરે છે – ડિરૂવંમાં રહેલો પ્રતિ શબ્દ વીસામાં છે=બે વખતના પ્રયોગમાં છે. અને અહીં ‘રૂપ' શબ્દ વસ્તુમાં પ્રવર્તે છે. તેથી આ અર્થ પ્રાપ્ત થાય – રૂ૫ રૂપને આશ્રયીનેવસ્તુ વસ્તુને આશ્રયીને, જે વચનાર્થનો નિશ્ચય તેની પ્રકૃતિ દ્રવ્યાસ્તિકતાની પ્રકૃતિ સ્વભાવ વચનાર્થનિશ્ચયરૂપ સ્વભાવ, તે વ્યવહાર છે. તે આ પ્રમાણે – પ્રતિરૂપ જ વચનાર્થનો નિશ્ચય વ્યવહારનો હેતુ છે અર્થાત્ આ ઘટ છે' “આ પટ છે' ઇત્યાદિ પ્રતિરૂપ જ વચનાર્થનો નિશ્ચય વ્યવહારનો હેતુ છે, પરંતુ ઘટ-પટાદિમાં અસ્તિત્વમાત્રનો નિશ્ચય વ્યવહારનો હેતુ નથી. જે કારણથી “અસ્તિક છે' એ પ્રમાણે કહેવા છતાં પણ શ્રોતા શંકાને પામતો જણાય છે. આથી “શું છે ?' એ પ્રકારની શંકામાં ‘દ્રવ્ય છે' એ પ્રમાણે કહેવાય છે. તે દ્રવ્ય પણ કર્યું છે એ પ્રમાણે શંકામાં પૃથ્વી કહેવાય છે તે પણ પૃથ્વી પણ, કઈ છે?' એ પ્રકારની શંકામાં વૃક્ષ કહેવાય છે' તે પણ વૃક્ષ કયા છે ?' એ પ્રકારની શંકામાં “ચૂત= આંબો, કહેવાય છે ત્યાં પણ અર્થીપણામાં=આંબાના અર્થીપણામાં, યાવદ્ પુષ્પિત છે' “ફલિત છે' ઈત્યાદિ ત્યાં સુધી નિશ્ચય કરાય છે, જ્યાં સુધી વ્યવહારની સિદ્ધિ છે. જે કારણથી વ્યવહાર નાનારૂપપણાથી સત્તાને વ્યવસ્થાપન કરે છે; કેમ કે તે પ્રકારે જ સંવ્યવહારનો સંભવ છે. આથી Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪, ૫ વ્યવહાર કરે છે તે વ્યવહાર એ પ્રકારની અવર્થસંજ્ઞાને ધારણ કરતા અશુદ્ધ દ્રવ્યાસ્તિકની પ્રકૃતિ થાય છે અર્થાત્ તે તે પ્રકારના પર્યાયથી કાંઈક આંક્રાંત એવા દ્રવ્યતા સ્વીકારરૂપ અશુદ્ધ દ્રવ્યાસ્તિકની પ્રકૃતિ થાય છે. I૧/૪ ભાવાર્થ : દ્રવ્યાર્થિકનયના બે ભેદો છે – એક સંગ્રહનય અને બીજો વ્યવહારનય. નય એ જ્ઞાનદૃષ્ટિ છે અને શુદ્ધ દ્રવ્યાર્થિકનયની જ્ઞાનદૃષ્ટિથી દેખાતો વિષય તે સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય છે. જેમાં વિશેષના સ્પર્શ વગરની શુદ્ધસત્તા અભિધેય બને છે અને વ્યવહારનય લોક પ્રસિદ્ધ વ્યવહારમાં પ્રવર્તનપર છે, તેથી કોઈ વિશેષનો સ્પર્શ કર્યા વગર સામાન્યથી દ્રવ્યને ગ્રહણ કરવામાં આવે તો વ્યવહાર પ્રવર્તી શકે નહીં તેથી વ્યવહાર પ્રવર્તન માટે અસંકીર્ણ એવી શુદ્ધ સત્તા જ વિશેષ એવા ઘટાદિ દ્રવ્યથી સંકીર્ણ કરીને પ્રવર્તે છે, તેથી “આ ઘટદ્રવ્ય છે” “આ પટદ્રવ્ય છે' ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તે છે. ગાથામાં “વચનાર્થનિશ્ચય' શબ્દ છે તેનો અર્થ ટીકામાં કરતાં કહે છે – હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વસ્તુના વિષયમાં નિવૃત્તિ, પ્રવૃત્તિ અને ઉપેક્ષારૂપ વ્યવહાર સંપાદન માટે જે બોલાય તે વચન કહેવાય. તે વચનનો અર્થ વિષય, “ઘટ છે “પટ છે' ઇત્યાદિ છે તેમાં ઘટ વિભક્તરૂપે પ્રતીયમાન વ્યવહારક્ષમ અર્થ છે અને “અસ્તિ' એ અવિભક્તરૂપે પ્રતીયમાન વ્યવહારક્ષમ અર્થ છે અને તેનો નિશ્ચયઃવચનાર્થનો નિશ્ચય, એ દ્રવ્યાર્થિકનયનો વ્યવહાર છે, એ પ્રકારે ગાથામાં અન્વયે છે. II૧/૪ અવતરણિકા : विशेषप्रस्तारस्य पर्यायनयो मूलव्याकरणी, शब्दादयश्च शेषाः पर्यायनयभेदा इति प्रागुक्तम् तत्समर्थनार्थम्અવતરણિકાર્ય : વિશેષ પ્રસ્તારનો પર્યાયનય મૂળવ્યાકરણી છે ગાથા-૩માં બતાવ્યું એ પ્રમાણે વિશેષના પ્રસ્તારનું મૂલ કારણ પર્યાયનય છે. અને શબ્દાદિ શેષ પર્યાયનયના ભેદો છે એ પ્રમાણે પૂર્વમાં કહેવાયું ગાથા-૩માં કહેવાયું. તેના સમર્થન માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૩માં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે મૂળ નયો બતાવ્યા. તેમાં સંગ્રહનો પ્રસ્તાર ગાથા-૪માં બતાવ્યો. તેથી સંગ્રહના પ્રસ્તારનો મૂળ વ્યાકરણી દ્રવ્યાર્થિકનય છે એમ પ્રાપ્ત થાય. વળી, વિશેષ પ્રસ્તારનો=વિશેષના ભેદોનો, મૂળ વ્યાકરણી=મૂળ ઉત્પાદક, પર્યાયનય છે. જે ઋજુસૂત્રનયથી પ્રારંભ થાય છે અને શબ્દ આદિ શેષ નયો પર્યાયાર્થિકનયના ભેદો છે એ પ્રમાણે ગાથા-૩માં બતાવ્યું. હવે તેનું સમર્થન કરવા અર્થે બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫ गाथा: मूलणिमेणं पज्जवणयस्स उज्जुसुयवयणविच्छेदो । तस्स उ सद्दाईआ साहपसाहा सुहुमभेया ।।१/५।। छाया: मूलनिमेणं पर्यायनयस्य ऋजुसूत्रवचनविच्छेदः । तस्य तु शब्दादिकाः शाखाप्रशाखाः सूक्ष्मभेदाः ।।१/५।। मन्वयार्थ : पज्जवणयस्स-पाdिsaual, मूलणिमेणं-भूततिप्रथम माधार, उज्जुसुयवयणविच्छेदो= *सूत्रनयना क्यननो विछे छे सूत्रनयना ५६वाध्य३५ वयनी सीमा छ. तस्स उपजी dal=*सूत्रनयना, सद्दाईआ=ALE साहपसाहा-शामा-प्रशाणा सुहुमभेया सूक्ष्म छ. ||१/५॥ गाथार्थ: પર્યાયાસ્તિકનયનો મૂલનિમેણ=પ્રથમ આધાર, ઋજુસૂઝનયના વચનનો વિચ્છેદ છે=જૂસૂત્રનયના પદવાક્યરૂ૫ વચનની સીમા છે. વળી તેના ઋજુસૂત્રનયના, શબ્દાદિ શાખા પ્રશાખા सूक्ष्म छे. ॥१/ull टीs: अस्य तात्पर्यार्थः-पर्यायनयस्य प्रकृतिराद्या ऋजुसूत्रः स त्वशुद्धा, शब्दः शुद्धा, शुद्धतरा समभिरूढः, अत्यन्ततः शुद्धा त्वेवंभूत इति । अवयवार्थस्तु-मूलमादिः ने(णि)मेणं=आधारः पर्यायो विशेषः तस्य नय उपपत्तिबलात् परिच्छेदः तस्य, ऋजु-वर्तमानसमयं वस्तु, स्वरूपावस्थितत्वात् तदेवसूत्रयति-परिच्छिनत्ति नातीताऽनागतम्, तस्याऽसत्त्वेन कुटिलत्वात् तस्य वचनम्=पदं वाक्यं वा, तस्य विच्छेदोऽन्तः सीमेति यावत् । 'ऋजुसूत्रवचनस्य' इति कर्मणि षष्ठी, तेन 'ऋजुसूत्रस्य एवमयमर्थो नान्यथा' इति प्ररूपयतो वचनं विच्छिद्यमानं यत् तत् मूलनिमेनम् अत्र गृह्यते । ननु कथं वचनविच्छेदः शब्दरूपः परिच्छेदस्वभावस्य नयस्याधारः? नैष दोषः, विषयेण विषयी(यि)कथनरूपत्वादस्य न च वचनार्थोऽस्य विषयः न शब्द इति वक्तव्यम्, वचनार्थयोरभेदात् वचनमपि यतो विषयः, अथ विषय एव किं नोक्त इति न प्रेरणीयम्, शब्दनयानां यत् शब्दहतस्यैव प्रमाणत्वमिति ज्ञापनार्थत्वादेवमभिधानम्, तस्य च पूर्वापरपर्यायेवि(यैर्वि)विक्ते एकपर्याय एव प्ररूपयतो वचनं विच्छिद्यते एकपर्यायस्य परपर्यायासंस्पर्शात् । उक्तं च तन्मतमर्थं प्ररूपयद्भिः Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ 'पलालं न दहत्यग्निर्दह्यते न गिरिः क्वचित् । संयतः प्रव्रजति भव्यजीवो न सिद्ध्यति ।। ' पलालपर्यायस्य अग्निसद्भावपर्यायादत्यन्तभिन्नत्वात् यः यः पलालो नासौ दह्यते यश्च भस्मभावमनुभवति नासौ पलालपर्याय इति । तदेवं प्रत्यक्षतः अनुमानतश्च क्षणिकत्वव्यवस्थितेः स्थितमेव तद्, मूलाधारः पर्यायनयस्य ऋजुसूत्रवचनविच्छेद इति । तस्य ऋजुसूत्रतरोः 'तुः' अवधारणार्थः तेन तस्यैव न द्रव्यास्तिकस्य शब्दादयः शब्दादर्थं गमयन्तः शब्दनयत्वेन प्रतीताः शब्दसमभिरूढैवंभूतास्त्रयो नयाः शाखाप्रशाखा इव स्थूलसूक्ष्मतर (स्थूलसूक्ष्मसूक्ष्मतर ) दर्शित्वात् सूक्ष्मो भेदो= विशेषो, येषां ते तथा । यथा हि तरोः स्थूलाः शाखाः, सूक्ष्मास्तत्प्रशाखाः, प्रतिशाखा अतिसूक्ष्मतराः एवम् ऋजुसूत्रतरोः स्थूल सूक्ष्मसूक्ष्मतराः शाखाः प्रशाखाः प्रतिशाखारूपा अशुद्ध-शुद्धतर- (अशुद्ध-शुद्ध-शुद्धतर) पर्यायास्तिकरूपाः शब्दसमभिरूढैवंभूतास्त्रयो नयाः द्रष्टव्याः । तथाहि - ऋजुसूत्राभ्युपगतं क्षणमात्रवृत्ति वस्तु दिंगा (लिङ्गा) दिभेदाद् भित्रं शब्दो वृक्षाच्छाखामिव सूक्ष्ममभिमन्यते, एकसंज्ञं समभिरूढः शब्दाभिमतं वस्तु संज्ञाभेदादपि भिद्यमानं शाखातः प्रशाखामिव सूक्ष्मतरमध्यवस्यति, तदेव समभिरूढाभिमतं वस्तु शब्दप्रतिपाद्यक्रियासमावेशसमय एव स्थिति (?) भूत, एवंभूतः क्रियाभेदाद् भिन्नं प्रशाखातः प्रतिशाखामिव सूक्ष्मतममधिगच्छत्येवं बाह्यार्थाभ्युपगमपरः शब्दसमभिरूढैवंभूतभेदवानवगन्तव्यः... ।।१/५।। ... टीडार्थ : सम्मतितर्ड प्ररा लाग-१ / प्रथम sis | गाथा-प अस्य तात्पर्यार्थः પર્યાયનયની આદ્ય પ્રકૃતિ ઋજુસૂત્ર છે. વળી તે અશુદ્ધ છે, શબ્દ=શબ્દનય, શુદ્ધ છે, સમભિરૂઢનય શુદ્ધતર છે, અને એવંભૂતનય અત્યંત શુદ્ધ છે. વળી અવયવાર્થ આ પ્રમાણે છે ..... Jain Educationa International भेदवानवगन्तव्यः ।। खानो गाथानो, तात्पर्यार्थ या प्रमाणे छे - पर्याय = विशेष, तेनो नय उपपतिना जजथी नय शब्दनी उपपत्तिवा जजथी, परिछेह तेनो = पर्यायनयनो, भूल=आहि निभेग = आधार, ऋनुसूत्रवयवतो विच्छे छे खेम अन्वय छे. ऋ = वर्तमान સમયવાળી वस्तु; કેમ કે સ્વરૂપઅવસ્થિતપણું છે=વર્તમાનમાં તે સ્વરૂપનું વિદ્યમાનપણું છે. તેને જ સૂત્રણ કરે છે=પરિચ્છેદ કરે છે, અતીત અનાગતને પરિચ્છેદ કરતો નથી. કેમ અતીત અનાગત વસ્તુનો પરિચ્છેદ કરાતો નથી ? તેથી કહે છે - For Personal and Private Use Only . Page #48 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫ ૨૩ તેનું અતીત અનાગતનું, અસત્વ હોવાના કારણે કુટીલપણું છે. તેનું વર્તમાન વસ્તુના ગ્રાહક એવા ઋજુસૂત્રનું, વચન=પદ અથવા વાક્ય, તેનો વિચ્છેદ=અંત=સીમા, તે પર્યાયનયનો મૂળ આધાર છે તેમ અવય છે. ‘જુસૂત્રનયના વચનનો' એ પ્રમાણે કર્મમાં ષષ્ઠી છે, તે કારણથી ઋજુસૂત્રનયનો આ પ્રકારે આ અર્થ છે, અન્યથા નથી. એ પ્રમાણે પ્રરૂપણા કરનાર પુરુષનું વચન વિચ્છિઘમાન એવું જે તે “મૂલનિમણ' અહીં ગ્રહણ થાય છે એ પ્રમાણે પ્રરૂપણા કરનાર પુરુષનું વચન જે અર્થને બતાવી ચરિતાર્થ થાય છે તે પર્યાયનયનો મૂળ આધાર છે, એ પ્રમાણે અહીં ગ્રહણ થાય છે. ‘તથી શંકા કરે છે – પરિચ્છેદ સ્વભાવવાળા નયનો જ્ઞાન સ્વભાવવાળા નયનો, શબ્દરૂપ વચનનો વિચ્છેદ કેવી રીતે આધાર થાય ? અર્થાત્ થાય નહીં. તેને જવાબ આપે છે – આ દોષ નથી; કેમ કે આનું વચનના વિચ્છેદવું, વિષય દ્વારા વિષયીના કથનરૂપપણું છે='ઋજુસૂત્રનો આ અર્થ છે, અન્યથા નથી' એ પ્રકારના વચનનું જ્ઞાનસ્વરૂપે કથનરૂપપણું છે. અને આનો=ઋજૂસૂત્રનયનો, વિષય “વચનનો અર્થ છે, શબ્દ નથી' એમ ન કહેવું, જે કારણથી વચનનો અને અર્થનો અભેદ હોવાથી વચન પણ વિષય છે. અથથી શંકા કરે છે – જો ઋજુસૂત્રનયના વચનનો અર્થ પર્યાયવયનો મૂલરૂપ આધાર ન હોય, વચન પણ વિષય હોય તો 'વિષય' જ કેમ ન કહેવાયો ? અર્થાત્ ‘ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ' એમ કહેવાના બદલે ‘ઋજુસૂત્રનયના વચનનો વિષય' એમ જ કેમ ન કહેવાયું ? એ પ્રકારે શંકા ન કરવી; કેમ કે શબ્દનયોના શબ્દહતનું જ જે પ્રમાણપણું છે=તટ: તારી ત૮ ઈત્યાદિ શબ્દથી વિભક્ત એવા અર્થનું જ પ્રમાણપણું છે, એ પ્રમાણે જ્ઞાપનાર્થપણું હોવાથી આ પ્રમાણે અભિધાન છે=જુસૂત્રનયના વચનનો વિચ્છેદ' એ પ્રમાણે અભિધાન છે. અને પૂર્વ અપર પર્યાયથી વિવિક્ત એવી વસ્તુમાં એક પર્યાયની જ પ્રરૂપણા કરતાં તેનું ઋજુસૂત્રતયનું, વચન વિચ્છેદ પામે છે; કેમ કે એક પર્યાયને પરપર્યાયનો અસંસ્પર્શ છે=વર્તમાનકાળના પર્યાયને પૂર્વઉત્તરકાલના પર્યાયનો અસંસ્પર્શ છે. અને તેના મતવાળા અર્થને=ઋજુસૂત્રનયના મતવાળા અર્થને પ્રરૂપણા કરનારા વડે કહેવાયું છે – ‘અગ્નિ પલાલને બાળતો નથી' અર્થાત્ અગ્નિના દહનકાળના પૂર્વનો પર્યાય પલાલ છે તેની સાથે ઉત્તરમાં વર્તતા અગ્નિના પર્યાયનો સંસ્પર્શ નથી માટે અગ્નિ પલાલને બાળતો નથી. પર્વત ક્યારેય અગ્નિ વડે બળાતો નથી અર્થાત્ અગ્નિપર્યાય અને પર્વતપર્યાય ભિન્ન છે તે બેનો અસંસ્પર્શ હોવાથી પર્વત ક્યારેય અગ્નિ દ્વારા બળાતો નથી. અસંયત પ્રવ્રજિત થતો નથી; કેમ કે અસંતપર્યાય અને પ્રવૃજિતપર્યાય એ બે ભિન્ન પર્યાય છે, તેથી પ્રવ્રજિતપર્યાયને પર એવા અસંતપર્યાયનો સ્પર્શ નથી. ભવ્યજીવ સિદ્ધ થતો નથી; કેમ કે સિદ્ધ થવા પૂર્વે ભવ્ય હોય છે. સિદ્ધ થવાકાળમાં જીવ લોભવનોઅભવ્ય છે, તેથી ભવ્યજીવરૂપ પર્યાય અને સિદ્ધપર્યાય પૂર્વ-ઉત્તરભાવી છે, તે બેનો પરસ્પર સંસ્પર્શ નથી”. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫ પલાલપર્યાયનું અગ્નિના સદ્ભાવપર્યાયથી અત્યંત ભિન્નપણું હોવાથી જે જે પલાલ છે તે બળતો નથી અને જે ભસ્મભાવને અનુભવે છે તે પલાલપર્યાય નથી. આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પ્રત્યક્ષથી અને અનુમાનથી ક્ષણિકત્વની વ્યવસ્થિતિ હોવાથી તે સ્થિત જ છે-સૂત્રમાં જે કહ્યું તે સ્થિત જ છે. શું સ્થિત છે ? તે સ્પષ્ટ કરે છે ૨૪ ‘ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ' પર્યાયનયનો મૂલાધાર છે તે સ્થિત છે, એમ અન્વય છે. તે ઋજુસૂત્રતરુના જ શબ્દ આદિ=શબ્દથી અર્થને જણાવતા શબ્દનયપણારૂપે પ્રતીત એવા શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનયરૂપ ત્રણ નયો શાખા-પ્રશાખાની જેમ સ્કૂલ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતરરૂપે દર્શિતપણું હોવાથી સૂક્ષ્મભેદ=વિશેષ, છે જેઓને તે તેવા છે-શાખા-પ્રશાખારૂપ સૂક્ષ્મભેદવાળા છે. અહીં ગાથામાં તરુ શબ્દ છે તેનો અર્થ “ૠનુસૂત્રતો:' છે અને ‘તુ' શબ્દ છે એ અવધારણ અર્થમાં છે. તેથી ‘તેના જ' એ પ્રકારે અર્થ ગ્રહણ કરવો અર્થાત્ ‘ઋજુસૂત્રતરુના જ' શબ્દ આદિ નયો શાખાપ્રશાખારૂપ સૂક્ષ્મભેદો છે, પરંતુ દ્રવ્યાસ્તિકનયના શાખા-પ્રશાખારૂપ ભેદો નથી, એમ અર્થ ગ્રહણ કરવો. શબ્દ આદિ નયો ઋજુસૂત્રનયરૂપ વૃક્ષના શાખા-પ્રશાખારૂપ જે પ્રમાણે વૃક્ષની સ્થૂલ શાખા, સૂક્ષ્મ તેની પ્રશાખા અને પ્રતિશાખા અતિસૂક્ષ્મતર છે એ રીતે ઋજુસૂત્રનયરૂપ વૃક્ષના સ્થૂલ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ભેદો શાખા, પ્રશાખા અને પ્રતિશાખારૂપ અશુદ્ધ, શુદ્ધ અને શુદ્ધતર પર્યાયાસ્તિકરૂપ શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત ત્રણ નયો જાણવા. તે આ પ્રમાણે – તે દૃષ્ટાંતને સ્પષ્ટ કરે છે ઋજુસૂત્રનયથી અશ્રુપગત ક્ષણમાત્ર વૃત્તિવાળી વસ્તુ લિંગાદિના ભેદથી ભિન્ન શબ્દનય વૃક્ષની શાખાની જેમ સૂક્ષ્મ માને છે. Jain Educationa International - સમભિરૂઢનય એકસંજ્ઞાવાળી શબ્દ અભિમત વસ્તુને સંજ્ઞાના ભેદથી પણ ભિદ્યમાન શાખાથી પ્રશાખાની જેમ સૂક્ષ્મતર અધ્યવસાય કરે છે. તે જ સમભિરૂઢનયને અભિમત વસ્તુ શબ્દથી પ્રતિપાદ્ય એવી ક્રિયાના સમાવેશના સમયમાં જ સ્થિતિવાળી હોય તેને એવંભૂતનય ક્રિયાના ભેદથી=‘તે તે શબ્દથી વાચ્ય ક્રિયાને કરે છે અને ક્રિયા કરતો નથી' તે પ્રકારના ક્રિયાના ભેદથી ભિન્ન=તે વસ્તુના પરસ્પર ભેદ પ્રશાખાથી પ્રતિશાખાની જેમ સૂક્ષ્મતર સ્વીકારે છે. આ પ્રકારે બાહ્ય અર્થના અભ્યપગમપર=બાહ્ય દેખાતા પદાર્થનો શબ્દાદિના ભેદથી ભેદને સ્વીકારવામાં તત્પર એવા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયરૂપ ભેદવાળો જાણવો=ઋજુસૂત્રનયરૂપ વૃક્ષ શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયરૂપ ભેદવાળો જાણવો. ૧/૫/ For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫ ભાવાર્થ : ઋજુસૂત્રનય વર્તમાન સમયની વસ્તુને સ્વીકારે છે, અતીત-અનાગત વસ્તુને સ્વીકારતો નથી; કેમ કે અતીત-અનાગત વસ્તુનું અસત્ત્વપણું હોવાના કારણે કુટીલપણું છે. વર્તમાન સમયની વસ્તુ સ્વરૂપથી અવસ્થિત છે તેનું જે કથન કરે તે ઋજુસૂત્રનય છે. ઋજુસૂત્રનયનું વચન પદ કે વાક્ય સ્વરૂપ છે તેનો વિચ્છેદ પદાર્થમાં રહેલા વર્તમાન સમયના પર્યાયમાં છે; કેમ કે ઋજુસૂત્રનય બોધાત્મક છે. તે બોધથી જે વચનપ્રયોગ કરાય છે તે વચનપ્રયોગ પદાર્થમાં રહેલા વર્તમાનકાળના પર્યાયમાં વિશ્રાંત પામે છે. તેથી ઋજુસૂત્રનયના વચનની સીમા પદાર્થમાં રહેલા વર્તમાન સમયના પર્યાયમાં છે. તે ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ પર્યાયનયનો મૂળ આધાર છે; કેમ કે ત્યાંથી જ પર્યાયનયનો પ્રારંભ થાય છે. ટીકામાં ‘નથી શંકા કરે છે કે “ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ' એ શબ્દરૂપ છે અને જ્ઞાનસ્વભાવવાળા નયનો તે આધાર કઈ રીતે થઈ શકે ? તેના સમાધાનરૂપે કહે છે – ઋજુસૂત્રનયના વચનની સીમા છે' તે જોકે શબ્દરૂપ છે તોપણ તે શબ્દથી થતો બોધ તે વિષયી છે અને વિષય દ્વારા વિષયનું કથન કરવામાં આવેલું છે માટે દોષ નથી. આશય એ છે કે “ઋજુસૂત્રનયના વચનવિચ્છેદ' રૂપ જે શબ્દ છે તેના દ્વારા શ્રોતાને જે બોધ થાય છે તે બોધ પર્યાયનયનો મૂલાધાર છે માટે બોધસ્વરૂપ નય હોવા છતાં ઋજુસૂત્રનયના વચનના વિચ્છેદને આધાર કહેવામાં દોષની પ્રાપ્તિ નથી. વળી, ઋજુસૂત્રનયનો વિષય “વચનનો અર્થ છેઃવચનથી વાચ્ય પદાર્થ છે, શબ્દ નથી એમ ન કહેવું; કેમ કે વચન અને અર્થનો અભેદ હોવાથી ઋજુસૂત્રનયનો વિષય જેમ અર્થ છેઃવાચ્ય પદાર્થ છે, તેમ વચન પણ છે. તેથી એ ફલિત થાય કે ઋજુસૂત્રનયનો વિષય વર્તમાન ક્ષણનો પદાર્થ છે તેનો વાચક શબ્દ પણ છે અને નય જ્ઞાનાત્મક હોવાથી વર્તમાનકાલનો તે નયથી જોનારા પુરુષનો જ્ઞાનનો ઉપયોગ પણ છે. જો ઋજુસૂત્રનો વિષય શબ્દ અને અર્થ બને છે, તો ગાથામાં ઋજુસૂત્રનયના વચનના વિચ્છેદને બદલે ઋજુસૂત્રનયના વચનનો વિષય તેમ કેમ ન કહ્યું? તેના સમાધાન માટે કહે છે – ઋજુસૂત્રનય પછી જે શબ્દ આદિ ત્રણ નયો છે તે નવો શબ્દહત છે અર્થાત્ શબ્દના ભેદથી અર્થનો ભેદ કરનારા છે અને જો ઋજુસૂત્રનયના વચનનો વિષય પર્યાયનયનો મૂળ આધાર છે તેમ કહેવામાં આવે તો શબ્દાદિ નયો પણ વચનના ભેદથી અર્થનો ભેદ કરનારા હોવાથી તેના વચનનો વિષય પણ પર્યાયનયનો મૂલ આધાર છે તેમ પ્રાપ્ત થાય. જ્યારે ઋજુસૂત્રનય શબ્દના ભેદથી અર્થનો ભેદ કરનાર નથી એ બતાવવા માટે ગાથામાં ઋજૂસૂત્રનયના વચનનો વિચ્છેદ પર્યાયનયનો મૂલાધાર છે તેમ કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ ક્યાં પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે – પૂર્વ અપર પર્યાયથી વિવિક્ત વસ્તુમાં વર્તમાનરૂપ એક પર્યાયની પ્રરૂપણા કરતું ઋજુસૂત્રનયનું વચન વિચ્છેદ પામે છે; કેમ કે વર્તમાનરૂપ એક પર્યાયનો પૂર્વ ઉત્તરપર્યાય સાથે સંસ્પર્શ નથી. એથી એ પ્રાપ્ત થાય Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫ કે ઋજુસૂત્રનયની સીમા પદાર્થમાં રહેલા વર્તમાનક્ષણના પર્યાયને જણાવવામાં વિશ્રાંત થાય છે, પરંતુ શબ્દનય આદિની જેમ પદાર્થમાં રહેલા વર્તમાનપર્યાયને પણ શબ્દના ભેદથી અર્થનો ભેદ ઋજુસૂત્રનય કરતો નથી. આ રીતે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ જે પર્યાયનયનો મૂલાધાર છે તેના શબ્દાદિ શાખા પ્રશાખા સૂક્ષ્મભેદો છે. તેથી એ ફલિત થાય જેમ વૃક્ષનું મૂળ હોય તેમાંથી વૃક્ષની શાખા પ્રશાખા ઉભવ પામે છે તેમ પર્યાયનયનું મૂળ એ વર્તમાન ક્ષણવાળી વસ્તુનો સ્વીકાર છે. વર્તમાન ક્ષણવાળી વસ્તુ સ્વીકાર્યા પછી એમાં પણ સૂક્ષ્મ રીતે જોવામાં આવે તો ‘ત:, તરી, તરં' એ રૂપ લિંગના ભેદથી વર્તમાનનો કિનારારૂપ પર્યાય જ ભિન્ન ભિન્ન ભાસે છે. તેથી પર્યાયનની દૃષ્ટિના પ્રારંભરૂપ ઋજુસૂત્રનયની દૃષ્ટિ પછી લિંગના ભેદથી તેના પણ સૂક્ષ્મપર્યાયોનો ભેદ શબ્દનય કરે છે. તેથી શબ્દનય દ્વારા કરાયેલા તે ભેદો પર્યાયનયના મૂલરૂપ ઋજુસૂત્રનયથી ઉત્તરની અવસ્થા છે. લિંગના ભેદથી વસ્તુનો ભેદ કર્યા પછી શબ્દની વ્યુત્પત્તિના ભેદથી પણ વસ્તુનો ભેદ કરનાર સમભિરૂઢનય તેના કરતાં પણ સૂક્ષ્મ પર્યાયને જોનારી દૃષ્ટિ છે. જે શબ્દ જે અર્થનો વાચક હોય તે અર્થને અભિમત ક્રિયાથી આવિષ્ટ પર્યાયને જ સ્વીકારે અને તે ક્રિયાથી આવિષ્ટ ન હોય તે વસ્તુને તે શબ્દથી ન સ્વીકારે તે એવંભૂતનય છે અને તે સમભિરૂઢનય કરતાં પણ સૂક્ષ્મ જોનારો છે. અહીં વિશેષ એ છે કે ચક્ષુ સામે દેખાતી વસ્તુને જોવામાં આવે તો વસ્તુ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ દેખાય છે. જેમ સમુદ્રના કિનારાને જોવામાં આવે તો તે ભૂમિનો તટનો ભાગ તે ભૂમિના પર્યાયરૂપે દેખાય છે. આ તટરૂપ પર્યાય પણ તેના વાચક એવા શબ્દને આશ્રયીને વિચારીએ તો પુલિંગ શબ્દથી, સ્ત્રીલિંગ શબ્દથી અને નપુંસકલિંગ શબ્દથી ઉપસ્થિત કરી શકાય છે. શબ્દનયની સૂક્ષ્મ દૃષ્ટિ ચક્ષુથી દેખાતા એક તટને પણ લિંગના ભેદથી ત્રણ પ્રકારે કહે છે અથવા એકવચન, બહુવચનના ભેદથી પણ તેને ભેદ કરે છે. આથી પાણીને જોઈને બન્ને એ પ્રકારનો પ્રયોગ કરાય અને ‘કાપ:' એ પ્રકારનો બહુવચનનો પ્રયોગ કરાય તેને આશ્રયીને પણ તે પાણીનો ભેદ સ્વીકારે છે. તેથી ઋજુસૂત્રનયની દૃષ્ટિ કરતાં શબ્દનય સૂમભેદ કરનાર છે, તેથી શાખારૂપ છે. જેમ શાખા કરતાં પ્રશાખા સૂક્ષ્મ હોય છે તેમ સમભિરૂઢનય શબ્દનય કરતાં પણ સુક્ષ્મતર છે, તેથી એક જ ઘટરૂ૫ વસ્તુને વર્તમાન ક્ષણરૂપે સ્વીકારનાર ઋજુસુત્રનય છે. તે જ ઘટને કહેનારા ભિન્ન ભિન્ન શબ્દોને આશ્રયીને તે ઘટનો ભેદ કરે છે. જેમ ઘટને ઘટનક્રિયાને આશ્રયીને ઘટ કહેવાય છે અને કુંભનક્રિયાને સામે રાખીને કુંભ કહેવાય છે. તેથી ઘટ પદથી વાચ્ય ઘટ કરતાં કુંભ પદથી વાચ્ય ઘટ ભિન્ન છે તેમ સમભિરૂઢનય સ્વીકારે છે. તેથી લિંગના ભેદથી અને એકવચન-બહુવચનના ભેદથી ભેદ સ્વીકાર્યા પછી શબ્દનય જે પર્યાયવાચી શબ્દોના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકારતો ન હતો તે ઘટ અને કુંભ શબ્દના ભેદથી ઘટના અને કુંભનો ભેદ સમભિરૂઢનય સ્વીકારે છે. આમ છતાં, વિદ્યમાન ઘટમાં ‘ઘટણાયામ્' એ પ્રકારની વ્યુત્પત્તિમાં ઘટનક્રિયા વિદ્યમાન ન હોય ત્યારે અને ઘટનક્રિયા વિદ્યમાન હોય ત્યારે પણ સમભિરૂઢનય ઘટ સ્વીકારે છે, જ્યારે એવંભૂતનય ઘટનક્રિયા ઘટમાં વિદ્યમાન હોય ત્યારે જ તેને ઘટ કહે છે. ઘટનક્રિયા તેમાં ન હોય ત્યારે તે ઘટને અઘટ કહે છે. જેમ પાણી ભરનાર સ્ત્રી પાણી ભરીને Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫, ૬ મસ્તક ઉપર ઘટને ધારણ કરીને આવતી હોય ત્યારે તે ઘટમાં તે પ્રકારની ઘટનક્રિયા છે, માટે ઘટ કહેવાય, પરંતુ ભૂતલ ઉપર પડેલા ઘટ ઘટ કહેવાય નહીં. આ પ્રકારના ક્રિયાના ભેદથી વસ્તુનો ભેદ સ્વ એવંભૂતનય છે, આથી જ સામાયિકના પરિણામથી ઉપયુક્ત સામાયિકની ક્રિયા થતી હોય ત્યારે જ એવંભૂતનય તે સામાયિકની ક્રિયાને સામાયિક કહે છે. તેથી જે સાધુ સામાયિકના પરિણામમાં ઉપયુક્ત નથી, તેથી સમભાવની પરિણતિની વૃદ્ધિની ક્રિયા નથી તે સાધુની સંયમની ક્રિયાને પણ એવંભૂતનય સામાયિકની ક્રિયા કહે નહીં. ll૧/પા અવતરણિકા - नयानुयोगद्वारवत् शेषानुयोगद्वारेष्वपि द्रव्यार्थिकपर्यायार्थिको मूलव्याकरणिनाविति दर्शयन्त्य(यन्न)नयोापकताम् इति अनया गाथया दर्शयत्याचार्यः - અવતરણિકાર્ય - જેમ નય અનુયોગ દ્વારનું=જેમ સંગ્રહાય-વ્યવહારનય આદિ નયના અનુયોગદ્વારનું, મૂળ કારણ દ્રવ્યાર્થિકતય-પર્યાયાર્થિકાય છે તેમ અન્ય દ્વારોમાં પણ=નિક્ષેપ આદિરૂપ અન્ય દ્વારોમાં પણ, મૂળ કારણ દ્રવ્યાર્થિક-ય-પર્યાયાર્થિકાય છે એ પ્રમાણે બતાવતાં દ્રવ્યાર્થિકતયની અને પર્યાયાર્દિકતયની વ્યાપકતાને આ ગાથા દ્વારા આચાર્યશ્રી બતાવે છે અર્થાત્ સર્વ પદાર્થોના બોધમાં મૂળભૂત કારણ દ્રવ્યાધિકતય-પર્યાયાધિકાય છે એમ ગ્રંથકારશ્રી બતાવે છે – ભાવાર્થ - પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રમાણે નૈગમનય આદિ સાત નયોનું મૂળ કારણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે, એમ પદાર્થના બોધ કરવાના જેટલા અનુયોગદ્વારો છે તે સર્વમાં પણ મૂળ કારણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. અર્થાત્ નામનિક્ષેપા આદિ ચાર નિક્ષેપારૂપ અનુયોગદ્વારનું મૂળ કારણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકાય છે. વળી, દ્રવ્યસ્તવ અને ભાવરૂવરૂપ અનુયોગદ્વારનું મૂળ કારણ પણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. વળી, દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનાર અનુયોગદ્વારનું મૂળ કારણ પણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. તેથી પદાર્થનો પૂર્ણ બોધ કરવા માટે દ્વાદશાંગીમાં જેટલા અનુયોગદ્વારો વ્યાપક છે તે પ્રત્યેક અનુયોગદ્વાર પૂર્ણ વસ્તુનો બોધ કરાવનાર છે અને તેનું મૂળ કારણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. આ પ્રકારે દ્રવ્યાર્થિકનયની અને પર્યાયાર્થિકનયની સર્વ અનુયોગદ્વારોમાં વ્યાપકતાને ગ્રંથકારશ્રી બતાવે છે – અન્ય પ્રકારે અવતરણિકા કરતાં કહે છે – અવતરણિકા - अथवा वस्तुनिबन्धनाध्यवसायनिमित्तव्यवहारमूलकारणतामनयोः प्रतिपाद्य अधुना अध्यारोपिताऽनध्यारोपितनामस्थापनाद्रव्यभावनिबन्धनव्यवहारनिबन्धनतामनयोरेव प्रतिपादयन्नाहाचार्यः - Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અવતરણિકાર્ય : અથવા આ બેતી=દ્રવ્યાર્થિકતય અને પર્યાયાર્થિકતયરૂપ બેતી, બાહ્ય વસ્તુ નિબંધન જે અધ્યવસાય અને તે અધ્યવસાયના નિમિત્તથી થતો જે વ્યવહાર અર્થાત્ ‘આ બાહ્ય વસ્તુનો દ્રવ્યાંશ છે’ ‘આ બાહ્ય વસ્તુનો પર્યાયાંશ છે' એ રૂપ થતો વ્યવહાર, તેની મૂલ કારણતાને પ્રતિપાદન કરીને હવે આ બેની જ અધ્યારોપિત અને અવધ્યારોપિત એવા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવનું કારણ એવા વ્યવહારની, કારણતાને પ્રતિપાદન કરતાં આચાર્યશ્રી કહે છે છાયા : સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૬ - ભાવાર્થ = બાહ્ય વસ્તુને જોઈને ‘આ વસ્તુ નિત્ય છે કે અનિત્ય છે ?' ઇત્યાદિ જે અધ્યવસાય થાય છે તે અધ્યવસાય નિમિત્તે જે વ્યવહાર પ્રવર્તે છે તેનું મૂલ કારણ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય છે; કેમ કે પદાર્થ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે, તેથી તે પ્રકારનો અધ્યવસાય થાય છે તે પૂર્વમાં બતાવ્યું. હવે ‘ઘટ’ પદથી વાચ્ય નામ-સ્થાપના-દ્રવ્ય છે તે અધ્યારોપિત છે અને ભાવઘટ ઘટપદથી વાચ્ય થાય છે તે અનધ્યારોપિત છે, આ પ્રકારના વ્યવહારનું કારણ પણ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય છે તે બતાવવા માટે આચાર્યશ્રી કહે છે ગાથા ઃ Jain Educationa International नामं ठवणा दवित्ति एस दव्वट्टियस्स निक्खेवो । भावो उपज्जवअिस्स परूवणा एस परमत्थो । ११ / ६ ।। नाम स्थापना द्रव्येति अस्य द्रव्यार्थिकस्य निक्षेपाः । भावस्तु पर्यायार्थिकस्य प्ररूपणा एषः परमार्थः ।।१/६।। અન્વયાર્થઃ નામ અવળા વવિક્ ત્તિ=નામ-સ્થાપના-દ્રવ્ય એ પ્રમાણે, સ દિવસ નિūવો=દ્રવ્યાધિકનયનો આ નિક્ષેપ છે, ૩ પદ્મવર્કિંગસ પવળા માવો=વળી પર્યાયાર્થિકની પ્રરૂપણા ભાવ છે=ભાવનિક્ષેપો છે, સ પરમો=એ પરમાર્થ છે=ચાર નિક્ષેપાતો પરમાર્થ છે. ।।૧/૬/ ગાથાર્થઃ નામ-સ્થાપના-દ્રવ્ય એ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનો આ નિક્ષેપ છે. વળી પર્યાયાર્થિકની પ્રરૂપણા ભાવ છે=ભાવનિક્ષેપો છે, એ પરમાર્થ છે-ચાર નિક્ષેપાનો પરમાર્થ છે. ।।૧/૬|| For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૬, ૭ ૨૯ ટીકા - अस्याश्च समुदायार्थः-नाम स्थापना द्रव्यम् इति एष द्रव्यार्थिकस्य निक्षेपः । भावस्तु पर्यायार्थिकनिरूपणाया निक्षेप इति एष परमार्थः ।।१/६।। ટીકાર્ય : ચાર્જ .. પરમાર્થ | અને આતો સમુદાયાર્થ (આ પ્રમાણે છે) – નામ-સ્થાપતા-દ્રવ્ય એ પ્રમાણે આ દ્રવ્યાર્થિકનોદ્રવ્યાર્થિકનયનો નિક્ષેપ છે. વળી ભાવ પર્યાયાર્થિકની નિરૂપણાનો નિક્ષેપ છે, એ પ્રમાણે આ પરમાર્થ છે. ll૧/૬il ભાવાર્થ : કોઈપણ વસ્તુની પ્રાપ્તિ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ હોય છે. દ્રવ્ય એ દ્રવ્યથાસ્તિકનયનો વિષય છે અને પર્યાય જે વસ્તુમાં વર્તતો ભાવ છે તે પર્યાયાસ્તિકનયનો વિષય છે, તેથી ચાર નિક્ષેપમાંથી ભાવરૂપ પર્યાયનું કારણ એવું દ્રવ્ય એ રૂપ દ્રવ્ય નિક્ષેપો દ્રવ્યાસ્તિકનયનો વિષય બને છે અને તે દ્રવ્ય કોઈક આકારરૂપે હોય છે તે તેની સ્થાપના છે, તેથી સ્થાપનાનિક્ષેપો પણ દ્રવ્યાસ્તિકનયનો વિષય છે. તે દ્રવ્ય કોઈક નામથી અભિધેય હોય છે, તેથી તે નામ પણ દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે. આ રીતે નામનિક્ષેપો, સ્થાપનાનિક્ષેપો અને દ્રવ્યનિક્ષેપો દ્રવ્યાર્થિક નો વિષય છે અને દ્રવ્યમાં વર્તતો ભાવ એ પર્યાયાસ્તિકનયનો વિષય છે. અને આ પરમાર્થ છે' એમ ગાથામાં કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય છે કે ન નિક્ષેપના અનુયોગથી પ્રતિપાદિત એવો આ ઉભયનયનો પ્રવિભાગ દ્રવ્યાસ્તિકનયનો અને પર્યાયાસ્તિકનયનો પ્રવિભાગ, આગમનું હૃદય છે; કેમ કે દરેક પદાર્થો દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે અને જે દ્રવ્ય છે તે કોઈક નામથી અભિધેય છે, કોઈક આકૃતિવાળું છે અને કોઈક ભાવનું કારણ એવી વસ્તુ છે. આ ત્રણનું દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી ગ્રહણ થાય છે અને તે દ્રવ્યમાં વર્તતો ભાવરૂપ પર્યાય એ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી ગ્રહણ થાય છે. આ રીતે દેખાતી વસ્તુનો યથાર્થ બોધ આ બે નયોથી થાય છે એ આગમનું રહસ્ય છે. I૧/કા અવતરણિકા : एतदपि नयद्वयं शास्त्रस्य परमहदयम् 'द्रव्यं पर्यायाशून्यम्, पर्यायाश्च द्रव्याविरहिणः' इत्येवंभूतार्थप्रतिपादनपरम् नान्यथेत्येतस्यार्थस्य प्रदर्शनार्थमाह - અવતરણિકાર્ય : આ પણ મયદ્વય ગાથા-૬માં બતાવેલા ચાર નિક્ષેપાના મૂળ કારણ એવા દ્રવ્યાર્થિકાય અને પર્યાયાર્થિકતયરૂપ આ પણ તયદ્રય, શાસ્ત્રનું પરમ હદય છે. કેમ પરમ હૃદય છે ? તેથી કહે છે – ‘દ્રવ્ય પર્યાયથી અશુન્ય અને પર્યાય દ્રવ્યથી અવિરહિત છે' એવા પ્રકારના ભૂતાર્થના પ્રતિપાદનપર આ તયદ્વય છે, એમ અવય છે, અન્યથા નથી' એ અર્થના પ્રદર્શન માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ 30 ભાવાર્થ: પૂર્વમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય એમ બે નયો બતાવ્યા. તે બન્ને નયો શાસ્ત્રના ૫૨મ હૃદય છે; કેમ કે જૈનશાસનની સર્વ વ્યવસ્થા આ બે નય આધારિત છે. કેમ બે નય આધારિત છે ? તેનું કારણ કહે છે પદાર્થ દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ છે એથી યથાર્થ પદાર્થની પ્રરૂપણા માટે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી અને પર્યાયને જોનારી દૃષ્ટિથી સર્વ પદાર્થોનું નિરૂપણ થાય છે. વળી ‘દ્રવ્ય, પર્યાયોથી અશૂન્ય છે અને પર્યાયો દ્રવ્ય વગર નથી' એ પ્રકારના અર્થના પ્રતિપાદનમાં તત્પર એવા આ નયન્દ્વય છે, ‘અન્યથા નથી=પર્યાયશૂન્ય દ્રવ્ય અને દ્રવ્યથી રહિત પર્યાય એ પ્રમાણે નથી' એ પ્રકારના અર્થને, બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે - ગાથા ઃ છાયા : સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૭ – पज्जवणिस्सामण्णं वयणं दव्वट्ठियस्स 'अस्थि ति । अवसेसो वयणविही पज्जवभयणा सपविक्खो ।।१/७ ।। Jain Educationa International पर्यायनिः सामान्यं वचनं द्रव्यार्थिकस्य अस्तीति । अवशेषो वचनविधिः पर्यायभजनात् सप्रतिपक्षः ।।१ / ७।। અન્વયાર્ચઃ પગ્નખિસ્સામાં વવપ્ન=પર્યાયનયની સાથે નિઃસામાન્ય=અસાધારણ=પર્યાયનયને નહીં સ્પર્શતું, એવું વચન, ક્રિયમ્સ ‘અસ્થિત્તિ=દ્રવ્યાર્થિકનયનું ‘અસ્તિ’ એ પ્રમાણે છે, વસેસો=અવશેષ=શેષ, વયવિદ્દી=વચનવિધિ=દ્રવ્યાર્થિકનયથી અન્ય એવા પર્યાયાર્થિકતયનો વચનભેદ, પવમવળા=પર્યાયમાં ભજના હોવાથી=સત્તાથી રહિત અસત્ એવા પર્યાયમાં સત્તાનો આરોપ હોવાથી, પહિવવો=સપ્રતિપક્ષ છે=સત્તાનો પ્રતિપક્ષ છે=અસત્ છે. ।।૧/૭|| ગાથાર્થ ઃ પર્યાયનયની સાથે નિઃસામાન્ય-અસાધારણ=પર્યાયનયને નહીં સ્પર્શતું, એવું વચન દ્રવ્યાર્થિકનયનું ‘અસ્તિ' એ પ્રમાણે છે, અવશેષ=શેષ, વચનવિધિ=દ્રવ્યાર્થિકનયથી અન્ય એવા પર્યાયાર્થિકનયનો વચનભેદ, પર્યાયમાં ભજના હોવાથી=સત્તાથી રહિત અસત્ એવા પર્યાયમાં સત્તાનો આરોપ હોવાથી, સપ્રતિપક્ષ છે=સત્તાનો પ્રતિપક્ષ છે-અસત્ છે. II૧/૭II ટીકા ઃ परस्परनिरपेक्षस्य नयद्वयस्य प्रत्येकमेवं वचनविधिः- द्रव्यास्तिकस्य अननुषक्तविशेषं वचनम् 'अस्ति' રૂત્યુતાવન્માત્રમ્, પર્યાવાસ્તિવ્યસ્ય સ્વપરાગૃષ્ટસત્તાસ્વમાવું ‘દ્રવ્યમ્’ ‘પૃથિવી’ ‘ઘટ:’ ‘શુવન્તઃ’ કૃત્યાઘા For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથાश्रितपर्यायम् परस्परनिरपेक्षं चोभयनयवचोऽसदेव, वचनार्थासत्त्वात् वचनमसदर्थमिति तदर्थस्याप्यसत्त्वमावेदितं भवतीति समुदायार्थः । ___ अवयवार्थस्तु-पर्यायनयेन सह निःसामान्यम्=असाधारणं वचनं द्रव्यास्तिकस्य 'अस्ति' इति एतत्, भेदवाद्यभ्युपगतस्य विशेषस्य सत्तारूपतानुप्रवेशात् । एतच्च वचो निर्विषयम, निर्विशेषत्वात्, वियत्कुसुमाभिधानवत्___ 'निर्विशेषं हि सामान्यं भवेच्छशविषाणवत्' [श्लो० वा० आकृति० श्लो० १०] इति प्रसाधितत्वान्नाव्याप्तिहेतोः, असिद्धिः पराभ्युपगमादेव परिहता, तन्न एकान्तभावनाप्रवृत्तस्य द्रव्यास्तिकनयस्य परमार्थता । पर्यायास्तिकस्याप्येवंप्रवृत्तस्य न सेति पश्चाद्धेन प्रतिपादयति-अवशेष इति शेषः स चोपयुक्तादन्यः (चोक्तादन्यः) वचनविधिः-वचनभेदः सत्ताविकलविशेषप्रतिपादकः, पर्यायेषु सत्ताव्यतिरिक्तेष्वसत्सु भजनात्-सत्ताया आरोपणात्, सप्रतिपक्षः इति सतः प्रतिपक्षः विरोधी असन् भवति । तथाहि-पर्यायप्रतिपादको वचनविधिरवस्तुविषयः, निःसामान्यत्वात्, खपुष्पवत्, भावना तु द्रव्यार्थिकवचनविपर्ययेण प्रयोगस्य कार्या ।। ટીકાર્ય : પરસ્પર ... | પરસ્પર નિરપેક્ષ નયદ્વયતા પ્રત્યેકનો આ પ્રમાણે વચનવિધિ છે. દ્રવ્યાસ્તિકાયનું અનુષક્ત વિશેષવાળું વચન=પર્યાયના તહીં સ્પર્શવાળું એવું વચન, ‘અસ્તિ' એ પ્રમાણેનું આટલુ જ માત્ર છે. વળી, પર્યાયાસ્તિકાયનું અપરાકૃષ્ટ સત્તા સ્વભાવવાળું પદાર્થમાં રહેલી સત્તાના અસ્વીકારવાળું, એવું દ્રવ્ય “પૃથ્વી ‘ઘટ’ ‘શુક્લ ઈત્યાદિ આશ્રિત પર્યાય છે અને પરસ્પર નિરપેક્ષ એવું ઉભયતનું વચન અસત્ જ છે; કેમ કે વચનાર્થનું અસત્વ છેઃવચનથી વાચ્ય એવા અર્થનું અસત્વ છે. “વચન અસદ્ અર્થવાળું છે" એથી કરીને દ્રવ્યાસ્તિકનયનું અને પર્યાયાસ્તિકાયનું પરસ્પર નિરપેક્ષ એવું વચન અસદ્ અર્થવાળું છે જેથી કરીને, તેના અર્થનું પણ=પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાયિકનયના અને પર્યાયાર્થિકયતા વચનથી વાચ્ય એવા અર્થનું પણ, અસત્વ આવેદિત થાય છે, એ પ્રકારનો સમુદાયાર્થ છે=એ પ્રકારનો ગાથાનો સમુદાયાર્થ છે. વળી અવયવાર્થ આ પ્રમાણે છે – “અસ્તિ' એ પ્રમાણે આ પર્યાયમયની સાથે નિસામાન્ય= અસાધારણ=પર્યાયને નહીં સ્પર્શતુ એવું દ્રવ્યાસ્તિકાયનું વચન છે. કેમ દ્રવ્યાસ્તિકનયનું વચન “સ્તિ' એ પ્રમાણે છે ? એમાં હેતુ કહે છે – ભેદવાદીથી સ્વીકારાયેલા વિશેષોનું ‘ત્તિ એવા પદાર્થમાં ‘આ ઘટ છે' “આ પટ છે' ઇત્યાદિરૂપે ભેદવાદીથી સ્વીકારેલા એવા વિશેષોનું, સત્તારૂપતામાં અતુપ્રવેશ હોવાથી સત્તામાત્રમાં તે વિશેષની Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૭ વિશ્રાંતિ હોવાથી=સત્તારૂપ જ તે વિશેષ હોવાથી, ‘તિ' એ પ્રમાણેનું દ્રવ્યાસ્તિકાયનું વચન છે એમ અવય છે. અને આ વચન= દ્રવ્યાસ્તિકાયનું ‘સ્તિ’ એ પ્રમાણેનું વચન, નિર્વિષય છે; કેમ કે તિવિશેષપણું છે અર્થાત્ વિશેષનો અસ્વીકાર હોવાથી દ્રવ્યાર્દિકતયનું આ વચન નિર્વિષય છે એમ અવય છે. દ્રવ્યાર્થિકનયનું વચન નિર્વિષય કેમ છે ? તેમાં દૃષ્ટાંત બતાવે છે – આકાશકુસુમના અભિધાનની જેમ નિર્વિષય છે અર્થાત્ આકાશકુસુમનો કોઈ વિષય નથી તેમ વિશેષ વગરનું અસ્તિ' એ પ્રકારની સત્તા જગતમાં ક્યાંય નથી. પૂર્વમાં કહ્યું કે એકાંત એવું દ્રવાસ્તિકનયનું વચન નિર્વિષય છે; કેમ કે નિર્વિશેષપણું છે. તેથી નિર્વિશેષતારૂપ હેતુ સાધ્યની સાથે વ્યાપ્તિવાળું છે, તે બતાવવા અર્થે કહે છે – “નિવિશેષ એવું સામાન્ય શશવિષાણ જેવું થાય" (શ્લોક વાવ આકૃતિ શ્લોક ૧૦) એ પ્રમાણે પ્રસાધિતપણું હોવાથી હેતુની તિર્વિશેષપણારૂપ હેતુની, અવ્યાપ્તિ નથી. વળી અસિદ્ધિ હેતુની અસિદ્ધિ, પરના અભ્યપગમથી પરિહાર કરાયેલી થાય છે અર્થાત્ એકાંત દર્શનવાળા વિશેષ વગરનું અસ્તિમાત્ર સ્વીકારે છે. માટે નિર્વિશેષપણારૂપ હેતુની અસિદ્ધિનો પરિહાર થાય છે, તે કારણથી એકાંત ભાવનાથી પ્રવૃત્ત એવા દ્રવ્યાસ્તિકનયની પરમાર્થતા નથી અર્થાત્ “અસ્તિ' એ પ્રમાણે એકાંત સ્વીકારનાર દ્રવ્યાસ્તિકાય પરમાર્થથી પદાર્થના સ્વરૂપને બતાડતો નથી. આ પ્રકારે પ્રવૃત્ત એવા પર્યાયાસિકનયતી પણ તે નથી=પરમાર્થતા નથી, એ પ્રમાણે પચ્ચાઈથી= ગાથાના ઉત્તરાર્ધથી, પ્રતિપાદન કરે છે. અવશેષ શેષ, અને તે=શેષsઉક્તથી અચ=અતિ એ પ્રમાણે દ્રવ્યાસ્તિકતા કથનથી અન્ય, એવી વચનવિધિ-વચનનો ભેદ સત્તાહિકલ વિશેષનું પ્રતિપાદક વચન, પર્યાયોમાં સત્તાથી વ્યતિરિક્ત એવા અવિદ્યમાન પર્યાયોમાં, ભજના કરનાર હોવાથી=સત્તાનું આરોપણ કરનાર હોવાથી સપ્રતિપક્ષ છે=સનો પ્રતિપક્ષ વિરોધી છે અર્થાત્ અસત્ છે. તે આ પ્રમાણે – પર્યાય પ્રતિપાદક વચનવિધિ અવસ્તુના વિષયવાળું છે; કેમ કે નિઃસામાન્યપણું છે ખપુષ્પની જેમ. વળી પ્રયોગની ભાવના દ્રવ્યાર્થિકના વચનના વિપર્યયથી કરવી. ભાવાર્થ : પર્યાયાસ્તિકનય પર્યાયને જોનારી દૃષ્ટિ છે અને પર્યાયાસ્તિકનયને જોનારી દૃષ્ટિથી રહિત એવું જે દ્રવ્યાસ્તિકનયનું વચન, તે દેખાતા સર્વ પદાર્થોમાં “અસ્તિ' એ પ્રમાણે કહે છે અર્થાત્ સત્તામાત્રનું પ્રતિપાદન કરે છે, પરંતુ તે સત્તા સાથે અવિનાભાવી એવા ઘટ-પટાદિ પર્યાયોને કહેતું નથી અર્થાત્ સતુથી અતિરિક્ત ઘટ-પટાદિ વસ્તુ નથી સતુમાત્રરૂપ જ છે એમ કહીને દેખાતા પર્યાયોનો અપલાપ કરે છે. તેથી પર્યાયનિરપેક્ષ એવું દ્રવ્યાર્થિકનયનું વચન અસદુ છે; કેમ કે ઘટાદિ કોઈ પર્યાય ન હોય અને સત્તામાત્ર હોય તેવી વસ્તુ જગતમાં ઉપલબ્ધ નથી. વળી દ્રવ્યાર્થિકનયથી શેષ એવા પર્યાયાસ્તિકનયની વચનવિધિ સત્તાવગરના Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૭ પર્યાયોમાં સત્તાનો આરોપ કરે છે, આધારરૂપ દ્રવ્યના સ્વીકાર વગર પર્યાયની સત્તાને સ્વીકારે છે. તેથી સપ્રતિપક્ષ છે=સત્તાનો વિરોધી છે, માટે અસત્ છે. આશય એ છે કે જગતમાં ઘટ પટાદિ સર્વ પર્યાયો સત્તાનિરપેક્ષ પ્રતીત થતા નથી, પરંતુ ‘અસ્તિ'રૂપ સત્તા સાથે ઘટ પટાદિ પર્યાયોની પ્રતીતિ છે. પર્યાયાસ્તિકનય “અસ્તિ'રૂપ સત્તાને સ્વીકાર્યા વગર માત્ર પર્યાયોને સ્વીકારે છે અર્થાત્ “સતુના સ્વીકાર વગર ઘટ-પટાદિ પર્યાયોનો સ્વીકાર કરે છે. જગતમાં સત્તા ન હોય તેવા ઘટપટાદિ પર્યાયો નથી માટે દ્રવ્યાર્થિકનયથી નિરપેક્ષ પર્યાયાર્થિકનયની દૃષ્ટિ જે પદાર્થ દેખાડે છે તે અસત્ છે. ગાથા-૭નું અન્ય પ્રકારે વિવેચનઃ અવતરણિકા : अथवा 'अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' [ ] इति अर्थप्रत्यययोः स्वरूपमभिधाय अभिधानस्य द्रव्यास्तिकपर्यायास्तिकस्वरूपस्य तदभिधायकस्य वा प्रतिपादनार्थमाह - અવતરણિકાર્ય : ગાથા-૭નું પૂર્વમાં ઉત્થાન કરીને એક પ્રકારે અર્થ કર્યો. હવે ગાથા-૭નું ઉત્થાન ‘અથવાથી ટીકાકારશ્રી અન્ય પ્રકારે કરે છે – ‘અર્થ અભિધાન અને પ્રત્યય તુલ્ય નામથી કહેવાય છે'=ઘટરૂ૫ અર્થ, ઘટરૂપ શબ્દ, ઘટ ઇતિ આકારક જ્ઞાન ત્રણેય ઘટ' શબ્દથી વાચ્ય બને છે એ નિયમ પ્રમાણે, અર્થ અને પ્રત્યયનું સ્વરૂપ કહીને દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકનયનો વાચ્ય અર્થ ગાથા-૪માં અને ગાથા-પમાં કહીને અને દ્રવ્યાસિકનયનો અને પર્યાયાસ્તિકાયનો પ્રત્યય જ્ઞાન, ગાથા-૬માં કહીને, હવે અભિધાનનું દ્રવ્યાસ્તિકાયના અને પર્યાયાસ્તિકાયના સ્વરૂપનું, અથવા તદ્ અભિધાયકનું દ્રવ્યાસ્તિકતયતા અને પર્યાયાસ્તિકનયના અર્થતા અભિધાયક એવા શબ્દનું, પ્રતિપાદન કરવા માટે કહે છે – ટીકા : पर्यायानिष्क्रान्तम्-तद्विकलम, सामान्य सङ्ग्रहस्वरूपं यस्मिन् वचने तत् पर्यायनिस्सामान्य वचनम्, किं पुनस्तत् ? इत्याह-अस्ति'इति, तच्च द्रव्यार्थिकस्य स्वरूपम् प्रतिपादकं वा, यद्वा पर्यायः ऋजुसूत्रनयविषयाद् अन्यो द्रव्यत्वादिविशेषः, स एव च निश्चितं सामान्यं यस्मिंस्तत् पर्यायनिस्सामान्यं वचनम् द्रव्यत्वादिसामान्यविशेषाभिधायीति यावत्, तच्च अशुद्धद्रव्यार्थिकसम्बन्धि, तत्प्रतिपादकत्वेन तत्स्वरूपत्वेन वा । अवशेषो वचनविधिः-वर्णपद्धतिः, सप्रतिपक्षः अस्य वचनस्य, पर्यायार्थिकनयरूपः तत्प्रतिपादको वा पर्यायसेवनात्; अन्यथा कथमवशेषवचनविधिः स्यात् यदि विशेषं नाश्रयेत् ? ।।१/७।। Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૭ ટીકાર્ચ - યાત્રિાન્તમ્ ... ના ? | પર્યાયથી નિષ્ક્રાંત તેનાથી વિકલ એવું, સામાન્ય-સંગ્રહ સ્વરૂપ, જે વચનમાં છે તે પર્યાયનિઃસામાન્ય વચન છે. તે શું છે ? એથી કહે છે – તિ' એ પ્રમાણે છે. અને તે દ્રવ્યાર્થિક દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ છે અથવા દ્રવ્યાર્દિકતયનું પ્રતિપાદક વચન છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કરીને હવે ગાથાના પૂર્વાર્ધનો અર્થ ટીકાકારશ્રી દ્વાથી અન્ય પ્રકારે કરે છે – પર્યાય=ઋજુસૂત્રના વિષયથી અન્ય એવા દ્રવ્યત્યાદિ વિશેષરૂપ પર્યાય, અને તે જકદ્રવ્યત્વાદિ વિશેષરૂપ પર્યાય જ, નિશ્ચિત સામાન્ય છે જેમાં તે પર્યાયનિઃસામાન્યવચન છે દ્રવ્યત્યાદિ સામાન્યવિશેષ અભિધાવી છે અને તે અન્ય પ્રકારે કહેલ પર્યાયતિ સામાન્ય વચન, અશુદ્ધદ્રવ્યાર્થિક સંબંધી છે-અશુદ્ધદ્ધવ્યાર્ષિકરૂપ વ્યવહારનય છે. કઈ રીતે અશુદ્ધ દ્રવ્યાર્થિક છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – તત્પતિપાદકપણાથી અથવા તસ્વરૂપપણાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક છે. આ રીતે ગાથાના પ્રથમપાદનો અર્થ અન્ય રીતે કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ કરે છે – અવશેષ વચનવિધિ અવશેષ વર્ણપદ્ધતિ, આ વચનનું ગાથાના પૂર્વાર્ધમાં કરાયેલા વચનનું, સપ્રતિપક્ષ છે=ગાથાના પૂર્વાર્ધમાં જે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને અથવા અશુદ્ધ દ્રવ્યાર્થિકનયને ગ્રહણ કરીને કથન કર્યું તે વચનનું સપ્રતિપક્ષ છે. તે સપ્રતિપક્ષ પર્યાયાર્થિકતયરૂપ અર્થાત્ પ્રતિક્ષણના પર્યાયને પૃથફ સ્વીકારવારૂપ કે તત્પતિપાદક વચનરૂપ છે; કેમ કે ગાથાના “પન્નવમય' શબ્દથી પર્યાયતી ભજના છે=પર્યાયનું સેવન છે. કેમ આ પર્યાયનું સેવન છે ? તે સ્પષ્ટ કરતાં ટીકામાં કહે છે – અન્યથા કેવી રીતે અવશેષવચનવિધિ થાય ? જો વિશેષનું આશ્રય ન કરે અર્થાત્ પ્રતિક્ષણના પર્યાયરૂપ વિશેષનું આશ્રયણ ન કરે. ૧/શા ભાવાર્થ : આ રીતે ગાથા-૭ના અન્ય પ્રકારે અર્થ કર્યો તેનાથી એ પ્રાપ્ત થાય કે પર્યાયથી રહિત એવું સંગ્રહરૂપ સામાન્ય વચન તે પર્યાયનિઃસામાન્ય વચન છે અને તે “અસ્તિ' એ પ્રમાણેનું વચન છે. તેથી દરેક પદાર્થની સત્તામાત્રનો બોધ થાય છે અને પર્યાયથી વિકલ હોવાના કારણે આ બોધ પણ આકાશકુસુમની જેમ અસત્ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૭, ૮ ૩૫ વળી યદ્વાથી અન્ય પ્રકારે અર્થ કર્યો તેનાથી એ પ્રાપ્ત થાય કે ઋજુસૂત્રનયનો વિષય જે ક્ષણિક છે તેનાથી અન્ય એવો જે પર્યાય અર્થાત્ બાહ્યવસ્તુમાં રહેલો દ્રવ્યત્વ, ઘટવાદિ પર્યાય જે દ્રવ્યત્વ ઘટવાદિ વિશેષરૂપ છે અને આવું નિશ્ચિત સામાન્ય જેમાં હોય તે પર્યાયનિઃસામાન્ય વચન છે. તેથી અશુદ્ધ દ્રવ્યાર્થિકનય બાહ્યપદાર્થોમાં દ્રવ્યત્વવિશેષ, ઘટવવિશેષ સ્વીકારે છે. તે સર્વ પર્યાયોનું ગ્રહણ થાય, પરંતુ દ્રવ્યમાં રહેલ સત્તામાત્રનું જે શુદ્ધ દ્રવ્યાર્થિકય ગ્રહણ કરે તેનું ગ્રહણ થતું નથી અને તેવું ગ્રહણ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધનો બે પ્રકારે અર્થ કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે – અવશેષ વચનવિધિ સપ્રતિપક્ષ છે અર્થાત્ ગાથાના પૂર્વાર્ધના વચનનો સપ્રતિપક્ષ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગાથાના પૂર્વાર્ધથી જે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય અને અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય ગ્રહણ કર્યો તેનાથી પ્રતિપક્ષરૂપ છે; કેમ કે ઋજુસૂત્રનય આદિ નય પર્યાયાર્થિકનારૂપ છે. વળી, આ અવશેષ વચનવિધિ ગાથાના પૂર્વાર્ધથી શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની અને અશુદ્ધ દ્રવ્યાસ્તિકનયની વિધિ બતાવી તેનાથી પ્રાપ્ત એવા દ્રવ્યના સ્વરૂપથી પદાર્થમાં રહેલા અવશેષ અર્થને કહેનારી અવશેષ વચનવિધિ, સપ્રતિપક્ષ છે તેમાં ગાથામાં રહેલા ‘પક્ઝવમળા' શબ્દથી યુક્તિ બતાવે છે – આ અવશેષવચનવિધિ પ્રતિક્ષણના પરાવર્તન થતા પર્યાયોનું આસેવન કરે છે અર્થાત્ આશ્રય કરે છે અને જો પ્રતિક્ષણ પરાવર્તન થતા એવા પર્યાયોનો સ્વીકાર ન કરે તો ગાથાના પૂર્વાર્ધથી કહેલા કથનના અવશેષને કહેનારા વચનની વિધિ કઈ રીતે થાય ? અર્થાત્ થાય નહીં. માટે આ અવશેષવચનવિધિ ગાથાના પૂર્વાર્ધના કથનનું સપ્રતિપક્ષ છે. I૧/ળા અવતરણિકા : एवं तावद् द्रव्यार्थिकपर्यायर्थिकभेदेन भेदमनुभवतां नयानां स्वरूपं प्रतिपाद्य अनेकान्तभावभावनयैवैषां सत्यता नान्यथेत्येतत्प्रतिपादनार्थं ज्ञानानेकान्तमेव तावदाह - અવતરણિકાર્ય : આ રીતે પૂર્વની ગાથામાં બતાવ્યું એ રીતે, દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના ભેદથી ભેદને પ્રાપ્ત કરતા એવા નયોના સ્વરૂપને પ્રતિપાદન કરીને અનેકાન્તભાવની ભાવનાથી જ=પરસ્પર સાપેક્ષતા સ્વીકારવારૂપ અનેકાન્તભાવની ભાવનાથી જ, આ નયોની સત્યતા છે અન્યથા નથી એ પ્રતિપાદન માટે જ્ઞાન અનેકાન્ત જ છે દ્રવ્યાર્થિકનયોમાંથી અને પર્યાયાર્થિકનયોમાંથી કોઈપણ નયનો યથાર્થ બોધ અન્ય નયથી આક્રાંત હોવાના કારણે અનેકાંત જ છે, એ પ્રમાણે કહે છે -- ગાથા : पज्जवणयवोक्कंतं वत्थु दवट्ठियस्स वयणिज्जं । जाव दविओवओगो अपच्छिमवियप्पनिव्वयणो ।।१/८।। Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૮ છાયા : पर्यायनयव्युत्क्रांतं वस्तु द्रव्यास्तिकस्य वचनीयं । यावद् द्रव्योपयोगोऽपश्चिमविकल्पनिर्वचनः ।।१/८।। અન્વયાર્થ : ની માછિવિયનિત્રયon=જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચાવાળો-સંગ્રહનયના પર્યવસાતવાળો, રવિવોનો દ્રવ્યનો ઉપયોગ છે દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ છે, પક્ઝવવવવવંતં ત્યાં સુધી પર્યાયય વ્યુત્ક્રાંત (આક્રાંત), વહ્યું-વસ્તુ, વ્યદિય દ્રવ્યાર્દિકનું દ્રવ્યાર્થિકનયનું, વાળં વક્તવ્ય છે. ૧/૮ ગાથાર્થ : જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચનવાળો સંગ્રહનયના પર્યવસાનવાળો, દ્રવ્યનો ઉપયોગ છે દ્રવ્યાર્થિન્નયનો ઉપયોગ છે, ત્યાં સુધી પર્યાયનય વ્યુત્ક્રાંત (આક્રાંત) વસ્તુ દ્રવ્યાર્થિનું દ્રવ્યાચિકનયન, વક્તવ્ય છે. ll૧/૮ll ટીકા : द्रव्यास्तिकस्य वक्तव्यम्=परिच्छेद्यो विषयः, निश्चयकर्तृवचनं निर्वचनम्, विकल्पश्च निर्वचनं च विकल्पनिर्वचनम्, न विद्यते पश्चिमं यस्मिन् विकल्पनिर्वचने तत् तथा, तथाविधं तद् यस्य द्रव्योपयोगस्यासौ अपश्चिमविकल्पनिर्वचनः सङ्ग्रहावसान इति यावत्, ततः परं विकल्पवचनाऽप्रवृत्तेः यावद् अपश्चिमविकल्पनिर्वचनो द्रव्योपयोगः प्रवर्त्तते तावद् द्रव्यार्थिकस्य विषयो वस्तु, तच्च पर्यायाक्रान्तमेव; अन्यथा ज्ञानाऽर्थयोरप्रतिपत्तेरसत्त्वप्रसक्तिः, न हि पर्यायाऽनाक्रान्तसत्तामात्रसद्भावग्राहकं प्रत्यक्षम् अनुमानं वा प्रमाणमस्ति, द्रव्यादिपर्यायाक्रान्तस्यैव सर्वदा सत्तारूपस्य ताभ्यामवगतेः ।। ટીકાર્ય :દ્રવ્યfસ્તસ્ય ..... તાસ્થામવા દ્રવ્યાસ્તિકનયનો વક્તવ્ય છે=પરિચ્છેદ વિષય છે – અપશ્ચિમવિકલ્પના અને નિર્વચનનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – નિશ્ચય કરનારું વચન તે નિર્વચન છે. વિકલ્પ અને નિર્વચન તે વિકલ્પનિર્વચન છે. અને વિકલ્પ=જ્ઞાનાત્મક બોધરૂપ વિકલ્પ, અને નિર્વચત પશ્ચિમ વિદ્યમાન નથી જેમાં તે તેવો છે=અપશ્ચિમવિકલ્પનિર્વચાવાળો છે, જે દ્રવ્ય ઉપયોગનું તેજ્ઞાન, તેવા પ્રકારનું છે એ=એ દ્રવ્ય ઉપયોગ, Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૮ અપશ્ચિમવિકલ્પ નિર્વચાવાળો છે=સંગ્રહના અવસાનવાળો છે; કેમ કે ત્યાર પછી=સંગ્રહના અંત પછી, વિકલ્પ અને વચનની અપ્રવૃત્તિ છે. પૂર્વના કથનથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – જ્યાં સુધી અપશ્ચિમવિકલ્પ અને નિર્વચાવાળો દ્રવ્યનો ઉપયોગ પ્રવર્તે છે ત્યાં સુધી દ્રવ્યાર્થિકતાનો વિષય એવી વસ્તુ છે અને તે વસ્તુ પર્યાયથી આક્રાંત જ છે. અન્યથા દ્રવ્યના ઉપયોગમાં પર્યાય આક્રાંત વસ્તુ ન હોય તો, જ્ઞાન અને અર્થતી અપ્રતિપતિ હોવાથી વસ્તુના જ્ઞાન અને વસ્તુના જ્ઞાનના વિષયભૂત અર્થની અપ્રાપ્તિ હોવાથી, અસત્ત્વની પ્રસક્તિ છે. કેમ પર્યાય આક્રાંત વસ્તુ જ દ્રવ્યાર્થિકનો વિષય છે ? તેમાં યુક્તિ બતાવે છે – પર્યાયથી અનાક્રાંત સત્તામાત્રના સદ્ભાવનું ગ્રાહક પ્રત્યક્ષપ્રમાણ કે અનુમાન પ્રમાણ નથી; કેમ કે દ્રવ્યાદિ પર્યાયથી આક્રાંત જ એવી સર્વદા સત્તારૂપ વસ્તુનું પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા ગ્રહણ થાય છે. ભાવાર્થ - ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા ઘટાદિ પદાર્થોને પ્રત્યક્ષથી જોવામાં આવે કે ધૂમાદિ લિંગો દ્વારા અગ્નિ આદિ પદાર્થોનો બોધ કરવામાં આવે ત્યારે તે વસ્તુમાં રહેલ દ્રવ્યત્વપર્યાય, ઘટત્વપર્યાય અને અંતિમ દ્રવ્યાસ્તિકનયના ઉપયોગમાં સત્તારૂપ પર્યાયથી આકાંત જ એવી વસ્તુનું પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી ગ્રહણ થાય છે, પરંતુ અન્યની વ્યાવૃત્તિ કરે તેવા પર્યાયનો સ્પર્શ ન હોય તેવી વસ્તુનું જ્ઞાનના ઉપયોગથી ગ્રહણ થતું નથી. તેથી સંગ્રહનયના પર્યવસાનવાળો અને વ્યવહારનયથી પ્રારંભ થતો એવો દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ પર્યાયથી આક્રાંત એવી વસ્તુનું જ કથન કરે છે. ટીકા : यद्वा यद् वस्तु सूक्ष्मतरतमादिबुद्धिना पर्यायनयेन स्थूलरूपत्यागेनोत्तरतत्तत्सूक्ष्मरूपाश्रयणाद् व्युत्क्रान्तम् गृहीत्वा त्यक्तम्, यथा किमिदं मृत्सामान्यं घटादिभिविना प्रतिपत्तिविषयः यावत् शुक्लतमरूपस्वरूपोऽन्त्यो विशेषः, एतद् द्रव्यार्थिकस्य वस्तु विषयः यतो यावद् अपश्चिमविकल्पनिर्वचनोऽन्त्यो विशेषस्तावद् द्रव्योपयोगः द्रव्यज्ञानं प्रवर्तते; नहि द्रव्यादयो विशेषान्ताः सदादिप्रत्ययाविशिष्टैकान्तव्यावृत्तबुद्धिग्राह्यतया प्रतीयन्ते, न च तथाऽप्रतीयमानास्तथाभ्युपगमार्हाः अतिप्रसङ्गात् ।।१।८।। ટીકાર્ય : યા ... ગતિપ્રસન્ ા ટીકાકારશ્રી ગાથાનો અવય અન્ય પ્રકારે કરે છે – અથવા સૂક્ષ્મતર-સૂક્ષ્મતમાદિ બુદ્ધિવાળા એવા પર્યાયાર્થિકતયથી વ્યુત્ક્રાંત=સ્થૂલ પર્યાયને ગ્રહણ કરીને Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૮ ત્યાગ કરવારૂપ વ્યુત્ક્રાંત, દ્રવ્યાર્દિકતયતો વસ્તુરૂપ વિષય વક્તવ્ય છે જે કારણથી જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચનરૂપ અંત્યવિશેષ છે ત્યાં સુધી દ્રવ્યનો ઉપયોગ છે દ્રવ્યનું જ્ઞાન પ્રવર્તે છે એમ આગળ સાથે અવય છે. આ બીજા પ્રકારના અર્થમાં ગાથાના પૂર્વાર્ધમાં રહેલા “વસ્તુશબ્દ પૂર્વે થતું' શબ્દ અધ્યાહાર છે અને તેને ગ્રહણ કરીને ગાથાના પૂર્વાર્ધનો અર્થ ટીકાકારશ્રી આ પ્રમાણે કરે છે – સૂક્ષ્મતર, સૂક્ષ્મતમાદિ બુદ્ધિરૂપ પર્યાયવયથી સ્થૂલરૂપના ત્યાગ દ્વારા ઉત્તરતા તે તે સૂક્ષ્મરૂપતા આશ્રયણથી વ્યુત્ક્રાંત=સ્થૂળથી ગ્રહણ કરીને ત્યાગ કરાયેલ “વસ્તુ'=જે વસ્તુ એ દ્રવ્યાર્થિકનથતો વિષય, વક્તવ્ય છે, એમ અવય છે. વ્યુત્ક્રાંતનો અર્થ કર્યો ‘ગ્રહણ કરીને ત્યાગ કરાયો’ તેને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે આ મૃત્સામાન્ય ઘટાદિ વગર પ્રતીતિનો વિષય શું થાય ? અર્થાત્ થાય નહીં આ પ્રકારના કથનમાં પ્રથમ મૃત્સામાન્યરૂપ સ્થલપર્યાય ગ્રહણ કર્યો અને ઉત્તરના સૂક્ષ્મ પર્યાયરૂપ ઘટાદિના આશ્રયપણાથી તેનો ત્યાગ કરાયો. આ પ્રકારના ગ્રહણ અને ત્યાગ શુક્લતમરૂપ સ્વરૂપવાળો અંત્યવિશેષ સુધી છે અને તેમાં હેતુરૂપે ગાથાનો ઉત્તરાર્ધ છે, તેથી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરે છે - જે કારણથી જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચનરૂપ અંત્યવિશેષ છે ત્યાં સુધી દ્રવ્યો ઉપયોગ-દ્રવ્યનું જ્ઞાન પ્રવર્તે છે. દ્રવ્યના સ્પર્શ વગર માત્ર પર્યાયો પ્રતીત થતા નથી તેથી દ્રવ્યને સ્વીકારવું આવશ્યક છે. તે બતાવવા માટે કહે છે – એકાત્ત વ્યાવૃત બુદ્ધિ વડે ગ્રાહ્યપણાથી દ્રવ્યથી પર્યાયને એકાગ્નભિન્ન માનવારૂપ બુદ્ધિ વડે ગ્રાહ્યપણાથી, દ્રવ્યાદિ વિશેષ અત્તવાળા સદાદિ પ્રત્યયથી અવિશિષ્ટ સદાદિ પ્રત્યયથી રહિત એવા પ્રતીત થતા નથી જ અને તે પ્રમાણે અપ્રતીમાત એવા દ્રવ્યાદિ વિશેષો સદાદિ પ્રત્યયથી રહિતપણારૂપે અપ્રતીયમાન એવા દ્રવ્યાદિ વિશેષો, તે પ્રકારે સ્વીકારવા યોગ્ય નથી એકાંત દ્રવ્યથી રહિતરૂપે સ્વીકારવા યોગ્ય નથી; કેમ કે અતિપ્રસંગ છે અપ્રતીયમાન એવા શશશંગને સ્વીકારવાનો અતિપ્રસંગ છે. ll૧/૮ ભાવાર્થ : આ બીજા પ્રકારના અર્થથી એ પ્રાપ્ત થાય કે મૃક્ષામાન્યરૂપે વસ્તુને ગ્રહણ કરીને પર્યાયાર્થિકનય ઘટાદિ પર્યાય વડે તેનો ત્યાગ કરે છે અર્થાત્ મુસ્સામાન્યનો ત્યાગ કરે છે. તે મૃસામાન્ય વસ્તુ દ્રવ્યાર્થિકનું વક્તવ્ય છે, આ પ્રકારે ગાથાના પૂર્વાર્ધથી પ્રાપ્ત થાય છે. તેમાં યુક્તિ આપતાં કહે છે – જે કારણથી જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચનવાળો અંત્યવિશેષ પ્રાપ્ત થાય ત્યાં સુધી દ્રવ્યનો ઉપયોગ પ્રવર્તે છે. જેમ સર્ભે ગ્રહણ કરીને પુદ્ગલરૂપ વિશેષ દ્વારા સતુનો ત્યાગ થાય છે, તેથી સત્ દ્રવ્યાર્થિકનો Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૮, ૯ ૩૯ વિષય છે. ત્યારપછી પુદ્ગલસામાન્યને ગ્રહણ કરીને મૂવિશેષ દ્વારા પુદ્ગલસામાન્યનો ત્યાગ થાય છે. ત્યારપછી ઘટરૂપ વિશેષ ગ્રહણ કરીને મૃદુસ્સામાન્યનો ત્યાગ થાય છે. વળી, તે ઘટ પણ અન્ય રૂપવાળો નથી, પરંતુ શુક્લતમરૂપવાળો છે, તેથી અન્ય રૂપનો ત્યાગ કરીને શુક્લતમરૂપનું ગ્રહણ થાય છે. આ રીતે જ્યાં સુધી અંત્યવિશેષ પ્રાપ્ત થાય ત્યાં સુધી દ્રવ્યનો ઉપયોગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈપણ વિશેષ પ્રકારનો બોધ સામાન્ય બોધથી રહિત નથી, પરંતુ પર્યાયાર્થિકનયના વિષયભૂત સર્વ વિશેષનો બોધ સામાન્યથી આક્રાંત છે. તેથી એવંભૂતનય જે ઘટનક્રિયાવિશિષ્ટ ઘટને ઘટ કહે છે તે ઘટ પણ સતુથી આક્રાંત છે, દ્રવ્યથી આક્રાંત છે, મૃથી આક્રાંત છે અને સદાદિ દ્રવ્યરૂપ છે. માટે પર્યાયાર્થિકનયનું ગ્રહણ સર્વથા દ્રવ્યાર્થિકનયના ગ્રહણ વગરનું નથી. [૧/૮ અવતરણિકા : तदेवं न सत्ता विशेषविरहिणी, नापि विशेषाः सत्ताविकला इति प्रदोपसंहरनाह - અવતરણિકાર્ચ - આ રીતે ગાથા-૮માં બતાવ્યું એ રીતે સત્તા દ્રવ્યાર્થિકતયતા વિષયભૂત સત્તા, વિશેષ વગરની નથી. વળી વિશેષ સતા વગર નથી, એ પ્રમાણે બતાવીને ઉપસંહાર કરતાં કહે છે=ગાથા-૮ની અવતરણિકામાં કહેલ કે અનેકાંતની ભાવના વડે જ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયની સત્યતા છે, અન્યથા તથી એ પ્રતિપાદન માટે જ્ઞાન અનેકાંત જ છે અને તે જ્ઞાનનું અનેકાંત ગાથા-૮માં બતાવ્યું તેના ઉપસંહારને કહે છે – ગાથા : दवढिओ त्ति तम्हा नत्थि णओ नियम सुद्धजाईओ । ण य पज्जवढिओ णाम कोइ भयणाय उ विसेसो ।।१/९।। છાયા : द्रव्यार्थिक इति तस्मात् नास्ति नयो नियमेन शुद्धजातीयः । न च पर्यायार्थिको नाम कोऽपि भजनात्तु विशेषः ।।१/९।। અન્વયાર્થ : તષ્ઠાં તે કારણથી=પૂર્વગાથામાં કહ્યું કે પરસ્પર અનાક્રાંત એવા દ્રવ્યનું અને પર્યાયનું અપ્રતીમાતપણું છે તે કારણથી, વ્યંગ રિંગદ્રવ્યાર્થિક એ પ્રમાણેનો, સુદ્ધના જો શુદ્ધ જાતિવાળો તય, નિયમ ત્યિકલિયમથી નથી, જે જ પન્નવદુષો પામ વો અને પર્યાયાર્થિક કામવાળો કોઈ વય નથી શુદ્ધ જાતિવાળો નિયમથી નથી, મથTI ૩ વસે=ભજતાથી જ વિશેષ છે. ૧/૯ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૯ ગાથાર્થ - તે કારણથી પૂર્વ ગાથામાં કહ્યું કે પરસ્પર અનાક્રાંત એવા દ્રવ્યનું અને પર્યાયનું પ્રતીયમાનપણું છે તે કારણથી, દ્રવ્યાર્થિક એ પ્રમાણેનો શુદ્ધ જાતિવાળો નય નિયમથી નથી અને પર્યાયાર્થિક નામવાળો શુદ્ધ જાતિવાળો કોઈ નય નિયમથી નથી, ભજનાથી જ વિશેષ છે. II૧/૯II ટીકા : तस्माद् द्रव्यार्थिकः इति नयः शुद्धजातीयः विशेषविनिर्मुक्तो नास्ति नियमेन इत्यवधारणार्थः, विषयाभावेन विषयिणोऽप्यभावात् न च पर्यायार्थिकोऽपि कश्चिन्नयः-'नाम' इति प्रसिद्धार्थः नियमेन शुद्धस्वरूपः सम्भवति, सामान्यविकलात्यन्तव्यावृत्तविशेषविषयाभावेन विषयिणोऽप्यभावात् यदि विषयाभावाद् इमो नयौ न स्तः यदुक्तम् 'तीर्थकरवचनसङ्ग्रह' इत्यादि तद् विरुध्यत इत्याह"भयणाय उ विसेसो" भजनायास्तु-विवक्षाया एव विशेष:-'इदं द्रव्यम् अयं पर्यायः' इत्ययं भेदः तथा तभेदाद् विषयिणोऽपि तथैव भेद इत्यभिप्रायः, भजना च-सामान्यविशेषात्मके वस्तुतत्त्वे उपसर्जनी-कृतविशेषं यद् अन्वयिरूपं तद् 'द्रव्यम्' इति विवक्ष्यते यदा तदा द्रव्यार्थिकविषयः, यदा तूपसर्जनी-कृतान्वयिरूपं तस्यैव वस्तुनो यद् असाधारणं रूपं तद् विवक्ष्यते तदा पर्यायनयविषयस्तद् મવતીતિ ૨/ ટીકાર્ય : તસ્માન્ ..... મવતીતિ છે તે કારણથી=પૂર્વ ગાથામાં કહ્યું કે પરસ્પર અનાક્રાંત એવા દ્રવ્યનું અને પર્યાયનું અપ્રતીયમાનપણું છે તે કારણથી, વિશેષથી રહિત એવો શુદ્ધજાતિવાળો દ્રવ્યાર્થિકાય નિયમથી નથી; કેમ કે વિષયના અભાવને કારણે=વિશેષથી રહિત એવા શુદ્ધ જાતિવાળા દ્રવ્યરૂપ વિષયના અભાવના કારણે, વિષયીનો પણ અભાવ છે એ પ્રકારના જ્ઞાનનો પણ અભાવ છે. અને પર્યાયાધિક પણ કોઈ વય નિયમથી શુદ્ધ સ્વરૂપવાળો સંભવતો નથી; કેમ કે સામાન્યથી વિકલ એવા અત્યંતવ્યાવૃતવિશેષરૂ૫ વિષયનો અભાવ હોવાના કારણે વિષયી એવા પર્યાયાસ્તિકાયના જ્ઞાનનો પણ અભાવ છે. જો વિષયના અભાવને કારણે આ બે જયો નથી તો જે “તીર્થકર વચન સંગ્રહ ઇત્યાદિ ગાથા-૩માં કહેવાયું તેનો વિરોધ થશે એથી ગાથામાં કહે છે ભજતાથી જ વિશેષ છે=વિવેક્ષાથી જ વિશેષ છે. કેવા પ્રકારનો વિશેષ છે ? તે સ્પષ્ટ કરે છે – ‘આ દ્રવ્ય છે અને આ પર્યાય છે' એ પ્રકારનો આ ભેદ છે અને તેના ભેદથી=વિષયના ભેદથી, વિષથી એવા જ્ઞાનનો પણ તે પ્રકારે જ ભેદ છે=વિવક્ષાથી જ ભેદ છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ભજનાને સ્પષ્ટ કરે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૯, ૧૦ ૪૧ સામાન્ય વિશેષાત્મક વસ્તુના તત્ત્વમાં ઉપસર્જન કરાયેલા વિશેષવાળું એવું જે અન્વયીરૂપ છે તે દ્રવ્ય એ પ્રમાણે જ્યારે વિવક્ષા કરાય છે ત્યારે દ્રવ્યાર્થિકતયનો વિષય છે. વળી, જ્યારે ઉપસર્જનીકૃત અન્વયીરૂપ તે જ વસ્તુનું જે અસાધારણરૂપ તે વિવક્ષા કરાય છે ત્યારે પર્યાયનયનો વિષય તે થાય છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧/૯૫ ભાવાર્થ: જગતમાં જે કોઈ વસ્તુ છે તે માત્ર દ્રવ્યરૂપ નથી કે માત્ર પર્યાયરૂપ નથી, પરંતુ પ્રતીયમાન દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભય સ્વરૂપ છે, તેથી પર્યાય વગર શુદ્ધ જાતિવાળો દ્રવ્યાસ્તિકનય સ્વીકારવો હોય તો તેના વિષયભૂત પર્યાય રહિત દ્રવ્ય બતાવવું પડે અને જગતમાં પર્યાય વગર દ્રવ્ય નથી. તેથી શુદ્ધ જાતિવાળો દ્રવ્યાસ્તિકનય નથી અને શુદ્ધ જાતિવાળો પર્યાયાસ્તિકનય સ્વીકારવો હોય તો તેના વિષયભૂત દ્રવ્ય રહિત પર્યાય બતાવવું પડે. જગતમાં સામાન્યથી રહિત એવી અંતિમ વિશેષ કોઈ વસ્તુ નથી તેથી પર્યાયાસ્તિકનયનો પણ વિષય નિયમથી શુદ્ધ જાતિવાળો જગતમાં નથી આ પ્રકારનો ગાથાનો અર્થ ક૨વાથી પ્રશ્ન થયો કે ગ્રંથકારશ્રીએ સ્વયં ગાથા-૩માં તીર્થંક૨ના વચનરૂપ સંગ્રહનય વગેરે બતાવેલ તે સંગત થશે નહીં. તેથી કહે છે કે ભજનાથી વિશેષ છે અર્થાત્ વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે છતાં વિવક્ષા કરનાર પુરુષ પર્યાયને ગૌણ કરીને દ્રવ્યની વિવક્ષા કરે અને દ્રવ્યને ગૌણ કરીને પર્યાયની વિવક્ષા કરે ત્યારે ‘આ દ્રવ્ય છે’ અને ‘આ પર્યાય છે’ એમ ભેદથી કહી શકે છે પણ પરમાર્થથી જ્ઞાનના વિષયભૂત પદાર્થ દ્રવ્યપર્યાયરૂપ જ છે માત્ર દ્રવ્યરૂપ નથી અને માત્ર પર્યાયરૂપ નથી. II૧/૯ અવતરણિકા : एवंरूपभजनाकृतमेव भेदं दर्शयितुमाह અવતરણિકાર્ય -- આવા સ્વરૂપવાળી ભજનાથી કરાયેલા જ ભેદને=‘આ દ્રવ્ય છે, આ પર્યાય છે' એ પ્રકારના ભેદને, બતાવવા કહે છે ગાથા : છાયા ઃ Jain Educationa International – दव्वट्ठियवत्तव्वं अवत्थु नियमेण पज्जवणयस्स । तह पज्जववत्थु अवत्थुमेव दव्वट्ठियनयस्स । ।१ / १० ।। द्रव्यार्थिकवक्तव्यं अवस्तु नियमेन पर्यायनयस्य । तथा पर्यायवस्तु अवस्तुमेव द्रव्यार्थिकनयस्य । ।१/१०।। For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ अन्वयार्थ : दव्वट्ठियवत्तव्वं=द्रव्यार्थिऽनुं वक्तव्य, पज्जवणयस्स पर्यायार्थिऽनयना मते, णियमेण = नियमथी, अवत्थु= जवस्तु छे, तह=जने, पज्जववत्थु - पर्यायार्थिनयनी वस्तु, दव्वट्ठियनयस्स - द्रव्यार्थिऽनयना मते, अवत्थमेव = वस्तु ४ छे. ॥१ / १०॥ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦ गाथार्थ : દ્રવ્યાર્થિનું વક્તવ્ય પર્યાયાર્થિનયના મતે નિયમથી અવસ્તુ છે અને પર્યાયાર્થિનયની वस्तु द्रव्यार्थिनयना मते जवस्तु ४ छे. 1१/१०॥ टीडा : पर्यायास्तिकस्य द्रव्यास्तिकाभिधेयमस्तित्वम् अवस्त्वेव, भेदरूपापन्नत्वात् द्रव्यास्तिकस्यापि पर्यायास्तिकाभ्युपगता भेदा अवस्तुरूपा एव भवन्ति, सत्तारूपापन्नत्वात् अतो भजनामन्तरेणैकत्र सत्तायाः अपरत्र च भेदानां नष्टत्वात् 'इदं द्रव्यम् एते च पर्यायाः' इति नास्ति भेदः, न च प्रतिभासमानयोद्रव्यपर्याययोः कथं पर्यायास्तिकद्रव्यास्तिकाभ्यां प्रतिक्षेपः इति वक्तव्यम्, यतः प्रतिभासोऽप्रतिभासस्य बाधकः न तु मिथ्यात्वस्य; मिथ्यारूपस्यापि प्रतिभासनात् । तथाहि पर्यायास्तिकः प्राह-न मया द्रव्यप्रतिभासो निषिध्यते, तस्यानुभूयमानत्वात्; किन्तु विशेषव्यतिरेकेण द्रव्यस्याप्रतिभासनात्, अव्यतिरेके तु व्यक्तिस्वरूपवत् तस्यानन्वयात् उभयरूपतायाश्चैकत्र विरोधात्, गत्यन्तराभावात् द्रव्यप्रतिभासस्तत्र मिथ्यैव, विशेषप्रतिभासस्त्वन्यथा, बाधकाभावात् यतः प्रतिक्षणं वस्तुनो निवृत्तेर्नाशोत्पादौ पर्यायलक्षणं न स्थितिः, द्रव्यार्थिकस्तु भजनोत्थापितस्वरूपः प्राह- अस्माकमप्ययमेवाभ्युपगमः- न विशेषप्रतिभासप्रतिक्षेपः किन्तु तस्य भेदाभेदोभयविकल्पैर्बाध्यमानत्वाद् मिथ्यारूपतैव, अभेदप्रतिभासस्तु अनुत्पादव्ययलक्षणस्य द्रव्यस्य, तद्विषयस्य सर्वदाऽवस्थितेरबाध्यमानत्वात् सत्य इति ।।१/१० ।। टीडार्थ : पर्यायास्तिकस्य इति । पर्यायास्तिनी=पर्यायास्ति नयनी दृष्टिथी, द्रव्यास्तिऽनयनुं अभिधेय અસ્તિત્વ અવસ્તુ જ છે; કેમ કે ભેદરૂપ સ્વીકારપણું છે=પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ ભેદરૂપ વસ્તુને સ્વીકારનાર છે. દ્રવ્યાસ્તિકની−દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી, પણ પર્યાયાસ્તિકનયના સ્વીકારાયેલા ભેદો અવસ્તુરૂપ જ છે; કેમ કે સત્તારૂપનું સ્વીકારપણું છે=દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ સત્તારૂપ વસ્તુને ગ્રહણ કરનાર છે. આથી ભજના વગર=વિકલ્પ વગર, એક ઠેકાણે સત્તાનું અને અન્યત્ર ભેદોનું નષ્ટપણું હોવાથી “આ દ્રવ્ય છે” અને “આ પર્યાય છે" એવો ભેદ નથી. અને પર્યાયાસ્તિકનય દ્વારા અને દ્રવ્યાસ્તિકનય દ્વારા પ્રતિભાસમાન એવા દ્રવ્ય-પર્યાયનો પ્રતિક્ષેપ કેવી રીતે થાય ? એમ ન કહેવું. જે કારણથી પ્રતિભાસ, અપ્રતિભાસતો બાધક છે, પરંતુ મિથ્યાત્વનો બાધક નથી; કેમ કે મિથ્યારૂપનું Jain Educationa International ..... For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦ પણ પ્રતિભાસ થાય છે તે આ પ્રમાણે – પર્યાયાસ્તિકતય કહે છે – મારા વડે દ્રવ્યનો પ્રતિભાસ નિષેધ કરાતો નથી; કેમ કે તેનું દ્રવ્યનું, અનુભૂયમાનપણું છે, પરંતુ વિશેષથી ભિન્નપણારૂપે દ્રવ્યનો અપ્રતિભાસ છે. વળી, અવ્યતિરેકમાં=વિશેષથી અવ્યતિરેક એવા દ્રવ્યમાં, વ્યક્તિના સ્વરૂપની જેમ=પર્યાયરૂપ વ્યક્તિમાં પર્યાયના સ્વરૂપની જેમ, તેનો દ્રવ્યનો, અનવય હોવાથી અને ઉભયરૂપતાનો અવયરૂપતા અને વ્યતિરેકરૂપતારૂપ ઉભયરૂપતાનો, એક સ્થાનમાં વિરોધ હોવાથી ગત્યંતરનો અભાવ હોવાના કારણે=પર્યાયથી અન્ય દ્રવ્ય નથી તેમ સ્વીકાર્યા વગર અનુભવની સંગતિનો અભાવ હોવાના કારણે, ત્યાં પુરોવર્સી દેખાતા પદાર્થમાં, દ્રવ્યનો પ્રતિભાસ-અનુગત પ્રતીતિ કરાવે તેવો દ્રવ્યનો પ્રતિભાસ, મિથ્યા જ છે. વળી, વિશેષનો પ્રતિભાસ અન્યથા છે–મિથ્યાથી અન્ય સગર્ છે; કેમ કે બાધકનો અભાવ છે. જે કારણથી પ્રતિક્ષણ વસ્તુની નિવૃત્તિ હોવાથી નાશઉત્પાદ પર્યાયનું લક્ષણ છે, સ્થિતિ નહીં. વળી, ભજતા ઉત્થાપિત સ્વરૂપવાળો દ્રવ્યાર્થિકતય કહે છે – ‘અમને પણ આ જ અભ્યપગમ છે=વિશેષના પ્રતિભાસનો પ્રતિક્ષેપ નથી, પરંતુ તેનું વિશેષતું. ભેદભેદ ઉભય વિકલ્પોથી બાધ્યમાતપણું હોવાના કારણે મિથ્થારૂપતા જ છે'. વળી, અનુત્પાદવ્યય લક્ષણ દ્રવ્યનો=અનુત્પાદ અવ્યય સ્વરૂપવાળા દ્રવ્યો, અભેદપ્રતિભાસ-દ્રવ્યથી પર્યાયનો અભેદ પ્રતિભાસ સત્ય છે. કેમ કે તેના વિષયની-દ્રવ્યતા વિષયની, સર્વદા અવસ્થિતિ હોવાથી અબાધ્યમાનપણું છે. II૧/૧૦ ભાવાર્ય : “આ ઘટ છે” “આ પટ છે” તેવો ભેદ બે ભિન્ન પદાર્થમાં પ્રતીત છે, પરંતુ પુરોવર્સી દેખાતી એક વસ્તુમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જોવા માટે પ્રવર્તતા હોય ત્યારે આ દ્રવ્ય છે, આ પર્યાય છે એમ બે ભિન્ન વસ્તુને બતાવી શકતા નથી, પરંતુ પુરોવર્સી દેખાતી એક વસ્તુને વિવક્ષાના ભેદથી કહી શકે કે પુરોવર્તી વસ્તુમાં દેખાતું જે અનુગતપણું છે તે દ્રવ્ય છે અને પુરોવર્સી દેખાતી વસ્તુમાં જે પ્રતિક્ષણ પરિવર્તન દેખાય છે તે પર્યાય છે. તેથી ભજનાથી=વિકલ્પથી, આ દ્રવ્ય છે અને આ પર્યાય છે તેમ કહી શકે, પરંતુ એકાંત પર્યાયાર્થિકનયથી જોનારાના મતે દ્રવ્યાસ્તિકનયનું અસ્તિત્વરૂપ અભિધેય અવસ્તુ છે; કેમ કે પર્યાયાસ્તિકનયથી જોનારાને મતે પ્રતિક્ષણ પરિવર્તન જ માત્ર દેખાય છે, વિદ્યમાનરૂપે સ્થિર કોઈ વસ્તુ દેખાતી નથી. વળી, એકાંત દ્રવ્યાસ્તિકનયથી જોનારાને પણ પર્યાયાસ્તિકનયના સ્વીકારાયેલા ભેદો અવસ્તુ જ છે; કેમ કે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી સત્તારૂપ વસ્તુ જ દેખાય છે. તેનાથી ભેદો પૃથક્ ક્યાંય દેખાતા નથી; કેમ કે કોઈક ઠેકાણે માત્ર સત્તા છે અને કોઈક ઠેકાણે માત્ર ઉત્પાદ-વ્યય છે તેવું ક્યાંય પ્રતીત થતું નથી. અહીં પ્રશ્ન થાય કે ચક્ષુથી દેખાતા પદાર્થને જોઈને કોઈ વ્યક્તિ પ્રામાણિક રીતે વસ્તુને જોતો હોય ત્યારે તેમાં પ્રતિભાસમાન દ્રવ્ય અને પર્યાય બને છે. તેથી પ્રતિભાસમાન એવા દ્રવ્યને પર્યાયાર્થિકનય કઈ રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦ પ્રતિષેધ કરી શકે ? અને પ્રતિભાસમાન એવા પર્યાયને દ્રવ્યાર્થિકનય કઈ રીતે પ્રતિષેધ કરી શકે ? અર્થાત્ કરી શકે નહીં એમ કહેવું નહીં; કેમ કે પ્રતિભાસ અપ્રતિભાસનો બાધક છે, મિથ્યારૂપનો બાધક નથી; કેમ કે પ્રતિભાસ થતો હોવા છતાં મિથ્યારૂપનો પણ પ્રતિભાસ થઈ શકે છે. જેમ દૂરવર્તી પ્રતિભાસમાન વૃક્ષને જોઈને ત્યાં કાંઈ પ્રતિભાસમાન નથી તેવો બોધ થતો નથી, તેથી પ્રતિભાસ અપ્રતિભાસનો બાધક બને છે; આમ છતાં દૂરવર્તી વૃક્ષને જોનારા પુરુષને ‘આ પુરુષ છે’ એવું મિથ્યારૂપ પ્રતિભાસ થઈ શકે છે. તેમ પર્યાયાર્થિકનયને પણ દ્રવ્યાર્થિકનયનો વિષય મિથ્યારૂપે પ્રતિભાસ થઈ શકે છે, તેથી એકાંતથી પર્યાયને જોનારા કહે છે કે ‘મારા વડે દ્રવ્યનો પ્રતિભાસ નિષેધ કરાતો નથી; કેમ કે પુરોવર્તી રહેલી વસ્તુ દ્રવ્યરૂપે અનુભૂયમાન છે, પરંતુ વિશેષથી ભિન્નરૂપે દ્રવ્યનો અપ્રતિભાસ છે'. વળી, વિશેષથી અભિન્નરૂપે સ્વીકારવામાં આવે તો વ્યક્તિના સ્વરૂપની જેમ=પર્યાયરૂપ વ્યક્તિમાં પર્યાયનું સ્વરૂપ અન્વય પામે છે તેમ, દ્રવ્યના સ્વરૂપનો અન્વય નથી, પરંતુ અનન્વય છે=સર્વ પર્યાયોમાં દ્રવ્યનો અનન્વય છે; કેમ કે પ્રતિક્ષણ દેખાતી વસ્તુ પરિવર્તન જ પામતી દેખાય છે, સ્થિર વસ્તુ કોઈ દેખાતી નથી. ૪૪ વળી, વસ્તુ દ્રવ્યરૂપ પણ છે અને પર્યાયરૂપ પણ છે તેમ સ્વીકારવા માટે વસ્તુને સામાન્ય અને વિશેષરૂપે સ્વીકારવી પડે અને એક જ વસ્તુ વિશેષરૂપ અને સામાન્યરૂપ ઉભયસ્વરૂપે સ્વીકારવામાં વિરોધ છે. તેથી ગતિ અત્તરનો અભાવ છે=અન્વય નામનું દ્રવ્ય નથી તેમ સ્વીકાર્યા વગર બીજો ઉપાય નથી. માટે દ્રવ્યનો પ્રતિભાસ ત્યાં=પુરોવર્તી દેખાતા પદાર્થમાં, મિથ્યા છે. વળી, વિશેષનો પ્રતિભાસ અન્યથા છે-સમ્યગ્ છે; કેમ કે પ્રતિક્ષણ નવી અવસ્થાને પામવાસ્વરૂપ પર્યાયને સ્વીકા૨વામાં બાધકનો અભાવ છે. જે કારણથી પ્રતિક્ષણ વસ્તુની નિવૃત્તિથી નાશ અને ઉત્પત્તિરૂપ પર્યાયનું લક્ષણ વસ્તુમાં પ્રાપ્ત થાય છે, પરંતુ સ્થિતિની પ્રાપ્તિ નથી. વળી, ભજનાથી ઉત્થાપિત સ્વરૂપવાળો દ્રવ્યાર્થિકનય કહે છે અમારો પણ આ પ્રકારનો=જે પ્રકારનો પર્યાયાર્થિકનય સ્વીકાર કરે છે એ પ્રકારનો, સ્વીકાર છે. તે સ્વીકાર સ્પષ્ટ કરે છે - દ્રવ્યાર્થિકનય વિશેષના પ્રતિભાસનો પ્રતિક્ષેપ કરતો નથી, ફક્ત તેનું=વિશેષપ્રતિભાસનું, ભેદાભેદરૂપ ઉભય વિકલ્પથી બાધ્યમાનપણું હોવાથી=દ્રવ્યથી પર્યાયનો ભેદ છે એમ સ્વીકા૨વામાં બાધ છે અને દ્રવ્યથી પર્યાયનો અભેદ સ્વીકારવામાં દ્રવ્યથી અતિરિક્ત પર્યાયની પ્રતીતિનો બાધ છે, તેથી મિથ્યારૂપતા જ છે=પર્યાયના પ્રતિભાસની મિથ્યારૂપતા જ છે, વળી, અનુત્પાદ અવ્યય લક્ષણવાળા દ્રવ્યનો અભેદ પ્રતિભાસ છે માટે દ્રવ્યાર્થિકનયના વિષયનું સર્વદા અવસ્થિતપણું હોવાથી અબાધ્યમાનપણું છે માટે દ્રવ્યાર્થિકનય સત્ય છે. આ પ્રકારનો ટીકાનુસાર અર્થ કરવાથી એ ફલિત થયું કે જોનાર પુરુષને એક વસ્તુ ચક્ષુ સામે દેખાય છે તે વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ છે છતાં જ્યારે તે પુરુષ દ્રવ્યની વિવક્ષા કરવાના વ્યાપારવાળો હોય છે Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦ ૪૫ ત્યારે પુરોવર્તી વસ્તુ તેને દ્રવ્યરૂપે જ દેખાય છે, પર્યાયરૂપે દેખાતી નથી, કેમ કે દ્રવ્યને જોનારી દૃષ્ટિનો વિષય દ્રવ્ય જ છે, પર્યાય નથી. માટે દ્રવ્યાર્થિકનયને જોવાની માત્ર વિવલાથી વ્યાપારવાળા પુરુપને દ્રવ્ય સત્ય જણાય છે અને પર્યાય મિથ્યા જણાય છે; કેમ કે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી પર્યાય દ્રવ્યથી ભિન્નરૂપ જણાતા નથી અને તે જ પુરુષ જ્યારે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી પદાર્થને જોવા માટે વ્યાપારવાળો બને છે ત્યારે તેને પુરોવર્તી વસ્તુમાં પ્રતિક્ષણ પરિવર્તન પામતા પર્યાયો જ દેખાય છે અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી પર્યાયથી અતિરિક્ત દ્રવ્ય નથી તેમ જ દેખાય છે. માટે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી અવયીરૂપ દ્રવ્ય અવસ્તુરૂપે જણાય છે. તેથી બને નયો પોતાના વિષયને સ્વીકારીને વસ્તુ સર્વથા દ્રવ્યરૂપ કે સર્વથા પર્યાયરૂપ સ્થાપન કરે છે તે મિથ્યા છે, પરંતુ ગૌણમુખ્યભાવની વિવક્ષારૂપ ભજનાથી દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો આ પ્રકારનો ભેદ છે તેમ સ્વીકારીએ તો જ બન્ને નયો સત્ય થાય, અન્યથા બન્ને નયો જે સ્થાપન કરે છે તે મિથ્યા છે. દ્રવ્યાસ્તિકનયનો વિષય પર્યાય વગર નથી અને પર્યાયાસ્તિકનયનો વિષય દ્રવ્ય વગર નથી, પરંતુ પદાર્થ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે, તેમ અર્થ-કામ સામાન્ય અને અર્થ-કામ વિશેષ છે એ રીતે વિભાગ કરીએ તો અર્થ-કામસામાન્ય પ્રવાસ્તિકનયનો વિષય છે અને અર્થ-કામવિશેષ પર્યાયાસ્તિકનયનો વિષય છે. આથી અર્થ-કામસામાન્યને ગ્રહણ કરીને આત્માના વિકારરૂપ હોવાથી અર્થ-કામ હેય છે એમ કહેવાય છે. વળી, અર્થ-કામવિશેષને ગ્રહણ કરીને કોઈક અંશથી અર્થ-કામને હેય કહેવાય છે અને કોઈક અંશથી ઉપાદેય પણ કહેવાય છે આથી જ ધર્મથી નિયંત્રિત અર્થ-કામ ચિત્તની સમાધિના કારણ હોવાથી ધર્મ, અર્થ અને કામરૂપ પુરુષાર્થની આરાધના દુર્લભ છે તેમ યોગબિંદુ ગ્રંથમાં પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહેલ છે. તેથી એ ફલિત થાય કે જે પ્રવૃત્તિથી વિકારો શમે તે પ્રવૃત્તિ જીવ માટે ઉપાદેય છે, જેમ સંયમની પ્રવૃત્તિથી વિકારો શમે છે માટે સંયમ ઉપાદેય છે. તે રીતે જેઓને વિકારી સુખ અને નિર્વિકારી સુખનો સ્પષ્ટ બોધ છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો નિર્વિકારી સુખના અત્યંત અર્થી છે અને વિકારી સુખ તેઓને જીવની વિડંબના સ્વરૂપ દેખાય છે, તોપણ વિકારઆપાદક કર્મોનો ઉપશમ થયેલો નહીં હોવાથી અને બાહ્ય ત્યાગમાત્રથી ચિત્તમાં ઉત્પન્ન થયેલ ઇરછારૂપી વિકાર શમે તેમ નહીં હોવાથી સંવેગપૂર્વક વિકારોની વૃદ્ધિ ન થાય તે પ્રમાણે ત્રણલેપની જેમ ભોગ કરે છે ત્યારે ચિત્તમાં ઉત્પન્ન થયેલ ઇચ્છારૂપ વિકાર શાંત થાય છે તેથી સ્વસ્થતાનું સુખ મળે છે. આથી જ જ્યારે કંઈક ભોગો પછી તેઓને ભોગની ઇચ્છા શમે છે ત્યારે સંયમ ગ્રહણ કરીને સંપૂર્ણ નિર્વિકારી સુખ માટે તેઓ સંયમમાં ઉદ્યમ કરી શકે છે. આથી જ ભોગએકનાશ્ય કર્મવાળા તીર્થકરના જીવોને કામની ઇચ્છા થાય છે તે વિકારરૂપ હોવાથી “રાગની સઝાય'માં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ તેની નિંદા કરી છે. વળી, ભોગકાળમાં આક્ષેપક જ્ઞાન હોવાને કારણે વિકારના શમનને અનુકૂળ યત્ન તેઓનો હણાતો નથી તેથી “યતમાન યતિ' એ ન્યાયથી તેઓને “ભોગકાળમાં પણ યતિ છે' તેમ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ કહેલ છે, જે તેઓની પ્રશંસા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦, ૧૧ વળી, સમ્યગ્દષ્ટિ જીવો ભોગ કરે છે ત્યારે ભોગની ઇચ્છા અને કંઈક પ્રમાદ અંશ વર્તે છે તે અંશથી તેનો ભોગ નિંદેલ છે, તોપણ નિર્વિકારી સુખના અર્થી હોવાથી ભોગના સંસ્કારો વૃદ્ધિ ન પામે તે પ્રકારે સકંપ ભોગ કરે છે, જેનાથી ભોગની ઇચ્છા શાંત થાય છે, પરંતુ ભોગની ઇચ્છાની વૃદ્ધિ થતી નથી. તે અંશથી તેઓના કામપુરુષાર્થની આરાધના દુર્લભ છે તેમ કહીને તેઓની પ્રશંસા પણ કરેલ છે. આથી જ અજિતશાંતિસ્તોત્રમાં “નવય...' ઇત્યાદિ ગાથાથી શ્રી શાંતિનાથ ભગવાનના ચક્રવર્તીપણાની સ્તુતિ કરેલ છે, તેથી તે તે ધર્મ અવચ્છેદન ભોગ વિકારરૂપ હોવાથી નિંદ્ય છે અને તે તે ધર્મ અવચ્છેદન ભોગ વિકારના શમન દ્વારા સ્વાથ્યનું કારણ હોવાથી પ્રશંસનીય છે, છતાં જેઓને અર્થ-કામ એકાંતે હેય જણાય છે કે એકાંતે ઉપાદેય જણાય છે, તેઓ પર્યાયનિરપેક્ષ દ્રવ્યને જોનારા હોવાથી તેઓના જ્ઞાનના વિષયભૂત તેવા ભોગાદિ પદાર્થો જગતમાં નથી. તેથી તેઓનો એકાંતવાદ મિથ્થારૂપ છે. I૧/૧ના અવતરણિકા : कल्पनाव्यवस्थापितपर्यायास्तिकद्रव्यास्तिकयोरेवंलक्षणप्रदर्शितस्वरूपयोमिथ्यारूपताप्रतिपत्तिः सुकरा भविष्यतीत्याह - અવતરણિતાર્થ : આવા લક્ષણથી પ્રદર્શિત સ્વરૂપવાળા-ગાથા-૮માં બતાવ્યું એવા લક્ષણથી પ્રદર્શિત સ્વરૂપવાળા, કલ્પનાથી સ્થાપિત એવા પર્યાયાસિક-દ્રવ્યાસ્તિકતયની=એક પદાર્થમાં બન્ને પ્રતિભાસમાન હોવા છતાં કલ્પનાથી પૃથરૂપે વ્યવસ્થાપિત પર્યાયાસ્તિકનયતી અને દ્રવ્યાસિકનયની, મિથ્થારૂપતાની પ્રતિપતિદ્રવ્યાકિનયની દૃષ્ટિથી પર્યાયાસ્તિકાયનું વક્તવ્ય મિથ્થારૂપ છે અને પર્યાયાસ્તિકનયથી દૃષ્ટિથી દ્રવ્યાસિકનયનું વક્તવ્ય મિથ્થારૂપ છે, એ પ્રકારની મિથ્થારૂપતાની પ્રતિપતિ, સુકર થશે=સંગત થશે. એને કહે છે – ગાથા : उप(प्प)ज्जंति वियंति य भावा नियमेण पज्जवणयस्स । दव्वट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणटुं ।।१/११।। છાયા : उत्पद्यन्ते विपद्यन्ते च भावाः नियमेन पर्यायनयस्य । द्रव्यार्थिकस्य सर्वं सदा अनुत्पन्नमविनष्टं ।।१/११।। અન્વયાર્થ : પન્નવર્સિ -પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી, માવા=ભાવો નિયમે=નિયમથી ૩પન્નતિ વિયંતિ–ઉત્પન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૧ થાય છે અને નાશ પામે છે, ફ્ર=દ્રવ્યાર્ષિકાયની દૃષ્ટિથી, સવં=સર્વ વસ્તુ, સવા=સદા ગgપન્નવાઝું અનુત્પન્ન અવિષ્ટ છે. ૧/૧૧/L. ગાથાર્થ : પર્યાયાર્થિકનયની દષ્ટિથી ભાવો નિયમથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, કવ્યાર્થિકનયની દષ્ટિથી સર્વ વસ્તુ સદા અનુત્પન્ન અવિનષ્ટ છે. II૧/૧૧/l ટીકા : उत्पद्यन्ते प्रागभूत्वा भवन्ति, विशेषेण निरन्वयरूपतया, गच्छन्ति-नाशमनुभवन्ति, भावाः पदार्थाः, नियमेन इत्यवधारणे पर्यायनयस्य मतेन, प्रतिक्षणमुत्पादविनाशस्वभावा एव भावाः पर्यायनयस्याभिमताः, द्रव्यार्थिकस्य सर्वं वस्तु सदा अनुत्पन्नमविनष्टम् आकालं स्थितिस्वभावमेवेति मतम्, एतच्च नयद्वयस्याभिमतं वस्तु प्राक् प्रतिपादितमिति न पुनरुच्यते ।।१/११।। ટીકાર્ય : ઉત્પન્ન .... પુનરુચ્યતે | પર્યાયતયના મતથી ભાવો-પદાર્થો, નિયમથી ઉત્પન્ન થાય છે પૂર્વમાં જે નહોતા તે ઉત્પન્ન થાય છે અને વિશેષથી=નિરવયરૂપપણાથી લાશને પામે છે. તેનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પ્રતિક્ષણ ઉત્પાદ અને વિનાશ સ્વભાવવાળા પદાર્થો પર્યાયાર્થિકનયને અભિમત છે. સર્વ વસ્તુ સદા અનુત્પન્ન અને અવિનષ્ટ છે=આકાલ સ્થિતિસ્વભાવવાળું જ છે એ પ્રકારનો દ્રવ્યાર્થિકનયનો મત છે. અને આ તયયને અભિમત વસ્તુ પૂર્વમાં પ્રતિપાદન કરાયેલ છે, એથી ફરી કહેવાતું નથી. II૧/૧૧ાા. ભાવાર્થ : પર્યાયાર્થિકનય પુરોવર્સી પદાર્થના પરિવર્તન અંશને જોનારી દૃષ્ટિ છે, તેથી પર્યાયાર્થિકનયના ઉપયોગવાળા પુરુષને પ્રતિક્ષણ નવો ભાવ ઉત્પન્ન થતો દેખાય છે અને પૂર્વનો ભાવ નાશ થતો દેખાય છે, પરંતુ તે ઉત્પાદ અને નાશ વચ્ચે અન્વયી એવું દ્રવ્ય પર્યાયાર્થિકનયથી દેખાતું નથી, માટે પર્યાયાર્થિકનયની દૃષ્ટિનો વિષય પ્રતિક્ષણ થતો ઉત્પાદ અને વિનાશ છે. વળી, દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ પરિવર્તન થતા પણ પદાર્થને જોવા પ્રત્યે ઉપેક્ષા કરીને ત્રણેય કાળમાં અવસ્થિત રહેલા દ્રવ્યને જોનારી દૃષ્ટિ છે. તેથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વસ્તુ સદા અનુત્પન્ન અવિનષ્ટ એવી આકાલ સ્થિતિસ્વભાવવાળી દેખાય છે. જેમ પોતાનો આત્મા નવા નવા ભવોને પ્રાપ્ત કરે છે તોપણ આત્મદ્રવ્ય ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે એમ જ દેખાય છે. તેથી એકાંતથી જોનારા બન્ને નયો મિથ્થારૂપ છે, એમ પૂર્વમાં કહેલ છે તેથી ફરી ટીકાકારશ્રી કહેતાં નથી. II૧/૧૧ના Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૨ અવતરણિકા : परस्परनिरपेक्षं चोभयनयप्रदर्शितं वस्तु प्रमाणाभावतो न सम्भवतीत्याह - અવતારણિયાર્થ: અને પરસ્પર નિરપેક્ષ ઉભયનય પ્રદર્શિત વસ્તુ પ્રમાણનો અભાવ હોવાથી સંભવતી નથી, એને કહે છે – ભાવાર્થ : ગાથા-૧૦ અને ૧૧માં કહ્યું કે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી પર્યાયનું કથન અવસ્તુ છે અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી દ્રવ્યાર્થિકનયનું કથન અવસ્તુ છે તે કથન દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને જોનારી વિવેક્ષાથી કરીએ તો વિરોધ નથી, પરંતુ વિવક્ષા વગર પરસ્પર નિરપેક્ષ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય દ્વારા બતાવેલ વસ્તુ સંભવતી નથી; કેમ કે જગતવર્તી વસ્તુ માત્ર દ્રવ્યરૂપ છે કે માત્ર પર્યાયરૂપ છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી તેને બતાવે છે – ગાથા : दव्वं पज्जवविउयं दव्वविउत्ता य पज्जवा णत्थि । उप्पायट्ठिइभंगा हंदि दवियलक्खणं एयं ।।१/१२।। છાયા : द्रव्यं पर्यायवियुक्तं द्रव्यवियुक्ताश्च पर्याया न सन्ति । उत्पादस्थितिभङ्गा हन्त ! द्रव्यलक्षणं एतत् ।।१/१२।। અન્વયાર્થ: Mવયં પર્યાયથી રહિત, ત્રં દ્રવ્ય, ચ=અને, દ્રવિડત્તા દ્રવ્યથી રહિત, પન્ગવ ત્વિ=પર્યાયો નથી, ૩પ્રાથમિraઉત્પાદ, સ્થિતિ અને ભંગ=વિનાશ, અર્થ વિયત્રવેavi એ દ્રવ્યનું લક્ષણ છે. II૧/૧૨ ‘ઇંદિ' ઉપપ્રદર્શન માટે વપરાયેલ છે. ગાથાર્થ : પર્યાયથી રહિત દ્રવ્ય અને દ્રવ્યથી રહિત પર્યાયો નથી ઉત્પાદ, સ્થિતિ અને ભંગ વિનાશ એ દ્રવ્યનું લક્ષણ છે. I૧/૧૨ ટીકા - द्रव्यं पर्यायवियुक्तं नास्ति, मृत्पिण्डस्थासकोशकुशूलाद्यनुगतमृत्सामान्यप्रतीतेः द्रव्यविरहिताश्च Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૨ पर्याया न सन्ति, अनुगतैकाकारमृत्सामान्यानुविद्धतया मृत्पिण्डस्थासकोशकुशूलादीनां विशेषाणां प्रतिपत्तेः, अतो द्रव्यार्थिकाभितं वस्तु पर्यायाक्रान्तमेव न तद्विविक्तम्, पर्यायाभिमतमपि द्रव्यार्थानुषक्तं न तद्विकलम्, परस्परविविक्तयोः कदाचिदप्यप्रतिभासनात्, किंभूतं पुनर्द्रव्यमस्तीत्याह-उत्पादस्थिति-भङ्गा यथाव्यावर्णितस्वरूपाः परस्पराविनिर्भागवर्तिनः, 'हन्दि' इत्युपप्रदर्शने द्रव्यलक्षणं द्रव्यास्तित्वव्यवस्थापको धर्मः, एतद् दृश्यताम्, यतः पूर्वोत्तरपर्यायपरित्यागोपादानात्मकैकान्वयप्रतिपत्तिस्तथाभूतद्रव्यसत्त्वं प्रतिपादयतीत्युत्पादव्ययध्रौव्यलक्षणं वस्त्वभ्युपगन्तव्यम् एतच्च त्रितयं परस्परानुविद्धम्, अन्यतमाभावे तदितरयोरप्यभावात् ।।१/१२।। ટીકાર્ય : દ્રવ્ય ....... રમાવાન્ ! દ્રવ્ય-પર્યાય રહિત નથી; કેમ કે મૃપિંડ, સ્થાસ, કોશ, કુશૂલાદિ અનુગત મૃસામાન્યની પ્રતીતિ છે. અને દ્રવ્યથી વિરહિત પર્યાયો નથી; કેમ કે અનુગત એક આકારવાળી મૃટ્સામાન્યતા અનુવિદ્ધપણાથી મૃપિંડ, સ્થાસ, કોશ, કુશૂલાદિ વિશેષોની પ્રતિપત્તિ છે. આથી દ્રવ્યાર્થિક અભિમત વસ્તુ પર્યાયાક્રાંત જ છે, પરંતુ પર્યાયથી વિવિક્ત નથી. અને પર્યાય અભિમત પણ દ્રવ્યરૂપ અર્થથી અનુષક્ત છે, તદ્વિકલ નથી દ્રવ્યવિકલ નથી; કેમ કે પરસ્પર વિવિક્ત એવા દ્રવ્ય અને પર્યાયનું ક્યારેય પણ અપ્રતિભાસન છે. વળી, કેવા પ્રકારનું દ્રવ્ય છે ? એથી કહે છે – જે પ્રમાણે પૂર્વમાં વ્યાવર્ણન કરાયેલા સ્વરૂપવાળા પરસ્પર અવિનિર્ભાગથી રહેનારા ઉત્પાદ, સ્થિતિ અને ભંગ દ્રવ્યનું લક્ષણ છે દ્રવ્યના અસ્તિત્વનો વ્યવસ્થાપક ધર્મ છે. આને જુઓ એ પ્રમાણે પદાર્થને જુઓ, જે કારણથી પૂર્વ ઉત્તરપર્યાયના પરિત્યાગગ્રહણઆત્મક એક અવયની પ્રતિપત્તિ તેવા પ્રકારના દ્રવ્યતા સત્ત્વનું પ્રતિપાદન કરે છે. એથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણવાળી વસ્તુ સ્વીકારવી જોઈએ અને આ ત્રણ-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રણ, પરસ્પર અનુવિદ્ધ છે; કેમ કે આ ત્રણમાંથી કોઈ એકનો અભાવ હોય તો ઈતર દ્વયનો પણ અભાવ છે. ll૧/૧૨ા ભાવાર્થ : જગતમાં જે કોઈ દ્રવ્યરૂપ વસ્તુ છે તે સર્વ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે, પરંતુ પર્યાય રહિત કોઈ દ્રવ્ય નથી અને દ્રવ્ય રહિત કોઈ પર્યાય નથી. માટે દ્રવ્યના અસ્તિત્વના વ્યવસ્થાપક ધર્મરૂપ દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ, સ્થિતિ અને નાશરૂપ છે. એથી પદાર્થ જ્યારે દ્રવ્ય-પર્યાયરૂપ હોય ત્યારે ભજનારૂપ વિવક્ષાથી “આ દ્રવ્ય છે” “આ પર્યાય છે' તેમ કહી શકાય અને પરસ્પર નિરપેક્ષ “આ દ્રવ્ય છે” અને “પેલું પર્યાય છે' તેમ કહી શકાય નહીં, કેમ કે દ્રવ્ય અને પર્યાય પરસ્પર વિભાગ વગર રહેલા છે, પરંતુ ઘટ-પટની જેમ પૃથગુ રહેલા નથી. II૧/૧ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Цо अवतरशिडा : एते च परस्परसव्यपेक्षा द्रव्यलक्षणम् न स्वतन्त्रा इति प्रदर्शनायाह - सम्मतितर्ड प्ररण भाग-१ / प्रथम sis | गाथा - 93 अवतरला : અને આ=ઉત્પાદાદિ ત્રણ પરસ્પર સવ્યપેક્ષા=પરસ્પર અપેક્ષાવાળા દ્રવ્યનું લક્ષણ છે=પદાર્થનું લક્ષણ છે, સ્વતંત્ર નથી=સ્વતંત્ર એવા ત્રણેય પદાર્થનું લક્ષણ નથી, એ પ્રમાણે બતાવવા કહે છે गाथा : छाया : एए पुण सङ्गहओ पाडिक्कमलक्खणं दुवेण्हं पि । तम्हा मिच्छद्दिट्ठी पत्तेयं दो वि मूलणया । । १ / १३।। एते पुनः सङ्ग्रहतः प्रत्येकमलक्षणं द्वयोरपि । तस्मात् मिथ्यादृष्टी प्रत्येकं द्वावपि मूलनयौ । ।१/१३।। Jain Educationa International अन्वयार्थ : एए पुण=वजी खा=उत्पाह-व्यय-प्रोव्य, सङ्गहओ संग्रहथी लक्षएग छे, पाडिक्कम् = प्रत्ये, दुवेहं पि=जनेनुं पाएग=द्रव्यास्तिनय पर्यायास्तिनय खेम जन्ने नयोनुं पाग, अलक्खणं अलक्षण छे, तम्हा=ते $शुगथी, दो विजने पग, मूलणया = भूण नयो, पत्तेयं = प्रत्येs=परस्पर निरपेक्ष, मिच्छद्दिट्ठी= मिथ्यादृष्टि छे 11१/१३॥ — गाथार्थ : वजी मा= उत्पा६-व्यय-प्रोव्य संग्रहथी लक्षण छे. पाडि = प्रत्ये5, जन्नेनुं परा=द्रव्यास्तिनयપર્યાયાસ્તિકનય એમ બન્ને નયોનું પણ, અલક્ષણ છે. તે કારણથી બન્ને પણ મૂળ નયો प्रत्येS = परस्पर निरपेक्ष, मिथ्यादृष्टि छे. ॥१/१३॥ टीका : एते-उत्पादादयः, सङ्ग्रहतः = शिबिकोद्वाहिपुरुषा इव परस्परस्वरूपोपादानेनैव, लक्षणम् प्रत्येकं = एकका उत्पादादयो, द्वयोरपि = द्रव्यास्तिकपर्यायास्तिकयोः, अलक्षणम्, उक्तवत् तथाभूतविषयाभावे तद्ग्राहकयोरपि तथाभूतयोरभावात् उत्पादादीनां च परस्परविविक्तरूपाणामसम्भवात्, तस्मात् मिथ्यादृष्टी एव प्रत्येकं परस्परविविक्तौ द्वावपि एतौ द्रव्यार्थिकपर्यायार्थिकस्वरूपौ मूलनयौ समस्तराशिकरणभूतौ ।।१/१३।। For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૩ ટીકાર્ય : તે .| આaઉત્પાદ આદિઃઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, સંગ્રહથી શિબિકા વહન કરનારા પુરુષોની જેમ પરસ્પર સ્વરૂપના ઉપાદાનથી, જ લક્ષણ છે=દ્રવ્યનું લક્ષણ છે. અહીં લક્ષણ શબ્દ ગાથા-૧૨માંથી અનુવૃત્તિરૂપે પ્રાપ્ત છે. પવિ=પ્રત્યેકઃઉત્પાદાદિ એકેક, બન્નેનું પણ દ્રવ્યાસિક પર્યાયાસ્તિક બન્નેનું પણ, અલક્ષણ છે. કેમ બન્નેનું પ્રત્યેક અલક્ષણ છે ? તેમાં હેતુ કહે છે – ઉક્તવતપૂર્વમાં કહ્યું એમ, તેવા પ્રકારના વિષયના અભાવમાં દ્રવ્ય અને પર્યાય પૃથફ પ્રાપ્ત થાય તેવા પ્રકારના વિષયના અભાવમાં, તથાભૂત તેના ગ્રાહકનો પણ અભાવ છે દ્રવ્ય અને પર્યાયની પૃથફ પ્રાપ્તિ થાય તેવા પ્રકારના દ્રવ્ય અને પર્યાયના ગ્રાહક એવા દ્રવ્યાસિકનયનો અને પર્યાયાસિકનયનો પણ અભાવ છે, અને પરસ્પર વિવિક્તરૂપ એવા ઉત્પાદાદિનો અસંભવ છે, તે કારણથી બને પણ આ દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકાયરૂપ મૂળાયો=સમસ્ત તયરાશિના કારણભૂત મૂળનયો, પ્રત્યેક=પરસ્પર વિવિક્ત, મિથ્યાષ્ટિ જ છે. II૧/૧૩મા ભાવાર્થ : જેમ શિબિકાને વહન કરનાર અને પુરુષ પરસ્પર એકબીજાના ઉપષ્ટભક થઈને શિબિકાને વહન કરે છે, તેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર સંલગ્ન થઈને દ્રવ્યના અસ્તિત્વના વ્યવસ્થાપક છે અર્થાત્ કોઈ પણ ઘટ-પટ આદિ વસ્તુ કોઈક રીતે ઉત્પાદ પામે છે ત્યારે પૂર્વની અવસ્થાથી વ્યય પામે છે અને તે બન્ને અવસ્થામાં અન્વયી પણ કોઈક વસ્તુ છે, તેથી પરસ્પર એકબીજા સાથે સંલગ્ન જ એવા ઉત્પાદાદિ ત્રણ તે દ્રવ્યના અસ્તિત્વને બતાવે છે. વળી, ઉત્પાદાદિ ત્રણેય પૃથ– ગ્રહણ કરીએ તો દ્રવાસ્તિક અને પર્યાયાસ્તિક બને નયોના તે લક્ષણ બનતા નથી; કેમ કે અન્વયી દ્રવ્ય ન હોય તેવા ઉત્પાદ-નાશ પ્રાપ્ત થતા નથી અને ઉત્પાદ-નાશ ન હોય તેવું અન્વયી દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. તેથી અન્વયી વગરના ઉત્પાદ-વ્યય અને ઉત્પાદ-વ્યય વગરના અન્વયી એવી વસ્તુનો જગતમાં અભાવ છે. જે વિષય જગતમાં ન હોય તેવા વિષયને ગ્રહણ કરનારી એવી દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિનો પણ અભાવ છે માટે દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના પૃથભૂત ઉત્પાદાદિ લક્ષણ નથી. તેથી પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકન અને પર્યાયાસ્તિકનય બને નયો મિથ્યાદૃષ્ટિ જ છે; કેમ કે તેવો વિષય જગતમાં નથી છતાં તે પ્રકારે “માત્ર દ્રવ્ય જ છે” કે “માત્ર પર્યાય જ છે' તેમ કહે છે અને દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બને નયો ભગવાનના શાસનમાં પ્રસિદ્ધ સર્વ નયોના કારણભૂત છે. I૧/૧૩ના Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૨ અવતરણિકા : स्यादेतत् भवतु परस्परनिरपेक्षयोमिथ्यात्वम्, उभयनयारब्धस्त्वेकः सम्यग्दृष्टिर्भविष्यतीत्याह સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૧૪ અવતરણિકાર્ય : આ પ્રમાણે થાય. પરસ્પર નિરપેક્ષ એવા બન્ને નયોનું-દ્રવ્યાસ્તિકનયનું અને પર્યાયાસ્તિકનયનું મિથ્યાત્વ હો, પરંતુ ઉભયનય આરબ્ધ એવો એક સમ્યગ્દષ્ટિ નય થશે. તેથી કહે છે ભાવાર્થ : પૂર્વ ગાથામાં કહ્યું કે આ ઉત્પાદાદિ સંગ્રહથી લક્ષણ છે, તેથી દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય પરસ્પર વિવિક્ત રૂપવાળા નથી માટે પરસ્પર વિવિક્ત એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય પ્રત્યેક મિથ્યાત્વરૂપ છે, તેથી કોઈને થાય કે પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય મિથ્યાત્વ હો, પરંતુ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ બન્ને નયથી આરબ્ધ એવો સ્વતંત્ર નય સમ્યગ્દષ્ટિનય થશે. તેથી કહે છે ગાથા : છાયા ઃ णय तइओ अस्थि णओ ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता विभज्जमाणा अणेगन्तो ।।१/१४।। Jain Educationa International न च तृतीयोऽस्ति नयो, न च सम्यक्त्वं न तयोः प्रतिपूर्णं । dr at एकान्तौ विभज्यमानौ अनेकान्तः । ।१ / १४ ।। અન્વયાર્થઃ જ્ ય તફો નો અસ્થિ=અને ત્રીજો નય નથી. વ તેવુ=અને તેઓમાં=દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ બન્ને નયોમાં, પણ્ડિપુાં સમ્મત્ત =પ્રતિપૂર્ણ સમ્યક્ત્વ નથી, =એમ નહીં=પ્રતિપૂર્ણ સમ્યક્ત્વ છે, ખેળ=જે કારણથી, તુવે=બન્ને પણ, īન્તા=એકાંતરૂપપણાથી (મિથ્યાત્વનું કારણ છે) અને વિમખમાળા= વિભજ્યમાન=પરસ્પરના અત્યાગરૂપે ગ્રહણ કરાતા, ગળેન્તો=અનેકાંત છે, (એથી સમ્યક્ત્વના હેતુ છે). ।।૧/૧૪।। ગાથાર્થ - અને ત્રીજો નય નથી. અને તેઓમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ બન્ને નયોમાં, પ્રતિપૂર્ણ સમ્યક્ત્વ નથી એમ નહીં=પ્રતિપૂર્ણ રામ્યક્ત્વ છે, જે કારણથી બન્ને પણ એકાંતરૂપપણાથી For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૪ (મિથ્યાત્વનું કારણ છે) અને વિભાજ્યમાન-પરસ્પરના અત્યાગરૂપે ગ્રહણ કરાતા, અનેકાંત છે (એથી સમ્યત્ત્વના હેતુ છે). I/૧/૧૪ll ટીકા : न च तृतीयः परस्परसापेक्षोभयग्राही अस्ति नयः कश्चित्, तथाभूतार्थस्यानेकान्तात्मकत्वात् तद्ग्राहिणः प्रत्ययस्य नयात्मकत्वानुपपत्तेः न च सम्यक्त्वं न तयोः प्रतिपूर्णं, प्रतिषेधद्वयेन प्रकृतार्थावगतेः, अशेषं हि प्रामाण्यं सापेक्षं गृह्यमाणयोरनयोरेवंविषययोर्व्यवस्थितं, येन द्वावपि एकान्तरूपतया व्यवस्थितौ मिथ्यात्वनिबन्धनम्, तत्परित्यागेनाऽन्वयव्यतिरेको विशेषेण परस्परात्यागरूपेण भज्यमानौ गृह्यमाणावनेकान्तो भवतीति सम्यक्त्वहेतुत्वमेतयोरिति ।।१/१४ ।। ટીફાર્થ : ન ૨ તૃતીયઃ ... મેતયોરિતિ | પરસ્પરસાપેક્ષ ઉભયગ્રાહી ત્રીજો કોઈ તય નથી, કેમ કે તેવા પ્રકારના અર્થનું પરસ્પરસાક્ષ ઉભયગ્રાહી એવા અર્થનું, અનેકાંતાત્મકપણું હોવાથી તદ્માહી પ્રત્યયતી=અનેકાંતાત્મકગ્રાહી પ્રત્યાયની, તયાત્મકપણાની અનુપપત્તિ છે. અને તે બેનું, પરિપૂર્ણ સમ્યકપણું નથી એમ નહીં. પરંતુ પ્રતિપૂર્ણ સમ્યફપણું છે. કેમ પ્રતિપૂર્ણ સમ્યપણું છે ? તેમાં હેતુ કહે છે – પ્રતિષેધદ્વયથી નકારાત્મક બે પ્રતિષેધથી, પ્રકૃતિ અર્થતી પ્રાપ્તિ છે=હકારાત્મક અર્થની પ્રાપ્તિ છે. તેથી પ્રતિપૂર્ણ સમ્યપણું છે એમ પ્રાપ્ત થાય છે. દિ=જે કારણથી, આવા પ્રકારના વિષયવાળા=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના વિષયવાળા, સાપેક્ષ ગ્રહણ કરાતાદ્રવ્યાસ્તિકતય અને પર્યાયાસ્તિકાય પરસ્પર સાપેક્ષ ગ્રહણ કરાતા, આ બન્નેનું દ્રવ્યાસ્તિકતાનું અને પર્યાયાસ્તિકાયનું, અશેષ પ્રામાણ્ય પૂર્ણ પ્રામાણ્ય વ્યવસ્થિત છે. જે કારણથી બન્ને પણ દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકનય બને પણ, એકાંત રવરૂપપણાથી વ્યવસ્થિત મિથ્યાત્વના કારણ છે. તેના પરિત્યાગથી=એકાંતના પરિત્યાગથી, અવય-વ્યતિરેકવાળા એવા દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકતયો વિશેષથી=પરસ્પર અત્યાગરૂપ વિશેષથી, ભયમાન ગ્રહણ કરાતા અનેકાંત થાય છે એથી આ બન્નેનું દ્રવ્યાસ્તિકતય અને પર્યાયાસિકાય બનું, સમ્યક્તનું હેતુપણું છે. ૧/૧૪ના ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરી કે ઉભયનયથી આરબ્ધ એવો એક સમ્યગ્દષ્ટિ નય થશે. તેના સમાધાનરૂપે કહે છે કે પરસ્પર સાપેક્ષ એવા દ્રવ્ય અને પર્યાય ઉભયને ગ્રહણ કરનાર ત્રીજો નય નથી. કેમ ત્રીજો નન્ય નથી ? એમાં યુક્તિ આપે છે --- Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૪. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧/ પ્રથમ કાંડ | ગાથા-૧૪ પરસ્પર સાપેક્ષ ઉભયનું ગ્રહણ અનેકાંતાત્મક છે અને અનેકાંતાત્મક વસ્તુને ગ્રહણ કરનાર જે બોધ છે તે નયાત્મક નથી, પરંતુ પ્રમાણાત્મક છે. તેથી એ ફલિત થાય કે દ્રવ્યાસ્તિકનય દૃષ્ટિ અને પર્યાયાસ્તિકનયા દૃષ્ટિ એમ બે નય દૃષ્ટિ પરસ્પર સાપેક્ષ એક વસ્તુને ગ્રહણ કરનાર છે, પરંતુ પરસ્પરતાપેક્ષ ઉભયગ્રાહી=પરસ્પરસાપેક્ષ દ્રવ્ય અને પર્યાય ઉભયને ગ્રહણ કરનાર, કોઈ એક નયષ્ટિ નથી તેથી પરસ્પરસાપેક્ષ એવી બે નયદષ્ટિ જે એક વસ્તુને ગ્રહણ કરે છે તે બે નયદૃષ્ટિનો સમુદાય પ્રમાણરૂપ છે; કેમ કે પૂર્ણ વસ્તુનો યથાર્થ બોધ કરાવે છે. માટે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયથી ત્રીજો કોઈ નય નથી. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્ય અને પર્યાય ઉભયને પરસ્પરતાપેક્ષ ગ્રહણ કરનાર નિયોનો સમુદાય પ્રમાણ હોય તો તે બે નયોનું પ્રતિપૂર્ણ સમ્યપણું નથી તેમ સ્વીકારવું પડે. તેના સમાધાનરૂપે કહે છે કે દ્રવાસ્તિકનય-પર્યાયાસ્તિકનયનું પ્રતિપૂર્ણ સમ્યપણું નથી એમ નહીં.” અહીં પરિપૂર્ણ સમ્યકપણું નથી એમ નહીં' એ કથનમાં, બે નકાર છે, તેથી હકારની પ્રાપ્તિ થાય છેઃ ગાથામાં બે નકારનો પ્રયોગ છે, તેથી ગાથાના વચનથી તે ફલિત થાય છે કે બન્ને નયોનું પ્રતિપૂર્ણ સમ્યકપણું છે. અહીં પ્રશ્ન થાય કે તે બન્ને નયો પરસ્પર સાપેક્ષ હોવા છતાં દ્રવ્ય-પર્યાય ઉભયને ગ્રહણ કરતા નથી, પરંતુ દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને ગ્રહણ કરે છે અને પર્યાયાસ્તિકનય પર્યાયને ગ્રહણ કરે છે; તેથી પ્રતિપૂર્ણ અર્થને ગ્રહણ કરનાર એવું પ્રતિપૂર્ણ સમ્યકપણું તેમાં કઈ રીતે સંભવે ? તેથી કહે છે – પરસ્પર સાપેક્ષ ગ્રહણ કરાતા આવા પ્રકારના વિષયવાળા=દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને ગ્રહણ કરે છે અને પર્યાયાસ્તિકનય પર્યાયને ગ્રહણ કરે છે એવા પ્રકારના વિષયવાળા, એ બેનું સંપૂર્ણ પ્રામાણ્ય વ્યવસ્થિત છે. કેમ સંપૂર્ણ પ્રામાણ્ય વ્યવસ્થિત છે ? તેમાં યુક્તિ બતાવે છે – જે કારણથી એકાંતરૂપે વ્યવસ્થિત એવા બન્ને પણ નવો મિથ્યાત્વનું કારણ છે અર્થાત્ “આ વસ્તુ એકાંતથી દ્રવ્ય જ છે, પર્યાય નથી' એમ સ્વીકારનાર દ્રવ્યાસ્તિકનય અને “આ દેખાતી વસ્તુ પર્યાયરૂપ જ છે દ્રવ્ય નથી' એ રીતે એકાંત સ્વીકારનાર પર્યાયાસ્તિકનય મિથ્યાત્વનું કારણ છે અર્થાત્ પદાર્થ જે રીતે નથી તે રીતે બોધ કરાવવાનું કારણ છે. જ્યારે તે બને નયો પરસ્પર સાપેક્ષ બને છે ત્યારે એકાંતનો પરિત્યાગ કરે છે અને એકાંતનો પરિત્યાગ કરે ત્યારે અન્વય-વ્યતિરેકવાળા તે બન્ને નયો બને છે અર્થાત્ દ્રવ્યાસ્તિકના સર્વ પર્યાયોમાં વર્તતા અનુગત ભાવોનો બોધ કરાવે છે, તેથી અન્વયવાળું છે અને પર્યાયાસ્તિકનય તે દ્રવ્યમાં વર્તતા પર્યાયોની પરસ્પર વિલક્ષણતાને બતાવનાર હોવાથી વ્યતિરેકવાળું છે અને અન્વયવ્યતિરેકવાળા તે બન્ને નયો વિશેષથી ભજ્યમાન હોય=એકબીજાના પરસ્પર વિષયના અત્યાગથી ગ્રહણ કરાતા હોય ત્યારે, તે બન્ને નયનો સમુદાય અનેકાંત થાય છે. જેથી બન્ને નયો સ્વતંત્ર પ્રમાણરૂપ નહીં હોવા છતાં પ્રમાણરૂપ પૂર્ણ બોધાત્મક સમ્યક્તના હેતુ છે; કેમ કે પરસ્પરતાપેક્ષ નયો છે, તેથી બન્નેનો સમુદાય પ્રમાણરૂપ છે. ll૧/૧૪ના Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પપ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૫ અવતરણિકા : एवं सापेक्षद्वयग्राहिणो नयत्वानुपपत्तेस्तृतीयनयाभावः प्रदर्शितः, निरपेक्षग्राहिणां तु मिथ्यात्वं दर्शयितुमाह - અવતરણિતાર્થ : આ રીતે પૂર્વ ગાથામાં કહ્યું એ રીતે, સાપેક્ષ દ્રયગ્રાહીના દ્રવ્ય અને પર્યાયને પરસ્પર સાપેક્ષરૂપે ગ્રહણ કરનારના, નયત્વની અનુપપત્તિ હોવાથી ત્રીજા નયનો અભાવ બતાવાયો. વળી નિરપેક્ષગ્રાહી એવા તયોનું પ્રતિપક્ષનયથી નિરપેક્ષ રીતે પોતાના વિષયને ગ્રહણ કરનારા દરેક વયોનું, મિથ્યાત્વ બતાવવા માટે કહે છે – ગાથા : जह एए तह अण्णे पत्तेयं दुण्णया णया सव्वे । हंदि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि ।।१/१५।। છાયા : यथा एते तथा अन्ये प्रत्येकं दुर्नया नयाः सर्वे । દત્ત ! તુ મૂનનોઃ પ્રજ્ઞાપને ત્રાકૃતાતેંડપિ NR/૨૫TI અન્વયાર્થ : નદ જે પ્રમાણે, g=આ બન્ને તયો દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિકાયો, (નિરપેક્ષ દ્વયને ગ્રહણ કરનારા મિથ્યાદષ્ટિ છે). તે પ્રમાણે, ગv=અન્ય પણ, સર્વે જયા=સર્વ તયો, પયં પ્રત્યેક=ઈતરનયની અનપેક્ષાવાળા પ્રત્યેક, સુઇ=દુર્ણય છે, મૂતયા પછUાવ=મૂળનયોના પ્રજ્ઞાપનમાં, તે વિ=તે પણ અન્ય સર્વ તયો પણ, વાવડા=વ્યાકૃત છે, દુ-એ હેતુથી, આિ પ્રમાણે ગ્રહણ કરો સર્વનયો મિથ્યાદષ્ટિ છે એ પ્રમાણે, ગ્રહણ કરો. II૧/૧૫ ગાથાર્થ : જે પ્રમાણે આ બન્ને નયો દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિકનયો, (નિરપેક્ષ દ્વયને ગ્રહણ કરનારા મિથ્યાદષ્ટિ છે) તે પ્રમાણે અન્ય પણ સર્વ નયો પ્રત્યેક ઈતરનયની અનપેક્ષાવાળા પ્રત્યેક દુર્નય છે. મૂળનયોના પ્રજ્ઞાપનમાં તે પણ=અન્ય સર્વ નયો પણ, વ્યાપૃત છે, દુએ હેતુથી, ‘હિં આ પ્રમાણે ગ્રહણ કરો સર્વનયો મિથ્યાદષ્ટિ છે એ પ્રમાણે, ગ્રહણ કરો. I/૧/૧૫. ટીકા - यथा एतौ निरपेक्षद्वयग्राहिणौ मूलनयो, मिथ्यादृष्टी तथा उभयवादरूपेण व्यवस्थितानामपि Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૫ परस्परनिरपेक्षत्वस्य मिथ्यात्वनिबन्धनस्य तुल्यत्वात् प्रत्येकम् इतरानपेक्षा अन्येऽपि दुर्नयाः, न च प्रकृतनयद्वयव्यतिरिक्तनयान्तरारब्धत्वादुभयवादस्य नयानामपि वैचित्र्यादन्यत्रारोपयितुमशक्यत्वात् तद्रूपस्यान्ये सम्यक्प्रत्यया भविष्यन्तीति वक्तव्यम्, यतः हंदि इत्येवं गृह्यतां हुः इति हेतो मूलनयद्वयपरिच्छिन्नवस्तुन्येव व्यापृतास्तेऽपि, तद्विषयव्यतिरिक्तविषयान्तराभावात् सर्वनयवादानां च सामान्यविशेषोभयैकान्तविषयत्वात्, तन्न नयान्तरसद्भावः, यतः तदारब्धोभयवादे नयान्तरं મત ૨/૨ ટીકાર્ચ - કથા તો ભવેત્ ! જે પ્રમાણે આ બન્ને નયો-નિરપેક્ષયને ગ્રહણ કરનાર એવા મૂળતયો દ્રવ્ય અને પર્યાયને પરસ્પર નિરપેક્ષ ગ્રહણ કરનાર એવા દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિકરૂપ મૂળાયો, મિથ્યાદષ્ટિ છે તે પ્રકારે ઇતરની અપેક્ષા વગરના અન્ય પણ પ્રત્યેક નયો દુર્નયો છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે જે પ્રકારે ઇતર નિરપેક્ષ મૂલનય દુર્નય છે તે પ્રકારે અન્ય નયો પ્રત્યેક દુર્નય કેમ છે ? તેમાં હેતુ કહે છે – ઉભયવાદરૂપે વ્યવસ્થિત પણ=સામાન્ય અને વિશેષરૂપ ઉભયવાદરૂપે વ્યવસ્થિત પણ, મિથ્યાત્વનું નિબંધન એવું પરસ્પર નિરપેક્ષત્વનું તુલ્યપણું છે=મિથ્યાત્વનું કારણ એવું પરસ્પર રિપેક્ષપણે બધા નયોમાં સમાન છે. ઉભયવાદનું પ્રકૃતિ તયદ્વયથી વ્યતિરિક્ત એવા પ્રકૃતિ દ્રવ્યાસ્તિકથી અને પર્યાયાસિકનયથી વ્યતિરિક્ત એવા, નયાારથી આરબ્ધપણું હોવાના કારણે નયોના પણ વૈચિત્રથી તદ્રૂપનું પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના મિથ્થારૂપનું, અચત્ર ઉભયવાદને કહેનારા અન્ય નયોમાં, આરોપણ કરવાનું અશક્યપણું હોવાથી અન્ય નય સમ્યફ પ્રત્યયવાળા થશે એ પ્રમાણે ન કહેવું. જે કારણથી મૂલન દ્વય પરિચ્છિત વસ્તુમાં જ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકરૂપે મૂલાયદ્વય તેનાથી બોધ કરાયેલ એવી દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુમાં જ, તેઓ પણ અન્ય તયો પણ, વ્યાપૂત છે હું એ હેતુથી, દંદ્રિ આ પ્રમાણે ગ્રહણ કરો પરસ્પર નિરપેક્ષ એવા મૂળનયોની જેમ પરસ્પર નિરપેક્ષ એવા ઉભયવાદને કહેનારા તે તયો મિથ્યાદષ્ટિ છે એ પ્રમાણે ગ્રહણ કરો. અહીં પ્રશ્ન થાય કે અન્ય નયો પણ મૂળનયદ્રયના બોધ કરાયેલી વસ્તુમાં વ્યાપૃત છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે – તદ્ વિષયથી વ્યતિરિક્ત મૂળતયદ્વયતા વિષયથી વ્યતિરિક્ત, વિષયાત્તરનો અભાવ હોવાથી સર્વ કયો મૂલાયદ્વયતા વિષયને ગ્રહણ કરવામાં વ્યાપૃત છે એમ અવય છે. પૂર્વમાં કહ્યું કે દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી વ્યતિરિક્ત વિષયાન્તરનો અભાવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૫ પ૭ ત્યાં પ્રશ્ન થાય કે નૈગમાદિ સાત નયો દ્રવ્યાસ્તિકનયથી અને પર્યાયાસ્તિકનયથી અન્ય અન્ય વિષયને દેખાડનારા સ્પષ્ટ દેખાય છે, તેથી દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી વ્યતિરિક્ત વિષયાંતર જગતમાં નથી, તેમ કેમ કહી શકાય ? તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે – અને સર્વ નયવાદોનું તેગમાદિ સર્વ નયવાદોનું, સામાન્ય વિશેષ ઉભય એકાત્તવિષયપણું છે=પૂર્વનય જે ગ્રહણ કરે છે તેનાથી ઉત્તરનો તય વિશેષ ગ્રહણ કરે છે તો પણ તેના ઉત્તરના નયથી તે વિશેષ સામાન્યરૂપ છે, તેથી પ્રથમ અને અંતિમ નયને છોડીને વચલા સર્વ તયો સામાન્ય વિશેષ ઉભયનો એકાંત વિષય કરનાર છે, તેથી સર્વ નયોનું ઉભયએકાંતવિષયપણું છે. ફક્ત પ્રથમ વય માત્ર સામાન્ય ગ્રહણ કરનાર છે અને અંતિમ તય માત્ર વિશેષને ગ્રહણ કરનાર છે. અને દ્રવ્યાસિકાય સામાન્ય ગ્રહણ કરે છે અને પર્યાયાસ્તિકતય વિશેષતે ગ્રહણ કરે છે. તેથી સર્વ નયવાદોનો વિષય દ્રવ્યાસ્તિકતયતા અને પર્યાયાસ્તિકાયના વિષયથી અન્ય વિષય નથી, એ પ્રકારે યોજન કરવું. તે કારણથી દ્રવ્યાકિનયતા અને પર્યાયાસિકનયના સામાન્ય વિશેષરૂપ વિષયથી અન્ય વિષય જગતમાં નથી તે કારણથી, તયાારનો સદ્ભાવ થી દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકતય કરતાં સામાન્ય વિશેષ ઉભય ગ્રાહતરૂપ ત્રીજા નયનો સદ્ભાવ નથી, જેનાથી=સામાન્ય વિશેષ ઉભયગ્રાહી એવા નયાત્તારના સદ્દભાવથી, તદ્ આરબ્ધ ઉભયવાદમાં=નયાન્તરના સભાવવાળા એવા ત્રીજા તયથી આરબ્ધ ઉભયવાદમાં, તયાન્તર થાય=દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિકનયથી અવ્ય એવો પરસ્પર સાપેક્ષ ઉભયગ્રાહી તય થાય. I૧/૧૫ ભાવાર્થ ગાથા-૧૩માં કહ્યું એ પ્રમાણે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ મૂળ નયો પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યને અને પર્યાયને ગ્રહણ કરનારા બને તો તે મિથ્યાષ્ટિ છે; કેમ કે જગતમાં દરેક પદાર્થો દ્રવ્ય અને પર્યાયરૂ૫ છે માત્ર દ્રવ્યરૂપ કોઈ પદાર્થ નથી કે માત્ર પર્યાયરૂપ કોઈ પદાર્થ નથી; આમ છતાં દ્રવ્યાસ્તિકનય પર્યાય નિરપેક્ષ માત્ર દ્રવ્યને ગ્રહણ કરે અને પર્યાયાસ્તિકનય દ્રવ્ય નિરપેક્ષ માત્ર પર્યાયને ગ્રહણ કરે તો તે નયના વિષયભૂત પદાર્થ જગતમાં નહીં હોવાથી તે બન્ને નયો મિથ્યાદૃષ્ટિ છે. આ પ્રમાણે અન્ય સર્વ નયો પણ=નૈગમાદિ સર્વ નયો પણ, ઇતર નિરપેક્ષરૂપે પોતાના પદાર્થ કહેતાં હોય તો તે દુર્નયો છે અર્થાત્ નૈગમાદિ સાતેય નયોમાંથી કોઈ પણ નય પોતાનો વિષય કહેતો હોય ત્યારે પોતાનાથી અન્ય એવા છે નયોના વિષયની અપેક્ષા રાખીને પોતાના સ્થાનમાં પોતાનો વિષય કહે તો અન્ય નય સાપેક્ષ બને, પરંતુ નૈગમાદિ કોઈપણ નય ઇતર નયના વિષયનો અસ્વીકાર કરીને માત્ર પોતાના નયનો વિષય સ્થાપન કરે તો તેવો વિષય જગતમાં નહીં હોવાથી તે નય દર્નય બને. માટે અન્યોન્ય નિરપેક્ષ એવા સાતેય નમો દુર્નય છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક મૂળનય અન્યોન્ય નિરપેક્ષ હોય તો તે મિથ્યાદૃષ્ટિ બને; કેમ કે માત્ર દ્રવ્ય અને માત્ર પર્યાયરૂપ વસ્તુ નથી તેમ કહી શકાય, પરંતુ નૈગમાદિ સાતેય નયોમાંથી Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૫-૧૬ કોઈપણ નય પોતાના વિષયથી અન્ય નયના વિષય નિરપેક્ષ પોતાનો વિષય સ્વીકારે તો તે દુર્નય છે તેમ કેમ કહી શકાય ? અર્થાત્ તે સાતેય નયોનો સ્વતંત્ર વિષય છે માટે સાતેય નયો પોતપોતાનો વિષયમાત્ર સ્વીકારે તો તેને મિથ્યાદૃષ્ટિ કહી શકાય નહીં. તેના નિરાકરણ માટે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – તે નૈગમાદિ સર્વ નયો દ્રવાસ્તિક અને પર્યાયાસ્તિક મૂળનયોથી પરિચ્છિન્ન વસ્તુમાં જ વ્યાપારવાળા છે, તેથી દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી વ્યતિરિક્ત જગતમાં કોઈ અન્ય વિષય નથી માટે દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયભૂત જે દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુ છે તેને અવલંબીને સર્વ નયો પ્રવર્તતા હોય; છતાં તે સર્વ નયો પોતપોતાના વિષયથી ઇતર નયના વિષયનો અપલાપ કરે તો તેવો વિષય જગતમાં કોઈ નથી, એમ જ પ્રાપ્ત થાય. માટે તે સર્વ નો મિથ્યાષ્ટિ બને. વસ્તુતઃ દ્રવ્યાસ્તિકનય સામાન્યને ગ્રહણ કરે છે અને પર્યાયાસ્તિકનય વિશેષને ગ્રહણ કરે છે અને તે જ વિષયને સાત નવો ગ્રહણ કરે છે, ફક્ત અંતિમ સામાન્યને પ્રથમ નય ગ્રહણ કરે છે તે અપેક્ષાએ ઉત્તરના નયો કાંઈક વિશેષને ગ્રહણ કરે છે તોપણ તે વિશેષ તેના ઉત્તર નયની અપેક્ષાએ સામાન્યરૂપ છે. તેથી તે નય સામાન્યવિશેષ ઉભયને ગ્રહણ કરનાર બને છે આમ છતાં તે નય અન્ય સર્વ નયોના વક્તવ્ય નિરપેક્ષ પોતાનું સ્વીકારેલું એવું સામાન્યવિશેષ સ્વીકારે તો જગતમાં તેવું સામાન્યવિશેષરૂપ કોઈ વસ્તુ નથી, માટે તે નય મિાદષ્ટિ બને છે. જેમ ઘટત્વસામાન્યને કહેનાર દૃષ્ટિ ઘટવને સ્વીકારે તે ઘટત્વ બધા ઘટમાં અનુગત હોવાથી સામાન્યરૂપ છે અને ઘટથી ઇતરમાં નથી માટે વિશેષરૂપ છે અને આવા સામાન્યવિશેષને સ્વીકારનાર નય દૃષ્ટિ ઇતર નયના વિષયનો અસ્વીકાર કરીને માત્ર પોતાના નયનું સ્થાપન કરે તો સત્તાને સ્વીકારનાર જે સામાન્યગ્રાહી નય તેના નિરપેક્ષ ઘટવનો સ્વીકાર થાય અને સર્વ દ્રવ્યમાં અનુગત એવા અસ્તિત્વરૂપ સત્તા નિરપેક્ષ એવું ઘટવ પ્રસ્તુત ઘટમાં નથી, પરંતુ જેમ ઘટત પ્રસ્તુત ઘટમાં છે તેમ અસ્તિત્વ પણ પ્રસ્તુત ઘટમાં છે તેનો અપલોપ થવાથી ઘટત્વને સ્વીકારનાર નયદૃષ્ટિ અન્ય નય નિરપેક્ષ બને છે, માટે મિથ્યાદૃષ્ટિ બને છે તેમ ઘટરૂપ વસ્તુને જોવાની દૃષ્ટિઓ સાતે નયની છે. જે સાતે નયથી ઘટને જોવામાં આવે તો ઘટરૂપ વસ્તુને પરિપૂર્ણ બોધ થાય છે છતાં તેને બદલે કોઈ એક ન માત્રથી કે બે આદિ નયષ્ટિથી ઘટને જોવામાં આવે અને અન્ય નયોથી દેખાતા પણ ઘટના સ્વરૂપનો અપલાપ કરવામાં આવે તો તેવો ઘટ જગતમાં નથી. માટે તે નયોની દૃષ્ટિના વિષયભૂત પદાર્થ જગતમાં નહીં હોવાથી તે નયો મિથ્યાષ્ટિ બને છે. I૧/૧૫ અવતરણિકા - ननु सङ्ग्रहादिनयसद्भावात् कथं तद्व्यतिरिक्तनयान्तराभावः? सत्यम्, सन्ति सङ्ग्रहादयः किन्तु तद्विषयव्यतिरिक्तविषयान्तराभावतस्तद्वितयविषयास्तेऽपि तदूषणेनैव दूषिताः यतो न मूलच्छेदे तच्छाखास्तदवस्थाः संभवन्तीत्याह - Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૬ પ૯ અવતરણિકાર્ય : નનુથી શંકા કરે છે કે સંગ્રહાદિ નયનો સદ્ભાવ હોવાથી કેવી રીતે તેનાથી વ્યતિરિક્ત= દ્રવ્યાસ્તિકતયથી અને પર્યાયાસ્તિકનયથી વ્યતિરિક્ત, તયાન્તરનો અભાવ છે ? તેને ઉત્તર આપતાં કહે છે – તારી વાત સાચી છે અર્થાત્ સંગ્રહાદિ ગયો છે એ કથન સાચું છે, પરંતુ તદ્ વિષય વ્યતિરિક્ત વિષયાારનો અભાવ હોવાથી દ્રવ્યાસ્તિકાયના અને પર્યાયાસ્તિકાયના વિષયથી વ્યતિરિક્ત એવા વિષયાતરનો અભાવ હોવાથી, તદ્વિતયવિષયવાળા એવા તે પણ દ્રવ્યથાસ્તિક અને પર્યાયાસ્તિક બે તયતા વિષયવાળા એવા સંગ્રહાદિ પણ, તેના દૂષણથી દૂષિત છેઃ દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકાય પરસ્પર નિરપેક્ષ મિથ્યાદષ્ટિ છે એ પ્રકારના દ્રવ્યાસ્તિકાયના અને પર્યાયાસ્તિકાયના દૂષણથી સંગ્રહાદિ નય પણ પરસ્પર નિરપેક્ષ મિથ્યાદષ્ટિ છે એ પ્રકારે દૂષિત છે, જે કારણથી મુલનો છેદ થયે છત=સર્વ તયોના મૂળભુત અન્યોન્ય નિરપેક્ષ દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકતય મિથ્યાત્વરૂપ સિદ્ધ થયે છતે, તેની શાખા તદ્ અવસ્થા સંભવતી નથી દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના શાખાભૂત એવા સંગ્રહાદિ તયો પણ અચોવ્ય નિરપેક્ષ સમ્યગ્દષ્ટિરૂપે રહેલા સંભવતા નથી. એને કહે છે – ગાથા : सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं पत्तेय विसेसियं बिंति ।।१/१६।। છાયા : सर्वनयसमूहेऽपि नास्ति नयः उभयवादप्रज्ञापकः । मूलनयाभ्याम् तु आशं प्रत्येकाः विशेषितं ब्रुवन्ति ।।१/१६ ।। અન્વયાર્થ : સત્રયસમૂદમિ વિ=સર્વતયોના સમૂહમાં પણ=સંગ્રહાદિ સર્વ તયોના સમૂહમાં પણ. ૩મવાયUMવમો ત્યિ જગો=ઉભયવાદનો પ્રરૂપક નય નથી દ્રવ્ય અને પર્યાય ઉભયવાદને કહેનારો કોઈ નય નથી, મૂળયા =મૂલનયોથી જ, મvi=પ્રતિજ્ઞાત, પત્તેય પ્રત્યેક પ્રત્યેક સંગ્રહાદિ તયો, વિસિવં વિશેષિત, વિંતિ કહે છે. ll૧/૧૬ ગાથાર્થ : સર્વનયોના સમૂહમાં પણ=સંગ્રહાદિ સર્વ નયોના સમૂહમાં પણ, ઉભયવાદનો પ્રરૂપક નય નથી દ્રવ્ય અને પર્યાય ઉભયવાદને કહેનારો કોઈનય નથી, મૂલનયોથી જ પ્રતિજ્ઞાત પ્રત્યેક-પ્રત્યેક સંગ્રહાદિ નયો, વિશેષિત કહે છે. II૧/૧૬ll Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ५० ટીકા ઃ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૬ संग्रहादिसकलनयसमूहे ऽपि नास्ति कश्चिद् नय उभयवादप्ररूपकः, यतः मूलनयाभ्यामेव यत् प्रतिज्ञातं वस्तु तदेव आश्रित्य प्रत्येकरूपाः संग्रहादयः पूर्वपूर्वनयाधिगतांशविशिष्टमंशान्तरमधिगच्छन्तीति न विषयान्तरगोचराः, अतो व्यवस्थितम् परस्परात्यागप्रवृत्तसामान्यविशेषविषयसङ्ग्रहाद्यात्मकनयद्वयाधिगम्यात्मकत्वात् वस्त्वप्युभयात्मकम् ।।१/१६।। ટીકાર્ય ઃ संग्रहादिसकलनय વર્સ્વણુમવાભમ્ । સંગ્રહાદિ સકલ નયના સમૂહમાં પણ ઉભયવાદનો પ્રરૂપક કોઈ નય નથી. જે કારણથી મૂળનયો દ્વારા જ જે પ્રતિજ્ઞાત વસ્તુ છે તેને જ આશ્રયીને પ્રત્યેકરૂપ સંગ્રહાદિ નયો પૂર્વ પૂર્વ નયથી અધિગત અંશથી વિશિષ્ટ અંશાન્તરને સ્વીકારે છે, એથી વિષયાન્તર ગોચર નથી=દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી અન્ય વિષયાન્તર ગોચર સંગ્રહાદિ નયો નથી. આથી=દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયના વિષયથી વિષયાન્તર ગોચર સંગ્રહાદિ નયો નથી આથી, પરસ્પર અત્યાગથી પ્રવૃત્ત એવા સામાન્યવિશેષ વિષયવાળા સંગ્રહાદિઆત્મક નયદ્વયથી અધિગમ્યાત્મકપણું હોવાથી=સંગ્રહાદિ નયો પરસ્પરના વિષયનો ત્યાગ કર્યા વગર સાપેક્ષ રીતે જોડાઈને પ્રવૃત્ત થયેલા સામાન્યરૂપ અને વિશેષરૂપ વિષયવાળા એવા સંગ્રહાદિ આત્મક દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય છે તેનાથી યથાર્થ વસ્તુનો બોધ થતો હોવાથી, વસ્તુ પણ ઉભયાત્મક વ્યવસ્થિત છે. ।।૧/૧૬।। ભાવાર્થ: સંગ્રહાદિ સાત નયના સમૂહમાં પણ કોઈ એવા નય નથી કે જે નય દ્રવ્ય અને પર્યાય ઉભયવાદનો પ્રરૂપક બને. અહીં પ્રશ્ન થાય કે સાત નયોમાંથી કોઈ નય કેમ ઉભયવાદનો પ્રરૂપક નથી ? તેથી કહે છે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બે નયોથી જે પ્રતિજ્ઞાત વસ્તુ છે તે વસ્તુને આશ્રયીને સંગ્રહાદિ સાતેય નયો વિશેષ વિશેષ કહે છે=સંગ્રહ નય જે કહે છે તેના કરતાં ઉપરનો નય કાંઈક વિશિષ્ટ અંશને ગ્રહણ કરીને કહે છે અને તેના પછીનો નય તેના કરતાં કાંઈક વિશિષ્ટ અંશને ગ્રહણ કરીને કહે છે, એ પ્રકારે યાવત્ એવંભૂતનય સુધી વિશિષ્ટ અંશને ગ્રહણ કરીને કહે છે. તેથી ફલિત થાય કે દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી અન્ય વિષયવાળા સંગ્રહાદિ નયો નથી, પરંતુ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય જે દ્રવ્ય અને પર્યાયરૂપ વિષયને ગ્રહણ કરીને પ્રવૃત્ત છે તે જ વિષયને ગ્રહણ કરીને સંગ્રહાદિ સર્વ નયો પ્રવૃત્ત છે. માટે સંગ્રહાદિ નયોના સમૂહમાં ઉભયવાદનો પ્રરૂપક કોઈ નય નથી. આશય એ છે કે સંગ્રહાદિ સર્વ નયોનો સમૂહ પૂર્ણ વસ્તુને બતાવનાર છે. હવે જો સંગ્રહાદ નયોમાં Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૬, ૧૭ દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના કથનનો પ્રરૂપક કોઈ નય હોય તો સિદ્ધ થાય કે તે નયના વિષય દ્રવ્ય અને પર્યાય છે અને સંગ્રહાદિમાંથી બાકીના નયો તેનાથી અન્ય વિષયને કહે છે, પરંતુ વસ્તુસ્થિતિરૂપે દ્રવ્યાસ્તિકન અને પર્યાયાસ્તિકનય જે કહે છે તે જ વસ્તુને સંગ્રહાદિ સર્વ નયો કહે છે. ફક્ત દ્રવ્યાસ્તિકનયના વિષયમાત્રને ગ્રહણ કરીને સંગ્રહનય પ્રવૃત્ત થયો છે અને કાંઈક પર્યાયાસ્તિકનયના વિષયથી અધિક દ્રવ્યને ગ્રહણ કરીને ઉત્તરનો નય પ્રવર્તે છે. તેનાથી અધિક પર્યાયાસ્તિકનયના વિષયથી વિશિષ્ટ દ્રવ્યને ગ્રહણ કરીને ઉત્તરનો નય પ્રવર્તે છે. આ રીતે થાવ એવંભૂતનય સુધીના નયો પ્રવર્તે છે. તેથી સંગ્રહાય શુદ્ધદ્રવ્યનો વિષય બન્યો, એવંભૂતનય શુદ્ધ પર્યાયનો વિષય બન્યો અને અવાંતર સર્વ નયો કાંઈક દ્રવ્ય અને કાંઈક પર્યાય યુક્ત બન્યા. તેથી દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયનો વિસ્તારથી બોધ સાત નયો કરાવે છે. આથી સંગ્રહાદિ સાતેય નયો પરસ્પરના અત્યાગથી પ્રવૃત્ત સામાન્યવિશેષના વિષયને ગ્રહણ કરનારા છે અને તેવા સંગ્રહાદિ સ્વરૂપ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયદ્વય છે અને તે નયદ્રયથી દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુનો બોધ થાય છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. માટે વાસ્તુ દ્રવ્ય અને પર્યાયરૂપ ઉભયસ્વરૂપ છે. I/૧/૧ અવતરણિકા : न केवलं बाह्यघटादिवस्तु उभयात्मकं तथाविधप्रमाणग्राह्यत्वात् किन्त्वान्तरमपि हर्षशोकभयकरुणौदासीन्याद्यनेकाकारविवर्तात्मकैकचेतनास्वरूपम् तदात्मकहर्षाद्यनेकविकारानेकात्मकं च स्वसंवेदनाध्यक्षप्रतीतम्, तस्य भेदाभेदैकान्तैकरूपताभ्युपगमे दृष्टाऽदृष्टविषयसुखदुःखसाधनस्वीकारत्यागार्थप्रवृत्तिनिवृत्तिस्वरूपसकलव्यवहारोच्छेदप्रसक्तिरिति प्रतिपादयितुमाह - અવતરણિકાર્ય : તેવા પ્રકારના પ્રમાણથી ગ્રાહ્યપણું હોવાના કારણે=પદાર્થના દ્રવ્ય-પર્યાયાત્મક પૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરે તેવા પ્રમાણથી ગ્રાહ્યપણું હોવાના કારણે, કેવલ બાહ્ય ઘટાદિ વસ્તુ ઉભયાત્મક નથી દ્રવ્યપર્યાય સ્વરૂપાત્મક નથી, પરંતુ અંતરંગ પણ હર્ષ-શોક-ભય-કરુણા-દાસીત્યાદિ અનેક આકારના વિવર્તાત્મક એક ચેતના સ્વરૂપ અને તાદાત્મક-એક ચેતનાત્મક, હર્ષાદિ અનેક વિકારને કારણે અનેકાત્મક સ્વસંવેદના અધ્યક્ષથી પ્રતીત છે=અંતરંગ પણ વસ્તુ એક-અનેક આત્મક સ્વસંવેદનથી પ્રત્યક્ષ પ્રતીત છે. તેની=અંતરંગ વસ્તુની, ભેદભેદ એકાત એકરૂપતા સ્વીકાર કરાયે છતે “એક ચેતનાનો વિકારોથી એકાંત ભેદ છે કે એક ચેતનાનો હર્ષાદિ વિકારોથી અભેદ છે” એ રૂપ એકાંતભેદ અથવા એકાંતઅભેદ સ્વીકાર કરાયે છતે, દષ્ટ-અદૃષ્ટ વિષયક સુખ-દુ:ખના સાધનના સ્વીકાર માટે અને ત્યાગ માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિસ્વરૂપ જે સકલ વ્યવહાર છે તેના ઉચ્છેદની પ્રસક્તિ છે અર્થાત્ આલોકના અને પરલોકના સુખના સાધનોના સ્વીકાર માટેની પ્રવૃત્તિસ્વરૂપ વ્યવહાર છે અને દુઃખના સાધનોના ત્યાગ માટેની નિવૃત્તિસ્વરૂપ વ્યવહાર છે તેના ઉચ્છેદની આપત્તિ છે. એ પ્રકારે પ્રતિપાદન કરવા માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ ભાવાર્થ : અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ બાહ્ય દેખાતા ઘટાદિ વસ્તુને ગ્રહણ કરીને સ્થાપન કર્યું કે પદાર્થ દ્રવ્યપર્યાય ઉભયસ્વરૂપ છે, પરંતુ કોઈ બાહ્ય ઘટાદિ પદાર્થ માત્ર દ્રવ્યરૂપ કે માત્ર પર્યાયરૂપ નથી. માટે તે પદાર્થને જોનારી નયની દૃષ્ટિ બે પ્રકારની છે : દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય. તેથી દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ પદાર્થને પૂર્ણરૂપે જોનારી જે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયરૂપ પ્રમાણની દૃષ્ટિ તેનાથી ઘટાદિ પદાર્થોનું ગ્રાહ્યપણું હોવાના કારણે બાહ્ય ઘટાદિ પદાર્થો દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે. જેમ બાહ્ય પદાર્થો દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે તેમ દેહ અંતર્વર્તી એવો સંસારી જીવનો આત્મા પણ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે; કેમ કે સંસારી જીવોને હર્ષ, શોક, ભય આદિના અનુભવો છે. વળી, યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા યોગીઓને દુઃખી પ્રત્યે કરુણા અને સંસારના ભાવો પ્રત્યે ઔદાસીજનો અનુભવ થાય છે. આ સર્વ અનેક આકારના વિવર્તસ્વરૂપ એકચેતનાનો અનુભવ છે જે દ્રવ્યના સ્વરૂપનો અનુભવ છે; કેમ કે હર્ષ-શોકાદિ સર્વ વિવર્તામાં એક ચેતનાનું સ્વસંવેદનસિદ્ધપણું છે. વળી, એકચેતનાત્મક હર્ષાદિ અનેક વિકારો અનેકાત્મક પણ છે તેમ પણ સર્વને પ્રતીત છે. તેથી દેહ અંતર્વર્તી પોતાનો આત્મા ચેતનાસ્વરૂપે એક છે અને હર્ષ-શોકાદિ પર્યાયરૂપે અનેક છે. માટે શરીરવર્તી આત્મા પણ દ્રવ્યસ્વરૂપે એક અને પર્યાયસ્વરૂપે અનેક એમ ઉભયાત્મક છે તેમ સ્વીકારવું જોઈએ. વળી આત્માને એક-અનેકાત્મક ન સ્વીકારવામાં આવે અને કહેવામાં આવે કે હર્ષ શોકાદિથી આત્મા અભિન્ન છે માટે આત્માથી અતિરિક્ત હર્ષ-શોકાદિ નથી તેમ એકાન્ત સ્થાપન કરવામાં આવે તો માત્ર દ્રવ્યરૂપ પદાર્થની સિદ્ધિ થાય. અથવા આત્માથી હર્ષ-શોકાદિ પર્યાયો એકાન્ત ભિન્ન છે તેમ સ્વીકારીને અનુભવાતા હર્ષાદિ પર્યાયોનો ભેદ સ્વીકારવામાં આવે તો દ્રવ્ય અને પર્યાય ઉભય ભિન્ન સિદ્ધ થાય, પરંતુ દ્રવ્ય-પર્યાયરૂપ એક પદાર્થ સિદ્ધ થાય નહીં અને તેમ સિદ્ધ થાય તો લોકોમાં દૃષ્ટ-અદૃષ્ટ વિષયવાળા સુખના સાધનોના સ્વીકારનો અને દુઃખના સાધનોના પરિવારનો જે વ્યવહાર દેખાય છે તે સંગત થાય નહીં; કેમ કે “દરેકનો આત્મા પોતાને જે ઇષ્ટ દેખાય છે તેના સાધનમાં પ્રવૃત્તિ કરે છે અને જે અનિષ્ટ દેખાય છે તેના સાધનની નિવૃત્તિમાં પ્રયત્ન કરે છે” તેનું કારણ પોતાને પોતાનો આત્મા પોતાના ભાવોમાં અનુગત છે માટે ભાવિમાં પણ હું છું તેવી પ્રતીતિ છે અને વર્તમાનના પ્રયત્નથી મને ભાવિમાં સુખ થશે કે ભાવિમાં દુઃખની નિવૃત્તિ થશે તેવી પણ પ્રતીતિ છે. તેથી તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને તે પ્રતીતિથી જણાય છે કે અનુગત એવો પોતાનો આત્મા તે તે સુખના પર્યાયની પ્રાપ્તિ અર્થે અને તે તે દુઃખના પર્યાયની નિવૃત્તિ અર્થે તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે. માટે અનુભવ અનુસાર દેહ અંતર્વર્તી પોતાનો આત્મા પણ દ્રવ્યસ્વરૂપે એક અને પર્યાયસ્વરૂપે અનેક છે એમ ઉભયાત્મક છે તે પ્રતિપાદન કરવા માટે કહે છે – ગાથા : ण य दवट्ठियपक्खे संसारो णेव पज्जवणयस्स । सासयवियत्तिवायी जम्हा उच्छेअवाई आ ।।१/१७।। Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ 43 छाया : न च द्रव्यार्थिकपक्षे संसारो नैव पर्यायनयस्य । शाश्वतव्यक्तिवादिर्यस्मादुच्छेदवादिः ।।१/१७ ।। मन्वयार्थ : दवट्ठियपक्खे-द्रव्या५क्षम संसारो ण य-संसार नथी ०४ पज्जवणयस्स (संसारो) णेव-पर्यायार्थि:नयना पक्षमा संसार थी ०४, जम्हा? २४थी, सासयवियत्तिवायी शाश्वत व्यतिवादी द्रव्यार्थि ५६ छ, उच्छेअवाई-62वाही पर्यायार्थि ५६ छ. थाना अंतम टेल 'आ' श६ पापूतिभा छे. ||१/१७॥ गाथार्थ : દ્રવ્યાર્થિકપક્ષમાં સંસાર નથી જ, પર્યાયાર્થિકનયના પક્ષમાં સંસાર નથી જ, જે કારણથી શાશ્વત વ્યક્તિવાદી દ્રવ્યાર્થિક પક્ષ છે, ઉચ્છેદવાદી પર્યાયાર્થિક પક્ષ છે. ગાથાના અંતમાં રહેલ 'आ' शE पाहपूर्तिमा छ. ||१/१७।। टी : द्रव्यार्थिकपर्यायार्थिकनयद्वयाभिमते वस्तुनि न संसारः सम्भवति, शाश्वतव्यक्तिप्रतिक्षणान्यत्वैकान्तात्मकचैतन्यग्राहकविषयीकृतत्वात् पावकज्ञानविषयीकृते उदकवत् । तथाहि-संसारः= संसृतिः, सा चैकान्तनित्यस्य पूर्वावस्थाऽपरित्यागे सति न सम्भवति, तत्परित्यागेनैवगतेः भावान्तरापत्तेर्वासंसृतेः सम्भवात्, नाप्युच्छेदे उत्पत्त्यनन्तरनिरन्वयध्वंसलक्षणे संसृतिः सम्भवति, गतेः भावान्तरापत्तेर्वा कथञ्चिद् अन्वयिरूपमन्तरेण अयोगात् । अथैकस्य पूर्वाऽपरशरीराभ्यां वियोगयोगौ संसारः असावपि सदा अविकारिणि न सम्भवति, नित्यस्य पूर्वाऽपरशरीराभ्यां वियोगयोगानुपपत्तेः, निरन्वयक्षणध्वंसिनोऽप्येकाधिकरणत्वासम्भवात् न तल्लक्षणः संसारः, न च अमूर्त्तस्यात्मनः असर्वगतैकमनोऽभिष्वक्तशरीरेण विशिष्टवियोगयोगौ संसारः, मनसोऽकर्तृत्वेन शरीरसम्बन्धस्यानुपपत्तेः । यो ह्यदृष्टस्य विधाता स तन्निवर्तितशरीरेण सह सम्बध्यते, न चैवं मनः, न च मनसः शरीरसम्बन्धेऽपि तत्कृतसुखदुःखोपभोक्तृत्वम्, आत्मनि तस्याभ्युपगमात् तदर्थं च शरीरसम्बन्धोऽभ्युपगम्यत इति तत्सम्बन्धपरिकल्पनं मनसो व्यर्थम्, मनसि सुखदुःखोपभोक्तृत्वाभ्युपगमे वा आत्मकल्पनावैयर्थ्यम्, मनस आत्मत्वसिद्धेः ।।१/१७।। टोडार्थ :द्रव्यार्थिक ..... आत्मत्वसिद्धेः ।। द्रव्यार्थि पर्यायायिय अभिमत वस्तुमा संसार संभवतो Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ તથી અર્થાત્ એકાત્ત દ્રવ્યાર્થિકનય અભિમત વસ્તુમાં કે એકાત્ત પર્યાયાર્થિકતય અભિમત વસ્તુમાં સંસાર સંભવતો નથી. કેમ દ્રવ્યાર્થિકનયની કે પર્યાયાર્થિકનયની એકાંત દૃષ્ટિમાં સંસાર સંભવતો નથી ? તેમાં હેત કહે છે - શાશ્વત વ્યક્તિરૂપ એકાત્તાત્મક ચૈતન્ય ગ્રાહક વિષયીકૃતપણું હોવાથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી સંસાર સંભવતો નથી એમ અવાય છે અને પ્રતિક્ષણ અન્યત્વરૂપ એકાત્તાત્મક ચૈતન્ય ગ્રાહક વિષયીકૃતપણું હોવાથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી સંસાર સંભવતો નથી એમ અવય છે. એમાં દૃષ્ટાંત બતાવે છે – અગ્નિના જ્ઞાનના વિષયીકૃત એવા પુરોવર્તી અગ્નિમાં ઉદકની જેમ તે અગ્નિમાં ઉદક સંભવતું નથી તેમ. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિમાં સંસાર સંભવતો નથી. તે આ પ્રમાણે – સંસાર એટલે સંસ્કૃતિ=જીવનું એક ભવથી ભવાન્સરગમવરૂપ સંસ્કૃતિ, અને તે સંસ્કૃતિ એકાન્તનિત્ય એવા આત્માને પૂર્વ અવસ્થાનો અપરિત્યાગ હોતે છતે સંભવતી નથી; કેમ કે તેના પરિત્યાગથી જ-પૂર્વ અવસ્થાના પરિત્યાગથી જ, ગતિરૂપ=અત્યભવોની પ્રાપ્તિરૂપ, સંસ્કૃતિનો સંભવ છે અથવા ભાવાત્તરની પ્રાપ્તિરૂપ બાલભાવથી યુવાનભાવરૂપ ભાવાતરની પ્રાપ્તિરૂપ, સંસ્કૃતિનો સંભવ છે. વળી પર્યાયાર્થિકનયમાં સંસાર સંભવતો નથી. તે સ્પષ્ટ કરે છે – વળી ઉચ્છેદમાં પણ પૂર્વપર્યાયના ઉચ્છેદથી ઉત્તરપર્યાયની પ્રાપ્તિમાં ઉત્પત્યારની સાથે નિરવયધ્વસ લક્ષણ ઉચ્છેદમાં પણ, સંસ્કૃતિ સંભવતી નથી; કેમ કે ગતિનો એક ભવમાંથી અન્ય ભવમાં ગમતરૂપ ગતિનો, કથંચિત્ અવયીરૂપ આત્મા વગર અયોગ છે અથવા ભાવાતરની પ્રાપ્તિનો બાલ અવસ્થામાંથી યુવાવસ્થાની પ્રાપ્તિરૂપ ભાવાત્તરની પ્રાપ્તિનો, કથંચિત્ અન્વયીરૂપ આત્મદ્રવ્ય વગર અયોગ છે. અહીં “અળથી પૂર્વપક્ષી કહે કે એક જ એવા આત્માનો પૂર્વશરીરથી વિયોગ અને અપરશરીર સાથે યોગ સંસાર છે (તેથી દ્રવ્યાર્થિકનયથી પર્યાયના વિકાર વગરનું આત્મદ્રવ્ય સંગત થશે, માટે દ્રવ્યાર્થિકનયના પક્ષમાં સંસાર ઘટશે.) તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પણ=પૂર્વશરીરથી વિયોગ અને ઉત્તરશરીર સાથે યોગ એ રૂપ સંસાર પણ, સદા અવિકારી આત્મામાં સંભવતો નથી; કેમ કે નિત્યને દ્રવ્યાર્થિકનયથી એકાત્તનિત્ય એવા આત્માને, પૂર્વશરીરથી વિયોગની અને અપરશરીર સાથે યોગની અનુપપત્તિ છે. વળી પર્યાયાસ્તિકનયથી પણ પૂર્વ-અપરશરીરના ત્યાગરૂપ સંસાર ઘટતો નથી. તે સ્પષ્ટ કરે છે – નિરત્વય એવા ક્ષણધ્વંસી આત્માનો પણ એક અધિકરણત્વનો અસંભવ હોવાથી તફ્લક્ષણ= પૂર્વશરીરથી વિયોગ અને અપરશરીરના યોગ લક્ષણ, સંસાર નથી. અને અસર્વગત એવા એક મતથી અભિષ્યક્ત એવા શરીરની સાથે અમૂર્ત એવા આત્માનો Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ ૬૫ વિશિષ્ટ વિયોગ અને વિશિષ્ટ યોગ એ સંસાર છે એમ ન કહેવું; કેમ કે મનનું અકર્તૃપણું હોવાના કારણે શરીરના સંબંધની અનુપપત્તિ છે. ‘દ્દિ’=જે કારણથી, જે આત્મા અદૃષ્ટનો વિધાતા છે તે તદ્ નિર્વર્તિત શરીરની સાથે=અદૃષ્ટથી નિર્વર્તિત એવા શરીરની સાથે, સંબંધિત થાય છે એ રીતે=અદૃષ્ટનો વિધાતા આત્મા છે એ રીતે, મન નથી અને મનનો શરીર સાથે સંબંધ હોવા છતાં પણ તત્કૃત સુખદુ:ખભોક્તપણું નથી=મનનું સુખ-દુઃખભોક્તપણું નથી; કેમ કે આત્મામાં જ તેના=સુખ-દુઃખના, ભોક્તાપણાનો સ્વીકાર છે. અને તેના માટે=સુખ-દુઃખના ભોગ માટે, શરીરનો સંબંધ સ્વીકારાય છે એથી, મનના તેના સંબંધનું પરિકલ્પન=મનના દેહની સાથેના સંબંધનું પરિકલ્પન, વ્યર્થ છે અથવા મનમાં સુખ-દુઃખના ઉપભોક્તત્વનો સ્વીકાર કરાયે છતે આત્માની કલ્પના વ્યર્થ છે; કેમ કે મનના આત્મત્વની સિદ્ધિ છે. ।।૧/૧૭। ભાવાર્થ : અવતરણિકામાં કહ્યું એ પ્રમાણે દેહ અંતર્વર્તી એવો આત્મા પણ દ્રવ્ય અને પર્યાય ઉભય સ્વરૂપ જ છે, પરંતુ માત્ર દ્રવ્યસ્વરૂપ આત્મા નથી કે માત્ર પર્યાયસ્વરૂપ આત્મા નથી. જો આત્માને માત્ર દ્રવ્યસ્વરૂપ સ્વીકા૨વામાં આવે તો આત્મા કોઈ પર્યાયના વિકારવાળો નથી, પરંતુ સદા અવિચલિત એક સ્વરૂપવાળો છે તેમ માનવું પડે. અને જો તેમ સ્વીકારીએ તો આત્મામાં સંસાર ઘટતો નથી. કેમ સંસાર ઘટતો નથી ? સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સંસાર શબ્દનો અર્થ થાય છે કે એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં સંસ્કૃતિ. આ સંસ્કૃતિ બે રીતે પ્રાપ્ત થાય છે : વર્તમાન ભવમાં જીવ બાલ અવસ્થામાંથી યુવાવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે આત્માની એક ભાવથી અન્ય ભાવમાં સંસ્કૃતિ થાય છે અને આત્મા એક ભવથી અન્ય ભવમાં જાય છે ત્યારે વર્તમાન ભવના ત્યાગથી અન્ય ભવના સ્વીકારરૂપ સંસ્કૃતિ થાય છે. હવે જો આત્માને માત્ર દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી એકાંતનિત્ય સ્વીકારવામાં આવે તો ત્રિકાળવર્તી આત્મા અવિચલિત એકસ્વરૂપવાળો છે તેમ સ્વીકારવું પડે. અને જો તેમ સ્વીકારીએ તો એક ગતિમાંથી અન્ય ગતિમાં જવારૂપ સંકૃતિ આત્માને ઘટે નહીં અને બાલભાવમાંથી યુવાનભાવની પ્રાપ્તિરૂપ સંસ્કૃતિ પણ આત્મામાં ઘટે નહીં. તેથી આત્મા માત્ર દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ નથી તેમ સ્વીકારી શકાય નહીં. વળી, આત્માને દ્રવ્યરૂપે સ્વીકારવામાં ન આવે અને માત્ર પર્યાયરૂપે સ્વીકારવામાં આવે તોપણ સંસાર ઘટે નહીં તે બતાવવા કહે છે જો એકાંત પર્યાયનયની દૃષ્ટિથી આત્માને એકાંતક્ષણિક સ્વીકારવામાં આવે તો ઉત્પત્તિ પછી અન્વયીદ્રવ્ય વગર ધ્વંસરૂપ આત્માનો ઉચ્છેદ પ્રાપ્ત થાય, તેથી આત્મામાં સંસ્કૃતિરૂપ સંસાર ઘટે નહીં; કેમ કે કથંચિદ્ અન્વયી એવા દ્રવ્ય વગર એકભવમાંથી અન્ય ભવમાં ગમનરૂપ સંસાર સંભવે નહીં અર્થાત્ આ ભવમાં જે છે તે અહીં નાશ પામે છે, અન્ય ભવમાં જે છે તે અન્ય ઉત્પન્ન થાય છે તેમ કહીએ તો આ ભવના Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ આત્માનું અન્ય ભવરૂપે સંસરણ થયું તેમ કહી શકાય નહીં. માટે અન્વયી આત્મા સ્વીકારવાથી આ ભવથી અન્યભવમાં આત્માનું સંસરણ થયું તેમ સ્વીકારી શકાય. વળી, બાલ અવસ્થાથી યુવાવસ્થાની પ્રાપ્તિ થાય છે તે રૂપ સંસરણ પણ એકાંત પર્યાય સ્વીકારવાથી સંગત થાય નહીં, કેમ કે બાલ્યાવસ્થા નાશ પામી તે અન્ય છે અને યુવાવસ્થા પ્રાપ્ત થઈ તે અન્ય છે તેમ સ્વીકારીએ તો બાલ્યાવસ્થાવાળા આત્માનું યુવાવસ્થારૂપે સંસરણ થયું તેમ કહી શકાય નહીં. માટે એકાંત પર્યાયનયની દૃષ્ટિથી આત્મામાં સંસાર ઘટે નહીં. એકાંત દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિવાળા કહે કે અમૂર્ત એવો આત્મા છે અને તે સર્વથા વિકાર વગરનો છે. આમ છતાં પૂર્વ શરીરનો વિયોગ અને અપરશરીરનો યોગ છે, તેથી સંસાર ઘટી શકે છે. આશય એ છે કે આત્મા એકાન્ત કુટસ્થનિત્ય છે. ફકત નિત્ય પણ એવા આત્માની સાથે પૂર્વના શરીરનો યોગ હતો તેનો વિયોગ થઈને અપરશરીરનો યોગ થયો. માટે દ્રવ્યાસ્તિકનયથી આત્માને એકાંતનિત્ય સ્વીકારવા છતાં સંસાર સંગત થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે – જો આત્મા સદા અવિકારી હોય તો આત્માને પૂર્વશરીરથી વિયોગ અને અન્ય શરીરનો યોગ પણ સંભવી શકે નહીં, કેમ કે પૂર્વશરીરના વિયોગ અને અપરશરીરના યોગરૂપ અવસ્થાન્તર આત્માને પ્રાપ્ત થતી હોય તો આત્મા સર્વથા પર્યાયાન્તરની પ્રાપ્તિરૂપ વિકારથી રહિત છે તેમ કહી શકાય નહીં, પરંતુ તે તે શરીરના યોગ અને વિયોગરૂપ પર્યાયને પ્રાપ્ત કરે છે તેમજ માનવું પડે. વળી માત્ર પર્યાયને સ્વીકારનાર દૃષ્ટિથી પદાર્થ ક્ષણિક છે તેમ સિદ્ધ થાય અને તેમ સ્વીકારીએ તો આત્માને પૂર્વેક્ષણના શરીર સાથે વિયોગ અને અપરક્ષણના શરીર સાથે યોગ સંગત થાય નહીં. માટે એકાંત પર્યાયરૂપ વસ્તુ હોય તોપણ સંસાર ઘટે નહીં. વસ્તુતઃ આત્મા નામનો સ્થિર પદાર્થ હોય તો પૂર્વશરીર સાથે વિયોગ અને અપરશરીર સાથે સંયોગરૂપ પર્યાયાન્તર છે તેમ સિદ્ધ થાય. આત્માને એકાંત દ્રવ્યરૂપ સ્વીકારનાર પૂર્વપક્ષી કહે કે આત્મા અમૂર્ત છે અને તે કોઈ વિવિધ પર્યાયને પામતો નથી માટે કેવલ દ્રવ્યરૂપ છે છતાં અસર્વગત એવા એક મનથી અભિષ્યક્ત શરીર છે અર્થાતું એક મનથી યુક્ત શરીરની આત્માને પ્રાપ્તિ છે અને તેના શરીરની સાથે આત્માનો વિશિષ્ટ વિયોગ અને યોગરૂપ સંસાર છે. જેમ સિદ્ધના આત્મા અમૂર્તિ છે અને પુદ્ગલોના તેવા પ્રકારના ભ્રમણ-પરિણામને કારણે પુદ્ગલો સિદ્ધના ક્ષેત્રમાં આવે છે ત્યારે સિદ્ધના જીવોને તે પુદ્ગલો સાથે યોગ થાય છે અને જ્યારે તે પુદ્ગલો અન્ય ક્ષેત્રમાં જાય છે ત્યારે વિયોગ થાય છે તોપણ સિદ્ધના જીવો તે રૂપીદ્રવ્યના સંયોગથી અને વિયોગથી અન્ય અન્ય પરિણામને પામતા નથી, પરંતુ સદા એકસ્વરૂપ રહે છે તેમ મનથી નિષ્પાદિત એવા કર્મને કારણે શરીરનો સંયોગ અમૂર્ત આત્માને થાય છે અને પૂર્વના શરીરનો વિયોગ થાય છે તોપણ આત્મા તો અપરિવર્તનશીલ એક સ્વભાવવાળો છે. માટે પર્યાય રહિત એવા દ્રવ્યની સંગતિ થશે અને આત્માને સંસારની પણ સંગતિ થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭, ૧૮. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – મન કર્મનો અકર્તા હોવાના કારણે મન દ્વારા શરીરના સંબંધની અનુપત્તિ છે. આશય એ છે કે દ્રવ્યમન પુદ્ગલાત્મક છે, ભાવમન મતિજ્ઞાનના પરિણામરૂપ છે. મતિજ્ઞાનસ્વરૂપ જ આત્મા છે અને સંસારી જીવોનું મોહથી આકુળ મતિજ્ઞાન જ કર્મબંધનું કારણ છે. માટે ભાવમનસ્વરૂપ આત્મા કર્મબંધનું કારણ હોવા છતાં દ્રવ્યમન જે પગલાત્મક છે તે કર્મનો કર્તા નથી, માટે મન દ્વારા આત્માને શરીરના સંબંધની પ્રાપ્તિ નથી. અહીં પ્રશ્ન થાય કે કોના દ્વારા કર્મ બંધાય છે ? તેથી કહે છે – જે અદૃષ્ટનો વિધાતા છે=જે આત્મા અદષ્ટને કરનારો છે, તે પોતાનાથી કરાયેલા અદૃષ્ટરૂપ કર્મથી નિવર્તિત શરીર સાથે સંબંધિત થાય છે એ રીતે મન નથી=એ રીતે મન અદૃષ્ટનો કર્તા થઈને શરીર સાથે સંયોગ કરનાર નથી. એથી એ પ્રાપ્ત થાય છે કે આત્મા તે તે પ્રકારના પરિણામથી અદૃષ્ટને બાંધે છે અને તેનાથી નિષ્પન્ન થયેલ શરીરની સાથે સંબંધિત થાય છે માટે આત્મા અદૃષ્ટને અનુકૂળ ભિન્ન ભિન્ન પરિણામવાળો છે માટે આત્મા એકાંત દ્રવ્યરૂપ નથી, પરંતુ દ્રવ્ય-પર્યાયરૂપ છે. વળી, મનનો શરીર સાથે સંબંધ હોવા છતાં શરીરકૃત સુખ-દુઃખનું ભોફ્તત્વ મનનું નથી; કેમ કે આત્મામાં જ સુખ-દુઃખનું ભોક્તપણું સ્વીકારાયું છે અને સુખ-દુઃખ માટે જ શરીરનો સંબંધ આત્માને સ્વીકારાયો છે. તેથી શરીરની સાથે મન સંબંધનું પરિકલ્પન કરીને આત્માને એકાંતે નિત્ય સ્વીકારવો વ્યર્થ છે અને મનમાં સુખ-દુઃખનું ભોફ્તત્વ સ્વીકારીને આત્માને એકાંતે નિત્ય સ્વીકારવામાં આવે તો મનથી અતિરિક્ત આત્માની કલ્પના કરવી વ્યર્થ છે; કેમ કે મનની જ આત્મારૂપે સિદ્ધિ છે. માટે જગતમાં દ્રવ્ય-પર્યાયરૂપ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનયાકયને અભિમત આત્મારૂપ વસ્તુ સ્વીકારવામાં આવે તો જ સંસારની સંગતિ થાય. ૧/૧ળી અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને આત્માને કેવલ દ્રવ્યરૂપ કે કેવલ પર્યાયરૂપ સ્વીકારવામાં આવે તો સંસાર ઘટે નહીં તેમ અન્ય શું ન ઘટે? તેનો સમુચ્ચય તથા'થી કરે છે – ગાથા : सुहदुक्खसम्पओगो ण जुज्जए णिच्चवायपक्खम्मि । एगंतुच्छेयम्मि य सुह-दुक्खवियप्पणमजुत्तं ।।१/१८ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૮ છાયા : सुखदुःखसम्प्रयोगो न युज्यते नित्यवादपक्षे । एकान्तोच्छेदे च सुखदुःखविकल्पनमयुक्तम् ।।१/१८।। અન્વયાર્થ : વાયાવરમિ=નિત્યવાદ પક્ષમાં, સુલુસમ્પોનો સુખ-દુઃખનો સંપ્રયોગ, ઈ ગુજ્જsઘટે નહીં, પરંતુચ્છમિત્રએકાંત ઉચ્છેદમાં=પર્યાયાસિક પક્ષમાં, (સુખ-દુ:ખનો સંપ્રયોગ ઘટે નહીં એમ અવય છે) =અને, સુહલુવિયU—પક્ષદ્વયમાં પણ સુખ-દુઃખનું વિકલ્પત=સુખ માટે વિશિષ્ટ યત્ન અને દુઃખના વિયોગ માટે વિશિષ્ટ યત્ન, અનુત્ત=અયુક્ત છે=અઘટમાન છે. I૧/૧૮ ગાથાર્થ : નિત્યવાદ પક્ષમાં સુખ-દુઃખનો સંપ્રયોગ ઘટે નહીં, એકાંત ઉચ્છેદમાં પર્યાયાસિક પક્ષમાં, (સુખ-દુઃખનો સંયોગ ઘટે નહીં એમ અન્વય છે.) અને પક્ષદ્વયમાં પણ સુખ-દુઃખનું વિકલ્પન સુખ માટે વિશિષ્ટ ચત્ન અને દુઃખના વિયોગ માટે વિશિષ્ટ યત્ન, અયુક્ત છે અઘટમાન છે. ll૧/ ૧૮II ટીકા : सुखेन अबाधास्वरूपेण, दुःखेन बाधनालक्षणेन, सम्प्रयोगः सम्बन्धः, न युज्यतेन घटते, आत्मनो नित्यवादपक्षे, द्रव्यास्तिकाभ्युपगमे सुखस्वभावस्य अविचलितरूपत्वात् सदा सुखरूपतैव आत्मनः न दुःखसम्प्रयोगः, दुःखस्वभावत्वे तद्रूपतैव तत्त्वादेव, एकान्तोच्छेदे च पर्यायास्तिकपक्षे सुखदुःखसम्प्रयोगो न युज्यत इति सम्बन्धः, तथा पक्षद्वयेऽपि सुखार्थम् दुःखवियोगार्थं च विशिष्टं कल्पनं यतनम्-'कल्पतेः' अत्र यतनार्थत्वात्-अयुक्तम् अघटमानकम्, सुखदुःखोपादानत्यागार्थप्रयत्नस्याप्ययुक्तत्वमुक्तन्यायात् ।।१/१८।। ટીકાર્ચ - સુવેર ... મુરુજાવાન્ ા અવ્યાબાધરૂપ સુખ સાથે અને બાધારૂપ દુખની સાથે સંપ્રયોગ સંબંધ, આત્માના નિત્યવાદપક્ષમાં ઘટે નહીં. કેમ ઘટે નહીં ? તેથી કહે છે – દ્રવ્યાસ્તિકતા સ્વીકારમાં એકાત્ત દ્રવ્યાસ્તિકાયના સ્વીકારમાં, સુખસ્વભાવનું અવિચલિતરૂપપણું હોવાથી આત્માની સદા સુખરૂપતા થાય, દુઃખતો સંપ્રયોગ થાય તહીં. વળી, દુખસ્વભાવપણામાં તરૂપતા જ થાય દુઃખરૂપતા જ થાય; કેમ કે તપણું જ છે=દ્રવ્યાસ્તિકાયની દૃષ્ટિએ સદા સ્થિરએક Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૮ ૬૯ સ્વભાવપણું જ છે, અને એકાંતઉચ્છેદમાં=પર્યાયાસિકપક્ષમાં સુખ-દુઃખનો સંપ્રયોગ-સુખ-દુઃખનો સંયોગ, ઘટે નહીં, એ પ્રમાણે ગાથાના પૂર્વાર્ધ સાથે સંબંધ છે. તે રીતેગાથાનો અત્યાર સુધી અર્થ કર્યો તે રીતે, પક્ષદ્વયમાં પણ એકાંત દ્રવ્યાસ્તિક અને એકાંત પર્યાયાસ્તિકરૂપ પક્ષદ્વયમાં પણ, સુખ માટે અને દુઃખ વિયોગ માટે વિશિષ્ટ કલ્પન-વિશિષ્ટ યત્ન, અયુક્ત છે અઘટમાન છે. અહીં વિકલ્પમાં રહેલ કલ્પત શબ્દનું ‘યત્ન' અર્થપણું છે=પ્રયત્નના અર્થમાં છે એથી કલ્પન'નો અર્થ ‘પ્રયત્ન કરેલ છે. પક્ષઢયમાં સુખ માટે કે દુ:ખના વિયોગ માટે યત્ન અયુક્ત કેમ છે ? તેમાં યુક્તિ આપે છે – સુખતા ગ્રહણ માટે અને દુઃખના ત્યાગ માટે પ્રયત્નનું પણ આયુક્તપણું ઉક્ત વ્યાયથી છે અર્થાત્ જો આત્મા એકાન્તનિત્ય હોય તો પરિવર્તન ન થાય અને એકાંત ક્ષણિક હોય તો ઉત્તરના સુખ માટે કે ઉત્તરના દુ:ખના વિયોગ માટે યત્ન કરવો એ અર્થ વગરનો છે એમ ઉપરના કથનથી સિદ્ધ થાય છે. ૧/૧૮ ભાવાર્થ : આત્માને માત્ર દ્રવ્યરૂપે સ્વીકારવામાં આવે અને પર્યાયરૂપે સ્વીકારવામાં ન આવે તો આત્મામાં સુખ અને દુઃખનો ક્રમસર સંયોગ થતો દેખાય છે તે ઘટે નહીં, કેમ કે માત્ર દ્રવ્યરૂપ આત્મા હોય અને તેનો સુખસ્વભાવ હોય તો તેનો સુખ સ્વભાવ સદા સુખરૂપે રહેવો જોઈએ અને તેનો દુઃખસ્વભાવ હોય તો દુઃખસ્વભાવ દુઃખરૂપે સદા રહેવો જોઈએ, પરંતુ સંસારમાં જીવોને અનુભવ છે કે અમુક કાળે પોતે સુખી છે અને અમુક કાળે પોતે દુઃખી છે તે અનુભવ એકાન્તનિત્યવાદમાં ઘટે નહીં. વળી, એકાંત ક્ષણિકવાદમાં પણ સુખ-દુઃખનો સંયોગ ઘટે નહીં, કેમ કે જે આત્મા સુખરૂપ છે તે બીજી ક્ષણમાં નથી એમ એકાંત પર્યાયાસ્તિકનયના મતથી પ્રાપ્ત થાય અને લોકને અનુભવ છે કે પહેલાં મને સુખનો સંયોગ હતો, હવે મને દુઃખનો સંયોગ થયો છે. તે અનુભવ આત્માને અનુગત સ્વીકારીએ તો જ સંગત થાય. વળી, એકાન્તનિત્યપક્ષમાં અને એકાન્તઅનિત્યપક્ષમાં સુખ માટે અને દુઃખના વિયોગ માટે જે જીવો યત્ન કરે છે તે યત્ન અઘટમાન થાય; કેમ કે જો પોતે એકાન્તનિત્ય હોય તો પોતાના સ્વભાવમાં કોઈ પરિવર્તન થવાનું નથી તેમ સ્વીકારવું પડે અને પોતાના સ્વભાવમાં કોઈ પરિવર્તન થાય તેમ ન હોય તો પોતાના દુઃખની નિવૃત્તિપૂર્વક સુખ માટે યત્ન સંસારી જીવો કરે છે, તે અર્થ વગરનું સિદ્ધ થાય. વળી, ક્ષણિકવાદમાં પણ પોતે બીજી ક્ષણમાં ન હોય તો આગામી સુખ માટે કે આગામી દુઃખના વિયોગ માટે યત્ન કરવો અસંગત થાય અને સંસારમાં જીવો સુખ માટે યત્ન કરે છે અને દુઃખના વિયોગ માટે યત્ન કરે છે અને તે યત્નાનુસાર ક્વચિત્ ફળ પણ પ્રાપ્ત કરે છે. માટે આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે પ્રતિક્ષણ પરિવર્તન પામે છે તેમ સ્વીકારવું ઉચિત છે. II૧/૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ અવતરણિકા : एकान्तपक्षे आत्मसुखदुःखोपभोगनिवर्तकशरीरसम्बन्धहेत्वदृष्टोत्पादकनिमित्तानामप्यसम्भवं રન્નાદ – અવતરણિકાર્ય : એકાત્તાપક્ષમાં–આત્મા માત્ર દ્રવ્યરૂપ છે અથવા આત્મા માત્ર પર્યાયરૂપ છે એ રૂપ એકાંતપક્ષમાં, આત્માના સુખ-દુઃખના ઉપભોગના નિર્વર્તક એવા શરીર સાથે સંબંધનો હેતુ એવા અદષ્ટના ઉત્પાદક નિમિતોનો પણ અસંભવ બતાવતાં કહે છે – ભાવાર્થ : આત્મા માત્ર દ્રવ્યરૂપ છે કે માત્ર પર્યાયરૂપ છે તેમ સ્વીકારીએ તો સંસારમાં પ્રત્યક્ષથી દેખાય છે કે સંસારી જીવો સુખ-દુ:ખનો ઉપભોગ કરે છે તે શરીર દ્વારા કરે છે અને તે શરીરના સંબંધનો હેતુ તે જીવોએ તે પ્રકારનું કર્મ બાંધેલું છે અને તે કર્મના ઉત્પાદક એવા મન, વચન અને કાયાના યોગો નિમિત્ત છે. આમ છતાં એકાંતપક્ષમાં તે અનુભવ પ્રમાણે કર્મના ઉત્પાદક નિમિત્તોની સંગતિ થાય નહીં તે બતાવવા અર્થે કહે છે – ગાથા : कम्मं जोगनिमित्तं बज्झइ बन्धट्टिई कसायवसा । अपरिणउच्छिण्णेसु य बंधट्ठिइकारणं णत्थि ।।१/१९।। છાયા : कर्म योगनिमित्तं बध्यते बन्धस्थितिः कषायवशात् । अपरिणतोत्सित्रेषु च बंधस्थितिकारणं नास्ति ।।१/१९।। અન્વયાર્થ : વનંકર્મ, નોકનિમિત્ત યોગનિમિત્ત, વરૂ=બંધાય છે. વસાયવસી વન્યકિષાયતા વશથી બંધની સ્થિતિ છે, એ અપરિચ્છિovસુ=અને અપરિણત અને ઉત્સઝ હોતે છતે=એકાંત દ્રવ્યાધિકાયથી આત્મા અપરિણત હોતે છતે અને એકાંત પર્યાયાર્થિકનયથી આત્મા ક્ષણસ્થિતિવાળો હોવાના કારણે ઉત્સન્ન હોતે છતે, વંદિર સ્થિ=બંધની સ્થિતિનું કારણ નથી=બંધની સ્થિતિનું કારણ કષાય નથી. II૧/૧૯ ગાથાર્થ :કર્મ યોગનિમિત બંધાય છે. કષાયના વશથી બંધની સ્થિતિ છે અને અપરિણત અને ઉત્સન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ७१ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ હોતે છતે=એકાંત દ્રવ્યાર્થિકનયથી આત્મા અપરિણત હોતે છતે અને એકાંત પર્યાયાર્થિકનયથી આત્મા ક્ષણસ્થિતિવાળો હોવાના કારણે ઉત્સન્ન હોતે છતે, બંધની સ્થિતિનું કારણ નથી=બંધની स्थितिनुं 52 5षाय नथी. ||१/१८।। टी : कर्म-अदृष्टम, योगनिमित्तं मनोवाक्कायव्यापारनिमित्तम, बध्यते आदीयते, बध्यत इति बन्धः अदृष्टमेव, तस्य स्थितिः कालान्तरफलदातृत्वेन आत्मन्यवस्थानम्, सा कषायवशात् क्रोधादिसामर्थ्यात्, एतदुभयमपि एकान्तवाद्यभ्युपगते आत्मचैतन्यलक्षणे भावे अपरिणते उत्सने च बन्धस्थितिकारणं नास्ति, न ह्यपरिणामिनि अत्यन्ताऽनाधेयातिशये आत्मनि क्रोधादयः सम्भवन्ति, नाप्येकान्तोत्सन्ने अनुसन्धानविकले ‘अहमनेनाऽऽक्रुष्टः' इति द्वेषसम्भवः, तथा च ‘अन्य आक्रुष्टः, अन्यो रुष्टः', 'अन्यो व्यापृतः, अपरो बद्धः, अपरश्च मुक्तः' इति कुशलाकुशलकर्मगोचरप्रवृत्त्याद्यारम्भवैफल्यप्रसक्तिः, न चैकसन्ततिनिमित्तोऽयं व्यवहारः, क्षणिकैकान्तपक्षे सन्ततिकल्पनाबीजभूतोपादानोपादेयभावस्यैव अघटमानत्वात् न चेयमनुसन्धानप्रतिपत्तिर्मिथ्या, द्वेषगर्वशाठ्याऽसन्तोषादीनामन्योन्यविरुद्धस्वभावानां क्रमविवर्तिनां चिद्विवर्तानां स्वसंवेदनाध्यक्षसिद्धानाम् तथा तथाऽनुभवितुश्च संशयविपर्यासाऽदृढज्ञानागोचरीकृतस्यैकस्य चैतन्यस्यानुभवात् न च बाधारहितानुभवविषयस्यापह्नवः, सुखादेरप्यनुभवविषयस्यापह्नुतिप्रसङ्गात् तथा च प्रमाणप्रमेयादिव्यवहारोच्छेदप्रसक्तिः, यदपि –'मिथ्याऽध्यारोपहानार्थं यत्नोऽसत्यपि मोक्तरि' [ ] इत्युक्तम्, तदप्यनेनैव प्रतिविहितम् यथोक्तप्रतिपत्तेमिथ्यात्वासिद्धेः, न चानुमाननिश्चितेऽर्थे आरोपबुद्धरुत्पत्ति मनिश्चयावगतधूम-ध्वज इव, न च मिथ्याज्ञानस्य सहजत्वात् विपरीतार्थोपस्थापकानुमानप्रवृत्तावपि न निवृत्तिः, तथाभ्युपगमे बोधसन्तानवत् तस्य सर्वदाऽनिवृत्तिरित्यमुक्तिप्रसक्तिः, असहजं तु तत्त्वज्ञानप्रादुर्भावेऽवश्यं निवर्त्तते शुक्तिकावगमे रजतभ्रम इव, अनिवृत्तौ वा न प्रमाणमप्रमाणबाधकं भवेत् न च क्षणक्षयनिश्चये 'स एवाहम्' इति प्रत्ययो युक्तः, अपि तु ‘स इव' इति स्यात्, नहि गवयनिश्चये 'गौरेव' इति प्रत्ययो दृष्टः अपि तु 'गोरिव' इति, न च क्रमवतिष्वभिष्वङ्गद्वेषादिपर्यायेषु चैतन्यानुस्यूतिप्रत्ययस्य मानसत्वं, आत्मनि क्षणक्षयमनुमानाद् निश्चिन्वतोऽपि तदैव स्पष्टमनुभूयमानत्वाद्, विकल्पद्वयस्य युगपदुत्पत्तिः परैर्नेष्टेति विकल्परूपत्वे एकत्वप्रत्ययस्य क्षणिकत्वनिश्चयसमये सद्भावो न भवेत् इत्येकान्तनित्यानित्यव्युदासेनोभयपक्ष एव बन्धस्थितिकारणं युक्तिसङ्गतम् ।।१/१९।। टीक्षार्थ : कर्म अदृष्टम् ..... युक्तिसङ्गतम् ।। ४=१६ष्ट, योगनिमित्त मनोवानिमित्त, बंधाय छे-अहए। Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ થાય છે, “બંધાય છે' એ બંધ=અદષ્ટ જ છે, તેની સ્થિતિ બંધની સ્થિતિકાલાન્તરફલદાતૃપણાથી આત્મામાં અવસ્થાન, તે કષાયના વશથી છે=ક્રોધાદિના સામર્થ્યથી છે, આ બન્ને પણ યોગ અને કષાય એ બન્ને પણ, એકાંતવાદી વડે સ્વીકારાયેલ આત્મચેતવ્યલક્ષણભાવ અપરિણત હોતે છતે અને ઉચ્છન્ન હોતે છતે=એકાત્ત દ્રવ્યને સ્વીકારનાર કે એકાંત પર્યાયને સ્વીકારનાર એવા એકાંતવાદીથી સ્વીકારાયેલ આત્મચેતવ્યરૂપ ભાવ એકાંત દ્રવ્યાસ્તિકતયથી અપરિણત હોતે છતે કે એકાંત પર્યાયાસ્તિકાયથી ઉચ્છન્ન હોતે છતે, બંધસ્થિતિનું કારણ નથી કર્મ બંધનું કારણ યોગ નથી અને કર્મની સ્થિતિનું કારણ કષાયો નથી. એકાંત દ્રવ્ય સ્વીકારનાર મતાનુસાર અપરિણત આત્મામાં સ્થિતિનું કારણ કષાય કેમ નથી ? તે બતાવે છે – અપરિણામી અત્યંત અનાધેય અતિશયવાળા આત્મામાં ક્રોધાદિનો સંભવ નથી અર્થાત્ એકાંત અપરિણામી આત્મા હોતે છતે તેમાં કોઈ પરિવર્તન અત્યંત અસાધેય છે અને તેવા આત્મામાં ક્રોધાદિનો સંભવ નથી. વળી, એકાંત પર્યાય સ્વીકારનારના મતાનુસાર ઉત્સત્ર આત્મામાં બંધની સ્થિતિનું કારણ કષાય કેમ નથી? તે બતાવતાં કહે છે – વળી, એકાંત ઉત્સા અનુસંધાન વિકલ આત્મા, હોતે છતે=એકાંત નાશ પામનાર અને પૂર્વઅપરના વચ્ચે એકપણાથી અનુગત પ્રતીતિરૂપે અનુસંધાનથી વિકલ એવો ક્ષણિક આત્મા હોતે જીતે હું આના દ્વારા આકૃષ્ટ છું એ પ્રકારે દ્વેષતો સંભવ નથી અને તે રીતે આત્મા એકાંત ક્ષણિક હોય તો હું આના દ્વારા આક્રોશ કરાયો છું એવી બુદ્ધિના કારણે થતો દ્વેષ સંભવે નહીં એમ પૂર્વમાં કહ્યું તે રીતે, અન્ય આકૃષ્ટ છે અન્ય એવો ક્ષણિક આત્મા આક્રોશ કરાયેલો છે, અન્ય રોષ પામેલો છે. વળી, એકાંત પર્યાય સ્વીકારનારના મતમાં બંધનું કારણ યોગ ઘટતો નથી, તે સ્પષ્ટ કરે છે – અન્ય વ્યાપૃત છે ક્રિયામાં વ્યાપારવાળો છે, અને અન્ય બદ્ધ છે અને બીજો મુક્ત છે એથી કુશળઅકુશળ કર્મ વિષયક પ્રવૃત્તિ આદિના આરંભના વૈફલ્યની પ્રસક્તિ છે કુશળ એવા કર્મ વિષયક પ્રવૃત્તિના અને અકુશળ એવા કર્મ વિષયક નિવૃત્તિના આરંભના વૈફલ્યની પ્રસક્તિ છે. અહીં ક્ષણિકવાદી કહે કે એક સંતતિનિમિત્ત આ વ્યવહાર છે=આત્મા ક્ષણિક હોવા છતાં જે કુશળનો આરંભ કરે છે તેના સંતાનને જ તેનું ફળ મળે છે અન્યને નહીં. માટે કુશળ-અકુશળ પ્રવૃત્તિ આદિના આરંભનું વિફલપણું પ્રસક્ત નહીં થાય. તેનું નિરાકરણ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે – અને એક સંતતિનિમિત્ત આ વ્યવહાર છે એમ ન કહેવું; કેમ કે ક્ષણિક એકાંતપક્ષમાં સંતતિની કલ્પનાના બીજભૂત ઉપાદાનઉપાદેયભાવનું જ અઘટમાળપણું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ ૭૩ પૂર્વમાં કહ્યું કે પૂર્વ-અપરનું અનુસંધાન નહીં હોવાના કારણે એકાંત ક્ષણિકપક્ષમાં સંતતિકલ્પનાના બીજભૂત ઉપાદાનઉપાદેયભાવનું અઘટનાનપણું છે. ત્યાં ક્ષણિકવાદી કહે કે ઉપાદાનઉપાદેયભાવ વચ્ચે અનુસંધાનની પ્રતિપત્તિ મિથ્યા છે. તેનું નિરાકરણ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે – અને આ અનુસંધાનની પ્રતિપત્તિ મિથ્યા નથી; કેમ કે દ્વેષ, ગર્વ, શાક્ય, અસંતોષ આદિ અન્યોન્ચ વિરુદ્ધ સ્વભાવોનું ક્રમવિવર્તી ચિદ્વિવતનું સ્વસંવેદના અધ્યક્ષથી સિદ્ધોનું તે તે પ્રકારે અનુભવ કરનારાને સંશય, વિપર્યય અને અદઢ જ્ઞાનના અવિષયકૃત એવા એકચૈતન્યનો અનુભવ છે અને બાધા રહિત અનુભવતા વિષયનો અપલાપ ન થાય; કેમ કે અનુભવ વિષય એવા સુખાદિતા પણ અપલાપનો પ્રસંગ છે. અને તે રીતેઅનુભવતા વિષયો અપલાપ કરવામાં આવે તે રીતે, પ્રમાણપ્રમેયાદિ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છે. વળી મુક્ત થનાર આત્મા નહીં હોતે છતે પણ મિથ્યા અધ્યારોપના દાન માટે પ્રયત્ન છે' એ પ્રમાણે જે કહેવાયું તે પણ આના દ્વારા જ પૂર્વમાં કહ્યું કે બાધા રહિત અનુભવના વિષયો અપલોપ થઈ શકે નહીં તેના દ્વારા જ, પ્રતિનિહિત છે નિરાકૃત છે; કેમ કે યથોક્ત પ્રતિપત્તિના મિથ્યાત્વની અસિદ્ધિ છે=ઢેષ, ગર્વ, શાક્ય આદિ ભાવોમાં સંશય, વિપર્યય, અદઢ જ્ઞાનના અવિષયભૂત એકચૈતન્યતા અનુભવરૂપ યથોક્ત પ્રતિપતિના મિથ્યાત્વની અસિદ્ધિ છે. લેષાદિ સર્વ ભાવોમાં હું અનુગત છું એ પ્રકારના પ્રતિપત્તિના મિથ્યાત્વની અસિદ્ધિ કેમ છે ? તેથી કહે છે – અને અનુમાનથી નિશ્ચિત અર્થમાં આરોપની બુદ્ધિની ઉત્પત્તિ નથી, ઘૂમતા નિશ્ચયથી જણાવેલ અગ્નિની જેમ. અહીં પૂર્વપક્ષી કહે કે મિથ્યાજ્ઞાનનું સહજપણું હોવાથી વિપરીત અર્થના ઉપસ્થાપક અનુમાનની પ્રવૃત્તિમાં પણ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – અને મિથ્યાજ્ઞાનનું સહજપણું હોવાના કારણે વિપરીત અર્થતા= આ મિથ્યાજ્ઞાન નથી' એ પ્રકારના વિપરીત અર્થતા, ઉપસ્થાપક અનુમાનની પ્રવૃત્તિ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ નથી એમ ન કહેવું; કેમ કે તે પ્રકારે સ્વીકારવામાં બોધસંતાનની જેમ તેની સર્વદા અનિવૃત્તિ છે, તેથી અમુક્તિની પ્રસક્તિ છે. વળી, અસહજ=અસહજ મિથ્યાજ્ઞાન હોય તો, શુક્તિના જ્ઞાનમાં રજતતા ભ્રમની જેમ તત્ત્વજ્ઞાનના પ્રાદુર્ભાવમાં અવશ્ય તિવર્તન પામે છે અથવા અનિવૃત્તિ થયે છતે તત્ત્વજ્ઞાનના પ્રાદુર્ભાવમાં પણ મિથ્યાજ્ઞાનની અનિવૃત્તિ થયે છતે, પ્રમાણ સમ્યજ્ઞાન, અપ્રમાણનું મિથ્યાજ્ઞાનનું, બાધક થાય નહીં. અને ક્ષણક્ષયનો નિશ્ચય થયે છતે દરેક પદાર્થો ક્ષણમાં ક્ષય પામે છે તેવો નિર્ણય થયે છતે, તે જ હું છું= બાલ્યાવસ્થામાં જે હું હતો તે જ યુવાવસ્થામાં હું છું એ પ્રકારનો પ્રત્યય યુક્ત નથી=એ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ પ્રકારનો સર્વ જનને અનુભવ છે તે યુક્ત નથી, પરંતુ તેના જેવો તેના જેવો હું છું બાલ્યાવસ્થામાં જે હતો તેના જેવો છું, એ પ્રમાણે થાય એ પ્રકારે અનુભવ થાય, “દિ'=જે કારણથી, ગવયના નિશ્ચયમાં ગાય એ પ્રમાણે પ્રત્યય જોવાયો નથી, પરંતુ ગાયના જેવો એ પ્રમાણે પ્રત્યય થાય છે. અને ક્રમવર્તી અભિવંગ-દ્વેષાદિ પર્યાયોમાં–આત્મા ક્ષણિક હોવા છતાં આત્મામાં થતા ક્રમવર્તી રાગ-દ્વેષાદિ પર્યાયોમાં, ચૈતન્યની અનુસ્મૃતિના પ્રત્યયનું માનસપણું છે એમ ન કહેવું; કેમ કે અનુમાનથી આત્મામાં ક્ષણક્ષયના નિશ્ચયવાળાને પણ ત્યારે જ સ્પષ્ટ અનુભૂયમાતપણું છે=જ્યારે હું ક્ષણિક છું એમ ક્ષણિકવાદી માને છે ત્યારે જ હું રાગાદિ પૂર્વ-ઉત્તરમાં થતા ભાવોમાં અનુવૃત્તિરૂપે હું છું એ પ્રકારે સ્પષ્ટ અનુભવે છે. (માટે ચૈતન્યતા અનુસ્યુત બોધનું માનસત્વ સ્વીકારી શકાય નહીં.). અહીં પૂર્વપક્ષી કહે કે અનુમાનથી આત્મામાં ક્ષણક્ષયનો નિશ્ચય છે ત્યારે પણ આત્માના અનુસ્મૃતની પ્રતીતિ માનસિક વિકલ્પરૂપ છે તેમ સ્વીકારી શકાશે, તેથી ટીકાકારશ્રી કહે છે – વિકલ્પદ્રયની એક સાથે ઉત્પત્તિ પર વડે=ક્ષણિકવાદી વડે, સ્વીકારાઈ નથી, એથી એકત્વ પ્રત્યયનું વિકલ્પરૂપપણું હોતે છતે ક્ષણિકના નિશ્ચય સમયમાં સદ્ભાવ ન થાય= બાલ્યાવસ્થામાં અને યુવાવસ્થામાં હું એક છું એ પ્રકારના એકત્વ પ્રત્યયનો સદ્ભાવ ન થાય. એથી=પૂર્વમાં અત્યાર સુધી સ્થાપન કર્યું કે દ્રવ્યાર્દિકતયથી આત્મા એકાંત અપરિણત હોય અને પર્યાયાર્થિકનયથી એકાંત ઉત્સન્ન હોય તો બંધની સ્થિતિનું કારણ ઘટતું નથી એથી, એકાત્તનિત્યતા અને એકાતઅતિત્યતા ભુદાસથી ઉભય પક્ષમાં જ=આત્મા દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ છે એ પ્રકારના ઉભયપક્ષમાં જ, બંધની સ્થિતિનું કારણ યુક્તિસંગત છે. ll૧/૧૯iા. ભાવાર્થ : અવતરણિકામાં કહેલ કે આત્માને એકાંત દ્રવ્યરૂપ માનવામાં આવે અથવા આત્માને એકાંત પર્યાયરૂપ માનવામાં આવે તો સંસારી જીવોને જે સુખ-દુઃખનો અનુભવ થાય છે તેનું કારણ શરીરનો સંબંધ છે અને આ શરીરના સંબંધનો હેતુ કર્મ છે અને તે કર્મની ઉત્પત્તિમાં નિમિત્તકારણ એવો યોગનો અને કષાયનો પરિણામ છે તે સંભવી શકે નહીં. કઈ રીતે સંભવી શકે નહીં ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – જીવ મન-વચન-કાયાના યોગોથી કર્મ બાંધે છે અને બંધાયેલા કર્મોની સ્થિતિ ક્રોધાદિ કષાયના વશથી થાય છે તેથી “આત્મા નામનું સ્થિર દ્રવ્ય હોય અને તે પ્રતિક્ષણ જુદા જુદા પ્રકારના મન-વચન-કાયાના વ્યાપાર કરતું હોય તો તે વ્યાપારના બળથી કર્મ બાંધે છે અને સ્થિર એવો આત્મા ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન કષાયો કરે છે તેના વશ કર્મની સ્થિતિ બાંધે છે. તે કર્મસ્થિતિના વશથી શરીરની ઉત્પત્તિ થાય છે. તે શરીરની ઉત્પત્તિના કારણે શરીરજન્ય સુખ-દુ:ખનો અનુભવ સંસારી જીવને થાય છે” તે કથન સંગત થઈ શકે. જો આત્માને એકાંતે દ્રવ્યરૂપ સ્વીકારવામાં આવે તો આત્મા દ્રવ્યરૂપે ત્રિકાળ એકસ્વરૂપવાળો છે તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ કોઈ પરિવર્તન નથી તેમ માનવું પડે. જો આત્માને તેવો સ્વીકારીએ તો આત્મામાં કર્મબંધનું કારણ એવા મન-વચન-કાયાના યોગો ઘટે નહીં, કેમ કે મન-વચન-કાયાના યોગો પ્રતિક્ષણ અન્ય અન્ય પ્રકારના છે તે એકાંતનિત્ય આત્મામાં સંગત થાય નહીં. વળી, આત્મામાં બંધની સ્થિતિનું કારણ એવા ક્રોધાદિ કષાયોનો સંભવ નથી; કેમ કે એકાંતનિત્ય આત્મામાં અન્ય અન્ય પરિણામરૂપ ક્રોધાદિ થઈ શકે નહીં. વળી, આત્માને પર્યાયાસ્તિક દૃષ્ટિથી એકાંત ઉત્સન્ન=નાશવંત, માનવામાં આવે તો પ્રતિક્ષણ થતાં નવા નવા પર્યાયની વચ્ચે એકપણાનું અનુસંધાન પ્રાપ્ત થાય નહીં. જો પ્રતિક્ષણ થતાં પર્યાયોમાં એકપણાનું અનુસંધાન ન હોય તો હું આ પુરુષ દ્વારા આક્રોશ કરાયો” તેના કારણે પોતાને દ્વેષ થાય છે તે થઈ શકે નહીં; કેમ કે અન્ય દ્વારા પોતે આક્રોશ કરાયો તે અન્ય છે અને ઉત્તરમાં દ્વેષ કરે છે તે અન્ય છે એમ પ્રાપ્ત થાય. એકાંત ક્ષણિકવાદમાં વ્યાપાર એક કરે છે, બીજો બંધાય છે અને સાધના કરીને મુક્ત વળી ત્રીજો થાય છે એ પ્રકારે પ્રાપ્ત થાય; કેમ કે તે બધા પર્યાયોમાં અનુસંધાન કરનાર એક દ્રવ્ય નથી. અને આ પ્રકારે સ્વીકારવામાં આવે તો કુશળ કર્મ અને અકુશળ કર્મ વિષયક પ્રવૃત્તિનો અને નિવૃત્તિનો યત્ન થાય છે તે પણ વિફળ પ્રાપ્ત થાય. માટે આત્માને એકાંત ક્ષણિક સ્વીકારી શકાય નહીં. અહીં માત્ર પર્યાયને સ્વીકારનાર એકાંત ક્ષણિકવાદી કહે કે એક સંતતિનિમિત્ત આ વ્યવહાર છે કુશળ કર્મોમાં પ્રવૃત્તિ અને અકુશળ કર્મોમાં નિવૃત્તિ થાય છે તે કુશળ કર્મોમાં પ્રવૃત્તિનું ફળ અને અકુશળ કર્મની નિવૃત્તિનું ફળ એક સંતાનમાં મળે છે, માટે પોતાના સંતાનને ફળ પ્રાપ્ત થાય તે માટે કુશળમાં પ્રવૃત્તિ અને અકુશળમાં નિવૃત્તિનો યત્ન થાય છે એ પ્રકારનો વ્યવહાર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – ક્ષણિક એકાંતપક્ષમાં સંતતિની કલ્પનાના બીજભૂત ઉપાદાનઉપાદેયભાવનું જ અઘટનાનપણું છે. આશય એ છે કે પૂર્વપર્યાય ઉપાદાન છે અને ઉત્તરપર્યાય ઉપાદેય છે તેમ સ્વીકારવું હોય તો પૂર્વપર્યાયમાં ઉત્તરપર્યાયની શક્તિ છે તેમ માનવું પડે અને પૂર્વપર્યાયમાં ઉત્તરપર્યાયની શકિત છે તેમ સ્વીકારીએ તો તે પૂર્વપર્યાયમાં રહેલું શક્તિરૂપ દ્રવ્ય જ ઉત્તરપર્યાયરૂપે પરિણમન પામે છે તેમ સ્વીકારી શકાય. આવું સ્વીકારવાથી સંતતિની કલ્પનાના બીજભૂત ઉપાદાનઉપાદેયભાવની સિદ્ધિ માટે અનુસૂત દ્રવ્યનો સ્વીકાર થાય છે. એકાંત ક્ષણિકપક્ષમાં અનુસ્મૃત દ્રવ્ય નહીં હોવાથી પૂર્વની ક્ષણ સર્વથા નાશ પામે છે અને ઉત્તરની ક્ષણ નવી ઉત્પન્ન થાય છે. તેથી તે બન્ને વચ્ચે ઉપાદાનઉપાદેયભાવ સંગત થાય નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે પદાર્થ ક્ષણિક હોવા છતાં પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાય વચ્ચે જે અનુસંધાનની પ્રતીતિ થાય છે તે મિથ્યા છે. આશય એ છે કે “આના વડે હું આક્રોશ કરાયો' તેના કારણે પોતાને દ્વેષ થાય છે, ત્યાં આક્રોશને પામેલો અને દ્વેષને કરનાર એ બે જુદા છે તોપણ તે બે વચ્ચે અનુસંધાનની પ્રતીતિ થાય છે તે મિથ્યા છે. વાસ્તવિક તો આકૃષ્ટ ભિન્ન છે અને દ્વેષ ભિન્નને થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તથા પ્રકારની અનુસૂતની પ્રતીતિ મિથ્યા છે એમ ન કહેવું; કેમ કે દ્વેષ, ગર્વ, શાક્યપણું, અસંતોષ આદિ અન્યોન્ય અનુવિદ્ધ એવા ક્રમવર્તી સ્વભાવોનો સર્વ જીવોને જે અનુભવ છે તેમાં તે ભાવો કરનાર “ચિદ્ એવો હું છું’ એ પ્રકારનું સ્વસંવેદન પ્રત્યક્ષસિદ્ધ છે અને તે પ્રકારના અનુભવ કરનારમાં સંશય, વિપર્યય કે Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ७५ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ અદૃઢ જ્ઞાનના અવિષયકૃત એવા એકચૈતન્યનો અનુભવ છે. તેથી દ્વેષ, ગર્વ આદિ ભાવોરૂપ પર્યાયો એકચૈતન્યરૂપ આત્મદ્રવ્યમાં વર્તે છે તેમ સિદ્ધ થાય છે. છતાં તેનો અપલાપ કરીને દ્રવ્ય રહિત માત્ર પર્યાય સ્વીકારવામાં આવે તો બંધની સ્થિતિનું કારણ યોગ અને કષાય છે તે સિદ્ધ થાય નહીં. અહીં કહ્યું કે દ્વેષાદિભાવો સ્વસંવેદનસિદ્ધ છે અને તેના અનુભવ કરનારને સંશય, વિપર્યય અને અદઢ જ્ઞાનના અવિષયભૂત એકચૈતન્યનો અનુભવ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોને દ્વેષાદિ ભાવો સ્વસંવેદન પ્રત્યક્ષ છે અને ‘તે સર્વનો આધાર એક હું છું' એ બોધ સ્પષ્ટ રીતે બધાને વર્તે છે. કોઈ વિચારકને સંશય, વિપર્યય અથવા અદૃઢ જ્ઞાનનો વિષય નથી, પરંતુ સ્પષ્ટ જ્ઞાનનો વિષય છે. તેથી દ્વેષ આદિ ભાવો અનુગત એક ચેતના અવશ્ય સ્વીકારવી જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે દ્વેષાદિ ભાવોમાં એકચૈતન્યનો અનુભવ છે તે ભ્રાંત છે માટે પર્યાયથી અતિરિક્ત આત્મા નથી. તેના નિરાકરણ માટે ટીકાકારશ્રી કહે છે બાધારહિત અનુભવના વિષયનો અપલાપ કરી શકાય નહીં. જેમ શક્તિમાં રજતનું જ્ઞાન થયેલું હોય અને પ્રત્યક્ષથી જોયા પછી ‘આ રજત નથી શક્તિ છે' તેવો નિર્ણય થાય તો પૂર્વના જ્ઞાનને મિથ્યા સ્વીકારી શકાય, પરંતુ દ્વેષાદિ ભાવમાં એકચૈતન્યનો અનુભવ છે તે પ્રમાણ નથી, એમ સ્વીકારવા માટે કોઈ બાધાની ઉપસ્થિતિ થતી ન હોય છતાં તે અનુભવનો અપલાપ ક૨વામાં આવે તો સંસારી જીવોને સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે તે પણ ભ્રાંત છે તેમ કહીને તેના અપલાપનો પ્રસંગ છે. અને જો આવું સ્વીકારીએ તો તેની જેમ જ પ્રમાણપ્રમેયાદિ વ્યવહારનો ઉચ્છેદ પ્રાપ્ત થાય; કેમ કે સર્વ અનુભવો ભ્રાંત છે તેમ સ્વમતિ કલ્પનાથી સ્થાપન ક૨વામાં આવે તો કયું જ્ઞાન પ્રમાણ છે કયું જ્ઞાન અપ્રમાણ છે એ પ્રકારનો વ્યવહા૨ થઈ શકે નહીં. અને સ્વસંવેદનથી અનુભવાતું જ્ઞાન પ્રમાણભૂત છે એમ સ્થાપન ન થઈ શકે તો તેના વિષયભૂત આ પ્રમેય છે તેમ પણ સિદ્ધ થાય નહીં, જેથી લોકમાં પ્રમાણપ્રમેયનો વ્યવહાર થાય છે તે સર્વનો ઉચ્છેદ પ્રાપ્ત થાય. માટે બાધા રહિત અનુભવનો અપલાપ કરવો ઉચિત નથી. વળી, પર્યાયમાત્રને સ્વીકારનાર દ્રવ્યનો અપલાપ કરનાર ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે કે નૈરાત્મદર્શનથી જ મોક્ષ છે. નૈરાત્મદર્શન સ્વીકારીએ તો આત્મા નથી તેનું દર્શન મોક્ષનું કારણ છે તેમ માનવું પડે. તેથી મુક્તિને પામનાર આત્મા નથી, આમ છતાં પોતે ક્ષણિક છે તોપણ નિત્ય છે તે પ્રકારનો જે મિથ્યા અધ્યારોપ છે તેના ત્યાગ માટે ક્ષણિકવાદના ઉપદેશનો યત્ન છે એમ જેઓ કહે છે તે પણ આના દ્વારા જ=બાધા રહિત અનુભવનો અપલાપ કરવો ઉચિત નથી એના દ્વારા જ, પ્રતિવિહિત છે=નિરાકૃત છે; કેમ કે દ્વેષ, ગર્વ આદિ પ્રતિક્ષણ પરાવર્તન થતાં ભાવોમાં અનુગત એકચૈતન્યના અનુભવરૂપ યથોક્ત પ્રતિપત્તિ હોવાથી મિથ્યાત્વની અસિદ્ધિ છે અર્થાત્ દ્વેષ, ગર્વ આદિ ભાવોમાં અનુગત એવા જ્ઞાનના વિષયભૂત એકચૈતન્યનો અનુભવ મિથ્યા છે તેની સ્થાપક કોઈ યુક્તિ નથી. માટે પ્રતિક્ષણ પરાવર્તન પામતાં દ્વેષાદિ ભાવોમાં એક અનુગત આત્મા છે તેમ સ્વીકારવું ઉચિત છે. દ્વેષ, ગર્વાદિ ભાવોમાં અનુગત એવા એકચૈતન્યની પ્રતિપત્તિ મિથ્યા નથી એમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ અનુમાનથી દ્રષ, ગર્વાદિ ભાવોમાં અનુગત એકચૈતન્યની સિદ્ધિ થયા પછી અનુગત એક પ્રતીતિ આરોપિત છે તેવી બુદ્ધિ થઈ શકે નહીં. તે બતાવવા અર્થે કહે છે – અનુમાનથી નિશ્ચિત અર્થમાં આરોપબુદ્ધિ થાય નહીં. જેમ ધૂમને જોઈને પર્વતમાં અગ્નિ છે તેવો નિર્ણય થયા પછી પર્વતમાં અગ્નિ આરોપિત છે, વાસ્તવિક નથી તેવી બુદ્ધિ થાય નહીં તેમ પોતાના આત્મામાં વર્તતા દ્વેષ, ગર્વાદિ ભાવોમાં સંશય, વિપર્યય, અઢજ્ઞાનના અવિષયભૂત એકચૈતન્યની પ્રતીતિ છે તેના બલથી દ્વેષાદિ પર્યાયોમાં અનુગત આત્મા છે તેવું અનુમાનથી નિશ્ચિત કર્યા પછી દ્વેષાદિ ભાવોમાં અનુગત આત્મા આરોપિત છે તેવી આરોપબુદ્ધિ થઈ શકે નહીં. માટે આત્માની અનુગત પ્રતીતિ મિથ્યારોપ છે તેમ જે ક્ષણિકવાદી કહે છે તે યુક્ત નથી. અહીં પૂર્વપક્ષી કહે કે મિથ્યાજ્ઞાનનું સહજપણું હોવાથી વિપરીત અર્થના ઉપસ્થાપક અનુમાનની પ્રવૃત્તિ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. પૂર્વપક્ષીનો આશય એ છે કે દ્વેષ, ગર્વાદિ પર્યાયોથી અતિરિક્ત આત્મા નથી; આમ છતાં દ્રષ, ગર્વાદિ પર્યાયોમાં અનુગત આત્મા છે એ પ્રકારનું મિથ્યાજ્ઞાન આત્મામાં સહજભાવથી વર્તે છે. તેથી પર્યાયથી અતિરિક્ત અનુગત દ્રવ્ય નથી એવા વિપરીત અર્થના ઉપસ્થાપક અનુમાનની પ્રવૃત્તિ કરવા છતાં પણ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતી નથી માટે મિથ્યાજ્ઞાનથી જે આત્મા નિત્ય છે એવો મિથ્યા અધ્યારોપ થયો છે તેના હાન માટે યત્ન આવશ્યક છે એ પ્રકારે ક્ષણિકવાદી કહે તો ટીકાકારશ્રી કહે છે – તે પ્રમાણે સ્વીકાર કરાય છતે બોધના સંતાનની જેમ મિથ્યાજ્ઞાનની સર્વદા અનિવૃત્તિ થશે. તેથી અમુક્તિની પ્રાપ્તિ થશે. ટીકાકારશ્રીનો આશય એ છે કે મિથ્યાજ્ઞાન સહજ છે તેમ સ્વીકારવામાં આવે તો જેમ બોધનું સંતાન સહજ છે તેમ મિથ્યાજ્ઞાન પણ સહજ છે અને ક્ષણિકવાદીના મતાનુસાર બોધનું સંતાન નિવર્તન પામતું નથી તેમ મિથ્યાજ્ઞાનની પણ સર્વદા નિવૃત્તિ થઈ શકે નહીં. માટે મિથ્યા અધ્યારોપના હાન માટે યત્ન કરવો જોઈએ તેમ કહેવા છતાં તેના હાન માટે કરાયેલા યત્નથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય નહીં તો અમુક્તિનો પ્રસંગ આવે અર્થાત્ ક્ષણિકવાદી કહે છે કે મિથ્યાજ્ઞાનના અધ્યારોપના દાનમાં યત્ન કરવાથી પોતે મુક્ત થનાર નહીં હોવા છતાં પોતાના સંતાનને મુક્તિની પ્રાપ્તિ થશે તે વચન સમ્યક સિદ્ધ થાય નહીં. અને મુક્તિની સંગતિ માટે પૂર્વપક્ષી કહે કે મિથ્યાજ્ઞાન અસહજ છે તો તત્ત્વજ્ઞાનના પ્રાદુર્ભાવમાં તે મિથ્યાજ્ઞાન અવશ્ય નિવર્તન પામે છે તેમ પૂર્વપક્ષીએ માનવું જોઈએ જેમ શક્તિનો બોધ થયે છતે શુક્તિમાં થયેલ રજતનો ભ્રમ નિવર્તન પામે છે. વળી, જો શક્તિનો બોધ હોવા છતાં પણ શક્તિમાં થયેલ રજતનો ભ્રમ નિવર્તન પામતો ન હોય તો શક્તિના બોધરૂપ પ્રમાણજ્ઞાન છે તે રજતના ભ્રમરૂપ અપ્રમાણજ્ઞાનનું બાધક થાય નહીં. આશય એ છે કે આત્મા નિત્ય છે એ મિથ્યાજ્ઞાન અસહજ છે એમ ક્ષણિકવાદી સ્વીકારે તો ક્ષણિકવાદીના મતાનુસાર આત્મા ક્ષણિક છે એવું તત્ત્વજ્ઞાન પ્રગટ થાય ત્યારે અસહજ એવું હું નિત્ય છું” એ પ્રકારનું મિથ્યાજ્ઞાન નિવર્તન પામવું જોઈએ અર્થાત્ જેમ શુક્તિમાં રજતનો ભ્રમ થયેલો હોય ત્યારપછી આ શુક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ છે તેવો બોધ થાય ત્યારે રજતનો ભ્રમ નિવર્તન પામે છે, તેમ “હું ક્ષણિક છું' એવું તત્ત્વજ્ઞાન થાય તો મિથ્યાજ્ઞાન નિવર્તન પામવું જોઈએ. વળી, ‘હું ક્ષણિક છું' તેવું જ્ઞાન કર્યા પછી પણ દ્વેષ, ગર્વાદિ ભાવોમાં અનુગત એકચૈતન્યની પ્રતીતિ સર્વ જીવોને હોવાના કારણે મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતી નથી એમ સ્વીકારવામાં આવે તો બૌદ્ધને અભિમત ક્ષણિકત્વનું પ્રમાણજ્ઞાન દ્વેષ આદિ ભાવોમાં અનુગત એવા આત્માની પ્રતીતિરૂપ અપ્રમાણજ્ઞાનનું બાધક થાય નહીં. અને જો ક્ષણિકત્વના અનુમાનરૂપ પ્રમાણજ્ઞાન અનુગત આત્માની પ્રતીતિનું બાધક થાય નહીં તો માનવું પડે કે ક્ષણિકત્વનું કરાયેલું અનુમાન પ્રામાણિક નથી, પરંતુ મિથ્યા છે. વળી ‘પદાર્થ માત્ર પર્યાયરૂપ જ છે દ્રવ્યરૂપ નથી' એમ માનનાર ક્ષણિકવાદનો મત યુક્ત નથી તે બતાવવા માટે ટીકાકારશ્રી કહે છે - ક્ષણ પછી હું ક્ષય પામનાર છું” તેવો નિશ્ચય થયે છતે ‘તે જ હું છું'= બાલ્યાવસ્થામાં જે હું હતો તે જ યુવાવસ્થામાં હું છું' એ પ્રત્યય યુક્ત નથી, પરંતુ તેના જેવો છું’ એ પ્રકારનો પ્રત્યય થવો જોઈએ અર્થાત્ બાલ્યાવસ્થામાં જે હું હતો તે નાશ પામ્યો, પરંતુ તેના સંતાનરૂપે તેના જેવો હું છું’ એ પ્રકારની પ્રતીતિ થવી જોઈએ. ક્ષણ ક્ષયના નિશ્ચયમાં “સ ની પ્રતીતિ થવી જોઈએ તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ‘વ’નો નિશ્ચય થયે છતે આ ગાય છે” એ પ્રત્યય થતો નથી, પરંતુ આ ગાય જેવો છે તેવી પ્રતીતિ થાય છે તેમ બાલ્યાવસ્થાના સદશ એવા ઉત્તરના સંતાનમાં તેના જેવો છે તેમ પ્રતીતિ થવી જોઈએ, પરંતુ ‘તે જ હું છું' એવી પ્રતીતિ થવી જોઈએ નહીં. ક્ષણિકવાદી ‘આત્મા ક્ષણિક છે” તેને સ્થાપન કરવા અર્થે કહે કે ક્રમવર્તી રાગ-દ્વેષાદિ પર્યાયોમાં ચૈિતન્યની અનુગતતાની પ્રતીતિનું માનસપણું છે અર્થાત્ માનસ વિકલ્પથી તેવી પ્રતીતિ થાય છે, વાસ્તવિક નથી. જેમ સ્વપ્નાદિમાં ભોગાદિ કર્યા ન હોય છતાં માનસ વિકલ્પથી ભોગનો અનુભવ થાય છે તેમ રાગ દ્વેષાદિ બધા ભાવોમાં અનુગત “હું છું' એવો માનસ વિકલ્પ થાય છે. માટે માનસ વિકલ્પના બળથી પર્યાયોમાં અનુગત આત્મા છે એમ સિદ્ધ થાય નહીં. તેનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે આત્મામાં ક્ષણક્ષયના અનુમાનથી “આત્મા ક્ષણિક છે' તેવો નિશ્ચય થવા છતાં પણ ત્યારે જ સ્પષ્ટ અનુગત ચૈતન્યની પ્રતીતિ છે. આશય એ છે કે ક્ષણિકવાદી બૌદ્ધના વચનાનુસાર આત્મા ક્ષણમાં નાશ પામે છે તેવો નિશ્ચય થવા છતાં તે બૌદ્ધશાસ્ત્રની યુક્તિને સાંભળનાર અને તેનાથી આત્માના ક્ષણક્ષયનું અનુમાન કરનાર અને તે અનુમાનથી ક્ષણક્ષયનો નિશ્ચય કરનાર એવો હું એક છું એ પ્રમાણે સર્વ વિચારકોને ત્યારે જ સ્પષ્ટ અનુભવ વર્તે છે. માટે ચૈતન્યના અનુગતની પ્રતીતિરૂપ વિકલ્પ અને બૌદ્ધમતની યુક્તિથી હું ક્ષણિક છું એ પ્રકારનો વિકલ્પ એમ બે વિકલ્પ એકસાથે સંગત થાય નહીં. તે બતાવવા ટીકાકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯, ૨૦ ૭૯ ક્ષણિકવાદી બૌદ્ધ એક સાથે બે વિકલ્પ માનતો નથી. તેથી જે વખતે જે વિકલ્પ વર્તતો હોય તેનાથી અન્ય વિકલ્પ સંભવી શકે નહીં. અને આત્માની અનુગત પ્રતીતિ જો માનસ વિકલ્પરૂપ સ્વીકારીએ તો ક્ષણિકત્વના નિશ્ચયના સમયમાં આત્માના એકત્વનો પ્રત્યયરૂપ માનસવિકલ્પ પ્રાપ્ત થાય નહીં અને ક્ષણિકત્વના નિશ્ચયના સમયમાં આ સર્વ ક્ષણોમાં હું એક છું એવો માનસ વિચા૨ સર્વને સ્વઅનુભવથી પ્રતીત છે આથી જ, ઉત્તરના ફળની પ્રાપ્તિનો અર્થી જીવ વર્તમાનમાં ઉત્તરના ફળ અર્થે યત્ન કરે છે. માટે એકત્વનો પ્રત્યય માનસવિકલ્પરૂપ નથી, પરંતુ સ્વઅનુભવનો વિષય છે. ટીકાના સર્વ કથનનો ફલિતાર્થ કહે છે આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, એકાન્તનિત્યપક્ષના અને એકાંતઅનિત્યપક્ષના વ્યુદાસથી= નિરાકરણથી, ઉભય પક્ષમાં જ=આત્મા દ્રવ્ય-પર્યાયરૂપ છે એ રૂપ ઉભય પક્ષમાં જ, કર્મબંધનું કારણ એવો યોગ અને કર્મની સ્થિતિનું કારણ એવા કષાયો યુક્તિસંગત થાય છે. ૧/૧૯૫ — અવતરણિકા : किञ्च, एकान्तवादिनां संसारनिवृत्तितत्सुखमुक्तिप्राप्त्यर्था प्रवृत्तिश्चासङ्गतेत्याह અવતરણિકાર્ય : વળી, એકાન્તવાદીઓની સંસારથી નિવૃત્તિ અર્થવાળી પ્રવૃત્તિ અને તત્સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થવાળી પ્રવૃત્તિ અસંગત છે. એને કહે છે ભાવાર્થઃ યોગીઓ સંસા૨થી નિવૃત્તિ અર્થે પ્રવૃત્તિઓ કરે છે અને સંસારની નિવૃત્તિના સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરે છે. અને જો આત્માને એકાન્તનિત્ય સ્વીકારવામાં આવે તો આત્મામાં કોઈ પરિવર્તન થતું નહીં હોવાથી સંસારની નિવૃત્તિ થઈ શકે નહીં અને સંસારની નિવૃત્તિના સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. વળી, આત્મા ક્ષણિક હોય તો કોઈ વિચારક સંસારની નિવૃત્તિ અર્થે પ્રવૃત્તિ કરે નહીં કે સંસારથી નિવૃત્તિના સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરે નહીં; કેમ કે ક્ષણ પછી સ્વતઃ વિનાશશીલને આગામીના ફળ માટે પ્રવૃત્તિ સંભવે નહીં. તે બતાવવા અર્થે કહે છે ગાથા : છાયા : Jain Educationa International बंधम्मि अपूरन्ते संसारभओघदंसणं मोज्झं । बन्धं व विणा मोक्खसुहपत्थणा णत्थि मोक्खो य ।।१ / २० ।। बंधे वाऽसति संसारभयोघदर्शनं मोठ्यं । बन्धं वा विना मोक्षसुखप्रार्थना नास्ति मोक्षः च ।।१ / २० ।। For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૦ અન્વયાર્થ: વંથમિ પૂરજો=બંધ અવિદ્યમાન હોતે છતે, સંસારમો વંસfi=સંસારના ભયના પ્રાચર્યનું દર્શન, મોગ્લૅ=મૂઢપણું છે, a વન્ય વિUTT=અને બંધ વગર, મોવસુરપત્થT=મોક્ષસુખની પ્રાર્થના, તિત્વ=તથી, મોવો =અને મોક્ષ નથી. ૧/૨ | ગાથાર્થ : બંધ અવિધમાન હોતે છતે, સંસારના ભયના પ્રાચુર્યનું દર્શન મૂઢપણું છે અને બંધ વગર મોક્ષસુખની પ્રાર્થના નથી અને મોક્ષ નથી. II૧/૨૦|| ટીકા : बन्धे वाऽसति संसारो जन्ममरणादिप्रबन्धस्तत्र तत्कारणे वा मिथ्यात्वादावुपचारात् तच्छब्दवाच्ये भयोघो=भीतिप्राचुर्य, तस्य दर्शनम् ‘सर्वं चतुर्गतिपर्यटनं दुःखात्मकम्' इति पर्यालोचनं मौढ्यं मूढता, अनुपपद्यमानसंसारदुःखौघविषयत्वात्, मिथ्याज्ञानं वन्ध्यासुतजनितबाधागोचरभीतिविषयपालोचनवत् मिथ्याज्ञानपूर्विका च प्रवृत्तिर्विसंवादिन्येव, बन्धेन विना संसारनिवृत्तितत्सुखप्रार्थना च न भवत्येव तथा मोक्षश्चानुपपत्रः निरपराधपुरुषवत् अबद्धस्य मोक्षासम्भवात्, बन्धाभावश्च योगकषाययोः प्रकृतिस्थित्यनुभागप्रदेशात्मकबन्धहेत्वोरेकान्तपक्षे विरुद्धत्वात् न चैकरूपत्वात् ब्रह्मणो बन्धाद्यभावप्रेरणा न दोषाय, चेतनाऽचेतनादिभेदरूपतया जगतः प्रतिपत्तेः न च भेदप्रतिपत्तिमिथ्या अविद्यानिर्मितत्वादिति वक्तव्यम् अविद्यायाः प्रतिपत्तिजननविरोधात्, अविरोधे विद्यारूपताप्राप्तेद्वैतप्राप्तिरिति प्रतिविहितश्चाद्वैतवाद इति न पुनः प्रतन्यते ।।१/२०।। ટીકાર્ચ - વન્ય વાત ..... પ્રતિજ // અને બંધ નહીં હોતે છતે, જન્મ મરણાદિ પ્રબંધરૂપ સંસારમાં અથવા ઉપચારથી તાબ્દવાચ્ય સંસાર શબ્દવાચ્ય, એવા મિથ્યાત્વાદિરૂપ તેના કારણમાં, ભયનો સમૂહ-ભીતિનું પ્રાચર્ય, તેનું દર્શન=સર્વ ચતુર્ગતિનું પર્યટન દુઃખાત્મક છે તે પ્રકારનું પર્યાલોચન, મૂઢતા થાય; કેમ કે અનુપ પદ્યમાન એવા સંસારના દુ:ખનું વિષયપણું છે. મૂઢતા થાય તેનો અર્થ સ્પષ્ટ કરે છે – વંધ્યાસુત જનિત બાધાતા વિષયભૂત ભીતિના વિષયના પર્યાલોચનની જેમ મિથ્યાજ્ઞાન છે=સંસારના ભયનું દર્શન મિથ્યાજ્ઞાન છે. અને મિથ્યાજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ વિસંવાદી જ છે=ફલનિષ્પત્તિનું કારણ નથી જ, અને બંધ વગર સંસારથી નિવૃત્તિ અને તેના સુખની પ્રાર્થના સંસારની નિવૃત્તિરૂપ મોક્ષના સુખની પ્રાર્થના, ન જ થાય અને મોક્ષ અનુપપન્ન છે; કેમ કે નિરપરાધી પુરુષની જેમ અબદ્ધ એવા જીવના મોક્ષનો અસંભવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૦. અને બંધનો અભાવ છે; કેમ કે પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશાત્મક બંધના હેતુ એવા યોગકષાયનું એકાંતપક્ષમાં વિરુદ્ધપણું, છે અર્થાત્ આત્મા એકાંતનિત્ય હોય કે આત્મા એકાંતક્ષણિક હોય તો બંધના હેતનું વિરુદ્ધપણું છે અને બ્રહ્મનું એકરૂપપણું હોવાથી બંધાદિ અભાવની પ્રેરણા એકાંતનિત્યપક્ષમાં બંધાદિ અભાવનું કથન, દોષ માટે નથી એમ ન કહેવું; કેમ કે ચેતત-અચેતન આદિના ભેદરૂપપણાથી જગતની પ્રતિપતિ છે અને અવિવાથી નિર્મીતપણું હોવાનાં કારણે ભેદની પ્રતિપતિ મિથ્યા છે; એ પ્રમાણે ન કહેવું; કેમ કે અવિદ્યાની પ્રતિપતિના જતનનો વિરોધ છે=બ્રહ્મથી અતિરિક્ત કોઈ વસ્તુ હોય તો અવિદ્યાના જ્ઞાનના જતનનો વિરોધ છે. અવિરોધ હોતે છતે અવિદ્યાના જ્ઞાનના જતનનો અવિરોધ હોતે છતે, વિદ્યારૂપતાની પ્રાપ્તિ હોવાથી અવિદ્યાના જ્ઞાનની પ્રાપ્તિ હોવાથી, દ્વૈતની પ્રાપ્તિ છે=બ્રા અને બ્રહ્મથી અતિરિક્ત અવિઘા એમ Àતની પ્રાપ્તિ છે, એ પ્રમાણે પ્રતિવિહિત અદ્વૈતવાદ છે એ પ્રમાણે પૂર્વમાં નિરાકરણ કરાયેલો અદ્વૈતવાદ છે, એથી ફરી વિસ્તાર કરાતો નથી. II૧/૨૦૧ી. ભાવાર્થ - પૂર્વ ગાથામાં કહ્યું એ પ્રમાણે એકાંતપક્ષમાં બંધનો અભાવ થયે છતે જન્મ મરણાદિના પ્રત્યયરૂપ સંસારમાં વિવેકી પુરુષોને ભીતિનું પ્રાચર્ય દેખાય છે તે મૂઢતા છે તેમ સ્વીકારવું પડે અથવા સંસારની નિષ્પત્તિના કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગમાં જે ભયનું પ્રાચુર્ય છે તેને મૂઢતારૂપે સ્વીકારવા પડે. આશય એ છે કે તત્વના અવલોકનથી જે જીવોમાં નિર્મલ પ્રજ્ઞા પ્રગટી છે તે જીવોને ચારગતિના પરિભ્રમણરૂપ સંસારનો અત્યંત ભય પ્રગટે છે અને સંસારના કારણભૂત મિથ્યાત્વાદિ ભાવોમાં અત્યંત ભય પ્રગટે છે. તેથી સંસારના ઉચ્છેદના અર્થી તે જીવો સતત સન્શાસ્ત્રોનું અધ્યયનાદિ કરીને પોતાનામાં સંસાર નિષ્પત્તિના કારણભૂત એવા મિથ્યાત્વાદિ પાંચ ભાવોને આત્મામાંથી દૂર કરવા માટે યત્ન કરે છે, જે યત્નને સર્વ શિષ્ટ પુરુષો બુદ્ધિમાનની પ્રવૃત્તિરૂપ સ્વીકારે છે. આમ છતાં જો આત્મા એકાંતનિત્ય હોય અથવા એકાંતઅનિત્ય હોય તો પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે બંધના અભાવની પ્રાપ્તિ થાય. બંધનો અભાવ હોય તો સંસારનો અભાવ પ્રાપ્ત થાય અને સંસારનો અભાવ હોય છતાં જે યોગીઓને સંસારમાં અત્યંત ભય છે તે તેઓની મૂઢતા છે તેમ માનવું પડે અને એકાંતપક્ષમાં બંધના કારણો ઘટે નહીં. તેથી સંસારના કારણ એવા મિથ્યાત્વાદિ પણ ન હોય; આમ છતાં તે યોગીઓને મિથ્યાત્વાદિ ભાવોમાં જે અત્યંત ભય છે તે તેઓની મૂઢતા છે તેમ માનવું પડે; કેમ કે એકાંતપક્ષમાં અનુપપદ્યમાન એવા સંસારના દુઃખના સમૂહ વિષયક તે ભય છે. તેથી જે વિષય ન હોય તેવા વિષયમાં ભય તે મૂઢતા છે તેમ માનવું પડે. જેમ સાપ હોય નહીં છતાં સાપનો ભય લાગે તે મૂઢતા છે તેમ સંસાર હોય નહીં છતાં સંસારના વિષયમાં યોગીઓને ભય લાગે છે તે યોગીઓની મૂઢતા છે તેમ માનવું પડે. વસ્તુતઃ યોગીઓ મૂઢ નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા૨૦, ૨૧ પરંતુ તત્ત્વને જોનારા છે. માટે યોગીઓની ઉચિત પ્રવૃત્તિઓથી નક્કી થાય છે કે સંસાર છે અને સંસારનું કારણ બંધ છે અને બંધ છે માટે આત્મા એકાંતે નિત્ય નથી કે એકાંતે ક્ષણિક નથી, પરંતુ પરિણામ છે, એમ માનવું જોઈએ. વળી, યોગીઓનો સંસારનો ભય જો વંધ્યાસુતથી જનિત એવા બાધાના વિષયના પર્યાલોચનની જેમ મિથ્યાજ્ઞાનરૂપ હોય તો મિથ્યાજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ વિસંવાદી જ હોય અર્થાત્ તે પ્રવૃત્તિ દ્વારા સંસારની નિવૃત્તિરૂપ ફળ સંભવે નહીં. માટે બંધ વગર સંસારથી નિવૃત્તિની ઇચ્છા અને સંસારથી નિવૃત્તિના સુખની પ્રાર્થના થાય નહીં. આવું સ્વીકારીએ તો મોક્ષ પણ અનુપપન્ન છે; કેમ કે જેમ નિરપરાધી પુરુષ બેડી આદિથી બદ્ધ નહીં હોવાના કારણે તેનો મોક્ષ સંભવે નહીં તેમ કર્મબંધ વગરના પુરુષનો મોક્ષ સંભવે નહીં. વળી, સર્વ દર્શનકારો મોક્ષાર્થે ઉપદેશ આપે છે માટે મોક્ષની સંગતિ સ્વીકારીએ તો બંધ સ્વીકારવો પડે અને બંધ સ્વીકારવો હોય તો આત્માને એકાંતનિત્ય કે એકાંતઅનિત્ય સ્વીકારી શકાય નહીં; કેમ કે એકાંતપક્ષમાં પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશાત્મક બંધના હેતુ એવા યોગ અને કષાયનો વિરોધ છે અર્થાત્ નિત્ય એવો આત્મા તે તે ભાવરૂપે પરિણમન પામતો હોય તો યોગ-કષાયરૂપ આત્માના પરિણામો સ્વીકારી શકાય, પરંતુ એકાંતનિત્ય આત્માને પરિણામોત્તરની અપ્રાપ્તિ હોવાથી કે એકાંતક્ષણિક આત્માને પરિણામોત્તરની અપ્રાપ્તિ હોવાથી યોગ-કષાયરૂપ પરિણામો સંભવે નહીં. અહીં એકાંત નિત્યવાદી કહે કે જગત બ્રહ્મ એકસ્વરૂપ છે એથી બંધાદિના અભાવનું કથન અમારા નિત્યવાદમાં દોષવાળું નથી. તેનું નિરાકરણ કરતા ટીકાકારશ્રી કહે છે – ચેતન અચેતનાદિ ભેદરૂપ જગતની પ્રતીતિ છે. માટે બ્રહ્મ એકરૂપ જગત છે તેમ સ્વીકારી શકાય નહીં. અહીં બ્રહ્માદ્વૈતવાદી કહે કે દ્વૈતની પ્રતિપત્તિ અવિદ્યાથી નિર્મિત છે માટે મિથ્યા છે. તેને ટીકાકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે અદ્વૈતમાં અવિદ્યાના બોધના જનનનો વિરોધ છે. અને અવિદ્યાના બોધનું જનન સ્વીકારવામાં આવે તો બ્રહ્મથી અતિરિક્ત અવિદ્યાનો બોધ પ્રાપ્ત થાય અને કહેવામાં આવે કે અવિદ્યાની પ્રતિપત્તિ થાય છે તો બ્રહ્મ અને અવિદ્યાનું જ્ઞાન એમ બેની પ્રાપ્તિ થવાથી વૈતની પ્રાપ્તિ થાય. માટે બ્રહ્મ એકરૂપ છે તેમ કહી શકાય નહીં એ પ્રમાણે બ્રહ્માદ્વૈતવાદ પૂર્વમાં નિરાકૃત છે, તેથી ટીકાકારશ્રી ફરી તેનો વિસ્તાર કરતાં નથી. II૧/૨૦ અવતરણિકા : तदेवमेकान्ताभ्युपगमे बन्धहेत्वाद्यनुपपत्तेरैहिकाऽऽमुष्मिकसर्वव्यवहारविलोपः इत्येकान्तव्यवस्थापकाः सर्वेऽपि मिथ्यादृष्टयो नयाः अन्योन्यविषयाऽपरित्यागवृत्तयस्तु त एव सम्यक्त्वं प्रतिपद्यन्त इत्युपसंहरनाह - Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૧ અવતરણિકાર્ચ - ગાથા-૧૭થી કરાયેલ કથનનું નિગમન કરતાં કહે છે – આ રીતે એકાંતવાદના અભ્યપગમમાં બંધહેતુ આદિની અનુપપત્તિ હોવાથી આલોકના અને પરલોકના સર્વ વ્યવહારનો વિલોપ છે. એથી એકાંત વ્યવસ્થાપક સર્વ પણ તયો મિથ્યાષ્ટિ છે. વળી, અન્યોન્ય વિષયના અપરિત્યાગવૃત્તિવાળા તેઓ જ સમ્યક્તને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ ગાથા-૧૭થી અત્યાર સુધી સ્થાપન કર્યું કે આત્માને એકાંત દ્રવ્યરૂપ કે એકાંત પર્યાયરૂપ સ્વીકારવામાં આવે તો બંધહેતુ આદિની અપ્રાપ્તિ થાય અને બંધહેતુ આદિની અપ્રાપ્તિ થાય તો આલોકના અને પરલોકના સર્વ વ્યવહારનો વિલોપ પ્રાપ્ત થાય. આશય એ છે કે બંધતુ આદિમાં “આદિ' પદથી એકાંતપક્ષમાં સુખ-દુઃખની અનુપપત્તિ છે તેનું ગ્રહણ છે. સંસારી જીવો આલોકમાં સુખની પ્રાપ્તિ અર્થે અને દુઃખની નિવૃત્તિ અર્થે પ્રયત્ન કરે છે, પરલોક અર્થે યોગીઓ બંધના હેતુઓના ઉચ્છેદ માટે પ્રવૃત્તિ કરે છે અને મોક્ષાર્થક પ્રવૃત્તિ કરે છે, તે સર્વનો વિલોપ થાય; કેમ કે આત્મા એકાંતનિત્ય હોય કે એકાંતક્ષણિક હોય તો આગામી સુખ માટે કે પ્રાપ્ત થયેલા દુઃખની નિવૃત્તિ માટે પ્રયત્ન થાય નહીં અને પરલોક માટે યોગમાર્ગમાં જે પ્રવૃત્તિ થાય છે તે પણ સંગત થાય નહીં. એથી એકાંત વ્યવસ્થાપક સર્વ પણ નયો મિશ્રાદષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિ એવા તે જ નવો અન્યોન્ય વિષયના અપરિત્યાગવૃત્તિવાળા બને છે=દરેક નયો પોતાનાથી અન્ય નયનો અપલાપ નહીં કરનારા બને છે, ત્યારે તે નમો સમ્યક્તને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે ઉપસંહાર કરતાં કહે છે – ગાથા : तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा ।।१/२१।। છાયા : तस्मात् सर्वेऽपि नया मिथ्यादृष्टयः स्वपक्षप्रतिबद्धाः । अन्योऽन्यनिश्रिताः पुनः भवन्ति सम्यक्त्वसद्भावाः ।।१/२१ ।। અન્વયાર્થ: તા=તે કારણથી=એકાંતપક્ષમાં બંધાદિ હેતુની અનુપતિ છે તે કારણથી, સાપવિદ્ધા=સ્વપક્ષ પ્રતિબદ્ધ એવા, સર્વે વિ પા=સર્વ પણ તયો સ્વપક્ષમાત્રને સ્વીકારનારા અને અન્ય નયના પક્ષનો અપલાપ કરનારા સર્વ પણ નયો, મિચ્છાવિઠ્ઠી મિથ્યાદષ્ટિ છે, ૩UT Tvvruvrforસિગા=વળી અન્યોન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૧ નિશ્રિત અન્યાયની દૃષ્ટિએ સાપેક્ષરૂપે સ્વીકારનારા સર્વ નયો, સમરસમાવા વંતિ=સમ્યક્ત સદ્ભાવવાળા થાય છે. [૧/૨૧II ગાથાર્થ : તે કારણથી એકાંતપક્ષમાં બંધાદિ હેતુની અનુપપતિ છે તે કારણથી, સ્વપક્ષ પ્રતિબદ્ધ એવા સર્વ પણ નયો=સ્વપક્ષમામને સ્વીકારનારા અને અન્ય નયના પક્ષનો અપલાપ કરનારા સર્વ પણનયો, મિથ્યાષ્ટિ છે, વળી અન્યોન્ય નિશ્રિત-અન્યનયની દષ્ટિને સાપેક્ષરૂપે સ્વીકારનારા, સર્વ નયો સખ્યત્વે સભાવવાળા થાય છે. II૧/૨૧ll ટીકા : यस्माद् एकान्तनित्याऽनित्यवस्त्वभ्युपगमो बन्धादिकारणयोगकषायाभ्युपगमबाधितः तदभ्युपगमोऽपि नित्याद्येकान्ताभ्युपगमप्रतिहतः इत्येवंभूतपूर्वोत्तराभ्युपगमस्वरूपाः, तस्माद् मिथ्यादृष्टयः सर्वेऽपि नयाः स्वपक्षप्रतिबद्धाः, स्व आत्मीयः पक्षः अभ्युपगमस्तेन प्रतिबद्धाः, प्रतिहता यतस्तत इति । नयज्ञानानां च मिथ्यात्वे तद्विषयस्य तदभिधानस्य च मिथ्यात्वमेव । तेनैवं प्रयोगः-मिथ्या सर्वनयवादाः, स्वपक्षेणैव प्रतिहतत्वात् चौरवाक्यवत् । अथ तेषां प्रत्येकं मिथ्यात्वे बन्धाद्यनुपपत्तौ सम्यक्त्वानुपपत्तिः सर्वत्रेत्याह-अन्योन्यनिश्रिताः परस्परापरित्यागेन व्यवस्थिताः पूनर् इति त एव सम्यक्त्वस्य= યથાવસ્થિત વસ્તુપ્રત્યયસ્થ સમાવી ભવન્તીતિ ન બન્યાનુપપત્તિઃ | » Il/રા ટીકાર્ય : યાત્... વન્યાનુપત્તિઃ | જે કારણથી એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુનો સ્વીકાર બંધાદિમાં કારણ એવા યોગ અને કષાયના સ્વીકારથી બાધિત છે અને તેનો અભ્યપગમ પણ=બંધાદિતા કારણ એવા યોગ અને કષાયનો સ્વીકાર પણ, એકાંતનિત્યાદિના અભ્યપગમથી પ્રતિહત છે નિત્ય કે અનિત્ય વસ્તુના સ્વીકારથી પ્રતિહત છે, એથી આવા પ્રકારના પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના, પૂર્વોત્તર અભ્યપગમ સ્વરૂપ ગયો છે=પૂર્વનું સ્વીકારીએ તો ઉત્તરનો બાધ થાય અને ઉત્તરનું સ્વીકારીએ તો પૂર્વનો બાધ થાય તેવા પ્રકારના પૂર્વોત્તર અભ્યપગમ સ્વરૂપ સર્વ તયો છે. તે કારણથી સ્વપક્ષ પ્રતિબદ્ધ સર્વ પણ કયો મિથ્યાદષ્ટિ છે. નયોનું ‘સ્વપક્ષપ્રતિબદ્ધ' વિશેષણ હેતુ અર્થક છે તે સ્પષ્ટ કરતાં કહે છે – સ્વપક્ષ એટલે આત્મીય પક્ષ, તેના સ્વીકારથી પ્રતિબદ્ધ સ્વપક્ષમાત્ર સાથે બંધાયેલા જે કારણથી, પ્રતિહત પામેલા છે નાશ પામેલા છે, તે કારણથી સર્વ કયો મિથ્યાદષ્ટિ છે. તયજ્ઞાનોનું મિથ્યાપણું હોતે છતે તેના વિષયનું નયના વિષયનું, અને તેના અભિધાન નયના કથનનું, મિથ્યાપણું જ છે. તે કારણથી આ પ્રમાણે અનુમાનનો પ્રયોગ છે. સર્વ નયવાદો મિથ્યા છે; કેમ કે સ્વપક્ષથી પ્રતિહતપણું Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૧ ૮૫ છેઃસ્વપક્ષની સાથે પ્રતિબદ્ધપણા વડે નાશ પામેલા છે. ચોરવાક્યની જેમ=જેમ ચોર પોતે નિર્દોષ છે તે સ્થાપન કરવામાત્રમાં પુછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપે વાક્યો કહે છે, તેથી સ્વપક્ષના પ્રતિબદ્ધપણાને કારણે મિથ્યા છે તેમ સર્વ નયવાદો મિથ્યા છે. હવે તેઓમાંથી પ્રત્યેકનું મિથ્યાપણું હોતે છતે બંધાદિની અનુપપત્તિમાં સમ્યક્તતી અનુપપત્તિ સર્વત્ર છે=સર્વ તયોમાં છે, એથી કહે છે – વળી, અન્યોન્ય નિશ્રિત=પરસ્પર અપરિત્યાગથી રહેલા, તે જ=સર્વ તયો જ, સમ્યક્તના=યથાવસ્થિત વસ્તુના બોધના, સદ્ભાવવાળા થાય છે એથી બંધાદિની અનુપપત્તિ નથી. ૧/૨૧૫ ભાવાર્થ: જે કારણથી એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો બંધના અને સ્થિતિના કારણ એવા યોગનો અને કષાયનો સ્વીકાર બાધિત થાય છે; કેમ કે એકાંત નિત્યપક્ષમાં જીવ પરિણામાન્તરને પામતો નથી. તેથી પ્રતિક્ષણ ભિન્ન ભિન્ન પ્રકારના વર્તતા મન-વચન-કાયાના વ્યાપારો અને ભિન્ન ભિન્ન કાળમાં થતા ક્રોધાદિ કષાયો આત્મામાં સંભવે નહીં અને એકાંતક્ષણિકપક્ષમાં પણ અનુગત આત્મા નહીં હોવાથી એક આત્મામાં બંધાદિના કારણ યોગ અને કષાય સંભવે નહીં. જો બંધાદિના કારણ એવા યોગનો અને કષાયનો સ્વીકાર કરવામાં આવે તો આત્મા એકાંતનિત્ય છે કે એકાંતઅનિત્ય છે તેવો સ્વીકાર પણ સંગત થતો નથી. આ રીતે પૂર્વ-ઉત્તર અભ્યપગમ સ્વરૂપવાળા નયો છે=નયોને એકાંત સ્વીકારીએ તો ઉત્તરના બંધાદિ ઘટે નહીં અને ઉત્તરના બંધાદિ સ્વીકારીએ તો એકાંત નિત્યાદિ ઘટે નહીં એવા સ્વરૂપવાળા નયો છે. તે કારણથી સ્વપક્ષમાત્રને સ્વીકારનાર સર્વ પણ નવો મિથ્યાષ્ટિ છે. ગાથામાં કહેલ “સ્વપક્ષપ્રતિબદ્ધા” એ નયોનું વિશેષણ છે અને તે હેતુ અર્થક છે તે બતાવવા માટે ટીકામાં સ્પષ્ટતા કરે છે – જે કારણથી પોતાના પક્ષ સાથે પ્રતિબદ્ધ છે તે કારણથી સર્વ નો અર્થથી પ્રતિહત છે=એક બીજા નયોથી હણાયેલા છે માટે મિથ્યાદૃષ્ટિ છે. તેને જ સ્પષ્ટ કરવા માટે અનુમાનપ્રયોગ કર્યો કે સર્વ નયવાદો મિથ્યા છે. કેમ કે સ્વપક્ષથી જ પ્રતિહત છે અર્થાત સ્વપક્ષ સાથે પ્રતિબદ્ધ હોવાને કારણે તત્વને સ્થાપન કરવા માટે બીજા નયથી હણાયેલા છે માટે મિથ્યા છે. તેમાં દૃષ્ટાંત આપ્યું કે “ચોરવાક્યની જેમ'. એથી એ પ્રાપ્ત થાય કે જેમ ચોર પકડાયા પછી પ્રસંગ વિષયક કાંઈ પણ પૂછવામાં આવે ત્યારે પોતે નિર્દોષ છે તે સ્થાપન કરવા માટે પોતાના પક્ષ સાથે પ્રતિબદ્ધ થઈને સર્વ વાક્યો કહે છે, પરંતુ તે પ્રસંગ વિષયક યથાર્થ કથન કરતો નથી. માટે જેમ ચોરનું વાક્ય સ્વપક્ષ સાથે પ્રતિબદ્ધ હોવાના કારણે મિથ્થારૂપ છે, તેમ સર્વ નયો સ્વપક્ષ સાથે પ્રતિબદ્ધ હોવાના કારણે મિથ્યા છે. હવે જો તે સર્વ નયોમાંથી પ્રત્યેક નય મિથ્યા હોય તો બંધાદિની અનુપત્તિ થવાના કારણે સર્વ નયોમાં સમ્યપણાની અનુપત્તિ થાય. તેથી કોઈ નયને સત્ય કહેનાર તરીકે સ્વીકારી શકાય નહીં એ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ટીકાકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૧, ૨૨-૨૩-૨૪-૨૫ વળી, સર્વ નયો અન્યોન્યનિશ્રિત હોય અર્થાત્ પોતાના વિષયથી અન્ય નયના વિષયનો એકાંત પરિત્યાગ કરતાં ન હોય, પરંતુ ગૌણરૂપે પરના વિષયને સ્વીકારીને પોતાના વિષયનું સ્થાપન કરતાં હોય તો તે નયો યથાવસ્થિત વસ્તુના બોધરૂપ સમ્યક્તના સદ્ભાવવાળા છે, તેથી પરસ્પર સંબંધી એવા નયોના બોધમાં બંધાદિની અનુપપત્તિ નથી. ૧/૨ અવતરણિકા - न च समुदायाभावे नया एव परस्परव्यावृत्तस्वरूपा इति न क्वचित् सम्यक्त्वम्, नयप्रमाणात्मकैकचैतन्यप्रतिपत्तैः रत्नावलीवत् इत्येतदाह - અવતરણિકાર્ય : અને સમુદાયના અભાવમાં વયો જ પરસ્પર વ્યાવૃત સ્વરૂપવાળા છે એથી કોઈમાં પણ=કોઈ તયમાં પણ, સમ્યક્ત નથી એ પ્રમાણે ન કહેવું; કેમ કે રત્નાવલીની જેમ લય-પ્રમાણાત્મક એક ચેતવ્યની પ્રતિપત્તિ છે. તેને કહે છે – ભાવાર્થ : કોઈક પુરુષ કોઈક નયથી વિવક્ષા કરે ત્યારે તે વિવક્ષા કરનાર પુરુષના કથનમાં સર્વ નયોના સમુદાયનો અભાવ હોય છે. તે વખતે તે પુરુષ જે નયથી કથન કરે છે તે નયના વક્તવ્યની મર્યાદાનુસાર કરે છે, પરંતુ અન્ય નયના વક્તવ્યની મર્યાદા અનુસાર કહેતો નથી. આ રીતે ભિન્ન ભિન્ન નો સમુદાયરૂપે વિદ્યમાન ન હોય ત્યારે પોતપોતાના સ્થાનને કહેવામાં પ્રવૃત્ત હોવાથી પરસ્પર વ્યાવૃતસ્વરૂપવાળા છે અર્થાત્ અન્ય નયોના વક્તવ્યથી વ્યાવૃત સ્વરૂપવાળા પ્રત્યેક નયો છે. તેથી કોઈ પણ નયમાં સમ્યક્ત નથી; કેમ કે પરિપૂર્ણ પદાર્થને યથાર્થરૂપે જોવું એ રૂપ સમ્યક્ત, નયોનો સમુદાય હોય તો જ પ્રાપ્ત થઈ શકે, સમુદાયનો અભાવ હોય તો પ્રાપ્ત થઈ શકે નહીં, એ પ્રમાણે ન કહેવું. કેમ ન કહેવું ? તેમાં હેતુ કહે છે – રત્નાવલીની જેમ નવ-પ્રમાણરૂ૫ એકચૈતન્યની પ્રતિપત્તિ છે. આશય એ છે કે કોઈક પ્રામાણિક વક્તા શ્રોતાને વ્યુત્પન્ન કરવા અર્થે કોઈક ભૂમિકામાં એક નયનું પ્રતિપાદન કરે છે તે વખતે તે વક્તાનો ઉપયોગ એક નયને કહેવામાં પ્રવૃત્ત હોવા છતાં તેના જ્ઞાનનો ઉપયોગ નય-પ્રમાણ સ્વરૂપ એકચૈતન્યના સ્વીકારરૂપ છે. જેમ રત્નાવલીમાં રહેલા દરેક રત્નને જોવાનો ઉપયોગ હોય ત્યારે રત્નાવલીમાં રહેલા પ્રત્યેક રત્ન પૃથગુરૂપે દેખાય છે અને રત્નાવલી રત્નોના સમુદાયરૂપ પણ દેખાય છે તેમ વચનપ્રયોગકાળમાં તે બોલનાર પુરુષ તે તે નયનું વક્તવ્ય કરે છે ત્યારે અંતરંગ રીતે ઉપસ્થિત હોય છે કે “બોલાયેલું આ વચન નયનું વચન છે, પ્રમાણનું વચન પોતાની બુદ્ધિમાં ઉપસ્થિત છે તે પ્રકારનું છે', એ પ્રકારના એકચૈતન્યની પ્રતીતિસ્વરૂપ તેનો બોધ છે. જેમ કોઈ ઉપદેશક સ્યાદ્વાદની મર્યાદા અનુસાર બોધવાળો હોય કે વ્યવહારનયથી બાહ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ ષષ્કાયના જીવોની રક્ષા કરવી તે પર્કાયના પાલનરૂપ અહિંસા છે, ઋજુસૂત્રનયથી પદ્ધયના પાલનને અનુકૂળ અંતરંગ પરિણામ એ પદ્ધયના પાલનરૂપ અહિંસા છે અને શબ્દાદિ નયથી આત્માને રાગાદિભાવથી પર કરીને સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યવૃત્તિ વર્તે તે પ્રકારનો સામ્યભાવનો પરિણામ અહિંસા છે. આવા બોધવાળો વક્તા પણ શ્રોતાને વ્યવહારનયથી પકાયના પાલનને અનુરૂપ એવી ક્રિયાઓનું સ્વરૂપ બતાવે ત્યારે વ્યવહારનયનો ઉપયોગ હોય છે તો પણ તે ઉપદેશકના ચિત્તમાં “આ નયનો આ ઉપયોગ છે, અન્ય નયનો આ ઉપયોગ છે અને પ્રમાણનો આ ઉપયોગ છે એ પ્રમાણે એકચૈતન્યની પ્રતિપત્તિ વર્તે છે. તેથી તે વક્તાનો એક નયનો વચનપ્રયોગ પણ તે નયથી શ્રોતાને બોધ કરવા અર્થે સ્વસ્થાનમાં વ્યાપારવાળો હોવા છતાં ઉચિત કાળે અન્ય નયનો બોધ કરાવીને પૂર્ણ બોધ કરવાને અનુકૂળ યત્નવાળો હોવાથી તે નયનો પ્રયોગ પણ પરસ્પર સાપેક્ષરૂપ હોવાથી મિથ્યા નથી. માટે પરે જે કહેલું કે “સમુદાયના અભાવમાં કોઈ નયમાં સમ્યક્ત નથી તે વચન યુક્ત નથી, એ બતાવવા માટે ગાથામાં કહે છે – અવતરણિકા : 'यद्वा यत् प्रत्येकं नयेषु न सम्यक्त्वम् तत् तेषां समुदायेऽपि न भवति, यथा सिकतासु प्रत्येकमभवत् तैलं तासां समुदायेऽपि न भवति' इत्यत्र हेतोरनैकान्तिकताप्रतिपादनार्थमाह - અવતરણિતાર્થ - ‘અથવાથી અન્ય પ્રકારે ટીકાકારશ્રી અવતરણિકા કહે છે – તયોમાંથી પ્રત્યેકમાં જે સમ્યક્ત તથી તે તે સમ્યક્ત, તેઓના સમુદાયમાં પણ નથી. જેમ રેતીના કણિયાઓમાંથી પ્રત્યેકમાં નહિ વર્તતું એવું તેલ તેના સમુદાયમાં પણ નથી એ કથનમાં હેતુની અનેકાંતિકતા પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાવાર્થ : કોઈક અનુમાન કરે કે “નયોના સમુદાયમાં સમ્યક્ત નથી; કેમ કે પ્રત્યેક નયોમાં સમ્યક્ત નથી. જેમ પ્રત્યેક એવા રેતીના કણિયામાં તેલ નથી તેથી રેતીના સમુદાયમાં પણ તેલ નથી' આ પ્રકારના અનુમાનમાં જે પૂર્વપક્ષીએ હેતુ આપેલ કે પ્રત્યેક નયમાં સમ્યક્ત નથી એ હેતુ એકાંતિક નથી, પરંતુ અનેકાંતિક છે અર્થાતુ રેતીના પ્રત્યેક કણિયામાં તેલ નહીં હોવાના કારણે રેતીના સમુદાયમાં તેલ નથી તે સ્થાનમાં હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ હોવા છતાં અન્ય સ્થાનમાં તે હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ નથી તે પ્રકારે અનેકાંતિકતાને બતાવવા માટે ગાથામાં કહે છે – ગાથા : जहऽणेयलक्खणगुणा वेरुलियाई मणी विसंजुत्ता । रयणावलिववएसं न लहंति महग्घमुल्ला वि ।।१/२२।। Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ .. છાયા : સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ અન્વયાર્થ: લક્ષણ નદ મઘમુન્ના વિ સળેવનવવામુળા=જે પ્રમાણે અત્યંત મૂલ્યવાળા પણ અનેક ગુણોવાળા, વિમંનુત્તા=વિસંયુક્ત, વેનિયાર્ં મળી=વૈડૂર્યાદિ મણિઓ, ચળાવનિવવસં=રત્નાવલીના વ્યપદેશને, ન નહૃતિ=પામતા નથી. ૧/૨૨।। છાયા : यथाऽनेकलक्षणगुणा वैडूर्यादयः मणयः विसंयुक्ताः । रत्नावलीव्यपदेशं न लभन्ते महार्घमूल्याः अपि ।।१/२२ ।। ગાથાર્થ: જે પ્રમાણે અત્યંત મૂલ્યવાળા પણ અનેક લક્ષણ અને ગુણોવાળા વિસંયુક્ત વૈર્યાદિ મણિઓ રત્નાવલીના વ્યપદેશને પામતા નથી. ||૧/૨૨।। ગાથા: Jain Educationa International तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्णपक्खणिरवेक्खा । सम्मद्दंसणसद्दं सव्वे वि णया ण पावेंति ।।१ / २३ ।। तथा निजकवादसुविनिश्चिताः अपि अन्योन्यपक्षनिरपेक्षाः । सम्यग्दर्शनशब्दं सर्वेऽपि नयाः न प्राप्नुवन्ति ।।१ / २३ ।। અને અન્વયાર્થ: તદ્દ=તે પ્રમાણે, યિવવાયસુવિળિષ્ક્રિયા વિ=તિજવાદમાં સુવિનિશ્ચિત પણ=પ્રમાણવ્યવસ્થારૂપ નિજમાર્ગમાં અથવા ઇતરનયસાપેક્ષ સ્વવિષયપરિચ્છેદકત્વરૂપ નિજવાદમાં સ્વવિષય પરિચ્છેદકત્વરૂપે સુવિનિશ્ચિત પણ, અોળપવપિરવેવવા સન્ને વિ વા=અન્યોન્યપક્ષનિરપેક્ષ સર્વ પણ નયો=અન્ય અન્ય પક્ષ સાથે એકવાક્યતાથી અસંબદ્ધ એવા સર્વ પણ નયો, સમ્મદંસળસદ્=સમ્યગ્દર્શન શબ્દ=પ્રમાણ એ પ્રકારના નામને, ળ પવૃતિ=પ્રાપ્ત કરતાં નથી. ।।૧/૨૩।। ગાથાર્થ ઃ તે પ્રમાણે નિજવાદમાં સુવિનિશ્ચિત પણ=પ્રમાણવ્યવસ્થારૂપ નિજમાર્ગમાં અથવા ઇતરનયસાપેક્ષ સ્વવિષયપરિચ્છેદકત્વરૂપ નિજવાદમાં સ્વવિષય પરિચ્છેદકત્વરૂપે સુવિનિશ્ચિત પણ અન્યોન્યપક્ષનિરપેક્ષ સર્વ પણ નયો=અન્ય અન્ય પક્ષ સાથે એકવાક્યતાથી અસંબદ્ધ એવા સર્વ પણ નયો, સમ્યગ્દર્શન શબ્દ=પ્રમાણ એ પ્રકારના નામને, પ્રાપ્ત કરતાં નથી. II૧/૨૩|| For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ અન્વયાર્થ :ગાથાનો અર્થ ટીકાકારશ્રી અન્ય રીતે કરે છે -- તÉ=તે પ્રમાણે, વિવીપણુવિછિયા વિ=તિજવાદમાં=ઈતર તય નિરપેક્ષ એવા પોતાના વાદમાં, સુવિનિશ્ચિત પણ હેતુ પ્રદર્શનમાં કુશળ પણ, ગાળો [પવરવેવસ્થા=અન્યોન્યપક્ષવિરપેક્ષ હોવાથી, સર્વે વિ વા=સર્વ પણ તયો પોતપોતાના વક્તવ્યથી અત્રે અન્ય તયતા વક્તવ્યનો અપલાપ કરનારા હોવાથી સર્વ પણ નયો, સમૃદંસદં=સમ્યગ્દર્શન શબ્દ=સુનયો છે એ પ્રમાણેના સમ્યગ્દર્શન શબ્દને, પાવૅતિ પ્રાપ્ત કરતા નથી. II૧/૨૩ ગાથાર્ચ - ગાથાનો અર્થ ટીકાકારશ્રી અન્ય રીતે કરે છે – તે પ્રમાણે નિજવાદમાં ઈતર નય નિરપેક્ષ એવા પોતાના વાદમાં, સુવિનિશ્ચિત પણ હેતુ પ્રદર્શનમાં કુશળ પણ, અન્યોન્યપક્ષનિરપેક્ષ હોવાથી, સર્વ પણ નયો પોતપોતાના વક્તવ્યથી અન્ય અન્ય નયના વક્તવ્યનો અપલાપ કરનારા હોવાથી સર્વ પણ નયો, સમ્યગ્દર્શન શબ્દને સુનયો છે એ પ્રમાણેના સમ્યગ્દર્શન શબ્દને, પ્રાપ્ત કરતા નથી. II૧/૨૩ ગાથા : जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा । 'रयणावलि'त्ति भण्णइ जहंति पाडिक्कसण्णाउ ।।१/२४ ।। છાયા : यदा पुनस्ते चेव मणयः यथा गुणविशेषभागप्रतिबद्धाः । रत्नावलीति भण्यते त्यजन्ति प्रातिक्यसञ्जाम् ।।१/२४।। અન્વયાર્થ: નદ પુખ તે વેવ મી=જ્યારે વળી તે જ મણિઓ પૂર્વની ગાથામાં કહ્યું તે વૈડૂર્યાદિ મણિઓ, નદ જે રીતે, સુવિમા દિવદ્ધ =ગુણવિશેષતા ભાગથી પ્રતિબદ્ધ-ગુણ વિશેષની પરિપાટીથી . એક દોરાથી પરસ્પર બંધાયેલા (હોય છે, ત્યારે) “રયાવતિf=રત્નાવલી' એ પ્રમાણે ભાડું કહેવાય છે (અ), પાદિવસ UTT =પાડિક્ક સંજ્ઞાને પ્રત્યેક સંબંધી સંજ્ઞાને વૈડૂર્યાદિ પ્રત્યેકના કામોને, નર્દતિ ત્યાગ કરે છે. I/૧/૨૪ના ગાથાર્થ : જ્યારે વળી તે જ મણિઓ પૂર્વની ગાથામાં કહ્યું તે જ વૈડૂર્યાદિ મણિઓ, જે રીતે ગુણવિશેષના ભાગથી પ્રતિબદ્ધગુણ વિશેષની પરિપાટીથી એક દોરાથી પરસ્પર બંધાયેલા (હોય Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ८० सम्मतितई प्ररण भाग - १ / प्रथम sis | गाथा - २२-२३-२४-२५ छे, त्यारे) रत्नावली से प्रमाणे ऽहेवाय छे (मने) पाडिSS संज्ञाने = प्रत्ये5 संबंधी संज्ञाने वैडूर्याहि प्रत्येऽना नामोने, त्याग 5रे छे. 11१ / २४ ॥ गाथा : छाया : तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्तवत्तव्वा । सम्मद्दंसणसद्दं लहन्ति ण विसेससण्णाओ ।।१/२५ ।। तथा सर्वे नयवादाः यथानुरूपविनिर्युक्तवक्तव्याः । सम्यग्दर्शनशब्दं लभन्ते न विशेषसञ्ज्ञातः । ।।१/२५।। अन्वयार्थ : तह=ते प्रभाएंगे= े प्रमाणे मगिसो रत्नावली संज्ञाने प्राप्त उरे छे ते प्रभाएंगे, जहाणुरूवविणिउत्तवत्तव्वा = यथाअनु३प विनिर्युक्त वक्तव्यवाजा = यथा यथा सादृश्यस्वभावश्ये विशेषज्ञये नियोन्न ईरायेला वयनवाणा, सव्वे णयवाया= सर्व नयवाही सम्मद्दंसणसद्दं सम्यग्दर्शन शब्दने 'प्रभाएग' से प्रभारना नामने, लहन्ति = प्राप्त उरे छे, ण विसेससण्णाओ = विशेष संज्ञाने पामता नथी = ते ते नयनी संज्ञाने पामता नथी ।१ / २५|| गाथार्थ : તે પ્રમાણે=જે પ્રમાણે મણિઓ રત્નાવલી સંજ્ઞાને પ્રાપ્ત કરે છે તે પ્રમાણે, યથાઅનુરૂપ વિનિર્યુક્ત વક્તવ્યવાળા યથા યથા સાદૃશ્યસ્વભાવરૂપે વિશેષરૂપે નિયોજન કરાયેલા વચનવાળા સર્વ નયવાદો સમ્યગ્દર્શન શબ્દને=‘પ્રમાણ' એ પ્રકારના નામને પ્રાપ્ત કરે છે, વિશેષ સંજ્ઞાને પામતા नथी = ते ते नयनी संज्ञाने पामता नथी. ॥१ / २५ ॥ टीडा : यथा अनेकप्रकारा विषविघातहेतुत्वादीनि लक्षणानि नीलत्वादयश्च गुणा येषां ते वैडूर्यादयो मणयः पृथग्भूता रत्नावलीव्यपदेशं न लभन्ते महार्घमूल्या अपि । ।१ / २२ ।। Jain Educationa International तथा प्रमाणावस्थायाम् इतरसव्यपेक्षस्वविषयपरिच्छेदकाले वा स्वविषयपरिच्छेदकत्वेन सुनिश्चिता अपि अन्योन्यपक्षनिरपेक्षाः 'प्रमाणम्' इत्याख्यां सर्वेऽपि नया न प्राप्नुवन्ति । निजे च इतरनिरपेक्षसामान्यादिवादे सुविनिश्चिता हेतुप्रदर्शनकुशला अन्योन्यपक्षनिरपेक्षत्वात् सम्यग्दर्शनशब्दं 'सुनयाः ' इत्येवंरूपं सर्वेऽपि संग्रहादयो नया न प्राप्नुवन्ति । ।१ / २३ || For Personal and Private Use Only . Page #116 -------------------------------------------------------------------------- ________________ सम्मतितई 45र भाग-१ / प्रथम sis| गाथा-२२-२३-२४-२५ टीमार्थ :___ यथा ..... अपि ।। तथा ..... प्राप्नुवन्ति ।। हे प्रमाणे सने मारा विषधातहेतुत्वा लक्ष અને નીલત્યાદિ ગુણો છે જેઓને તે વૈડૂર્યાદિ મણિઓ મહાઈમૂલ્યવાળા પણ અત્યંત મૂલ્યવાળા પણ, પૃથભૂત રત્નાવલીના વ્યપદેશને પ્રાપ્ત કરતા નથી. તે પ્રમાણે=જે પ્રમાણે પૃથભૂત એવા વૈર્યાદિ મણિઓ રત્નાવલીની સંજ્ઞાને પામતા નથી તે પ્રમાણે. પ્રમાણઅવસ્થામાં અથવા ઈતરસાપેક્ષ સ્વવિષયના પરિચ્છેદકાળમાં સ્વવિષયના પરિચ્છેદકપણારૂપે સુવિનિશ્ચિત પણ અન્યોન્યપક્ષવિરપેક્ષ એવા સર્વ પણ તયો પ્રમાણ એ પ્રકારના નામને પ્રાપ્ત २ता नथी. અથવા બીજી રીતે ગાથાનો અર્થ કરે છે – અને તિજમાં=ઈતરનિરપેક્ષ એવા સામાન્યાદિરૂપ નિજવાદમાં, સુવિનિશ્ચિત એવા તયો=હેતુ પ્રદર્શનમાં કુશલ સર્વ પણ સંગ્રહ આદિ તયો અન્યોન્યપક્ષવિરપેક્ષપણું હોવાથી સુનય' એ પ્રકારના स्व३५वाणा 'सभ्यर्शन' शहने प्राप्त २ता नथी. ॥१/२२-२३॥ टी : यदा पुनस्त एव मणयो यथा गुणविशेषपरिपाट्या प्रतिबद्धाः 'रत्नावलि' इति आख्यामासादयन्ति प्रत्येकाभिधानानि च त्यजन्ति रत्नानुविद्धतया रत्नावल्यास्तदनुविद्धतया च रत्नानां प्रतीतेः 'रत्नावली' इति तत्र व्यपदेशः न पुनः प्रत्येकाभिधानम् ।।१/२४ ।।। तथा सर्वे नयवादा यथानुरूपविनिर्युक्तवक्तव्या इति यथा इति वीप्सार्थे अनु इति सादृश्ये रूपम् इति स्वभावे, तेनानुरूपमित्यव्ययीभावः पुनर्यथाशब्देन स एव 'यथाऽसादृश्ये' [पाणि० अ० २ पा० १ सू० ७ सिद्धान्तको० अं० ६६१ पृ० १६३] इत्यनेन । यद् यदनुरूपं तत्र विनिर्युक्तं वक्तव्यं उपचारात् तद्वाचकः शब्दो येषां ते तथा । यथानुरूपद्रव्यध्रौव्यादिषु प्रमाणात्मकत्वेन व्यवस्थिताः सम्यग्दर्शनशब्दं 'प्रमाणम्' इत्याख्यां लभन्ते न विशेषसंज्ञाः पृथग्भूताभिधानानि, एकानेकात्मकत्वेन चैतन्यप्रतिपत्तेरन्यथा चाप्रतिपत्तेरिति । ननु नयप्रमाणात्मकचैतन्यस्याध्यक्षसिद्धत्वेन 'रत्नावलि' इति दृष्टान्तोपादानं व्यर्थम्, न; अध्यक्षसिद्धमप्यनेकान्तमनभ्युपगच्छन्तं प्रति व्यवहारसाधनाय दृष्टान्तोपादानस्य साफल्यात् प्रवर्तितश्च तेनापि तत्रानेकान्तव्यवहारः ।।१/२५ ।। टोडार्थ : यदा पुनस्त ..... प्रत्येकाभिधानम् ।। तथा सर्वे ..... तत्रानेकान्तव्यवहारः ।। न्यारे वजी ०४ ममी જે પ્રમાણે ગુણવિશેષતી પરિપાટીથી પ્રતિબદ્ધ એકસૂત્રથી ગૂંથાયેલા, રત્નાવલી’ એ પ્રકારના Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ નામને પ્રાપ્ત કરે છે અને પ્રત્યેકના નામનો ત્યાગ કરે છે=આ વૈફૂર્ય મણિ છે, આ અન્ય મણિ છે. ઇત્યાદિ પ્રત્યેકના નામનો ત્યાગ કરે છે. પ્રત્યેક અભિધાનનો કેમ ત્યાગ કરે છે ? તે સ્પષ્ટ કરે છે – રત્નતા અનુવિદ્ધપણાથી રત્નાવલીની પ્રતીતિ હોવાના કારણે અને રત્નાવલીના અનુવિદ્ધપણાથી રત્નોની પ્રતીતિ હોવાને કારણે, રત્નાવલી' એ પ્રમાણે ત્યાં વ્યપદેશ છે, પરંતુ પ્રત્યેક અભિધાન નથી=આ વૈર્ય છે, આ અન્ય મણિ છે એ પ્રકારે કથન નથી. તે પ્રમાણે સર્વ તયવાદો યથા અનુરૂપ વિનિર્યુક્ત વક્તવ્યવાળા સમ્યગ્દર્શન શબ્દને=પ્રમાણ એ પ્રકારના નામને, પ્રાપ્ત કરે છે, વિશેષ સંજ્ઞાને પૃથભૂત નામોને પ્રાપ્ત કરતા નથી એમ ટીકામાં યોજન છે. યથાનુરૂપવિનિયુક્તવક્તવ્યા'નો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – “યથા' એ શબ્દ વીસા અર્થમાં છે અર્થાત્ “યથા યથા' એ પ્રકારના વીસા અર્થમાં છે. “અનું એ સાદગ્ય અર્થમાં છે. “રૂપ' એ સ્વભાવ અર્થમાં છે. તેની સાથે=રૂપની સાથે, અનુરૂપ એ પ્રકારનો અવ્યયીભાવસમાસ છે. વળી યથા’ શબ્દની સાથે તે જ છે=અવ્યયીભાવસમાસ છે. કઈ રીતે “યથા” શબ્દની સાથે અવ્યયીભાવસમાસ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – યથા અસ’ એ પ્રકારના આવા વડે એ પ્રકારના વ્યાકરણના સૂત્ર વડે, યથા શબ્દની સાથે અવ્યયીભાવસમાસ છે એમ અવય છે. આ રીતે “યથાઅનુરૂપ'નો અર્થ કર્યા પછી ‘વિનિયુક્તવક્તવ્યા” સાથેનો સમાસ સ્પષ્ટ કરે છે – યથા યથા અનુરૂપ છે તેમાં વિનિર્યુક્તકવિશેષરૂપે નિયોજન કરાયેલું, વક્તવ્ય છે જેને તે તેવા છે, અર્થાત્ ઉપચારથી તદ્વાચક શબ્દ છે જેને તે તેવા છે= થાતુરૂપવિતિર્યક્તવક્તવ્યવાળા છે. જ ટીકામાં ‘વત્ યદુ અનુરૂપ તત્ર છે તેના સ્થાને “વા યથા મનુષં તત્ર' પાઠ હોવાની સંભાવના છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. યથાનુરૂપવિનિર્યક્તવક્તવ્યવાળા સર્વ નયો છે એમ પૂર્વમાં કહ્યું, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – યથાઅનુરૂપ એવા દ્રવ્યતા ધ્રોવ્યાદિમાં પ્રમાણાત્મકપણાથી વ્યવસ્થિત છે તેવા સર્વ તયવાદો સમ્યગ્દર્શન શબ્દને=પ્રમાણ એ પ્રકારના કામને પ્રાપ્ત કરે છે, વિશેષ સંજ્ઞાને પ્રાપ્ત કરતા નથી=પૃથફ પૃથફ વયના નામને પ્રાપ્ત કરતાં નથી. કેમ તે સર્વ નયો પ્રમાણ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે? પૃથક્ નયોની સંજ્ઞાને કેમ પ્રાપ્ત કરતાં નથી ? તેમાં હેતુ કહે છે – એક-અનેકાત્મકપણાથી દ્રવ્યરૂપે એક અને પર્યાયરૂપે અનેકાત્મકપણાથી, ચૈતવ્યની પ્રતિપત્તિ છે સર્વ તયોના યોજનપૂર્વક બોલનાર પુરુષને એક-અનેકાત્મકરૂપે જ્ઞાનની પ્રતિપત્તિ છે. અન્યથાર Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ એક-અનેક આત્મકરૂપે જ્ઞાનની પ્રતિપત્તિથી અત્યથા, માત્ર એકરૂપે અથવા માત્ર અનેકરૂપે, અપ્રતિપત્તિ છેઃચેતવ્યની અપ્રતિપત્તિ છે. ત્તિ' શબ્દ ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. નનુ'થી ટીકામાં શંકા કરે છે કે લય-પ્રમાણાત્મક ચૈતન્યનું પ્રત્યક્ષસિદ્ધપણું હોવાના કારણે રત્નાવલી એ દગંતનું ગ્રહણ વ્યર્થ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું કેમ કે પ્રત્યક્ષસિદ્ધ પણ અનેકાંતને નહીં સ્વીકારનાર મતો પ્રત્યે વ્યવહારના સાધન માટે=અનેકાંતના વ્યવહારની સિદ્ધિ માટે, દાંતના ગ્રહણ, સાફલ્યપણું છે અને તેના વડે પણ રત્નાવલીના દાંત વડે પણ, ત્યા=અનેકાંતની સિદ્ધિમાં, અનેકાંતનો વ્યવહાર પ્રવર્તિત કરાયો. ૧/૨૪-૨પા ભાવાર્થ : જે પ્રમાણે ઘણા મૂલ્યવાળા એવા વૈડૂર્યાદિ મણિઓ હોય જેમાં વિષવિઘાતશક્તિ આદિ હોય, તેથી તે અનેક પ્રકારના લક્ષણવાળા કહેવાય. વળી, કોઈ નીલવર્ણવાળા હોય, કોઈ અન્ય વર્ણવાળા હોય છે મણિઓના ગુણ છે, જેનાથી તે શોભાયમાન દેખાતા હોય તેવા મહામૂલ્યવાળા મણિઓ પણ પૃથભૂત રહેલા હોય તો રત્નાવલીના વ્યપદેશને પામતા નથી, તેવી રીતે ભગવાનના શાસનમાં બતાવાયેલા સર્વ નયો આત્માના મોહરૂપ વિષના વિઘાતને કરવાની શક્તિવાળા છે કે અન્ય અન્ય પ્રકારની શક્તિવાળા છે=આત્મામાં યોગની અનેક ભૂમિકાને પ્રગટ કરી શકે તેવી શક્તિવાળા છે. વળી, વૈડૂર્યાદિ મણિઓ જેમ નીલ આદિ સુંદર રૂપવાળા છે જેથી શોભાયમાન થાય છે તેમ નૈગમાદિ નયો પોતપોતાના સ્થાનમાં સૂક્ષ્મ તત્ત્વોને બતાવનારા હોવાથી સુંદર ગુણવાળા છે. જેમ વૈડૂર્યાદિ મણિઓ મહામૂલ્યવાળા છે તેમ નૈગમાદિ નયો મહામૂલ્યવાળા છે; કેમ કે પરમાર્થથી પ્રાપ્તિ અતિદુર્લભ છે. પુણ્યશાળી લઘુકર્મી જીવો જ પારમાર્થિક એવા તે નયોને પ્રાપ્ત કરે છે, આમ છતાં જેમ વૈડૂર્યાદિ મણિઓ એકસૂત્રથી પરોવાયેલા ન હોય અને પૃથભૂત હોય તો તે વૈડૂર્યાદિ મણિઓ કહેવાય છે, પરંતુ રત્નાવલીના વ્યપદેશને પામતા નથી. તેમ પૃથભૂત એવા તે નવો નવો કહેવાય છે, પરંતુ પ્રમાણ' સંજ્ઞાને પામતા નથી. વળી, ટીકામાં કહ્યું કે પ્રમાણઅવસ્થામાં સુવિનિશ્ચિત પણ નયો અન્યોન્યપક્ષનિરપેક્ષ પ્રમાણસંજ્ઞાને પ્રાપ્ત કરતાં નથી. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ ઉપદેશક કોઈ શ્રોતાને પ્રમાણથી બોધ કરાવવા માટે સર્વ નયોનું વક્તવ્ય કરતાં હોય તે વખતે તે નયોનું વક્તવ્ય ક્રમસર થાય છે અને જે વખતે જે નયથી તેનું કથન કરાય તે વખતે તે નય પોતાના વિષયનો પરિચ્છેદક હોય છે. તે રીતે દરેક નો સ્વવિષયપરિચ્છેદકથી સુનિશ્ચિત હોવા છતાં અન્ય અન્ય પક્ષની સાથે નિરપેક્ષ ગ્રહણ કરીને તે તે નયનું કથન કરવામાં આવે તો તે તે નય પ્રમાણરૂપ છે તેમ કહેવાતું નથી. જેમ યોગ્ય ઉપદેશક હિંસાનો સર્વ નયથી બોધ કરાવવા માટે કોઈ યોગ્ય શ્રોતાને પ્રથમ વ્યવહારનયથી અહિંસા છ કાયના જીવો વિષયક છે એમ સમજાવે, ત્યારપછી ઋજુસૂત્રનયથી જીવનો ષકાયના રક્ષણનો પરિણામ તે અહિંસા છે તેમ સમજાવે, ત્યારપછી શબ્દાદિ નયોથી આત્માના સ્વભાવપ્રાણના રક્ષણને અનુકૂળ વ્યાપાર અહિંસા છે તેમ સમજાવે, ત્યારે તે Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨પ ત્રણેય નયોનો સમુદાય પ્રમાણરૂપ હોવા છતાં તે પ્રત્યેક નવો સ્વવિષયના પરિચ્છેદકપણારૂપે પદાર્થને કહેનારા છે અને તે ત્રણેય નયોને પરસ્પર સમુદિત કર્યા વગર પૃથ ગ્રહણ કરવામાં આવે ત્યારે તે ત્રણેય નયો અન્યોન્યપક્ષનિરપેક્ષ છે. જેમ વૈડૂર્યાદિ મણિ પૃથભૂત હોય તો રત્નાવલી કહેવાતી નથી તેમ તે નયો યથાર્થ સ્વપક્ષને બતાવનારા હોવા છતાં પૃથર્ હોવાથી પ્રમાણે કહેવાતાં નથી. વળી કહ્યું કે ઇતરસવ્યપેક્ષવિષયપરિચ્છેદકાળમાં અન્યો નિરપેક્ષ નયો પ્રમાણપણાને પ્રાપ્ત કરતાં નથી. એનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ ઉપદેશક શ્રોતાને ભૂમિકા અનુસાર પ્રથમ એક નયનું કથન કરે, પરંતુ સર્વ નયોનું કથન કરે નહીં; છતાં તે એક નયનું કથન ઇતર નયની અપેક્ષાપૂર્વક સ્વવિષયના પરિચ્છેદનથી કરે, જેથી અન્ય નયનો અપલાપ થાય નહીં તો તે વખતે તે એક નયનું કથન સ્વવિષયના પરિચ્છેદનપણાથી સુવિનિશ્ચિત હોવા છતાં અન્ય નયના કથનોના સમુદાયરૂપ નહીં હોવાથી અન્યોન્યપક્ષનિરપેક્ષ તે તે નયોનું વચન છે; તે નયો સુનય હોવા છતાં સમુદાયરૂપે નહીં હોવાથી પ્રમાણ કહેવાતાં નથી. જેમ યોગ્ય ઉપદેશક યોગ્ય શ્રોતાને હિંસાનો બોધ કરાવવા અર્થે પ્રથમ માત્ર વ્યવહારનયની અહિંસાનું સ્વરૂપ બતાવે તે વખતે તે એક નયનું કથન પણ ઇતર નયનો અપલાપ ન થાય તે રીતે સ્વવિષયનું કથન કરે તો તે કથનનો કાળ ઇતરસવ્યપેક્ષ સ્વવિષયપરિચ્છેદકાળ છે અને તે કાળમાં તે એક નયનું કથન સ્વવિષયને યથાર્થ કહેનારું હોવાથી સુવિનિશ્ચિત છે તોપણ તે નયનું કથન પ્રમાણ સંજ્ઞાને પામતું નથી. અથવાથી ગાથાનો અર્થ અન્ય રીતે કરતા ટીકામાં કહ્યું કે ઇતર નિરપેક્ષ સામાન્ય આદિ રૂ૫ પોતાના વાદમાં હેતપ્રદર્શનમાં કુશળ એવા સુવિનિશ્ચિત નયો છે; આમ છતાં અન્યોન્યપક્ષનિરપેક્ષપણું હોવાના કારણે સુનય એ પ્રકારના સમ્યગ્દર્શન પદને સર્વ નયો પ્રાપ્ત કરતા નથી. આ કથન અનુસાર જે નયો પોતાનું સ્થાપન હેતુપ્રદર્શનપૂર્વક કરે છે, પરંતુ તે કથન અન્ય નયના અમલાપ પૂર્વક કરે છે, તેથી અન્યોન્યપક્ષનિરપેક્ષ છે તેવા નયો પૃથગુ હોવા છતાં અન્ય નયનો અપલાપ કરતાં હોવાથી સુનય કહેવાતા નથી, પરંતુ દુર્નય કહેવાય છે. વળી, જ્યારે વૈડૂર્યાદિ મણિઓ ગુણવિશેષની પરિપાટીથી=માળામાં શોભાની વૃદ્ધિ કરે તે પ્રકારના નીલાદિ વર્ણોરૂપ ગુણવિશેષથી ગોઠવાઈને, સૂત્રથી પરસ્પર બંધાયેલા હોય તો રત્નાવલી એ પ્રકારના નામને પ્રાપ્ત કરે છે અને “આ વૈડૂર્ય મણિ છે', ‘અન્ય મણિ છે' ઇત્યાદિ પ્રત્યેક નામનો ત્યાગ કરે છે. કેમ પ્રત્યેક નામનો ત્યાગ કરે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – રત્નોની સાથે અનુવિદ્ધપણાથી રત્નાવલીની પ્રતીતિ છે અને રત્નાવલીની સાથે અનુવિદ્ધપણાથી રત્નોની પ્રતીતિ છે. પૃથ રત્નોની પ્રતીતિ નથી માટે તે રત્નાવલી કહેવાય છે, પરંતુ વૈર્યાદિ પ્રત્યેક રત્નો કહેવાતાં નથી. જેમ માળામાં ગોઠવાયેલા રત્નો રત્નાવલી કહેવાય છે તેમ નયવાદો પણ યથાઅનુરૂપ વિશેષરૂપે નિયુક્ત વક્તવ્યવાળા હોય તો “પ્રમાણ' સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, તેથી જેમ રત્નો માળાની શોભાની વૃદ્ધિ કરે તેમ ગોઠવાયેલા હોય તો રત્નાવલી કહેવાય છે તેમ નય પણ જે પ્રમાણે પૂર્વ પૂર્વ નયની સાથે ઉત્તર ઉત્તરના નયના સાદૃશ્ય સ્વભાવ હોય તે રીતે વિશેષથી યોજન કરીને કથન કરનારા હોય તો તે નયનો સમુદાય “સમ્યગ્દર્શન’ શબ્દને પ્રાપ્ત કરે છે="પ્રમાણ' સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, પરંતુ વિશેષ સંજ્ઞાને પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ ૯૫ કરતા નથી=‘આ દ્રવ્યાર્થિકનય છે’, ‘આ પર્યાયાર્થિકનય છે', એ પ્રકારને પૃથગ્ નામોને પ્રાપ્ત કરતાં નથી; કેમ કે તે ઉપયોગમાં દ્રવ્યરૂપે એક અને પર્યાયરૂપે અનેકસ્વરૂપે ચૈતન્યની પ્રતિપત્તિ છે=જ્ઞાનનો ઉપયોગ વર્તે છે, પરંતુ દ્રવ્યરૂપે એક છે, પર્યાયરૂપે અનેક છે, ઇત્યાદિ પૃથરૂપે ઉપયોગ વર્તતો નથી. આશય એ છે કે જેમ રત્નાવલીની રત્નાવલીરૂપે ઉપસ્થિતિ થાય છે, પરંતુ પૃથક્ રહેલા વૈડૂર્યાદિની જેમ ‘આ વૈસૂર્ય છે’, ‘આ અન્ય મણિ છે' તેમ પ્રતીતિ થતી નથી; તેમ જે જે પ્રમાણે એક નય સાથે અન્ય અન્ય નય સાદશ્ય સ્વભાવથી સુસંબદ્ધ હોય તે રીતે યોજન કરીને ઉપદેશક સર્વ નયોનું કથન કરતાં હોય ત્યારે તે ઉપદેશકના વચનથી પ્રમાણાત્મક પૂર્ણ પદાર્થનો બોધ થાય છે, પરંતુ તે તે નયનો બોધ થતો નથી. માટે તે વખતે તે વક્તવ્યને પ્રમાણવચન કહેવાય, નયવચન કહેવાય નહીં. જેમ કોઈ ઉપદેશક યોગ્ય શ્રોતાને પ્રમાણદૃષ્ટિથી અહિંસાનું સ્વરૂપ બતાવવા માટે ‘અહિંસા જ ધર્મ છે’ એમ બતાવીને વ્યવહારનયથી ષટ્કાયના પાલન અનુકૂળ ઉચિત યતના અહિંસા છે તેમ કહે છે ત્યા૨૫છી તે વ્યવહારનયની અહિંસા સાથે સાદશ્યસ્વભાવથી યોજન કરાયેલ ઋજુસૂત્રનયની દયા છે તેમ કહે છે; કેમ કે ષટ્કાયના પાલનની કિયા દ્વારા જીવને અંતરંગ ષટ્કાયના પાલનનો અધ્યવસાય પ્રગટ થાય છે. તેથી વ્યવહારનયની સાથે સાદશ્યપણાથી સંબદ્ધ ઋજુસૂત્રનયની દયા છે અને ઋજુસૂત્રનયની દયા બતાવ્યા પછી તેની સાથે સાદશ્ય સ્વભાવથી શબ્દાદિ નયની દયાને યોજન કરતાં કહે કે ઋજુસૂત્રનય દ્વારા ષટ્કાયના પાલનના અધ્યવસાયની પરિણતિથી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ કરવારૂપ સામ્યભાવનો પરિણામ જ અભિપ્રેત છે તેથી શબ્દાદિનય સર્વત્ર સામ્યભાવને જ દયા સ્વીકારે છે. આ રીતે શબ્દાદિ નયથી પોતાના સામ્યભાવનું રક્ષણ જ દયા છે તેમ કહે છે અને આ ત્રણેય નયોને પરસ્પર સુસંબદ્ધ ગોઠવીને એક ઉપયોગથી ઉપદેશક શ્રોતાને બોધ કરાવે ત્યારે રત્નાવલીમાં ગુણની પરિપાટીથી ગોઠવાયેલા મણિની જેમ આ સર્વ નયો પરસ્પર સુબદ્ધ બને છે તે વખતે તે ઉપયોગ પ્રમાણ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, નયસંજ્ઞાને પ્રાપ્ત કરતો નથી. અહીં ટીકામાં ‘યથાનુરૂપવિનિર્યુક્તવક્તવ્યા' એ નયવાદોનું વિશેષણ છે. તેનો અર્થ કરતાં કહ્યું કે ‘યથા’ શબ્દ વીપ્સા અર્થમાં છે. ‘અનુ’ શબ્દ સાદશ્ય અર્થમાં છે અને ‘રૂપ' શબ્દ સ્વભાવ અર્થમાં છે. ત્યારપછી કહ્યું કે અનુની સાથે રૂપનો અવ્યયીભાવસમાસ છે. ‘વીપ્સા’ અર્થમાં વપરાયેલ ‘યથા’ શબ્દની સાથે પણ અવ્યયીભાવસમાસ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ મણિની રત્નાવલીમાં મણિઓ જે જે પ્રમાણે શોભાની વૃદ્ધિ થાય તે પ્રમાણે સાદશ્ય જોઈને ગોઠવવામાં આવે તો રત્નાવલી બને, જેમ તેમ ગોઠવાયેલા હોય તો રત્નાવલી ન બને; તેમ સર્વ નયવાદો જે જે પ્રમાણે પૂર્વ નયની સાથે ઉત્તરનયના સાદ્દશ્ય સ્વભાવરૂપે બતાવીને સર્વ નયોનું યોજન કરવામાં આવે તો તે નયોના સમૂહરૂપ જે વિશેષ છે તે નિર્યુક્ત વક્તવ્ય બને છે તેવા સર્વ નયોનો સમૂહ પ્રમાણસંજ્ઞાને પામે છે, પરંતુ નયસંજ્ઞાને પામતું નથી. વળી ટીકામાં શંકા કરે છે કે નય પ્રમાણાત્મક ચૈતન્ય અધ્યક્ષસિદ્ધ છે માટે રત્નાવલીનું દૃષ્ટાંત આપવું વ્યર્થ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રત્યક્ષ પદાર્થમાં દૃષ્ટાંતની આવશ્યકતા નથી, પરંતુ અનુમાનમાં કે અન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫, ૨૬ રીતે સિદ્ધ કરાયેલા પદાર્થમાં દૃષ્ટાંતની આવશ્યકતા છે. તેથી જે મહાત્મા પદાર્થને કોઈક નયની દૃષ્ટિથી જોતા હોય ત્યારે તે નયાત્મક ચૈતન્ય પોતાને સ્વસંવેદિત છે અને કોઈક પદાર્થને સર્વ નયોથી જોતાં હોય ત્યારે સર્વ નયો પરસ્પર ઉચિત રીતે જોડાઈને તે પદાર્થનો તે મહાત્માને પૂર્ણ બોધ થઈ રહ્યો છે તેમ સ્વસંવેદનથી જણાતું હોય ત્યારે તે નયનો બોધ છૂટાં રત્નો જેવો છે અને પ્રમાણનો બોધ રત્નાવલી જેવો છે એ પ્રકારનું કથન કહેવું વ્યર્થ છે. તે શંકાના નિવારણ માટે ટીકાકારશ્રી ખુલાસો કરે છે કે જે મહાત્માને નયષ્ટિનો ઉઘાડ છે અને પ્રમાણષ્ટિનો ઉઘાડ છે તેઓને નયનો ઉપયોગ કે પ્રમાણનો ઉપયોગ સ્વસંવેદિતસિદ્ધ હોવા છતાં જે દર્શનકારો અનેકાંતને સ્વીકારતા નથી તેઓને પદાર્થ અનેકાંતાત્મક છે તે પ્રકારના વ્યવહારની સિદ્ધિ કરાવવા માટે દૃષ્ટાંતને ગ્રહણ કરવાથી સુખપૂર્વક તેનો બોધ થાય છે. તેથી ગ્રંથકારશ્રીએ દષ્ટાંતને ગ્રહણ કર્યું છે તે સફળ છે. અવતરણિકામાં શંકા કરેલ કે સમુદાયના અભાવમાં નયો પરસ્પર વ્યાવૃતસ્વરૂપવાળા છે. એથી કોઈ નયમાં સમ્યક્ત થશે નહીં એમ ન કહેવું અને એમાં હેતુ આપેલ કે નયોની પ્રરૂપણા કરનાર ઉપદેશકના ચિત્તમાં રત્નાવલીની જેમ નવ-પ્રમાણાત્મક એકચૈતન્યની પ્રતિપત્તિ છે એ કથનને ગાથામાં બતાવે છે. એથી વિચારકને પ્રશ્ન થાય કે એવું કથન પ્રસ્તુત ગાથાઓમાં ક્યાં પ્રાપ્ત થાય છે ? તેનું તાત્પર્ય એ છે કે ગાથા૨૩ની ટીકામાં ગાથાના પૂર્વાર્ધનું કથન કરતાં કહ્યું તે પ્રમાણે કોઈ ઉપદેશક ઇતરસવ્યપેક્ષ વિષયના પરિચ્છેદકાલમાં સ્વવિષયપરિચ્છેદકપણારૂપે સુવિનિશ્ચિત પણ અન્યોન્યપક્ષનિરપેક્ષ કહે છે ત્યારે તે નયો પ્રમાણ' એ કથનને પ્રાપ્ત કરતાં નથી. એનાથી અર્થથી પ્રાપ્ત થયું કે તે નયો સુનયને પ્રાપ્ત કરે છે; કેમ કે ઉપદેશક શ્રોતાને કોઈક એક નયથી કથન કરે છે ત્યારે ઉપદેશના વિષયમાં સર્વ નયોનો સમુદાય નથી. જે વખતે જે નયનું કથન કરે છે એ વખતે અન્ય નયના કથનથી વ્યાવૃત એવા સ્વરૂપવાળું તે નયનું કથન કરે છે તોપણ ઉપદેશકને નય-પ્રમાણ સ્વરૂપ એક જ્ઞાનની પ્રતિપત્તિ રત્નાવલીની જેમ છે. માટે તે નયો સમ્યગ્દર્શન શબ્દસ્વરૂપ સુનયને પ્રાપ્ત કરે છે; કેમ કે ઉપદેશકથી શ્રોતાને તે નયના સ્થાને તે નયનો બોધ થયેલો છે, તેથી અન્ય નયના સ્થાનનો અપલાપ કરનાર નથી. ll૧/૨૨ થી ૨પ અવતરણિકા : दृष्टान्तगुणप्रतिपादनायाह - અવતરણિકાર્ય : દષ્ટાંતના ગુણને પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૨૨થી ૨૫ સુધી રત્નાવલીના દૃષ્ટાંતથી નય અને પ્રમાણનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે નય-પ્રમાણનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ દૃષ્ટાંતથી કેમ બતાવ્યું છે ? તેથી દૃષ્ટાંતના ગુણોને બતાવવા માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૬ ૯૭ ગાથા : लोइयपरिच्छयसुहो निच्छयवयणपडिवत्तिमग्गो य । अह पण्णवणाविसउ त्ति तेण वीसत्थमुवणीओ ।।१/२६।। છાયા : लौकिकपरिक्षकसुखो निश्चयवचनप्रतिपत्तिमार्गश्च । अथ प्रज्ञापनाविषय इति तेन विश्वासार्थमुपनीतः ।।१/२६।। અન્વયાર્થ: નોપરિ જીવસુદો લૌકિકને અને પરીક્ષકને સુખ છે=ભૂખપૂર્વક બોધ કરાવનાર છે. નિજીવયપડવત્તા અને નિશ્ચયવચનના પ્રતિપત્તિનો માર્ગ છે=ઉપદેશકને જે કથન કરવું છે તેના નિશ્ચયવચનના તાત્પર્યને પ્રાપ્ત કરાવવાનો માર્ગ દૃષ્ટાંત છે, મદ પuપવા વિસ૩ ત્ત પ્રજ્ઞાપતાના વિષયવાળું જ છે-ઉપદેશક દ્વારા જે અનંતધર્માત્મક વસ્તુની પ્રરૂપણા કરનાર વાક્ય છે તેના વિષયવાળું જ રત્નાવલીનું દષ્ટાંત છે, તે તે કારણથી, વીસત્યમુવીનો વિશ્વાસ માટે ઉપવીત છે= શ્રોતાને ઉપદેશક દ્વારા બનાવાયેલા પદાર્થોમાં વિશ્વાસ નિષ્પન્ન કરવા માટે રત્નાવલીનું દષ્ટાંત ઉપવીત છે. ૧/૨૬ો. ગાથાર્થ : લૌકિકને અને પરીક્ષકને સુખ છે=ભૂખપૂર્વક બોધ કરાવનાર છે અને નિશ્ચયવચનના પ્રતિપત્તિનો માર્ગ છે=ઉપદેશકને જે કથન કરવું છે તેના નિશ્ચયવયનના તાત્પર્યને પ્રાપ્ત કરાવવાનો માર્ગ દષ્ટાંત છે, પ્રજ્ઞાપનાના વિષયવાળું જ છેaઉપદેશક દ્વારા જે અનંતધર્માત્મક વસ્તુની પ્રરૂપણા કરનાર વાક્ય છે તેના વિષયવાળું જ રત્નાવલીનું દષ્ટાંત છે, તે કારણથી વિશ્વાસ માટે ઉપનીત છે શ્રોતાને ઉપદેશક દ્વારા બતાવાયેલા પદાર્થોમાં વિશ્વાસ નિષ્પન્ન કરવા માટે રત્નાવલીનું દષ્ટાંત ઉપવીત છે. ll૧/૨ ટીકા - व्युत्पत्तिविकलतद्युक्तप्राणिसमूहसुखग्राह्यत्वम्, एकानेकात्मकभावविषयवचोऽवगमजनकत्वं च, अथ इत्यवधारणार्थः अनन्तधर्मात्मकवस्तुप्ररूपकवाक्यविषयत्वं दृष्टान्तस्यैव, एतैः कारणैः शङ्काव्यवच्छेदेन अयमुपदर्शित इति गाथातात्पर्यार्थः । न चावल्यवस्थायाः प्राग् उत्तरकालं च रत्नानां पृथगुपलम्भात् इह च सर्वदा तथोपलम्भाभावाद् विषममुदाहरणमिति वक्तव्यम्, आवल्यवस्थाया उदाहरणत्वेनोपन्यासात् न च दृष्टान्तदाान्तिकयोः सर्वथा साम्यम्, तत्र तद्भावानुपपत्तेः ।।१/२६।। Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૬ ટીકાર્ય : વ્યુત્પત્તિવિવત્ત ... તમારવાનુપપઃ || ગાથામાં કહેલ “નોપરિ છયસુદો'નો અર્થ સ્પષ્ટ કરે છે – વ્યુત્પત્તિવિકલ અને તઘુક્ત વ્યુત્પત્તિયુક્ત, જીવોના સમૂહને સુખપૂર્વક ગ્રાહ્યપણું છે સુખપૂર્વક ગ્રાહ્યપણું દષ્ટાંતમાં છે. “નિચ્છાપડવંત્તિમનો નો અર્થ કરે છે – એક-અનેકાત્મક જે ભાવવાળો વિષય તેને કહેનારા વચનના અવગમનું જનકપણું પ્રસ્તુત રત્નાવલીના દષ્ટાંતમાં છે. ગાથામાં રહેલો ‘સર’ શબ્દ અવધારણ અર્થમાં છે. ગાથામાં રહેલ ‘TUMવMવિસ૩નો અર્થ કરે છે – અનંત ધર્માત્મક વસ્તુના પ્રરૂપક એવા વાક્યનું વિષયપણું દષ્ટાંતનું જ છે=રત્નવલીના દાંતનું જ છે. આ કારણોથી=પૂર્વમાં વર્ણન કર્યું એ ત્રણ કારણોથી, વિશ્વાસાર્થ ઉપવીત છે. વીસત્યમુવીનો' શબ્દનો અર્થ ટીકાકારશ્રી કરે છે – શંકાના વ્યવચ્છેદથી (વિશ્વાસ માટે) આ ઉપદર્શિત છે, એ પ્રમાણે ગાથાનું તાત્પર્ય છે. અને આવલી અવસ્થાની પૂર્વે રત્નાવલીમાં માળાઅવસ્થાની પૂર્વે, કે ઉત્તરકાળમાં રત્નોનો પૃથ> ઉપલંભ હોવાથી અને અહીં=દાર્શતિકમાં, સર્વદા તે પ્રકારના ઉપલંભનો અભાવ હોવાથી=નયોના વિષયમાં પૂર્વમાં કે ઉત્તરમાં પૃથ... ઉપલંભનો અભાવ હોવાથી, વિષમ ઉદાહરણ છે-રત્નાવલીનું દાંત સંગત નથી, એ પ્રમાણે તે કહેવું કેમ કે આવલિઅવસ્થાનો=માળાઅવસ્થાનો, ઉદાહરણપણા વડે ઉપચાસ છે. અહીં પ્રશ્ન થાય કે જેમ રત્નાવલીમાં રત્નો પૃથક્ પણ પ્રાપ્ત થાય છે અને માળામાં પણ પ્રાપ્ત થાય છે તેમ તે દૃષ્ટાંતનું સર્વાશ કેમ ગ્રહણ કર્યું નથી ? તેથી કહે છે – અને દાંત દાર્જીતિકનું સર્વથા સામ્ય નથી; કેમ કે તેમાં દાંત- દાતિકભાવના સર્વથા સામ્યમાં તેના ભાવની=દષ્ટાંતના ભાવની અનુપપત્તિ છે. II૧/૨૬ાા ભાવાર્થ : પૂર્વમાં=ગાથા-૨૨થી ૨૫માં, રત્નાવલીના દૃષ્ટાંતથી નય-પ્રમાણનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, રત્નાવલીનું દૃષ્ટાંત કઈ રીતે શ્રોતાને બોધ કરાવવામાં ઉપકારક છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જેઓ વ્યુત્પત્તિવિકલ છે અર્થાત્ શાસ્ત્રીય શબ્દોથી કહેવાતા પદાર્થોના યથાર્થ અર્થને ગ્રહણ કરનારી જે પ્રજ્ઞાવિશેષ એ રૂ૫ વ્યુત્પત્તિથી વિકલ છે અને જેઓ તેવી વ્યુત્પત્તિથી યુક્ત છે તેવા પ્રાણીઓના સમૂહને સુખપૂર્વક દૃષ્ટાંતથી નય-પ્રમાણનો બોધ ગ્રાહ્ય બને છે; કેમ કે જો દૃષ્ટાંત બતાવવામાં ન આવે તો Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૬ GG ઉપદેશકના વચનથી નય-પ્રમાણનો બોધ થઈ શકે તોપણ અતિશ્રમથી થઈ શકે અને રત્નાવલીનું દૃષ્ટાંત આપવામાં આવે તો અનુભવસિદ્ધ દેખાતાં રત્નો અને તેમાંથી ઉચિત રીતે યોજનપૂર્વક બનેલી રત્નાવલી ઉપસ્થિત થાય છે. તે રીતે નયો કઈ રીતે રત્નો જેવા છે? અને ઉચિત રીતે ગોઠવાયેલા કઈ રીતે પ્રમાણ બને છે ? તેનો બોધ શ્રોતાને સુખપૂર્વક થાય છે. વળી જેમ રત્નાવલી માળારૂપે એક છે અને રત્નોના સમૂહરૂપે અનેક છે તેમ દેખાતી વસ્તુ દ્રવ્યરૂપે એક છે, પર્યાયરૂપે અનેક છે અને તે દ્રવ્ય-પર્યાયરૂપ એક અનેક ભાવોના વિષયને કહેનાર જે નય-પ્રમાણરૂપ વચન, તેના અવગમનું જનકપણું રત્નાવલી દૃષ્ટાંતમાં હોવાથી યોગ્ય જીવોને સ્યાદ્વાદના વચન દ્વારા એકઅનેકાત્મક પદાર્થનો સુખપૂર્વક બોધ થાય છે. વળી રત્નાવલીના દૃષ્ટાંતનો વિષય પ્રમાણ વચન છે અને તે પ્રમાણવચન અનંત ધર્માત્મક વસ્તુના પ્રરૂપક વાક્યરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે પર્વતમાં ધૂમને જોઈને અગ્નિનું દૃષ્ટાંત બતાવવામાં આવે છે તેના જેવું આ રત્નાવલીનું દૃષ્ટાંત નથી, પરંતુ પ્રમાણવાક્યના બોધ કરવાના વિષયવાળું છે. અને પ્રમાણવાક્ય અનંતધર્માત્મક વસ્તુનું પ્રરૂપક વાક્ય છે. આ ત્રણ કારણોથી દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુને સ્વીકારવામાં કોઈને શંકા થયેલી હોય તેના વ્યવચ્છેદ દ્વારા દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે તેવા વિશ્વાસ માટે આ દૃષ્ટાંત બતાવાયું છે. આશય એ છે કે દૃષ્ટાંત બતાવવાના કારણે નય-પ્રમાણનો સુખપૂર્વક બોધ થાય છે અને દૃષ્ટાંતથી દરેક પદાર્થો દ્રવ્યરૂપે એક છે, પર્યાયરૂપે અનેક છે, તેના વિષયને કહેનારા શાસ્ત્રવચનોનો બોધ થાય છે. વળી રત્નાવલીના દૃષ્ટાંતનો વિષય પ્રમાણ છે એથી પ્રમાણના વિષયભૂત અનંત ધર્માત્મક વસ્તુના પ્રરૂપક એવા વાક્યનો બોધ થાય છે. આ ત્રણ કારણોને સામે રાખીને યોગ્ય જીવને પદાર્થ અનંત ધર્માત્મક છે અને પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ છે એ વિષયમાં કોઈને શંકા હોય તો તેના વ્યવચ્છેદપૂર્વક જિનવચનાનુસાર દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુના વિષયમાં વિશ્વાસને ઉત્પન્ન કરવા અર્થે ગ્રંથકારશ્રીએ રત્નાવલીનું દૃષ્ટાંત બતાવેલ છે. અહીં કોઈને શંકા થાય કે માળા અવસ્થાથી પૂર્વે અને માળા અવસ્થાના નાશના ઉત્તરકાળમાં રત્નો પૃથક પ્રાપ્ત થાય છે અને રાષ્ટ્રતિકમાં સર્વદા પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ હોવાથી પૂર્વમાં કે ઉત્તરમાં દ્રવ્યનો કે પર્યાયનો પૃથક ઉપલંભ થતો નથી માટે રત્નાવલીનું દૃષ્ટાંત વિષમ છે. તેના નિરાકરણ માટે કહે છે – માળા અવસ્થાનો જ ઉદાહરણપણારૂપે ઉપન્યાસ છે. રત્નાવલીથી પૃથગૂ રત્નો પૂર્વ-ઉત્તર અવસ્થામાં પ્રાપ્ત થાય છે, તેને આશ્રયીને પણ રત્નાવલીનું ઉદાહરણ નથી. તેથી રત્નાવલીની પૂર્વની અને ઉત્તરની અવસ્થાને ગ્રહણ કરીને દૃષ્ટાંત વિષમ છે તેમ કહી શકાય નહીં. અહીં પ્રશ્ન થાય કે રત્નાવલીમાં જેમ પૂર્વ અવસ્થામાં અને ઉત્તરઅવસ્થામાં રત્નો પૃથક્ પ્રાપ્ત થાય છે તેમ પ્રમાણના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય પૂર્વમાં કે ઉત્તરમાં પૃથક પ્રાપ્ત થતા નથી. માટે રત્નાવલીના દૃષ્ટાંતમાં સર્વથા સમાનતા નથી માટે તેને દૃષ્ટાંત તરીકે કહી શકાશે નહીં. એથી કહે છે – દૃષ્ટાંત-દાષ્ટ્રતિકભાવનું સર્વથા સામ્ય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૬, ૨૭ કેમ સર્વથા સામ્ય નથી ? એથી કહે છે – જો સર્વથા સામ્ય હોય તો દૃષ્ટાંતમાં દૃષ્ટાંતના ભાવની અપ્રાપ્તિ થાય; કેમ કે દૃષ્ટાંત હંમેશાં એક દેશથી દાષ્ટ્રતિકભાવ તુલ્ય હોય છે, સર્વથા તુલ્ય હોતું નથી. l/૧/૨કા અવતરણિકા: (१) 'रत्नादिकारणेष्वावल्यादिकार्यं सदेव' [ ] इति साङ्ख्यः । (२) 'तेषामेवानेन रूपेण व्यवस्थितत्वात् तदव्यतिरिक्तं विकारमात्रं कार्यं, त एव' [ ] इति साङ्ख्यविशेष एव । (३-४) 'न कार्य कारणे विद्यते इति तेभ्यस्तत् पृथग्भूतम् नहि कारणमेव कार्यरूपेण व्यवतिष्ठते परिणमते वा' [] इति वैशेषिकादयः । (५) 'न च कार्यम् कारणं वास्ति द्रव्यमात्रमेव तत्त्वम्' [ ] इत्यपरः । एवंभूताभिप्रायवन्त एकान्तवादिनो दृष्टान्तस्य साध्यसमतां मन्यन्ते तान् प्रत्याह - અવતરણિતાર્થ :(૧) રત્નાદિ કારણોમાં આવેલી આદિ કાર્યો માલા આદિ કાર્યો, સદ્ જ છે એમ સાંખ્ય કહે છે. (૨) તેઓનું જ રત્નોનું જ, આ રૂપે=માળા રૂપે, વ્યવસ્થિતપણું હોવાથી તેનાથી અવ્યતિરિક્ત=રત્નોથી અતિરિક્ત, વિકારમાત્ર=રત્નોના વિકારમાત્ર, એવું કાર્ય તે જ છે=રત્નરૂપ જ છે એ પ્રમાણે સાંખ્યવિશેષ જ, કહે છે. (૩-૪) કારણમાં કાર્ય વિદ્યમાન નથી એથી તેનાથી-રત્નોથી, તે=માળા, પૃથભૂત છે. હિં=જે કારણથી કારણ જ કાર્યરૂપે થતું નથી કે પરિણમન પામતું નથી એ પ્રમાણે વૈશેષિકાદિ કહે છેઃવૈશેષિક અને બૌદ્ધ કહે છે. (૫) અને કાર્ય અથવા કારણ નથી, દ્રવ્ય માત્ર જ તત્ત્વ છે. એ પ્રમાણે બીજા કહે છે-અદ્વૈતવાદી કહે છે. આવા પ્રકારના અભિપ્રાયવાળા પૂર્વમાં વર્ણન કર્યું એવા પાંચ પ્રકારના અભિપ્રાયવાળા, એકાંતવાદીઓ દષ્ટાંતની સાધ્યસમતા=સાધ્યની સાથે સમાનતાને, માને છે રત્નાવલીનું દૃષ્ટાંત પોતપોતાને અભિમત સત્કાર્યવાદ આદિ સાધ્યને સાધનાર છે તેમ માને છે, પરંતુ ગાથા-૨૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું એ પ્રમાણે વિશ્વાસ માટે દષ્ટાંત ઉપવીત નથી એમ જેઓ કહે છે તેઓના પ્રતિ ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : ગાથા-૨૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે “રત્નાવલીનું દૃષ્ટાંત વ્યુત્પન્ન લોકને અને અવ્યુત્પન્ન લોકને સુખપૂર્વક બોધ કરાવવા માટે છે. વળી, રત્ન અને માળાની જેમ પદાર્થ એક-અનેકાત્મક છે તેના બોધનું જનક છે. વળી, અનંતધર્માત્મક વસ્તુના પ્રરૂપક એવા વાક્યના વિષયવાળું દૃષ્ટાંત છે. એથી પદાર્થ એકાંતાત્મક છે એવી શંકાના વ્યવચ્છેદપૂર્વક જગતના પદાર્થો આવા છે તે વિશ્વાસ માટે રત્નાવલીનું દૃષ્ટાંત ગ્રંથકારશ્રીએ કહેલ છે”. ત્યાં સાંખ્ય આદિ પાંચ એકાંતવાદીઓ કહે છે કે અમારા મતમાં જે સત્કાર્યાદિ સાધ્ય છે Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ ૧૦૧ તેની સમાનતા જ દૃષ્ટાંતમાં વિદ્યમાન છે માટે રત્નાવલીનું દૃષ્ટાંત અમારા મતની જ સિદ્ધિ કરે છે. તે આ રીતે – રત્નાદિ કારણોમાં રત્નાવલી કાર્ય સદ્ જ છે એમ કહીને સાંખ્યદર્શનકાર કહે છે કે તમે ઉપન્યાસ કરેલ દૃષ્ટાંત અમારા સત્કાર્યવાદને સિદ્ધ કરે છે, પરંતુ અનેકાંતવાદને સિદ્ધ કરતું નથી, કેમ કે રત્નમાં માળારૂપ કાર્ય વિદ્યમાન હતું, અભિવ્યંજક સામગ્રીથી તે અભિવ્યક્ત થયું, માટે માળારૂપે રત્નાવલી એક છે અને રત્નરૂપે અનેક છે તેમ સિદ્ધ થઈ શકે નહીં. વળી સાંખ્યવિશેષ કહે છે કે રત્નો જ માળારૂપે વ્યવસ્થિત હોવાથી રત્નોથી અતિરિક્ત વિકારમાત્રરૂપ માળા કાર્ય છે, તેની સિદ્ધિ રત્નાવલીના દષ્ટાંતથી થાય છે, કેમ કે રત્નોથી પૃથક્ કોઈ માળા દેખાતી નથી, પરંતુ રત્નો જ માળારૂપે વ્યવસ્થિત છે, તેથી રત્નાવલીનું દૃષ્ટાંત અમને અભિમત એવા સાધ્યની સિદ્ધિ કરે છે. તેથી રત્નોથી અતિરિક્ત માળા નથી, જેથી રત્નાવલીને માળારૂપે એક અને રત્નોરૂપે અનેક સ્વીકારી શકાય. વળી વૈશેષિકદર્શન અને બૌદ્ધદર્શનવાળા અસત્કાર્યવાદી છે. વૈશેષિકદર્શનવાળા કહે છે કે કારણમાં કાર્ય નથી, પરંતુ પ્રયત્નથી કાર્ય ઉત્પન્ન થાય છે. માટે અસત્ એવું કાર્ય ઉત્પન્ન થાય છે. વળી ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે કે ઉપાદાનકારણ નાશ પામે છે અને તે અન્યને નિષ્પન્ન કરે છે, તેથી કાર્ય અસત્ જ પેદા થાય છે અને તેની સિદ્ધિ રત્નાવલીના દૃષ્ટાંતથી થાય છે, કેમ કે વૈશેષિકમતાનુસાર પૂર્વે રત્નોમાં રત્નાવલી ન હતી. છતાં રત્નોથી પૃથગુ રત્નાવલી ઉત્પન્ન થઈ. જેમ પૃથભૂત બે પરમાણુમાં પૂર્વે યણુક ન હતું, પછી તે બે પરમાણુના સંયોગથી તે બે પરમાણુમાં સમવાયસંબંધથી કયણુકરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તેથી અસ જ કયણુકરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તેમ અસદુ જ રત્નાવલી ઉત્પન્ન થઈ. અને બૌદ્ધમતાનુસાર પૂર્વમાં રત્નો હતા તે પ્રતિક્ષણ નાશ પામતા હતા અને ઉત્તરમાં સજાતીય સંતતિને નિષ્પન્ન કરતા હતા. હવે રત્નાવલી થઈ તે વિજાતીય સંતતિ થઈ, તેની સિદ્ધિ રત્નાવલીના દૃષ્ટાંતથી થાય છે. માટે વિશેષિકમતાનુસાર અને બોદ્ધમતાનુસાર રત્નાવલી અસત્ કાર્યને સિદ્ધ કરે છે, પરંતુ રત્નાવલી માળારૂપે એક છે અને રત્નોરૂપે અનેક છે એમ જે સ્યાદ્વાદી માને છે તેની સિદ્ધિ રત્નાવલીના દૃષ્ટાંતથી થતી નથી. વળી, અદ્વૈતવાદી કહે છે કે જગતમાં કાર્ય-કારણ નથી દ્રવ્યમાત્ર જ તત્ત્વ છે. તેથી પૂર્વમાં પણ રત્નરૂપ દ્રવ્ય હતા અને રત્નાવલીકાળમાં તે દ્રવ્યરૂપ રત્નો જ છે, ફક્ત તે રીતે આકારમાત્રરૂપે દેખાય છે. તે આકાર તે દ્રવ્યથી અતિરિક્ત જ છે. માટે રત્નાવલીનું દૃષ્ટાંત દ્રવ્યમાત્ર જ તત્ત્વ છે, તેની સિદ્ધિ કરે છે. તે પાંચેય મતોના કથનને સામે રાખીને તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : इहरा समूहसिद्धो परिणामकओ व्व जो जहिं अत्थो । ते तं च ण तं तं चेव व त्ति नियमेण मिच्छत्तं ।।१/२७।। Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ છાયા : इतरथा समूहसिद्धः परिणामकृतो वा यद् यस्मिन् अर्थः । तद् तच्च न तद् तच्चेव वेति नियमेन मिथ्यात्वं ।।१/२७।। અન્વયાર્થ: દર=ઈતરથા=ગાથા-૨૬માં કહ્યું એ પ્રકારે દૃષ્ટાંત અનંત ધર્માત્મકાદિ ભાવોમાં વિશ્વાસ માટે ઉપવીત છે તેમ ન માનો અને સત્કાર્યવાદ આદિનું સાધન છે તેમ માનો તો. સમૂદસિદ્ધો સમૂહસિદ્ધરત્નોના સમૂહથી નિષ્પન્ન થયેલો, પરિપમાગો ત્ર=અથવા પરિણામકૃત=દૂધનો દહીં આદિરૂપ પરિણામકૃત, નો નાં સભ્યો=જે અર્થ જ્યાં છે, તે ત્તિ તેત્રમણિ આદિ આવલિ આદિરૂપ કે દૂધ આદિ દહીં આદિરૂપ કાર્ય છે તેમ માનવું તે, નિયા મિછત્ત નિયમથી મિથ્યાત્વ છે એમ અવય છે (આ કથન દ્વારા સાંખ્યમતનું અને સાંખ્યવિશેષમતનું નિરાકરણ થયું.) રૂદર સમૂદસિદ્ધ પરિમાણ વ્ર નો નંદં સત્ય તં ચ ન તં ત્તિ નિયા મિર્ઝા તંત્રએ કથનમાંથી નં ર ા તે રિ=અને તે તે નથી=રત્નાદિ માળા નથી એ નિયમથી મિથ્યાત્વ છે એમ અત્રય છે. (આના દ્વારા અસત્કાર્યવાદી વૈશેષિકમત અને બૌદ્ધમતનું નિરાકરણ થયું.) રૂદ સમૂદસિદ્ધ પરિપામવાનો સ્ત્ર નો નંદં સત્યો તે વેવ a ત્તિ નિયમેળ મિજીએ કથનમાંથી તં ચેવ a fઅથવા તે જ દ્રવ્ય જ, છે એ નિયમથી મિથ્યાત્વ છે. (આતા દ્વારા અદ્વૈતમતનું નિરાકરણ થયું.) ૧/૨ ગાથાર્થ : ઈતરથા-ગાથા-૨૬માં કહ્યું એ પ્રકારે દષ્ટાંત અનંત ધર્માત્મકાદિ ભાવોમાં વિશ્વાસ માટે ઉપનીત છે તેમ ન માનો અને સત્કાર્યવાદ આદિનું સાધક છે તેમ માનો તો, સમૂહસિદ્ધરત્નોના સમૂહથી નિષ્પન્ન થયેલો અથવા પરિણામકૃત દૂધનો દહીં આદિરૂપ પરિણામકૃત જે અર્થ જ્યાં છે, તે મણિ આદિ આવલિ આદિરૂપ કે દૂધ આદિ દહીં આદિરૂપ કાર્ય છે તેમ માનવું તે, નિયમથી મિથ્યાત્વ છે એમ અન્વય છે (આ કથન દ્વારા સાંખ્યમતનું અને સાંખ્યવિશેષમતનું નિરાકરણ થયું.) રૂદર સમૂહસિદ્ધ પરિમમાં ત્ર નો નહિં સત્ય ત ર ા તં ત્તિ નિયા મિર્જાતંત્રએ કથનમાંથી તં ત ઉત્તeતે તે નથી=રત્નાદિ માળા નથી તે નિયમથી મિથ્યાત્વ છે એમ અન્વય છે. (આના દ્વારા અસત્કાર્યવાદી વૈશેષિકમત અને બૌદ્ધમતનું નિરાકરણ થયું.) રૂદરા સમૂસો રિપામવો સ્ત્ર નો નહિં કત્યો તે વેવ a ત્તિ નિયor fમછત્તએ કથનમાંથી તં વેવ ત્તિ અથવા તે જગદ્રવ્ય જ, છે એ નિયમથી મિથ્યાત્વ છે. (આના દ્વારા અદ્વૈતમતનું નિરાકરણ થયું.) II૧/૨૭ી. ટીકા :इतरथा उक्तप्रकारादन्यथा समूहे रत्नानां सिद्धो निष्पन्नः, परिणामकृतो वा मण्यादिष्वावल्यादिः Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ १०३ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ क्षीरादिषु दध्यादि यो यत्र अर्थः, ते मण्यादय आवल्यादि कार्यम् क्षीरं वा दध्यादिकम् तत्र, तत्सद्भावात्, तस्य तत्परिणामरूपत्वात् । ‘समूहसिद्धः' परिणामकृतो वा' इति द्वयोरुपादानं लौकिक-व्यवहारापेक्षया, परमार्थतस्तु परमाणुसमूहपरिणामात्मकत्वात् सर्व एव समूहकृतः परिणामकृतो वेति न भेदः, अयं चाभ्युपगमो मिथ्या । तथाहि-यद्येकान्तेन कारणे कार्यमस्ति तदा कारणस्वरूपवत् कार्यस्वरूपानुत्पत्तिप्रसक्तिः । ... अनर्थान्तरभूतपरिणामवादोऽपि प्रतिक्षिप्त एव। ... मृत्पिण्डावस्थायां घटार्थक्रियागुणव्यपदेशाभावात् ‘असदुत्पद्यते कार्यम्' इत्ययमप्येकान्तो मिथ्यावाद एव, कार्योत्पत्तिकाले कारणस्याविचलितरूपस्य कार्यादव्यतिरिक्तस्य सत्त्वे पूर्वोक्तदोषप्रसङ्गात् । ... कारणाद् व्यतिरिक्तं तत्र असदेव कार्यमित्ययमपि पक्षो मिथ्यात्वमेव । ... ब्रह्माद्वैतवादस्यापि प्रागेव प्रतिषेधः कृत इति तदेव वा इति अयमपि पक्षो मिथ्यात्वम् । ततः कारणे परिणामिनि वा कार्यम् परिणामो वा सदेव, तावेव तावसदेव वा तत् तत्रेति न कारणमेव कार्यम् परिणामी वा परिणामः, न कार्यम् नापि कारणम् अपि तु द्रव्यमानं तत्त्वमिति तदेव वेति नियमेन एकान्ताभ्युपगमे सर्व एवैते मिथ्यावादा उक्तन्यायेन नियमेन मिथ्यात्वम् इत्यभिधानात् कथञ्चिदभ्युपगमे सम्यग्वादा एवैते इत्युक्तं भवति यत उत्पादव्ययध्रौव्यात्मकत्वे वस्तुनः स्थिते, तद् वस्तु तत्तदपेक्षया कार्यम् अकार्यं च, कारणम् अकारणं च, कारणे कार्यं सच्च असच्च, कारणं कार्यकाले विनाशवत् अविनाशवच्च तथैव प्रतीतेरन्यथा चाप्रतीतेः ।१।।२७।। टीमार्थ: इतरथा ..... चाप्रतीतेः ।। तस्था=6sd प्रारथी सन्यथा [[था-२म धुं विश्वास पाटे દષ્ટાંત ઉપવીત છે તેનાથી અન્યથા જો દાંતને સ્વીકારવામાં આવે તો, રત્નાદિના સમૂહમાં સિદ્ધ=નિપાત્રમણિ આદિનું આવલિ આદિરૂપ જે અર્થ અથવા ક્ષીરાદિમાં પરિણામકૃત દધ્યાદિરૂપ જે અર્થ, જ્યાં છે તે મણિ આદિ આવલિ આદિ કાર્ય ત્યાં છે=માળા થવા પહેલાં મણિ આદિમાં છે. અથવા ક્ષીર દધિ આદિ ત્યાં છે=દહીં થવા પૂર્વે દૂધમાં છે, (તેમ માનવું પડે); કેમ કે તેનો સદ્ભાવ છેસત્કાર્યવાદના મતે માળા થવા પૂર્વે મણિ આદિમાં માળાનો સભાવ છે, (અથવા) તેનું દહીં આદિતું, તત્પરિણામરૂપપણું છે=સત્કાર્યવાદના મતે દહીં થવા પૂર્વે દહીંરૂપ કાર્યનું દૂધના પરિણામરૂપપણું છે. અહીં સમૂહસિદ્ધ અને પરિણામકૃત બે દૃષ્ટાંત કેમ લીધા ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સમૂહસિદ્ધ અને પરિણામકૃત બે અર્થ લૌકિકવ્યવહારની અપેક્ષાએ છે અર્થાત્ લૌકિક વ્યવહારમાં માળા રત્નોના સમૂહરૂપ છે અને દહીં આદિ દૂધના પરિણામરૂપ છે તે અપેક્ષાએ બેનું ગ્રહણ છે. પરમાર્થથી તો પરમાણુના સમૂહનું પરિણામાત્મકપણું હોવાથી સર્વ જ સમૂહકૃત કે પરિણામકૃત છે એથી કોઈ ભેદ નથી અર્થાત્ સમૂહકૃત કે પરિણામકૃત એ પ્રકારનો કોઈ ભેદ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ આ રીતે ગાથાના પૂર્વાર્ધને ગ્રહણ કરીને ઉત્તરાર્ધના “તે' શબ્દને ગ્રહણ કરીને તેના દ્વારા સત્કાર્યવાદી સાંખ્ય અને સાંખ્યવિશેષ એ બે મતોનું ગ્રહણ છે અને તે નિયમથી મિથ્યાત્વરૂપ છે તેમ ગાથામાં બતાવેલ છે તેને સ્પષ્ટ કરે છે – અને આ અભ્યપગમ મિથ્યા છે=ગાથામાં “તે તિ નિયન મિથ્યા' એ પ્રકારના વચન દ્વારા સાંખ્યનો મત બતાવ્યો તે અભ્યપગમ મિથ્યા છે. કેમ મિથ્યા છે ? તે તથદિ'થી સ્પષ્ટ કરે છે -- જો એકાંતથી કારણમાં કાર્ય છે સાંખ્યદર્શનકાર કાર્ય સત્ જ છે એમ સ્વીકારીને એકાંતથી કારણમાં કાર્ય છે, એમ કહે તો, કારણસ્વરૂપની જેમ કાર્યસ્વરૂપની અનુત્પત્તિની પ્રસક્તિ છે જેમ કારણમાં કારણનું સ્વરૂપ વિદ્યમાન હોવાથી ઉત્પન્ન થતું નથી તેમ કાર્યનું સ્વરૂપ પણ એકાંત સત્કાર્યવાદમાં વિદ્યમાન હોવાથી કાર્યની ઉત્પત્તિના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. અનર્થાન્તરભૂત પરિણામવાદ પણ કારણથી અનર્થાતરભૂત પરિણામ છે એમ સ્વીકારનાર સાંખ્યવિશેષતો પરિણામવાદ પણ, પ્રતિક્ષિપ્ત જ છે. મૃપિંડઅવસ્થામાં ઘટાદિ અર્થક્રિયાનો=ઘટની જલધારણની ક્રિયાનો, અને ગુણના વ્યપદેશનો અભાવ હોવાથી ઘટના ગુણોના વ્યપદેશનો અભાવ હોવાથી અસદ્ જ કાર્ય ઉત્પન્ન થાય છે એ પ્રકારનો આ પણ=વૈશેષિકમત પણ, એકાંતમિથ્યાવાદ જ છે; કેમ કે કાર્યોત્પત્તિકાળમાં કાર્યથી અવ્યતિરિક્ત અવિચલિત સ્વરૂપવાળા કારણનું સત્વ હોતે છતે પૂર્વોક્ત દોષનો પ્રસંગ છે=સાંખ્યવાદીને ગ્રંથકારશ્રીએ જે દોષો આપેલા તે દોષોનો પ્રસંગ છે. કારણથી વ્યતિરિક્ત ત્યાં=કારણમાં, અસદ્ જ કાર્ય છે એ પ્રકારનો આ પણ પક્ષ બૌદ્ધનો પણ પક્ષ, મિથ્યાત્વ જ છે. બ્રહ્માદ્વૈતવાદનો પણ પૂર્વમાં જ પ્રતિષેધ કરાયો છે, એથી તે જ એ પ્રકારનો=ગાથામાં રહેલ તત્વ વા' એ પ્રકારનો, આ પણ પક્ષ=એ પ્રકારનો બ્રહ્માદ્વૈતવાદનો પણ પક્ષ, મિથ્યાત્વ જ છે. તેથી=ગાથામાં કહેલ “તે ઉત્ત' દ્વારા સાંખ્યના બે મતો મિથ્યાત્વ છે તેમ સ્થાપન કર્યું. ‘ત ર જ ' દ્વારા વૈશેષિક અને બૌદ્ધ મત મિથ્યા છે તેમ સ્થાપન કર્યું. અને તે વેવ' દ્વારા બ્રહ્માદ્વૈતવાદપક્ષ મિથ્યા છે તેમ સ્થાપિત કર્યું તેથી, કારણમાં ઘટાદિ દ્રવ્યતા મૃદ્દ આદિ કારણમાં, અથવા પરિણામીમાં દહીં આદિના પરિણામી કારણ એવા દૂધ આદિમાં, કાર્ય અથવા પરિણામ “સવ'=સદ્ જ છે (એ બે સાંખ્યવાદીના મતો) “તો વ=તે બે જ છે=મૃપિંડ અને ઘટ તે બે જ છે. (એથી અસત્ એવો ઘટ થાય છે એવો વૈશેષિકનો મત) તો સવ'=તે બન્ને અસદ્ જ છે અર્થાત કાર્ય થાય છે ત્યારે કારણ અસદ્ છે અને કારણ છે ત્યારે કાર્ય અસત્ છે, તેથી તે બન્ને અસદ્ જ છે (તે પ્રકારનો બૌદ્ધનો મત) તત્ તત્ર'ઋતે ત્યાં છે કાર્ય કારણમાં છે. એથી કારણ જ કાર્ય નથી અથવા પરિણામી જ પરિણામ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ નથી એ પ્રકારનો સાંખ્યમત એમ કહેનાર વૈશેષિક મત, કાર્ય નથી અને કારણ પણ નથી પરંતુ દ્રવ્યમાત્ર તત્ત્વ છે એથી તે જ છે એ પ્રકારનો દ્રવ્યાÀતમત નિયમથી એકાંત સ્વીકારમાં સર્વ પણ આ મિથ્યાવાદો ઉક્ત ચાયથી પૂર્વમાં કહ્યું એ રીતે, “નિયમથી મિથ્યાત્વ છે' એ પ્રકારનું અભિયાન હોવાથી કથંચિત્ સ્વીકાર કરાયે છતે એ પાંચે વાદોને સ્યાદ્ શબ્દ મૂકીને કથંચિત્ સ્વીકાર કરાયે છત, સમ્યગ્વાદ જ આ છે એ પ્રમાણે કહેવાનું થાય છે. જે કારણથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુ સ્થિત હોતે છતે તે વસ્તુ તે તે અપેક્ષાએ કાર્ય છે, અને અકાર્ય છેઃમૃદુરૂપ વસ્તુ ઘટરૂપે થવાની યોગ્યતાવાળી હોવાને કારણે તે કાર્ય છે અને ઘટ પ્રગટ થયો તથી એ અપેક્ષાએ અકાર્ય છે, કારણ છે અને અકારણ છે, અર્થાત્ માટીમાં ઘટ થવાની યોગ્યતા છે તે અપેક્ષાએ માટી ઘટનું કારણ છે. ઘટ પ્રગટ થાય છે ત્યારે માટીમાં ઘટતી યોગ્યતા નથી એ અપેક્ષાએ માટી ઘટતું કારણ નથી. કારણમાં કાર્ય સત્ છે, અસત્ છે=કારણમાં કાર્ય થવાની યોગ્યતા છે એ અપેક્ષાએ સત્ છે, કાર્ય પ્રગટ થતું નથી તે અપેક્ષાએ કારણમાં કાર્ય અસત્ છે, કાર્યકાળમાં કારણ વિનાશવાળું છે અને અવિનાશવાળું છે, કેમ કે તે પ્રકારે જ પ્રતીતિ છે પૂર્વમાં કહ્યું કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુ હોવાથી અપેક્ષાએ કાર્ય છે, અપેક્ષાએ અકાર્ય છે ઈત્યાદિ કર્યું તે પ્રકારે જ પ્રતીતિ છે અને અન્યથા અપ્રતીતિ છે. I૧/૨૭ના ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ અનુભવને અનુરૂપ પદાર્થ અનેકાંતાત્મક છે તેમ સ્થાપન કર્યા પછી તેમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે રત્નાવલીનું દૃષ્ટાંત બતાવેલ છે. તે દૃષ્ટાંતને ગ્રહણ કરીને સાંખ્યદર્શનકાર કહે છે કે આ રત્નાવલીનું દૃષ્ટાંત સત્કાર્યવાદરૂપ અમારા સાધ્યને સિદ્ધ કરનાર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જો દૃષ્ટાંત અનેકાંતની સિદ્ધિના વિશ્વાસ માટે સ્વીકારવામાં ન આવે અને સત્કાર્યની સિદ્ધિ માટે સ્વીકારવામાં આવે તો રત્નોના સમૂહથી સિદ્ધ એવું માળારૂપ કાર્ય જે રત્નોમાં વિદ્યમાન જ છે તેમ કહેવું તે નિયમથી મિથ્યાત્વ છે. કેમ એકાંતથી મિથ્યાત્વ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – સાંખ્યદર્શનકારો એકાંત સત્કાર્યવાદી છે પરંતુ સત્અસત્કાર્યવાદી નથી. તેથી તેમના મતે કારણમાં કાર્ય સદા વિદ્યમાન છે માટે જેમ કારણનું સ્વરૂપ ઉત્પન્ન થતું નથી તેમ કાર્યના સ્વરૂપની અનુત્પતિનો પ્રસંગ આવે છે. તેથી એકાંતે સદુ જ કાર્ય છે તેમ માનવું એ નિયમથી મિથ્યાત્વ છે. તેમાં લોકવ્યવહારની અપેક્ષાએ બે દૃષ્ટાંતો આપેલ છે. જેમ રત્નોના સમૂહરૂપ માળા છે અને દૂધના પરિણામરૂપ દહીં આદિ છે તે બન્ને કાર્યો કારણમાં જો સર્વથા વિદ્યમાન હોય તો જેમ કારણનું સ્વરૂપ ઉત્પન્ન થતું નથી તેમ કાર્યનું સ્વરૂપ પણ ઉત્પન્ન થવું જોઈએ નહીં, કેમ કે કાર્ય સર્વથા સદ્ જ હોય તો સદ્ એવું તે પાછળથી ઉત્પન્ન થઈ શકે નહીં. માટે દ્રવ્યરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ કારણથી પર્યાયરૂપ કાર્ય સર્વથા અપૃથક સત્કાર્યવાદી સ્વીકારે છે તેમ સ્વીકારવામાં આવે તો તે કથન નિયમથી મિથ્યાત્વરૂપ છે. અને જે સત્કાર્યવાદનું કથન નિયમથી મિથ્યાત્વરૂપ હોય તેની સિદ્ધિ દૃષ્ટાંતથી થાય છે તેમ કહી શકાય નહીં. માટે એકાંતથી સત્કાર્યવાદ માનનાર સાંખ્યદર્શનકારો કહે છે કે રત્નાવલીનું દૃષ્ટાંત અમારા સાધ્યની સિદ્ધિને સમાન રીતે સિદ્ધ કરે છે તે કથન મિથ્યા છે. વળી, સાંખ્યવિશેષ કહે છે કે રત્નો જ માળારૂપે વ્યવસ્થિત થાય છે, તેથી રત્નોથી અવ્યતિરિક્ત રત્નોના વિકારમાત્રરૂપ માળા કાર્ય છે તેમ કહીને રત્નોથી અનર્થાતરભૂત પરિણામવાદનું સ્થાપન કરે છે. તેઓનું તે કથન પણ નિયમથી મિથ્યાત્વ છે. કેમ મિથ્યાત્વ છે ? તેમાં ટીકાકારશ્રી યુક્તિ આપે છે – માળા અને રત્નમાં એકાંત અભેદ હોય તો કારણ જ અનર્થાન્તરભૂત પરિણામરૂપ માળા છે તેમ માનવું પડે, પરંતુ પૃથગૂ રત્નકાળમાં માળા દેખાતી નથી, પાછળથી દેખાય છે તેથી રત્નના પરિણામસ્વરૂપ માળા નથી, પણ રત્નો કરતાં માળારૂપ કાર્ય કાંઈક જુદું છે. તેથી રત્ન કરતાં અર્થાન્તરભૂત પરિણામવાદ સ્વીકારવો જોઈએ. માટે સાંખ્યવિશેષનો કારણથી અનર્થાન્તરભૂત પરિણામવાદ પણ નિયમથી મિથ્યાત્વ છે. તેથી સાંખ્યવિશેષ કહે છે કે દૃષ્ટાંત અમારા સાધ્યની સિદ્ધિને કરે છે તે વચન પણ મિથ્યા છે. વૈશેષિકમતકનૈયાયિકમત, અસત્કાર્યવાદી છે. તે કહે છે કે કારણમાં કાર્ય વિદ્યમાન નથી, પરંતુ કારણથી કાર્ય પૃથભૂત છે. આથી જ વૈશેષિકમત કહે છે કે બે પરમાણુમાં સમવાયસંબંધથી ચણક ઉત્પન્ન થાય છે અને તે બે પરમાણુથી એકાંત પૃથભૂત એવો હયણુક છે અને તે યમુક સમવાયસંબંધથી બે પરમાણુમાં રહે છે. આથી જ વૈશેષિકમત બે કપાલમાં સમવાયસંબંધથી ઘટ ઉત્પન્ન થાય છે તે વખતે બે કપાલો પણ છે અને તે બે કપાલમાં બે કપાલથી પૃથગુ એવો ઘટ સમવાય સંબંધથી છે તેમ સ્થાપન કરે છે, પરંતુ કારણ જ કાર્યરૂપે રહે છે કે કારણ જ કાર્યરૂપે પરિણમન પામે છે તેમ સ્વીકારતો નથી. તેનું નિરાકરણ કરવા માટે ગાથામાં કહેલ છે કે તે તે નથી=કારણ કાર્ય નથી, પરંતુ કારણથી કાર્ય પૃથક્ છે, તે કથન નિયમથી મિથ્યાત્વ છે. નૈયાયિક કહે છે કે મૃતૃપિંડ અવસ્થામાં ઘટની અર્થક્રિયાનો અને ઘટના ગુણના વ્યપદેશનો અભાવ છે, તેથી મૃતુપિંડમાં ઘટ નથી. માટે મૃતુપિંડમાં અસત્ એવો ઘટ ઉત્પન્ન થાય છે અને આ તૈયાયિકનો એકાંતવાદ મિથ્યાત્વ જ છે; કેમ કે જ્યારે મૃપિંડ ઘટરૂપે પરિણમન નહોતું પામતું ત્યારે તે મૃતૃપિંડમાં કાર્યકરણસ્વભાવ હતો, ઘટરૂપ કાર્ય કરે તેવો સ્વભાવ હતો અને જ્યારે મૃતપિંડમાંથી ઘટ થાય છે ત્યારે તે મૃદુપિંડમાં કાર્ય કરણના સ્વભાવનો ત્યાગ થાય છે અને ઘટરૂપ કાર્યાકરણસ્વભાવ પ્રગટે છે. તેથી તે મૃપિંડ ઘટકાર્યરૂપે પરિણમન પામે છે, તેમ માનવું જોઈએ. માટે સદ્ અસદુ કાર્યરૂપ અનેકાંતવાદની સિદ્ધિ છે. વળી, નૈયાયિક કહે છે કે મૃદુપિંડને આશ્રિત સમવાયસંબંધથી ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ ૧૦૭ તે સમવાયસંબંધ અપ્રામાણિક છે; કેમ કે મૃતપિંડથી અને ઘટથી અતિરિક્ત સમવાય શબ્દ વાચ્ય કોઈ સંબંધ દેખાતો નથી, પંરતુ મૃત્રપિંડ જ ઘટરૂપે પરિણમન પામેલું દેખાય છે. માટે સમવાયસંબંધથી મૃપિંડમાં ઘટ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવું અપ્રમાણિક છે. બૌદ્ધદર્શન કારણથી વ્યતિરિક્ત જ કાર્ય ઉત્પન્ન થાય છે તેમ માને છે; કેમ કે બૌદ્ધદર્શનાનુસાર પદાર્થ ક્ષણિક છે અને દરેક ક્ષણ બીજી ક્ષણમાં નાશ પામે છે અને ઉત્તરક્ષણમાં તેનાથી તેનું સંતાન પેદા થાય છે, જે પૂર્વક્ષણનું કાર્ય છે. તેથી બૌદ્ધદર્શનવાળા પણ અસત્કાર્યવાદી છે. ફક્ત વૈશેષિકદર્શનકાર ઉત્તરક્ષણમાં કાર્ય થાય છે ત્યારે પણ કાર્યથી પૃથક્ કારણ વિદ્યમાન છે તેમ માને છે અને કારણમાં સમવાયસંબંધથી કાર્ય ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારીને અસત્કાર્યવાદનું સ્થાપન કરે છે અને બૌદ્ધદર્શનકાર કાર્યકાળમાં કા૨ણ નથી તેમ સ્થાપન કરીને અસત્કાર્યવાદ સ્થાપન કરે છે. બૌદ્ધદર્શનકારનું આ વચન પણ મિથ્યા છે તેનું સ્થાપન ગાથામાં ‘તં ચ ણ તં’ એ વચનથી ગ્રંથકારશ્રી કરે છે અર્થાત્ કારણ કાર્ય નથી પંરતુ કારણથી પૃથક્ કાર્ય છે એમ કહે છે, તે નિયમથી મિથ્યાત્વ છે. કેમ બૌદ્ધમત મિથ્યા છે ? તેથી કહે છે કારણથી જ્યારે કાર્ય ઉત્પન્ન થાય છે ત્યારે કારણમાં કાર્યરૂપે થવાથી શક્તિ છે તેમ માનવું પડે. તે શક્તિને કારણે તે કારણ કાર્યરૂપે પરિણમન પામ્યું તેમ સ્વીકારવું પડે. તેમ સ્વીકારીએ તો દ્રવ્યમાં શક્તિ છે અને તે શક્તિવાળું દ્રવ્ય ઉત્તરમાં દ્રવ્યરૂપે અનુગત છે, તેથી પૂર્વમાં વિદ્યમાન એવો પૂર્વપર્યાય નાશ પામ્યો અને ઉત્તરપર્યાયરૂપે તે દ્રવ્ય પરિણમન પામ્યું તેમ સિદ્ધ થાય. તેથી કારણ સર્વથા અસદ્ થતું નથી, પરંતુ કારણમાં શક્તિરૂપે સત્ એવું કાર્ય ઉત્તરમાં પ્રગટ થાય છે એમ માનવું જોઈએ. જો કારણમાં કાર્યરૂપે થવાની શક્તિ નથી તેમ સ્વીકારીએ તો પૂર્વનું કારણ ઉત્તર ક્ષણના કાર્યને કરે છે તેમ કહી શકાય નહીં. કારણમાં કાર્યની શક્તિ છે તેમ સ્વીકારીએ તો ઉત્તરક્ષણમાં કારણ સર્વથા નથી એમ કહી શકાય નહીં. વળી, ઉત્તરક્ષણમાં સર્વથા અસદ્ એવું કારણ કાર્યને કરે છે તેમ કહી શકાય નહીં; કેમ કે જે ઉત્તરક્ષણમાં સર્વથા અસદ્ હોય તે ઉત્તરક્ષણના કાર્યને કરી શકે નહીં. તેથી પૂર્વક્ષણમાં શક્તિવાળું દ્રવ્ય જ ઉત્તરક્ષણમાં વિદ્યમાન હોવાથી ઉત્તરક્ષણના કાર્યરૂપે પરિણમન પામે છે તેમ માનવું યુક્તિયુક્ત છે. માટે સર્વથા અસદ્ જ કાર્ય થાય છે એ પ્રકારે બોદ્ધમત મિથ્યા છે. તેથી એકાંત બૌદ્ધમત અનુસાર દૃષ્ટાંત સાધ્યની સમાનતાને=બૌદ્ધને અભિમત એવા અસત્કાર્યરૂપ સાધ્યની સમાનતાને, સિદ્ધ કરે છે એમ કહેવું મિથ્યા છે. વળી, દ્રવ્યમાત્ર જ તત્ત્વ છે કાર્યકારણભાવ નથી એમ માનનાર દ્રવ્યાદ્વૈતવાદીનો મત મિથ્યા છે તે બતાવવા માટે ગાથામાં કહે છે કે ‘તં ચેવ’=તે જ છે=દ્રવ્યમાત્ર જ છે, એ નિયમથી મિથ્યાત્વ છે. દ્રવ્યાદ્વૈતવાદી કહે છે કે દ્રવ્યથી વ્યતિરિક્ત કોઈ વસ્તુ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે જો દ્રવ્યનો અદ્વૈતવાદ સ્વીકારીએ તો દ્રવ્યમાં અનુભવાતા રૂપ-૨સ-ગંધાદિના અભાવનો પ્રસંગ પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ થાય. વસ્તુતઃ એક જ દ્રવ્યમાં ભિન્ન રૂપ-રસાદિની પ્રતીતિ છે. માટે દ્રવ્યાદ્વૈતવાદ નિયમથી મિથ્યાત્વ છે. તેથી એકાંતથી દ્રવ્ય અદ્વૈતવાદી કહે છે કે માળાનું દૃષ્ટાંત પોતાને અભિમત એવું દ્રવ્યમાત્રરૂ૫ સાધ્યની સમાનતાને સિદ્ધ કરે છે, તે કથન મિથ્યા છે. આ રીતે સાંખ્યાદિ પાંચેય દર્શનકારોનું કથન મિથ્યા છે તેમ સ્થાપન થવાથી રત્નાવલીનું દૃષ્ટાંત તેઓને અભિમત એવા સાધ્યની સમાનતાને બતાવનાર નથી તેમ સિદ્ધ થયું. તેથી અર્થથી ફલિત થયું કે અનુભવસિદ્ધ દરેક દ્રવ્યો દ્રવ્યરૂપે એક અને પર્યાયરૂપે અનેક પ્રતીત થાય છે. તે પ્રતીતિના વિશ્વાસ માટે ઉપનીત રત્નાવલીનું દૃષ્ટાંત છે, એમ ગાથા-૨૬માં કહેલ તેની સિદ્ધિ થાય છે. વળી, ટીકાકારશ્રી આ પાંચેય પક્ષો એકાંત મિથ્યાવાદ છે, તેમ બતાવીને તેનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – કારણમાં કાર્ય સદ્ જ છે અથવા પરિણામમાં પરિણામ સદ્ જ છે એ પ્રકારનો સાંખ્ય અને સાંખ્યવિશેષનો અભ્યપગમ છે. કાર્ય થાય છે ત્યારે કાર્ય પણ દેખાય છે અને કારણ પણ દેખાય છે, માટે બને છે અને કાર્યની નિષ્પત્તિ પૂર્વે માત્ર કારણ હતું, કાર્ય ન હતું, માટે અસદુ જ કાર્ય થાય છે એમ એકાંતે વૈશેષિકમત સ્વીકારે છે. કારણકાળમાં કાર્ય અસદુ જ છે અને કાર્યકાળમાં કારણ અસદું જ છે એમ ક્ષણિકવાદી બૌદ્ધ સ્વીકારે છે. કાર્ય પણ નથી, કારણ પણ નથી, દ્રવ્યમાત્ર જ છે એમ દ્રવ્યાદ્વૈતવાદી માને છે. તે પાંચેય મતો સ્વીકારવામાં નિયમથી મિથ્યાવાદ જ છે એ પ્રમાણે ગાથાથી સ્થાપન કર્યું. તેથી એ પાંચેય વાદો કથંચિત્ સ્વીકારવામાં આવે તો સમ્યગ્વાદો જ છે એમ ફલિત થાય છે, કેમ કે વસ્તુ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ છે. તેથી દરેક વસ્તુ કોઈક અપેક્ષાએ કાર્યરૂપ છે અને અકાર્યરૂપ છે. જેમ માટીરૂપ વસ્તુ ઘટની યોગ્યતાવાળી હોવાથી કાર્યરૂપ છે અને ઘટરૂપ કાર્ય આવિર્ભત નહીં હોવાથી અકાર્યરૂપ છે. તેથી કારણમાં કાર્ય કથંચિત્ સત્ છે, કથંચિત્ અસતરૂપ છે; કેમ કે માટીમાં ઘટની યોગ્યતા હોવાથી ઘટરૂપ કાર્ય સતું છે અને ઘટરૂપ પરિણામ પ્રગટ થયેલો નહીં હોવાથી તે ઘટરૂપ કાર્ય અસત્ છે. વળી, વસ્તુ કોઈક અપેક્ષાએ કારણરૂપ છે, કોઈક અપેક્ષાએ કાર્યરૂપ છે; કેમ કે દરેક દ્રવ્યો ઉત્તરમાં પ્રગટ થનારા પર્યાયનું કારણ છે. અને તેમાં જે પર્યાય પ્રગટ ન થાય તેવા પર્યાયનું અકારણ છે. આથી જ જીવદ્રવ્ય પોતાનામાં થતા ભાવોનું કારણ છે અને પુદ્ગલ આદિમાં થતા ભાવોનું કારણ નથી. વળી, કાર્યકાળમાં કારણ વિનાશ પણ પામે છે; કેમ કે કાર્યકાળમાં તે યોગ્યતા નથી. જેમ મોક્ષમાં ગમનની યોગ્યતા સંસાર અવસ્થામાં હતી તે મોક્ષપ્રાપ્તિનું કારણ મુક્તઅવસ્થામાં નાશ પામે છે. વળી, મોક્ષ પામનારનું જીવદળ મોક્ષપ્રાપ્તિકાળમાં અવિનાશ પામે છે. તેથી મોક્ષરૂપ કાર્યકાળમાં કારણ એવું જીવદ્રવ્ય અવિનાશવાળું છે તે પ્રકારની પ્રતીતિ છે, અન્યથી પ્રતીતિ નથી. માટે પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. તેથી સર્વ દર્શનવાદોને કથંચિત્ સ્વીકારવાથી બધા દર્શનવાદો સમ્યક બને છે. I૧/૨ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૮ અવતરણિકા : अत एकान्तरूपस्य वस्तुनोऽभावात् सर्वेऽपि नयाः स्वविषयपरिच्छेदसमर्था अपि इतरनयविषयव्यवच्छेदेन स्वविषये वर्त्तमाना मिथ्यात्वं प्रतिपद्यन्त इत्युपसंहरन्नाह - અવતરણિકાર્ય : આથી=ગાથા-૧૨થી અત્યાર સુધી સ્થાપન કર્યું આથી, એકાંતરૂપ વસ્તુનો અભાવ હોવાના કારણે સર્વપણ તયો સ્વવિષયના પરિચ્છેદમાં સમર્થ પણ ઇતરનયના વિષયના વ્યવચ્છેદથી=પોતાના વિષયથી ઇતરનયના વિષયના અપલાપથી, સ્વવિષયમાં વર્તતા મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે ઉપસંહાર કરતાં કહે છે=ગાથા-૧૨થી પ્રારંભ કરાયેલા કથનનો ઉપસંહાર કરતાં કહે છે ગાથા : છાયા : णिययवयणिज्जसच्चा सव्वनया परवियालणे मोहा । ते उण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।।१९ / २८ ।। निजकवचनीयसत्याः सर्वनयाः परविचालने मोहाः । तान् पुनर्न दृष्टसमयो विभजते सत्यान् वाऽलीकान् वा ।।१ / २८ ।। - Jain Educationa International અન્વયાર્થઃ સત્વનયા=સર્વ તયો, વિવવપ્નસચ્ચા=પોતાના વચનીયમાં સત્ય છે=પોતાના વિષયમાં સમ્યગ્ જ્ઞાનરૂપ છે, પરવિવાનો=પરવિચારણામાં=પરવિષયના ઉત્ખનનમાં, મોન્ન=મોહવાળા છે=મિથ્યા પ્રત્યયવાળા છે. વિદુસમ=ર્દષ્ટસમયવાળો=સિદ્ધાંતથી વાચ્ય વસ્તુને જોનારો પુરુષ, તે ૩=તેઓને જ=તયોને જ, સત્ત્વે વ અતિત્ વા=સત્ય અથવા અલીક=મૃષા, વિમયજ્ઞ =વિભાગ કરતો નથી. ।।૧/૨૮I ગાથાર્થ: ૧૦૯ સર્વ નયો પોતાના વચનીયમાં સત્ય છે=પોતાના વિષયમાં સમ્યગ્ જ્ઞાનરૂપ છે, પર વિચારણામાં=પરવિષયના ઉત્ખનનમાં, મોહવાળા છે=મિથ્યા પ્રત્યયવાળા છે. દૃષ્ટસમયવાળો= સિદ્ધાંતથી વાચ્ય વસ્તુને જોનારો પુરુષ, તેઓને જ=નયોને જ, સત્ય અથવા અલીક=મૃષા વિભાગ કરતો નથી. II૧/૨૮II ટીકા ઃ નિનાવવનીયે=સ્વાંશે પરિચ્છેદ્યે, સત્વા:=સભ્ય જ્ઞાનરૂપા:, સર્વ વ નયાઃ સંગ્રહાય:, પવિદ્યાતને= परविषयोत्खनने, मोहाः = मुह्यन्तीति मोहा मिथ्याप्रत्ययाः, परविषयस्यापि सत्यत्वेनोन्मूलयितुमशक्यत्वात् For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૮ तदभावे स्वविषयस्याप्यव्यवस्थितेः ततश्च परविषयस्याभावे स्वविषयस्याप्यसत्त्वात् तत्प्रत्ययस्य मिथ्यात्वमेव, तद्व्यतिरिक्तग्राहकप्रमाणस्य चाभावात्, तस्मात् तानेव नयान् पुनः शब्दस्यावधारणार्थत्वात् न इति प्रतिषेधो विभजनक्रियायाः, दृष्टः समयः सिद्धान्तवाच्यमनेकान्तात्मकं वस्तुतत्त्वं येन पुंसा स तथा, स न विभजते सत्येतरतया स्वेतरविषयमवधारयमाणोऽपि तथा तान् न विभजते, अपि त्वितरनयविषयसव्यपेक्षमेव स्वनयाभिप्रेतं विषयं सत्यमेवावधारयतीति यावत्, ‘ग्राह्यसत्यासत्याभ्यां ग्राहकसत्यासत्ये' इत्येवमभिधानम्, तच्च दृष्टाऽनेकान्ततत्त्वस्य विभजनम् 'स्यादस्त्येव વ્યાર્થતઃ' રૂવંરૂપ /૨૮ાા ટીકાર્ચ - નિનવનીચે .....રૂવંરૂપમ્પ પોતાના વચનીયમાં=સ્વઅંશના પરિચ્છેદ્યમાં=સ્વઅંશરૂપ પરિચ્છેદ્ય એવા વિષયમાં, સર્વ જ સંગ્રહાદિ નયો સત્ય છે=સમ્યજ્ઞાનરૂપ છે, પરના વિચાલનમાં=પર વિષયના ઉખ્ખનનમાં, મોહ પામેલા છે. જે મોહ પામે એ મોહ' એ વ્યુત્પત્તિથી મિથ્યા પ્રત્યયવાળા છે; કેમ કે પરના વિષયનું પણ સત્યપણું હોવાના કારણે ઉભૂલન કરવા માટે અશક્યપણું છે. કેમ પર વિષયનું ઉમૂલન કરવું અશક્ય છે ? એથી કહે છે – તેના અભાવમાં=પર વયના વિષયના અભાવમાં, સ્વવિષયની પણ અવ્યવસ્થિતિ છે કહેવાતા નયના વિષયની પણ અવ્યવસ્થિતિ છે, અને તેથી પરવિષયના અભાવમાં સ્વવિષયનું પણ અસત્વ હોવાથી તેના પ્રત્યયનું સ્વનયતા વિષયના પ્રત્યયનું, મિથ્યાપણું જ છે; કેમ કે પર નયના વિષયથી વ્યતિરિક્ત ગ્રાહક પ્રમાણનો જ અભાવ છે=પર નયનો વિષય ન હોય માત્ર સ્વનયનો વિષય હોય તેવા વસ્તુના ગ્રાહકજ્ઞાનનો જ અભાવ છે, તે કારણથી તે જ તયોને દસમયવાળો પુરુષ સત્ય અને ઇતરપણાથી વિભાગ કરતો નથી અર્થાત્ સ્વ ઈતર વિષયને અવધારણ કરતો પણ=આ વયનો આ સ્વ વિષય છે અને આ ઈતર વિષય છે એ પ્રમાણે અવધારણ કરતો પણ, પુરુષ તે રૂપે=સત્યઇતરપણારૂપે, તેઓને વિભાગ કરતો નથી, પરંતુ ઈતરવયના વિષયથી સાપેક્ષ જ સ્વનય અભિપ્રેત વિષયને સત્ય જ એ પ્રમાણે અવધારણ કરે છે. ત્યાં સુધી “ર વિમાન'નો અર્થ છે એ બતાવવા માટે ઇતિયાવદ્ શબ્દ છે. નયના ગ્રાહ્ય એવા વિષયના સત્ય અસત્ય દ્વારા ગ્રાહક એવો નય સત્ય અસત્ય છે. એથી આ પ્રમાણે અભિધાન છે=દષ્ટ સમયવાળો પુરુષ સત્ય અને ઈતરપણાથી તે તયોનો વિભાગ કરતો નથી એ પ્રમાણેનું અભિધાન છે. અને દષ્ટ અનેકાંત તત્વવાળા પુરુષનું તે વિભાજન દ્રવ્યાર્થિકથી સ્યાદ્ અતિ જ છે એવા સ્વરૂપવાનું છે. ટીકામાં કહ્યું કે “પુનઃ' શબ્દનું અવધારણઅર્થપણું છે, તેથી તાવ' એમ એવકાર કહેલ છે. “” એ વિભાજન ક્રિયાનો પ્રતિષેધ છે દષ્ટ સમયવાળો પુરુષ વિભાજન ક્રિયા કરતો નથી એ પ્રમાણે બતાવે છે. I૧/૨૮. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૮ ૧૧૧ ભાવાર્થ : સંગ્રહાદિ બધા નો સ્વ અંશના પરિચ્છેદ્ય વિષયમાં સમ્યજ્ઞાન સ્વરૂપ સત્ય છે. વળી, તે નયો પર નયના વિષયના વિચાલનમાં પર નયના વિષયનો ઉચ્છેદ કરવામાં મિથ્યા પ્રત્યયવાળા છે. કેમ પરવિષયના ઉચ્છદમાં મિથ્યા પ્રત્યયવાળા છે ? તેથી કહે છે – પર નયનો વિષય પણ સત્ય હોવાથી તેનું ઉમૂલન કરવું શક્ય નથી, છતાં જે નયો એકાંતને ગ્રહણ કરીને પર નયના વિષયનો ઉચ્છેદ કરે છે, તે નયો મિથ્યા છે. વળી, પર નયના વિષયનો ઉચ્છેદ દરેક એકાંતવાદી નયો કરે છે તે પ્રત્યક્ષથી દેખાય છે. આથી સત્કાર્યવાદી અસત્કાર્યવાદનું ખંડન કરે છે. માટે પર નયના વિષયનો ઉચ્છેદ ન થઈ શકે તેમ કેમ કહેવાય ? તેથી કહે છે – દરેક નયો પર નયના વિષયનો ઉચ્છેદ કરે તો પર નયના વિષયના અભાવમાં પોતાના નયના વિષયની પણ અવ્યવસ્થિતિની પ્રાપ્તિ છે; કેમ કે પદાર્થ માત્ર દ્રવ્યરૂપ નથી કે માત્ર પર્યાયરૂપ નથી, પરંતુ દ્રવ્યપર્યાયરૂપ હોવાથી તે એક જ વસ્તુ પર નયનો પણ વિષય છે, માત્ર સ્વનયનો વિષય નથી. એથી કોઈપણ નય પરનયના વિષયનું ઉમૂલન કરે તો પરનયના વિષયના અભાવની જેમ સ્વવિષયના અભાવની પણ પ્રાપ્તિ થાય. તેથી તે નયોના સ્વવિષયના પ્રત્યયનું પણ મિથ્યાપણું પ્રાપ્ત થાય; કેમ કે પરનયના વિષયથી વ્યતિરિક્ત સ્વનયના વિષયને ગ્રહણ કરે તેવી કોઈ વસ્તુ જગતમાં નથી. માટે તે એકનયની દૃષ્ટિથી ગ્રહણ થાય તેવી વસ્તુનો જગતમાં અભાવ હોવાથી એકનયથી વસ્તુને જણાવનાર જ્ઞાનરૂપ પ્રમાણનો અભાવ છે. માટે જે નયો પરનયનું ઉત્પનન કરે છે તે નયો પોતાના નાના વિષયનું પણ ઉત્પનન કરતાં હોવાના કારણે મિથ્યા બને છે. તેથી જે પુરુષે સિદ્ધાંતનું સ્વરૂપ જોયું છે, તે પુરુષ આ નય સત્ય છે, આ નય અસત્ય છે એ રૂપે વિભાગ કરતો નથી અર્થાત્ આ નયનો આ વિષય છે અને આ ઇતર નયનો વિષય છે એ પ્રમાણે જાણનારા પણ તે પુરુષ આ નયનો વિષય સત્ય છે અને આ નયનો વિષય અસત્ય છે એ રૂપે વિભાગ કરતો નથી, પરંતુ પોતાનાથી ઇતરનયના વિષયની અપેક્ષાવાળા સ્વનયને અભિપ્રેત એવો વિષય સત્ય છે એ પ્રમાણે જાણે છે. અહીં પ્રશ્ન થાય કે નય પોતાના વિષયને સત્ય કહે અને પરના વિષયને અસત્ય કહે એ પ્રકારનું કથન સર્વ દર્શનમાં દેખાય છે. તેથી તે નયનું કથન મિથ્યા છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે – ગ્રાહ્ય એવા પદાર્થના સત્ય અસત્ય દ્વારા ગ્રાહક એવા નયનું સત્યાસત્યપણું છે. તેથી સિદ્ધાંતને જાણનાર પુરુષ ગ્રાહ્ય પદાર્થને અનંત ધર્માત્મક જોતા હોય તો ગ્રાહક એવા નયને પણ ઇતર નયના વિષય નિરપેક્ષ સ્વવિષયને ગ્રહણ કરે તો તે અસત્ય બને અને ગ્રાહક એવો નય ઇતરનયના વિષયની અપેક્ષા સહિત સ્વવિષયને ગ્રહણ કરે તો સત્ય બને. એથી સિદ્ધાંતના જાણનારા પુરુષો આ નય સત્ય છે, આ નય અસત્ય છે એવો વિભાગ કરતા નથી, પરંતુ જે નય અન્ય નયના વિષય સાપેક્ષ પોતાનો વિષય ગ્રહણ કરે તે સત્ય Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૮, ૨૯ છે અને અન્ય નયના વિષય નિરપેક્ષ પોતાનો વિષય ગ્રહણ કરે તે અસત્ય છે એમ કહે છે. આથી જ જે પુરુષે અનેકાન્ત તત્ત્વનો પરમાર્થ જોયો છે તે પુરુષ નયથી વિભાજન કરતી વખતે એમ જ કહે કે ‘દ્રવ્યાર્થિકનયથી કથંચિત્ આ છે જ પરંતુ કથંચિદ અર્થક સ્યાદ્ પ્રયોગ વગર “આ છે જ” એમ પ્રયોગ કરતો નથી. ૧/૨૮ અવતરણિકા : अतो नयप्रमाणात्मकैकरूपताव्यवस्थितमात्मस्वरूपम् अनुगतव्यावृत्तात्मकम् उत्सर्गापवादरूपग्राह्यग्राहकात्मकत्वाद् व्यवतिष्ठत इत्यर्थप्रदर्शनायाह - અવતરણિતાર્થ : આથી=ગાથા-૨૮માં કહ્યું કે સર્વ તયો પોતપોતાના વચનીયમાં સત્ય છે પરના વિચાલનમાં મિથ્યાપ્રત્યયવાળા છે આથી, લય-પ્રમાણાત્મક એકરૂપતાથી વ્યવસ્થિત એવું આત્મસ્વરૂપ=પદાર્થનું સ્વરૂપ, અનુગત આત્મક અને વ્યાવૃત આત્મક વ્યવસ્થિત થાય છે; કેમ કે ઉત્સર્ગ અપવાદરૂપ જે ગ્રાહ્ય તેનું ગ્રાહકઆત્મકપણું છે=ઉત્સર્ગરૂપ જે સામાન્ય અને અપવાદરૂપ જે વિશેષ તસ્વરૂપ ગ્રાહ્ય એવું પદાર્થનું સ્વરૂપ તેના ગ્રાહક એવું લય-પ્રમાણાત્મક બોધનું સ્વરૂપપણું છે, એ પ્રકારના અર્થતા પ્રદર્શન માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૨૮માં કહ્યું કે દરેક નયો પોતપોતાને સ્થાને સત્ય છે, પરસ્થાને અસત્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે દરેક નયો પોતાના સ્થાનને કહે ત્યારે પણ ગૌણરૂપે પરસ્થાનને સ્વીકારે તો તે નય સત્ય બને છે; કેમ કે પદાર્થ સર્વ નયોથી વાચ્ય સ્વરૂપવાળો છે અને સત્ય નય અન્ય નયથી વાચ્ય પદાર્થના સ્વરૂપનો અપલાપ કર્યા વગર પોતાના સ્થાનનું કથન કરે તો સુનય બને છે અને અન્ય સ્થાનનો અપલાપ કરે તો દુર્નય બને છે. વળી, પ્રમાણ, પદાર્થના પૂર્ણ સ્વરૂપને મુખ્ય કરે છે અને નય, પદાર્થના પૂર્ણ સ્વરૂપને સ્વીકારવા છતાં પોતાના સ્થાનને મુખ્ય કરે છે તેથી પદાર્થનું સ્વરૂપ નય અને પ્રમાણાત્મક જે જ્ઞાન છે તેની સાથે એકરૂપતાથી વ્યવસ્થિત સ્વરૂપવાનું છે અને તે સ્વરૂપ અનુગતાત્મક અને વ્યાવૃત્તાત્મક છે. પદાર્થનું સ્વરૂપ અનુગતાત્મક અને વ્યાવૃત્તાત્મક કેમ છે ? તેથી કહે છે – ઉત્સર્ગ-અપવાદરૂપ જે ગ્રાહ્ય પદાર્થ છે તેનું ગ્રાહક નય પ્રમાણનો બોધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્સર્ગથી=સામાન્યથી, દરેક પદાર્થો અનુગતાત્મક છે અને અપવાદથી=વિશેષથી, દરેક પદાર્થો વ્યાવૃત્તાત્મક છે, આવા ગ્રાહ્યરૂપ પદાર્થનું ગ્રાહક, જે પ્રમાણરૂપ બોધ છે. માટે નય પ્રમાણરૂપ બોધની સાથે એકરૂપતાથી વ્યવસ્થિત સ્વરૂપવાળું અનુગતરૂપ અને વ્યાવૃત્તરૂપ પદાર્થનું સ્વરૂપ છે તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૯ ૧૧૩ ગાથા : दव्वट्ठियवत्तव्वं सव्वं सव्वेण णिच्चमवियप्पं । आरद्धो य विभागो पज्जववत्तव्वमग्गो य ।।१/२९।। છાયા : द्रव्यार्थिकवक्तव्यं सर्वं सर्वेण नित्यमविकल्पम् । आरब्धश्च विभागः पर्यववक्तव्यमार्गश्च ।।१/२९।। અન્વયાર્થ : સવં=સર્વ-સર્વ વસ્તુ, સલ્ટેજ=સર્વ પ્રકારે, વિમવિયí નિત્ય અવિકલ્પ, ક્રિયવત્તવૃંદ્રવ્યાર્થિક, વક્તવ્ય છે, અને, ગારો વિમો=આરબ્ધ વિભાગ=સંગ્રહાયે સરૂપે ગ્રહણ કર્યું ત્યારપછી વ્યવહારનય આદિથી આરબ્ધ વિભાગ, પન્નવવધ્યમો પર્યાયાસ્તિકના વક્તવ્યનો માર્ગ છે. “' શબ્દ પાદપૂર્તિ માટે છે. II૧/૨૯ ગાથાર્થ - સર્વ સર્વ વસ્તુ, સર્વ પ્રકારે નિત્ય અવિકલ્પ દ્રવ્યાર્દિકનું વક્તવ્ય છે અને આરબ્ધ વિભાગમાં સંગ્રહનચે સરૂપે ગ્રહણ કર્યું ત્યારપછી વ્યવહારનય આદિથી આરબ્ધ વિભાગ, પર્યાયાસ્તિકના વક્તવ્યનો માર્ગ છે. “” શબ્દ પાદપૂર્તિ માટે છે. ll૧/૨૯ll ટીકા : यत् किञ्चिद् द्रव्यार्थिकस्य संग्रहादेः सदादिरूपेण व्यवस्थितं वस्तु वक्तव्यं परिच्छेद्यं, तत् सर्वं सर्वेण प्रकारेण नित्यं सर्वकालम, अविकल्पं निर्भेदम्, सर्वस्य सदसद्विशेषात्मकत्वात् तच्च भेदेन सम्पृक्तमिति दर्शयितुमाह-आरब्धश्च विभागः स एवाविभागः सत्तारूपो यो द्रव्यादिनाऽऽकारेण प्रस्तुतश्च भेदः, चशब्दस्य प्रक्रान्ताऽविभागानुकर्षणार्थत्वात् पर्यायवक्तव्यमार्गश्च-पर्यायास्तिकस्य यद् वक्तव्यं विशेषः तस्य मार्गः पन्था जातः पर्यायार्थिकपरिच्छेद्यस्वभावो विशेषः सम्पन्न इति થાવત્ ૨/૨ ટીકાર્ચ - વત્ વિવિદ્યાવત્ | સંગ્રહાદિરૂપ દ્રવ્યાર્દિકનું સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્રનયરૂપ દ્રવ્યાર્થિકતયનું, સદાદિ સ્વરૂપથી વ્યવસ્થિત જે કાંઈક વસ્તુ વક્તવ્ય છે=પરિચ્છેદ્ય છે, તે સર્વ વસ્તુ સર્વ પ્રકારથી નિત્ય=સર્વ કાળ, અવિકલ્પ છે નિર્ભેદ છે=ભેદરહિત એકસ્વરૂપ છે; કેમ કે સર્વતું=સર્વ વસ્તુનું, સદ્ અસદ્ વિશેષાત્મકપણું છે=સર્વ વસ્તુ કોઈક સ્વરૂપે સત્ છે, કોઈક સ્વરૂપે અસત્ છે એ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૯ પ્રકારનું વિશેષસ્વરૂપપણું છે, અને તે=દ્રવ્યાર્થિકના વક્તવ્યરૂપ નિર્ભેદ વસ્તુ, ભેદથી સંપૃક્ત છે=ભેદથી આક્રાંત છે, એ પ્રમાણે બતાવવા માટે કહે છે=ગાથાના ઉત્તરાર્ધથી કહે છે અને આરબ્ધ વિભાગ છે-સત્તારૂપ તે જ અવિભાગ જે દ્રવ્યાદિ આકારથી પ્રસ્તુત ભેદ છે તે આરબ્ધ વિભાગ છે; કેમ કે ‘પ' શબ્દનું=‘આરવ્વશ્ય'માં રહેલા ‘ચ' શબ્દનું પ્રક્રાંત અવિભાગનું અનુકર્ષણાર્થપણું છે=શ્લોકના પૂર્વાર્ધમાં જે પ્રક્રાંત અવિભાગ છે તેનું અનુકર્ષણાર્થપણું છે. (તેથી તે જ સત્તારૂપ અવિભાગનું અનુકર્ષણ કરનાર ‘ચ' શબ્દ હોવાને કારણે તે સત્તારૂપ અવિભાગનું ગ્રહણ કરીતે જે દ્રવ્યાદિ આકારથી પ્રસ્તુત ભેદ છે તે આરબ્ધ વિભાગ છે એમ કહેલ છે. આ આરવિભાગ શું છે ? તે બતાવે છે – અને પર્યાયના વક્તવ્યનો માર્ગ છે=પર્યાયાસ્તિકનું જે વક્તવ્યવિશેષ તેનો માર્ગ=પંથ, થયેલો છે=પર્યાયાસ્તિકથી પરિચ્છેદ્ય સ્વભાવવાળો વિશેષ પ્રાપ્ત થયો છે, ત્યાં સુધી અર્થ છે. ।।૧/૨૯।। ભાવાર્થ : સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય એ ત્રણેય નયો બાહ્ય એવા દ્રવ્યરૂપ અર્થને બતાવવામાં પ્રવર્તે છે. સંગ્રહનય દ્રવ્યને સરૂપે કહે છે, વ્યવહારનય તે જ બાહ્ય પદાર્થને દ્રવ્યરૂપ કે ગુણરૂપ કહીને તેનો વિભાગ કરે છે, ઋજુસૂત્રનય તે જ બાહ્ય પદાર્થને ભૂતકાળથી અને ભવિષ્યકાળથી પૃથક્ એવા માત્ર વર્તમાનકાળ સ્વરૂપે સ્વીકારે છે. તેથી બાહ્ય અર્થરૂપ વસ્તુને કહેનારા આ ત્રણેય નયોનું જે વક્તવ્ય છે તે સર્વ પ્રકારથી સર્વ કાળ અવિકલ્પ છે=નિર્ભેદ છે=ભેદ વગરનું છે; કેમ કે દરેક પદાર્થો સદ્ અસદ્ વિશેષ સ્વરૂપ છે અર્થાત્ દરેક પદાર્થો કોઈક સ્વરૂપે સદ્ છે, કોઈક સ્વરૂપે અસદ્ છે, તે બન્ને સ્વરૂપ તે દ્રવ્યથી અપૃથભૂત જ છે, તેથી દ્રવ્યાર્થિકથી પરિચ્છેદ્ય વસ્તુ નિર્ભેદ છે. આશય એ છે કે દરેક પદાર્થો પોતાનામાં વર્તતા સ્વરૂપથી અર્થાત્ પોતાનામાં વર્તતા ભાવરૂપ સ્વરૂપથી અને અન્ય પદાર્થમાં વર્તતા ભાવના અભાવરૂપ સ્વરૂપથી વિદ્યમાન છે, તેથી દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય નિભેદ છે, એમ કહેલ છે. જેમ સંગ્રહનયે દરેક પદાર્થોને સરૂપે સ્વીકાર્યા તેથી અસદ્ એવા શશશૃંગાદિથી ભિન્ન સ્વરૂપવાળું સત્ છે તેથી સંગ્રહનયને અભિમત વસ્તુ પોતાના સ્વરૂપે સત્ છે અને શશશૃંગાદિ સ્વરૂપે અસદ્ છે તે રૂપ જ સંગ્રહનયને અભિમત પદાર્થ છે. એથી સંગ્રહનયનો પદાર્થ અવિકલ્પવાળો છે અર્થાત્ જેમ એક જ પદાર્થને ઘટ અને કુંભ કહેવાય છે, ત્યાં ભિન્ન શબ્દોના વિકલ્પો પડે છે તેવું નથી, પરંતુ સદ્ વસ્તુ અસથી વ્યાવૃત સ્વરૂપ જ છે. તેથી સદ્ કહેવાથી અસથી વ્યાવૃત્ત એવા વસ્તુ સ્વરૂપની ઉપસ્થિતિ થાય છે. માટે સંગ્રહનયનો વિષય અવિકલ્પવાળો છે. વળી, સંગ્રહનય ઉત્તરભાવી એવો વ્યવહારનય વ્યવહાર કરવા અર્થે પદાર્થનો કાંઈક વિભાગ કરે છે. તેથી કહે છે કે જે સદ્ છે તે દ્રવ્યરૂપ અને ગુણરૂપ છે. તેથી ગુણનો વિભાગ કરીને પ્રવર્તતો વ્યવહારનય Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૯ ૧૧૫ છે તે રીતે વ્યવહાર અર્થે જે જે પ્રકારના વિભાગો ઉપયોગી છે તે તે વિભાગો વ્યવહારનય કરે છે. આથી ઘટ કરતાં પટને જુદો કહે છે, જીવદ્રવ્ય કરતાં અજીવદ્રવ્યને જુદો કહે છે તે સર્વ વ્યવહારનયનો વિષય છે. આમ છતાં વ્યવહારનય પણ જે વસ્તુને દ્રવ્ય કહે છે તે અદ્રવ્યથી વ્યાવૃત્ત છે તેથી તે પણ દ્રવ્યરૂપે સદ્ અને અદ્રવ્યરૂપે અસ છે. માટે વ્યવહારનયને અભિમત દ્રવ્ય સઅસદુ વિશેષરૂપ હોવાથી નિર્ભેદ છે; કેમ કે દ્રવ્ય કહેવાથી જ અદ્રવ્યથી વ્યાવૃત્ત એવા દ્રવ્યની ઉપસ્થિતિ થાય છે. વળી, ઋજુસૂત્રનય વર્તમાન ક્ષણના બાહ્ય અર્થને ગ્રહણ કરે છે અને વર્તમાન ક્ષણના દ્રવ્યને પણ અન્ય સર્વ દ્રવ્યથી વ્યાવૃત્ત સ્વીકારે છે. તેથી વર્તમાન ક્ષણનું તત્સહવર્તી તે દ્રવ્ય ઋજુસૂત્રનય માટે સત્ છે અને પૂર્વ-ઉત્તર ક્ષણવર્તી તે દ્રવ્ય, દ્રવ્યરૂપે કે અન્ય દ્રવ્યરૂપે અસત્ છે. માટે ઋજુસૂત્રનયને અભિમત એવું પણ દ્રવ્ય પૂર્વ-ઉત્તર ક્ષણવાળા દ્રવ્યરૂપે અને અન્ય દ્રવ્યરૂપે અસત્ છે માટે ઋજુસૂત્રનયને અભિમત દ્રવ્ય પણ સદ્-અસદ્ વિશેષાત્મક છે. તેથી અવિકલ્પ છે=એક શબ્દથી ઉભય સ્વરૂપનું ગ્રહણ થાય છે. આ રીતે શ્લોકનો પૂર્વાર્ધ બતાવ્યા પછી શ્લોકના ઉત્તરાર્ધને બતાવતાં કહે છે – પૂર્વમાં દ્રવ્યાર્થિકનયના સંગ્રહાદિ ત્રણ નયોનું સ્વરૂપ બતાવ્યું કે સર્વ વસ્તુ સર્વ પ્રકારે નિત્ય અવિકલ્પરૂપે છે. આમ છતાં સંગ્રહનયે જે સરૂપે વસ્તુને સ્વીકારી તે વસ્તુનું દ્રવ્ય અને પર્યાયના વિભાગરૂપે વ્યવહારનયે સ્વીકારી તે રીતે પૂર્વ પૂર્વના નય કરતાં ઉત્તર ઉત્તરના નયો વસ્તુને વિભાગરૂપે સ્વીકારે છે. તેથી દ્રવ્યાર્થિકનયનું જે નિર્ભેદ વક્તવ્ય છે, તે ભેદથી સંપૂક્ત છે=ભેદથી આક્રાંત છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે આરબ્ધ વિભાગ પર્યાયાર્થિકના વક્તવ્યનો માર્ગ છે સંગ્રહાયે જે સરૂપે બધાનો સંગ્રહ કર્યો. ત્યારપછી વ્યવહારનયે તેના વિભાગનો પ્રારંભ કર્યો તે વિભાગનો માર્ગ પર્યાયાર્થિકનયના વક્તવ્યનો માર્ગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યાર્થિકની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહનયની છે અને વ્યવહારનય અને ઋજુસૂત્રનાં બાહ્ય અર્થને ગ્રહણ કરનારા હોવાથી દ્રવ્યાર્થિકનું વક્તવ્ય છે, તો પણ પર્યાયના વક્તવ્યમાર્ગથી આક્રાંત છે. તેથી સંગ્રહનયના સ્વીકારાયેલા પદાર્થના પર્યાયને ગ્રહણ કરીને વ્યવહારનય અને ઋજુસૂત્રનય ભેદ કરે છે. આથી જ સંગ્રહાયે સરૂપે સ્વીકારેલ વસ્તુને જ દ્રવ્યત્વરૂપે અને ગુણત્વરૂપે ભેદ કરીને તે સદ્ દ્રવ્યરૂપ કે ગુણરૂપ છે તેમ વ્યવહારનય કહે છે. વ્યવહારનયે જે દ્રવ્યને સ્વીકારેલું તે દ્રવ્ય પૂર્વઉત્તરભાવી પણ એક હતું તેનો વિભાગ ઋજુસૂત્રનય કરે છે. તેથી પૂર્વઉત્તરભાવી દ્રવ્ય સાથે જે દ્રવ્યનો ભેદ ઋજુસૂત્રનય કરે છે તે પર્યાયના વક્તવ્યમાર્ગથી આક્રાંત છે તે રીતે આગળના શબ્દાદિ નયો પણ જે વિભાગ કરે છે તે પર્યાયનયના વક્તવ્યથી આક્રાંત છે. વળી, શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું કે દ્રવ્યાર્થિકનયનું સર્વ વસ્તુનું વક્તવ્ય સર્વ પ્રકારથી નિત્ય અવિકલ્પ છે તેથી એ પ્રાપ્ત થાય કે જગતમાં જેટલા પદાર્થો છે તે સર્વ પદાર્થોને સંગ્રહનાં સર્વ પ્રકારથી હંમેશાં સદુરૂપે જ કહે છે. વ્યવહારનય જગતના સર્વ દ્રવ્યોને હંમેશાં સર્વ પ્રકારથી દ્રવ્યરૂપ જ કહે છે. ઋજુસૂત્રના વર્તમાનકાલીન જ પદાર્થ સ્વીકારે છે, છતાં જે જે કાળમાં જે જે વસ્તુ છે તે તે વસ્તુને તે તે સ્વરૂપે તે તે Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૯, ૩૦ કાળમાં સદા સ્વીકારે છે. તેથી ભૂતકાળમાં જ્યારે ઘટ હતો ત્યારે તેને ઘટરૂપે સ્વીકારતો હતો, વર્તમાનમાં જે ઘટ છે તેને ઘટરૂપે સ્વીકારે છે. માટે સર્વ કાળ પોતાના અભિમત પદાર્થને તે સ્વરૂપથી આ ત્રણેય નયો સદા સ્વીકારે છે. પ્રસ્તુત ગ્રંથના પ્રસ્તુત પ્રથમ કાંડની ગાથા-પમાં કહ્યું કે, ઋજુસૂત્રનયથી પર્યાયાર્થિકનયનો પ્રારંભ થાય છે અને શબ્દાદિ નયો તેની શાખા-પ્રશાખા છે અને પ્રસ્તુત ગાથાની ઉત્તરની ગાથામાં અર્થાતુ ગાથા-૩૦માં અર્થનયનિબંધન સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્ર – એ ત્રણ નય ગ્રહણ કરેલ છે. એથી પ્રસ્તુત ગાથામાં દ્રવ્યાર્થિકનય તરીકે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય - એ ત્રણ નય ગ્રહણ કરેલ છે; કેમ કે આ ત્રણ નયો બાહ્ય પદાર્થરૂપ દ્રવ્યને જોઈને પ્રવર્તનારા છે. અને શબ્દાદિ નયો પદાર્થને આશ્રયીને પ્રવર્તતા નથી, પરંતુ શબ્દના વિકલ્પને આશ્રયીને પ્રવર્તે છે. તેથી શબ્દાદિ નયને વ્યંજનનય કહેલ છે. તેથી ગાથા-પમાં ઋજુસૂત્રનયથી પર્યાયાર્થિકનો માર્ગ સ્વીકાર્યો, ત્યાં બાહ્ય દ્રવ્યને અને વચનને આશ્રયીને ભેદ નથી, પરંતુ ઊર્ધ્વતા સામાન્ય અને તિર્યક્સામાન્ય - બન્નેનો ભેદ કરનાર ઋજુસૂત્રનય છે. તેથી તે પર્યાયાર્થિકનય છે; કેમ કે વર્તમાનક્ષણના પર્યાયને જ વસ્તુરૂપે સ્વીકારે છે તે પ્રકારની વિવફા છે અને પ્રસ્તુત ગાથામાં બાહ્ય દ્રવ્યને જોનાર જે દૃષ્ટિ છે તે દૃષ્ટિ ઋજુસૂત્રનય સુધી પ્રવર્તે છે, માટે ‘દ્રવ્યાસ્તિક' શબ્દથી ટીકાકારશ્રીએ સંગ્રહ આદિ ત્રણ નયોની વિવક્ષા કરી છે અને શબ્દનય, સમભિરૂઢનય અને એવભૂતનયને વ્યંજનનય તરીકે સ્વીકારેલ છે. પ્રસ્તુત ગાથાનો અર્થ અત્યંત ગંભીર છે તેથી સ્વબુદ્ધિ અનુસાર જે કાંઈ વિભાગ દેખાયો છે તે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરેલ છે, વિશેષ પ્રકારનું તાત્પર્ય બહુશ્રુતો વિચારે. ૧/૨ અવતારણિકા : एवं भेदाभेदरूपं वस्तूपदर्श्य भेदस्य पर्यायार्थिकविषयस्य द्वैविध्यमाह - અવતરણિકાર્ચ - આ રીતે ગાથા-૨૯માં કહ્યું કે, દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય નિત્ય અવિકલ્પ છે અને આરબ્ધવિભાગ પર્યાયવક્તવ્યનો માર્ગ છે એ રીતે, ગાથા-૨૯માં ભેદભેદરૂપ વસ્તુ બતાવીને પર્યાયાર્થિકયતા વિષય એવા ભેદના કૈવિધ્યને કહે છે=વસ્તુનો બોધ કરવા પ્રવૃત એવા સંગ્રહ આદિ છ કયો છે તે વસ્તુને આશ્રયીને પર્યાયાધિકતયના વિષય એવા ભેદના કૈવિધ્ય ગાથા-૩૦ના પૂર્વાર્ધથી કહે છે – અથવા આ અવતરણિકા અન્ય રીતે આ પ્રમાણે છે – ગાથા-૨૯માં ભેદભેદરૂપ વસ્તુને બતાવીને પર્યાયાર્દિકનયના વિષયભૂત ભેદનું કૈવિધ્ય ગાથા૩૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે વ્યંજનવિકલ્પ થાય છે તેનાથી બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૦ ૧૧૭ ભાવાર્થ - પૂર્વગાથામાં બતાવ્યું કે સર્વ વસ્તુ સર્વ પ્રકારે નિત્ય અવિકલ્પ નિર્ભેદ દ્રવ્યાર્થિકનું વક્તવ્ય છે તે દૃષ્ટિથી સર્વ વસ્તુનો અભેદ બતાવ્યો. ત્યારપછી વ્યવહારનય, ઋજુસૂત્રનય અને શબ્દાદિ ત્રણ નયો દ્વારા આરંભ કરાયેલો વિભાગ પર્યાયાર્થિકનયનું વક્તવ્ય છે તેમ બતાવ્યું. તેથી પદાર્થ ભેદભેદરૂપ છે તેમ પ્રાપ્ત થયું. હવે દ્રવ્યાર્થિકનય અભેદને જોનાર છે, પર્યાયાર્થિકનય ભેદને જોનાર છે, તે દૃષ્ટિથી વિચારીએ તો સંગ્રહાદિ છ નયને અભિમત જે પદાર્થ છે તે પદાર્થ પણ વ્યંજનનિયત અને અર્થનિયત એમ બે ભેદવાળો છે તેને ગાથા-૩૦ના પૂર્વાર્ધથી બતાવે છે – અને “અથવાથી અન્ય રીતે અવતરણિકાનું યોજન કર્યું તે આ પ્રમાણે છે – અર્થગત વિભાગ અભિન્ન છે અને વ્યંજનવિકલ્પ ભાજ્ય છે એમ ગાથા-૩૦માં બતાવે છે, તેમાં વ્યંજનવિકલ્પ ભાજ્ય છે એ જ પર્યાયાર્થિકનયના વિષયનું દૈવિધ્ય છે અર્થાતુ પર્યાયાર્થિકનયનો વિષયભેદ છે છતાં તે ભેદ પણ કથંચિત્ અભેદસ્વરૂપ અને કથંચિત્ ભેદસ્વરૂપ છે એ પ્રકારે “વ્યંજનવિકલ્પ ભાજ્ય છે” એના દ્વારા પર્યાયાર્થિકનયના વિષયનું વૈવિધ્ય બતાવેલ છે. ગાથા : सो उण समासओ च्चिय वंजणणिअओ य अत्थणिअओ य । अत्थगओ य अभिण्णो भइयव्वो वंजणवियप्पो ।।१/३० ।। છાયા : सः पुनः समासतः एव व्यंजननियतश्च अर्थनियतश्च । अर्थगतश्च अभिन्नो भाज्यो व्यंजनविकल्पः ।।१/३०।। અન્વયાર્થ : ૩UT સો વળી તે=પૂર્વ ગાથામાં કહ્યું તે રૂપ વિભાગ, સમગ્ર વિયસંક્ષેપથી જ, વંન નિગમો =વ્યંજતનિયત અને, અત્યારે ચ=અર્થનિયત છે. ત્યારે ય વળી, અર્થગત અર્થગતવિભાગ, મિv=અભિન્ન છે અને, વંનાવિયuો વ્યંજનનો વિકલ્પ, ભરૂચવ્યો=ભાજ્ય છે. II૧/૩૦] ગાથાર્થ : વળી તે પૂર્વ ગાથામાં કહ્યું તે રૂ૫ વિભાગ, સંક્ષેપથી જ વ્યંજનનિયત અને અર્થનિયત છે. વળી અર્થગત અર્થગતવિભાગ અભિન્ન છે અને વ્યંજનનો વિકલ્પ ભાજ્ય છે. I૧/૩૦II. ટીકા :स पुनर्विभागः समासतः संक्षेपतो, व्यञ्जननियतः=शब्दनयनिबन्धनः, अर्थनियतश्च=अर्थनय Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૦ निबन्धनश्च, तत्र अर्थगतस्तु विभागः अभिन्नः सङ्ग्रहव्यवहारऋजुसूत्रार्थप्रधाननयविषयोऽर्थपर्यायोऽभिन्नः, असदद्रव्यातीतानागतव्यवच्छिन्नाभिन्नार्थपर्यायरूपत्वात् तद्विषया नया अपि, 'अर्थगतो विभागोऽभिन्नः' इत्युच्यते । भाज्यो व्यञ्जनविकल्प इति विकल्पितः शब्दपर्यायो भिन्नः अभिन्नः च, अनेकाभिधान एकः, एकाभिधानश्चैकः इति कृत्वा, समानलिङ्गसङ्ख्याकालादिरनेकशब्दो 'घटः' ‘ટ’ ‘ન્મ:' રૂત્યાવિશ વાર્થ વૃતિ શબ્દનાઃ સમરૂઢતુ મિશ્રામઘેય ઘટશબ્દો, મિત્રप्रवृत्तिनिमित्तत्वात् रूपरसादिशब्दवत् इत्येकार्थ एकशब्द इति मन्यते एवंभूतस्तु चेष्टासमय एव घटो 'घट'शब्दवाच्यः अन्यथाऽतिप्रसङ्गात्, तदेवम् अभिनोऽर्थो वाच्योऽस्येत्यभिन्नार्थो घटशब्द इति પાર/રૂપા ટીકાર્ય : જ પુનર્વિમા તિ ચિત્તે વળી, તે વિભાગ=પૂર્વ ગાથામાં કહ્યું એ વિભાગ, સમાસથી સંક્ષેપથી, વ્યંજનનિયત છે શબ્દનય સાથે નિબંધનવાળો છે શબ્દનય સાથે સંબંધવાળો છે. અને અર્થનિયત છેઃઅર્થનય સાથે નિબંધનવાળો છેઃઅર્થાય સાથે સંબંધવાળો છે. ત્યાં વ્યંજતનિયત અને અર્થનિયત એમ બે વિભાગમાં, વળી અર્થગત વિભાગ અભિન્ન છે=સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રરૂપ અર્થપ્રધાન નયનો વિષય એવો અર્થપર્યાય અભિન્ન છે. કેમ અભિન્ન છે ? તેમાં યુક્તિ બતાવે છે – અસથી વ્યવચ્છિન્ન, અદ્રવ્યથી વ્યવચ્છિન્ન અને અતીત-અનાગતથી વ્યવચ્છિન્ન એવા અભિષાર્થ પર્યાયરૂપપણું હોવાથી તેના વિષયવાળા નયો પણ અભિન્ન છે, તેથી અર્થગત વિભાગ અભિન્ન છે એ પ્રમાણે કહેવાય છે. વ્યંજનવિકલ્પ ભાજય છે. એથી વિકલ્પિત એવો શબ્દપર્યાય ભિન્ન અને અભિન્ન છે. વિકલ્પિત એવો શબ્દપર્યાય ભિન્ન કેમ છે ? તે શબ્દનયથી બતાવે છે – અનેક અભિધાન છે જેને તે એક છેeઘટ-કુંભ આદિ અનેક અભિધાન છે જેને એવી ઘટરૂપ વસ્તુ એક છે, જેથી કરીને, વિકલ્પિત એવો શબ્દપર્યાય ભિન્ન છે એમ અવય છે. હવે વિકલ્પિત શબ્દપર્યાય અભિન્ન કેમ છે ? તે સમભિરૂઢનયથી બતાવે છે – એક અભિધાન છે જેને તે એક છે=સમભિરૂઢનયના મતે ઘટ અને કુંભનો પરસ્પર ભેદ છે. તેથી ઘટ અભિધાનવાળી વસ્તુ ઘટરૂપ એક જ છે, અનેક નથી, માટે અભેદ છે. એથી કરીને (વિકલ્પિત એવો શબ્દપર્યાય અભિન્ન છે એમ અવય છે.) શબ્દનય અને સમભિરૂઢનયથી શું પ્રાપ્ત થાય છે ? તે ક્રમસર બતાવે છે – સમાવલિંગક, સમાન સંખ્યાવાળા અને સમાન કાલ આદિવાળા ઘટ, કુટ, કુંભ ઈત્યાદિ અનેક Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૦ ૧૧૯ શબ્દો એકાર્થક છે એ પ્રમાણે શબ્દનય કહે છે. વળી સમભિરૂઢનય ભિન્ન અભિધેય ઘટ, કુંભ શબ્દ કહે છે; કેમ કે રૂપ, રસાદિની જેમ ભિન્ન પ્રવૃત્તિનિમિત્તપણું છે=ઘટ અને કુંભ શબ્દોનું ભિન્ન પ્રવૃત્તિનિમિત્તપણું છે. એથી એક અર્થવાળો એક શબ્દ છે એમ સમભિરૂઢનય માને છે. પૂર્વમાં કહેલ કે વિકલ્પિત શબ્દપર્યાય ભિન્ન અને અભિન્ન છે, તેથી વિકલ્પિત પર્યાય શબ્દનયની અપેક્ષાએ કઈ રીતે ભિન્ન છે અને સમભિરૂઢનયની અપેક્ષાએ કઈ રીતે અભિન્ન છે ? તે બતાવ્યું. હવે વિકલ્પિત શબ્દપર્યાય કઈ અપેક્ષાએ માત્ર અભિન્ન છે ? તે સ્પષ્ટ કરે છે વળી એવંભૂતનય ચેષ્ટાસમયમાં જ ‘ઘટ‘, ‘ઘટ’ શબ્દવાચ્ય છે એમ કહે છે, અન્યથા=ચેષ્ટાસમય સિવાય, ઘટને ‘ઘટ' શબ્દવાચ્ય સ્વીકારવામાં આવે તો પટને પણ ઘટ સ્વીકારવાનો અતિપ્રસંગ આવે. તે કારણથી=ચેષ્ટાસમયમાં જ ઘટને ઘટ સ્વીકારે છે તે કારણથી, આ રીતે ચેષ્ટા સાથે અભિન્ન એવો ઘટરૂપ અર્થ આને=એવંભૂતનયને, વાચ્ય છે એથી અભિન્ન અર્થવાળો ઘટ શબ્દ છે એમ એવંભૂતનય માને છે. ।।૧/૩૦।। - ભાવાર્થ :-- પૂર્વ ગાથામાં બાહ્ય દેખાતો પદાર્થ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ છે તેમ કહ્યું. વળી દ્રવ્યરૂપ દૃષ્ટિથી વસ્તુ અવિકલ્પરૂપ દેખાય છે અને આરંભ કરાયેલો વિભાગ પર્યાયાસ્તિકનો માર્ગ છે એમ બતાવીને પદાર્થનું સ્વરૂપ બતાવ્યું. એથી પદાર્થ દ્રવ્યથી અભેદરૂપ અને પર્યાયથી ભેદરૂપ છે તેમ પ્રાપ્ત થાય છે. વળી, વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે અને તે સંગ્રહાદિ છ નયનો વિષય છે. તે વસ્તુને જ જોનાર પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ ભેદને બતાવે છે. તેને સામે રાખીને વિચારીએ તો સર્વ નયના વિષયરૂપ વસ્તુને પણ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ બે વિભાગમાં વિભક્ત કરે છે તેને બતાવે છે. તે વળી સંક્ષેપથી બે પ્રકારનો છે (૧) વ્યંજનનિયતભેદ અને (૨) અર્થનિયતભેદ. વ્યંજન એટલે પદાર્થના સ્વરૂપને અભિવ્યક્ત કરનાર શબ્દો. તે શબ્દને જોનારી જે નયદૃષ્ટિ તે શબ્દનય સાથે નિબંધનવાળી છે. તેનાથી નિયત એવો જે પર્યાયાસ્તિકનયના વિષયવાળો ભેદ છે તે વ્યંજનનિયત ભેદ છે. અર્થ એટલે બાહ્ય દેખાતો પદાર્થ, તેને જોનારી જે નયદૃષ્ટિ તે અર્થનય છે. તેનાથી નિયત એવો જે ભેદ છે તે અર્થનય સાથે નિબંધનવાળો છે. તેનાથી નિયત એવો દ્રવ્યાસ્તિકનયના વિષયવાળો ભેદ છે તે અર્થનિયત ભેદ છે. વળી વ્યંજનનિયતમાં અને અર્થનિયતમાં જે અર્થગતવિભાગ છે એ અભિન્ન છે=સંગ્રહનય, વ્યવહારનય, અને ઋજુસૂત્રનયરૂપ અર્થપ્રધાનનયનો વિષય એવો અર્થપર્યાય અભિન્ન છે. કેમ અભિન્ન છે ? તેમાં યુક્તિ બતાવે છે સંગ્રહનય અસદ્દી વ્યવચ્છિન્ન એવું જે સત્ એનાથી અભિન્ન એવા અર્થપર્યાયરૂપ વસ્તુને સ્વીકારે છે, તેથી સંગ્રહનય અસદ્દી વ્યવચ્છિન્ન એવા સત્ પર્યાય વિશિષ્ટ વસ્તુ સ્વીકારે છે. વ્યવહારનય અદ્રવ્યથી Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૦ વ્યવચ્છિન્ન એવા દ્રવ્યથી અભિન્ન અર્થપર્યાયરૂપ વસ્તુ સ્વીકારે છે, તેથી વ્યવહારનયથી અદ્રવ્યથી વ્યવચ્છિન્ન એવા દ્રવ્યરૂપ-પર્યાયથી વિશિષ્ટ વસ્તુ છે. વળી ઋજુસૂત્રનય-અતીત અનાગતથી વ્યવચ્છિન્ન એવા વર્તમાનથી અભિન્ન અર્થપર્યાયરૂપ વસ્તુ સ્વીકારે છે, તેથી ઋજુસૂત્રનયથી અતીત-અનાગતથી વ્યવચ્છિન્ન એવા વર્તમાનથી વિશિષ્ટ વસ્તુ છે. અહીં પ્રશ્ન થાય કે સંગ્રહનય આદિ ત્રણ નયોનો વિષય એવો અર્થપર્યાય દ્રવ્યથી અભિન્ન છે તોપણ તઢિયવાળા નયો=અર્થપર્યાયના અભેદવિષયવાળા તે ત્રણે નયો, પણ અભિન્ન નયો કેમ કહેવાય છે? તેથી કહે છે – અર્થવિષયવાળા નો પણ અભિન્ન છે તેથી અર્થગત વિભાગ અભિન્ન છે એ પ્રમાણે કહેવાય છે. આશય એ છે કે સંગ્રહનય આદિ ત્રણે નમો ક્રમશઃ અસદ્ વ્યવચ્છિન્ન એવા સદ્ પર્યાયને, અદ્રવ્યથી વ્યવચ્છિન્ન એવા દ્રવ્યપર્યાયને અને અતીત, અનાગતથી વ્યવચ્છિન્ન એવા વર્તમાન પર્યાયને દેખાતા બાહ્ય અર્થથી અભિન્ન કહે છે, તેથી તે ત્રણે નયો અભિન્ન વિષયવાળા હોવાથી અભિન્ન છે. તેથી અર્થગત વિભાગ અભિન્ન છે એ પ્રમાણે મૂળ ગાથામાં કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે વસ્તુ સંગ્રહનયની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે “સતુ છે તેમ ભાસે છે અને તે વસ્તુ “સતું' છે પણ અસતું નથી. તેથી તે “સતું' વસ્તુ “અસત્' થી વ્યવચ્છિન્ન છે તેથી વસ્તુ સતું છે, શશશૃંગ જેવી અસતું નથી તેવો બોધ થાય છે. વ્યવહારનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે આ વસ્તુ દ્રવ્ય છે, અદ્રવ્ય નથી તેમ ભાસે છે. તેથી ‘દ્રવ્ય વસ્તુ અદ્રવ્યથી વ્યવચ્છિન્ન છે તેવો બોધ થાય છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે વર્તમાન કાલની વસ્તુ છે, અતીત-અનાગતકાલીન આ વસ્તુ નથી તેવો બોધ થાય છે. તેથી અનાગત અને અતીત કાલની વસ્તુથી વ્યવચ્છિન્ન વર્તમાનની વસ્તુ છે તેવો બોધ થાય છે. આ સર્વ બોધમાં ‘સતુ આદિનો બોધ “અસતુ' આદિના અભાવથી અભિન્ન જ પ્રતીત થાય છે, કેમ કે જે “સત્ છે તે જ “અસહુના અભાવરૂપ છે તેમ પ્રતીત થાય છે. માટે અર્થગત વિભાગ અભિન્ન છે, એ પ્રમાણે પ્રાપ્ત થાય છે. આ રીતે અર્થપર્યાય અભિન્ન છે તેમ સ્થાપન કર્યા પછી વ્યંજનપર્યાયમાં ભજના છે તે બતાવે છે – વ્યંજન એટલે પદાર્થના સ્વરૂપને વ્યક્ત કરનાર શબ્દો અને તે શબ્દ ઉપર ચાલતાં નવો શબ્દ વિકલ્પિત પર્યાયો સ્વીકારે છે. તે શબ્દથી વિકલ્પિત પર્યાયો ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. શબ્દથી વિકલ્પિત પર્યાયો શબ્દનયથી ભિન્ન છે અને સમભિરૂઢનયથી અભિન્ન પણ છે અને એવંભૂતનયથી માત્ર અભિન્ન છે. આશય એ છે કે બાહ્ય ઘટરૂપ પદાર્થને જોઈને તે ઘટરૂપ એક વસ્તુમાં શબ્દને આશ્રયીને ઘટ, કુટ, કુંભ ઇત્યાદિ વિકલ્પો થાય છે. વળી લિંગ, સંખ્યા આદિના પણ અનેક વિકલ્પો થાય છે તેમાં શબ્દનય ઘટને જોઈને થતા બધા વિકલ્પોને એક અર્થરૂપ સ્વીકારે છે, તેથી અનેક અભિધાન છે જેને એવો એક ઘટરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૩૦, ૩૧ ૧૨૧ અર્થ પ્રાપ્ત થાય છે. એક ઘટરૂ૫ અર્થના શબ્દપર્યાયો અનેક છે, માટે વિકલ્પિત શબ્દપર્યાયો શબ્દનયથી ભિન્ન છે. વળી સમભિરૂઢનય ઘટના પર્યાયવાચી ઘટ, કુટ, કુંભ શબ્દથી ઘટનો ભેદ કરે છે. તે કહે છે કે ઘટપદથી વાચ્ય વસ્તુ જુદી છે અને તેની તે જ વસ્તુ કુટ' પદથી વાચ્ય જુદી છે; તોપણ ઘટનક્રિયા કરતો હોય અને ઘટનક્રિયા ન કરતો હોય તે બન્ને ઘટરૂપ વસ્તુને સમભિરૂઢનય ઘટપદથી સ્વીકારે છે માટે એક ઘટરૂપ અર્થમાં ઘટનક્રિયારૂપ પર્યાય અને ઘટનક્રિયાના અભાવરૂપ પર્યાય છે. માટે વિકલ્પિત શબ્દપર્યાય સમભિરૂઢનયથી ભિન્ન છે. વળી, એવંભૂતનય ઘટની ક્રિયારૂપ ચેષ્ટા ઘટમાં થતી હોય ત્યારે તેને ઘટ કહે છે અને ઘટનક્રિયારૂપ ચેષ્ટા ન થતી હોય ત્યારે તે ઘટરૂપ વસ્તુને પણ ઘટ કહેતો નથી, તેથી એવંભૂતનયના મતે ઘટનક્રિયાવાળો ઘટ જ “ઘટ’ છે, તેથી ઘટરૂપ અભિન્ન અર્થ એવંભૂતનયથી વાચ્ય છે, પરંતુ ઘટનક્રિયાવાળો ઘટ અને ઘટનક્રિયા વગરનો ઘટ એ રૂપ ભિન્ન અર્થ એવંભૂતનયથી વાચ્ય નથી. વળી, એવંભૂતનય પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે કહે છે કે ઘટનક્રિયારૂપ ચેષ્ટા સમયમાં જ ઘટ “ઘટ’ શબ્દથી વાચ્ય છે, જો તેમ માનવામાં ન આવે તો અતિપ્રસંગદોષની પ્રાપ્તિ છે અર્થાત્ સમભિરૂઢનય ઘટનક્રિયાવિશિષ્ટ અને ઘટનક્લિારહિત એવા બન્ને ઘટને “ઘટ' કહે છે અને તે રીતે “ઘટ' પદથી ભિન્ન અર્થ ગ્રહણ કરવામાં આવે તો કુંભને પણ ઘટપદથી વાચ્ય સ્વીકારવાનો અતિપ્રસંગ સમભિરૂઢનયને એવંભૂતનય આપે છે. એવંભૂતનય કહે છે કે ઘટનક્રિયા જેમાં નથી એવા ઘટને પણ ઘટ કહેવામાં આવે તો તે જ ઘટ કુંભનક્રિયા કરવાના સ્વભાવવાળો છે, માટે ઘટ કરતાં કુંભ જુદો છે તેમ સમભિરૂઢનય કહે તો ઘટનક્રિયા કરનાર ઘટ પણ ઘટનક્રિયા નહીં કરનાર ઘટથી જુદો છે તેમ સ્વીકારવું જોઈએ. તેથી એવંભૂતનયથી ઘટરૂપ અર્થમાં અનેક પર્યાયોની પ્રાપ્તિ નથી માટે વિકલ્પિત શબ્દપર્યાય માત્ર એવંભૂતનયથી અભિન્ન છે. I૧/૩૦માં અવતરણિકા : यत् तदन्यतो विभक्तेन स्वरूपेणैकमने च वस्तूक्तम् तद् अनन्तप्रमाणमित्याख्यातुमाह - અવતરણિકાર્ય : તેના અચથી વિભક્ત સ્વરૂપ વડે જે એક અને અનેક વસ્તુ કહેવાઈ=ગાથા-૨૯માં કહેવાઈ, તે અનંત પ્રમાણ છે એ પ્રમાણે વ્યાખ્યાન કરવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૨૯માં કહેલ કે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય સર્વથા અવિકલ્પ છે અને આરબ્ધવિભાગ પર્યાયનું વક્તવ્યમાર્ગ છે. તેથી અર્થથી એમ પ્રાપ્ત થાય કે દ્રવ્યાર્થિકનયથી વસ્તુ એકસ્વરૂપ છે અને પર્યાયાર્થિકનયથી અનેકસ્વરૂપ છે. તેવી વસ્તુ બતાવ્યા પછી હવે એક અનેકરૂપ કહેવાયેલી વસ્તુ જ સ્યાદ્વાદની દૃષ્ટિથી અનંતપ્રમાણ છે, તેમ બતાવવા માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૧ गाथा : एगदवियम्मि जे अत्थपज्जया वयणपज्जया वावि । तीयाणागयभूया तावइयं तं हवइ दव्वं ।।१/३१।। छाया: एकद्रव्ये यत् अर्थपर्याया वचनपर्याया वापि । अतीतानागतभूता तावकम् तद् भवति द्रव्यं ।।१/३१।। मन्ययार्थ : एगदवियम्मि= द्रव्यमां, जे तीयाणागयभूया 2241 मतीत, सनात अने वर्तमान३५, अत्थपज्जया अर्थपर्यायो, वयणपज्जया वाविस वयपर्यायो ५। छ, तावइयं-dej, तं हवइ दव्वं=d द्रव्य छे. ।।१/३१।। गाथार्थ : એક દ્રવ્યમાં જેટલા અતીત, અનાગત અને વર્તમાનરૂપ અર્થપર્યાયો અને વચનપર્યાયો પણ छे dej ते द्रव्य छ. ||१/3१|| टी : एकस्मिन् जीवादिद्रव्ये अर्थपर्याया अर्थग्राहकाः संग्रहव्यवहारऋजुसूत्राख्याः तद्ग्राह्या वा अर्थभेदाः, वचनपर्यायाः शब्दनयाः शब्दसमभिरूढएवंभूताः तत्परिच्छेद्या वस्त्वंशा वा ते च अतीतानागतवर्तमानरूपतया सर्वदा विवर्त्तन्ते विवृत्ताः विवर्तिष्यन्त इति तेषामानन्त्याद् वस्त्वपि तावत्प्रमाणं भवति । तथाहि-अनन्तकालेन सर्वेण वस्तुना सर्वावस्थानां परस्परानुगमेनाऽऽसादितत्वात् अवस्थातुश्चावस्थानां कथञ्चिदनन्यत्वात् घटादिवस्तु पटपुरुषादिरूपेणापि कथञ्चिद् विवृत्तमिति सर्वं सर्वात्मकं कथञ्चिदिति स्थितम् दृश्यते चैकं पुद्गलद्रव्यं अतीताऽनागतवर्तमानद्रव्यगुणकर्मसामान्यविशेषपरिणामात्मकं युगपत् क्रमेणापि तत् तथाभूतमेव, एकान्ताऽसत उत्पादायोगात् सतश्च निरन्वयविनाशासम्भवादिति प्रतिपादितत्वात् ।।१/३१।। टीवार्थ : एकस्मिन् ..... प्रतिपादितत्वात् ।। MALE द्रव्यमा ४ अर्थपायो छ संग्रह, व्यवहार, सूत्र નામના અર્થગ્રાહક એવા અર્થપર્યાયો છે અથવા તથ્રાહ્ય એવા અર્થભેદો છે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્રમયથી ગ્રાહ્ય એવા અર્થભેદો છે, (અ) વચનપર્યાયો છે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૧ શબ્દનયો છે અથવા તપરિચ્છેદ્ય એવા વસ્તુ અંશો છે=શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયથી પરિચ્છેદ્ય એવા વસ્તુના અંશો છે, અને તેઓ=એક જીવાદિ દ્રવ્યમાં જે અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો છે તેઓ, અતીત, અનાગત અને વર્તમાનરૂપપણાથી સદા વિવર્તન પામે છે=તે એક જીવાદિ દ્રવ્યમાં વિવર્તન પામે છે. સદા વિવૃત થયેલા અને સદા વિવર્તન પામશે, એથી તેઓનું=એક જીવ દ્રવ્યમાં રહેલા અર્થપર્યાયોનું અને વચનપર્યાયોનું, અનંતપણું હોવાથી=અતીત, અનાગત અને વર્તમાનરૂપ વિવર્તોની અપેક્ષાએ અનંતપણું હોવાથી, વસ્તુ પણ=એક જીવાદિ વસ્તુ પણ, તેટલાપ્રમાણ થાય છે=અનંતપ્રમાણ થાય છે. * મૂળ ગાથામાં ‘વા વિ' છે તેને જ અહીં ‘વ’કારથી (અને) ના અર્થમાં લીધેલ છે. એક જીવાદિ વસ્તુ અનંત પ્રમાણ છે તે ‘તાદિ'થી સ્પષ્ટ કરે છે અનંત કાલથી સર્વ વસ્તુઓ વડે પરસ્પર અનુગમથી સર્વ અવસ્થાનું આસાદિતપણું હોવાના કારણે અને અવસ્થા પામનારનું અને અવસ્થાનું કથંચિદ્ અનત્યપણું હોવાથી ઘટાદિ વસ્તુ પટ, પુરુષ આદિ રૂપથી પણ કથંચિદ્ વિવૃત છે=ઘટાદિ વસ્તુનો પટ, પુરુષ, ધર્માસ્તિકાયની સાથે સરૂપે કે દ્રવ્યરૂપે અનુગમ છે તેથી જેમ ઘટ પોતાના પર્યાયરૂપે વિવૃત છે તેમ પટ, પુરુષ આદિ રૂપથી પણ કથંચિદ્ વિદ્યુત છે, એથી સર્વ કથંચિદ્ સર્વાત્મક છે=ઘટાદિ સર્વ વસ્તુ પટાદિરૂપ છે પુરુષ આદિરૂપ છે અને ધર્માસ્તિકાયાદિરૂપ પણ છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. વળી સર્વ વસ્તુ સર્વાત્મક છે, એ અનુભવથી બતાવે છે અતીત, અનાગત, વર્તમાન એવા દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ પરિણામાત્મક એક પુદ્ગલદ્રવ્ય એકાંત એવા અસટ્ના ઉત્પાદનો અયોગ હોવાથી અને સત્તા નિરન્વયનાશનો અસંભવ હોવાથી યુગપદ્ અને ક્રમથી પણ તે=તે પુદ્ગલદ્રવ્ય, તથાભૂત જ=અતીત, અનાગત, વર્તમાન ક્ષણરૂપ દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ-પરિણામાત્મક જ, દેખાય છે એ પ્રમાણે પ્રતિપાદિતપણું હોવાથી સર્વ વસ્તુ કથંચિદ્ સર્વાત્મક છે, એ પ્રમાણે અન્વય છે. ।।૧/૩૧। ભાવાર્થ: જગતમાં રહેલા દરેક પદાર્થો કચિદ્ એકસ્વરૂપ અને કથંચિદ્ અનેકસ્વરૂપ છે. કથંચિદ્ એક અનેકરૂપ રહેલ તે વસ્તુ અનંત પ્રમાણ કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે તે જીવ, અજીવાદિ જે દ્રવ્ય છે તેમાંથી કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિચાર કરીએ તો તે દ્રવ્યમાં અર્થપર્યાયો અને વચનપર્યાયો છે. અર્થપર્યાય : અર્થપર્યાય શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ અર્થના ગ્રાહક એવા જે નયો તે અર્થપર્યાયો છે. તેથી એ Jain Educationa International - – For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૧ પ્રાપ્ત થાય કે સંગ્રહનય, વ્યવહારનય અને જુસૂત્રનયરૂપ જે જ્ઞાનનો ઉપયોગ છે તે જ્ઞાનનો ઉપયોગ પદાર્થમાં રહેલા પર્યાયોનો ગ્રાહક છે. તેથી તે જ્ઞાનના ઉપયોગો અર્થપર્યાય છે અથવા તે જ્ઞાનથી ગ્રાહ્ય એવા પદાર્થમાં રહેલા ભાવો તે અર્થપર્યાય છે. વચનપર્યાય - વચનપર્યાય શું છે ? તે સ્પષ્ટ કરે છે – શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય એ વચનપર્યાય છે. એથી એ પ્રાપ્ત થાય કે શબ્દનય, સમભિરૂઢય અને એવંભૂતનયનો જે જ્ઞાનનો ઉપયોગ છે એ ઉપયોગ જ વચનપર્યાયો છે અથવા તે જ્ઞાનના ઉપયોગથી જણાતા એવા વસ્તુના અંશો તે વચનપર્યાય છે. આ રીતે એક દ્રવ્યમાં અર્થપર્યાયો અને વચનપર્યાયો અનેક છે તેમ બતાવ્યા પછી તે અર્થપર્યાયો અને વચનપર્યાયો અનંત કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરીને તેને આશ્રયીને વસ્તુ અનંતપ્રમાણ છે તે બતાવતાં કહે છે – પૂર્વમાં એક દ્રવ્યમાં બતાવેલા તે સર્વ અર્થપર્યાયો અને વચનપર્યાયો અતીત, અનાગત અને વર્તમાનરૂપપણાથી સર્વદા વર્તે છે, વર્તેલા છે અને વર્તશે અર્થાત્ વર્તમાનરૂપે વર્તે છે, અતીતરૂપે વર્તેલા છે અને ભવિષ્યરૂપે વર્તશે. તેથી તે અર્થપર્યાયો અને વચનપર્યાયો અનંતકાલની અપેક્ષાએ અનંત બને છે. તેથી તે એક જીવાદિ વસ્તુ પણ તેટલા પ્રમાણ થાય છે=અનંત પ્રમાણ થાય છે. આશય એ છે કે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયનયથી દેખાતા અર્થપર્યાયો અને શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનથી દેખાતા વચનપર્યાયો પરિમિત સંખ્યાવાળા દેખાતા હોવા છતાં તે પર્યાયો વર્તમાનમાં વર્તી રહ્યા છે, ભૂતકાળમાં વર્તેલા છે અને ભવિષ્યમાં વર્તશે તે દૃષ્ટિથી વિચારીએ તો તેઓની સંખ્યા અનંતી પ્રાપ્ત થાય છે. માટે એક જીવ આદિ વસ્તુ અનંત પ્રમાણવાળી બને છે. આ કથનને ટીકાકારશ્રી તથદિ'થી સ્પષ્ટ કરે છે – અનંતકાળથી સર્વ વસ્તુઓએ સર્વ અવસ્થાના પરસ્પર અનુગામને પ્રાપ્ત કરેલ છે અને અવસ્થા તથા અવસ્થાવાનનો કથંચિ અભેદ છે, તેથી ઘટાદિ વસ્તુ અનંતકાળમાં પટરૂપે, પુરુષરૂપે, ધર્માસ્તિકાયાદિરૂપે કે અધર્માસ્તિકાયરૂપે પણ કોઈક રીતે થયેલી છે માટે ઘટાદિ સર્વ વસ્તુઓ કથંચિત્ સર્વાત્મક છે. તાત્પર્ય એ છે કે ઘટરૂપ વસ્તુ વર્તમાનમાં ઘટરૂપે દેખાય છે તે જ ઘટના પુદ્ગલો પૂર્વમાં પટરૂપે પણ બનેલા, તો ક્યારેક કોઈ પુરુષના દેહરૂપે પણ બનેલા; વળી તે ઘટરૂપ વસ્તુ ધર્માસ્તિકાયના અવલંબનથી સ્થાનાંતર કરે છે અને અધર્માસ્તિકાયના અવલંબનથી સ્થિતિ કરે છે ત્યારે તે ઘટરૂપ વસ્તુનું ધર્માસ્તિકાયાદિ સાથે કથંચિત્ અનન્યપણું હોવાથી ધર્માસ્તિકાયની અને અધર્માસ્તિકાયની અવસ્થાવિશેષ છે; કેમ કે અવસ્થા અને અવસ્થાવાનનો અભેદ હોવાથી તે ઘટાદિ વસ્તુ ધર્માસ્તિકાયાદિરૂપ પણ છે. આ રીતે જેમ ઘટરૂપ એક વસ્તુ જગતના સર્વ પદાર્થ સ્વરૂપ કથંચિત્ છે, એ રીતે પટાદિ અન્ય સર્વ વસ્તુઓ પણ કથંચિત્ સર્વાત્મક છે. તેથી ઘટાદિ વસ્તુ અનંત પ્રમાણને પ્રાપ્ત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૧, ૩૨ આ કથનને અનુભવથી સ્પષ્ટ કરતાં કહે છે - એક પુદ્ગલ દ્રવ્ય અતીતકાલમાં હતું, અનાગત કાળમાં રહેશે અને વર્તમાનમાં વિદ્યમાન છે. વળી તે પુદ્ગલદ્રવ્ય દ્રવ્યરૂપે વિદ્યમાન છે. તે પુદ્ગલમાં રૂપાદિ ગુણો છે માટે તે ગુણરૂપે વિદ્યમાન છે. પુદ્ગલમાં તે તે પ્રકારની ક્રિયા થાય છે માટે કર્મરૂપે વિદ્યમાન છે. વળી પુદ્ગલદ્રવ્ય સત્ છે, તેથી સરૂપે સર્વ પદાર્થ સાથે સામાન્યરૂપ છે. વળી તે પુદ્ગલ દ્રવ્ય વર્તમાનમાં ઘટાદિ કોઈ વિશેષ અવસ્થાવાળું છે, તેથી વિશેષ પરિણામાત્મક છે. આ પુદ્ગલ દ્રવ્ય એક સાથે કે ક્રમથી પણ દ્રવ્ય, ગુણ આદિ ભાવસ્વરૂપ છે, તેથી કથંચિદ્ સર્વાત્મક છે; કેમ કે વિવક્ષિત પુદ્ગલદ્રવ્ય સત્ સત્પે સર્વ દ્રવ્યો સાથે સામાન્ય છે અને તે સ્વરૂપે કથંચિદ્ સર્વાત્મક એક સાથે દેખાય છે અને ક્રમસર પણ દેખાય છે. કેમ એક સાથે કે ક્રમસર પણ દેખાય છે ? તે બતાવતાં કહે છે એકાંત અસત્નો ઉત્પાદ થતો નથી તેથી જે પર્યાયો ઉત્પન્ન થાય છે તે પર્યાયો પૂર્વે દ્રવ્યમાં શક્તિરૂપે સદ્ હતા માટે એક સાથે પુદ્ગલમાં જેટલા ભાવો ભૂતકાળમાં થયા અને ભવિષ્યમાં થશે તે સર્વ દ્રવ્યરૂપે વિદ્યમાન છે. માટે યુગપદ્ તે પુદ્ગલદ્રવ્ય અતીત, અનાગત, વર્તમાન દ્રવ્યરૂપ, ગુણરૂપ, કર્મરૂપ, સામાન્યરૂપ અને વિશેષરૂપ છે. વળી પદાર્થમાં રહેલા પર્યાયો નાશ પામે છે ત્યારે પણ દ્રવ્યનો અન્વય છે, પરંતુ નિરન્વય નાશ થતો નથી. તેથી ક્રમસર નવા નવા પર્યાયો પ્રાપ્ત થાય છે ત્યારે પણ, તે પુદ્ગલદ્રવ્ય અનુગત વિદ્યમાન હોવાથી અતીત, અનાગત, વર્તમાનરૂપ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ પરિણામાત્મક છે. માટે પુદ્ગલદ્રવ્ય કથંચિદ્ સર્વાત્મક છે તે સિદ્ધ થાય છે. II૧/૩૧II ૧૨૫ અવતરણિકા : एवं तावद् बाह्याभ्यन्तरभेदेन द्विविधस्यापि वस्तुनोऽनेकान्तात्मकत्वं प्रतिपाद्य तत्प्रतिपादन (क) वाक्यनयानामपि (वाक्यानामपि ) तथाविधमेव स्वरूपम् नान्यादृग्भूतमस्तीति प्रतिपादयन्नाह - અવતરણિકાર્ય : આ રીતે=ગાથા-૧૨થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, બાહ્ય અને અત્યંતરના ભેદથી=બાહ્ય ઘટ પટાદિ વસ્તુરૂપે ગાથા-૧૨માં બતાવ્યું એ રીતે અને અત્યંતર હર્ષ શોકાદિ ભાવો ગાથા-૧૭માં બતાવ્યા એ રીતે બાહ્ય અને અત્યંતરના ભેદથી, બે પ્રકારની પણ વસ્તુનું=બાહ્ય અત્યંતરના ભેદથી બે પ્રકારની પણ વસ્તુનું, અનેકાંતાત્મકપણું પ્રતિપાદન કરીને તેના પ્રતિપાદક વાક્યોનું પણ=બાહ્ય અને અત્યંતર વસ્તુના પ્રતિપાદક વાક્યોનું પણ, તેવા પ્રકારનું જ સ્વરૂપ છે અન્યાદૅભૂત નથી એને પ્રતિપાદન કરવા ગ્રંથકારશ્રી કહે છે - = Jain Educationa International * અવતરણિકામાં ‘તપ્રતિપાવનવાયનયાનામપિ' છે તે પાઠ અશુદ્ધ જણાય છે. તેના સ્થાને ‘તત્કૃતિપાવવાવચાનાપિ' પાઠ હોવો જોઈએ, શુદ્ધિ ઉપલબ્ધ થયેલ નથી. For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૨ ભાવાર્થ: ગાથા-૧૨થી અત્યાર સુધી વર્ણન કર્યું તેમાંથી ગાથા-૧૨માં દ્રવ્ય, પર્યાયથી વિયુક્ત નથી અને પર્યાયો, દ્રવ્યથી વિયુક્ત નથી તેમ બતાવીને બાહ્ય પદાર્થરૂપ વસ્તુનું અનેકાંતાત્મક સ્વરૂપ બતાવ્યું. ગાથા-૧૭માં આત્મામાં થતા હર્ષ શોકાદિ ભાવો પણ અનેકાંતાત્મક છે તેમ બતાવ્યા. એથી ફલિત થયું કે બાહ્ય અને અત્યંત૨રૂપ બે પ્રકારની વસ્તુ પણ અનેકાંતાત્મક છે અને તે બતાવ્યા પછી અનેકાંતાત્મક વસ્તુના પ્રતિપાદન કરનારા જે વાક્યો છે તે પણ અનેકાંતાત્મક સ્વરૂપવાળા છે, અન્ય પ્રકારના નથી તેને પ્રસ્તુત ગાથામાં બતાવે છે અવતરણિકા : अथवा अर्थव्यञ्जनपर्यायैः शक्तिव्यक्तिरूपैरनन्तैरनुगतोऽर्थः सविकल्पः निर्विकल्पश्च प्रत्यक्षतोऽवगतः, इदानीं पुरुषदृष्टान्तद्वारेण व्यञ्जनपर्यायं तदविकल्पकत्वनिबन्धनम्, अर्थपर्यायं च तत्सविकल्पकत्वनिमित्तमाह पुरिसम्मि इत्यादिना सूत्रेण - અવતરણિકાર્ય : ‘અથવા'થી ટીકાકારશ્રી બીજા પ્રકારે અવતરણિકા કરે છે શક્તિ અને વ્યક્તિરૂપ અનંત એવા અર્થપર્યાય અને વ્યંજનપર્યાયો વડે અનુગત એવો અર્થ સવિકલ્પ અને નિર્વિકલ્પ પ્રત્યક્ષથી જણાયો. હવે પુરુષ દૃષ્ટાંત દ્વારા વ્યંજનપર્યાય તેના=વસ્તુના, અવિકલ્પકત્વનું કારણ છે અને અર્થપર્યાય તેના=વસ્તુના, સવિકલ્પકત્વનું નિમિત્ત છે તેને ‘પુરિસમ્મિ’ ઇત્યાદિ સૂત્રથી કહે છે - ભાવાર્થ: આ પ્રકારે અવતરણિકાનો એક પ્રકારે અર્થ કર્યા પછી ટીકાકારશ્રી અન્ય પ્રકારે અવતરણિકા કહે દરેક પદાર્થો અર્થપર્યાય અને વ્યંજનપર્યાયવાળા છે. તે અર્થપર્યાય અને વ્યંજનપર્યાય દ્રવ્યમાં શક્તિરૂપે છે. જે જે પર્યાયો જ્યારે જ્યારે વ્યક્ત થાય છે ત્યારે તે તે પર્યાયો વ્યક્તિરૂપે છે. આવા અનંત પર્યાયોથી યુક્ત એવો બાહ્ય પદાર્થરૂપ અર્થ છે. તે અર્થ સવિકલ્પરૂપ=પર્યાય દ્વારા અનેકસ્વરૂપ, અને નિર્વિકલ્પરૂપ=દ્રવ્યરૂપે એકસ્વરૂપ, પ્રત્યક્ષથી અવગત છે=દેખાય છે. Jain Educationa International હવે પુરુષના દૃષ્ટાંત દ્વારા પદાર્થમાં રહેલ વ્યંજનપર્યાય તે અવિકલ્પપણાનું કારણ છે=એકતાની પ્રતીતિનું કારણ છે. જ્યારે અર્થપર્યાય તે સવિકલ્પતાનું કારણ છે=અનેકતાની પ્રતીતિનું કારણ છે એ પ્રમાણે ગાથામાં બતાવે છે --- For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૨ ૧૨૭ गाथा: पुरिसम्मि पुरिससद्दो जम्माई मरणकालपज्जन्तो । तस्स उ बालाईया पज्जवजोया बहुवियप्पा ।।१/३२।। छाया: पुरुषे पुरुषशब्दो जन्मादिः मरणकालपर्यन्तः । तस्य तु बालादयः पर्याययोगाः बहुविकल्पाः ।।१/३२।। मन्वयार्थ :__ पुरिसम्मि=पुरुषमा, पुरिससद्दो-पुरुष श६, जम्माई मरणकालपज्जन्तो-०४८मथी माने भर काल पर्यंत छ. तस्स उ-तेना ४-पुरुषना ४, बालाईया पज्जवजोया बालमा पर्यायवा योगी, बहुवियप्पा पर्छ વિકલ્પવાળા છે. ૧/૩૨૫ गाथार्थ : પુરુષમાં પુરુષ શબ્દ જન્મથી માંડીને મરણકાલ પર્યત છે. તેના જ પુરુષના જ, બાલ આદિ પર્યાયના યોગો બહુ વિકલ્પવાળા છે. II૧/૩રા. टीs:__ अतीतानागतवर्तमानानन्तार्थव्यञ्जनपर्यायात्मके पुरुषवस्तुनि 'पुरुष' इति शब्दो यस्यासौ पुरुषशब्दः तद्वाच्योऽर्थो जन्मादिर्मरणपर्यन्तोऽभिन्न इत्यर्थः 'पुरुषः' इत्यभिन्नाभिधानप्रत्ययव्यवहारप्रवृत्तेः, तस्यैव बालादयः पर्याययोगाः परिणतिसम्बन्धा बहुविकल्पा अनेकभेदाः प्रतिक्षणसूक्ष्मपरिणामान्तर्भूता भवन्ति, तत्रैव तथाव्यतिरेकज्ञानोत्पत्तेः एवं च 'स्यादेकः' इत्यविकल्पः 'स्यादनेकः' इति सविकल्पः सिद्धः, अन्यथाऽभ्युपगमे तदभाव एवेति विपक्षे 'अत्थि'त्ति णिब्वियप्पं' इत्यनन्तरगाथया बाधां दर्शयिष्यति । द्वितीयपातनिकाऽऽयातगाथार्थस्तु - पुरुषवस्तुनि पुरुषध्वनिर्व्यञ्जनपर्यायः शेषो बालादिधर्मकलापोऽर्थपर्याय इति गाथासमुदायार्थः ।।१/३२।। टीमार्थ : अतीतानागतवर्तमानानन्तार्थ ..... गाथासमुदायार्थः ।। सतात, सतायत, वर्तमान मेवा सतत અર્થપર્યાય અને વ્યંજલપર્યાયરૂપ પુરુષસ્વરૂપ વસ્તુમાં પુરુષ’ એ પ્રકારનો શબ્દ છે જેને એવો પુરુષ શબ્દ અર્થાત્ પુરુષ શબ્દથી વાચ્ય અર્થ, જન્મથી માંડીને મરણ સુધી છે=જન્મથી માંડી મરણ સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૨ અભિન્ન છે; કેમ કે પુરુષ એ પ્રકારના અભિન્ન અભિધાન અને પ્રત્યયના વ્યવહારની પ્રવૃત્તિ છે–પુરુષ એ પ્રકારના નામના વ્યવહારની અને પુરુષ એ પ્રકારના જ્ઞાનના વ્યવહારની પ્રવૃત્તિ છે. તેના જ=પુરુષરૂપ વસ્તુના જ, બાલ આદિ પર્યાયના યોગો છે=પરિણતિના સંબંધો છે, અને તે પરિણતિના સંબંધો બહુ વિકલ્પવાળા છે=પ્રતિક્ષણ સૂક્ષ્મ પરિણામ અંતર્ભૂત અનેક ભેદવાળા છે; કેમ કે ત્યાં=પુરુષરૂપ વસ્તુમાં, તે પ્રકારના વ્યતિરેક અર્થાત્ ભેદજ્ઞાનની ઉપપત્તિ છે=આ બાલ હતો હવે મોટો થયો હવે યુવાન થયો ઇત્યાદિરૂપ જુદા જુદા પ્રકારના ભેદજ્ઞાનની ઉપપત્તિ છે, અને આ રીતે=ગાથાનો અર્થ ટીકાકારશ્રીએ અત્યાર સુધી કર્યો એ રીતે, કથંચિ એક=પુરુષરૂપે એક, એ અવિકલ્પ અને કથંચિત્ અનેક=બાલાદિરૂપે અનેક, એ સવિકલ્પ સિદ્ધ છે, અન્યથા સ્વીકાર કરાયે છતે-પુરુષરૂપ વસ્તુને એક-અનેકરૂપે ન સ્વીકારવામાં આવે તો, તેનો અભાવ જ પ્રાપ્ત થાય=પુરુષરૂપ વસ્તુનો અભાવ જ પ્રાપ્ત થાય, એ પ્રમાણે વિપક્ષમાં=પુરુષરૂપ વસ્તુને એક અનેકરૂપ સ્વીકારવાને બદલે એકાંત એકરૂપ કે એકાંત અનેકરૂપ સ્વીકારવારૂપ વિપક્ષમાં, ‘અસ્થિ ત્તિ ળિવિવપ્ન' એ પ્રકારની અનંતર ગાથાથી બાધાને બતાવાશે. બીજી પાતનિકાથી આવેલ ગાથાાર્થ વળી=પ્રસ્તુત ગાથાની બીજી અવતરણિકા ટીકાકારશ્રીએ કરી તેનાથી પ્રાપ્ત થયેલો ગાથાનો અર્થ વળી, પુરુષ વસ્તુમાં પુરુષ ધ્વનિ વ્યંજનપર્યાય છે, શેષ બાલ આદિ ધર્મકલાપ અર્થપર્યાય છે એ પ્રમાણે ગાથાનો સમુદાય અર્થ છે. ।।૧/૩૨।। ભાવાર્થ: પ્રસ્તુત ગાથાની બે પ્રકારની અવતરણિકા કરેલ છે અને તે અવતરણિકાનુસાર બે પ્રકારના અર્થો ટીકાકારશ્રી કરે છે. તે અનુસાર પ્રથમ અવતરણિકા પ્રમાણે અર્થ કરતાં કહે છે પુરુષરૂપ વસ્તુ અતીત, અનાગત અને વર્તમાનના અનંત અર્થપર્યાયસ્વરૂપ અને વ્યંજનપર્યાયસ્વરૂપ છે. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે પુરુષરૂપ વસ્તુ છે તે જીવદ્રવ્ય શાશ્વત છે. તેના અતીત, અનાગત અને વર્તમાન એવા ત્રણેય કાળના અનંત અર્થપર્યાયો છે અને અનંત વ્યંજનપર્યાયો છે. તે પુરુષરૂપ વસ્તુનો ‘આ પુરુષ છે એ પ્રકારના શબ્દથી વાચ્ય અર્થ તે પુરુષના જન્મથી માંડીને મરણ પર્યન્ત સુધી અભિન્ન પ્રાપ્ત થાય છે; કેમ કે ‘આ પુરુષ છે’ ‘આ પુરુષ છે’ એ પ્રકારનો અભિન્ન શબ્દ તે પુરુષના આખા જીવન દરમ્યાન પ્રવર્તે છે અને જ્ઞાન કરનારને પણ તે પ્રકારે અભિન્ન જ્ઞાન થાય છે. તે પુરુષરૂપ વસ્તુના બાલ આદિ પર્યાયના યોગો ઘણા વિકલ્પવાળા છે=જન્મથી માંડીને બાલ ભાવાદિની પ્રતિક્ષણની જે સૂક્ષ્મ પરિણતિ અન્ય અન્યરૂપે થાય છે તે સર્વ તેના પર્યાયની પરિણતિ છે; કેમ કે તે પરિણતિઓમાં તે પ્રકારે વ્યતિરેકજ્ઞાનની પ્રાપ્તિ છે અર્થાત્ ‘આ બાલ આટલા ક્ષણ મોટો થયો, હવે યુવાન થયો' ઇત્યાદિ ભિન્ન ભિન્ન જ્ઞાનની ઉપપત્તિ છે. આ રીતે એ પ્રાપ્ત થયું કે પુરુષરૂપે તે એક છે માટે અવિકલ્પ છે અને બાલ આદિભાવરૂપે અનેક છે, તેથી સવિકલ્પ છે. પુરુષને પુરુષરૂપે એક અને બાલ આદિભાવરૂપે અનેક સ્વીકારવામાં ન આવે તો તેનો અભાવ જ પ્રાપ્ત થાય એ પ્રકારે આગળની ગાથામાં બતાવાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૨, ૩૩ આ પ્રકારના અર્થથી એ પ્રાપ્ત થાય કે અવતરણિકામાં કહેલ કે બાહ્ય, અત્યંતર ભેદથી વસ્તુના પ્રતિપાદક એવા વાક્યોનું પણ અનેકાંતાત્મકપણું છે તે સિદ્ધ થાય છે, કેમ કે પુરુષરૂપ બાહ્ય વસ્તુનું પ્રતિપાદક વાક્ય પુરુષને એકરૂપે બતાવે છે અને બાલ આદિભાવરૂપે અનેકરૂપે બતાવે છે. બીજી અવતરણિકામાં કહેલ કે પુરુષ દૃષ્ટાંત દ્વારા વ્યંજનપર્યાય તેના અવિકલ્પકત્વનું કારણ છે અને અર્થપર્યાય તેના સવિકલ્પકત્વનું કારણ છે. એ પ્રમાણે પુરુષરૂપ વસ્તુમાં “આ પુરુષ છે, આ પુરુષ છે' એ પ્રકારનો શબ્દરૂપ ધ્વનિ તે વ્યંજનપર્યાય છે માટે અવિકલ્પકત્વનું કારણ છેઃઅભેદબુદ્ધિનું કારણ છે અને બાલ આદિ ધર્મકલાપ અર્થપર્યાય છે, તેથી સવિકલ્પકત્વનું કારણ છેઃઅનેકપણાની બુદ્ધિનું કારણ છે. I/૧/૩રણી અવતરણિકા: यथा पुरुषस्तथा सर्व वस्त्वेकम् अनेकं वा सर्वस्य तथैवोपलब्धेः अन्यथाभ्युपगमे एकान्तरूपमपि तन्न भवेदिति दर्शयन्नाह - અવતરણિકાર્ચ - જે પ્રમાણે પુરુષ તે પ્રમાણે સર્વ વસ્તુ એક-અનેકરૂપ છે; કેમ કે સર્વ વસ્તુની તે પ્રકારે જ ઉપલબ્ધિ છે. અન્યથા સ્વીકાર કરવામાં=કોઈપણ વસ્તુને એકાંતે એકરૂપ કે એકાંતે અનેકરૂપ સ્વીકારવામાં, એકાંતરૂપ પણ તે વસ્તુ થતી નથી=પ્રાપ્ત થતી નથી, એ પ્રમાણે બતાવતાં કહે છે – ગાથા : अत्थि त्ति णिब्बियप्पं पुरिसं जो भणइ पुरिसकालम्मि । सो बालाइवियप्पं न लहइ तुल्लं व पावेज्जा ।।१/३३।। છાયા : अस्तीति निर्विकल्पं पुरुषं यो भणति पुरुषकाले । सो बालादिविकल्पान् न लभते तुल्यं वा प्राप्नुयात् ।।१/३३।। અન્વયાર્થ - પુરિસાત્તિષિ ગસ્થિ 7િ=પુરુષ કાળમાં ‘છે' એ પ્રમાણે, નિશ્વિયg પુરિનિર્વિકલ્પ પુરુષને, નો માડ઼ જે બોલે છે, સો વાર્તાવિયપં તે બાલ આદિ વિકલ્પને, ન ન ગ્રહણ કરતો નથી, 4=અથવા, પન્ના તુલ્યને પ્રાપ્ત કરે=બાલ આદિ વિકલ્પના અભાવની તુલ્ય પુરુષના અભાવને પ્રાપ્ત કરે. ૧/૩૩JI Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૩ ગાથાર્થ : પુરષ કાળમાં “છે' એ પ્રમાણે નિર્વિકલ્પ પુરુષને જે બોલે છે તે બાલ આદિ વિકલ્પને ગ્રહણ કરતો નથી અથવા તુલ્યને પ્રાપ્ત કરે બાલ આદિ વિકલ્પના અભાવની તુલ્ય પુરુષના અભાવને પ્રાપ્ત કરે. ll૧/૩૩ll ટીકા - 'अस्ति' इति एवं, निर्विकल्पं निष्क्रान्ताशेषभेदस्वरूपं, पुरुषम् एकरूपं पुरुषद्रव्यं, यो ब्रवीति पुरुषकाले-पुरुषोत्पत्तिक्षण एव, असौ बालादिभेदं न लभते बालादिभेदरूपतया नासौ स्वयमेव व्यवस्थितिं प्राप्नुयात्, नापि तद्रूपतया अपरमसौ पश्येत्, एवं चाभेदरूपमेव तत् पुरुषवस्तु प्रसज्येत, तुल्यं वा प्राप्नुयात्-तदप्यभेदरूपं बालादितुल्यतामेव अभावरूपतया प्राप्नुयात्, भेदाऽप्रतीतावभेदस्याप्यप्रतीतेरभाव इति भावः । यद्वा अस्ति' इति एवं, निर्विकल्पम् निश्चितो विकल्पो-भेदो यस्मिन् पुरुषद्रव्ये तद् निर्विकल्पं भेदरूपं पुरुषं तत्स्वरूपलाभकाले भणति असौ बालादिविकल्पं न लभेत, तुल्यम् इति द्रव्यतुल्यतामेवासौ प्राप्नुयात्, अत्रापि पूर्ववत् तदग्रहे तदग्रहाद् भेदरूपताया अप्यभाव इति भावः, न चैवमेवास्त्विति वक्तव्यम् सर्वव्यवहारोच्छेदप्रसक्तेरिति भेदाभेदरूपमेव वस्त्वस्तु ।।१/३३।। ટીકાર્ચ - ગતિ' રૂતિ પર્વ ... વર્તતુ | ‘છે' એ પ્રમાણે નિર્વિકલ્પવાળા=નિષ્ક્રાંત થયા છે સર્વ ભેદોના સ્વરૂપવાળા, પુરુષને એકરૂપ પુરુષદ્રવ્યને, જે પુરુષકાલમાં-પુરુષની ઉત્પત્તિક્ષણમાં જ=જન્મથી માંડીને મૃત્યુ સુધીની પુરુષની પુરુષરૂપે જે ઉત્પત્તિ છે તે ક્ષણમાં જ, કહે છે, આ=આ પ્રમાણે કહેનાર પુરુષ, બાલ આદિ ભેદને પ્રાપ્ત કરતો નથી=બાલ આદિ ભેદરૂપપણાથી આ પુરુષ સ્વયં જ વ્યવસ્થિતિને પ્રાપ્ત કરતો નથી આ પુરુષ બાલ આદિ ભેદરૂપે રહેલી પોતાની જ અવસ્થાને પ્રાપ્ત કરતો નથી. વળી ત૬૫પણાથી=બાલાદિરૂ૫પણાથી, અપર પોતાનાથી અત્ય, એવી કોઈ વસ્તુને આ જોતો નથી. અને એ રીતે=નિર્વિકલ્પ પુરુષમાત્રને જુએ છે એ રીતે, અભેદરૂપ જ તે, પુરુષવસ્તુ પ્રાપ્ત થાય=બાલ આદિ ભેદથી રહિત કેવલ અભેદરૂપ જ પુરુષવસ્તુ પ્રાપ્ત થાય. અથવા તુલ્ય પ્રાપ્ત થાય=તે પણ અભેદરૂપ વસ્તુ બાલ આદિ તુલ્યતાને જ અભાવરૂપપણાથી પ્રાપ્ત કરે, અર્થાત્ ભેદની અપ્રતીતિમાં અભેદની પણ અપ્રતીતિ હોવાથી અભાવ જ છે–પુરુષનો અભાવ જ છે, એ પ્રકારનો ભાવ છે. ગાથામાં “નિર્વિકલ્પ' શબ્દ છે તેનો અર્થ “નિષ્ક્રાંત અશેષ ભેદસ્વરૂપ' ગ્રહણ કરીને ગાથાનો અર્થ કર્યો. હવે ‘નિર્વિકલ્પનો અર્થ “નિશ્ચિત વિકલ્પ' ગ્રહણ કરીને ગાથાનો અર્થ “યદ્વા'થી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૩ ૧૩૧ છે એ પ્રમાણે નિર્વિકલ્પ-નિશ્ચિત વિકલ્પ અર્થાત્ ભેદ, જે પુરુષદ્રવ્યમાં છે તે નિર્વિકલ્પ ભેદરૂપ પુરુષને તેના સ્વરૂપલાભકાલમાં જન્મથી માંડીને મરણ પર્યંતના પુરુષના સ્વરૂપલાભકાળમાં, જે કહે છે તે વ્યક્તિ બાલ આદિ વિકલ્પને પ્રાપ્ત કરતો નથી. આકનિર્વિકલ્પભેદરૂપ પુરુષને કહેનાર વ્યક્તિ, તુલ્યને દ્રવ્યતુલ્યતાને, પ્રાપ્ત કરે છે. અહીં પણ=બીજા વિકલ્પમાં પણ, પૂર્વની જેમ તેના અગ્રહમાં=બાલ આદિ વિકલ્પના અગ્રહમાં, પુરુષનો અગ્રહ હોવાથી ભેદરૂપતાનો પણ અભાવ જ છેeઘટપટાદિથી પુરુષની ભેદરૂપતાનો પણ અભાવ જ છે, એ પ્રમાણેનો ભાવ છે. ગાથાનો બે રીતે અર્થ કર્યા પછી તે સર્વ કથનનો ફલિતાર્થ કરતાં કહે છે – અને આ પ્રમાણે જ હો=પુરુષમાત્રનો સ્વીકાર થાય છે અને બાલ આદિ ભેદોની પ્રાપ્તિ નથી એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ પ્રમાણે જ હો, એમ ન કહેવું; કેમ કે સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છે અર્થાત્ સર્વ વ્યવહાર પુરુષ પુરુષરૂપે અનુગત અને બાલ આદિ રૂપે વ્યાવૃત વસ્તુને જોઈને વ્યવહાર પ્રવર્તે છે તે સર્વ વ્યવહારના ઉચ્છેદની આપત્તિ છે. તેથી ભેદભેદરૂપ જ વસ્તુ હો. ૧/૩૩ાા ભાવાર્થ કોઈક પુરુષ અન્ય પુરુષને પુરુષકાલમાં જોઈને “સર્વ વિકલ્પોથી રહિત એવો આ પુરુષ છે' એ પ્રમાણે કહે છે અર્થાત્ “આ પુરુષ છે એ પ્રમાણે એકાંતે કહે છે. તે વ્યક્તિ તે પુરુષમાં પ્રત્યક્ષથી પ્રાપ્ત થતા બાલયુવાન આદિ ભાવોના વિકલ્પને પ્રાપ્ત કરતો નથી. બાલ આદિ વિકલ્પોને જો તે ન સ્વીકારે તો જેમ બાલ આદિ વિકલ્પો નથી તેમ તેની તુલ્ય પુરુષ પણ નથી એ પ્રમાણે એને પ્રાપ્ત થાય; કેમ કે બાલ આદિ પર્યાયોના સ્પર્શ વગર માત્ર પુરુષ ઉત્પત્તિથી માંડીને મરણ પર્યન્ત એક સમાનભાવરૂપે સદા સ્થિર નથી. તેથી બાલ આદિ ભાવોનો અપલોપ કરવામાં આવે તો તે ભાવોના આધારરૂપ પુરુષદ્રવ્યનો પણ અપલોપ થાય. ટીકાકારશ્રી નિર્વિકલ્પ શબ્દની જુદી વ્યુત્પત્તિ ગ્રહણ કરીને અન્ય પ્રકારે અર્થ કરે છે. તે પ્રમાણે નિર્વિકલ્પનો અર્થ નિશ્ચિત વિકલ્પ=નિશ્ચિત ભેદ, પ્રાપ્ત થાય. તેથી કોઈ વ્યક્તિ “આ પુરુષ છે, ઘટ-પટાદિ નથી' એ પ્રકારનો નિશ્ચિત ભેદ સ્વીકારે અને “આ એકાંત પુરુષ છે' તેમ સ્વીકારે તો તે પુરુષદ્રવ્યમાં વર્તતા બાલ આદિ વિકલ્પોને પ્રાપ્ત કરે નહીં અને બાલ આદિ વિકલ્પોને પ્રાપ્ત કરે નહીં તો આ પુરુષ તુલ્યતાને પ્રાપ્ત કરે છેદ્રવ્ય તુલ્યતાને જ પ્રાપ્ત કરે છે=બાલ આદિ વિકલ્પો પુરુષરૂપ દ્રવ્યની તુલ્યતાને જ પ્રાપ્ત કરે છે. એથી એ પ્રાપ્ત થાય કે કોઈ પુરુષની બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા તે સર્વ અવસ્થામાં તેને “આ પુરુષ છે, આ પુરુષ છે' એવો જ બોધ થાય છે, પરંતુ આ બાલ છે, આ યુવાન છે' ઇત્યાદિ બોધ થતો નથી, પરંતુ પુરુષરૂપ દ્રવ્યની તુલ્યતાને બાલ આદિ વિકલ્પો પ્રાપ્ત કરે છે અહીં પણ=બીજા પ્રયોગમાં પણ, પ્રથમ પ્રયોગની જેમ તેનો અગ્રહ થયે છd=બાલ આદિ વિકલ્પોનો અગ્રહ થયે છતે, તેનો અગ્રહ થવાથી=પુરુષનો અગ્રહ થવાથી, ભેદરૂપતાનો પણ અભાવ છેeઘટપટાદિથી પુરુષમાં જે ભેદરૂપતા છે તેનો પણ અભાવ છે. આ રીતે બન્ને વિકલ્પ કર્યા પછી ફલિતાર્થ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૩, ૩૪ આ રીતે હો અર્થાત્ “પુરુષમાત્રનું ગ્રહણ થાય, બાલ આદિ વિકલ્પ નથી એમ વસ્તુ હો,' તેમ ન કહેવું; કેમ કે સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છે અર્થાત્ “આ પુરુષ અત્યારે બાલ છે પછી યુવાન થશે પછી વૃદ્ધ થશે' ઇત્યાદિ સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રાપ્તિ થશે. એથી બાલ આદિ વિકલ્પરૂપે ભેદ અને પુરુષરૂપે અભેદરૂપ જ વસ્તુ હો. ૧/૩૩મા અવતરણિકા : अस्यैवोपसंहारार्थमाह - અવતરણિકાર્ય :આતા જગાથા-૩૨થી શરૂ કરાયેલા પદાર્થના જ, ઉપસંહાર માટે કહે છે – ગાથા : वंजणपज्जायस्स उ पुरिसो 'पुरिसो' त्ति णिच्चमवियप्पो । बालाइवियप्पं पुण पासइ से अत्थपज्जाओ ।।१/३४।। છાયા : व्यंजनपर्यायस्य तु पुरुषः 'पुरुष' इति नित्यमविकल्पः । बालादिविकल्पान् पुनः पश्यति तस्य अर्थपर्यायः ।।१/३४।। અન્વયાર્થ વંનપજાવ ૩ વળી વ્યંજલપર્યાયતો, પુરો “પુરિસો' રિ=પુરુષ પુરુષ એ પ્રમાણે, વિવિયો= નિત્ય અવિકલ્પ છે. પુ વાતાવિયí વળી બાલ આદિ વિકલ્પને, પાસડું જુએ છે, તે તેનો પુરુષનો, અત્યપળાગો=અર્થપર્યાય છે. II૧/૩૪ના ગાથાર્ચ - વળી વ્યંજનપર્યાયનો પુરુષ પુરુષ એ પ્રમાણે નિત્ય અવિકલા છે. વળી બાલ આદિ વિકલ્પને જુએ છે તેનો-પુરુષનો, અર્થપર્યાય છે. ll૧/૩૪ll ટીકા : शब्दपर्यायेणाऽविकल्पः पुरुषः, बालादिना त्वर्थपर्यायेण सविकल्पः सिद्ध इति गाथातात्पर्यार्थः । 'व्यञ्जयति व्यनक्ति वाऽर्थानिति व्यञ्जनम् शब्दः, न पुनः शब्दनयः तस्य ऋजुसूत्रार्थनयविषयत्वात्' इति केचित् । तस्य पर्यायः आ जन्मनो मरणान्तं यावदभिन्नस्वरूपपुरुषद्रव्यप्रतिपादकत्वम्, तद्वशेन तत्प्रतिपाद्यं वस्तुस्वरूपमत्र ग्राह्यम् उपचारात् एवं च द्वितयमप्येतत् पुरुष: 'पुरुषः' इति अभेदरूपतया Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૩૪ ૧૩૩ न भिद्यते-व्यञ्जनपर्यायमतेन पुरुषवस्तु सदा अविकल्पम् भेदं न प्रतिपद्यत इति यावत्, बालादिविकल्पं= बालादिभेदं, पुनस्तस्यैव पश्यति अर्थपर्यायः=ऋजुसूत्राद्यर्थनयः, अत्रापि विषयिणा विषयः ऋजुसूत्राद्यर्थनयविषयः अभिन्ने पुरुषरूपे भेदस्वरूपो निर्दिष्टः उपचारात्, एवं चाभिन्नं पुरुषवस्तु भेदं प्रतिपद्यत इति यावत् ।।१/३४।। ટીકાર્ય : શપાવિત્વઃ ..... તિ કાવત્ શબ્દપર્યાયથી પુરુષ-પુરુષ એ પ્રકારના શબ્દપર્યાયથી, અવિકલ્પપુરુષ છે. વળી, બાલ આદિરૂપ અર્થપર્યાયથી સવિકલ્પપુરુષ સિદ્ધ છે એ પ્રમાણે ગાથાનો તાત્પર્ધાર્થ છે. અર્થોને જે અભિવ્યક્ત કરે તે વ્યંજન=શબ્દ છે, પરંતુ શબ્દનાય નહીં=શબ્દનય વ્યંજન નથી. તેનું શબ્દનયતું. ઋજુસૂત્રરૂપ અર્થતયનું વિષયપણું છે એ પ્રમાણે કેટલાક કહે છે. તેનો=વ્યંજનનો, પર્યાય જન્મથી માંડીને મરણ પર્યન્ત યાવત્ અભિન્ન સ્વરૂપવાળા પુરુષદ્રવ્યનું પ્રતિપાદકપણું છે, તેના વશથી વ્યંજતપર્યાયના વશથી, તસ્મૃતિપાઘ એવું વસ્તુનું સ્વરૂપ અહીં ઉપચારથી ગ્રાહ્ય છે. અને આ રીતે બન્ને પણ આ વ્યંજનપર્યાયથી વાચ્ય શબ્દ અને વ્યંજનપર્યાયથી વાચ્ય અર્થ એ બન્ને પણ આ, પુરુષ, પુરુષ એ પ્રકારના અભેદરૂપપણાથી ભિન્ન થતા નથી. વ્યંજનપર્યાયના મતથી પુરુષવસ્તુ સદા અવિકલ્પ છે, ભેદને પ્રાપ્ત કરતું નથી. તેના જ પુરુષરૂપ વસ્તુના જ, બાલ આદિ વિકલ્પd=બાલ આદિ ભેદને, અર્થપર્યાય=ઋજુસૂત્ર આદિ અર્થમય, જુએ છે. અહીં પણ અર્થપર્યાયમાં પણ, વિષયી એવા જ્ઞાન દ્વારા અભિન્ન એવા પુરુષરૂપ વસ્તુમાં ઋજુસૂત્રાદિરૂપ અર્થયના વિષયવાળો ભેદસ્વરૂપ વિષય ઉપચારથી બતાવાયો. અને આ રીતે=ભંજનપર્યાયનું અને અર્થપર્યાયનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું એ રીતે, અભિન્ન એવી પુરુષવસ્તુ ભેદને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે અર્થ છે. II૧/૩૪ ભાવાર્થ : ગાથા-૩૨માં કહેલ કે “પુરુષરૂપ વ્યક્તિમાં જન્મથી માંડીને મરણ સુધી “આ પુરુષ છે” “આ પુરુષ છે' એ પ્રકારનો શબ્દપ્રયોગ થાય છે. તે પુરુષના પરિણતિના સંબંધવાળા બાલ આદિ ઘણા વિકલ્પો છે” તે કથનનો ઉપસંહાર કરતાં કહે છે – પુરુષ' “પુરુષ' એ પ્રકારના શબ્દપર્યાયથી અવિકલ્પરૂપ પુરુષ સિદ્ધ થાય છે=એકરૂપ પુરુષ સિદ્ધ થાય છે અને બાલ આદિરૂપ અર્થપર્યાયથી સવિકલ્પરૂપ પુરુષ સિદ્ધ થાય છે=અનેકરૂપ પુરુષ સિદ્ધ થાય છે. આ રીતે ગાથાનો અર્થ કર્યા પછી વ્યંજન શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – અર્થોને જે વ્યક્ત કરે તે વ્યંજન. એથી શબ્દ એ વ્યંજન છે અર્થાત્ પુરુષ એ પ્રકારનો શબ્દ એ વ્યંજન છે. તે વ્યંજનનો પર્યાય એટલે જન્મથી માંડીને મરણ સુધી અભિન્ન સ્વરૂપવાળા પુરુષદ્રવ્યનો પ્રતિપાદક Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૩૪, ૩૫ શબ્દ છે તે વ્યંજનપર્યાય છે અથવા તે શબ્દ દ્વારા પ્રતિપાદ્ય એવું પુરુષરૂપ વસ્તુનું સ્વરૂપ તે ઉપચારથી વ્યંજન છે. આ બન્ને પ્રકારના વ્યંજનપર્યાયના અર્થમાં “પુરુષ' પુરુષ' એ પ્રકારે અભેદરૂપપણાથી પુરુષ ભેદને પામતો નથી. તેથી વ્યંજનપર્યાયના મતથી પુરુષરૂપ વસ્તુ સદા અવિકલ્પ છે=એકરૂપ છે. વળી પુરુષરૂપ વસ્તુના બાલ આદિ ભેદને ઋજુસૂત્ર આદિ અર્થનરૂપ અર્થપર્યાય જુએ છે અર્થાત્ ઋજુસૂત્ર આદિ અર્થનયો પદાર્થમાં રહેલા પ્રતિક્ષણ પરિવર્તન પામતાં બાલ આદિ ભાવોને પરસ્પર ભેદરૂપે જુએ છે. તેથી પુરુષરૂપ વસ્તુ વ્યંજનપર્યાયથી અભિન્ન છે અને અભિન્ન એવી તે પુરુષરૂપવસ્તુ અર્થપર્યાયથી ભેદને પ્રાપ્ત કરે છે. ll૧/૩૪ અવતારણિકા - एवं निर्विकल्पसविकल्पस्वरूपे प्रतिपाद्ये पुरुषादिवस्तुनि तद्विपर्ययेण तद् वस्तु प्रतिपादयन् वस्तुस्वरूपानवबोधं स्वात्मनि ख्यापयतीति दर्शनार्थमाह - અવતરણિકાર્ય : આ રીતે ગાથા-૨૯થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે, નિર્વિકલ્પ-સવિકલ્પરૂપ પ્રતિપાદ્ય એવા પુરુષ આદિ વસ્તુમાં તેના વિપર્યયથી નિર્વિકલ્પ-સવિકલ્પ સ્વરૂપના વિપર્યયથી અર્થાત્ એકાંત નિર્વિકલ્પ કે એકાંત સવિકલ્પ સ્વરૂપથી, તે વસ્તુને પ્રતિપાદન કરતો પોતાના આત્મામાં વસ્તુના સ્વરૂપના અનવબોધને બતાવે છે. એ પ્રમાણે બતાવવા માટે કહે છે – ગાથા : सवियप्पणिब्बियप्पं इय पुरिसं जो भणेज्ज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण ण स निच्छिओ समए ।।१/३५ ।। છાયા : सविकल्पनिर्विकल्पमितः पुरुषं यो भणति अविकल्पम् । सविकल्पमेव वा निश्चयेन, न सो निश्चितो समये ।।१/३५ ।। અન્વયાર્થ :રૂઆ રીતે, સવયશ્વિયખં=સવિકલ્પ-નિર્વિકલ્પ એવા, પુરિસં-પુરુષને, નો=જે. વયપં અવિકલ્પ, વા=અથવા, વવવ=સવિકલ્પ જ, મોન્ન=કહે છે, સકતે, fછUT=નિશ્ચયથી, સમ=સમયમાં, નિચ્છિગો=નિશ્ચિત, બ=નથી. I૧/૩પા Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૫ ૧૩૫ ગાથાર્થ : આ રીતે, સવિકલ્પ-નિર્વિકલા એવા પુરુષને જે અવિકલ્પ અથવા સવિકલા જ કહે છે તે નિશ્ચયથી સમયમાં નિશ્ચિત નથી. II૧/૩૫ll ટીકા : सविकल्पनिर्विकल्पं स्यात्कारपदलाञ्छितं पुरुषद्रव्यं यः प्रतिपादकः तद् वस्तु ब्रूयात् अविकल्पमेव सविकल्पमेव वा निश्चयेन इत्यवधारणेन स यथावस्थितवस्तुप्रतिपादने प्रस्तुते अन्यथाभूतं वस्तुतत्त्वं प्रतिपादयन् न निश्चित इति निश्चयो निश्चितम् तद् अस्यास्तीति निश्चितः 'अर्शआदित्वात् अच्' समये परमार्थेन वस्तुसत्त्वस्य परिच्छेत्तेति यावत् । तथाहि - प्रमाणपरिच्छिन्नं तथैवाविसंवादि वस्तु प्रतिपादयन् वस्तुनः प्रतिपादक इत्युच्यते न च तथाभूतं वस्तु केनचित् कदाचित् प्रतिपन्नम् प्राप्यते वा येन तथाभूतं तद्वचस्तत्र प्रमाणं भवेत् तथाभूतवचनाभिधाता वा तज्ज्ञानं वा प्रमाणतया लोके व्यपदेशमासादयेत् ।।१/३५।। ટીકાર્ય : સવિત્પનિર્વિવું.... વ્યપદેશમાસાહિત્ ા ‘સ્થાકાર પદથી લાંછિત એવા સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ પુરુષદ્રવ્યને જે પ્રતિપાદક તે વસ્તુને નિશ્ચયથીઅવધારણથી, અવિકલ્પ જ અથવા સવિકલ્પ જ બોલે, તે યથાવસ્થિત વસ્તુનું પ્રતિપાદન પ્રસ્તુત હોતે છતે અન્યથાભૂત વસ્તુને પ્રતિપાદન કરતો એવો તે, સમયમાં=શાસ્ત્ર વિષયક પદાર્થના બોધમાં, નિશ્ચિત નથી. નિશ્ચિતનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – નિશ્ચય =નિશ્ચિત, તે આવે છે તે નિશ્ચિત. અર્શત્વ આદિપણાથી અમ્ પ્રત્યય લાગીને નિશ્ચિત શબ્દ બનેલ છે. ‘તે પુરુષ સમયમાં નિશ્ચિત નથી' તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે - સમયમાં પરમાર્થથી વસ્તુતત્વનો પરિચ્છતા નથી. જેઓ એકાંતથી સવિકલ્પ કે અવિકલ્પ વસ્તુને ગ્રહણ કરે છે તેઓ સમયમાં=શાસ્ત્રમાં, નિશ્ચિત કેમ નથી ? તે “તદિ'થી સ્પષ્ટ કરતાં કહે છે – પ્રમાણથી પરિચ્છિન્ન તે પ્રકારે જ અવિસંવાદી વસ્તુને જે પ્રકારે પ્રમાણથી દેખાય છે તે પ્રકારે અવિસંવાદી વસ્તુને, પ્રતિપાદન કરતો પુરુષ વસ્તુનો પ્રતિપાદક એ પ્રમાણે કહેવાય છે અને તથાભૂત વસ્તુ=એકાંત સવિકલ્પ કે એકાંત અવિકલ્પ વસ્તુ, કોઈના વડે ક્યારેય પણ પ્રાપ્ત થયેલ નથી અથવા પ્રાપ્ત થતી નથી, જેથી તેવા પ્રકારનું તેનું વચન=એકાંત સવિકલ્પ કે એકાંત અવિકલ્પને કહેનાર વચન, ત્યાં=વસ્તુના સ્વરૂપના પ્રતિપાદનમાં, પ્રમાણ થાય અથવા તેવા પ્રકારના વચનના અભિધાતા Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૫, ૩૬ અર્થાત્ એકાંત અવિકલ્પ કે એકાંત સવિકલ્પ એવા પ્રકારના વચનના અભિધાતા, અથવા તેનું જ્ઞાન અર્થાત્ એકાંત સવિકલ્પ કે એકાંત અવિકલ્પરૂપ વસ્તુનું જ્ઞાન, પ્રમાણપણાથી લોકમાં વ્યપદેશને પામે. ૧/૩૫. ભાવાર્થ : અત્યાર સુધી સ્થાપન કર્યું એ પ્રમાણે સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ પુરુષદ્રવ્ય છે અર્થાત્ યાતુ સવિકલ્પ પુરુષદ્રવ્ય છે અને ચાતું નિર્વિકલ્પ પુરુષદ્રવ્ય છે=જન્મથી માંડીને મરણ સુધી પુરુષરૂપે સમાન પ્રતીતિ હોવાથી તેની અવસ્થાના વિકલ્પ થતા નથી તે અપેક્ષાએ નિર્વિકલ્પ પુરુષદ્રવ્ય છે અને પ્રતિક્ષણ તેના બાલાદિ ભાવોના પરિવર્તન થાય છે તે અપેક્ષાએ સવિકલ્પ પુરુષદ્રવ્ય છે. જે પ્રતિપાદક વ્યક્તિ તે પુરુષદ્રવ્યને એકાંતે સવિકલ્પ જ કે એકાંતે અવિકલ્પ જ પ્રતિપાદન કરે છે તે પુરુષ યથાવસ્થિત વસ્તુનું પ્રતિપાદન પ્રસ્તુત હોય ત્યારે અન્યથાભૂત વસ્તુનું પ્રતિપાદન કરતો હોવાથી તેનો શાસ્ત્ર વિષયક બોધ નિશ્ચિત નથી અર્થાત્ તે પુરુષ પરમાર્થથી વસ્તુના સ્વરૂપનો પરિચ્છેત્તા નથી, પરંતુ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોયા વગર સ્વતિ વિકલ્પથી પદાર્થને જોઈને પ્રરૂપણા કરનારો છે; કેમ કે વસ્તુ પ્રમાણથી પરિચ્છિન્ન છે. જે પ્રમાણે પ્રમાણથી પરિચ્છિન્ન વસ્તુ છે તે પ્રમાણે યથાર્થ વસ્તુને પ્રતિપાદન કરનારો પુરુષ વસ્તુનો પ્રતિપાદક છે અને એકાંતે અવિકલ્પ કે એકાંતે સવિકલ્પ વસ્તુ કોઈ વડે ક્યારેય પણ પ્રાપ્ત થયેલ નથી અને પ્રાપ્ત થતી નથી. તેથી તેવા પ્રકારનું તેનું વચન પ્રમાણ બને નહીં અથવા તેવા પ્રકારના વચનનું અભિધાન કરનાર પુરુષ લોકમાં પ્રમાણપણારૂપે વ્યપદેશને પામે નહીં કે તે પુરુષનું જ્ઞાન લોકમાં પ્રમાણપણાને વ્યપદેશ પામે નહીં, કેમ કે વસ્તુનું તેવું સ્વરૂપ નથી. માટે વસ્તુને તે સ્વરૂપે કહેનાર પુરુષ વસ્તુના સ્વરૂપના અનવબોધને પોતાના આત્મામાં બતાવે છે, તે પ્રકારે અવતરણિકા સાથે સંબંધ છે. II૧/રૂપા અવતરણિકા : परस्पराक्रान्तभेदाभेदात्मकस्य वस्तुनः कथञ्चित् सदसत्त्वमभिधाय तथा तदभिधायकस्य वचसः पुरुषस्यापि तदभिधानद्वारेण सम्यग्मिथ्यावादित्वं प्रतिपाद्य अधुना भावाभावविषयं तत्रैवैकान्तानेकान्तात्मकमंशं प्रतिपादयतो विवक्षया सुनयदुर्नयप्रमाणरूपतां, तत्प्रतिपादकं वचो यथा अनुभवति तथा प्रपञ्चतः प्रतिपादयितुमाह - અવતરણિયાર્થ: પરસ્પર આક્રાન્ત એવી ભેદ-અભેદ સ્વરૂપ વસ્તુનું કોઈક અપેક્ષાએ સત્ય કહીને, કોઈક અપેક્ષાએ અસત્વ કહીને અને તેના અભિધાયક એવા વચનવાળા પુરુષનું પણ તદ્ અભિધાન દ્વારા પરસ્પર આક્રાન્ત ભેદાભદાત્મક પુરુષરૂપ વસ્તુના સર્વ-અસત્વના અભિધાન દ્વારા, સમ્ય-મિથ્યાવાદિત્વનું પ્રતિપાદન કરીને=પરસ્પર આક્રાન્ત ભેદાભદાત્મક પુરુષરૂપ વસ્તુના અભિધાન દ્વારા સમ્યગુવાદિત્વનું અને એકાંત ભેદાભદાત્મકતા અભિધાન દ્વારા મિથ્યાવાદિત્વનું પ્રતિપાદન કરીને, હવે ત્યાં જ પુરુષ Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ ૧૩૭ આદિરૂપ વસ્તુમાં જ, એકાંત-અનેકાંતાત્મક ભાવાભાવ વિષયરૂપ અંશને પ્રતિપાદન કરતા વિવેક્ષાથી સુનય, દુર્નય અને પ્રમાણરૂપતાને પ્રતિપાદન કરવા માટે અને તત્પતિપાદક વચનનો જે પ્રમાણે અનુભવ થાય છે તે પ્રમાણે વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાવાર્થ - દરેક પદાર્થો કથંચિત્ સર્વાત્મક છે એમ ગાથા-૩૧ની ટીકામાં કહ્યું. તેનાથી એ ફલિત થયું કે દરેક વસ્તુ ભેદાભદાત્મક છે. તે દરેક વસ્તુમાં ભેદાભદાત્મક સ્વરૂપ પરસ્પર આક્રાંત છે; કેમ કે વસ્તુના એક દેશમાં ભેદ છે અને અન્ય દેશમાં અભેદ છે એમ નથી, પરંતુ વસ્તુ કોઈક સ્વરૂપે અન્યથી ભિન્ન છે અને કોઈક સ્વરૂપે અન્યસદશ હોવાથી અભિન્ન છે. માટે વસ્તુમાં રહેલ ભેદભેદ પરસ્પર આક્રાન્ત છે. પરસ્પર આક્રાન્ત ભેદાભદાત્મક વસ્તુ કથંચિ સત્ત્વ છે અને કથંચિત્ અસત્ત્વ છે અર્થાત્ તે વસ્તુ કોઈક સ્વરૂપે વર્તમાનમાં વિદ્યમાન છે માટે તેનું સત્ત્વ છે, અન્ય સ્વરૂપે વિદ્યમાન નથી માટે અસત્ત્વ છે. આ પ્રમાણે કહીને તે વસ્તુના અભિધાયક એવા વચનરૂપ પુરુષના પણ કથંચિત્ સત્ત્વ-અસત્ત્વના અભિધાન દ્વારા સમ્યગ્વાદિત્વ અને મિથ્યાવાદિત્વનું પ્રતિપાદન પૂર્વમાં કરેલ છે. અર્થાત્ તે બોલનાર જીવ પુરુષને એકાંતે પુરુષરૂપ સ્વીકારે તો મિથ્યાવાદી છે અને કથંચિત્ પુરુષરૂપ અને કથંચિત્ બાલ આદિ રૂપ સ્વીકારે તો સમ્યગ્વાદી છે. આ પ્રમાણે પ્રતિપાદન કરીને હવે પુરુષ આદિરૂપ વસ્તુમાં જ કથંચિત્ ભાવ અને કથંચિદ્ અભાવ વિષયરૂપ અંશને એકાંત-અનેકાંતાત્મક પ્રતિપાદન કરતા વિવફા વડે સુનય, દુર્નય અને પ્રમાણરૂપ બને છે અર્થાત્ ભાવાભાવાત્મક વિષય વસ્તુને એકાંત ભાવાત્મક કે એકાંત અભાવાત્મક માને તો દુર્નય બને. કથંચિ ભાવાત્મક કે કથંચિત્ અભાવાત્મક કહે તો સુનય બને. ભાવ અને અભાવ ઉભયને પ્રધાન કરીને પદાર્થ અનેકાંતાત્મક છે તેમ સ્થાપન કરે તો પ્રમાણ બને. તે બતાવવા માટે ભાવાભાવાત્મક વસ્તુના પ્રતિપાદક વચનનો જે પ્રમાણે અનુભવ થાય છે તે પ્રમાણે વિસ્તારથી ભાવાભાવાત્મક પદાર્થને કહેનારા વચનને બતાવવા માટે કહે છે – અન્ય પ્રકારે અવતરણિકા - ___ यद्वा यथैव तद् वस्तु व्यवस्थितं तथैव वचनात् प्रतिपादयतो वक्तुनिपुणत्वं भवति अन्यथा साङ्ख्य-बौद्ध-कणभुजामिव अभिन्नभिन्नपरस्परनिरपेक्षोभयवस्तुस्वरूपाभिधायिनाम् अर्हन्मतानुसारिणामपि स्यादस्ति' इत्यादिसप्तविकल्परूपतामनापन्नवचनं वक्तृणां स्यात्कारपदाऽलाञ्छितवस्तुधर्म प्रतिपादयतामनिपुणता भवेदिति प्रपञ्चतः सप्तविकल्पोत्थाननिमित्तमुपदर्शयितुं गाथासमूहमाह - અવતરણિતાર્થ - અથવા જે પ્રમાણે જ તે વસ્તુ વ્યવસ્થિત છે તે પ્રકારના જ વચનથી પ્રતિપાદન કરનારા વક્તાનું નિપુણપણું થાય છે. અન્યથા વક્તા તે પ્રકારે પ્રતિપાદન ન કરે તો, અભિન્ન, ભિન્ન કે પરસ્પર નિરપેક્ષ ઉભયરૂપ વસ્તુના સ્વરૂપને કહેનારા સાંખ્યદર્શનકાર, બૌદ્ધદર્શનકાર, તૈયાયિકની Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ જેમ અરિહંતના મતાનુસારી મહાત્માઓનું પણ ‘સ્યાદ્ અસ્તિ' ઇત્યાદિ સાત વિકલ્પતાને નહીં પામેલું વચન સ્યાદ્ પદ અલાંછિત વસ્તુધર્મના પ્રતિપાદન કરતા વક્તાની અનિપુણતા થાય એથી વિસ્તારથી સાત વિકલ્પના ઉત્થાનના નિમિત્તને બતાવવા માટે ગાથાસમૂહને કહે છે=ગાથા-૩૬થી ૪૦રૂપ સમૂહને કહે છે ભાવાર્થ: વસ્તુ જે પ્રમાણે રહેલી હોય તે પ્રમાણે જ વચનથી તેનું પ્રતિપાદન કોઈક પુરુષ કરે તો તે વક્તા યથાર્થ વસ્તુને પ્રતિપાદન કરનારો હોવાથી નિપુણ છે એમ કહેવાય છે, જો તે વક્તા વસ્તુ જે પ્રમાણે રહેલી હોય તે પ્રમાણે પ્રરૂપણા કરે નહીં તો એકાંતવાદીની જેમ તેની પ્રરૂપણા યથાર્થ નહીં હોવાથી તે નિપુણ નથી. જેમ એકાંતદર્શનવાદી એવા સાંખ્યમતકાર આત્માને એકાંત નિત્ય માને છે. તેથી આત્માની પ્રતિક્ષણ પરિવર્તન પામતી સર્વ અવસ્થાઓને એકાંત અભિન્ન સ્વીકારે છે, જે વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદનરૂપ નથી. વળી બૌદ્ધો આત્માના પ્રતિક્ષણ પરિવર્તન પામતા પર્યાયોને એકાંત ભિન્ન માને છે જે વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદનરૂપ નથી. નૈયાયિકો પદાર્થને સામાન્ય-વિશેષરૂપ સ્વીકારે છે તોપણ પરસ્પર નિરપેક્ષ સામાન્યને અને વિશેષને સ્વીકારે છે જે વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદનરૂપ નથી. તેની જેમ ભગવાનના શાસનના પદાર્થોને કહેનારા જો ‘સ્યાદ્ અસ્તિ' ઇત્યાદિ સાત વિકલ્પતાને નહીં પામેલું વચન બોલે તો સ્યાકાર પદથી અલાંછિત વસ્તુના ધર્મને પ્રતિપાદન કરતા એવા તે વક્તા પદાર્થને પ્રતિપાદન કરવામાં અનિપુણ બને. તેથી જૈનશાસનમાં રહેલા વક્તાને પદાર્થ જે સ્વરૂપે રહેલ છે તે રૂપે પ્રતિપાદન કરવા માટે સમર્થ ક૨વા અર્થે ગ્રંથકારશ્રી વિસ્તારથી સપ્ત વિકલ્પના ઉત્થાનના નિમિત્તને બતાવવા માટે પાંચ ગાથાના સમુદાયને કહે છે ગાથા ઃ છાયા : - - Jain Educationa International अत्यंतर भूहि यणियएहि य दोहि समयमाईहिं । वयणविसेसाईयं दव्वमवत्तव्वयं पडइ । । १ / ३६।। अर्थान्तरभूतेन च निजकेन च द्वाभ्याम् समयमादिभिः । वचनविशेषातीतं द्रव्यमवक्तव्यं पतति । । १ / ३६ ।। અન્વયાર્થ : અત્યંતરભૂત્ત વ=અને અર્થાન્તરભૂત વડે નાસ્તિરૂપ બીજો ભાંગો થાય છે. વિત્તિ ય=અને નિજક વડે અસ્તિરૂપ પ્રથમ ભાંગો થાય છે. સમયમાöિ=સમયાદિ સ્વરૂપથી=સંકેત અને અસંકેત સ્વરૂપથી=સંકેત સ્વરૂપે પ્રધાનથી અને અસંકેત સ્વરૂપે ગૌણભાવથી, વોદિ=બન્ને વડે=અર્થાન્તરભૂત અને નિજકરૂપ For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ ૧૩૯ બન્ને વડે, વયવિસાયંકવચન વિશેષથી અતીત એવું, દ્વ—દ્રવ્ય, વત્તદ્વયં અવક્તવ્ય પરૂ થાય છે. I૧/૩૬ ગાથાર્થ : અને અન્તરભૂત વડે નાસિરૂપ બીજો ભાંગો થાય છે અને નિજક વડે અતિરૂ૫ પ્રથમ ભાંગો થાય છે. સમયાદિ સ્વરૂપથી=સંકેત અને અસંકેત સ્વરૂપથી સંકેત સ્વરૂપે પ્રધાનથી અને અસંકેત સ્વરૂપે ગૌણભાવથી, બન્ને વડે અર્થાન્તરભૂત અને નિજકરૂપ બન્ને વડે, વચન વિશેષથી અતીત એવું દ્રવ્ય અવક્તવ્ય થાય છે. ll૧/૩૬ll ગાથામાં રહેલા “સમયમાર્દિ' શબ્દનું યોજન ટીકાકારશ્રીએ કઈ રીતે કર્યું છે ? તેની સ્પષ્ટતા થતી નથી, પરંતુ ત્રણ ભાંગા બતાવ્યા પછી ‘તથાદિથી તેની સ્પષ્ટતા કરતાં ત્રીજા ભાંગામાં કહ્યું કે બન્ને ધર્મોના પ્રધાનપણાથી કે ગૌણભાવથી પ્રતિપાદનમાં કોઈ વચન સમર્થ નથી. તેના ઉપરથી જણાય છે કે ત્રીજા ભાંગામાં નિજક અને અર્થાન્તરભૂત બન્ને ધર્મો પ્રધાનરૂપે સાથે કહી શકાતા નથી અને ગૌણભાવથી સાથે કહી શકાતા નથી. જે વસ્તુમાં જેનો સંકેત કર્યો હોય તે પ્રધાન કહેવાય અને જેનો સંકેત ન હોય તે ગૌણ કહેવાય એ પ્રકારનો અર્થ કરીએ તો સમય શબ્દનો અર્થ સંકેત થાય છે અને આદિ પદથી અસંકેતનું ગ્રહણ થાય છે. કોઈ વ્યક્તિએ પટ વસ્તુમાં પણ ઘટનો સંકેત કર્યો હોય ત્યારે પટ વસ્તુ પણ ઘટ સંકેતથી પ્રધાનઘટ બને છે અને અસંકેતથી પટ આદિ બને છે. પ્રધાનરૂપે ઘટ-પટાદિને સાથે કહેવા હોય તો યુગપદ્ કહી શકાય નહીં અને અસંકેતરૂપે પણ ઘટ-પટાદિ યુગપદ્ કહી શકાય નહીં. માટે અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. આ પ્રકારનો અર્થ અમને જણાય છે માટે માથાનો અર્થ તે પ્રમાણે કરેલ છે. ટીકા : अस्यास्तात्पर्यार्थः-अर्थान्तरभूतः पटादिः, निजो घटः, ताभ्यां निजार्थान्तरभूताभ्यां सदसत्त्वं घटवस्तुनः प्रथमद्वितीयभङ्गनिमित्तं प्रधानगुणभावेन भवतीति प्रथमद्वितीयौ भङ्गौ १-२ । यदा तु द्वाभ्यामपि युगपत् तद् वस्तु अभिधातुमभीष्टं भवति तदा अवक्तव्यभङ्गकनिमित्तम्, तथाभूतस्य वस्तुनोऽभावात् प्रतिपादकवचनातीतत्वात् तृतीयभङ्गसद्भावः, वचनस्य वा तथाभूतस्याभावाद् अवक्तव्यं वस्तु ३ । तथाहि-असत्त्वोपसर्जनसत्त्वप्रतिपादने प्रथमो भङ्गः । तद्विपर्ययेण तत्प्रतिपादने द्वितीयः । द्वयोस्तु धर्मयोः प्राधान्येन गुणभावेन वा प्रतिपादने न किञ्चिद् वचः समर्थम् यतो न तावत् સમાસવાનં તત્ક્રતિ લિમ્ નાપિ વાવયં સન્મતિ ..... માર/રૂદ્દા ટીકાર્ય : આનો તાત્પર્યાર્થ છે=ગાથાનો તાત્પર્યાર્થ આ છે. અર્થાત્તરભૂત પટાદિ, નિજ ઘટ, તેના દ્વારા=નિજ અને અર્થાન્તરભૂત એવી વસ્તુ દ્વારા, ઘટવસ્તુનું સત્વ અને અસત્વ પ્રથમ દ્વિતીય ભંગનું નિમિત્ત Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ પ્રધાન ગુણભાવથી થાય છે. એથી પ્રથમ અને બીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી જ્યારે બન્ને દ્વારા પણ =તિજ અને અર્થાન્તરભૂત બન્ને દ્વારા પણ, એક સાથે તે વસ્તુ કહેવા માટે અભિષ્ટ થાય છે ત્યારે અવક્તવ્યના ભાંગાનું નિમિત્ત છે અવ્યક્તવ્યના ભાંગાનું નિમિત્ત તે વસ્તુ છે; કેમ કે તથાભૂત વસ્તુનો અભાવ છે=એકસાથે નિજ અને અર્થાન્તરભૂત વસ્તુ કહી શકાય તેવી વસ્તુનો અભાવ છે. કેમ તે પ્રકારની વસ્તુનો અભાવ છે ? તેમાં હેતુ કહે છે – પ્રતિપાદક એવા વચનથી અતીતપણું છે=એકસાથે ઉભય સ્વરૂપનું પ્રતિપાદન કરે તેવા પ્રતિપાદક વચનથી તે વસ્તુનું અતીતપણું છે. તેથી ત્રીજા ભાંગાનો સદ્ભાવ છે. અથવા તેવા પ્રકારના વચનનો વસ્તુના નિજસ્વરૂપનું અને અર્થાત્તરભૂત સ્વરૂપનું પ્રતિપાદન કરે તેવા પ્રકારના વચનતો, અભાવ હોવાથી અવક્તવ્ય વસ્તુ છે. ગાથાના કથનથી ત્રણ ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે ‘તદિ'થી સ્પષ્ટ કરે છે – અસત્ત્વના ઉપસર્જતથી સત્ત્વના પ્રતિપાદનમાં અર્થાતરભૂત એવા અસત્વતા ગૌણપણાથી નિજ એવા ઘટરૂપ સત્ત્વના પ્રતિપાદનમાં, પ્રથમ ભાંગો છે. તેના વિપર્યયથી=અસત્ત્વના પ્રતિપાદન અને સત્વના ઉપસર્જનરૂપ વિપર્યયથી, તેના પ્રતિપાદનમાં વસ્તુના પ્રતિપાદનમાં, બીજો ભાંગો છે. વળી બન્ને ધર્મોનું સત્વ-અસત્વરૂપ બન્ને ધર્મોનું, પ્રાધાન્યથી અથવા ગૌણભાવથી પ્રતિપાદનમાં કોઈ વચન સમર્થ નથી, જે કારણથી સમાસવચન તત્પતિપાદક નથી. વળી વાક્ય પ્રતિપાદક સંભવતું નથી તેથી અવક્તવ્ય નામનો ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે, એમ અવય છે. ત્યાર પછી ટીકામાં અવ્યયીભાવ આદિ છ પ્રકારના સમાસથી બન્ને ધર્મનું પ્રતિપાદન કેમ થતું નથી ? તેની સ્પષ્ટતા કરેલ છે. વળી, આ રીતે નિજ સ્વરૂપ અને અર્થાન્તરભૂતને આશ્રયીને ત્રણ ભાંગા બતાવ્યા પછી નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ભિન્ન વસ્તુને સ્વીકારીને તેને આશ્રયીને ત્રણ ભાંગા કઈ રીતે થાય છે ? અને તેમાં પણ અન્ય અન્ય રીતે ત્રણ ભાંગાઓની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. II૧/૩૬ાા ભાવાર્થ : દરેક વસ્તુ પોતાના સ્વરૂપે છે, પરરૂપે નથી. તેને આશ્રયીને ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય છે: (૧) સ્યાદ્ અસ્તિ, (૨) સ્યાદ્ નાસ્તિ, (૩) સ્યાદ્ અવક્તવ્ય. આ ત્રણ ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – પદાર્થમાં એક નિજભાવ છે પોતાનો ભાવ છે. જેમ ઘટરૂપ વસ્તુમાં ઘટવરૂપ પોતાનો ભાવ છે અને તે રૂપે ઘટનું સત્ત્વ છે. વળી ઘટરૂપ વસ્તુમાં અર્થાન્તરભૂત ભાવ છે. તે અર્થાન્તરભૂત ભાવ ઘટથી અતિરિક્ત પટાદિ ભાવ છે. તે સ્વરૂપે ઘટનું અસત્ત્વ છે. આથી જ ઘટને જોઈને કહેવાય છે કે “આ પટ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ ૧૪૧ નથી”. જ્યારે ઘટના પોતાના ભાવને પ્રધાન કરીને અને અર્થાન્તરભૂત ભાવને ગૌણ કરીને વિચારાય છે ત્યારે ઘટનું ઘટરૂપે સત્ત્વ દેખાય છે. તેથી સ્યાદ્ અસ્તિ એ પ્રકારનો પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. જ્યારે ઘટરૂપ વસ્તુને જોઈને તેમાં રહેલ અર્થાન્તરભૂત પટાદિ ભાવોને પ્રધાન કરવામાં આવે અને નિજભાવને ગૌણ કરવામાં આવે ત્યારે ‘પટાદિરૂપે ઘટ નથી' તેવી પ્રતીતિ થાય છે. તેથી સ્યાદ્ નાસ્તિ એ પ્રકારનો બીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, ઘટરૂપ વસ્તુમાં રહેલ પોતાનું સ્વરૂપ અને અર્થાન્તરભૂત ભાવ બન્ને એક સાથે કહેવા માટે ઇચ્છાય છે ત્યારે અવક્તવ્ય નામનો ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે; કેમ કે ઘટમાં રહેલ પોતાનું સ્વરૂપ અને અર્થાન્તર સ્વરૂપ બન્ને સાથે કહી શકાય તેવા પ્રતિપાદક વચનથી ઘટરૂપ વસ્તુ અતીત છે. માટે એક સાથે ઉભયરૂપ સ્વરૂપે કહી શકાય તેવી વસ્તુનો અભાવ છે. અથવા વસ્તુ ઉભય સ્વરૂપ હોવા છતાં તેવા પ્રકારનું કોઈ એક જ એવું વચન નથી કે જેથી એક જ વચનથી વસ્તુને ઉભય સ્વરૂપે એક સાથે કહી શકાય. માટે સ્યાદ્ અવક્તવ્ય' નામનો ત્રીજો ભાગો પ્રાપ્ત થાય છે. અહીં પ્રથમ ભાંગામાં ઘટમાં રહેલ પટાદિના અસત્ત્વને ગૌણ કરવામાં આવે છે અને ઘટના સત્ત્વને પ્રધાન કરવામાં આવે છે. તેથી ઘટ ઘટરૂપે છે તેમ પ્રાપ્ત થાય છે, માટે “સ્યા અસ્તિ' નામનો પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, બીજા ભાગમાં ઘટમાં રહેલ પટાદિના અસત્ત્વને પ્રધાન કરવામાં આવે છે અને ઘટના સત્ત્વને ગૌણ કરવામાં આવે છે. તેથી પટરૂપે ઘટ નથી તેમ પ્રાપ્ત થાય છે માટે “સ્યાદ્ નાસ્તિ' નામનો બીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી ઘટમાં રહેલ પોતાનું ઘટસ્વરૂપ અને ઘટમાં રહેલ પટાદિસ્વરૂપનો અભાવ - એ બન્નેને પ્રધાન કરવામાં આવે તો તેને એક સાથે કહેવા માટે કોઈ એક જ વચન સમર્થ નથી માટે અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. અથવા ઘટમાં રહેલ પોતાનું સ્વરૂપ અને અર્થાન્તર સ્વરૂપ બન્નેને ગૌણ કરવામાં આવે અર્થાત્ લક્ષણાથી બન્ને સ્વરૂપ કહેવામાં આવે તો તેવા સ્વરૂપવાળા ઘટાદિને કહેનારું કોઈ એક જ વચન સમર્થ બનતું નથી માટે તે સ્વરૂપે ઘટરૂપ વસ્તુ અવક્તવ્ય બને છે અને ઘટમાં રહેલું પોતાનું સ્વરૂપ અને ઘટમાં રહેલું પટાદિના અભાવનું સ્વરૂપ ક્રમસર પ્રથમ અને દ્વિતીય ભાંગાથી કહેવાય છે તેથી હવે તે જ સ્વરૂપને એક જ શબ્દથી એક સાથે કહેવાનો જ વિકલ્પ પ્રાપ્ત થાય છે. જેનાથી તે વસ્તુનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, જે અવક્તવ્યરૂપ છે. પ્રથમ અવતરણિકામાં કહેલ કે ભાવાભાવાત્મક વિષયવાળી વસ્તુને વિવેક્ષાથી કહેવામાં આવે ત્યારે તે સુનય, દુર્નય કે પ્રમાણરૂપતાને પ્રાપ્ત કરે છે, તેની પ્રાપ્તિ પ્રસ્તુત ગાથાથી આ રીતે થાય છે – કોઈ વક્તા ‘સ્યાદ્ અસ્તિ' એ પ્રમાણે કહે ત્યારે તે નયવાક્ય બને છે અર્થાત્ ઘટરૂપ વસ્તુ પોતાના સ્વરૂપે “કથંચિત્ છે' તેમ કહેવાથી ગૌણપણાથી પરસ્વરૂપે કથંચિત્ નથી તેની પ્રાપ્તિ હોવાથી તે નયવાક્ય બને છે. તે રીતે “યાદ્ નાસ્તિ' એ પ્રમાણે કહે તે પણ નયવાક્ય સુનય બને છે. “અસ્તિ એવ' ઇત્યાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬, ૩૭ કહેવાથી દુર્નય બને છે અર્થાત્ ઘટાદિ વસ્તુ ઘટવાદિ સ્વરૂપે છે જ' તેમ કહેવાથી પરરૂપે નાસ્તિનો અપલોપ થાય છે, તેથી દુર્નય બને છે. સ્યાદ્ અસ્તિ', “યાદ્ નાસ્તિ” અને “સ્યાદ્ અવક્તવ્ય' એ પ્રમાણે ત્રણ વિકલ્પોનો સમુદાય ગ્રહણ કરવાથી પ્રમાણરૂપ બને છે; કેમ કે સ્વરૂપથી, પરરૂપથી અને ઉભયરૂપથી ગ્રહણ ત્રણે વિકલ્પોથી થાય છે જેના દ્વારા પૂર્ણ વસ્તુનો બોધ થાય છે, માટે પ્રમાણ છે. I૧/૩૬ અવતરણિકા : एवं निरवयववाक्यस्वरूपं भगकत्रयं प्रतिपाद्य सावयववाक्यरूपचतुर्थभगकं प्रतिपादयितुमाह - અવતરણિકાર્ય : આ રીતેeગાથા-૩૬માં કહ્યું એ રીતે, નિરવયવ એવા ઘટાદિરૂપ વસ્તુને કહેનારા વાક્યસ્વરૂપ ભંગત્રયનું પ્રતિપાદન કરીને સાવયવ એવા ઘટાદિ વસ્તુને કહેનારા વાક્યસ્વરૂપ ચોથા ભંગને બતાવવા માટે કહે છે – ભાવાર્થ ઘટાદિ વસ્તુના અગ્ર-પૃષ્ઠ આદિ વિભાગ કર્યા વગર પૂર્ણ ઘટ વસ્તુને ગ્રહણ કરીને, તે ઘટ વસ્તુના સ્વરૂપને બતાવનાર જે વાક્ય છે તે વાક્યરૂપ પ્રથમ ત્રણ ભાગાની પ્રાપ્તિ છે, તેનું પ્રતિપાદન ગ્રંથકારશ્રીએ ગાથા-૩૬માં કર્યું. હવે ઘટાદરૂપ વસ્તુને અગ્ર-પૃષ્ઠ આદિ દ્વારા વિભાગ કરીને સાવયવ એવા ઘટાદિ વસ્તુને કહેનાર વાક્યરૂ૫ ચોથા ભાંગાને પ્રતિપાદન કરવા માટે કહે છે – ગાથા - अह देसो सब्भावे देसोऽसब्भावपज्जवे णियओ । तं दवियमत्थि णत्थि य आएसविसेसियं जम्हा ।।१/३७।। છાયા : अथ देशः सद्भावे देशोऽसद्भावपर्याये नियतः । तत् द्रव्यमस्ति नास्ति च आदेशविशेषितं यस्मात् ।।१/३७।। અન્વયાર્થ: કદ અહ=જ્યારે, કેસો દેશ=વસ્તુનો દેશ, સમારે નિયમો સદ્ભાવમાં નિયત છે અસ્તિત્વમાં નિયત છે, કેસો=દેશ=અન્ય દેશ, સમાવપm=અસદ્ભાવ પર્યાયમાં છે=નાસ્તિત્વમાં નિયત છે, તે વિયસ્થિ પત્નિ = ત્યારે તે દ્રવ્ય અસ્તિ અને નાસ્તિ છે. ના=જે કારણથી, માણસવિસિયં=આદેશથી વિશેષિત છે અવયવભાગથી વિશેષિત છે. ll૧/૩૭ના Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૭ ૧૪૩ ગાથાર્થ : અહ=જ્યારે, દેશ=વસ્તુનો દેશ, સદ્ભાવમાં નિયત છે અસ્તિત્વમાં નિયત છે, દેશ અન્ય દેશ, અસભાવ પર્યાયમાં નિયત છે નાસ્તિત્વમાં નિયત છે, ત્યારે તે દ્રવ્ય અતિ અને નાસ્તિ છે. જે કારણથી આદેશથી વિશેષિત છે-અવયવભાગથી વિશેષિત છે. ll૧/૩૭ના ટીકા - अथ इति यदा देशो-वस्तुनोऽवयवः, सद्भावेऽस्तित्वे नियतः='सनेवायम्' इत्येवं निश्चितः, अपरश्च देशोऽसद्भावपर्याये-नास्तित्व एव, नियतः-'असन्नेवायम्' इत्यवगतः, अवयवेभ्योऽवयविनः कथञ्चिदभेदाद् अवयवधर्मस्तस्यापि तथाव्यपदेशः यथा 'कुण्ठो देवदत्तः' इति, ततोऽवयवसत्त्वासत्त्वाभ्यामवयवी अपि सदसन् सम्भवति, ततः तद्-द्रव्यमस्ति च नास्ति चेति भवत्युभयप्रधानावयवभागेन विशेषितं यस्मात् । तथाहि-यद् अवयवेन विशिष्टधर्मेण आदिश्यते तद् अस्ति च नास्ति च भवति, तथा, स्वद्रव्यक्षेत्रकालभावैविभक्तो घटः स्वद्रव्यादिरूपेणास्ति परद्रव्यादिरूपेण च स एव नास्ति तथा च पुरुषादि वस्तु विवक्षितपर्यायेण बालादिना परिणतम्, कुमारादिना चापरिणतमित्यादिष्टमिति योज्यम् ।।१/३७।। ટીકાર્ચ - અથ તિ ... યોર્ અથ યદા અર્થમાં છે, તેથી જ્યારે દેશ=વસ્તુનો અવયવ, સદ્ભાવમાં અસ્તિત્વમાં, નિયત છે ‘સત્ જ આ છે' એ પ્રકારે નિશ્ચિત છે. અને અપરદેશ અસદ્ભાવ પર્યાયમાં નાસ્તિત્વમાં, નિયત છે="અસત્ જ આ છે એ પ્રમાણે અવગત છે. તે દ્રવ્ય અસ્તિ-નાસ્તિરૂપ છે એમ આગળ સાથે જોડાણ છે છતાં ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યો. ત્યાં શંકા થાય કે વસ્તુનો દેશ સદ્ભાવમાં નિયત હોય અને વસ્તુનો અન્ય દેશ અસદ્ભાવમાં નિયત હોય તો તેનાથી પ્રાપ્ત થતો ચોથો ભાંગો અવયવીનો બને નહીં, પરંતુ અવયવનો પ્રાપ્ત થાય. પ્રસ્તુતમાં અવયવીના ત્રણ ભાંગા બતાવ્યા પછી અવયવીનો ચોથો ભાંગો બતાવે છે, તેથી અવયવને આશ્રયીને કહેલા વિકલ્પો પણ અવયવીના છે તે બતાવવા અર્થે કહે છે -- અવયવોથી અવયવીનો કથંચિત્ અભેદ હોવાથી અવયવના ધર્મો વડે અવયવના અસ્તિત્વનાસ્તિત્વ ધર્મ વડે, તેનો પણ અવયવીનો પણ, તે પ્રકારે વ્યપદેશ છે=અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે વ્યપદેશ છે. જે પ્રમાણે “કુંઠ દેવદત્ત' એ પ્રમાણે વ્યપદેશ થાય છે–દેવદત્તનો એક અવયવ કુંઠ હોય તો તે કુંઠ અવયવને કારણે દેવદત્ત પણ કુંઠ કહેવાય છે. તેથી=અવયવના સત્વ-અસત્વથી અવયવી પણ સત્અસત્ સંભવે છે, તેથી તે=અવયવીરૂપ દ્રવ્ય, અતિ અને તાસિ એ રૂપે થાય છે જે કારણથી ઉભય પ્રધાન એવો અવયવના ભાગથી વિશેષિત છે=પ્રથમ ભાંગામાં જેમ અતિ પ્રધાન હતું અને નાસ્તિ For Personal and Private Use Only Jain Educationa International Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૭ ગૌણ હતું, બીજા ભાંગામાં જેમ નાસ્તિ પ્રધાન હતું અને અતિ ગૌણ હતું; તેમ આ ચોથા ભાંગામાં એક દેશમાં અતિ પ્રધાન છે અને અન્ય દેશમાં કાતિ પ્રધાન છે, પરંતુ અસ્તિ-નાસ્તિમાંથી કોઈ ગૌણરૂપ નથી. તેથી ઉભયપ્રધાન અવયવ ભાગથી વિશેષિત વસ્તુ છે, જેથી તે દ્રવ્ય અસ્તિ-નાસ્તિ છે તેમ અવય છે. ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે જે કારણથી તે આદેશથી વિશેષિત છે તે કારણથી તે દ્રવ્ય અસ્તિ-નાસ્તિરૂપ છે. તેને ‘તથાદિથી સ્પષ્ટ કરે છે – જે=જે વસ્તુ, અવયવરૂપ વિશિષ્ટ ધર્મથી આદેશ કરાય તે દ્રવ્ય અસ્તિ અને નાસિરૂપ થાય છે. કઈ રીતે અસ્તિ-નાસ્તિરૂપ થાય છે ? તે ઘટરૂપ દ્રવ્યમાં અને પુરુષરૂપ ચેતન દ્રવ્યમાં યોજન કરીને બતાવે છે – અને સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિભક્ત એવો ઘટ સ્વદ્રવ્યાદિરૂપથી છે અને પરદ્રવ્યાદિરૂપથી તે જ=પદ્રવ્યાધિરૂપથી વિભક્ત તે ઘટ જ, નથી. અને તે રીતે જે રીતે ઘટના બે દેશોને ગ્રહણ કરીને અસ્તિ-નાસ્તિતો ભાંગો બતાવ્યો તે રીતે, પુરુષ આદિ વસ્તુ બાલ આદિ વિવણિત પર્યાયથી પરિણત છે=એક દેશમાં પરિણત છે અને કુમારાદિરૂપ વિવણિત પર્યાયથી અપરિણત છે વિવક્ષિત અન્ય દેશમાં અપરિણત છે, એ પ્રમાણે આદિષ્ટ છે એ પ્રમાણે વસ્તુના અવયવભાગથી કથિત છે, એ પ્રમાણે યોજવું. II૧/૩૭ના ભાવાર્થ - ઘટાદિરૂપ પૂર્ણ વસ્તુને ગ્રહણ કરીને પ્રથમના ત્રણ ભાંગા ગાથા-૩૬માં બતાવ્યા. ઘટાદિ પૂર્ણ વસ્તુને ગ્રહણ કરીને અન્ય કોઈ ભાંગો પ્રાપ્ત થતો નથી. આમ છતાં ઘટાદિ વસ્તુના જુદા જુદા દેશને ગ્રહણ કરીને ચોથો ભાંગો થાય છે તે બતાવતાં કહે છે – ઘટાદિનો એક દેશ એ અવયવ છે અને એનાથી ઘટાદિરૂપ અવયવીનો કથંચિત્ અભેદ છે. તેથી તેના અવયવના ધર્મો પણ ઘટાઉદરૂપ અવયવીના ધર્મો છે એમ વ્યપદેશ કરાય છે. જેમ દેવદત્તરૂપ વસ્તુનો હસ્તાદિ એક અવયવ ઠુંઠો હોય તોપણ દેવદત્ત ઠુંઠો છે તેમ કહેવાય છે તે નિયમ પ્રમાણે ઘટાદિરૂપ વસ્તુના બે વિભાગો કરીને એક વિભાગમાં સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આ ઘટાદિ વસ્તુ છે તેમ કહેવામાં આવે અને ઘટાદિના અન્ય દેશમાં પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિરૂપે આ ઘટાદિ વસ્તુ નથી તેમ કહેવામાં આવે ત્યારે તે ઘટરૂપ વસ્તુમાં “સ્યાદ્ અસ્તિ” અને “સ્યા નાસ્તિ” એ બન્ને અવયવભાગથી=બુદ્ધિથી ઉપસ્થિત કરાયેલા બે અંશોના વિભાગથી, પ્રધાનરૂપે પ્રાપ્ત થાય છે માટે ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ ભાંગામાં સ્યાદ્ અસ્તિ એટલો જ બોધ થયેલો અને નાસ્તિના ગૌણરૂપે બોધ થયેલો. બીજા ભાંગામાં સ્યાદ્ નાસ્તિ એટલો જ બોધ થયેલો અને અસ્તિનો ગૌણરૂપે બોધ થયેલો. Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ટીકા ઃ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૮ सद्भावे=अस्तित्वे, यस्य = घटादेर्धर्मिणो, देशो= धर्म, आदिष्टोऽवक्तव्यानुविद्धस्वभावे अन्यथा तदसत्त्वात्, न ह्यपरधर्माप्रविभक्ततामन्तरेण विवक्षितधर्मास्तित्वमस्य सम्भवति खरविषाणादेरिव, तस्यैवापरो देश उभयथा अस्तित्वनास्तित्वप्रकाराभ्यामेकदैव विवक्षितो = अस्तित्वानुविद्ध एवावक्तव्यस्वभावः, अन्यथा तदसत्त्वप्रसक्तेः न ह्यस्तित्वाभावे उभयाविभक्तता शशशृङ्गादेरिव तस्य सम्भविनी, प्रथमतृतीयकेवलभङ्गव्युदासस्तथाविवक्षावशादत्र कृतो द्रष्टव्यः, तत्र प्रथमतृतीययोर्भङ्गकयोः परस्पराविशेषणभूतयोः प्रतिपाद्येनाधिगन्तुमिष्टत्वात्, प्रतिपादकेनापि तथैव विवक्षितत्वात्, अत्र तु तद्विपर्ययात्, अनन्तधर्मात्मकस्य धर्मिणः प्रतिपाद्यानुरोधेन तथाभूतधर्माक्रान्तत्वेन वक्तुमिष्टत्वात्, तद् द्रव्यमस्ति च अवक्तव्यं च भवति, तद्धर्मविकल्पनवशात्, धर्मयोस्तथापरिणतयोस्तथाव्यपदेशे धर्म्यपि तद्द्वारेण तथैव व्यपदिश्यते । । १ / ३८ ।। ટીકાર્ય ઃसद्भावेऽस्तित्वे. વ્યવિશ્પતે ।। જે ઘટાદિ ધર્મીનો દેશ=ધર્મ, સદ્ભાવમાં=અસ્તિત્વમાં, આદિષ્ટ છે=અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવમાં આદિષ્ટ છે; કેમ કે અન્યથા=તેનાથી અન્ય દેશને ગૌણરૂપે અવક્તવ્ય ન સ્વીકારવામાં આવે અને તેના કારણે સ્વીકારાયેલો દેશ અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવવાળો ન બને તો, તેનું અસત્ત્વ પ્રાપ્ત થાય=ઘટાદિનું અસત્ત્વ પ્રાપ્ત થાય. કેમ ઘટાદિનું અસત્ત્વ પ્રાપ્ત થાય ? એથી કહે છે અપર ધર્મના અપ્રવિભક્તતા વગર=જે ધર્મની વિવક્ષા કરવામાં આવે તેનાથી તે વસ્તુમાં રહેલા અપર ધર્મના ગૌણપણારૂપે સ્વીકાર વગર, ખરવિષાણાદિની જેમ આનું=વસ્તુનું, વિવક્ષિત ધર્મથી અસ્તિત્વ સંભવતું નથી. તેનો જ=ઘટાદિ ધર્મીનો જ, અપર દેશ-સદ્ભાવમાં જે આદિષ્ટ કર્યો તેનાથી અપર દેશ, ઉભયથા છે=અસ્તિત્વ-નાસ્તિત્વ પ્રકાર દ્વારા એકદા જ, વિવક્ષિત છે–અસ્તિત્વથી અનુવિદ્ધ અવક્તવ્ય સ્વભાવવાળો છે; કેમ કે અન્યથા=અપર દેશ અસ્તિત્વ અનુવિદ્ધ અવક્તવ્ય સ્વભાવવાળો ન સ્વીકારવામાં આવે, પરંતુ કેવળ અવક્તવ્યરૂપે સ્વીકારવામાં આવે તો તેના અસત્ત્વની પ્રસક્તિ છે=અવક્તવ્ય ભાંગાના અસત્ત્વની પ્રસક્તિ છે. કેમ અવક્તવ્ય ભાંગાના અસત્ત્વની પ્રસક્તિ છે ? તે સ્પષ્ટ કરે છે – અસ્તિત્વના અભાવમાં તેની શશશૃંગાદિની જેમ ઉભયઅવિભક્તતા=ઘટના અન્ય દેશમાં પ્રધાનરૂપે સ્વરૂપની અને પરરૂપની એકસાથે વિવક્ષા કરવારૂપ ઉભયઅવિભક્તતા, સંભવતી નથી જ. તે પ્રકારની વિવક્ષાના વશથી=ઘટાદિ વસ્તુના એક દેશમાં સત્ત્વની અને અપર દેશમાં ઉભયની Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૮ ટીકા - सद्भावे अस्तित्वे, यस्य घटादेर्धर्मिणो, देशो-धर्म, आदिष्टोऽवक्तव्यानुविद्धस्वभावे अन्यथा तदसत्त्वात्, न ह्यपरधर्माप्रविभक्ततामन्तरेण विवक्षितधर्मास्तित्वमस्य सम्भवति खरविषाणादेरिव, तस्यैवापरो देश उभयथा अस्तित्वनास्तित्वप्रकाराभ्यामेकदैव विवक्षितो अस्तित्वानुविद्ध एवावक्तव्यस्वभावः, अन्यथा तदसत्त्वप्रसक्तेः न ह्यस्तित्वाभावे उभयाविभक्तता शशशृङ्गादेरिव तस्य सम्भविनी, प्रथमतृतीयकेवलभङ्गव्युदासस्तथाविवक्षावशादत्र कृतो द्रष्टव्यः, तत्र प्रथमतृतीययोर्भगकयोः परस्पराविशेषणभूतयोः प्रतिपाद्येनाधिगन्तुमिष्टत्वात्, प्रतिपादकेनापि तथैव विवक्षितत्वात्, अत्र तु तद्विपर्ययात्, अनन्तधर्मात्मकस्य धर्मिणः प्रतिपाद्यानुरोधेन तथाभूतधर्माक्रान्तत्वेन वक्तुमिष्टत्वात्, तद् द्रव्यमस्ति च अवक्तव्यं च भवति, तद्धर्मविकल्पनवशात्, धर्मयोस्तथापरिणतयोस्तथाव्यपदेशे धर्म्यपि तद्द्वारेण तथैव व्यपदिश्यते ।।१/३८।। ટીકાર્ચ - સમાવેડસ્તિત્વે ..... વ્યથતે IT જે ઘટાદિ ધર્મીનો દેશ=ધર્મ, સદ્ભાવમાં=અસ્તિત્વમાં, આદિષ્ટ છે=અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવમાં આદિષ્ટ છે; કેમ કે અન્યથા તેનાથી અન્ય દેશને ગૌણરૂપે અવક્તવ્ય ન સ્વીકારવામાં આવે અને તેના કારણે સ્વીકારાયેલો દેશ અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવવાળો ન બને તો. તેનું અસત્વ પ્રાપ્ત થાય=ઘટાદિનું અસત્વ પ્રાપ્ત થાય. કેમ ઘટાદિનું અસત્ત્વ પ્રાપ્ત થાય ? એથી કહે છે – અપર ધર્મના અપ્રવિભક્તતા વગર=જે ધર્મની વિવક્ષા કરવામાં આવે તેનાથી તે વસ્તુમાં રહેલા અપર ધર્મના ગૌણપણારૂપે સ્વીકાર વગર, ખરવિષાણાદિની જેમ આનું વસ્તુનું, વિવણિત ધર્મથી અસ્તિત્વ સંભવતું નથી. તેનો જsઘટાદિ ધર્મીનો જ, અપર દેશ=સદ્ભાવમાં જે આદિષ્ટ કર્યો તેનાથી અપર દેશ, ઉભયથા છે અસ્તિત્વ-નાસ્તિત્વ પ્રકાર દ્વારા એકદા જ, વિવક્ષિત છે અસ્તિત્વથી અનુવિદ્ધ અવક્તવ્ય સ્વભાવવાળો છે; કેમ કે અન્યથા અપર દેશ અસ્તિત્વ અનુવિદ્ધ અવક્તવ્ય સ્વભાવવાળો ન સ્વીકારવામાં આવે, પરંતુ કેવળ અવક્તવ્યરૂપે સ્વીકારવામાં આવે તો તેના અસત્ત્વની પ્રસક્તિ છે અવક્તવ્ય ભાંગાના અસત્વની પ્રસક્તિ છે. કેમ અવક્તવ્ય ભાંગાના અસત્ત્વની પ્રસક્તિ છે ? તે સ્પષ્ટ કરે છે – અસ્તિત્વના અભાવમાં તેની શશશૃંગાદિની જેમ ઉભયઅવિભક્તતા=ઘટના અન્ય દેશમાં પ્રધાનરૂપે સ્વરૂપની અને પરરૂપની એકસાથે વિવક્ષા કરવારૂપ ઉભયઅવિભક્તતા, સંભવતી નથી જ. તે પ્રકારની વિવક્ષાના વશથીeઘટાદિ વસ્તુના એક દેશમાં સત્ત્વની અને અપર દેશમાં ઉભયની Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૩૮ ૧૪૭ વિવક્ષાના વશથી, અહીં પાંચમા ભાંગામાં, પ્રથમ એવા કેવલ અસ્તિત્વના ભાંગાનો અને તૃતીય એવા કેવલ અવક્તવ્ય ભાંગાનો ચુદાસ કરાયેલો જાણવો; કેમ કે ત્યાં=પ્રથમ અને ત્રીજા ભાંગામાં, પરસ્પર અવિશેષભૂત એવા પ્રથમ અને ત્રીજા ભાંગાનું પ્રતિપાદ્યપણાથી બોધ કરવા માટે ઈષ્ટપણું છે. પ્રતિપાદક વડે પણ તે પ્રમાણે જ વિવક્ષિતપણું છે. વળી અહીં પાંચમા ભાંગામાં, તેના વિપર્યયથી=પરસ્પર અવિશેષણભૂત એવા અસ્તિત્વ અને અવક્તવ્યના વિપર્યય એવા પરસ્પર વિશેષણભૂત અસ્તિત્વ અને અવક્તવ્યથી, (બોધ કરવો ઈષ્ટપણું છે); કેમ કે અનંત ધર્માત્મક એવા ધર્મીનું પ્રતિપાધના અનુરોધથી તેવા પ્રકારના ધર્મના આક્રાંતપણાથી=દેશને ગ્રહણ કરીને પ્રધાનરૂપે અસ્તિત્વ અને અવક્તવ્ય ધર્મના આક્રાંતપણાથી, કહેવા માટે ઈષ્ટપણું છે. આ રીતે પાંચમા ભાંગાનું સ્વરૂપ બતાવ્યા પછી ગાથાના ઉત્તરાર્ધથી તે ભાંગો કેવો પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – તે દ્રવ્ય અસ્તિ અને અવક્તવ્ય થાય છે. કેમ અસ્તિ અને અવક્તવ્ય થાય છે ? તેથી કહે છે – તદ્ ધર્મના વિકલ્પતતા વશથી એક દેશમાં અસ્તિત્વ ધર્મ અને અન્ય દેશમાં અવક્તવ્ય ધર્મના વિકલ્પતતા વશથી, અસ્તિત્વ અને અવક્તવ્ય તે દ્રવ્ય થાય છે એમ અવય છે. કેમ ઘટરૂપ વસ્તુના ધર્મના વિકલ્પનના વશથી ઘટરૂપ દ્રવ્ય “અસ્તિ અને અવક્તવ્ય થાય છે ? તે સ્પષ્ટ કરે છે – તે પ્રકારના પરિણત એવા બે ધર્મોના=એક દેશમાં અસ્તિત્વરૂપે પરિણત અને અન્ય દેશમાં અવક્તવ્યરૂપે પરિણત એવા બે ધર્મોના, તે પ્રકારના વ્યપદેશમાં એક દેશને અસ્તિત્વરૂપે અને અન્ય દેશને અવક્તવ્યરૂપે વ્યપદેશમાં, તેના દ્વારા-તે બે ધર્મો દ્વારા, ધર્મી પણ ધર્મી એવો ઘટાદિ પણ, તે પ્રકારે જ વ્યપદેશ કરાય છે અસ્તિ અને અવક્તવ્યરૂપે વ્યપદેશ કરાય છે. ૧/૩૮ ભાવાર્થ : પાંચમા ભાંગાનો બોધ કરવા અર્થે કલ્પનાથી ઘટાદિ વસ્તુના બે વિભાગો કરવામાં આવે છે. ઘટના એક દેશમાં ઘટ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી છે એ પ્રકારની વિવક્ષાથી “ઘટ સ્યાદ્ અસ્તિ” એ પ્રકારનો આદેશ કરાય છે. આ આદેશ પણ અન્ય દેશમાં જે અવક્તવ્ય અંશ છે તેનાથી અનુવિદ્ધ સ્વભાવવાળા એવા તે ઘટના એક દેશમાં સ્યાદ્ અસ્તિત્વથી ઉપસ્થિત કરાય છે. જો અન્ય દેશમાં રહેલ અવક્તવ્યથી અનુવિદ્ધ સ્વભાવવાળા ઘટમાં અસ્તિત્વનો આદેશ કરવામાં ન આવે તો ઘટના અસ્તિત્વ દેશના અસત્ત્વનો પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે ઘટમાં રહેલ અપર ધર્મ તેને ગ્રહણ કર્યા વગર વિવલિત એવો અસ્તિત્વ ધર્મ પણ ઘટમાં સંભવતો નથી. જેમ ખરવિષાણાદિ જગતમાં નથી તેમ અવક્તવ્ય ધર્મથી અનુવિદ્ધ સ્વભાવ વગરનો તે ઘટનો અસ્તિત્વવાળો દેશ પણ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૮ આશય એ છે કે વિવક્ષા કરનાર પુરુષ એક ઘટના બે અંશો કરીને તે ઘટનું સ્વરૂપ કેવું છે ? તે બતાવવા પ્રયત્ન કરે છે ત્યારે એક અંશમાં સ્વરૂપની વિરક્ષા કરીને તે અંશથી ઘટને “સ્યાદ્ અસ્તિ' કહે ત્યારે તેનો અન્ય અંશ સ્વરૂપ-પરરૂપ ઉભયની વિરક્ષા કરીને અવક્તવ્ય કહેવા માટે પ્રયત્ન કરાય છે. તે કથન વખતે સ્યાદ્ અસ્તિ' એ કથનમાં રહેલ ‘સ્વાદુ’ શબ્દ ગૌણરૂપે અવક્તવ્યનો નિર્દેશ કરે છે અને તેનો અમલાપ કરીને માત્ર એક અંશને જ ગ્રહણ કરીને ‘અસ્તિ' એ પ્રમાણે કહેવામાં આવે તો અન્ય અંશના અપલોપથી અપલાપ થાય છે. તેથી અવક્તવ્ય ધર્મથી અનુવિદ્ધ સ્વભાવ વગરનો તે અસ્તિત્વવાળો દેશ પણ નથી. તે ઘટના અપર દેશમાં એક સાથે અસ્તિત્વ-નાસ્તિત્વ પ્રકારથી વિરક્ષા કરવામાં આવે ત્યારે અન્ય દેશમાં અવક્તવ્યની પ્રાપ્તિ થાય છે. તે અવક્તવ્ય અંશ પણ અસ્તિત્વથી અનુવિદ્ધ જ પ્રાપ્ત થાય છે. આ પાંચમા ભાંગામાં ઘટરૂપ વસ્તુના બે દેશોને ગ્રહણ કરીને એક દેશમાં અસ્તિત્વની વિવક્ષા કરી અને અન્ય દેશમાં અવક્તવ્યની વિવક્ષા કરી. તેના દ્વારા પૃથભૂત એવા અસ્તિત્વના ભાંગારૂપ પ્રથમ ભાંગો અને પૃથભૂત એવા અવક્તવ્યના ભાંગારૂપ ત્રીજો ભાંગો તસ્વરૂપ આ પાંચમો ભાંગો નથી તેમ બતાવાયેલું થાય છે; કેમ કે પ્રથમ ભાંગામાં પૂર્ણ ઘટને ગ્રહણ કરીને અસ્તિત્વનો વિકલ્પ હતો અને ત્રીજા ભાંગામાં પૂર્ણ ઘટને ગ્રહણ કરી અવક્તવ્યનો વિકલ્પ હતો. તેથી પ્રથમ અને ત્રીજા ભાંગામાં પરસ્પર અવિશેષણભૂત એવા અસ્તિત્વનો અને અવક્તવ્યનો બોધ કરવો ઇષ્ટ છે. પ્રતિપાદક પુરુષ પણ તે પ્રકારની વિવક્ષાથી પ્રથમ અને ત્રીજો ભાંગો કરે છે, જ્યારે પાંચમા ભાગોમાં તો એક જ ઘટાદરૂપ વસ્તુના બે દેશોને ગ્રહણ કરીને એક દેશમાં અસ્તિત્વનો આદેશ કરાય છે અને અન્ય દેશમાં અવક્તવ્યનો આદેશ કરાય છે. તેથી અસ્તિત્વનો આદેશ અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવવાળી વસ્તુમાં થાય છે અને અવક્તવ્યનો આદેશ અસ્તિત્વ અનુવિદ્ધ સ્વભાવવાળી વસ્તુમાં થાય છે. માટે અનંત ધર્માત્મક એવા ધર્મરૂપ ઘટનું તે પ્રકારના પ્રતિપાદ્યના અનુરોધથી તેવા પ્રકારના ધર્મથી આક્રાંતપણાથી કહેવા માટે ઇષ્ટપણું છે=એક દેશમાં અવક્તવ્યથી અનુવિદ્ધ અસ્તિત્વ ધર્મનું અને એક દેશમાં અસ્તિત્વથી અનુવિદ્ધ અવક્તવ્ય ધર્મનું આક્રાંતપણા વડે કરીને કહેવું ઇષ્ટપણું છે. આ રીતે પાંચમા ભાંગા પ્રમાણે તે ઘટાદિ દ્રવ્ય અસ્તિ અને અવક્તવ્ય બને છે; કેમ કે તે બે ધર્મના વિકલ્પનના વશથી પાંચમો ભાગો કરવામાં આવે છે. અહીં પ્રશ્ન થાય કે ઘટરૂપ વસ્તુના એક દેશરૂપ ધર્મ છે તેમાં અસ્તિત્વ અને અન્ય દેશરૂપ ધર્મ છે તેમાં અવક્તવ્ય છે તેમ પાંચમા ભાંગાથી પ્રાપ્ત થાય, પરંતુ ઘટરૂપ ધર્મી અસ્તિ અને અવક્તવ્ય કેમ પ્રાપ્ત થાય ? એથી કહે છે – તે પ્રકારે પરિણત એવા ધર્મનું અસ્તિત્વ અને અવક્તવ્યરૂપે પરિણત એવા ઘટના બે દેશરૂપ ધર્મનું, તે પ્રકારના વ્યપદેશમાં=અસ્તિત્વ અને અવક્તવ્યરૂપ વ્યપદેશમાં, તેના દ્વારા=ધર્મના વ્યપદેશ દ્વારા, ધર્મી પણ તે પ્રકારે વ્યપદેશને પ્રાપ્ત કરે છે=ધર્મરૂપ દેશની જેમ અસ્તિ અને અવક્તવ્ય વ્યપદેશને પ્રાપ્ત કરે છે. I૧/૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૯ अवतरशि: षष्ठभङ्गकं दर्शयितुमाह - अवतरशिार्थ :છઠ્ઠા ભાંગાને બતાવવા માટે કહે છે – गाथा: आइट्ठोऽसब्भावे देसो देसो य उभयहा जस्स । तं णत्थि अवत्तव्वं च होइ दवियं वियप्पवसा ।।१/३९।। छाया: आदिष्टोऽसद्भावे देशो देशश्च उभयथा यस्य । तद् नास्त्यवक्तव्यं च भवति द्रव्यं विकल्पवशात् ।।१/३९।। मन्वयार्थ : असब्भावेसमावमi=सत्यम, जस्सटेनी, देसो देश, आइट्ठोमाटि छ, यसवे, देसो उभयहा=नो श GHAथा (माEि ), तं=d, दवियं-द्रव्य, वियप्पवसा=4seuना पशथी, णस्थि अवत्तवं च-वस्ति सने सवतव्य, होइ=थाय छे. ॥१/3८| गाथार्थ : અસભાવમાં અસત્વમાં, જેનો દેશ આદિષ્ટ છે અને જેનો દેશ ઉભયથા (આદિષ્ટ છે) તે દ્રવ્ય વિકલ્પના વશથી નાસ્તિ અને અવક્તવ્ય થાય છે. ll૧/૩૯ll टी : यस्य वस्तुनो देशोऽसत्त्वे निश्चितः ‘असन्नेवायम्' इत्यवक्तव्यानुविद्धः, अपरश्चासदनुविद्ध उभयथा 'सन्नसंश्च' इत्येवं युगपनिश्चितस्तदा तद् द्रव्यं नास्ति च अवक्तव्यं च भवति विकल्पवशात्, तद्व्यपदेश्यावयववशात् द्रव्यमपि तद्व्यपदेशमासादयति, केवलद्वितीयतृतीयभङ्गकव्युदासेन षष्ठभङ्गः प्रदर्शितः ।।१/३९।। टीमार्थ : यस्य वस्तुनो ..... प्रदर्शितः ।। हे पस्तुती देश असत्यमा विपक्षL Pार पुरुषली भुमि यत છે="અસત્ જ આ છે', એ પ્રમાણે અવક્તવ્ય અનુવિદ્ધ નિશ્ચિત છે અને અપર દેશ અસત્ અનુવિદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૯, ૪૦ ઉભયથા સત્-અસત્ એ પ્રકારે યુગપદ્, નિશ્ચિત છે ત્યારે તે દ્રવ્ય વિકલ્પના વશથી તાતિ અને અવક્તવ્ય થાય છે. કઈ રીતે નાસ્તિ-અવક્તવ્ય થાય છે ? તેથી કહે છે – તત્યપદેશ્ય એવા અવયવના વશથી=જાતિ અને અવક્તવ્યરૂપે વ્યપદેશ્ય એવા બે અવયવના વશથી, દ્રવ્ય પણ તત્યપદેશને પ્રાપ્ત કરે છે=નાસ્તિ અવક્તવ્ય વ્યપદેશને પ્રાપ્ત કરે છે. કેવલ એવા= પૃથભૂત એવા બીજા અને ત્રીજા ભાંગાના ભુદાસથી છઠ્ઠો ભાંગો બતાવાયો છે=અપૃથભૂત એવા એક જ ઘટરૂપ દ્રવ્યમાં બે અવયવોને આશ્રયીને છઠ્ઠો ભાંગો બતાવાયો છે. I૧/૩૯ ભાવાર્થ : ઘટાદરૂપ વસ્તુને ગ્રહણ કહીને બુદ્ધિ દ્વારા તેના બે દેશોની ઉપસ્થિતિ કરીને વિવક્ષા કરનાર પુરુષ એક અંશમાં પટસ્વરૂપે તે ઘટાદિને જુએ ત્યારે તે ઘટના તે દેશમાં પટદ્રવ્યરૂપે તે ઘટના નાસ્તિત્વનો બોધ થાય છે. અને તે ઘટમાં થયેલો નાસ્તિત્વનો બોધ પણ અન્ય દેશમાં જે અવક્તવ્યનો બોધ થાય છે તેનાથી અનુવિદ્ધ છે. વળી, તે ઘટના અપર દેશમાં ઘટના સ્વરૂપ અને પરરૂપને એકસાથે બોધ કરવા અર્થે યત્ન કરે છે ત્યારે અસત્ત્વથી અનુવિદ્ધ એવા અવક્તવ્યનો તે દેશમાં તેને બોધ થાય છે. તેથી તે પ્રકારના વિકલ્પના વશથી તે ઘટરૂપ દ્રવ્ય તેને નાસ્તિ-અવક્તવ્યરૂપે જણાય છે. વળી, નાસ્તિ અને અવક્તવ્ય સ્વરૂપે વ્યપદેશ્ય એવા ઘટના અવયવના વશથી તે ઘટદ્રવ્ય પણ નાસ્તિ અને અવક્તવ્યરૂપે પ્રાપ્ત થાય છે. વળી બીજો અને ત્રીજો ભાગો પૃથર્ હતો જેમાંથી બીજામાં નાસ્તિત્વનો બોધ હતો અને ત્રીજામાં અવક્તવ્યનો બોધ હતો. તે ભાંગાથી પૃથભૂત એવા આ છઠ્ઠા ભાંગામાં બન્ને એક જ ઘટરૂપ વસ્તુમાં પ્રાપ્ત થાય છે, તેથી છટ્ટો ભાંગો બીજા, ત્રીજા ભાંગા કરતાં પૃથભૂત છે. ll૧/૩૯ll અવતરણિકા - सप्तमप्रदर्शनायाह - અવતરણિકાર્ય - સાતમા ભાંગાને બતાવવા માટે કહે છે – ગાથા : सब्भावाऽसब्भावे देसो देसो य उभयहा जस्स । तं अत्थि णत्थि अवत्तव्वयं च दवियं वियप्पवसा ।।१/४०।। છાયા : सद्भावासद्भावयोः देशो देशश्च उभयथा यस्य । तदस्ति नास्त्यवक्तव्यं च द्रव्यं विकल्पवशात् ।।१/४०।। Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦ ૧૫૧ मन्वयार्थ : सब्भावाऽसब्भावे समावमा भने समावमi, जस्स देसो-तो श (नियत छ)-ठेतो देश समावमा सने अपर देश असमावमा (नियत छ), यसने, उभयहा देसोहेनो सत्य देश Gमयथा (नियत छ), तं-d, दवियं-द्रव्य, वियप्पवसा=4seपना पशथी द्रव्यता मागने आश्रयीन थता । विल्पना पशथी, अस्थि णत्थि अवत्तव्वयं च-मस्ति, नास्ति सने सवतव्य थाय छे. ॥१/४०॥ गाथार्थ : સભાવમાં અને અભાવમાં જેનો દેશ નિયત છે જેનો એક દેશ સભાવમાં અને અપર દેશ અસભાવમાં નિયત છે, અને જેનો અન્ય દેશ ઉભયથા નિયત છે તે દ્રવ્ય વિકલ્પના વશથી એક દ્રવ્યના ત્રણ ભાગને આશ્રયીને થતા ત્રણ વિકલાના વશથી, અતિ, નાસિ અને मवतव्य थाय छे. ॥१/४०|| टी : यस्य देशिनो देशोऽवयवः देशो धर्मो वा सद्भाव नियतो निश्चितः अपरस्तु असद्भावे असत्त्वे, तृतीयस्तु उभयथा इत्येवं देशानां सदसदवक्तव्यव्यपदेशात् तद् अपि द्रव्यमस्ति च नास्ति चावक्तव्यं च भवति, विकल्पवशात् तथाभूतविशेषणाध्यासितस्य द्रव्यस्यानेन प्रतिपादनादपरभङ्गव्युदासः । एते च परस्पररूपापेक्षया सप्तभङ्ग्यात्मकाः प्रत्येकं स्वार्थं प्रतिपादयन्ति नान्यथेति प्रत्येकं तत्समुदायो वा सप्तभङ्गात्मकः प्रतिपाद्यमपि तथाभूतं दर्शयतीति व्यवस्थितम् ।। ___ अत्र चाद्यभङ्गकस्त्रिधा, द्वितीयोऽपि त्रिथैव, तृतीयो दशधा, चतुर्थोऽपि दशधैव, पञ्चमादयस्तु त्रिंशदधिकशतपरिमाणाः प्रत्येकं श्रीमन्मल्लवादिप्रभृतिभिर्दर्शिताः पुनश्च षड्विंशत्यधिकचतुर्दशशतपरिमाणास्त एव च व्यादिसंयोगकल्पनया कोटीशो भवन्तीत्यभिहितं तैरेव, अत्र तु ग्रन्थविस्तरभयात् तथा न प्रदर्शितास्तत एवावधार्याः ।। __ अथानन्तधर्मात्मके वस्तुनि तत्प्रतिपादकवचनस्य सप्तधा कल्पने अष्टमवचनविकल्पपरिकल्पनमपि किं न क्रियत इति न वक्तव्यम् तत्परिकल्पननिमित्ताभावात् । तथाहि-न तावत् सावयवात्मकमपरं निमित्तं तत्परिकल्पयितुं युक्तम् चतुर्थादिवचनविकल्पेषु तस्यान्तर्भावप्रसक्तेः, नापि निरवयवात्मकमन्योन्यनिमित्तकं तत्परिकल्पनामर्हति प्रथमादिष्वन्तर्भावप्रसक्तेः, न च गत्यन्तरमस्तीति नाष्टमभङ्गपरिकल्पना युक्ता । किञ्च, असौ क्रमेण वा तद्धर्मद्वयं प्रतिपादयेत् योगपद्येन वा? प्रथमपक्षे गुणप्रधानभावेन तत्प्रतिपादने प्रथमद्वितीययोरन्तर्भावः, प्रधानभावेन तत्प्रतिपादने चतुर्थे, योगपद्येन तत्प्रतिपादने तृतीये, भङ्गकसंयोगकल्पनया भङ्गान्तरकल्पनायां प्रथमद्वितीयभङ्गकसंयोगे For Personal and Private Use Only Jain Educationa International Page #177 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦ चतुर्थभङ्गक एव प्रसज्यते, प्रथमतृतीयसंयोगात् पञ्चमप्रसक्तिः, द्वितीयतृतीयसंयोगात् षष्ठप्रसक्तिः, प्रथमद्वितीयतृतीयसंयोगात् सप्तमः, प्रथमचतुर्थादिसंयोगकल्पनायां पुनरुक्तदोषः, तस्मान्न कथञ्चिदष्टमभङ्गसम्भव इत्युक्तन्यायात् वस्तुप्रतिपादने सप्तविध एव वचनमार्गः ।।१ / ४० ।। ટીકાર્ય : ૧૫૨ જે દેશીનો દેશ=અવયવરૂપ દેશ, અથવા ધર્મ સદ્ભાવમાં નિયત છે=નિશ્ચિત છે. વળી, અપર=અપર દેશ, અસદ્ભાવમાં=અસત્ત્વમાં, નિયત છે. વળી ત્રીજોત્રીજો દેશ, ઉભયથા નિયત છે. આ રીતે દેશોના=અવયવી એવા ઘટાદિના દેશોના, સદ્, અસદ્ અને અવક્તવ્યના વ્યપદેશથી તે પણ દ્રવ્ય અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય થાય છે. કઈ રીતે તે દ્રવ્ય અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે વિકલ્પના વશથી થાય છે=એક દ્રવ્યને આશ્રયીને થતા ત્રણ વિકલ્પના વશથી થાય છે. આ સાતમો ભાંગો અન્ય ભાંગા કરતા પૃથક્ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે તેવા પ્રકારના વિશેષણથી અધ્યાસિત દ્રવ્યનું=અસ્તિ-નાસ્તિ વિશેષણથી અધ્યાસિત અવક્તવ્યરૂપ દ્રવ્યનું, નાસ્તિ અવક્તવ્ય વિશેષણથી અધ્યાસિત અસ્તિરૂપ દ્રવ્યનું અને અસ્તિ અવક્તવ્ય વિશેષણથી નાસ્તિરૂપ અઘ્યાસિત દ્રવ્યનું, આના દ્વારા=સાતમા ભાંગા દ્વારા, પ્રતિપાદન હોવાથી અપરભંગનો વ્યુદાસ છે=પૂર્વના છ ભાંગાનો વ્યુદાસ છે. ગાથાનો અર્થ કર્યા પછી ટીકાકારશ્રી સપ્તભંગીરૂપ આ સાત ભાંગાઓ કઈ રીતે વસ્તુને પ્રતિપાદન કરે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે અને સપ્તભંગી આત્મક એવા આ=પૂર્વમાં બતાવેલા સાત ભાંગાઓ, પરસ્પર સ્વરૂપની અપેક્ષાથી—દરેક ભાંગો અન્ય છ ભાંગાથી પૃથક્ પોતાના સ્વરૂપની અપેક્ષાથી, પ્રત્યેકના સ્વાર્થનું પ્રતિપાદન કરે છે=દરેક ભાંગા પોતાના અર્થનું પ્રતિપાદન કરે છે, અન્યથા કરતા નથી=પરસ્પર સ્વરૂપની અપેક્ષા રાખ્યા વગર કરતા નથી. એથી પ્રત્યેક ભાંગો કે સપ્ત ભંગાત્મક તેનો સમુદાય=સાત ભાંગાનો સમુદાય, પ્રતિપાદ્યને પણ=પ્રતિપાદ્ય એવી ઘટાદિ વસ્તુને પણ, તેવા પ્રકારની બતાવે છે=સપ્તભંગીથી થતા બોધ સ્વરૂપ બતાવે છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. સાત ભાંગા બતાવ્યા પછી આ સાતેય ભાંગાઓમાંથી કયો ભાંગો કેટલી રીતે પ્રાપ્ત થાય છે ? તે વિષયમાં પૂર્વના મહાત્માઓના વચનને સ્પષ્ટ કરે છે — અને આમાં=સપ્ત ભાંગામાં પ્રથમતો ભાંગો ત્રણ પ્રકારે પ્રાપ્ત થાય છે. બીજો પણ ભાંગો ત્રણ પ્રકારે જ પ્રાપ્ત થાય છે. ત્રીજો ભાંગો દશ પ્રકારે પ્રાપ્ત થાય છે. ચોથો પણ ભાંગો દશ પ્રકારે જ પ્રાપ્ત થાય છે. વળી, પાંચમો આદિ ભાંગા=પાંચમો, છઠ્ઠો, સાતમો ભાંગો એક સો ત્રીસની સંખ્યા પરિમાણવાળા પ્રત્યેક છે=પાંચમા ભાંગાના પણ ૧૩૦ ભેદો છે, છઠ્ઠા ભાંગાતા પણ ૧૩૦ ભેદો છે Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦ અને સાતમા ભાંગાના પણ ૧૩૦ ભેદો છે. એ પ્રમાણે મલવાદીસૂરીશ્વરજી મહારાજા વગેરે આચાર્યો વડે બતાવાયા છે. વળી છવ્વીસ અધિક ચતુર્દશ શત અર્થાત્ ૧૪૨૬ પ્રમાણવાળા તે જ સાત ભાંગાઓ જ, ક્યાદિસંયોગની કલ્પનાથી ક્રોડો થાય છે એ પ્રમાણે તેઓ વડે=મલવાદીસૂરીશ્વરજી મહારાજા વગેરે મહાત્માઓ વડે, કહેવાયું છે. વળી અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, ગ્રંથ વિસ્તારના ભયથી તે પ્રમાણે બતાવાયું નથી. માટે ત્યાંથી જ મલ્લવાદીસૂરીશ્વરજી મહારાજા આદિના કથનથી જ, અવધારણ કરવા જોઈએ=તે ભાંગાઓનું જ્ઞાન કરવું જોઈએ. સાત ભાંગાથી અધિક ભાંગા કેમ થતા નથી ? તેની સ્પષ્ટતા કરવા અર્થે કહે છે – અથથી શંકા કરે છે “અનંતધર્માત્મક વસ્તુમાં તેના પ્રતિપાદક વચનનું સાત પ્રકારની કલ્પનામાં આઠમા વચનના વિકલ્પનું પરિકલ્પન કેમ કરાતું નથી ?' ત્યાં ટીકાકારશ્રી કહે છે – એ પ્રમાણે ન કહેવું; કેમ કે તેના પરિકલ્પતના આઠમા વિકલ્પના પરિકલ્પના, નિમિત્તનો અભાવ છે. તે આ પ્રમાણે – સાવયવાત્મક અપર નિમિત્ત તેની આઠમા ભાંગાની, પરિકલ્પના કરવા માટે યુક્ત નથી; કેમ કે ચોથા આદિ વચનવિકલ્પોમાં પૂર્ણ વસ્તુના દેશને આશ્રયીને ચોથા આદિ વચન વિકલ્પોમાં, તેના=કલ્પના કરાયેલા તવા ભાંગાના, અંતર્ભાવતી પ્રસક્તિ છે. વળી, નિરવયનાત્મક અન્ય અન્ય નિમિત્તક તેની પરિકલ્પના યોગ્ય નથી; કેમ કે પ્રથમાદિ ત્રણ ભાંગાઓમાં અંતર્ભાવતી પ્રસક્તિ છે; અને અન્ય કોઈ ગતિ નથી એથી આઠમા ભાંગાની પરિકલ્પના યુક્ત નથી. વળી, અન્ય રીતે આઠમો ભાંગો થતો નથી. તે બતાવવા માટે “વિશ્વથી કહે છે – આ આઠમો ભાંગો, ક્રમથી તે ધર્મદ્રયને પ્રતિપાદન કરશે કે યૌગપધથી? પ્રથમ પક્ષમાં ક્રમથી પ્રતિપાદનના પક્ષમાં, ગુણ-પ્રધાન ભાવથી તેના પ્રતિપાદનમાં=ક્રમથી પ્રતિપાદનમાં, પહેલા અને બીજા ભાંગામાં અંતર્ભાવ છે. પ્રધાન ભાવથી તેના પ્રતિપાદનમાં=ક્રમથી પ્રતિપાદનમાં, ચોથા ભાંગામાં અંતર્ભાવ છે=કલ્પના કરાયેલા આઠમા ભાંગાનો ચોથા ભાંગામાં અંતર્ભાવ છે. યોગપઘથી તેના પ્રતિપાદનમાં=ધર્મદ્રયના પ્રતિપાદનમાં, ત્રીજામાં અંતભવ છે=અવક્તવ્યરૂપ ત્રીજા ભાંગામાં અંતભવ છે. ભેગક સંયોગની કલ્પનાથી અન્ય ભાંગાના સંયોગની કલ્પનાથી, ભંગાજરની કલ્પનામાં સાત ભાંગાથી અન્ય ભાંગાની કલ્પનામાં, પ્રથમ, દ્વિતીય ભંગક સંયોગમાં ચોથો ભાંગો જ પ્રાપ્ત થાય. પ્રથમ, તૃતીય સંયોગથી પાંચમો ભાંગો પ્રાપ્ત થાય. બીજા, ત્રીજાના સંયોગથી છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય અને પ્રથમ, દ્વિતીય અને તૃતીયના સંયોગથી સાતમો ભાંગો પ્રાપ્ત થાય. અને પ્રથમ, ચતુર્થ આદિ સંયોગની કલ્પનામાં પુનરુક્તિ દોષ છે તે કારણથી કોઈ રીતે આઠમાં ભાંગાનો સંભવ નથી. તેથી ઉક્ત વ્યાયથી પૂર્વમાં વર્ણન કરાયેલ ઉક્તિથી વસ્તુના પ્રતિપાદનમાં સાત પ્રકારનો જ વચન માર્ગ છે. I૧/૪૦૧ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦ ભાવાર્થ : ઘટાદિ વસ્તુને ગ્રહણ કરીને તેના ત્રણ દેશોની કલ્પના કરાય છે તેમાં એક દેશ સભાવથી નિયત છે અર્થાત્ તે ઘટાદિ વસ્તુ પોતાના સ્વરૂપથી અસ્તિત્વરૂપ છે તે પ્રકારે ઉપસ્થિત કરાય છે. બીજો દેશ અસદ્ભાવથી નિયત છે અર્થાત્ તે દેશમાં પરસ્વરૂપે ઘટાદિ નથી તે રૂપે ઉપસ્થિત કરાય છે. ત્રીજો દેશ ઉભયથા નિયત છેઃસ્વરૂપ-પરરૂપ આત્મક ઉભયરૂપે એક સાથે જોવામાં નિયત છે, અને તે રૂપે તે સ્વરૂપ કહી શકાતું નથી માટે તે દેશ અવક્તવ્ય પ્રાપ્ત થાય છે. ઘટાદિ વસ્તુના તે ત્રણેય દેશોરૂપ જ ઘટાદિ વસ્તુ છે તેથી તે ત્રણેય દેશો સાથે ઘટાદિ વસ્તુરૂપ દેશીની અભેદ વિવક્ષા કરીએ ત્યારે તે ઘટાદિ વસ્તુ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય બને છે. વળી આ સાતમા ભાંગાથી પ્રથમ છ ભાંગાનો ભુદાસ થાય છે, કેમ કે આ સાતમા ભાંગામાં અસ્તિ-નાસ્તિ વિશેષણથી અધ્યાસિત એવા અવક્તવ્ય દ્રવ્યનું, અસ્તિ-અવક્તવ્ય વિશેષણથી અધ્યાસિત એવા નાસ્તિ દ્રવ્યનું અને નાસ્તિ-અવક્તવ્ય વિશેષણથી અધ્યાસિત એવા અતિદ્રવ્યનું પ્રતિપાદન છે. જ્યારે અન્ય સર્વ ભાંગામાં આ રીતે પ્રતિપાદન નથી. માટે પૂર્વના છ ભાંગા કરતાં આ સાતમો ભાંગો પૃથક છે. આ રીતે સાત ભાંગાઓ ૩૦થી ૪૦ ગાથામાં બતાવ્યા. હવે તે સાત ભાંગાઓમાંથી પ્રત્યેક ભાગો પોતાનો અર્થ કઈ રીતે પ્રતિપાદન કરે છે ? તે બતાવે છે – સપ્તભંગી આત્મક એવા આ ભાંગાઓ પરસ્પર એકબીજાની અપેક્ષા રાખીને દરેક ભાગો પોતાનો અર્થ બતાવે છે, પરંતુ પરસ્પરના સ્વરૂપની અપેક્ષા રાખ્યા વગર પોતાનો અર્થ બતાવતા નથી. આશય એ છે કે પદાર્થ અનંત ધર્માત્મક છે અને તેમાંથી કોઈ પણ ધર્મનો પૂર્ણ બોધ આ સપ્તભંગી આત્મક સાત વાક્યોના સમુદાયરૂપ મહાવાક્યથી થાય છે. તે મહાવાક્ય તેના અવાજોર વાક્યરૂપ સાત ભાંગાઓ સાથે પરસ્પર સંકળાયેલું છે. તેથી સપ્તભંગીનો તે દરેક ભાંગો પોતાના અર્થનો બોધ કરાવે છે ત્યારે પણ અન્ય ભાંગાના અર્થને ગૌણરૂપે સ્વીકારીને પોતાના ભાંગાનો બોધ કરાવે છે. તેથી અન્ય ભાંગાના સ્વરૂપની અપેક્ષા રાખીને દરેક ભાંગો પોતાનો બોધ કરાવે છે, પરંતુ અન્ય ભાંગાના સ્વરૂપ નિરપેક્ષ પોતાના અર્થનો બોધ કરાવતો નથી. આથી તે સપ્તભંગી આત્મક મહાવાક્યનો પ્રત્યેક ભાગો કે તે સપ્તભંગી આત્મક મહાવાક્યરૂપ સમુદાય, પ્રતિપાદ્ય એવા ઘટાદિને પણ તેવું જ બતાવે છે અર્થાત્ જેવો તે તે ભાંગાથી બોધ થાય છે અને સપ્તભંગી આત્મક મહાવાક્યથી બોધ થાય છે તેવા જ ઘટાદિ પદાર્થો છે એ પ્રમાણે અનુભવ અનુસાર બતાવે છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. આ સપ્તભંગી વિષયક કેટલા ભેદો થાય છે તેનું સંક્ષેપથી કથન શ્રી મલવાદિસૂરીશ્વરજી મહારાજા વગેરેના વચનથી ટીકાકારશ્રીએ કરેલ છે. તે ભેદો કઈ રીતે પડે છે ? તેનો ઉલ્લેખ અહીં કરેલ નથી તેથી તેની સ્પષ્ટતા ભાંગાની સંખ્યાથી અધિક અમે પણ કરેલ નથી. વળી પ્રથમ ભાંગાના ત્રણ વિકલ્પો, બીજા ભાંગાના ત્રણ વિકલ્પો, ત્રીજા અને ચોથા ભાંગાના દસ દસ વિકલ્પો અને પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાંગાના પ્રત્યેકના એકસો ત્રીસ વિકલ્પો છે તેમ બતાવી તે કુલ વિકલ્પો ચારસો સોળ થાય છે, તે પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦ ૧૫૫ ‘ પંધિવત શતપ્રમ:' એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે તેને સ્થાને ટીકામાં ‘પર્વિસત્યધિવાચતુર્દશ તરિમાપ:' પાઠ છે, શુદ્ધિ ઉપલબ્ધ નથી. આના દ્રવ્યાદિ સંયોગની કલ્પનાથી ક્રોડો વિકલ્પો થાય છે. 'નથ'થી શંકા કરે છે કે અનંત ધર્માત્મક વસ્તુમાં તેના પ્રતિપાદક વચનની સાત પ્રકારની કલ્પનામાં આઠમા વચનના વિકલ્પની પરિકલ્પના કેમ કરાતી નથી ? અર્થાત્ જેમ પૂર્ણ વસ્તુના ત્રણ ભાંગા પાડ્યા અને તે વસ્તુના દેશને ગ્રહણ કરીને અન્ય ચાર ભાંગા કર્યા તેમ વસ્તુના ચાર દેશને ગ્રહણ કરીને આઠમો વિકલ્પ કેમ કરાતો નથી ? તે શંકાના નિરાકરણ માટે કહે છે – તે પ્રકારના આઠમા વિકલ્પને કરવામાં નિમિત્તનો અભાવ છે. કેમ નિમિત્તનો અભાવ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સાવયવાત્મક અપર નિમિત્તવાળા આઠમા ભાંગાની કલ્પના યુક્ત નથી અર્થાત્ જેમ દેશને લઈને ચોથા આદિ ભાંગાને ગ્રંથકારશ્રીએ બતાવ્યા તેમ વસ્તુના દેશના વિભાગ કરીને આઠમો ભાંગો થઈ શકતો નથી; કેમ કે દેશને આશ્રયીને થતા ચોથા આદિ વિકલ્પોમાં તે નવા કલ્પના કરાયેલા આઠમા વિકલ્પનો અંતર્ભાવ થાય છે. વળી નિરવ વાત્મક અપર નિમિત્તવાળા આઠમા ભાંગાની કલ્પના થતી નથી, કેમ કે પૂર્ણ વસ્તુને ગ્રહણ કરીને અવયવના વિભાગ વગર જેમ પ્રથમના ત્રણ ભાંગા કર્યા તે પ્રથમના ત્રણ ભાંગામાં તેનો=અખંડ વસ્તુને ગ્રહણ કરીને કરાતા આઠમા ભાંગાનો, અંતર્ભાવ થાય છે. આ સિવાય અન્ય કોઈ રીતે અખંડ દ્રવ્યને ગ્રહણ કરીને અથવા અખંડ દ્રવ્યના અવયવને ગ્રહણ કરીને પૂર્વમાં સાત ભાંગા બતાવ્યા તે સિવાય અન્ય કોઈ રીતે, આઠમા ભાંગાની કલ્પના થઈ શકતી નથી. વળી આ આઠમો ભાંગો જુદો પડતો નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – આ આઠમા ભાંગામાં ક્રમથી અસ્તિ નાસ્તિરૂપ ધર્મને પ્રતિપાદન કરે કે યુગપ કરે ? જો ક્રમથી સ્વીકારવામાં આવે તો ગૌણ-પ્રધાન ભાવથી અસ્તિ-નાસ્તિના પ્રતિપાદનમાં પહેલા અને બીજા ભાંગામાં આનો અંતર્ભાવ થાય છે અર્થાતુ પ્રથમ ભાંગામાં સ્વરૂપની પ્રધાનતા કરીને અને પરરૂપની ગૌણતા કરીને સ્યાદ્ અસ્તિ કહ્યું અને બીજા ભાંગામાં પરરૂપની પ્રધાનતા કરી અને સ્વરૂપની ગૌણતા કરી સ્યાદ્ નાસ્તિ ભાંગો કર્યો. તે બે ભાંગામાં જ આઠમો ભાંગો ગૌણ-પ્રધાન ભાવથી અસ્તિ-નાસ્તિને કહેવામાં આવે તો અંતર્ભાવ પામે છે. અસ્તિ-નાસ્તિને પ્રધાન ભાવથી આ આઠમો ભાંગો સ્વીકાર કરે તો ચોથા ભાંગામાં અંતર્ભાવ પામે છે; કેમ કે ચોથો ભાંગો સ્યાદ્ અસ્તિ અને સ્યાદ્ નાસ્તિનો છે તે ક્રમસર સ્વરૂપને અને પરરૂપને પ્રધાન કહે છે. જો કલ્પના કરાયેલો આઠમો ભાંગો યુગપદ્ અસ્તિ-નાસ્તિ ધર્મને કહે તો ત્રીજા ભાંગામાં અંતર્ભાવ પામે; કેમ કે ત્રીજો ભાંગો અસ્તિ-નાસ્તિને યુગપ પ્રતિપાદન કરવા અર્થે યત્ન કરે છે, તેથી અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. ભંગના સંયોગની કલ્પનાથી ભંગાન્તરની કલ્પનામાં પ્રથમ અને દ્વિતીય ભંગના સંયોગમાં ચોથો ભાંગો જ પ્રાપ્ત થાય; કેમ કે ચોથા ભાંગામાં ક્રમસર અસ્તિ-નાસ્તિનું પ્રતિપાદન છે તે પ્રથમ અને દ્વિતીય ભંગના સંયોગથી જ થયેલ છે. પ્રથમ અને ત્રીજા ભાંગાના સંયોગથી Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦, ૪૧ આઠમો ભાંગો કરવામાં આવે તો પાંચમા ભાંગાની પ્રાપ્તિ થાય; કેમ કે પાંચમો ભાંગો સ્યાદ્ અસ્તિઅવક્તવ્યરૂપ પ્રથમ ભાંગાના અને ત્રીજા ભાગાના સંયોગથી થયેલ છે. બીજા ભાંગાના અને ત્રીજા ભાંગાના સંયોગથી આઠમા ભાંગાની કલ્પના કરવામાં આવે તો છઠ્ઠા ભાંગાની પ્રાપ્તિ થાય; કેમ કે સ્યાદ્ નાસ્તિ-અવક્તવ્યરૂપ છઠ્ઠો ભાંગો બીજા ભાંગાના અને ત્રીજા ભાંગાના સંયોગથી થયેલો છે. પ્રથમ, બીજા અને ત્રીજા ભાંગાના સંયોગથી આઠમા ભાંગાની કલ્પના કરવામાં આવે તો સાતમો ભાંગો જ પ્રાપ્ત થાય; કેમ કે સાતમા ભાંગામાં સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ અને સ્યાદ્ અવક્તવ્યરૂપ છે જે પ્રથમ, દ્વિતીય અને તૃતીયના સંયોગથી થયેલ છે. પ્રથમ, ચતુર્થાદિ સંયોગની કલ્પનામાં પુનઃ ઉક્તિ દોષ છે અર્થાત્ પૂર્વના ભાંગાઓ જ ફરી ફરી પ્રાપ્ત થાય છે. એથી કોઈ પણ રીતે આઠમા ભાંગાનો સંભવ નથી. એથી પૂર્વમાં વર્ણન કરાયેલા સાત ભાગાના ન્યાયથી વસ્તુના પ્રતિપાદનમાં સાત પ્રકારનો જ વચન માર્ગ છે. ll૧/૪oll અવતરણિકા : अन्योन्यापरित्यागव्यवस्थितस्वरूपवाक्यनयानां शुद्ध्यशुद्धिविभागेन संग्रहादिव्यपदेशमासादयतां द्रव्यार्थिकपर्यायार्थिकनयावेव मूलाधार इति प्रदर्शनार्थमाह - અવતરણિયાર્થ: શુદ્ધિના અને અશુદ્ધિના વિભાગથી સંગ્રહાદિના વ્યપદેશને પામતા એવા અન્યોન્ય અપરિત્યાગથી વ્યવસ્થિત સ્વરૂપવાળા વાક્યરૂપ તયોનો મૂલાધાર દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જ છે. એ પ્રમાણે બતાવવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૪૦ની ટીકામાં કહ્યું કે સપ્તભંગીઆત્મક એવા આ ભાંગાઓમાંથી પ્રત્યેક ભાગો પરસ્પર સ્વરૂપની અપેક્ષાથી સ્વાર્થનું પ્રતિપાદન કરે છે, અન્યથા કરતો નથી. તેથી એ ફલિત થયું કે આ સાતેય ભાંગાઓ પરસ્પરના અપરિત્યાગથી વ્યવસ્થિત સ્વરૂપવાળા વાક્યરૂપ નન્યો છે. આ વાક્યરૂપ નયો શુદ્ધિ અશુદ્ધિના વિભાગથી સંગ્રહાદિના વ્યપદેશને પામે છે અર્થાત્ પ્રથમના નય અશુદ્ધિવાળા હોય છે અને ઉત્તરના નય શુદ્ધિવાળા હોય છે. તેથી સંગ્રહાદિ દરેક નયામાં પ્રથમ પ્રથમના નયો કરતાં ઉત્તર ઉત્તરના નયો શુદ્ધિને પામનારા છે. આથી જ પ્રથમનો નય જે સામાન્યથી કથન કરે તેનો ત્યાગ કરીને શુદ્ધિવાળો ઉપરનો નય વિશેષને બતાવે છે. જેમ વ્યવહારનય ચોથા ગુણસ્થાનકમાં રહેલાને સમ્યગ્દષ્ટિ કહે છે, જ્યારે તેના કરતાં વિશેષ પ્રકારની શુદ્ધિને સ્પર્શનારો નિશ્ચયનય જેવો બોધ હોય તેવી જ રુચિ હોય અને તેવી જ પ્રવૃત્તિ કરતા હોય તેવા અપ્રમત્ત સાધુને જ સમ્યગ્દષ્ટિ કહે છે. એથી વ્યવહારનય અશુદ્ધિવાળો છે અને નિશ્ચયનય શુદ્ધિવાળો છે. આ રીતે સંગ્રહનય આદિ દરેક નયો પૂર્વ પૂર્વના નય વડે સ્વીકારાયેલ પદાર્થને વિશેષ વિશેષ પ્રકારે ગ્રહણ કરે છે, તેથી પૂર્વના નયની અપેક્ષાએ ઉત્તરનો નય શુદ્ધિવાળો છે. વળી, શુદ્ધિના Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ૧૫૭ અશુદ્ધિના વિભાગથી રહેલા સંગ્રહાદિ નયોથી જ સપ્તભંગી બને છે; કેમ કે સંગ્રહનયથી જે વસ્તુનો સ્વીકાર થાય છે તેને અસ્તિરૂપ સ્વીકાર્યા પછી તે સ્વરૂપે અન્ય નયો તેને નાસ્તિરૂપે સ્વીકારે છે. આ રીતે સંગ્રહાદિ નયને આશ્રયીને જુદી જુદી સપ્તભંગી થાય છે. તે સર્વ અન્યોન્યના અપરિત્યાગથી વ્યવસ્થિત સ્વરૂપવાળા વાક્યરૂપ નયવચનો છે. તે સર્વ નયવચનોનો મૂળ આધાર દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે એ પ્રમાણે ગાથામાં બતાવે છે – ગાથા : एवं सत्तवियप्पो वयणपहो होइ अत्थपज्जाए । वंजणपज्जाए उण सवियप्पो णिब्बियप्पो य ।।१/४१।। છાયા : एवं सप्तविकल्पो वचनपथो भवति अर्थपर्याये । व्यंजनपर्याये पुनः सविकल्पो निर्विकल्पश्च ।।१/४१।। અન્વયાર્થ : વં=આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સત્તવિયખો સાત વિકલ્પવાળો, વયાપદોકવચનમાર્ગ, ત્યપળા–અર્થપર્યાયમાં દોડું છે. ૩-=વળી, વંન પme=વ્યંજનપર્યાયમાં, વિવMોકસવિકલ્પ= વિધિમાર્ગ, =અને, બ્રિયuો-નિર્વિકલ્પ=નિષેધમાર્ગ, છે. (તેને આશ્રયીને વ્યંજનપર્યાયમાં સાત ભાંગાઓ થાય છે તેમ ટીકામાં જોડેલ છે. તેથી અર્થપર્યાયરૂપ દ્રવ્યાસિકનય અને વ્યંજલપર્યાયરૂપ પર્યાયાસ્તિકનય સપ્તભંગીનો મૂલાધાર છે એમ અવતરણિકા સાથે સંબંધ છે.) ૧/૪ના ગાથાર્થ : આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સાત વિકલ્પવાળો વચનમાર્ગ અર્થપર્યાયમાં છે. વળી વ્યંજનપર્યાયમાં સવિકલ્પ-વિધિમાર્ગ, અને નિર્વિકલ્પ-નિષેધમાર્ગ, છે. (તેને આશ્રયીને વ્યંજનપર્યાયમાં સાત ભાંગાઓ થાય છે તેમ ટીકામાં જોડેલ છે. તેથી અર્થપર્યાયરૂપ દ્રવ્યાતિનય અને વ્યંજનપર્યાયરૂપ પર્યાયાસિકનય સપ્તભંગીનો મૂલાધાર છે એમ અવતરણિકા સાથે સંબંધ છે.) II૧/૪૧II. ટીકા - एवं-इत्यनन्तरोक्तप्रकारेण, सप्तविकल्पः सप्तभेदः, वचनमार्गो वचनपथः, भवत्यर्थपर्याये=अर्थनये संग्रहव्यवहारऋजुसूत्रलक्षणे, सप्ताप्यनन्तरोक्ता भङ्गका भवन्ति । तत्र प्रथमः संग्रहे सामान्यग्राहिणि, 'नास्ति' इत्ययं तु व्यवहारे विशेषग्राहिणि, ऋजुसूत्रे तृतीयः, चतुर्थः संग्रहव्यवहारयोः, पञ्चमः संग्रहऋजुसूत्रयोः, षष्ठो व्यवहारऋजुसूत्रयोः, सप्तमः संग्रहव्यवहारऋजुसूत्रेषु । व्यञ्जन Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ पर्याये शब्दनये, सविकल्पः, प्रथमे पर्यायशब्दवाच्यताविकल्पसद्भावेऽप्यर्थस्यैकत्वात् द्वितीयतृतीययोनिर्विकल्पः द्रव्यार्थात् सामान्यलक्षणानिर्गतपर्यायाभिधायकत्वात्, समभिरूढस्य पर्यायभेदभिन्नार्थत्वात्, एवंभूतस्यापि विवक्षितक्रियाकालार्थत्वात् । लिङ्गसंज्ञाक्रियाभेदेन भिन्नस्यैकशब्दावाच्यत्वात् शब्दादिषु तृतीयः, प्रथमद्वितीयसंयोगे चतुर्थः, तेष्वेव चानभिधेयसंयोगे पञ्चमषष्ठसप्तमा वचनमार्गा भवन्ति । ટીકાર્ચ - વં કૃત્તિ ... વનમાં ભક્તિ આ રીતે અનંતર ગાથા-૩થી ૪૦માં કહેલ એ પ્રકારે, સાત વિકલ્પવાળો-સાત ભેજવાળો, વચનપથ સાત પ્રકારનો વચનમાર્ગ, અર્થપર્યાયમાં થાય છે=સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રતયરૂપ અર્થતયમાં સાતે પણ અનંતરમાં કહેલા ભાંગા થાય છે. કઈ રીતે અર્થનમાં સાતે ભાંગા થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ત્યાં=અર્થમયમાં, સામાન્યગ્રાહી એવા સંગ્રહાયમાં વિધિરૂપ પ્રથમ ભાંગો થાય છે=ભ્યાદ્ અતિરૂપ પ્રથમ ભાંગો થાય છે. તાતિ એ પ્રકારનો આ ભાંગો વળી વિશેષગ્રાહી એવા વ્યવહારમાં થાય છે. ઋજુસૂત્રમાં ત્રીજો ભાંગો થાય છે. સંગ્રહ અને વ્યવહારમાં ચોથો ભાંગો થાય છે. સંગ્રહ અને ઋજુસૂત્રમાં પાંચમો ભાંગો થાય છે. વ્યવહાર અને ઋજુસૂત્રમાં છઠ્ઠો ભાંગો થાય છે અને સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રમાં સાતમો ભાંગો થાય છે. આ રીતે અર્થનમાં કઈ રીતે સપ્તભંગી થાય છે? તે બતાવ્યા પછી વ્યંજનપર્યાયમાં કઈ રીતે સપ્તભંગી થઈ શકે ? તે બતાવવા માટે અવિકલ્પરૂપ અસ્તિભાગો અને નિર્વિકલ્પરૂપ નાસ્તિ ભાંગો કઈ રીતે થાય છે ? તે ગાથામાં બતાવેલ છે. આનાથી સપ્તભંગીની કઈ રીતે પ્રાપ્તિ છે? તેને ટીકાકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે – | વ્યંજનપર્યાયરૂપ શબ્દનયમાં સવિકલ્પરૂપ પ્રથમ ભાંગો થાય છે, કેમ કે પ્રથમમાં વ્યંજનપર્યાયતા ત્રણ તયોમાં જે પ્રથમ શબ્દનય છે તેમાં, પર્યાય શબ્દની વાચ્યતાના વિકલ્પના સદ્ભાવમાં પણ ઘટરૂપ વસ્તુના કુંભ આદિ પર્યાયવાચી શબ્દની વાચ્યતાના વિકલ્પના સદ્ભાવમાં પણ, અર્થનું એકપણું હોવાથી=ઘટ-કુંભ આદિ શબ્દવાચ્ય વસ્તુમાં અર્થનું એકપણું હોવાથી, સામાવ્યગ્રાહી એવા વિધિરૂપ અવિકલ્પ ભાંગો થાય છે, એમ અવાય છે. બીજા-ત્રીજામાં=વ્યંજલપર્યાયરૂપ શબ્દનયના ત્રણ ભેદમાંથી સમભિરૂઢનય અને એવંભૂતનયરૂપ બીજા-ત્રીજા તયમાં, નિર્વિકલ્પ ભાંગો થાય છે= નાસ્તિ' એ પ્રકારે નિષેધરૂપ ભાંગો થાય છે. કેમ નાસ્તિરૂપ ભાંગો થાય છે ? તેમાં હેતુ કહે છે – સામાન્ય લક્ષણરૂપ દ્રવ્યાર્થથી નિર્ગત એવા પર્યાયનું અભિધાયકપણું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ૧પ૯ કેમ બીજો અને ત્રીજો નય દ્રવ્યાર્થથી નિર્ગત પર્યાયનો અભિધાયક છે ? તે સ્પષ્ટ કરે છે – બીજા એવા સમભિરૂઢનયનું પર્યાયના ભેદથી ભિવાર્થપણું હોવાથી દ્રવ્યતા અર્થથી નિર્ગત એવા પર્યાયનું અભિધાયકપણું છે. ત્રીજાનવરૂપ એવંભૂતનયનું પણ વિવક્ષિત ક્રિયાકાલમાં અર્થપણું હોવાથી તદ્અર્થ-વાચ્યપણું હોવાથી, દ્રવ્યના અર્થથી નિર્ગત પર્યાયનું અભિધાયકપણું છે, એમ અવય છે. આ રીતે વ્યંજનપર્યાયમાં અસ્તિ અને નાસ્તિરૂપ બે ભાંગા કઈ રીતે થાય છે ? તેની સ્પષ્ટતા કરી. હવે વ્યંજનપર્યાયમાં પ્રથમના બે ભાંગાથી અન્ય ભાંગાઓ કઈ રીતે થઈ શકે ? તે બતાવતાં ટીકાકારશ્રી કહે છે – લિંગના, સંજ્ઞાના અને ક્રિયાના ભેદથી ભિન્ન વસ્તુનું એક શબ્દ અવાચ્યપણું હોવાથી શબ્દ આદિ ત્રણ વયોમાં ત્રીજો ભાગો છે અવક્તવ્ય ભાંગો છે. પ્રથમતાઅવિકલ્પતા, અને દ્વિતીયનાનિર્વિકલ્પતા, સંયોગમાં ચોથો ભાંગો છે અને તેઓમાં જ પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ભાંગામાં જ, અનભિધેયનો સંયોગ થયે છતે એક શબ્દ અવાચ્યત્વરૂપ અવક્તવ્ય સ્વરૂપ અનભિધેયનો સંયોગ થયે છતે, પાંચ, છ, સાતરૂપ વચનમાર્ગો થાય છે પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાંગાની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ : પૂર્વમાં ગાથા-૩૯થી ગાથા-૪૦માં બતાવ્યું એ પ્રકારના સાત વિકલ્પોરૂપ વચનમાર્ગ અર્થન ના થાય છે, ગાથા-૩૦માં બતાવ્યા પ્રમાણે અર્થનયથી સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય ગ્રહણ થાય છે; કેમ કે બાહ્ય દેખાતા અર્થને આશ્રયીને આ ત્રણ નયો જ પ્રવર્તે છે. વળી, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ અર્થનમાં પૂર્વમાં કહેલા સાતેય ભાંગાઓ પ્રાપ્ત થાય છે. કઈ રીતે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ અર્થનમાં સાત ભાંગા પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – સંગ્રહનય સામાન્યને ગ્રહણ કરે છે, તેથી તેમાં અતિરૂપ ભાંગો પ્રાપ્ત થાય છે. આશય એ છે કે પદાર્થમાં રહેલું પદાર્થનું સ્વરૂપ એ સામાન્ય સ્વરૂપ છે અને પરરૂપે પદાર્થ નાસ્તિ છે તે, પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, કેમ કે પદાર્થમાં રહેલું પદાર્થનું સ્વરૂપ દરેક તે તે પદાર્થમાં સામાન્ય રહેલું છે. જેમ ઘટમાં રહેલું ઘટત્વસ્વરૂપ સર્વ ઘટમાં સામાન્યથી રહે છે અને સંગ્રહનયથી તેને ગ્રહણ કરીને સ્યાદ્ અસ્તિરૂપ પ્રથમભાંગો થાય છે. વળી વ્યવહારનય વિશેષગ્રાહી છે. તેથી તે પદાર્થમાં રહેલું પરસ્વરૂપ, તે પદાર્થને અન્ય પદાર્થથી પૃથક કરે છે. જેમ ઘટમાં રહેલું પટાદિના અભાવરૂપ પરસ્વરૂપ ઘટને અન્યથી પૃથક્ કરે છે અને તેને વ્યવહારનય ગ્રહણ કરે છે; કેમ કે બહારનય વિશેષગ્રાહી છે. વ્યવહારનયથી વિશેષને ગ્રહણ કરીને સ્વાદુ નાસ્તિરૂપ બીજો ભાંગો થાય છે, કેમ કે પટાદિરૂપે ઘટ નથી. For Personal and Private Use Only Jain Educationa International Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ઋજુસૂત્રનયથી ત્રીજો ભાંગો થાય છે, કેમ કે ઋજુસૂત્રનય ઘટમાં રહેલું ઘટનું સ્વરૂપ અઘટની વ્યાવૃત્તિરૂપ છે તેમ સ્વીકારે છે. અઘટની વ્યાવૃત્તિ એટલે ઘટથી ભિન્ન એવા પટાદિની વ્યાવૃત્તિ અને વર્તમાન ઘટમાં પૂર્વ ઉત્તરના ઘટની પણ વ્યાવૃત્તિ, તેથી ઋજુસૂત્રનયના મતે વર્તમાન એવા ઘટમાં ઘટનું સ્વરૂપ રહેલું છે અને પટાદિની વ્યાવૃત્તિરૂપ સ્વરૂપ પણ રહેલું છે. તે બન્ને ધર્મો એક સાથે અવાચ્ય છે. તેથી ઋજુસૂત્રનયથી અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. આ રીતે એક વસ્તુને આશ્રયીને સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયથી ત્રણ ભાંગાની પ્રાપ્તિ થયા પછી સંગ્રહનય અને વ્યવહારનયથી “સ્યાદ્ અસ્તિ સ્યાદ્ નાસ્તિ'રૂપ ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે. સંગ્રહનય અને ઋજુસૂત્રનયથી “સ્યાદ્ અતિ સ્યાદ્ અવક્તવ્ય રૂપ પાંચમો ભાંગો પ્રાપ્ત થાય છે. વ્યવહારનય અને ઋજુસૂત્રનયથી “સ્યાદ્ નાસ્તિ સ્યાદ્ અવક્તવ્ય રૂપ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય છે. સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયથી “સ્યાદ્ અસ્તિ સ્યાદ્ નાસ્તિ સ્યાદ્ અવક્તવ્ય રૂપ સાતમો ભાંગો પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રથમના બે નયરૂપ દ્રવ્યાર્થિકનય અને ઋજુસૂત્રનયરૂપ પર્યાયાર્થિકનય મૂલાધાર છે જેને એવી સપ્તભંગી ગાથાના પૂર્વાર્ધથી બતાવી. હવે વ્યંજનપર્યાયમાં દ્રવ્યાર્થિકન અને પર્યાયાર્થિકનય મૂલાધાર છે જેને એવી સપ્તભંગી બતાવવા વ્યંજનપર્યાયમાં સવિકલ્પરૂપ અસ્તિનો ભાગો અને નિર્વિકલ્પરૂપ નાસ્તિનો ભાંગો કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે ગાથામાં ઉત્તરાર્ધથી બતાવેલ છે અને તેના દ્વારા અર્થથી અન્ય ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે ટીકામાં બતાવતાં કહે છે – વ્યંજનપર્યાય એટલે શબ્દનય અર્થાત્ શબ્દને આશ્રયીને પદાર્થના સ્વરૂપને જોનારી નવદુષ્ટિ. અને તે શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનયના સમૂહરૂપ પાછળના ત્રણ નન્યો છે. તેમાં સવિકલ્પરૂપ પ્રથમ ભાંગો પ્રથમનમાં થાય છે=શબ્દનય, સમભિરૂઢનય અને એવભૂતનયામાં જે પ્રથમ શબ્દનય છે તેમાં સવિકલ્પરૂપ વિધિવચન પ્રાપ્ત થાય છે અર્થાત્ સ્યાદ્ અસ્તિરૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે અસ્તિરૂપ ભાંગો તો પદાર્થના સ્વરૂપને ગ્રહણ કરીને થાય છે. તેથી સામાન્યગ્રાહી એવા સંગ્રહનયથી થઈ શકે, પરંતુ શબ્દનયથી પ્રથમ ભાંગો કઈ રીતે થઈ શકે ? તે બતાવવા માટે ટીકાકારશ્રી કહે છે – શબ્દનયની દૃષ્ટિએ ઘટાદિ વસ્તુમાં ઘટ, કુંભ આદિ પર્યાય શબ્દની વાચ્યતાનો વિકલ્પ હોવા છતાં પણ તે સર્વ વિકલ્પથી વાચ્ય ઘટરૂપ અર્થનું એકપણું છે અર્થાત્ ઘટ, કુંભ આદિ સર્વમાં અનુગત એવું દ્રવ્યાસ્તિકનયને સંમત એવું સામાન્ય સ્વરૂપ અર્થ શબ્દનય સ્વીકારે છે. તેથી તે સ્વરૂપે ‘ઘટ અસ્તિ’ એ પ્રકારનો સવિકલ્પ ભાંગો શબ્દનયથી પ્રાપ્ત થાય છે. વળી બીજા અને ત્રીજા નયથી=સમભિરૂઢ અને એવંભૂતનયથી, નિર્વિકલ્પ ભાંગો પ્રાપ્ત થાય છે=ભ્યાદ્ નાસ્તિરૂપ ભાંગો પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે સમભિરૂઢનયથી કઈ રીતે નાસ્તિરૂપ ભાંગો પ્રાપ્ત થાય ? તેથી ટીકાકારશ્રી કહે છે – For Personal and Private Use Only Jain Educationa International Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ સામાન્યલક્ષણ દ્રવ્યરૂપ અર્થથી નિર્ગત એવા પર્યાયનું અભિધાયકપણું હોવાથી સમભિરૂઢનયથી નાસ્તિરૂપ બીજો ભાંગો પ્રાપ્ત થાય છે; કેમ કે સમભિરૂઢનયના મતથી ઘટ, કુંભ આદિ પર્યાયના ભેદથી ભિન્ન અર્થની પ્રાપ્તિ છે. આશય એ છે કે “જે અનુગત વસ્તુને સ્વીકારે તે દ્રવ્ય કહેવાય” એ નિયમ અનુસાર શબ્દનયે ઘટ, કુંભ એ સર્વ શબ્દોમાં અનુગત એવા ઘટને સ્વીકાર્યો. તેથી શબ્દનયના સ્વીકારથી સામાન્યરૂપ દ્રવ્યની પ્રાપ્તિ થયેલી. સમભિરૂઢનય ઘટ, કુંભ આદિ પર્યાયના ભેદથી વાચ્ય ભિન્ન વસ્તુ કહે છે. તેથી સમભિરૂઢનયના મતે સામાન્ય એવા દ્રવ્યથી પૃથક થયેલ એવા પર્યાયનું કથન થયું. આથી જ ઘટ કરતાં કુંભને સમભિરૂઢનય પૃથફ સ્વીકારે છે. તેથી સમભિરૂઢનય વિશેષગ્રાહી છે. જેમ વિશેષગ્રાહી એવા વ્યવહારનયથી નાસ્તિ ભાંગાની પ્રાપ્તિ હતી તેમ વિશેષગ્રાહી એવા સમભિરૂઢનયરૂપ બીજા નયથી નિર્વિકલ્પરૂપ એવા નાસ્તિ ભાંગાની પ્રાપ્તિ થાય છે. વળી, એવંભૂતનયરૂપ ત્રીજા નયથી કઈ રીતે નાસ્તિ ભાગો થાય છે ? તે સ્પષ્ટ કરે છે – એવંભૂતનય પણ વિચલિત એવા ક્રિયાકાલવાળા અર્થને કહે છે, તેથી જે સમયે ઘટ પોતાની ઘટનક્રિયા ન કરે ત્યારે એવંભૂતનય કુંભાદિને તો ઘટ ન કહે પણ ઘટને પણ ઘટ ન કહે. માટે સમભિરૂઢનય કરતાં પણ વિશેષગ્રાહી છે, તેથી વિશેષગ્રાહી એવા એવંભૂતનયથી નાસ્તિરૂપ બીજો ભાગો પ્રાપ્ત થાય છે. આ રીતે વ્યંજનપર્યાયમાં અસ્તિરૂપ અને નાસિરૂપ બે ભાંગા કઈ રીતે થાય છે તેની સ્પષ્ટતા કરી. હવે વ્યંજનપર્યાયમાં ત્રીજો ભાંગો કઈ રીતે પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે – શબ્દાદિ ત્રણેય નયોમાં ‘અવક્તવ્ય” નામનો ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે, કેમ કે શબ્દનય લિંગના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકારે છે. તેથી ‘ત૮: તટી તરં” એ ત્રણથી “કિનારો વાચ્ય હોવા છતાં પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના ભેદથી એ ત્રણને જુદા માને છે. લિંગના ભેદથી ભિન્ન એવા ‘તર: તટી તટે એક શબ્દ વાગ્યે નથી. માટે શબ્દનયથી અવક્તવ્યરૂપ ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, સમભિરૂઢનય સંજ્ઞાના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકારે છે. આથી ઘટ શબ્દથી અને કુંભ શબ્દથી બાહ્ય એવી એક વસ્તુ વાચ્ય હોવા છતાં ઘટને અને કુંભને ભિન્ન સ્વીકારે છે ઘટ શબ્દવાચ્ય ભિન્ન વસ્તુ છે અને કુંભ શબ્દવાચ્ય ભિન્ન વસ્તુ છે, તેમ સ્વીકારે છે. વળી, સંજ્ઞાના ભેદથી ભિન્ન એવા ઘટ, કુંભાદિ કોઈ એક શબ્દથી વાચ્ય નથી. અર્થાત્ બાહ્ય દેખાતી ઘટરૂપ વસ્તુમાં જે ઘટ-કુંભનો ભેદ સમભિરૂઢનય સ્વીકારે છે કે કોઈ એક શબ્દવાચ્ય નથી. તેથી સમભિરૂઢનયથી અવક્તવ્ય ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, એવંભૂતનય ક્રિયાના ભેદથી વસ્તુના ભેદને સ્વીકારે છે. એથી ઘટનક્રિયા નહીં કરતો ઘટ અને ઘટનક્રિયા કરતો ઘટ જુદા છે તેમ માને છે. તેથી એવંભૂતનયની દૃષ્ટિથી દેખાતા બાહ્ય ઘટમાં ઘટનક્રિયાવાળા ઘટનું અને અઘટનક્રિયાવાળા અઘટનું કથન કોઈ એક શબ્દથી થઈ શકતું નથી. તેથી ક્રિયાના ભેદથી ભિન્ન એવી ઘટાદિ વસ્તુ એક શબ્દથી વાચ્ય નથી. માટે એવંભૂતનયથી અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ આ રીતે વ્યંજનપર્યાયમાં દ્રવાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય મૂલાધારવાળા ત્રણ ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? એ બતાવ્યા પછી અન્ય ભાંગા કઈ રીતે બને છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પ્રથમ અને બીજાના સંયોગમાં ચોથો ભાંગો છે અર્થાત્ શબ્દનયથી પ્રાપ્ત થતો સવિકલ્પ અને સમભિરૂઢનય અને એવંભૂતનયથી પ્રાપ્ત થતો નિર્વિકલ્પ એ બેના સંયોગમાં ચોથો ભાંગો છે. ત્યારપછી પ્રથમ ભાંગારૂપ સવિકલ્પમાં અનભિધેય એવા અવક્તવ્ય ભાંગાનો સંયોગ કરવામાં આવે તો પાંચમો ભાંગો પ્રાપ્ત થાય છે. નિર્વિકલ્પરૂપ બીજા ભાગમાં અનભિધેય એવા અવક્તવ્ય ભાંગાનો સંયોગ કરવામાં આવે તો છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય છે. ચોથા ભાંગામાં અનભિધેય એવા અવક્તવ્યનો સંયોગ કરવામાં આવે તો સાતમો ભાંગો પ્રાપ્ત થાય. આ રીતે વ્યંજનપર્યાયમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય સાત ભાંગાનો મૂલાધાર છે તેની સ્પષ્ટતા ટીકાકારશ્રીએ કરી. અહીં જિજ્ઞાસા થાય કે સવિકલ્પ શબ્દથી અસ્તિનું ગ્રહણ કઈ રીતે છે ? તેનું તાત્પર્ય એ છે કે જે સામાન્યનું ગ્રહણ હોય તેમાં વિકલ્પ પડે. તેથી જેમાં વિકલ્પ પડે એવું જે સામાન્ય હોય તે સવિકલ્પ કહેવાય. જેમ સને ગ્રહણ કરનાર સંગ્રહનય છે ત્યાં વિકલ્પ પડે કે જે સત્ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે. તેમ પ્રસ્તુતમાં શબ્દનય ઘટ, કુંભાદિ સર્વને સામાન્ય રીતે ઘટ શબ્દથી ગ્રહણ કરે છે. તેથી જે સામાન્યને ગ્રહણ કરે તે સવિકલ્પ કહેવાય અને નિર્વિકલ્પ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે પર્યાયનું અવલંબન કરે તેમાં વિકલ્પ પડે નહીં. આથી જ સમભિરૂઢનયે ઘટ, કુંભાદિ સામાન્યનો ત્યાગ કરીને ઘટનો અને કુંભનો ભેદ સ્વીકાર્યો. તેથી ઘટપર્યાયનો અને કુંભપર્યાયનો ભેદ સ્વીકારવાને કારણે એમાં વિકલ્પો પડે નહીં. તેથી નિર્વિકલ્પ શબ્દથી વિશેષનું ગ્રહણ થયું. માટે નાસ્તિનો ભાંગો નિર્વિકલ્પ શબ્દથી પ્રાપ્ત થાય છે. અન્ય પ્રકારે ગાથા-૪૧ની અવતરણિકા - अथवा प्रदर्शितस्वरूपा सप्तभङ्गी संग्रहव्यवहारऋजुसूत्रेष्वेवार्थनयेषु भवतीत्याह-एवं सत्तवियप्पो इत्यादिगाथाम् । अस्यास्तात्पर्यार्थः - અવતરણિકાર્ય : અથવા પૂર્વમાં બતાવેલ સ્વરૂપવાળી સપ્તભંગી સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ જ અર્થતયોમાં થાય છે, એ બતાવવા માટે “વં સત્તવિવMો" ઇત્યાદિ ગાથા છે. આ ગાથાનો તાત્પર્યાર્થ બતાવે છે – ટીકા : अर्थनय एव सप्त भङ्गाः शब्दादिषु तु त्रिषु नयेषु प्रथमद्वितीयावेव भङ्गो, यो ह्यर्थमाश्रित्य वक्तृस्थः संग्रहव्यवहारऋजुसूत्राख्यः प्रत्ययः प्रादुर्भवति सोऽर्थनयः, अर्थवशेन तदुत्पत्तेः अर्थं प्रधान Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ तयासौ व्यवस्थापयतीति कृत्वा, शब्दं तु स्वप्रभवमुपसर्जनतया व्यवस्थापयति तत्प्रयोगस्य परार्थत्वात्, यस्तु श्रोतरि तच्छब्दश्रवणादुद्गच्छति शब्दसमभिरूढएवंभूताख्यः प्रत्ययस्तस्य शब्द: प्रधानम्, तद्वशेन तदुत्पत्तेः अर्थस्तूपसर्जनम्, तदुत्पत्तावनिमित्तत्वात् स शब्दनय उच्यते तत्र च वचनमार्गः सविकल्पनिर्विकल्पतया द्विविधः - सविकल्पं सामान्यम्, निर्विकल्पः पर्यायः, तदभिधानाद् वचनमपि तथा व्यपदिश्यते । तत्र शब्दसमभिरूढौ संज्ञाक्रियाभेदेऽप्यभिन्नमर्थं प्रतिपादयत इति तदभिप्रायेण सविकल्पो वचनमार्गः प्रथमभङ्गकरूपः एवंभूतस्तु क्रियाभेदाद् भिन्नमेवार्थं तत्क्षणे प्रतिपादयतीति निर्विकल्पो द्वितीयभङ्गकरूपस्तद्वचनमार्गः, अवक्तव्यभङ्गकस्तु व्यञ्जननये न सम्भवत्येव यतः श्रोत्रभिप्रायो व्यञ्जननयः स च शब्दश्रवणादर्थं प्रतिपद्यते न शब्दाश्रवणात् अवक्तव्यं तु शब्दाभावविषय इति नावक्तव्यभङ्गकः व्यञ्जनपर्याये सम्भवतीत्यभिप्रायवता व्यञ्जनपर्याये तु सविकल्पनिर्विकल्पौ प्रथमद्वितीयावेव भङ्गावभिहितावाचार्येण 'तु 'शब्दस्य गाथायामेवकारार्थत्वात् ।।૨/૪।। ટીકાર્યઃ अर्थनय एव આદિરૂપ અંતિમ ત્રણ નયોમાં, પ્રથમ અને બીજો એમ બે જ ભાંગા છે. . મેવાાર્યત્વાત્ ।। અર્થનયમાં જ સાત ભાંગા છે. વળી, શબ્દાદિ ત્રણ ..... દ્દિ=જે કારણથી, અર્થને આશ્રયીને=બાહ્ય પદાર્થરૂપ અર્થને આશ્રયીને, વક્તામાં રહેલો સંગ્રહતય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયનો જે પ્રત્યય=જ્ઞાન, પ્રગટ થાય છે. તે=વક્તામાં પ્રગટ થયેલું જ્ઞાન, અર્થનય છે. બાહ્ય અર્થને આશ્રયીને પ્રગટ થયેલું જ્ઞાન કેમ અર્થનય છે ? તેમાં હેતુ કહે છે અર્થના વશથી=પદાર્થના વશથી, તેની ઉત્પત્તિ છે–તે જ્ઞાનની વક્તામાં ઉત્પત્તિ છે. કેમ અર્થના વશથી તે જ્ઞાનની ઉત્પત્તિ છે ? તેથી કહે છે ૧૬૩ — નયોમાં=શબ્દનય આ=અર્થનયની દૃષ્ટિથી બોલનાર વક્તા, પ્રધાનપણાથી અર્થને વ્યવસ્થાપન કરે છે, એથી કરીને અર્થને વશથી જ્ઞાનની ઉત્પત્તિ છે, એમ અન્વય છે. Jain Educationa International અહીં પ્રશ્ન થાય કે અર્થનયની દૃષ્ટિવાળા વક્તા જ્યારે પદાર્થને જોઈને કહે છે ત્યારે પણ તે પદાર્થને અવલંબીને જ વ્યંજનનય જે શબ્દોના ભેદથી અર્થોના ભેદોને સ્વીકારે છે તેનો સ્વીકાર અર્થનય કઈ રીતે કરે છે ? તેથી કહે છે વળી સ્વપ્રભવ એવા શબ્દને ઉપસર્જનપણાથી વ્યવસ્થાપન કરે છે=અર્થતય વ્યવસ્થાપન કરે છે; કેમ કે તેના પ્રયોગનું=શબ્દના પ્રયોગનું, પરાર્થપણું છે=પરના બોધ કરાવવારૂપ પ્રયોજનપણું છે. For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ વળી તદ્ શબ્દના શ્રવણથી શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય નામનો જે પ્રત્યય શ્રોતામાં ઉદ્ભવ પામે છે. તેમાં=શ્રોતાના તે બોધમાં, શબ્દ પ્રધાન છે; કેમ કે શબ્દના વશથી તેની ઉત્પત્તિ છે=શ્રોતામાં તે બોધની ઉત્પત્તિ છે, વળી અર્થ ઉપસર્જન છે=શ્રોતાના બોધમાં બાહ્ય પદાર્થ ગૌણ છે; કેમ કે તેની ઉત્પત્તિમાં અનિમિત્તપણું છે=બાહ્ય પદાર્થરૂપ અર્થનું અનિમિત્તપણું છે, તે શબ્દનય કહેવાય છે. ૧૬૪ અને ત્યાં=શબ્દનયમાં, વચનમાર્ગ=બોધ કરાવવા માટે પ્રયોગ કરાતો વચનમાર્ગ, સવિકલ્પનિર્વિકલ્પપણાથી બે પ્રકારનો છે. સવિકલ્પ એટલે સામાન્ય=જેમાં વિકલ્પ કરીને ભેદ કરી શકાય તેવું સામાન્ય, અને નિર્વિકલ્પ એટલે પર્યાય=જેમાં વિકલ્પ કરીને ભેદ ન કરી શકાય તેવું વિશેષ, તેનું અભિધાન હોવાથી=સામાન્ય અને વિશેષનું અભિધાન હોવાથી, વચન પણ તે પ્રકારે=સવિકલ્પ અને નિર્વિકલ્પ એ પ્રકારે, વ્યપદેશ કરાય છે. ત્યાં શબ્દનય અને સમભિરૂઢતયરૂપ તે બન્ને નયો સંજ્ઞાના અને ક્રિયાના ભેદમાં અભિન્ન અર્થને પ્રતિપાદન કરે છે, એથી તેના અભિપ્રાયથી=શબ્દનયતા અને સમભિરૂઢનયના અભિપ્રાયથી, પ્રથમ ભંગરૂપ સવિકલ્પ વચનમાર્ગ છે. વળી એવંભૂતનય તે ક્ષણમાં ક્રિયાના ભેદથી ભિન્ન જ અર્થનું પ્રતિપાદન કરે છે, એથી દ્વિતીય ભંગરૂપ નિર્વિકલ્પ તેનો વચનમાર્ગ છે=એવંભૂતનયનો વચનમાર્ગ છે. વળી અવક્તવ્ય ભાંગો વ્યંજનનયમાં સંભવતો નથી જ, જે કારણથી શ્રોતાનો અભિપ્રાય વ્યંજનનય છે, અને તે=શ્રોતાનો અભિપ્રાય, શબ્દના શ્રવણથી અર્થને સ્વીકારે છે, શબ્દના અશ્રવણથી નહીં. વળી અવક્તવ્ય ભાંગો શબ્દના અભાવતા વિષયવાળો છે. એથી વ્યંજનપર્યાયમાં અવક્તવ્ય ભાંગો સંભવતો નથી એ અભિપ્રાયવાળા સૂત્રકાર એવા આચાર્ય વડે વ્યંજનપર્યાયમાં વળી સવિકલ્પનિર્વિકલ્પ એમ પ્રથમ અને દ્વિતીય જ ભંગ કહેવાયા; કેમ કે “તુ” શબ્દનું ગાથામાં એવકાર અર્થપણું છે. ।।૧/૪૧।। * ગાથામાં છેલ્લે “નિન્દ્રિયો ય” છે ત્યાં “ય”ને બદલે “ૐ” શબ્દ હોવો જોઈએ અથવા “વંનળપન્નાર્ ૩ળ” છે ત્યાં “૩” શબ્દ હોવો જોઈએ જે એવકાર અર્થમાં છે અને તેનું યોજન સવિકલ્પ-નિર્વિકલ્પની સાથે છે. તેથી ટીકામાં કહ્યું કે પ્રથમ અને બીજો જ ભાંગો આચાર્ય વડે કહેવાયો છે. ભાવાર્થ: અર્થનયમાં સાત ભાંગા છે અને શબ્દ આદિ ત્રણ નયોમાં પ્રથમ અને બીજો એમ બે જ ભાંગા છે. અર્થનયમાં સાત ભાંગા કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે પ્રથમ અર્થનયનો અર્થ કહે છે બાહ્ય પદાર્થરૂપ અર્થને આશ્રયીને વક્તામાં સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય નામના પ્રત્યયો=બોધો, પ્રાદુર્ભાવ પામે છે. તે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયનો પ્રત્યય અર્થનય છે. કેમ સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયથી થતો બોધ અર્થનય છે ? તેમાં યુક્તિ આપે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ૧૬પ અર્થરૂપ બાહ્ય પદાર્થના વશથી વક્તાને સંગ્રહના આદિ ત્રણ નયોના બોધની ઉપસ્થિતિ છે. અહીં પ્રશ્ન થાય કે વક્તાને બાહ્ય પદાર્થરૂપ અર્થના વશથી તે ત્રણ નયના બોધની ઉપસ્થિતિ છે, પરંતુ શબ્દના વશથી અન્ય નયના બોધની ઉપસ્થિતિ કેમ નથી ? તેથી કહે છે – અર્થને પ્રધાનપણાથી આ વક્તા વ્યવસ્થાપન કરે છે અર્થાત્ બાહ્ય દ્રવ્યરૂપ અર્થને પ્રધાન કરીને તે વક્તા શ્રોતાને પદાર્થનું સ્વરૂપ બતાવે છે. વળી, અર્થને અવલંબીને ઉત્પન્ન થયેલા શબ્દનું ઉપસર્જનપણાથી વ્યવસ્થાપન કરે છે. કેમ શબ્દને ઉપસર્જનપણાથી કહે છે, મુખ્યરૂપે નથી કહેતો ? તેમાં યુક્તિ આપે છે – પદાર્થનો બોધ કરાવવા અર્થે જે વક્તા યોગ્ય શ્રોતાને જિનવચન અનુસાર શબ્દથી કહે છે તે પર એવા શ્રોતાને પદાર્થનો બોધ કરાવવા માટે કહે છે, પરંતુ શબ્દને આશ્રયીને પદાર્થના સ્વરૂપને બતાવતો નથી. આથી જ “તટ:, તટી અને તટં' એ ત્રણેય લિંગોના ભેદથી બાહ્ય દેખાતું તટ જુદું છે એવો બોધ શ્રોતાને તે વક્તા કરાવતો નથી, પરંતુ શબ્દને આશ્રયીને થતા ભેદને ગૌણ કરીને દેખાતા બાહ્ય પદાર્થને આશ્રયીને જે વસ્તુના ભેદોની પ્રાપ્તિ છે તે બતાવવા તે વક્તા સંગ્રહનયથી, વ્યવહારનયથી અને ઋજુસૂત્રનયથી પદાર્થનું સ્વરૂપ શ્રોતાને બતાવે છે. તેનાથી શ્રોતાને થયેલો બોધ તે બાહ્ય પદાર્થના પૂર્ણ સ્વરૂપને બતાવે છે તેથી એ પ્રાપ્ત થાય કે જિનવચનથી પરિષ્કૃત મતિવાળા કોઈ વક્તા યોગ્ય શ્રોતાને પદાર્થનો પૂર્ણ સ્વરૂપે બોધ કરાવવા અર્થે બાહ્ય પદાર્થને સામે રાખીને પદાર્થનું સ્વરૂપ બતાવવા યત્ન કરે છે તે વક્તાને સંગ્રહનયથી, વ્યવહારનયથી અને ઋજસત્રનયથી જે બોધ છે તે પદાર્થના પૂર્ણ સ્વરૂપને બતાવે છે અને તેને આશ્રયીને સાતભાંગાની ઉપસ્થિતિ થાય છે. માટે સંગ્રહનયનો, વ્યવહારનયનો અને ઋજુસૂત્રનયનો જે વસ્તુને આશ્રયીને બોધ છે તે બોધને અર્થનય કહેવાય છે અને તે અર્થનયને આશ્રયીને સાત ભાંગાઓ પ્રાપ્ત થાય છે. આ રીતે અર્થનનું સ્વરૂપ બતાવ્યા પછી વ્યંજનપર્યાયરૂપ શબ્દનયનું=શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય ત્રણે નયના વાચક એવા શબ્દનયનું, સ્વરૂપ બતાવે છે – વળી વક્તાના શબ્દના શ્રવણથી શ્રોતામાં શબ્દનયની, સમભિરૂઢનયની કે એવંભૂતનયની દૃષ્ટિથી બોધ ઉદ્ભવ પામે છે તે શ્રોતાના બોધમાં શબ્દ પ્રધાન છે; કેમ કે શબ્દના વશથી તે બોધની ઉત્પત્તિ છે. વળી અર્થનું તે શ્રોતાના બોધમાં ઉપસર્જન છે; કેમ કે તે શ્રોતાના બોધની ઉત્પત્તિમાં અર્થરૂપ પદાર્થ નિમિત્ત નથી, પરંતુ તે વક્તાથી બોલાયેલો શબ્દ નિમિત્ત છે, તેથી તે શબ્દનય કહેવાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય પદાર્થના સ્વરૂપને આશ્રયીને વક્તાને જે બોધ થાય તે બોધનો બીજાને બોધ કરાવવા અર્થે વક્તા પ્રયોગ કરે ત્યારે વક્તાને જેમ સંગ્રહનયથી, વ્યવહારનયથી અને ઋજુસૂત્રનયથી બોધ થયેલો એમ શ્રોતાને પણ બાહ્ય પદાર્થને આશ્રયીને વક્તાના તે શબ્દ દ્વારા સંગ્રહ આદિ ત્રણ નથી પદાર્થનો બોધ થાય છે અને શબ્દો દ્વારા પદાર્થનો બોધ કર્યા પછી તે શ્રોતા અર્થને ગૌણ કરીને વક્તા દ્વારા બોલાયેલા શબ્દો વિષયક ઊહ કરે તો તે શ્રોતાને શબ્દનયથી બોધ થાય છે અર્થાત્ શબ્દનયનો, સમભિરૂઢનયનો Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ અને એવંભૂતનયનો બોધ થાય છે અને તે ત્રણે નયથી થયેલા બોધને શબ્દનય કહેવાય છે. આ શબ્દનયની વિચારણામાં બે જ વિકલ્પો છે (૧) સવિકલ્પ-સામાન્યરૂપ અને (૨) નિર્વિકલ્પ=વિશેષરૂપ. શબ્દ નયમાં બેય વિકલ્પો હોવાથી શબ્દનય પણ સવિકલ્પ-નિર્વિકલ્પ કહેવાય છે. શબ્દ આદિ ત્રણ નયોમાં કઈ રીતે સામાન્યરૂપ સવિકલ્પ અને વિશેષરૂપ નિર્વિકલ્પ એમ બે ભાંગા પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શબ્દ આદિ ત્રણ નયમાં શબ્દનય અને સમભિરૂઢનય તે બંને નયો સંજ્ઞાના અને ક્રિયાના ભેદમાં પણ અભિન્ન અર્થને બતાવે છે. એથી શબ્દનયના અને સમભિરૂઢનયના અભિપ્રાયથી સવિકલ્પ વચનમાર્ગરૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શબ્દનયના મતે ઘટ, કુંભ આદિ સંજ્ઞાનો ભેદ હોવા છતાં પણ ઘટ, કુંભાદિ શબ્દથી વાચ્ય એક જ ઘટરૂપ વસ્તુને શબ્દનય સ્વીકારે છે. તેથી ઘટ, કુંભાદિને સામાન્યથી ગ્રહણ કરે છે, પરંતુ પરસ્પર ભેદથી શબ્દનય ગ્રહણ કરતો નથી. તેથી શબ્દનય સામાન્યરૂપ સવિકલ્પ ભાંગાને સ્વીકારે છે. વળી, સમભિરૂઢનય ઘટરૂપ વસ્તુ ઘટનક્રિયા કરે છે ત્યારે પણ ઘટને ઘટ કહે છે અને ઘટનક્રિયા કરતો નથી ત્યારે પણ ઘટને ઘટ કહે છે. તેથી ઘટનક્રિયા અને ઘટનક્રિયાનો અભાવ હોવા છતાં બન્નેમાં ઘટસામાન્યને સ્વીકારે છે. માટે સમભિરૂઢનયથી સવિકલ્પરૂપ સામાન્ય ભાગો પ્રાપ્ત થાય છે. વળી એવંભૂતનય ક્રિયાના ભેદથી ભિન્ન જ અર્થને તે ક્ષણમાં સ્થાપન કરે છે અર્થાત્ જે ક્ષણમાં ઘટ ઘટનક્રિયા કરે છે તે ક્ષણમાં તેને ઘટ કહે છે અને જે ક્ષણમાં તે ઘટ ઘટનક્રિયા કરતો નથી તે ઘટને ઘટ કહેતો નથી તેથી ઘટનક્રિયાના ભાવથી અને અસભાવથી ઘટનો ભેદ કરે છે. તેથી ઘટનક્રિયા વગરના ઘટને એવંભૂતનય ઘટ સ્વીકારતો નથી માટે એવંભૂતનયના મતે નિર્વિકલ્પરૂપ વિશેષ ભાંગો પ્રાપ્ત થાય છે; કેમ કે ઘટનક્રિયાવાળા ઘટમાં હવે કોઈ પ્રકારે અન્ય વિશેષની પ્રાપ્તિ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ઘટ પણ ઘટનક્રિયા નથી કરતો ત્યારે ઘટ નથી એમ એવંભૂતનય સ્વીકારે છે અને ઘટનક્રિયા કરે છે ત્યારે ઘટ છે એમ સ્વીકારે છે. તેથી એવંભૂતનય વિશેષને સ્વીકારે છે, સામાન્યને સ્વીકારતો નથી. વિશેષ એ પર્યાયરૂપ છે માટે પર્યાયરૂપ નિર્વિકલ્પ ભાંગો એવંભૂતનયથી પ્રાપ્ત થાય છે. વળી વ્યંજનનયમાં અવક્તવ્ય ભાંગો સંભવતો નથી જ. કેમ વ્યંજનનયમાં અવક્તવ્ય ભાંગો સંભવતો નથી ? એથી કહે છે – જે કારણથી શ્રોતાનો અભિપ્રાય એ વ્યંજનનય છે અને તે શ્રોતાનો અભિપ્રાય શબ્દના શ્રવણથી અર્થને સ્વીકારે છે, પરંતુ શબ્દના શ્રવણ વગર અર્થને સ્વીકારતો નથી. અને અવક્તવ્ય ભાંગો શબ્દના અભાવ વિષયવાળો છે એથી અવક્તવ્ય ભાંગો વ્યંજનપર્યાયમાં સંભવતો નથી. આ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી વ્યંજનપર્યાયમાં સવિકલ્પ-નિર્વિકલ્પ એમ અસ્તિ-નાસ્તિરૂપ બે ભાંગા જ કહે છે. ગાથાના ઉત્તરાર્ધમાં વ્યંજનપર્યાય સવિકલ્પ અને નિર્વિકલ્પ છે એમ કહ્યું ત્યાં સવિકલ્પનો અર્થ એ છે કે જેમાં વિકલ્પ કરીને ભેદ કરી શકાય એવું સામાન્ય હોય તે સવિકલ્પ છે. જેમ વૃક્ષમાં વિકલ્પ કરીને “આ આંબાનું વૃક્ષ છે” “આ લીમડાનું વૃક્ષ છે” એમ ભેદ કરી શકાય છે તેથી વૃક્ષ સામાન્ય છે, તેમ પ્રસ્તુતમાં Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ૧૬૭ શબ્દનય જે ઘટને સ્વીકારે છે, તે ઘટમાં સમભિરૂઢનય ઘટ, કુંભ ઇત્યાદિ ભેદ કરી શકે છે તેથી તેવા ભેદો જેમાં કરી શકાય એવા ઘટ, કુંભને એક સ્વીકારનાર શબ્દનય સવિકલ્પ છે. વળી, જેમાં વિકલ્પ કરીને ભેદ ન કરી શકાય એવો વિશેષ પર્યાય હોય તે નિર્વિકલ્પ છે. જેમ વૃક્ષવિશેષ ગ્રહણ કર્યા પછી તેમાં ‘આ લીમડો’ ‘આ આંબો' એમ ભેદ થઈ શકે નહીં તેથી લીમડાના વૃક્ષનો સ્વીકાર એ નિર્વિકલ્પ છે તેમ પ્રસ્તુતમાં ઘટનક્રિયા જેમાં હોય તે ઘટ કહેવાય એ પ્રકારના એવંભૂતનય દ્વારા સ્વીકારાયેલા ઘટમાં ભેદ કરી શકાતો નથી, તેથી એવંભૂતનયે સ્વીકારેલ ઘટનક્રિયાવાળો ઘટ એ નિર્વિકલ્પ સ્વીકારરૂપ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશકના વચનના શ્રવણથી શ્રોતાને શબ્દના બળથી બાહ્ય પદાર્થનો બોધ થાય છે ત્યા૨પછી શબ્દથી વાચ્ય એવા તે અર્થમાં શબ્દને અવલંબીને કેટલા વિકલ્પો થઈ શકે ? તેને જોનારી જે નય દૃષ્ટિ તે નયદૃષ્ટિ શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનયમાં વિભક્ત છે. શબ્દનય ‘તટ: તૂટી તૂટ’ એ રૂપ લિંગના ભેદથી એક જ તટરૂપ વસ્તુનો ભેદ કરે છે તોપણ ઘટરૂપ વસ્તુને ઘટ, કુંભાદિ સંજ્ઞાઓથી કહેવાય છે, તે સંજ્ઞાના ભેદથી ઘટનો ભેદ કરતો નથી. માટે ઘટ, કુંભ આદિ સર્વ શબ્દોથી વાચ્ય ઘટરૂપ એક વસ્તુ સ્વરૂપ સામાન્યને ગ્રહણ કરે છે, એથી સવિકલ્પ ભાંગો પ્રાપ્ત થાય છે. સમભિરૂઢનય ઘટ, કુંભ આદિ સંજ્ઞાના ભેદથી એક ઘટરૂપ વસ્તુનો ભેદ કરે છે આમ છતાં ઘટનક્રિયાવાળા ઘટને અને ઘટનક્રિયા વગરના ઘટને સામાન્યથી ઘટરૂપ સ્વીકારે છે. માટે ઘટનક્રિયાવાળા ઘટમાં અને ઘટનક્રિયા વગરના ઘટમાં અનુગત એવા સામાન્યને ગ્રહણ કરનારો હોવાથી સમભિરૂઢનય પણ સામાન્યગ્રાહી છે. માટે સમભિરૂઢનયમાં સવિકલ્પરૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. એવંભુતનય ક્રિયાના ભેદથી ઘટનક્રિયા વગરના ઘટ કરતાં ઘટનક્રિયાવાળા ઘટનો ભેદ કરે છે. તેથી એવંભૂતનયથી કોઈ પ્રકા૨ના સામાન્યનું ગ્રહણ નથી, કેવલ વિશેષનું ગ્રહણ છે. વિશેષ એ પર્યાયરૂપ છે, તેથી એવંભૂતનયમાં નિર્વિકલ્પરૂપ ભાંગો પ્રાપ્ત થાય છે. વળી વ્યંજનનય શબ્દને આશ્રયીને બોધ કરાવનાર છે. તેથી શબ્દના અભાવના વિષયવાળો અવક્તવ્ય ભાંગો વ્યંજનનયમાં નથી. માટે વ્યંજનનયથી સ્યાદ્ અસ્તિ અને સ્યાદ્ નાસ્તિરૂપ સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ બે ભાંગા જ થાય છે. પં. શ્રી સુખલાલજીના સમ્મતિતર્કપ્રકરણના પુસ્તકમાં ગાથાનો અર્થ લખેલ છે અને તેના ફુટનોટમાં તેમણે લખેલ છે કે ‘પ્રસ્તુત ગાથાનો જે ભાવ લખ્યો છે તે ગ્રંથકારશ્રીને વિવક્ષિત છે કે નહીં તે ઘણું વિચારવા છતાં નક્કી કરી શકાતું નથી. નવાંગી ટીકાકાર પૂ. આ. ભ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા અને પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજાએ પણ આ ગાથાનો અર્થ ચોક્કસ લખ્યો નથી, પરંતુ તેમણે પણ માત્ર કલ્પના દોડાવી છે. માટે વિચારકોએ પરંપરા જાણવા પ્રયત્નશીલ થવું'. અહીં ‘ટીકાકારશ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા અને ઉપાધ્યાયજી મહારાજાએ કલ્પના દોડાવી છે’ આ પ્રકારનું સુખલાલજીનું વચન અતિ સાહસ ભર્યુ છે. પ્રસ્તુત ગાથાના અર્થને સ્પર્શીને શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ જે અર્થ કર્યો છે તેનાથી જ ગ્રંથકારશ્રીનો આશય સ્પષ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧, ૪૨ થાય છે. ફક્ત સવિકલ્પ શબ્દ અને નિર્વિકલ્પ શબ્દ કઈ રીતે સામાન્ય અને વિશેષ અર્થને બતાવે છે તેના તાત્પર્યનો બોધ પં. શ્રી સુખલાલજીને થયો નહીં. એથી અતિ સાહસ કરીને તેઓએ લખેલ છે કે પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા. અને પૂ. ઉપાધ્યાયજી મ. સા.નું કથન ગાથાના કથન સાથે સંગત થતું નથી. વસ્તુતઃ સવિકલ્પ અને નિર્વિકલ્પનો અર્થ ટીકામાં સ્પષ્ટ કર્યો છે એ પ્રમાણે કોઈ વિચારક જાણવા યત્ન કરે તો પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા. અને પૂ. શ્રી ઉપાધ્યાયજી મ. સા. મહારાજાએ આ ગાથાને સમજીને લખેલ છે. ફક્ત પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા.એ બે પ્રકારે અવતરણિકા કરેલ અને તે ભિન્ન ભિન્ન અવતરણિકાને અનુરૂપ ગાથાનો બે પ્રકારે અર્થ કરેલ છે. તે પ્રકારે ગાથાના ભિન્ન ભિન્ન અર્થ કરવાની મર્યાદા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી તે રીતે બે પ્રકારની અવતરણિકા કરીને બે રીતે ગાથાનો અર્થ કર્યો છે તે અત્યંત યુક્તિ સંગત છે એ પ્રમાણે વિચારકે જોડવા યત્ન કરવો. ૧/૪ અવતરણિકા - इदानीं परस्पररूपापरित्यागप्रवृत्तसंग्रहादिनयप्रादुर्भूततथाविधा एव वाक्यनयास्तथाविधार्थप्रतिपादका इत्येतत् प्रतिपाद्य अन्यथाभ्युपगमे तेषामप्यध्यक्षविरोधतोऽभाव एवेत्येतदुपदर्शनाय केवलानां तेषां तावन्मतमुपन्यस्यति - અવતરણિકાર્ય : હમણાં પૂર્વની ગાથામાં, પરસ્પર સ્વરૂપતા અપરિત્યાગથી પ્રવૃત્ત એવા સંગ્રહાદિયથી પ્રાદુર્ભત તેવા પ્રકારના જ વાક્યનયો દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુના સ્વરૂપનો પરસ્પર ત્યાગ કર્યા વગર પ્રવૃત્તિ સંગ્રહાદિ નયથી પ્રાદુર્ભત સપ્તભંગીને કહેનારા સ્યાદ્ અસ્તિ' આદિરૂપ વાક્યતયો, તેવા પ્રકારના અર્થના પ્રતિપાદક છે=સપ્તભંગી દ્વારા પ્રાપ્ત થતા અર્થના પ્રતિપાદક છે, એને પ્રતિપાદન કરીને અન્યથા અભ્યપગમમાં દ્રવ્યાસ્તિકાયના અને પર્યાયાસ્તિકાયના સ્વરૂપના પરસ્પર પરિત્યાગના અભ્યપગમમાં, પ્રત્યક્ષ વિરોધ હોવાથી તેઓનો પણ દ્રવ્યાસ્તિકનયનો અને પર્યાયાસ્તિકનયનો પણ, અભાવ જ છે, એ બતાવવા માટે કેવલ એવા તેઓનાગકેવલ એવા પર્યાયાસ્તિકાયના અને દ્રવ્યાસિકનયના, મતનો ઉપચાસ કરે છે=ગાથા-૪૨ અને ૪૩માં ઉપન્યાસ કરે છે – ભાવાર્થ ગાથા-૪૧માં અર્થપર્યાયમાં જે સપ્તભંગી બતાવી તેમાં પણ દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના પરસ્પર સ્વરૂપના અપરિત્યાગથી પ્રવૃત્ત થયેલા સંગ્રહાદિ ત્રણ નયા હતા અને વ્યંજનપર્યાયમાં પણ જે સપ્તભંગી બતાવી તેમાં પણ દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિક ના સ્વરૂપના પરસ્પર અપરિત્યાગથી પ્રવૃત્ત શબ્દાદિ ત્રણ નય હતા. તેનાથી પ્રાદુર્ભાવ થયેલા એવા સપ્તભંગીઆત્મક સાત વાક્યનો અર્થપર્યાયમાં અને વ્યંજનપર્યાયમાં હતા. તે વાક્યનો તેવા પ્રકારના અર્થના પ્રતિપાદક છે=જે પ્રકારના સપ્તભંગીને બતાવનાર વાક્યનો બન્યા તેવા પ્રકારના અર્થના પ્રતિપાદક છે, એને ગાથા-૪૧માં પ્રતિપાદન કરીને Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૨ ૧૬૯ અન્યથા અભ્યપગમમાં=દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકન પરસ્પર સ્વરૂપના પરિત્યાગથી પ્રવૃત્ત થાય છે એમ સ્વીકારવામાં, પ્રત્યક્ષ વિરોધ હોવાથી તેઓનો પણ અભાવ છે એને જ બતાવવા માટે કેવલ એવા દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના મતને ગ્રંથકારશ્રી ગાથા-૪૨-૪૩થી ઉપન્યાસ કરે છે – गाथा : जह दवियमप्पियं तं तहेव अत्थि त्ति पज्जवणयस्स । ण य स समयपन्नवणा पज्जवणयमेत्त पडिपुण्णा ।।१/४२।। छाया: यथा द्रव्यमर्पितं तद् तथैव अस्तीति पर्यवनयस्य । न च स समयप्रज्ञापना पर्यवनयमात्रे प्रतिपूर्णा ।।१/४२।। मन्ययार्थ: जह-ठे प्रमाण-पतमान संधी३५, दवियमप्पियं-द्रव्य मपित छ, तं तहेव अत्थित ते प्रमाणे ४ छेते द्रव्य ते ते प्रमाणे ४ छ, त्ति-से, पज्जवणयस्स पयिनयनो समिप्राय छ, य पज्जवणयमेत्तम पर्यायनयमात्रमi, स==4t strj पाय, पडिपुण्णा समयपत्रवणा=प्रतिपूर्ण समयती प्रज्ञानामती प्रज्ञाना, ण=Tथी. ||१/४२।। गाथार्थ: જે પ્રમાણે વર્તમાનકાળના સંબંધીપણારૂપે, દ્રવ્ય અર્પિત છે તે તે પ્રમાણે જ છેeતે દ્રવ્ય એકાંતે તે પ્રમાણે જ છે, એ પર્યાયનયનો અભિપ્રાય છે અને પર્યાયનયમાત્રમાં તે તેવા પ્રકારનું વાક્ય, प्रतिपूरा समयनी प्रज्ञापना=मर्थनी पापना, नथी. ||१/४२|| टी : यथा वर्तमानकालसम्बन्धितया यद् द्रव्यमर्पितं प्रतिपादयितुमभीष्टं, तत् तथैवास्ति नान्यथा, अनुत्पन्नविनष्टतया भाविभूतयोरविद्यमानत्वेनाप्रतिपत्तेः, अप्रतीयमानयोश्च प्रतिपादयितुमशक्तेरतिप्रसङ्गाद् वर्त्तमानसम्बन्धिन एव तस्य प्रतीतेः इति पर्यायार्थिकनयवाक्यस्याभिप्रायः, एतद् अनेकान्तवादी दूषयितुमाह न इति प्रतिषेधे, स इति तथाविधो वाक्यनयः परामृश्यते, समय इति सम्यग् ईयते परिच्छिद्यत इति समयो अर्थस्तस्य प्रज्ञापना=प्ररूपणा, पर्यायनयमात्रे-द्रव्यनयनिरपेक्षे पर्यायनये, प्रतिपूर्णा=पुष्कला सम्पद्यते, न स वाक्यनयः सम्यगर्थप्रत्यायनां पूरयतीति यावत्, पर्यायनयस्य सावधारणैकान्तप्रतिपादनरूपस्याध्यक्षबाधनात् तद्बाधां चाग्रतः प्रतिपादयिष्यति ।।१/४२।। Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૨ ટીકાર્ય : જથી વર્તમાનપત્ર ... પ્રતિપાયિષ્યતિ છે, જે પ્રમાણેકવર્તમાનકાળ સંબંધીપણાથી, જે દ્રવ્ય અર્પિત છે–પ્રતિપાદન કરવા માટે અભિષ્ટ છે, તે તે પ્રમાણે જ છે અન્યથા નથી; કેમ કે અનુત્પન્ન અને વિનષ્ટપણાને કારણે ભાવિનું અને ભૂતનું અવિદ્યમાનપણું હોવાથી અપ્રતિપત્તિ હોવાને કારણે અને અપ્રતીયમાન એવા ભાવિતા અને ભૂતના પ્રતિપાદન કરવા માટે અશક્તિ હોવાના કારણે અતિપ્રસંગ છે=ભાવિનું અને ભૂતનું પ્રતિપાદન કરવામાં આવે તો અતિપ્રસંગ છે અર્થાત્ શશશૃંગના પણ પ્રતિપાદનનો અતિપ્રસંગ છે. તેથી વર્તમાન સંબંધી જ તેની=અર્પિતદ્રવ્યની, પ્રતીતિ છે એ પ્રમાણે પર્યાયાસ્તિકનયના વાક્યનો અભિપ્રાય છે. એને પર્યાયવયના વાક્યના અભિપ્રાયને, દૂષિત કરવા માટે અનેકાંતવાદી કહે છે – ગાથામાં ‘ન’ શબ્દ પ્રતિષેધમાં છે. ગાથામાં ‘સ શબ્દ તેવા પ્રકારના વાક્યનયતો ગાથાના પૂર્વાર્ધમાં કહેલ પર્યાયાસ્તિકાયના વાક્યમયતો, પરામર્શ કરે છે. સમયપન્નવણા'માં રહેલ સમય શબ્દનો અર્થ કરે છે – સમ એટલે સમ્યમ્. સમયમાં રહેલ “અયનો અર્થ કહે છે – અયતે–પરિચ્છિઘતે અર્થાત્ સમ્યમ્ પરિચ્છેદન કરાય છે તે સમય છેઃઅર્થ છે પદાર્થ છે, તેની પ્રજ્ઞાપના=પ્રરૂપણા, પર્યાયવયમાત્રમાંકદ્રવ્યમય નિરપેક્ષ પર્યાયવયમાત્રમાં, પ્રતિપૂર્ણ પુષ્કળ, પ્રાપ્તિ થતી નથી. અહીં “ન' શબ્દ પૂર્વમાં પ્રતિષેધમાં બતાવેલ તેનો પરામર્શ છે. અહીં સમયનો અર્થ કરતી વખતે સમનો અર્થ કરતાં ટીકામાં ‘ડુંયતે–પરિચ્છિદ્યતે' એમ કહ્યું ત્યાં તેના સ્થાને ‘અયતે' હોવાની સંભાવના છે. ગાથાના ઉત્તરાર્ધથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – તે વાક્યનય સમ્યમ્ અર્થના પ્રત્યાયનને પૂર્ણ કરતો નથી=ગાથામાં પૂર્વાર્ધમાં કહેલ પર્યાયતયમાત્રમાં વિશ્રાંત એવો વાક્યનય સમ્યમ્ અર્થતા બોધને પૂર્ણ કરતો નથી ત્યાં સુધી અર્થ છે; કેમ કે સાવધારણ એકાત્ત પ્રતિપાદનરૂપ પર્યાયનયનું પ્રત્યક્ષમાં બાધન છે અને તેની બાધાને આગળમાં પ્રતિપાદન કરાશે. I૧/૪રા ભાવાર્થ - જે પ્રમાણે જે દ્રવ્ય અર્પિત છે” એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે દેખાતું દ્રવ્ય વર્તમાનકાળ સંબંધીપણાથી દેખાય છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધીપણાથી દેખાતું નથી. તેથી તે દ્રવ્યને તે પ્રમાણે અર્પિત કરવામાં આવે=પ્રતિપાદન કરવા માટે સ્વીકારવામાં આવે, ત્યારે તે દ્રવ્ય તે પ્રમાણે છે, અન્ય પ્રમાણે નથી અર્થાત્ વર્તમાનકાળ સંબંધીપણારૂપે જ છે, અન્ય પ્રમાણે નથી એ પ્રકારનું પર્યાયનયનું વાક્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૨ આનાથી એ પ્રાપ્ત થાય કે પર્યાયાસ્તિકનય વર્તમાન ક્ષણ સાથે સંબંધવાળા દ્રવ્યને વર્તમાનક્ષણના સંબંધરૂપે સ્વીકારે છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ સાથે સંબંધવાળું નથી તેમ કહે છે. કારણ કે ભાવિકાળનું દ્રવ્ય અનુત્પન્ન છે અને ભૂતકાળનું દ્રવ્ય વિનષ્ટ છે માટે તે બન્ને રૂપે અવિદ્યમાન છે અર્થાત્ ભૂતકાળનું અને ભાવિકાળનું દ્રવ્ય અવિદ્યમાન છે. માટે તેની પ્રતીતિ નથી, પરંતુ વર્તમાનકાળના દ્રવ્યની જ પ્રતીતિ છે. જે ભૂતકાળના અને ભવિષ્યકાળના દ્રવ્યની અપ્રતીતિ થતી હોય તેને પ્રતિપાદન કરવાની શક્તિ વિચારક પુરુષમાં નથી; કેમ કે પ્રતિપાદન કરનાર પુરુષ વસ્તુને જોઈને પ્રતિપાદન કરે છે અને ભૂતકાળનું તે દ્રવ્ય વિનષ્ટ હોવાથી વિદ્યમાન નથી અને ભવિષ્યનું તે દ્રવ્ય ઉત્પન્ન થયેલ નથી તેથી તેનું પ્રતિપાદન થઈ શકે નહીં. આમ છતાં જેની પ્રતીતિ થતી ન હોય તોપણ તેનું પ્રતિપાદન કરવામાં આવે તો અપ્રતીયમાન એવા શશશૃંગના પ્રતિપાદનનો પ્રસંગ આવે. અને દેખાતું દ્રવ્ય વર્તમાન સંબંધી જ પ્રતીતિ થાય છે. માટે આવતા અતિપ્રસંગદોષના નિવારણ અર્થે ‘વર્તમાન સંબંધી જ તે દ્રવ્ય છે, અન્ય નથી' આ પ્રકારનો પર્યાયાર્થિકનયના વાક્યનો અભિપ્રાય છે; કેમ કે પર્યાયાસ્તિકનય દેખાતા પદાર્થમાં વર્તમાનના પર્યાયને જોનાર છે, પરંતુ દેખાતા પદાર્થની સર્વ અવસ્થામાં અનુગત દ્રવ્યને જોનાર નથી. તેથી ભૂત અને ભવિષ્યમાં અનુગત એવા દ્રવ્યને જોયા વગર માત્ર દેખાતા પદાર્થમાં વર્તમાન પર્યાયને જોઈને પર્યાયાસ્તિકનય કહે છે કે આ વર્તમાન પર્યાયના પૂર્વનો પર્યાય વર્તમાનમાં નષ્ટ છે માટે દેખાતો નથી. આ વર્તમાન પર્યાય પછી જે ઉત્તરમાં થનારો પર્યાય છે તે હજુ ઉત્પન્ન થયેલો નથી માટે દેખાતો નથી. તેથી જે વર્તમાનનો પર્યાય દેખાય છે તે રૂપે તે વસ્તુ છે અન્યથા નથી. આ પ્રકારનું એકાંત પર્યાયાસ્તિકનયનું કથન છે. તેને અનેકાંતવાદી ગાથાના ઉત્તરાર્ધથી દુષિત કરે છે. અનેકાંતવાદી કહે છે કે દ્રવ્યનયનિરપેક્ષ એવા પર્યાયનયમાં સમ્યગ્ અર્થની પ્રતિપૂર્ણ પ્રજ્ઞાપના નથી. આશય એ છે કે ઇન્દ્રિયોથી દેખાતો અર્થ જેમ વર્તમાનમાં કોઈ પર્યાય સ્વરૂપ છે તેમ ત્રણેય કાળમાં અનુગત હોય તેવા દ્રવ્ય સ્વરૂપ પણ છે, માત્ર પર્યાય સ્વરૂપ નથી; આમ છતાં માત્ર પર્યાયને જોનારી દૃષ્ટિ ત્રણ કાળમાં અનુગત એવા દ્રવ્યનો અપલાપ કરીને વર્તમાન પર્યાયરૂપ વસ્તુને સ્થાપન કરે છે, પરંતુ વર્તમાન પર્યાયકાળમાં પણ વસ્તુમાં રહેલા ધ્રુવ અંશને તે દૃષ્ટિ જોતી નથી. તેથી પદાર્થને જોનારી તે દૃષ્ટિ જે પ્રજ્ઞાપના કરે છે તે પદાર્થના પૂર્ણ સ્વરૂપને કહેનારી નથી; કેમ કે વર્તમાનમાં તે પદાર્થમાં જે ધ્રુવાંશ રહેલ છે તે ધ્રુવાંશને જોનારી તે દૃષ્ટિ નહીં હોવાથી પ્રતિપૂર્ણ નથી. કેમ તે પ્રતિપૂર્ણ દૃષ્ટિ નથી ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે પર્યાયાસ્તિકનયનું સાવધારણ વાક્ય એકાંત પ્રતિપાદન કરનાર છે, તેથી તે કથનમાં પ્રત્યક્ષનો વિરોધ છે; કેમ કે પદાર્થ જેમ પર્યાયસ્વરૂપ છે તેમ ધ્રુવાંશરૂપ છે છતાં ધ્રુવાંશનો અપલાપ કરીને માત્ર પદાર્થમાં વર્તતી તે અવસ્થારૂપ પર્યાયને એકાંત ગ્રહણ કરે છે અને તેમ સ્વીકારવામાં બાધાની પ્રાપ્તિ છે તે ગ્રંથકારશ્રી આગળમાં પ્રતિપાદન કરશે. II૧/૪૨॥ Jain Educationa International ૧૭૧ For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ सम्भतितई २ भाग-१ / प्रथम sis/गाथा-४३ अवतरnिs: द्रव्यार्थिकवाक्यनयेऽप्ययमेव न्याय इति तदभिप्रायं तावदाह - सवतरािर्थ : દ્રવ્યાર્થિક વાક્યના લયમાં પણ આ જ ચાય છે=ગાથા-૪રમાં કહ્યું કે પર્યાયનયમાત્રમાં પ્રતિપૂર્ણ પ્રજ્ઞાપતા નથી' એ જ ચાય છે, એથી તેના અભિપ્રાયને દ્રવ્યાર્થિકતયના અભિપ્રાયને, કહે છે – * 'तावद्' २०६ पास्यामा छ. गाथा : पडिपुण्णजोव्वणगुणो जह लज्जइ बालभावचरिएण । कुणइ य गुणपणिहाणं अणागयसुहोवहाणत्थं ।।१/४३।। छाया : प्रतिपूर्णयौवनगुणो यथा लज्जति बालभावचरित्रेण । करोति च गुणप्रणिधानं अनागतसुखोपधानार्थं ।।१/४३।। मन्वयार्थ : पडिपुण्णजोव्वणगुणो प्राप्त यौवन गुगवाणी पुरुष, जह-हे प्रमाण, बालभावचरिएण=पालमापना यतिथी, लज्जइ=MOM पामे छ, य अणागयसुहोवहाणत्यसले सतायत सुमनी प्राप्ति माटे, गुणपणिहाणं कुणइ-गुम प्रधान ३ GQAlelhi प्रधान ३ छे. ॥१/४३॥ गाथार्थ : પ્રાપ્ત યૌવન ગુણવાળો પુરુષ જે પ્રમાણે બાલભાવના ચરિત્રથી લજ્જા પામે છે અને અનાગત સુખની પ્રાપ્તિ માટે ગુણોમાં પ્રણિધાન કરે છે ઉત્સાહાદિમાં પ્રણિધાન કરે છે. ll૧/૪all टी: प्राप्तयौवनगुणः पुरुषो लज्जते बालभावसंवृत्तात्मीयानुष्ठानस्मरणात् 'पूर्वमहमप्यस्पृश्यसंस्पर्शादिव्यवहारमनुष्ठितवान्' यथा इत्युदाहरणार्थो गाथायामुपन्यस्तः यथैव ततोऽतीतवर्त्तमानयोरेकत्वमवसीयते, करोति च गुणेषु उत्साहादिषु प्रणिधानमैकाग्र्यम्, अनागतं यत् सुखं तस्योपधानं प्राप्तिस्तस्यै तदर्थम्, ‘मयैतस्मात् सुखसाधनात् सुखमाप्तव्यम्' इति यतश्चैवमतोऽनागतवर्त्तमानयोरैक्यम् ।।१/४३।। Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૩ ૧૭૩ ટીકાર્ય : પ્રતિયોવના . નાતિવર્તમાનયોરવયમ્ II પ્રાપ્ત યૌવન ગુણવાળો પુરુષ બાલભાવમાં કરાયેલા પોતાના અનુષ્ઠાનના સ્મરણથી લજ્જા પામે છે પૂર્વમાં હું પણ અસ્પૃશ્યતા સંસ્પર્ધાદિ વ્યવહારને સેવનારો હતો. (એ પ્રકારે સ્મરણથી લજ્જા પામે છે.) ગાથામાં ‘થા' શબ્દ ઉદાહરણઅર્થવાળો ઉપન્યાસ કરાયેલ છે. જે પ્રમાણે જ તેનાથી બાલભાવના ચરિત્રથી લજ્જા પામે છે એમ કહ્યું તેનાથી, અતીત અને વર્તમાનનું એકપણું જણાય છે. અને ગુણોમાંsઉત્સાહાદિ ગુણોમાંaધનઅર્જતાદિ માટેના કે પરલોકના સાધન અર્થે યોગ માટેના ઉત્સાહાદિ ગુણોમાં, પ્રણિધાન એકાગ્રપણું કરે છે. શેના માટે ગુણોમાં ઉત્સાહ કરે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અનાગત એવું જે સુખ તેનું ઉપધાન પ્રાપ્તિ તેના માટે ગુણોમાં ઉત્સાહ કરે છે. કેવા પ્રકારનું પ્રણિધાન કરે છે ? તે સ્પષ્ટ કરે છે – મારા વડે આ સુખસાધનથી સુખ પ્રાપ્ત કરવું જોઈએ એ પ્રકારના સુખપ્રાપ્તિ અર્થે પ્રણિધાન કરે છે. અને જે કારણથી આમ છે-અનાગત સુખ માટે તે યૌવનગત પુરુષ ગુણોમાં ઉત્સાહ કરે છે એમ છે, આથી-યૌવતવાળા પુરુષ ભાવિના સુખ માટે યત્ન કરે છે આથી, અનાગત અને વર્તમાનનું એક્ય છે=ભવિષ્યનું અને વર્તમાનનું ઐક્ય છે. ll૧/૪૩ ભાવાર્થ : ઇન્દ્રિયથી ગ્રહણ થતી વસ્તુ માત્ર વર્તમાન ક્ષણવાળી નથી, પરંતુ અનાગતક્ષણ અને અતીતક્ષણ સાથે ઐક્યવાળી છે તે બતાવવા માટે કહે છે – કોઈ પુરુષ પ્રાપ્ત યૌવનગુણવાળો હોય ત્યારે તે વયના કારણે તે પ્રકારના બુદ્ધિના વિકાસથી તે પુરુષને પોતાના બાલભાવના સેવાયેલા અનુષ્ઠાનના સ્મરણથી લજ્જા આવે છે, અર્થાત્ તે વિચારે છે કે “પૂર્વમાં હું અજ્ઞ હતો તેથી અસ્પૃશ્ય એવી વિષ્ટા આદિના સ્પર્શ આદિ કૃત્યોને કરનારો હતો.' આ પ્રકારના કથનથી એ પ્રાપ્ત થાય કે “બાલભાવવાળો તે પુરુષ યૌવનભાવને પામે છે ત્યારે તે બાલભાવ સાથે યૌવનભાવવાળા પુરુષનું ઐક્ય છે.” જો ભૂતકાળના બાલભાવ સાથે વર્તમાનમાં યૌવનભાવવાળા પુરુષને ઐક્ય ન હોય તો જેમ અન્યની અનુચિત પ્રવૃત્તિથી તે પુરુષને લજ્જા આવતી નથી તેમ પોતાના બાલભાવથી કરાયેલી પ્રવૃત્તિથી પણ તેને લજ્જા આવે નહીં. તેથી બાલભાવની ચેષ્ટાની લજ્જારૂપ પ્રામાણિક પ્રતીતિથી નક્કી થાય છે કે બાલભાવ સાથે યુવાનભાવવાળા પુરુષનું ઐક્ય છે, પરંતુ ભેદ નથી. વળી, “યૌવનને પામેલ પુરુષ અનાગત એવા સુખના ઉપાયભૂત ધનઅર્જનાદિમાં ઉત્સાહવાળો થાય છે અને પ્રણિધાનપૂર્વક ભાવિ સુખ માટે ધનાદિ અર્જનમાં યત્ન કરે છે. અથવા વિવેક સંપન્ન યોગી ભાવિ કલ્યાણની પરંપરાના કારણભૂત એવી ઉચિત ક્રિયામાં ઉત્સાહવાળા થાય છે અને પ્રણિધાનપૂર્વક તે તે ક્રિયા કરીને ભાવિના હિતને સાધે છે”. તે બતાવે છે કે અનાગત એવા પોતાની સાથે યૌવનકાળના પુરુષનું ઐક્ય છે જેથી અનાગત એવી પોતાની અવસ્થાના હિત અર્થે વર્તમાનમાં તે પુરુષ પ્રયત્ન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૩, ૪૪ આનાથી એ ફલિત થાય કે યૌવનકાળવાળો પુરુષ ભૂતકાળના બાલભાવ સાથે એકતાનું પ્રતિસંધાન કરે છે અને અનાગત એવા વૃદ્ધભાવ સાથે એકતાનું પ્રતિસંધાન કરે છે. તેમાં પર્યાય ગૌણ છે અને દ્રવ્ય મુખ્ય છે. તેથી તે દ્રવ્યાસ્તિકનયનું વાક્ય છે, માટે તે વાક્ય પ્રતિપૂર્ણ વસ્તુને કહેનાર નથી એ ન્યાય પ્રાપ્ત થાય છે. ૧/૪all અવતરણિકા : अत्रापि मते यथावस्थितवस्तुस्वरूपप्ररूपणा न प्रतिपूर्यत इति सूत्रान्तरेण दर्शयति - અવતરણિકાર્ય : આ પણ મતમાં ગાથા-૪૩માં બતાવેલ દ્રવ્યાર્થિકતયના વાક્યને કહેનાર નયના મતમાં, યથાવસ્થિત વસ્તુના સ્વરૂપની પ્રરૂપણા પ્રતિપૂર્ણ થતી નથી. એ પ્રમાણે નવા સૂત્રથી=નવી ગાથાથી, ગ્રંથકારશ્રી બતાવે છે – ભાવાર્થ : ગાથા-૪૨માં પર્યાયાર્થિકનયની પ્રરૂપણા બતાવીને તે જ ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ કે પર્યાયર્થિકનયનું કથન પ્રતિપૂર્ણ નથી. ત્યારબાદ ગાથા-૪૩માં દ્રવ્યાર્થિકનયની પ્રરૂપણા બતાવી જે યથાવસ્થિત વસ્તુની પ્રરૂપણારૂપ છે. પરંતુ તે પ્રરૂપણા પ્રતિપૂર્ણ નથી' એમ ગાથામાં કહેલ નથી અને ગાથા-૪૩ની અવતરણિકામાં કહેલ કે દ્રવ્યાર્થિકના વાક્યમાં પણ આ જ અભિપ્રાય છે અર્થાત્ દ્રવ્યાર્થિકનયની પ્રરૂપણા પણ પ્રતિપૂર્ણ નથી' એ જ અભિપ્રાય છે. હવે ગાથા-૪૪ દ્વારા તે દ્રવ્યાર્થિકનયની પ્રરૂપણા કેમ પ્રતિપૂર્ણ નથી? તે સ્પષ્ટ કરે છે – ગાથા : ण य होइ जोव्वणत्थो बालो अण्णो वि लज्जइ ण तेण । ण वि य अणागयवयगुणपसाहणं जुज्जइ विभत्ते ।।१/४४।। છાયા : न च भवति यौवनस्थो बालोऽन्योपि लज्जति न तेन । नापि च अनागतवयोगुणप्रसाधनं युज्यते विभक्ते ।।१/४४।। અન્વયાર્થ : હો નોવ્યUત્યો વાનો=અને યૌવનસ્થ પુરુષ બાલ નથી, અને વિ=અન્ય પણ અન્ય પણ નથી, ન નખેડૂ (જો અન્ય હોય તો) લજ્જા પામે નહીં બાલ ચરિત્રથી લજ્જા પામે નહીં. તેTeતેથી અતવ્ય છે. વિમત્તે અને વિભક્તમાં=અવિભક્તમાં યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના ભેદના Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૪ ૧૭૫ અભાવમાં, સUTયવયTUાપસાદિvi=અનાગત વયના ગુણના પ્રસાધન માટે-યૌવન અવસ્થામાં અનાગત એવી વૃદ્ધાવસ્થાના સુખના પ્રસાધન માટે, અ વિ ગુજ્જડૂ પણ ન ઘટે યૌવનસ્થ પુરુષનો ઉત્સાહ પણ ન ઘટે. I૧/૪૪ ગાથાર્થ : અને યૌવનસ્થ પુરુષ બાલ નથી. અન્ય પણ અન્ય પણ નથી, (જો અન્ય હોય તો) લજ્જા પામે નહીં–બાલ ચરિત્રથી લજ્જા પામે નહીં. તેથી અનન્ય છે. અને વિભક્તમાં=અવિભક્તમાં= યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના ભેદના અભાવમાં, અનાગત વયના ગુણના પ્રસાધન માટે ચૌવન અવસ્થામાં અનાગત એવી વૃદ્ધાવસ્થાના સુખના પ્રસાધન માટે, પણ ન ઘટે યૌવનસ્થ પુરુષનો ઉત્સાહ પણ ન ઘટે. II૧/૪૪|| ટીકા - __ न च भवति यौवनस्थः पुरुषो बालः, अपि त्वन्य एव, अन्योऽपि, न लज्जते बालचरितेन पुरुषान्तरवत् तेनानन्यः, नाप्यनागतवृद्धावस्थायां सुखप्रसाधनार्थमुत्साहस्तस्य युज्यते अत्यन्ताभेदे एतदेवाह - विभक्त इति विभक्तिर्भेदः, अकारप्रश्लेषाद्, अविभक्ते=भेदाभावेऽविचलितस्वरूपतया तत्प्रसाधकगुणयत्नासम्भवात् । तस्मानाऽभेदमात्रं तत्त्वम्, कथञ्चिद् भेदव्यवहृतिप्रतिभासबाधितत्वात् नापि भेदमात्रम्, एकत्वव्यवहारप्रतिपत्तिनिराकृतत्वादिति भेदाभेदात्मकं तत्त्वमभ्युपगन्तव्यम् अन्यथा सकलव्यवहारोच्छेदप्रसक्तिः ।।१/४४।। ટીકાર્ય : ન મતિ ..... સવ્યવહારો પ્રઃિ | યૌવનસ્થ પુરુષ બાલ નથી, પરંતુ અન્ય જ છે=બાલ કરતાં અન્ય જ છે. અન્ય પણ=બાલ કરતાં યૌવનસ્થ પુરુષ અન્ય પણ, નથી. કેમ અન્ય પણ નથી ? તેમાં યુક્તિ બતાવે છે – જો અન્ય હોય તો પુરુષાતરની જેમ બાલચરિત્રથી લજ્જા પામે તહીં એથી અનન્ય છે યૌવનસ્થ પુરુષ બાલથી અનન્ય છે. વળી અત્યંત અભેદ હોતે છતે યૌવન અવસ્થા કરતાં વૃદ્ધાવસ્થાનો અત્યંત અભેદ હોતે છતે, અનાગત એવી વૃદ્ધાવસ્થામાં સુખ પ્રસાધન માટે તેનોયૌવનસ્થ પુરુષનો, ઉત્સાહ ઘટતો નથી. એને જ કહે છે યૌવનસ્થ કરતાં વૃદ્ધાવસ્થાનો અત્યંત અભેદ હોય તો વૃદ્ધાવસ્થા માટે યત્વ સંભવતો નથી એમ જે પૂર્વમાં કહ્યું એને જ કહે છે, ગાથામાં જે ઉત્તમ શબ્દ છે તેમાં વિભક્તિ ભેદ છે, અકારનો પ્રશ્લેષ હોવાથી વિમરું'નો અર્થ ‘વિમત્તે' કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે અવિભક્તમાં ભેદભાવમાં યુવાન અવસ્થાથી વૃદ્ધાવસ્થાના સર્વથા ભેદના અભાવમાં, અવિચલિત સ્વરૂપપણું હોવાથી=જેવી યુવાન અવસ્થા છે તે અવસ્થાથી તલના ફોતરામાત્ર જેટલી પણ અવસ્થાનો Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૪ વૃદ્ધાવસ્થામાં ભેદ નહીં હોવા સ્વરૂપ અવિચલિત સ્વરૂપપણું હોવાથી, તેના પ્રસાધક એવા ગુણમાં યત્વનો અસંભવ છેવૃદ્ધાવસ્થાને સુખી કરવારૂપ યત્વનો અસંભવ છે. તે કારણથી અભેદમાત્ર તત્ત્વ તથી; કેમ કે કોઈક અપેક્ષાએ ભેદ વ્યવહારના પ્રતિભાસથી બાધિતપણું છે. વળી ભેદમાત્ર તત્વ નથી; કેમ કે એકત્વવ્યવહારના બોધથી યૌવન અવસ્થાના અને વૃદ્ધાવસ્થાના એકત્વવ્યવહારના બોધથી, નિરાકૃતપણું છે, એથી ભેદાભદાત્મક તત્વ સ્વીકારવું જોઈએ અન્યથા સકળ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છેઃલોકમાં પ્રસિદ્ધ એવા વ્યવહાર અને પરલોક સાધક એવો વ્યવહાર એ સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છે. I૧/૪૪. ભાવાર્થ અવતરણિકામાં કહેલ કે કેવલ દ્રવ્યાર્થિકનયના મત પ્રમાણે કરાયેલી પ્રરૂપણા પ્રતિપૂર્ણ પ્રરૂપણા થતી નથી. કેમ પ્રતિપૂર્ણ પ્રરૂપણા થતી નથી ? તે સ્પષ્ટ કરવા માટે પ્રથમ યૌવનસ્થનો અને બાલનો અભેદ સ્વીકારવામાં આવે તો પ્રરૂપણા પ્રતિપૂર્ણ થતી નથી, તે બાબતને સ્પષ્ટ કરતાં કહે છે – યૌવનસ્થ પુરુષ બાલ નથી, પરંતુ અન્ય જ છેઃયૌવનસ્થ છે પણ બાલ નથી એ પ્રકારનો સર્વજન સિદ્ધ અનુભવ છે. વળી, યૌવનસ્થ પુરુષ બાલથી અન્ય પણ નથી=સર્વથા અન્ય પણ નથી. કેમ અન્ય પણ નથી ? તેમાં યુક્તિ આપે છે – જો યૌવનસ્થ પુરુષ બાલથી સર્વથા અન્ય હોય તો પુરુષાન્તરની જેમ=મારા બાલભાવના ચરિત્રથી અન્ય પુરુષ લજ્જા પામતો નથી તેમ પોતે પણ સર્વથા બાલભાવથી અન્ય હોય તો, પોતાના બાલચરિત્રથી લજ્જા પામે નહીં. યૌવનસ્થ પુરષ બાલભાવમાં રહેલા પોતે અસ્પૃશ્ય એવા વિષ્ટા આદિમાં હસ્તપ્રક્ષેપરૂપ ચેષ્ટા કરી તેના સ્મરણથી લજ્જા પામે છે તે સ્પષ્ટ પ્રતીત છે. તેથી બાલભાવ સાથે યૌવનસ્થ પુરુષ અનન્ય છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી બાલભાવ સાથે યૌવનનો ભેદભેદ સ્થાપન કર્યા પછી યૌવનસ્થ પુરુષનો વૃદ્ધાવસ્થા સાથે અત્યંત અભેદ નથી તે બતાવવા અર્થે કહે છે – જો વૃદ્ધાવસ્થા સાથે યુવાન અવસ્થાનો અત્યંત અભેદ હોય તો વૃદ્ધાવસ્થા અર્થે સુખ પ્રાપ્તિ માટેનો યુવાન પુરુષને જે ઉત્સાહ થાય છે તે થઈ શકે નહીં. કેમ યુવાન પુરુષને વૃદ્ધાવસ્થાના સુખ માટે ઉત્સાહ થઈ શકે નહીં ? તે સ્પષ્ટ કરતાં કહે છે – યુવાન અવસ્થા સાથે વૃદ્ધાવસ્થાનો સર્વથા ભેદનો અભાવ હોય તો જેવી યુવાન અવસ્થા છે તેવી જ વૃદ્ધાવસ્થામાં અવિચલિત સ્વરૂપની પ્રાપ્તિ થાય, લેશ પણ કોઈ અન્ય પ્રકારની અવસ્થા પ્રાપ્ત થાય નહીં. તેથી વૃદ્ધાવસ્થામાં મને સુખ પ્રાપ્ત થાઓ' તેવા પરિણામથી કોઈ વિચારક પુરુષ વૃદ્ધાવસ્થા માટે ધનઅર્જન આદિ અર્થે ઉત્સાહિત થાય નહીં, કેમ કે યુવાન અવસ્થામાં જો પોતે સુખી હોય અથવા દુઃખી હોય તો વૃદ્ધાવસ્થામાં પણ તેવી જ અવસ્થા પોતાની રહેશે એવો અનુભવ હોય તો કોઈ વૃદ્ધાવસ્થાના સુખ માટે Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૪, ૪૫ ૧૭૭ પ્રયત્ન કરે નહીં. અને યૌવનસ્થ પુરુષ વૃદ્ધાવસ્થામાં સુખપ્રાપ્તિ અર્થે ઉત્સાહિત થતા દેખાય છે, તેથી નક્કી થાય છે કે યૌવન અવસ્થાના પ્રયત્નથી વૃદ્ધાવસ્થામાં ફલ મળે છે. માટે યૌવનસ્થ પુરુષ સર્વથા અવિચલિત સ્વરૂપવાળો નથી, પરંતુ કાંઈક અન્ય અન્ય સ્વરૂપવાળો પણ છે. તેથી યૌવનસ્થ પુરુષનો વૃદ્ધાવસ્થા સાથે અત્યંત અભેદ નથી. આ રીતે બાલ અવસ્થા અને યૌવન અવસ્થા વચ્ચે અને યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચે સર્વથા અભેદ નથી તેમ સ્થાપન કર્યા પછી તે સર્વ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – અભેદ માત્ર તત્ત્વ નથી અર્થાત્ બાલ અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચે માત્ર અભેદ છે એ પ્રતિપૂર્ણ કથન નથી; કેમ કે કથંચિત્ ભેદના વ્યવહારના પ્રતિભાસથી અભેદમાત્રનો બાધ થાય છે. વળી ભેદમાત્ર પણ તત્ત્વ નથી; કેમ કે બાલ અવસ્થા અને યૌવનઅવસ્થા વચ્ચે કે યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચે હું એક છું એ પ્રકારના એકત્વ વ્યવહારને અનુકૂળ જે બોધ છે તેનાથી એકાન્તભેદનું નિરાકૃતપણું છે. માટે ભેદાભંદાત્મક તત્ત્વ સ્વીકારવું જોઈએ. જો ભેદાભદાત્મક તત્ત્વ ન સ્વીકારવામાં આવે તો લોકમાં પ્રસિદ્ધ વ્યવહાર જે યૌવનસ્થ પુરુષ ભાવિની હિતચિંતા કરે છે અને પરલોક અર્થે જે યોગીઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તે સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રાપ્તિ થાય; કેમ કે જો એકાન્ત પોતાની પૂર્વ ઉત્તર અવસ્થા સાથે ભેદ હોય તો અન્ય અર્થે કોઈ અન્ય પ્રયત્ન કરે નહીં અને એકાંત અભેદ હોય તો પોતાના પ્રયત્નથી કોઈ ફલ મળે નહીં, પરંતુ પોતાની જે વર્તમાન અવસ્થા છે તે અવસ્થા સદા રહેનારી બને. માટે ભાવિ અર્થે કોઈ પ્રયત્ન કરે નહીં. વળી, એકાંત અભેદ સ્વીકારીએ તો ભાવિના પ્રયત્નના ઉચ્છેદને કારણે સકલ વ્યવહારનો ઉચ્છેદ પ્રાપ્ત થાય૧/૪૪ll અવતરણિકા - एवमभेदभेदात्मकस्य पुरुषतत्त्वस्य यथा अतीतानागतदोषगुणनिन्दाभ्युपगमाभ्यां सम्बन्धः तथैव भेदाभेदात्मकस्य तस्य सम्बन्धादिभिर्योग इति दृष्टान्तदाान्तिकोपसंहारार्थमाह - અવતરણિકાર્ય : આ રીતે ગાથા-૪૩ અને ૪૪માં બતાવ્યું એ રીતે, અભેદભેદાત્મક પુરુષ તત્ત્વનું જે પ્રમાણે અતીત દોષની નિંદા અને અનાગત ગુણના સ્વીકાર દ્વારા સંબંધ છે, તે પ્રમાણે જ ભેદાભદાત્મક એવા તેનું પુરુષનું, સંબંધાદિ સાથે યોગ છે એ પ્રમાણે દૃષ્ટાંતનું ગાથા-૪૩-૪૪માં આપેલ દષ્ટાંતનું, દાણતિકરૂપે ઉપસંહાર કરવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૪૩માં દ્રવ્યાર્થિકનયને આશ્રયીને બાલભાવ સાથે અને વૃદ્ધભાવ સાથે યૌવનસ્થ પુરુષનો અભેદ છે તેમ બતાવ્યું અને ગાથા-૪૪માં યૌવનસ્થ બાલ નથી ઇત્યાદિ બતાવીને યૌવનસ્થ પુરુષનો બાલાદિ સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૫ ભેદ છે તેમ બતાવ્યું. એ રીતે અભેદાત્મક અને ભેદાત્મક પુરુષતત્ત્વ પ્રાપ્ત થયું અને તેવા પુરુષતત્ત્વનું જે પ્રમાણે બાલકાળમાં થયેલા એવા અતીત દોષની નિંદા સાથે સંબંધ છે અર્થાત્ બાલકાળમાં હું અજ્ઞાન હતો તેથી વિષ્ટાને મેં સ્પર્શ કરેલ એ પ્રકારે અતીત દોષની નિંદા સાથે સંબંધ છે, વળી, અનાગત ગુણના સ્વીકાર સાથે સંબંધ છે=યૌવનસ્થ પુરુષ વૃદ્ધાવસ્થાની ચિંતા કરીને ધનાર્જનાદિમાં ઉત્સાહિત થાય છે એ રૂપ અપ્રાપ્ત એવી વૃદ્ધાવસ્થાના લાભના સ્વીકારની સાથે સંબંધ છે. તે પ્રમાણે જ ભેદાભેદાત્મક એવા પુરુષનો જાતિ, કુળ, રૂપ, લક્ષણ, સંજ્ઞા અને સંબંધ સાથે યોગ છે અને બાલાદિ ભાવ વિગમનની સાથે યોગ છે તે પ્રમાણે ગાથા-૪૩-૪૪ના દૃષ્ટાંત દ્વારા ગાથા-૪૫માં બતાવાતા દાષ્કૃતિકરૂપે ઉપસંહાર કરવા માટે કહે છે ગાયા ઃ છાયા : जाइकुलरूवलक्खणसण्णासंबंधओ अहिगयस्स । વાત્તામાવિકવિયમ્સ બન્ને (તર્દ) તસ્સ સંબંધો ।।૨/૪।। जातिकुलरूपलक्षणसञ्ज्ञासंबंधतोऽधिगतस्य । વાલાવિમાવત્કૃષ્ટવિતસ્ય યથા (તથા) તસ્ય સંબંધઃ ।।૨/૪।। અન્વયાર્ચઃ તદ્દ=તે પ્રકારે, નાત વનવાસ સંબંઘુઓ=જાતિ-કુળ-રૂપ-લક્ષણ-સંજ્ઞા અને સંબંધથી, અહિયÆ=અધિગતનું=અભિન્નરૂપે બોધના વિષયભૂત પુરુષનો, વાળામાવિવિવર્સી=(અને) દૃષ્ટ એવા બાલ આદિ ભાવો વડે વિગત એવા, તસ્મ=તેનો=પુરુષનો, સંબંધો=સંબંધ છે. ૧/૪૫/ ગાથાર્થ ઃ તે પ્રકારે જાતિ-કુળ-રૂપ-લક્ષણ-સંજ્ઞા અને સંબંધથી અધિગતનું=અભિન્નરૂપે બોધના વિષયભૂત પુરુષનો અને દૃષ્ટ એવા બાલ આદિ ભાવો વડે વિગત એવા તેનો=પુરુષનો, સંબંધ છે. ૧/૪૫૩॥ * ગાથા-૪૫ની અવતરણિકામાં જે પ્રમાણે દષ્ટાંત-દાષ્કૃતિકભાવ બતાવ્યો તે પ્રમાણે ગાથામાં ‘નદ’ને બદલે ‘તદ્દ' હોવાની સંભાવના છે અને ટીકામાં પણ ‘’ને સ્થાને ‘તથા’ હોવાની સંભાવના છે પાઠ ઉપલબ્ધ નથી. ગીતાર્થોએ ઉચિત યોજન કરવા પ્રયત્ન કરવો. ટીકા ઃ Jain Educationa International जातिः=पुरुषत्वादिका, कुलं=प्रतिनियतपुरुषजन्यत्वम्, रूपं चक्षुर्ग्राह्यत्वलक्षणम्, लक्षणं-तिलकादि सुखादिसूचकम्, संज्ञा=प्रतिनियतशब्दाभिधेयत्वम्, एभिर्य: सम्बन्धः = तदात्मपरिणामः ततः = तमाश्रित्य अधिगतस्य ज्ञानस्य (ज्ञातस्य) तदात्मकत्वेनाभिन्नावभासविषयस्य यद्वा सम्बन्धो जन्यजनकभावः For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૫ एभिरधिगतस्य तत्स्वभावस्यैकात्मकस्येति यावत् बालादिभावैर्दृष्टैविंगतस्य तैरुत्पादविगमात्मकस्य तथाभेदप्रतीतेस्तस्य, यथा (तथा) तस्य सम्बन्धो भेदाभेदपरिणतिरूपो, भेदाभेदात्मकत्वप्रतिपत्ते ઢાધ્યક્ષતઃ પાર/૪ ટીકાર્ય : નાતિઃ પુરુષત્વવિા .. વાધ્યક્ષતઃ | જાતિ–પુરુષત્વાદિ, કુળ=પ્રતિનિયત પુરુષજન્યપણું, રૂપ ચક્ષુગ્રાહત્વ છે લક્ષણ જેનું એવું રૂપ, લક્ષણ સુખાદિ સુચક એવા તલાદિ, સંજ્ઞાપ્રતિનિયત શબ્દ અભિધેયપણું અર્થાત્ પુરુષને આપેલું દેવદત્તાદિ નામ, આ બધા વડે જે સંબંધકતદાત્મક પરિણામ, તેનાથીeતેને આશ્રયીને, અધિગત એવા પુરુષનું જાતિ આદિ આત્મકપણારૂપે અભિન્ન અવભાસતા વિષયવાળા જ્ઞાત એવા પુરુષનું. (દષ્ટ એવા બાલ આદિ ભાવો વડે વિગત એવા તેનો પુરુષનો, તે પ્રકારે સંબંધ છે=ભેદભેદ પરિણતિરૂપ સંબંધ છે. એમ નીચે સાથે અન્યાય છે.) અથવા સંબંધો મહિયરસ'નો અર્થ અન્ય રીતે જોડે છે – સંબંધ=જવ્યજનકભાવ, તે બધા વડે=જાતિ, કુળથી માંડી સંબંધ સુધી સર્વ વડે, અધિગતનું તસ્વભાવરૂપ એકાત્મકતું જાતિ, કુળાદિ સ્વભાવવાળા એવા એક સ્વરૂપ પુરુષનું, દષ્ટ એવા બાલાદિ ભાવો વડે વિગત એવા તેનો પુરુષનો, તે પ્રકારે સંબંધ છે=ભેદભેદ પરિણતિરૂપ સંબંધ છે. અહીં દૃષ્ટ એવા બાલાદિ ભાવ વડે વિગત પુરુષ કેમ છે ?=નાશ પામતો પુરુષ કેમ છે ? એથી કહે છે – તેઓના વડે=બાલાદિ ભાવો વડે, ઉત્પાદ-વિગમાત્મક એવા તેની પુરુષતી, તે પ્રકારના ભેદની પ્રતીતિ છે. જાતિ આદિ સાથે અને દૃષ્ટિ એવા બાલાદિ ભાવ સાથે વિગત એવા પુરુષનો સંબંધ ભેદાભદાત્મક કેમ છે ? તેમાં હેતુ કહે છે – બાહ્ય પ્રત્યક્ષથી ભેદાભદાત્મકત્વની પ્રતીતિ છે–ચાક્ષુષાદિપ્રત્યક્ષથી જાતિ આદિ સાથે પુરુષની અભેદની પ્રતીતિ છે અને બાલાદિ ભાવના ઉત્પાદ-વિગમરૂપે ભેદની પ્રતીતિ છે. ll૧/૪પા ભાવાર્થ : ગાથા-૪૩-૪૪માં બતાવ્યું એ પ્રમાણે યૌવનસ્થ પુરુષ બાલભાવ અને વૃદ્ધભાવ સાથે કથંચિત્ ભેદરૂપ અને કથંચિ અભેદરૂપ છે. એ રીતે પોતાની પુરુષત્વાદિ જાતિ, પોતાના પૂર્વજોથી પ્રવૃત્ત કુળ, પોતાનું રૂપ, પોતાના શરીર ઉપર જે તલ આદિ લક્ષણો અને પોતાનું જે જન્મથી પાડેલ દેવદત્ત આદિ નામ એ બધા સાથે પુરુષનો સંબંધ છે, જેને આશ્રયીને તે પુરુષ જાતિ આદિ સાથે અભિન્નરૂપે જન્મથી માંડીને મૃત્યુ સુધી ભાસે છે અને દેખાતા બાલાદિ ભાવોનું વિગમન પણ જણાય છે અર્થાત્ બાલભાવનો નાશ, યૌવનભાવનો ઉત્પાદ કે યૌવનભાવનો નાશ અને વૃદ્ધભાવનો ઉત્પાદ પ્રત્યક્ષથી દેખાય છે. આને આશ્રયીને પુરુષનો બાલાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૫, ૪૬ ભાવો સાથે ભેદ જણાય છે. આ રીતે જાતિ આદિ સાથે પોતાના અભેદનો સંબંધ અને બાલાદિ ભાવો સાથે પોતાના ભેદનો સંબંધ દરેકને પ્રતીત છે. તેથી બાહ્ય પ્રત્યક્ષથી પોતે ભેદાભેદાત્મક છે એ પ્રકારની પ્રતીતિ થાય છે. અહીં ટીકાકારશ્રીએ ગાથામાં રહેલ ‘સંબંધો' શબ્દનો અન્વય બે રીતે કરેલ છે. પ્રથમ અન્વય અનુસાર ‘જાતિ આદિને આશ્રયીને સંબંધ' એ પ્રમાણે અર્થ કર્યો, જે પૂર્વમાં બતાવ્યો. ત્યારબાદ ‘અથવા’ શબ્દથી જેમ જાતિ આદિ છે તેમ સંબંધ પણ જન્મજનકભાવરૂપ છે અર્થાત્ પોતાના માતાપિતાદિ પોતાના જનક છે પોતે તેનાથી જન્ય છે, આ પ્રકારનો સંબંધ છે. જાતિથી માંડીને સંબંધ સુધી, સર્વ પુરુષમાં જન્મથી માંડીને મૃત્યુકાલ સુધી એકત્વરૂપે અભિન્ન અવભાસમાન છે. એથી અભેદનો બોધ થાય છે. અહીં જન્ય-જનકભાવ સંબંધ ગ્રહણ કર્યો અને તેનાથી અન્ય જે સંબંધો જન્મથી માંડીને મૃત્યુ સુધી રહેતા હોય તે સંબંધો ઉપલક્ષણથી ગ્રહણ કરવાના છે. ૧/૪૫મા અવતરણિકા : आध्यात्मिकाध्यक्षतोऽपि तथाप्रतीतेस्तथारूपं तद् वस्त्विति प्रतिपादयन्नाह दृष्टान्तदान्तिकोप संहारद्वारेण અવતરણિકાર્ય : આધ્યાત્મિક પ્રત્યક્ષથી પણ તે પ્રકારની પ્રતીતિ હોવાથી=ભેદાભેદાત્મકની પ્રતીતિ હોવાથી, તેવા રૂપવાળી તે વસ્તુ છે=ભેદાભેદાત્મક સ્વરૂપવાળી જીવરૂપ વસ્તુ છે, એ પ્રમાણે પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી દૃષ્ટાંતથી દાષ્કૃતિકરૂપે ઉપસંહાર દ્વારા કહે છે wow છાયા : ભાવાર્થ - ગાથા-૪૩-૪૪ના દૃષ્ટાંતથી દાĒતિકનો ઉપસંહાર ગાથા-૪૫માં કર્યો, તે બાહ્ય પ્રત્યક્ષથી કરેલ. હવે આધ્યાત્મિક પ્રત્યક્ષથી ગાથા-૪૩-૪૪માં બતાવેલ દૃષ્ટાંતથી દાષ્કૃતિકનો ઉપસંહાર બતાવે છે, જેનાથી જીવરૂપ વસ્તુ ભેદાભેદાત્મક છે તેનું પ્રતિપાદન થાય છે ગાથા : = Jain Educationa International तेहिं अतीताणागयदोसगुणदुगुछणऽब्भुवगमेहिं । तह बंधमोक्खसुहदुक्खपत्थणा होइ जीवस्स || १/४६।। तेभ्योऽतीतानागतदोषगुणदुगुञ्छणाभ्युपगमाभ्याम् । तथा बन्धमोक्षसुखदुःखप्रार्थना भवति जीवस्य ।।१/४६।। For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૬ અન્વયાર્થ: અતીતાળવવોસ મુળવુ શુંછળ મુવાર્ત્તિ તેનિં=અતીત દોષની જુગુપ્સા અને અનાગત ગુણનો સ્વીકાર એ રૂપ તે બે વડે=યૌવનસ્થ પુરુષને બાલભાવકાલીન અતીત દોષની જુગુપ્સા અને વૃદ્ધભાવકાલીન ગુણનો સ્વીકાર થાય છે એ રૂપ તે બે વડે, (તત્ત્ત=તે પ્રકારે=જે પ્રમાણે ભેદાભેદાત્મક પુરુષની સિદ્ધિ છે તે પ્રકારે,) નીવસ=જીવને=ભેદાભેદાત્મક જીવને, તદ્દ બંધમોવશ્વસુદવુવવપત્યT=તે પ્રકારે બંધ-મોક્ષસુખ-દુ:ખની પ્રાર્થના=બંધના સાધનોના પરિહાર દ્વારા દુ:ખતા પરિહારની પ્રાર્થના અને મોક્ષના સાધનોના ગ્રહણ દ્વારા સુખની પ્રાપ્તિની પ્રાર્થના, હો=થાય છે. ।।૧/૪૬।। ગાથાર્થ ઃ અતીત દોષની જુગુપ્સા અને અનાગત ગુણનો સ્વીકાર એ રૂપ તે બે વડે=યૌવનસ્થ પુરુષને બાલભાવકાલીન અતીત દોષની જુગુપ્સા અને વૃદ્ધભાવકાલીન ગુણનો સ્વીકાર થાય છે એ રૂપ તે બે વડે, (તે પ્રકારે=જે પ્રમાણે ભેદાભેદાત્મક પુરુષની સિદ્ધિ છે તે પ્રકારે) જીવને=ભેદાભેદાત્મક જીવને, તે પ્રકારે બંધ-મોક્ષ-સુખ-દુઃખની પ્રાર્થના થાય છે. ।।૧/૪૬|| ટીકા ઃ ૧૮૧ ताभ्यामतीतानागतदोषगुणजुगुप्साऽभ्युपगमाभ्यां यथा भेदाभेदात्मकस्य पुरुषत्वस्य सिद्धिः तथा दान्तिकेऽपि, तह बंधमोक्खसुहदुक्खपत्थणा होइ जीवस्स इति तथा बन्धमोक्षसुखदुःखप्रार्थना तत्साधनोपादानपरित्यागद्वारेण भेदाभेदात्मकस्यैव जीवद्रव्यस्य भवति, बालाद्यात्मकपुरुषद्रव्यवत् न च जीवस्य पूर्वोत्तरभवानुभवितुरभावाद् बन्धमोक्षभावाभावः, उत्पादव्ययध्रौव्यात्मकस्य तस्यानाद्यનન્તસ્ય પ્રસાધિતત્વાન્ ।।૨/૪૬।। ટીકાર્ય : ताभ्यामतीतानागतदोष પ્રસાધિતત્વાન્ ।। અતીતદોષની જુગુપ્સા અને અનાગત ગુણનો સ્વીકાર એ રૂપ તેના દ્વારા=યૌવનસ્થ પુરુષતી બાલ્યાવસ્થાના દોષની જુગુપ્સા અને વૃદ્ધાવસ્થામાં થતા ગુણનો સ્વીકાર થાય છે એ રૂપ ગાથા-૪૩-૪૪માં કહેલ કથન દ્વારા, જે પ્રમાણે ભેદાભેદાત્મક પુરુષત્વની સિદ્ધિ છે તે પ્રમાણે દાષ્યંતિકમાં પણ ભેદાભેદાત્મકની સિદ્ધિ છે તેમ અન્વય છે. અને તે દાષ્કૃતિક કથન ગાથાના ઉત્તરાર્ધથી કહે છે તે પ્રકારે જીવને બંધ-મોક્ષ-સુખ-દુ:ખની પ્રાર્થના થાય છે અર્થાત્ તેના સાધનના ઉપાદાન દ્વારા અને પરિત્યાગ દ્વારા=મોક્ષત! સાધનના ઉપાદાન દ્વારા અને બંધના સાધનના પરિત્યાગ દ્વારા, ભેદાભેદાત્મક જ જીવદ્રવ્યને તે પ્રકારે બંધ-મોક્ષ-સુખ-દુઃખતી પ્રાર્થના થાય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૬ બાલ આદિ આત્મક પુરુષદ્રવ્યને જેમ=બાલ, યૌવન અને વૃદ્ધ અવસ્થાવાળા પુરુષદ્રવ્યને જેમ, આગામી સુખ-દુઃખની પ્રાર્થના થાય છે તેમ જીવદ્રવ્યને બંધ, મોક્ષ, સુખ, દુખની પ્રાર્થના થાય છે. અને પૂર્વ-ઉત્તર ભવના અનુભવ કરનારા જીવનો અભાવ હોવાથી બંધ અને મોક્ષ ભાવનો અભાવ છે એમ ન કહેવું; કેમ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક એવા તેનું જીવદ્રવ્યતું. અનાદિ અનંતનું જ પ્રસાધિતપણું છે. ll૧/૪૬il ભાવાર્થ : અવતરણિકામાં કહ્યું તેમ આત્માના અંતરંગ પરિણામોના પ્રત્યક્ષથી પણ આત્મા ભેદાભદાત્મક છે તે દૃષ્ટાંત દ્વારા પ્રતિપાદન કરે છે. તેમાં ગાથાના પૂર્વાર્ધથી દૃષ્ટાંત બતાવે છે કે જેમ યૌવનસ્થ પુરુષને પોતાના અતીત એવા બાલભાવમાં કરાયેલી અસ્પૃશ્ય એવા વિષ્ટાદિના સંસ્પર્શ પ્રત્યે જુગુપ્સા થાય છે અને પોતાના વૃદ્ધાવસ્થાને ગુણ કરનાર એવા ધનાર્જનાદિ કૃત્યોમાં ઉત્સાહ થાય છે એમ જે ગાથા-૪૩-૪૪માં બતાવીને પુરુષની ભેદાભદાત્મકની સિદ્ધિ કરી તે પ્રમાણે દેહવર્તી જીવદ્રવ્ય ભેદાભદાત્મક છે અર્થાત્ દેહધારી જીવદ્રવ્ય તો બાલ આદિ ભાવોને કારણે ભેદાભદાત્મક છે, પરંતુ દેહવર્તી જીવદ્રવ્ય પણ ભેદાભદાત્મક છે. તેથી વિવેકી જીવ બંધના કારણોનો પરિત્યાગ કરે છે અને મોક્ષના કારણોનું ગ્રહણ કરે છે. તેના દ્વારા મોક્ષના સુખની પ્રાર્થના કરે છે અને સંસારના પરિભ્રમણના દુઃખના ત્યાગની પ્રાર્થના કરે છે. જીવદ્રવ્ય અન્ય ભવમાં જનાર હોવાથી વર્તમાનના જીવ સાથે અન્ય ભવના જીવનો જો અભેદ ન હોય તો જીવ બંધના ઉપાયોનો ત્યાગ કરીને દુઃખના પરિવારની અને મોક્ષના ઉપાયોનું ગ્રહણ કરીને સુખ પ્રાપ્તિની પ્રાર્થના કરે નહીં. વળી જો જીવનો સર્વથા અભેદ જ હોય તો વર્તમાનની સ્થિતિથી પછીની સ્થિતિમાં કોઈ પરિવર્તન પ્રાપ્ત ન થાય. તેથી પણ આગામી સુખ માટે અને દુ:ખના પરિવાર માટે પ્રાર્થના કરે નહીં. વિવેકી જીવો બંધના સાધનોનો પરિહાર કરે છે અને મોક્ષના સાધનોને ગ્રહણ કરે છે અને તેના દ્વારા દુઃખના પરિત્યાગની અને સુખની પ્રાપ્તિની ઇચ્છા રાખે છે. તેનાથી જ સિદ્ધ થાય છે કે જીવદ્રવ્ય અનાદિઅનંતાત્મક છે અને તેનો ઉત્તર અવસ્થા સાથે કથંચિ અભેદ છે. તેથી ઉત્તર અવસ્થામાં જીવ અનુગત છે. અને ઉત્તર અવસ્થા સાથે કથંચિત્ ભેદ છે, તેથી પૂર્વની અવસ્થા કરતાં ઉત્તરની અવસ્થા કાંઈક વિલક્ષણ છે અને પોતાની વર્તમાનની અવસ્થા પછીની ઉત્તરની અવસ્થા સુખમય બને અને દુઃખના અભાવવાળી બને તદ્ અર્થે વિવેકી જીવો મોક્ષના સાધનોના ગ્રહણમાં યત્ન કરે છે અને બંધના સાધનોના ત્યાગમાં યત્ન કરે છે. આ પ્રકારના ગાથાના કથનથી એ પ્રાપ્ત થયું કે ગાથાના પૂર્વાર્ધમાં દેહધારી પુરુષને ગ્રહણ કરીને તેની પૂર્વની અવસ્થાના અનુચિત કૃત્યો પ્રત્યેની જુગુપ્સા અને ઉત્તરની અવસ્થાના હિતની ચિંતા જે સર્વ લોકમાં સિદ્ધ છે તેને દૃષ્ટાંતમાં ગ્રહણ કરીને ગાથાના ઉત્તરાર્ધમાં જે યોગીઓ પરલોક અર્થે યત્ન કરે છે તેઓના મોહનાશને અનુકુલ અંતરંગ ઉદ્યમને સામે રાખીને આધ્યાત્મિક પ્રત્યક્ષથી આત્માના ભેદાભદાત્મકની સિદ્ધિ કરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૬, ૪૭ ૧૮૩ અહીં ગાથામાં દાષ્ટ્રતિક અર્થમાં ‘તથા’ શબ્દ અધ્યાહાર છે અને માથાના ઉત્તરાર્ધમાં રહેલ ‘તથા” શબ્દ તે પ્રકારે બંધ-મોક્ષ-સુખ-દુઃખની પ્રાર્થના થાય છે એમ ટીકાકારશ્રીએ યોજન કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મોક્ષના સાધનનું ગ્રહણ અને બંધના સાધનનો પરિહાર થાય તે પ્રકારે મોક્ષના સુખની પ્રાર્થના અને સંસારના દુઃખના પરિવારની પ્રાર્થના વિવેકી જીવને થાય છે. પૂર્વમાં કહ્યું કે વિવેકી પુરુષ બંધના ઉપાયોના ત્યાગ માટે અને મોક્ષના ઉપાયોના ગ્રહણ માટે યત્ન કરે છે. તેથી શરીરવર્તી જીવદ્રવ્યના આધ્યાત્મિક ભાવોને આશ્રયીને ભેદાભદાત્મકતાની સિદ્ધિ છે. ત્યાં કોઈકને શંકા થાય કે પોતાના વર્તમાનના ભવની પૂર્વના ભવમાં અને ઉત્તરના ભવમાં અનુભવ કરનાર એક જીવદ્રવ્યનો અભાવ છે, માટે બંધના અને મોક્ષના ભાવનો અભાવ જ છે, તેથી મુગ્ધમતિ જ બંધના ઉપાયોના પરિહાર માટે અને મોક્ષના ઉપાયોના ગ્રહણ માટે યત્ન કરે છે. તેનું નિરાકરણ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે – ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ જીવદ્રવ્ય અનાદિ અનંત છે. તેની સિદ્ધિ પૂર્વમાં જ કરેલી છે, માટે યુક્તિસિદ્ધ પદાર્થને જાણીને પોતાના હિત અર્થે અને અહિતના પરિહાર અર્થે જે યોગીઓ યત્ન કરે છે તે મુગ્ધમતિ નથી, પરંતુ બંધના ઉપદ્રવના પરિહાર અર્થે અને આત્માની નિરુપદ્રવવાની અવસ્થાની પ્રાપ્તિ અર્થે જે પ્રયત્ન કરે છે તે વિવેકી પુરુષની ઉચિત પ્રવૃત્તિ છે. ll૧/૪ અવતરણિકા :एतदेवाह - અવતરણિકાર્ય : એને જ કહે છે – ભાવાર્થ : ગાથા-૪૬માં આધ્યાત્મિક પ્રત્યક્ષથી પણ ભેદાભદાત્મકની સિદ્ધિ કરી, ત્યાં સંસારી જીવની વર્તમાન ભવની અવસ્થા અને ઉત્તરના ભવોની અવસ્થા સાથે કથંચિત્ અભેદ છે અને કથંચિત્ ભેદ છે તેમ બતાવીને કહ્યું કે સંસારી જીવને તે પ્રકારે બંધના ઉપાયોનો ત્યાગ કરીને દુઃખના પરિવારની અને મોક્ષના ઉપાયોનું ગ્રહણ કરીને સુખની પ્રાપ્તિની પ્રાર્થના થાય છે, તેથી ફલિત થયું કે સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનો પોતાના કર્મો સાથે કથંચિત્ ભેદભેદ છે અને તેના કારણે જ ચારગતિઓમાં પરિભ્રમણ કરે છે અને ચારગતિનું પરિભ્રમણ કરતા જીવની પૂર્વ ઉત્તર અવસ્થા સાથે પણ કથંચિત્ ભેદભેદ છે. આથી જ બંધના ઉપાયોનો ત્યાગ કરીને દુઃખના પરિહારની અને મોક્ષના ઉપાયોનું ગ્રહણ કરીને સુખની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે, માટે જીવ અને કર્મનો પરસ્પર કથંચિત્ એકમેકભાવ છે એને જ હવે કહે છે -- Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૭ ગાથા : अण्णोण्णाणुगयाणं 'इमं व तं व' त्ति विभयणमजुत्तं । जह दुद्धपाणियाणं जावंत विसेसपज्जाया ।।१/४७।। છાયા : अन्योऽन्यानुगतयोः 'इदं वा तद् वा' इति विभजनमयुक्तम् । यथा दुग्धपानीययोः यावन्तो विशेषपर्यायाः ।।१/४७।। અન્વયાર્થ: ગvvvvIyયા=અન્યોન્ય અનુગત એવા આત્મા અને કર્મનું, “મંત્ર તંa' f=='આ અને તે એ પ્રમાણે=આ કર્મ છે અને તે આત્મા છે' એ પ્રમાણે, વિમાનુજંગવિભાજન અયુક્ત છે. ન જે પ્રમાણે, કુંદ્ધપયા દૂધ અને પાણીનું વિભાજન અયુક્ત છે). ક્યાં સુધી જીવ અને કર્મનું અવિભાજન છે ? એથી કહે છે – જાવંત વિક્ષેપન્નાલા=જ્યાં સુધી વિશેષ પર્યાયો છે (ત્યાં સુધી વિભાજન અયુક્ત છે.) I૧/૪ ગાથાર્થ : અન્યોન્ય અનુગત એવા આત્મા અને કર્મનું ‘આ અને તે’ એ પ્રમાણે આ કર્મ છે અને તે આત્મા છે' એ પ્રમાણે, વિભાજન અયુક્ત છે. જે પ્રમાણે દૂધ અને પાણીનું વિભાજન અયુક્ત છે). ક્યાં સુધી જીવ અને કર્મનું અવિભાજન છે? એથી કહે છે – જ્યાં સુધી વિશેષ પર્યાયો છે ત્યાં સુધી વિભાજન અયુક્ત છે. ll૧/૪૭ll ટીકા :__ अन्योन्यानुगतयोः परस्परानुप्रविष्टयोः, आत्मकर्मणोः 'इदं वा तद् वा' इति 'इदं कर्म अयमात्मा' इति यद् विभजनं-पृथक्करणं, तद् अयुक्तम् अघटमानकम्, प्रमाणाभावेन कर्तुमशक्यत्वात्, यथा दुग्धपानीययोः परस्परप्रदेशानुप्रविष्टयोः, किंपरिमाणोऽयमविभागो जीवकर्मप्रदेशयोः? इत्याह - यावन्तो विशेषपर्यायास्तावान्, अतः परमवस्तुत्वप्रसक्तेः अन्त्यविशेषपर्यन्तत्वात् सर्वविशेषाणाम् ‘ત્ત્વ' તિ વિશેષ , થાનુ૫૫ ૨/૪છા ટીકાર્ય : જોવાનુ તો .... અનુપપઃ | અન્યોન્ય અનુગતનું પરસ્પર અનુપ્રવિષ્ટ એવા આત્માનું અને કર્મનું, ‘આ અને તે'=‘આ કર્મ છે, આ આત્મા છે', એ પ્રકારનું જે વિભજન=પૃથક્કરણ. તે અયુક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૭ ૧૮૫ છે=અઘટમાન છે; કેમ કે પ્રમાણનો અભાવ હોવાથી=આ કર્મ અને આ આત્મા એ પ્રકારનો પૃથક્ ઉલ્લેખ કરી શકાય એવા પ્રકારના જ્ઞાનનો અભાવ હોવાથી, કરવા માટે અશક્યપણું છે=વિભજન કરવા માટે અશક્યપણું છે. તેમાં દૃષ્ટાંત આપે છે - જે પ્રમાણે દૂધ અને પાણીનું=પરસ્પર પ્રદેશ અનુપ્રવિષ્ટ એવા દૂધ અને પાણીનું, વિભજન અયુક્ત છે. ગાથાના ચોથા પાદનું ઉત્થાન કરે છે - જીવતો અને કર્મપ્રદેશનો કયા પરિમાણવાળો આ અવિભાગ છે ? એથી કહે છે જ્યાં સુધી વિશેષ પર્યાયો છે ત્યાં સુધી આ અવિભાગ છે, એમ સંબંધ છે. આના પછી=અંતિમ વિશેષ પછી, અવસ્તૃત્વની પ્રસક્તિ છે=કર્મ અને આત્મા એ બેના એકમેકસ્વરૂપ જીવરૂપ વસ્તુના અવસ્તુત્વની પ્રાપ્તિ છે. કેમ કર્મ મિશ્રરૂપ જીવવસ્તુના અવસ્તૃત્વની પ્રાપ્તિ છે ? તેથી કહે છે સર્વ વિશેષોનું અંત્યવિશેષ પર્યન્તપણું છે. સર્વ વિશેષનું અંત્યવિશેષ પર્યન્તપણું કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે અંત્ય એ પ્રકારના વિશેષણની=‘અંત્યવિશેષ' શબ્દમાં રહેલા ‘અંત્ય' એ પ્રકારના વિશેષણની, અન્યથા અનુપપત્તિ છે=સર્વ વિશેષો ‘અંત્યવિશેષ' પછી મિશ્રભાવરૂપે નથી એમ ન સ્વીકારીએ તો ‘અંત્ય’ એ પ્રકારે વિશેષણ સંગત થાય નહીં. ||૧/૪૭।। ભાવાર્થ: જેમ દૂધ અને પાણી પરસ્પર મિશ્રણભાવને પામેલ હોય ત્યારે દૂધ અને પાણીના પુદ્ગલો પરસ્પર પ્રદેશથી અનુપ્રવિષ્ટ છે, તેથી ‘આ દૂધ અને આ પાણી' એ પ્રકારનું વિભાજન થઈ શકે નહીં અર્થાત્ ભિન્ન ભાજનમાં રહેલા દૂધ અને પાણી માટે જેમ કહી શકાય કે ‘આ દૂધ છે, આ પાણી છે', તેમ એક ભાજનમાં મિશ્રભાવને પામેલા દૂધ અને પાણી માટે ‘આ દૂધ છે અને આ પાણી છે’ એ પ્રકારનું વિભાજન અઘટમાન છે, તેમ સંસારવર્તી જીવો કર્મપુદ્ગલો સાથે પરસ્પર અનુપ્રવિષ્ટ છે, તેથી ‘આ કર્મ અને આ આત્મા' એ પ્રકારનું વિભાજન અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તેમાં યુક્તિ આપે છે - આ કર્મ અને આ આત્મા' તે પ્રકારનો ભિન્નરૂપે જ્ઞાનનો અભાવ હોવાના કારણે તે પ્રકારે વિભાગ કરવો અશક્ય છે. અહીં પ્રશ્ન થાય કે જીવ અને કર્મનો આ અવિભાગ ક્યાં સુધી હોઈ શકે ? અર્થાત્ કેટલા પરિમાણવાળો છે ? તેના ઉત્તરરૂપે કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૭ જેટલા વિશેષ પર્યાયો છે તેટલા પરિમાણવાળો આ અવિભાગ છે. આશય એ છે કે જીવ અને કર્મ પરસ્પર અનાદિથી એકમેક થયેલા છે, તેથી તે બેનો પરસ્પર કથંચિ અભેદ છે, આમ છતાં જીવદ્રવ્ય અને કર્મદ્રવ્ય પૃથક્ દ્રવ્ય છે, તેથી તે બેનો કથંચિત્ ભેદ છે. આ રીતે સંસારવર્તી જીવોનો કર્મની સાથે કથંચિત્ ભેદભેદ છે અને અનાદિ કાલથી કર્મની સાથે અત્યંત અભેદ પર્યાય સ્થિર થયેલો છે. આમ છતાં જ્યારે જીવ સમ્યક્ત પામે છે ત્યારે તેટલા અંશમાં કર્મરૂપ ઉપાધિનું વિગમન થાય છે, તેથી મિથ્યાત્વ અંશથી કર્મ અને આત્મા પૃથર્ બને છે તે રીતે જીવ અને કર્મનો કાંઈક ભેદ અંશ પ્રગટ થયો જે વિશેષ અંશ છે, અને જીવ અને કર્મનો અભેદ છે તે સામાન્ય અંશ છે, તેથી કર્મ અને આત્માના અભેદરૂપ સામાન્ય અંશથી સમ્યક્તની પ્રાપ્તિ કાલમાં કાંઈક ભેદ અંશરૂપ વિશેષ પ્રાપ્ત થાય છે. જેમ જેમ સમ્યગ્દષ્ટિ જીવ ઉત્તર ઉત્તરની ભૂમિકાને પામે છે તેમ તેમ અવિરતિ આદિ અંશોથી આત્મા પૃથક થાય છે અને જ્યારે સાધનાની ચરમ ભૂમિકામાં આવે છે ત્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ સર્વ ભાવમલ દૂર થાય છે. આ વખતે કેવલ અઘાતી કર્મોની સાથે આત્માને સંયોગ છે. તે વખતે અંતિમ વિશેષની પ્રાપ્તિ થાય. મિથ્યાત્વઅવસ્થાથી માંડીને યોગનિરોધઅવસ્થા સુધી જીવ અને કર્મ પ્રદેશનો આ અવિભાગ છે ત્યારપછી જીવ કર્મ રહિત થાય છે. તેથી જીવ અને કર્મરૂપ મિશ્ર વસ્તુરૂપ સંસારી જીવની વિસ્તૃરૂપે પ્રાપ્તિ થાય છે. અહીં કહ્યું કે જીવ અને કર્મપ્રદેશનો આ અવિભાગ જ્યાં સુધી વિશેષપર્યાય છે ત્યાં સુધી છે, પછી નથી. તેમાં યુક્તિ બતાવે છે – સર્વ વિશેષોનું અંત્યવિશેષ પર્યન્તપણું છે; કેમ કે જો સર્વ વિશેષો અંત્ય વિશેષ સુધી ન હોય અને ત્યારપછી પણ હોય તો અંત્ય એ પ્રકારના વિશેષણની સંગતિ થાય નહીં. આશય એ છે કે જેમ દૂધ અને પાણી મિશ્ર દ્રવ્ય હોય અને કોઈક પ્રક્રિયા દ્વારા તે દૂધમાંથી પાણીને પૃથક્ કરવામાં આવે તો કાંઈક અંશથી પાણી પૃથફ થાય ત્યારે કાંઈક અંશથી મિશ્ર એવા દૂધ-પાણીનો વિશેષપર્યાય પ્રાપ્ત થાય છે અર્થાત્ તે મિશ્રદ્રવ્યમાં પૂર્વના પાણીના અંશ કરતાં પાણીનો અંશ અલ્પ પ્રાપ્ત થાય છે અને દૂધનો અંશ અધિક પ્રાપ્ત થાય છે એવો વિશેષપર્યાય પ્રાપ્ત થાય છે, કેમ કે તેટલા અંશથી પાણી રહિત દૂધ બન્યું અને પાણીના અંશો જેમ જેમ ઓછા થાય છે તેમ તેમ દૂધ-પાણીના વિશેષ પર્યાયની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પાણીનો અંતિમ અંશ દૂધ સાથે મિશ્ર છે તે અંશ દૂર થાય તો દૂધ અને પાણીરૂપ મિશ્રવસ્તુ અવસ્તુ બને, તેથી દૂધપાણીની મિશ્રઅવસ્થામાં જેટલા અવાજોર વિશેષ પર્યાયો પ્રાપ્ત થાય તેના અંતિમ ભાગ સુધી દૂધનો અને પાણીનો અવિભાગ છે, ત્યારપછી દૂધનો અને પાણીનો અવિભાગ નથી; તેમ જીવમાં અને કર્મમાં સર્વથા કર્મથી અપૃથર્ અવસ્થા સામાન્ય અવસ્થા છે અને યોગનિરોધકાળમાં અંતિમ વિશેષ અવસ્થા છે, તેથી અંતિમ વિશેષ પર્યાય સુધી જીવ અને કર્મનો અવિભાગ પ્રાપ્ત થાય છે. ll૧/૪૭ી. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૮ અવતરણિકા : जीवकर्मणोरन्योन्यानुप्रवेशे तदाश्रितानामन्योन्यानुप्रवेश इत्याह - અવતરણિકાર્ય : જીવનો અને કર્મનો અન્યોન્ય અનુપ્રવેશ હોતે છતે તદ્ આશ્રિત એવા ગુણોનો પણ જીવ અને કર્મ આશ્રિત એવા ભાવોનો પણ, અન્યોન્ય અનુપ્રવેશ છે એ પ્રમાણે કહે છે – ગાથા : रूआइपज्जवा जे देहे जीवदवियम्मि सुद्धम्मि । ते अण्णोण्णाणुगया पण्णवणिज्जा भवत्थम्मि ।।१/४८।। છાયા : रूपादिपर्याया ये देहे जीवद्रव्ये शुद्धे । ते अन्योऽन्यानुगता प्रज्ञापनीया भवस्थे ।।१/४८।। અન્વયાર્થ: રેદે દેહમાં, ને રૂઝારૂપMવી=જે રૂપાદિ પર્યાયો છે, (અમે), સુમિ નીવવિષિ-શુદ્ધ એવા જીવદ્રવ્યમાં=વિશુદ્ધ સ્વરૂપવાળા જીવ દ્રવ્યમાં, (જે જ્ઞાનાદિ છે), તે ગvuોઇUTyવ=તે અન્યોન્ય અનુગત જીવમાં રૂપાદિ અને દેહમાં જ્ઞાનાદિ એ પ્રકારે અન્યોન્ય અનુગત, ભવત્થામ=ભવસ્થમાં=સંસારી જીવમાં, પU વાળા=પ્રરૂપણા કરવા યોગ્ય છે. I૧/૪૮ ગાથાર્થ : દેહમાં જે રૂપાદિ પર્યાયો છે (અને) શુદ્ધ એવા જીવદ્રવ્યમાં વિશુદ્ધ સ્વરૂપવાળા જીવ દ્રવ્યમાં, (જે જ્ઞાનાદિ છે) તે અન્યોન્ય અનુગતરજીવમાં રૂપાદિ અને દેહમાં જ્ઞાનાદિ એ પ્રકારે અન્યોન્ય અનુગત, ભવરથમાં=સંસારી જીવમાં, પ્રરૂપણા કરવા યોગ્ય છે. ll૧/૪૮II. ટીકા : रूपरसगन्धस्पर्शादयो ये पर्याया देहाश्रिता जीवद्रव्ये विशुद्धस्वरूपे च ये ज्ञानादयस्तेऽन्योन्यानुगता जीवे रूपादयो देहे ज्ञानादय इति प्ररूपणीया भवस्थे-संसारिणि, अकारप्रश्लेषाद् वा असंसारिणि, न च संसारावस्थायां देहात्मनोरन्योन्यानुबन्धात् रूपादिभिस्तद्व्यपदेशः मुक्त्यवस्थायां तु तदभावात् नासौ युक्त इति वक्तव्यम्, तदवस्थायामपि देहाद्याश्रितरूपादिग्रहणपरिणतज्ञानदर्शनपर्यायद्वारेणा Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૮ त्मनस्तथाविधत्वात् तथाव्यपदेशसम्भवात्, आत्मपुद्गलयोश्च रूपादिज्ञानादीनामन्योन्यानुप्रवेशात् कथञ्चिद् एकत्वम् अनेकत्वं च, मूर्त्तत्वम् अमूर्त्तत्वं चाव्यतिरेकात् सिद्धमिति ।।१/४८।। ટીકાર્ય : રૂપ .. સિદ્ધતિ | દેહ આશ્રિત જે રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ પર્યાયો છે અને વિશુદ્ધ સ્વરૂપવાળા જીવદ્રવ્યમાં જે જ્ઞાનાદિ છે તે ભવસ્થમાં=સંસારી જીવમાં, અન્યોન્ય અનુગત “જીવમાં રૂપાદિ અને દેહમાં જ્ઞાનાદિ” એ પ્રકારે અન્યોન્ય અનુગત, પ્રરૂપણા કરવી જોઈએ અર્થાત્ કહેવા જોઈએ. ગાથામાં ભવસ્થ શબ્દ છે ત્યાં “'કારનો પ્રશ્લેષ થવાથી “અથવાથી અસંસારી એવા મુક્તમાં પણ દેહ અને જીવના પર્યાયો અચોચ અનુગત જાણવા એમ અવય છે. અને સંસાર અવસ્થામાં દેહ અને આત્માનો અવ્યોચ અનુબંધ હોવાથી=અન્યોન્ય એકમેકભાવ હોવાથી રૂપાદિ વડે તે પ્રકારનો વ્યપદેશ થાય=જીવમાં રૂપાદિ છે અને દેહમાં જ્ઞાનાદિ છે તે પ્રકારનો વ્યપદેશ થાય, પરંતુ મુક્ત અવસ્થામાં વળી તેનો અભાવ હોવાથી-દેહ અને આત્માના અવ્યોચ સંબંધનો અભાવ હોવાથી, આ યુક્ત નથી દેહતા રૂપાદિ અને જીવના જ્ઞાનાદિ અન્યોન્ય અનુગત છે તે યુક્ત નથી, એ પ્રમાણે તે કહેવું; કેમ કે તે અવસ્થામાં પણ=મુક્ત અવસ્થામાં પણ, દેહ આદિ આશ્રિત રૂપાદિના ગ્રહણ પરિણત જ્ઞાન અને દર્શનના પર્યાય દ્વારા આત્માનું તથાવિધિપણું હોવાથી-દેહ આદિ આશ્રિત રૂપાદિનું આત્મા સાથે અન્યોન્ય અનુગતપણું હોવાથી, તે પ્રકારના વ્યપદેશનો સંભવ છેઃસિદ્ધ અવસ્થામાં દેહતા રૂપાદિ જીવમાં છે અને જીવના જ્ઞાનાદિ દેહમાં છે તે પ્રકારના વ્યપદેશનો સંભવ છે અને આત્માના અને પુદ્ગલના રૂપાદિતો અને જ્ઞાનાદિનો અન્યોન્ય અનુપ્રવેશ છે. આનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – આત્માનું અને પુદ્ગલનું કથંચિત્ એકત્વ અને કથંચિત્ અનેકત્વ, કથંચિત્ મૂર્તત્વ અને કથંચિટ્ટ અમૂર્તત્વ, અવ્યતિરેકને કારણે સિદ્ધ છે=આત્માના અને પુગલના અભેદને કારણે સિદ્ધ છે. II૧/૪૮II ભાવાર્થ : ગાથા-૪૭માં કહ્યું એ પ્રમાણે જીવ અને કર્મ પરસ્પર અનુપ્રવિષ્ટ છે, એથી જીવમાં વર્તતા જ્ઞાનાદિ ગુણો અને પુદ્ગલરૂપ કર્મમાં વર્તતા રૂપાદિ ગુણો પણ પરસ્પર અનુપ્રવિષ્ટ છે, તે બતાવતાં કહે છે – પગલાત્મક દેહાશ્રિત જે રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ પર્યાયો છે તે જીવમાં અનુગત છે અને જીવમાં જે જ્ઞાનાદિ ગુણો છે તે પુદ્ગલમાં અનુગત છે. આશય એ છે કે સંસારી જીવો દેહ સાથે કથંચિત્ એકત્વભાવને પામેલ છે, તેથી આત્મા અરૂપી હોવા છતાં દેહ સાથે એકત્વવાળો હોવાને કારણે “આ દેહ છે અને આ આત્મા છે' એવું પૃથર્ગે દર્શન થતું નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૮ ૧૮૯ પરંતુ જેમ આત્મા અને પુદ્ગલ પરસ્પર અનુગત છે તેમ આત્મા સાથે અનુગત એવા પુદ્ગલના રૂપાદિ ગુણો પણ આત્માના જણાય છે. આથી જ સંસારી જીવ તે તે પ્રકારના રૂપાદિવાળો પ્રતીત થાય છે. વળી, જ્ઞાનાદિ ગુણો આત્માના છે તોપણ દેહની સાથે આત્મા એકમેક થયેલો હોવાથી દેહને કોઈ ઉપઘાત કે અનુગ્રહ થાય છે ત્યારે દેહમાં જ તેનું સંવેદન પ્રતીત થાય છે, તેથી આત્માના જ્ઞાનાદિ ગુણો પણ દેહમાં અનુગત છે. આથી જ મૃતદેહમાં ઉપઘાતાદિનું સંવેદન નથી અને જીવયુક્ત દેહમાં ઉપઘાતાદિ જ્ઞાનનું સંવેદન થાય છે. માટે જેમ આત્મા શરીર સાથે અનુપ્રવિષ્ટ છે તેમ આત્માનો જ્ઞાનગુણ પણ શરીરમાં અનુપ્રવિષ્ટ છે તેમ જાણવું. વળી, સંસારી જીવોમાં જેમ દેહ અને જીવના ગુણોનો પરસ્પર અનુપ્રવેશ છે તેમ અસંસારી એવા મુક્તજીવોમાં પણ દેહના અને આત્માના ગુણોનો પરસ્પર અનુપ્રવેશ છે તે ન વિશેષથી સ્પષ્ટ કરવા અર્થે ગાથામાં રહેલા “મવત્યષ' શબ્દમાં “અકારનો પ્રશ્લેષ કરીને ટીકાકારશ્રી વિકલ્પ અસંસારી જીવોમાં પણ=મુક્ત જીવોમાં પણ, પરસ્પર ગુણોનો અનુપ્રવેશ બતાવે છે. કઈ રીતે મુક્તમાં દેહના રૂપાદિ અનુપ્રવેશ પામે છે ? અને મુક્ત આત્માના જ્ઞાનાદિ ગુણો દેહમાં અનુપ્રવેશ પામે છે ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – સિદ્ધના જીવો પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનની પરિણતિવાળા છે, તેથી સંસારી જીવોમાં રહેલા દેહાદિ વિષયક તેમને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ વર્તે છે. આથી તે જ્ઞાન-દર્શનના વિષયભૂત પુદ્ગલો સાથે વિષયતા સંબંધથી જ્ઞાન એકત્વને પામે છે. માટે વિષયતાસંબંધથી સિદ્ધનું જ્ઞાન દેહ આદિની સાથે એકત્વભાવવાળું છે. દેહાદિમાં વર્તતા રૂપાદિભાવો સમવાયસંબંધથી દેહમાં હોવા છતાં વિષયિતાસંબંધથી જ્ઞાનમાં છે. માટે દેહના રૂપ આદિ ધર્મો કેવલજ્ઞાનની સાથે એકત્વ ભાવવાળા છે. આ રીતે સિદ્ધના જીવોનું પણ જ્ઞાન પુદ્ગલોની સાથે કથંચિત્ અનુગત હોવાથી પુગલોના રૂપાદિ ધર્મો અને આત્માના જ્ઞાનાદિ ધર્મોનો પરસ્પર અનુપ્રવેશ છે. આ કથનથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – આત્માનું અને પુદ્ગલોનું કથંચિત્ એકત્વ-અનેકત્વ અને મૂર્તત્વ-અમૂર્તત્વ અવ્યતિરેક હોવાના કારણે અર્થાત્ આત્મા અને પુગલનો કથંચિત્ અભેદ હોવાના કારણે સિદ્ધ થાય છે. આશય એ છે કે આત્માનો અને પુદ્ગલનો પરસ્પર અનુપ્રવેશ છે, તેથી આત્માનો અને પુદ્ગલનો કથંચિત્ અભેદ હોવાના કારણે આત્માનું એકત્વ છે=જુગલો સાથે એકપણું છે. વળી, આત્મામાં દેહના રૂપાદિ ધર્મોનો અનુપ્રવેશ છે અને આત્મામાં જ્ઞાન આદિ ગુણો પણ છે, તેથી ધર્મોની અપેક્ષાએ આત્માનું અનેકપણું છે; કેમ કે દેહની સાથે આત્માનો અવ્યતિરેક છે. વળી, આત્માનો અને પુદ્ગલનો પરસ્પર અનુપ્રવેશ હોવાના કારણે આત્મા મૂર્તિ છે માટે તેમાં મૂર્તિત્વ છે; વળી આત્મા અમૂર્ત છે, તેથી મિશ્રિત એવા પણ આત્મા અને પુદ્ગલનું અમૂર્તપણું છે એ પ્રમાણે પ્રસ્તુત ગાથાથી સિદ્ધ થાય છે. ૧/૪ Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૯ અવતરણિકા - एतदेवाह - અવતરણિકાર્ચ - આને જ કહે છે – ભાવાર્થ : ગાથા-૪૮માં કહ્યું કે દેહ અને જીવના અન્યોન્ય અનુપ્રવેશને કારણે જીવનું કથંચિત્ એકત્વ અને કથંચિદ્ અનેકત્વ છે, તેને જ કહે છે – ગાથા : एवं ‘एगे आया एगे दंडे य होइ किरिया य' ।। करणविसेसेण य तिविहजोगसिद्धी वि अविरुद्धा ।।१/४९।। છાયા : एवं ‘एको आत्मा, एको दण्डश्च भवति क्रिया च' । करणविशेषेन च त्रिविधयोगसिद्धिरपि अविरुद्धा ।।१/४९।। અન્વયાર્થ વં=આ રીતેગાથા-૪૮માં કહ્યું એ પ્રકારથી, ને માયા ને વંદે વિકરિયા =એક આત્મા, એક દંડ અને ક્રિયાએક ક્રિયા, દોડું છે, વર વિસે ઘ=અને કરણવિશેષથી મન-વચન-કાયારૂપ ત્રિવિધ યોગસ્વરૂપ કરણવિશેષથી, તિવિદનો સિદ્ધી વિકત્રિવિધ યોગની સિદ્ધિ પણ આત્માના ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ, વિરુદ્ધી=અવિરુદ્ધ છે. ll૧/૪૯ ગાથાર્થ : આ રીતે-ગાથા-૪૮માં કહ્યું એ પ્રકારથી, એક આત્મા, એક દંડ અને ક્રિયા-એક ક્રિયા, છે અને કરણવિશેષથી-મન-વચન-કાયારૂપ ત્રિવિધ યોગસ્વરૂપ કરણવિશેષથી, ત્રિવિધ યોગની સિદ્ધિ પણ આત્માના ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ, અવિરુદ્ધ છે. II૧/૪TI. ટીકા :___ एवं इत्यनन्तरोदितप्रकारेण मनोवाक्कायद्रव्याणामात्मन्यनुप्रवेशात् आत्मैव न तद्व्यतिरिक्तास्त इति तृतीयाङ्गकस्थाने 'एगे आया' [स्थाना० सू० २ पृ० १०] इति प्रथमसूत्रप्रतिपादितः सिद्धः एक आत्मा, एको दण्ड, एका क्रियेति भवति मनोवाक्कायेषु दण्डक्रियाशब्दौ प्रत्येकमभिसम्बन्धनीयौ Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૯ करणविशेषेण च मनोवाक्कायस्वरूपेणात्मन्यनुप्रवेशावाप्तत्रिविधयोगस्वरूपत्वात् त्रिविधयोगसिद्धिरपि आत्मनः अविरुद्धैवेति एकस्य सतस्तस्य त्रिविधयोगात्मकत्वात् अनेकान्तरूपता व्यवस्थितैव, न चान्योन्यानुप्रवेशात् एकात्मकत्वे बाह्याभ्यन्तरविभागाभाव इति अन्तर्हर्षविषादाद्यनेकविवर्त्तात्मकमेकं चैतन्यम्, बहिर्बालकुमारयौवनाद्यनेकावस्थैकात्मकमेकं शरीरमध्यक्षतः संवेद्यत इत्यस्य विरोधः बाह्याभ्यन्तरविभागाभावेऽपि निमित्तान्तरतः तद्व्यपदेशसम्भवात् ।।१/४९।। ટીકાર્ચ - પર્વ .... તલવ્યપદેશસમવત્ II એ રીતેઅનંતર ઉદિત પ્રકારથી=ગાથા-૪૮માં સિદ્ધ કર્યું કે સંસારી જીવોનું અને સિદ્ધના જીવોનું દેહની સાથે કથંચિત્ અન્યોચ અનુગત ભાવ છે તેથી જીવનું કથંચિત્ એકત્વ છે એ રૂપ અનંતર ઉદિત પ્રકારથી, મન-વચન-કાયારૂપ દ્રવ્યોનો આત્મામાં અનુપ્રવેશ થવાથી આત્મા જ છે, તેનાથી વ્યતિરિક્ત એવા તેઓ નથી આત્માથી વ્યતિરિક્ત એવા મન-વચનકાયારૂપ દ્રવ્યો નથી, એ હેતુથી તૃતીય અંગના સ્થાનાંગસૂત્ર નામના તૃતીય અંગના, એક સ્થાનમાં એક સ્થાન નામના પ્રથમ અધ્યયનમાં, “ માયા' એ પ્રમાણે પ્રથમ સૂત્રથી પ્રતિપાદન કરાયેલ સિદ્ધ એવો એક આત્મા–પ્રતિપાદન કરાયેલો અને તેનાથી સિદ્ધ એવો એક આત્મા, એક દંડ અને એક ક્રિયા એ પ્રમાણે થાય છે. મન-વચન-કાયામાં દંડ અને ક્રિયા બન્ને શબ્દો પ્રત્યેકમાં સંબંધ કરવા અર્થાત્ મતદંડ, વચનદંડ, કાયદંડ અને મતક્રિયા, વાક્રિયા, કાયક્રિયા, એમ સંબંધ કરવો. તેનાથી શું પ્રાપ્ત થાય ? તેને કહે છે – અને કરણવિશેષથી=મતોવાફકાયારૂપ કરણવિશેષથી, આત્મામાં અનુપ્રવેશને કારણે અવાપ્ત ત્રિવિધ યોગરૂપપણું હોવાથી આત્માના ત્રિવિધ યોગની સિદ્ધિ પણ અવિરુદ્ધ છે એથી એક એવા છતા તેનું એક એવા છતા આત્માનું, ત્રિવિધ યોગાત્મકપણું હોવાથી અનેકાંતરૂપતા વ્યવસ્થિત જ છેઃઅનેકરૂપપણું વ્યવસ્થિત જ છે. અને અન્યોન્ય અનુપ્રવેશને કારણે દેહતા અને આત્માના અન્યોન્ય અનુપ્રવેશને કારણે, એક આત્મકપણું હોતે છત=સંસારીનું અથવા મુક્તાત્માનું એકઆત્મપણું હોતે છતે, બાહ્ય અને અત્યંતરના વિભાગનો અભાવ પ્રાપ્ત થાય, એથી સંસારી જીવોમાં અંતઃહર્ષ, વિષાદ આદિ અનેક વિવર્તરૂપ એકચૈતન્ય અને બાહ્ય બાલ-કુમાર-યૌવનાદિ અનેક અવસ્થામાં એકઆત્મકરૂપ એક શરીર અધ્યક્ષથી સંવેદન થાય છે, એનો વિરોધ નથી; કેમ કે બાહ્ય અત્યંતર વિભાગના અભાવમાં પણ=અન્યોન્ય અતુપ્રવેશ દ્વારા એકઆત્મક સ્વીકારવાના કારણે બાહ્ય અને અત્યંતરના વિભાગના અભાવમાં પણ, નિમિતાંતરથી અંતરંગ હર્ષાદિરૂપ નિમિત્તાંતરથી અને બહિરંગ દેહતા દેખાતા ધરૂપ નિમિત્તાંતરથી, તેના વ્યપદેશનો સંભવ છે=બાહ્ય અને અત્યંતર વિભાગના વ્યપદેશનો સંભવ છે–પુગલસ્વરૂપ એક શરીર છે અને જ્ઞાનસ્વરૂપ શરીરથી પૃથર્ એક આત્મા છે એ પ્રકારના વિભાગના કથનનો સંભવ છે. li૧/૪૯iાં Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૪૯ ભાવાર્થ : ગાથા-૪૮માં કહ્યું કે સંસારી જીવોના દેહ અને જીવ અન્યોન્ય અનુપ્રવેશ હોવાના કારણે દેહના પર્યાયો અને જીવના પર્યાયો પણ અન્યોન્ય અનુપ્રવિષ્ટ છે અને એ રીતે આત્માનું કથંચિત્ એકત્વ અને કથંચિદ્ અનેકત્વ પ્રાપ્ત છે. વળી, આત્માનું એકત્વ અને અનેકત્વ છે એને જ સ્થાનાંગસૂત્રોનુસાર બતાવવા અર્થે કહે ગાથા-૪૮માં કહ્યું એ રીતે ‘ને વંડ II રિયા' એ પ્રમાણેનું ત્રીજા અંગરૂપ સ્થાનાંગસૂત્રમાં જે પ્રસિદ્ધ છે તે પ્રમાણે આત્માનું, દંડનું કે ક્રિયાનું એકત્વ સિદ્ધ થાય છે. વળી મન-વચન-કાયારૂપ કરણવિશેષથી ત્રિવિધ યોગની સિદ્ધિ હોવાથી ત્રિવિધ યોગરૂપે આત્માનું અનેકત્વ પણ સિદ્ધ થાય છે. અહીં ને માયા' કહ્યું તેનું તાત્પર્ય એ છે કે સંસારવર્તી આત્માના પર્યાયને ગ્રહણ કર્યા વગર આત્મા એક છે; કેમ કે દ્રવ્યરૂપે આત્મા અનેક નથી, પરંતુ એક છે અને તે આત્મા દેહ સાથે અન્યોન્ય અનુગત હોવા છતાં દ્રવ્યાસ્તિકનયથી આત્મા એક છે. ‘ો દંડ' કહ્યું તેનું તાત્પર્ય એ છે કે આત્માને જે દંડે તે દંડ કહેવાય, તેથી આત્મામાં વર્તતા યોગો દંડ છે અને તે યોગો મન-વચન-કાયાના યોગરૂપ છે તોપણ યોગરૂપે એક છે, તેથી દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી દંડ એક છે. ‘III વરિયા' કહ્યું તેનું તાત્પર્ય એ છે કે સંસારી જીવ કર્મબંધને અનુકૂળ એવી અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે તોપણ તે સંસારી જીવની ક્રિયા ક્રિયારૂપે એક છે માટે એક ક્રિયા છે એમ સ્થાનાંગમાં કહ્યું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યને જોનારી સંગ્રહનયની દૃષ્ટિથી વિચારીએ ત્યારે એક આત્મા છે, એક દંડ છે, એક ક્રિયા છે ઇત્યાદિ કથનો સ્થાનાંગસૂત્રમાં કહેલ છે. વળી એક દંડ કહ્યા પછી તે દંડને મન-વચન-કાયાના વિભાગથી વિભક્ત કરીએ તો આત્મામાં ત્રિવિધ યોગની સિદ્ધિ છે, તેથી જેમ એક દંડ છે તેમ અનેક દંડ પણ છે, માટે એક-અનેકત્વની સિદ્ધિ છે. આત્મા પણ ત્રણ દંડના યોગથી અનેકરૂપ છે તેમ સિદ્ધ થાય છે. વળી, એક ક્રિયા કહ્યા પછી તે ક્રિયાને મન-વચનકાયાના વિભાગથી વિભક્ત કરીએ તો આત્મામાં મનની ક્રિયા, વચનની ક્રિયા અને કાયાની ક્રિયારૂપ ત્રિવિધ ક્રિયાની સિદ્ધિ છે. તેથી જેમ એક ક્રિયા છે તેમ અનેક ક્રિયા પણ છે, માટે એક-અનેકત્વની સિદ્ધિ છે. તેથી આત્મા પણ ત્રણ ક્રિયાથી અનેકરૂપ છે તેમ સિદ્ધ થાય છે. આ રીતે ગાથા-૪૮ના અંતે કહ્યું કે કથંચિત્ એકત્વ અને કથંચિત્ અનેકત્વ સિદ્ધ થાય છે તેની સંગતિ પ્રસ્તુત ગાથાથી થાય છે. અહીં ટીકામાં શંકા કરેલ છે કે દેહનો અને આત્માનો અન્યોન્ય અનુપ્રવેશ સ્વીકારીને એક આત્મકપણું કહેવામાં આવે તો આત્મામાં અંતરંગ થતા હર્ષ-વિષાદાદિ અનેક વિવર્ત સ્વરૂપ એક ચૈતન્ય અને બહિરંગ બાલ-કુમાર-યૌવનાદિ અનેક અવસ્થારૂપ એક શરીર પ્રત્યક્ષ દેખાય છે, તેથી અંતરંગ અનેક પરિણામો છે, બહિરંગ અનેક અવસ્થાઓ છે તે રૂપ અંતરંગ અને બહિરંગ વિભાગનો વિરોધ થશે. તેનું સમાધાન કરતાં કહે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૯, ૫૦ ૧૯૩ અંતરંગ એકચૈતન્ય છે અને બહિરંગ એકશરીર છે એવી પ્રતીતિ હોવા છતાં પણ નિમિત્તાંતરથી તે પ્રકારના વ્યપદેશનો સંભવ છે અર્થાત્ વિભાગને જોનારી દૃષ્ટિથી તે પ્રકારનો વ્યપદેશ સંભવે છે, પરંતુ જીવના હર્ષાદિના વિભાગને અને દેહના બાલાદિ વિભાગને નહીં જોનારી દૃષ્ટિથી એકની જ પ્રતીતિ થાય તોપણ વિભાગને જોનારી દૃષ્ટિથી જીવના અને દેહના વિભાગની પ્રતીતિ થઈ શકે છે. તેથી અંતરંગ હર્ષાદિરૂપ અનેક વિવર્તી અને બાહ્ય બાલાદિ અનેક અવસ્થાઓ પ્રત્યક્ષ દેખાય છે, તેનો વિરોધ થશે નહીં. ll૧/૪ અવતરણિકા - एतदेवाह - અવતરણિકા : આને જ કહે છે – ભાવાર્થ : ગાથા-૪૮માં કહેલ કે “જીવ અને દેહ અન્યોન્ય અનુગત હોવાના કારણે સંસારઉદરવર્તી સર્વ પદાર્થો કથંચિત્ મૂર્તિ અને કથંચિત્ અમૂર્ત છે તેને જ કહે છે – ગાથા : ण य बाहिरओ भावो अब्भंतरओ य अत्थि समयम्मि । णोइंदियं पुण पडुच्च होइ अब्भंतरविसेसो ।।१/५०।। છાયા : न च बाह्यो भावोऽभ्यंतरश्च अस्ति समये । नोइन्द्रियं पुनः प्रतीत्य भवति अभ्यंतरविशेषः ।।१/५०।। અન્વયા : સમમિ=સમયમાંeભગવાનમાં શાસનમાં, વાદરો માવો બાહ્ય ભાવ, અને, ગરમંતરનો અત્યંતર ભાવ, ચિ=નથી. પુOTEવળી, ગોવિં=નોઈદ્રિયને, પકુર આશ્રયીને, ગરમંતરવસો=અત્યંતરવિશેષ, દોડું છે. I૧/૫૦I ગાથાર્થ : સમયમાંeભગવાનમાં શાસનમાં, બાહ્યભાવ અને અત્યંતરભાવ નથી. વળી, નોઇન્દ્રિયને આશ્રયીને અત્યંતરવિશેષ છે. [૧/૫ol Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૦ ટીકા :___ आत्मपुद्गलयोरन्योन्यानुप्रवेशात् उक्तप्रकारेण अर्हत्प्रणीतशासने न बाह्यो भावः अभ्यन्तरो वा संभवति, मूर्तामूर्तरूपादितयाऽनेकान्तात्मकत्वात् संसारोदरवर्तिनः सकलवस्तुनः, 'अभ्यन्तरः' इति व्यपदेशस्तु नोइन्द्रियं मनः प्रतीत्य, तस्यात्मपरिणतिरूपस्य पराप्रत्यक्षत्वात् शरीरवाचोरिव T૨/૫૦ના ટીકાર્ચ - માત્મ .... વારિત છે. આત્મા અને પુદ્ગલનો અન્યોન્ય અનુપ્રવેશ હોવાથી ઉક્ત પ્રકાર વડે= ગાથા-૪૮માં કહ્યું એ પ્રકાર વડે, અરિહંતે કહેલા શાસનમાં બાહ્યભાવ અથવા અત્યંતરભાવ સંભવતો નથી; કેમ કે સંસાર ઉદરવર્તી સકલ વસ્તુનું સંસાર ઉદરવર્તી સર્વ સંસારી જીવો, સિદ્ધના જીવો, ધર્માસ્તિકાય, ઘટ, પટાદિ સર્વ વસ્તુઓનું, મૂર્તામૂર્તરૂપાદિપણાથી અનેકાંતાત્મકપણું છે. અત્યંતર એ પ્રકારનો વ્યપદેશ વળી કોઈદ્રિય એવા મનને આશ્રયીને છે; કેમ કે આત્મપરિણતિરૂપ એવા તેનું નોઈદ્રિયરૂપ મનનું, શરીર અને વાણીની જેમ પર અપ્રત્યક્ષપણું છે અર્થાત્ શરીર અને વાણી જેમ પરને પ્રત્યક્ષ છે તેમ આત્મપરિણતિરૂપ મન પરને પ્રત્યક્ષ નથી. ૧/૫૦૧ ભાવાર્થ : ગાથા-૪૮માં સ્થાપન કર્યું તેમ સંસારવર્તી જીવોના દેહનો અને આત્માનો અન્યોન્ય અનુપ્રવેશ છે, તેથી સંસારવર્તી જીવો દેહના અનુપ્રવેશને કારણે કથંચિત્ મૂર્તિ છે અને આત્માના અનુપ્રવેશને કારણે કથંચિ અમૂર્ત છે. વળી સિદ્ધના જીવો પણ કેવલજ્ઞાન-કેવલદર્શનના વિષયપણાથી સંસારવર્તી સર્વ મૂર્ત સાથે પરસ્પર અનુપ્રવેશ પામેલા હોવાથી કથંચિત્ મૂર્તિ છે અને કથંચિત્ અમૂર્ત છે. આ રીતે સ્વીકારવાથી ભગવાનના શાસનમાં આત્માનો અને પુદ્ગલનો પરસ્પર અનુપ્રવેશ છે એથી સંસારઉદરવર્તી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, ઘટપટાદિ દ્રવ્યો અને આત્મા એ સર્વ વચ્ચે પણ કથંચિત્ એકત્વ છે. માટે જગતના દરેક પદાર્થો મૂર્તામૂર્તાદિપણાનડે અનેકાંતાત્મક છે, પરંતુ વ્યવહારમાં એમ કહેવાય છે કે પુદ્ગલ મૂર્તિ છે, ધર્માસ્તિકાયાદિ અમૂર્ત છે તેની જેમ એકાંતે મૂર્તામૂર્તાદિનો વિભાગ ભગવાનના શાસનમાં નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે સંસારવર્તી દેહધારી જીવો શરીર સાથે એકત્વ હોવાના કારણે કથંચિત્ મૂર્ત છે આત્મારૂપે કથંચિત્ અમૂર્ત છે. સિદ્ધના જીવો મૂર્ત એવા ઘટાદિનું જ્ઞાન કરે છે, તેથી સિદ્ધના જીવોને ઘટાદિ સાથે એકત્વભાવ છે માટે સિદ્ધના જીવો પણ કથંચિત્ મૂર્ત અને આત્મારૂપે કથંચિત્ અમૂર્તિ છે. વળી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અમૂર્ત હોવા છતાં તેની સાથે સંબંધિત એવા ઘટાદિ મૂર્તદ્રવ્યને આશ્રયીને કથંચિત્ એકત્વ ભાવને પામેલ છે, તેથી ધર્માસ્તિકાયાદિ પણ કથંચિત્ મૂર્ત અને ધર્માસ્તિકાયાદિરૂપે કથંચિત્ અમૂર્ત છે. વળી પુદ્ગલો પણ કેવલીના કેવલજ્ઞાન સાથે કે છબસ્થના જ્ઞાન સાથે સંબંધિત હોવાથી કથંચિત્ અમૂર્ત છે અને કથંચિત્ મૂર્તિ છે. માટે જગતવર્તી સર્વ દ્રવ્યો મૂર્ત-અમૂર્તરૂપ છે. મૂર્ત Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૦, ૫૧ અમૂર્તરૂપાદિમાં આદિ પદથી એક-અનેકરૂપે પ્રાપ્ત થાય છે, તેથી ભગવાનના વચનાનુસાર સર્વ પદાર્થમાં અનેકાંતાત્મકપણું છે. વળી, દેહધારી જીવોમાં અંતરંગ થતા ભાવોને આશ્રયીને અત્યંતર એ પ્રકારનો વ્યપદેશ થાય છે, તે નોઇન્દ્રિય આત્મક મનને આશ્રયીને છે; કેમ કે નોઇન્દ્રિય એવા મનરૂપ આત્મપરિણતિનું પરને અપ્રત્યક્ષપણું છે, તેથી અંતરંગ થતા ભાવોને આશ્રયીને અત્યંતરનો વ્યપદેશ છે અર્થાત્ શરીર અને વાણી જેમ અન્ય છદ્મસ્થ સંસારી જીવોને પ્રત્યક્ષ દેખાય છે તેમ ભાવમનરૂપ આત્માની પરિણતિ અન્ય છબસ્થ સંસારી જીવોને દેખાતી નથી, માટે તે અપેક્ષાએ આત્મા અત્યંતર છે એમ સ્વીકારવામાં વિરોધ નથી. આથી જ ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે બાહ્યભાવ અને અત્યંતરભાવ ભગવાનના શાસનમાં નથી, છતાં બાહ્ય અને અત્યંતર સર્વથા અભેદ જ હોય તો “બાહ્ય” અને “અત્યંતર' એ શબ્દથી પૃથગુ ઉલ્લેખ થઈ શકે નહીં અને પૃથર્ ઉલ્લેખ કર્યો છે તેથી કોઈક અપેક્ષાએ બાહ્યભાવથી અત્યંતરભાવનો કોઈક પ્રકારથી ભેદ છે, તે ભેદને જ ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરેલ છે. II૧/૫૦માં અવતરણિકા : अस्य च मिथ्यात्वादिपरिणतिवशोपात्तपुद्गलाङ्गाङ्गिभावलक्षणो बन्धः तद्वशोपनतसुखदुःखाद्यनुभवस्वरूपश्च भोगः अनेकान्तात्मकत्वे सत्युपपद्यते, अन्यथा तयोरयोग इति प्रतिपादनार्थमाह दबट्ठियस्स इत्यादि - અવતરણિતાર્થ : અને આત=સંસારવર્તી આત્માને, મિથ્યાત્વાદિ પરિણતિના વશથી ગ્રહણ કરાયેલા યુગલો સાથે અંગાંગીભાવરૂપલક્ષણ બંધ અને તેના વશથી સુખ-દુઃખાદિતા અનુભવરૂપ ભોગ, અનેકાંતાત્મકપણું હોતે છત=ગાથા-૪૮માં સ્થાપન કર્યું કે જીવ અને પુદ્ગલ અન્યોન્ય અનુવિદ્ધ હોવાના કારણે આત્માનું કથંચિત્ એકત્વ-અનેકત્વ અને મૂર્તત્વ-અમૂર્તત્વ સિદ્ધ થયું એ રીતે આત્માનું અનેકાંતાત્મકપણું હોતે છતે. ઘટે છે, અન્યથા આત્માનું અનેકાંતાત્મકપણું ન સ્વીકારવામાં આવે તો, તે બેનો=બંધનો અને ભોગનો, અયોગ છે એ પ્રતિપાદન કરવા માટે “વ્યક્ટ્રિય ફારિ” ગાથા-૫૧થી ૧૩ કહે છે - ભાવાર્થ : ગાથા-૪૮માં સ્થાપન કર્યું કે સંસારી જીવોનો દેહ અને આત્મા પરસ્પર અનુગત છે માટે દેહના અને આત્માના પર્યાયો પણ પરસ્પર અનુગત છે. વળી મુક્તઆત્માઓ પણ તે રીતે અન્યોન્ય અનુગત છે માટે આત્માનું એક-અનેકપણું અને મૂર્ત-અમૂર્તપણે સિદ્ધ થાય છે. આવું અનેકાંતાત્મકપણું સિદ્ધ થાય તો સંસારી જીવો મિથ્યાત્વાદિ પરિણતિને વશ જે કર્મ પુદ્ગલનો અંગગીભાવ કરે છે તે રૂ૫ બંધ સંગત થાય છે અને તે કર્મબંધને વશ પ્રાપ્ત થયેલ સુખ-દુઃખાદિના અનુભવરૂપ ભોગ સંગત થાય છે; કેમ કે જો આત્મા એકઅનેકરૂપ ન હોય, પરંતુ એકાંતે એકરૂપ હોય તો આત્મામાં મિથ્યાત્વાદિ પરિણતિ સંભવે નહીં અર્થાત્ Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-પ૧ સર્વથા એકરૂપ આત્મા તે તે કાળમાં તે તે મિથ્યાત્વાદિ ભાવરૂપ તે તે પરિણતિવાળો થાય છે તેમ કહી શકાય નહીં, તેથી અર્થથી આત્મા કોઈક અપેક્ષાએ એકરૂપ છે અને કોઈ અપેક્ષાએ મિથ્યાત્યાદિ ભાવોથી અનેકરૂપ છે એમ સ્વીકારવું જોઈએ. વળી જો આત્મા એક-અનેક ન હોય તો પુદ્ગલોની સાથે એકમેક પણ થાય નહીં; કેમ કે સર્વથા એક એવા આત્મામાં અન્યથા થવાની યોગ્યતા નથી. વળી કર્મને વશ સુખ-દુઃખના અનુભવરૂપ ભોગ થાય છે તે પણ આત્મા એક-અનેક ન હોય તો સંગત થાય નહીં; કેમ કે એકરૂપ એવા આત્માને ક્યારેક સુખ પરિણતિ અને ક્યારેક દુઃખ પરિણતિરૂપ અનેક અવસ્થાની પ્રાપ્તિ સ્વીકારીએ તો આત્મા અનેકરૂપ પણ સિદ્ધ થાય. વળી, આત્માને સર્વથા અનેકરૂપ સ્વીકારીએ અને એકરૂપ ન સ્વીકારીએ તો મિથ્યાત્વની પરિણતિવાળો આત્મા બંધ કરે છે અને તેના ફળને ભોગવે છે તે સંગત થાય નહીં, કેમ કે પ્રતિક્ષણ અન્ય અન્ય રૂપે થતો આત્મા જુદો છે અને તે વિજ્ઞાનમાત્રરૂપ છે તેમ બૌદ્ધમત અનુસાર સ્વીકારવાથી અનેકરૂપ પ્રાપ્ત થાય, પરંતુ અન્ય અન્ય ભાવોને એક આત્મા કરે છે અને તેના ફળને તે જ આત્મા ભોગવે છે તેમ પ્રાપ્ત થાય નહીં. તે ગાથા-૫૧થી ૫૩ સુધી સ્પષ્ટ કરે છે – અન્ય રીતે અવતરણિકા :_ 'अथवा' परस्परसापेक्षद्रव्यास्तिकपर्यायास्तिकयोः प्ररूपणा प्रदर्शितन्यायेन सम्भविनी, निरपेक्षयोः कथं सा? इत्याह - અન્ય રીતે અવતરણિકાર્ય : ‘અથવાથી અન્ય પ્રકારે અવતરણિકા કરે છે – પરસ્પર સાપેક્ષ એવા દ્રવ્યાસિકનયની અને પર્યાયાસ્તિકાયની પ્રરૂપણા પ્રદર્શિત વ્યાયથી=ગાથા-૧૨થી અત્યાર સુધી બતાવ્યું એ દૃષ્ટિથી, સંભવે છે. નિરપેક્ષ એવા તે બેની તે પ્રરૂપણા, કેવા પ્રકારની છે ? એને કહે છે-ગાથાપ૧-૫૨માં કહે છે – ભાવાર્થ : ગાથા-૧૨માં ગ્રંથકારશ્રીએ કહેલ કે દ્રવ્ય પર્યાયથી વિમુક્ત નથી અને પર્યાય દ્રવ્યથી વિમુક્ત નથી, તેથી દ્રવ્ય ઉત્પાદુ, સ્થિતિ અને ભંગ સ્વરૂપ ત્રણ લક્ષણવાળું છે. ત્યારપછી પરસ્પર સાપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા કઈ કઈ રીતે સંગત છે ? તેનું અત્યાર સુધી નિરૂપણ કર્યું. આ દૃષ્ટિથી પરસ્પર સાપેક્ષ દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા સંભવે છે. હવે નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા કેવા પ્રકારની છે ? તે ગાથા-૫૧-૫રમાં બતાવે છે – ગાથા : दवट्ठियस्स आया बंधइ कम्मं फलं च वेएइ । बीयस्स भावमेत्तं ण कुणइ ण य कोइ वेएइ ।।१/५१।। Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-પ૧ ૧૯૭ છાયા : द्रव्यार्थिकस्य आत्मा बध्नाति कर्म फलं च वेदयते । द्वितीयस्य भावमानं न करोति न च कोऽपि वेदयते ।।१/५१।। અન્વયાર્થ: સ્ત્રક્રિયસ્સ દ્રવ્યાર્થિકવી, (આ પ્રરૂપણા છે) – માયા — વંદૃ આત્મા કર્મને બાંધે છે, પન્ન ૨ વેડૂ અને ફલનું વેદત કરે છે કર્મના ફલનું વેદત કરે છે, વીયર્સ=બીજાની પર્યાયાસ્તિકાયની, (આ પ્રરૂપણા છે) – માવત્ત=ભાવમાત્ર છે=આત્મા ભાવમાત્ર છે. ૩ =કરતો નથી, ય ર શ્રોફ વેડું અને કોઈ વેદન કરતો નથી. ૧/૫૧II ગાથાર્થ - દ્રવ્યાર્થિની (આ પ્રરૂપણા છે) – આત્મા કર્મને બાંધે છે અને કર્મના ફલનું વેદન કરે છે બીજાની પર્યાયાસ્તિકનયની, (આ પ્રરૂપણા છે) - આત્મા ભાવમાત્ર છે. કરતો નથી અને કોઈ વેદન કરતો નથી. ll૧/૫૧|| ટીકા : द्रव्यास्तिकस्येयं प्ररूपणा-आत्मा एकः स्थायी कर्म ज्ञानादिविबन्धकं बध्नाति-स्वीकरोति, तस्य कर्मणः फलं च कार्यरूपं वेदयते भुङ्क्ते आत्मैव, द्वितीयस्य तु पर्यायार्थिकस्येयं प्ररूपणा - नैवात्मा स्थाय्यस्ति किन्तु भावमात्रं विज्ञानमात्रमिति न करोति न च कश्चिद् वेदयते उत्पत्तिक्षणानन्तरध्वंसिनः कर्तृत्वाऽनुभवितृत्वायोगात् ।।१/५१।। ટીકાર્ચ - વ્યાપ્તિસ્યાં ...... વિતૃત્વાયોજાન્ દ્રવ્યાસ્તિકાયતી આ પ્રરૂપણા છે – આત્મા એક સ્થાયી છે અને તેવો સ્થાયી આત્મા જ્ઞાનાદિના વિબંધક એવા કર્મને બાંધે છે અર્થાત્ સ્વીકાર કરે છે અને તે કર્મના કાર્યરૂપ ફલને વેદત કરે છે=આત્મા જ ભોગવે છે. વળી, બીજાની પર્યાયાસ્તિકાયની, આ પ્રરૂપણા છે – આત્મા સ્થાયી નથી જ, પરંતુ ભાવમાત્ર છે-વિજ્ઞાનમાત્ર છે, એથી કરતો નથીઃકર્મબંધને કરતો નથી, અને કોઈ વેદત કરતો નથી; કેમ કે ઉત્પત્તિક્ષણ અનંતર ધ્વંસ પામનાર તેના કર્તુત્વનો અને અનુભવિતૃત્વનો અયોગ છે. NI૧/૫૧II ભાવાર્થ : દ્રવ્યાસ્તિકનયમાં જે શુદ્ધ સંગ્રહનય છે તે તો આત્માને કૂટનિત્ય માને છે, તેથી તેના મનમાં તો કર્મબંધ અને કર્મના ફલના અનુભવની સંગતિ થાય નહીં, પરંતુ જે નૈગમનય, અશુદ્ધ સંગ્રહ અને વ્યવહારનયરૂપ દ્રવ્યાસ્તિકનય છે તેની પ્રરૂપણા એ છે કે એક સ્થાયી આત્મા છે અને તે જ્ઞાનાદિના Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૧, ૫૨ વિબંધક એવા કર્મોને બાંધે છે=જ્ઞાનાદિ શક્તિને અવરોધ કરે એવા કર્મોને બાંધે છે, અને તે કર્મના કાર્યરૂપ ફલને ભોગવે છે. આ નયની દૃષ્ટિથી કર્મબંધની અને કર્મફલની સંગતિ છે તોપણ આત્મા એક-અનેકરૂપ છે, મૂર્ત-અમૂર્તરૂપ છે ઇત્યાદિ ભાવોની સંગતિ નથી. આ સંગતિ ન થાય તો ગાથાની પ્રથમ અવતરણિકામાં કહ્યું એ પ્રમાણે મિથ્યાત્વાદિની પરિણતિના વશથી બંધ અને ભોગ પણ ઘટે નહીં; કેમ કે આત્મા મિથ્યાત્વાદિ પરિણતિને વશ અનેક સ્વીકારવામાં આવે તો જ કહી શકાય કે આત્મા દ્રવ્યરૂપે એક છે અને મિથ્યાત્વાદિ ભાવોરૂપે અનેક છે, માટે મિથ્યાત્વાદિ પર્યાયોને કારણે કર્મ બાંધે છે અને બંધાયેલા તે કર્માનુસાર તે તે પ્રકારના ભોગકાળમાં તે તે પર્યાયોને પ્રાપ્ત કરે છે, માટે માત્ર દ્રવ્યાસ્તિકનયને સ્વીકારવાથી દ્રવ્યરૂપ એવા એક આત્મામાં બંધ અને ભોગરૂપ તે તે પર્યાયો ઘટે નહીં. વળી, પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા એ છે કે આત્મા એક સ્થાયી નથી, પરંતુ વિજ્ઞાનમાત્ર આત્મા છે, માટે તે આત્મા કર્મબંધને કરતો નથી અને કર્મના ફલને વેદન કરતો નથી; કેમ કે ઉત્પત્તિક્ષણ પછી તે રહેતો હોય તો તે કોઈક કર્મ કરે છે તેમ કહી શકાય, પરંતુ ઉત્પત્તિક્ષણ પછી તે નાશ પામે છે માટે ભાવમાત્રરૂપ આત્મામાં કર્તૃત્વનો અને ભોક્તત્વનો અયોગ છે. માટે આત્માને અનેકાંતાત્મક સ્વીકારવામાં આવે તો બંધ અને મોક્ષ સંગત થાય એ પ્રકારનો પ્રથમ અવતરણિકા સાથે સંબંધ છે. અથવા બીજી અવતરણિકા પ્રમાણે નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા પ્રસ્તુત ગાથા પ્રમાણે છે. II૧/૫૧ અવતરણિકા : तथेयमपि तयोस्तथाभूतयोः प्ररूपणेत्याह - અવતરણિકાર્ય : અને આ પણ=ગાથા-૫૨માં બતાવે છે એ પણ, તેવા પ્રકારના તે બેની=પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા છે, એને કહે છે ગાથા ઃ છાયા : Jain Educationa International दव्वट्ठियस्स जो चेव कुणइ सो चेव वेयए णियमा । अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।।१ / ५२ ।। = द्रव्यास्तिकस्य यश्चैव करोति स चैव वेदयते नियमा । अन्यः करोति अन्यः परिभुनक्ति पर्यायनयस्य ।।१ / ५२ ।। અન્વયાર્થ: (ટ્ટિય=દ્રવ્યાસ્તિકનયનો (આ મત છે) નો ચેવ=જે જ =કરે છે, સો ચેવ=તે જ ખિયમા=નિયમથી, વેવ=વેદન કરે છે. પખ્તવયÆ=પર્યાયાસ્તિકનયનો (આ મત છે) – અો=અન્ય રેફ=કરે છે, ગળો=અન્ય, પરમુંન=ભોગવે છે. ૧/૫૨।। 1 For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-પર ગાથાર્થ : દ્રવ્યાસ્તિકનયનો (આ મત છે) – જે જ કરે છે તે જ નિયમથી વેદન કરે છે. પર્યાયાસિનયનો (આ મત છે) - અન્ય કરે છે, અન્ય ભોગવે છે. ll૧/પરચા ટીકા :___य एव करोति स एव वेदयते नित्यत्वात् द्रव्यास्तिकस्यैतन्मतम्, अन्यः करोत्यन्यश्च भुङ्क्ते क्षणिकत्वात् पर्यायनयस्य, ननु पूर्वगाथोक्तमेव पुनरभिदधता पिष्टपेषणमाचार्येण कृतं भवेत्, न; उत्पत्तिसमनन्तरध्वस्तेन करणम् भोगो वाऽसम्भवीति प्राक् प्रतिपादितम्, इह तु उत्पत्तिक्षण एव कर्ता तदनन्तरक्षणश्च भोक्तेति न पुनरुक्तता । उक्तं च परैः-'भूतिर्येषां क्रिया सैव कारकं सैव વોચ્યતે' 0 રૂતિ ા૨/પરા ટીકાર્ય : ૪ વ.ત્તિ | ‘જે જ કરે છે તે જ વેદન કરે છે, કેમ કે નિત્યપણું છે આ મત દ્રવ્યાસ્તિકનયનો છે, ‘અલ્ય કરે છે અને અન્ય ભોગવે છે ક્ષણિક હોવાથી આ મત પર્યાયાસ્તિકાયતો છે. નથી શંકા કરે છે – પૂર્વગાથામાં કહેલું જ=પર્યાયાસ્તિકાયતો મત પૂર્વગાથામાં કહો તે જ, ફરી કહેતાં આચાર્યશ્રી વડેeગ્રંથકારશ્રી વડે, પિષ્ટપેષણ કરાયેલું થાય અર્થાત્ પુનરુક્ત થાય છે. તેનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – તથી પુનરુક્ત નથી; કેમ કે ઉત્પત્તિ સમનત્તર ધ્વસ્ત એવા તેના વડે પર્યાયાસ્તિકાયના મતે ઉત્પત્તિની બીજી ક્ષણના નાશ પામેલા આત્મા વડે, કરણ અથવા ભોગ અસંભવી છે એ પ્રમાણે પૂર્વની ગાથામાં પ્રતિપાદન કરાયેલું છે. વળી, આ ગાથામાં ઉત્પત્તિ ક્ષણમાં જ કર્તા છે-પર્યાયાકિનયની દૃષ્ટિથી આત્મા ઉત્પત્તિ ક્ષણમાં જ કર્તા છે, અને તેની અનંતર ક્ષણ=પ્રથમ ક્ષણમાં ઉત્પત્તિ થયેલા આત્માની અનંતર ક્ષણ, જ ભોક્તા છે, એથી પુનઃ ઉક્તતા નથી. અને બીજા વડે કહેવાયું છે અર્થાત્ ઉત્પત્તિ ક્ષણનો આત્મા કર્તા છે અનંતર ક્ષણનો આત્મા ભોક્તા છે એમ જે પૂર્વમાં કહ્યું એ પર વડે કહેવાયું છે – “જેઓની ભૂતિ છે=ઉત્પત્તિ છે, તે જ=ભૂતિ જ, ક્રિયા છે અથવા તે જ=ભૂતિ જ, કારક કહેવાય છે.” ) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ll૧/પરા ભાવાર્થ : એકાંત દ્રવ્યને અને એકાંત પર્યાયને સ્વીકારનાર પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકાય શું કહે છે ? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – એકાંત દ્રવ્યાસ્તિકનય કહે છે – આત્મા નિત્ય છે. માટે નિત્ય એવો જે આત્મા કરે છેઃકર્મબંધ કરે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ / ગાથા-૫૨, ૫૩ તે જ આત્મા કર્મફલનું વેદન કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે ગાથા-૫૧માં દ્રવ્યાસ્તિકનયના મત પ્રમાણે એટલું જ કહેલ કે આત્મા કર્મ બાંધે છે અને કર્મફલનું વેદન કરે છે. પ્રસ્તુત ગાથામાં બાંધનાર અને વેદન કરનાર એક જ છે, અન્ય નથી; એ પ્રમાણે દ્રવ્યાસ્તિકનય કહે છે, એમ બતાવેલ છે. વળી, એકાંત પર્યાયને અનુસરનાર પર્યાયાસ્તિકનય કહે છે કે અન્ય કરે છે અને અન્ય ભોગવે છે; કેમ કે આત્મા ક્ષણિક છે, તેથી ક્ષણિક એવા આત્માએ ઉત્પત્તિ ક્ષણમાં જે કરેલું તેનું ફલ તે ભોગવતો નથી, પરંતુ તેના સંતાનને તેનું ફલ મળે છે, જે ફલને ભોગવના૨ કર્મને કરનારા કરતાં અન્ય છે. અહીં કોઈ શંકા કરે છે કે પૂર્વગાથામાં પર્યાયાસ્તિકનયનું કથન કરેલું અને પ્રસ્તુત ગાથામાં પર્યાયાસ્તિકનયનું કથન કર્યું તે એક જ છે, તેથી પિષ્ટપેષણતુલ્ય પુનરુક્ત કથન ગાથા-૫૨માં કરવું ઉચિત નથી. તેનું સમાધાન કરતાં ટીકાકારશ્રી કહે છે. પૂર્વની ગાથામાં પર્યાયાસ્તિકનયથી કહેલું કે ઉત્પત્તિ ક્ષણથી બીજી ક્ષણમાં આત્મા નાશ પામે છે, તેથી તેને કરણ અને ભોગ સંભવે નહીં, પરંતુ વિજ્ઞાનમાત્રરૂપ જ ઉત્પત્તિ ક્ષણમાં આત્મા છે. વળી, પર્યાયાસ્તિકનય અન્ય શું માને છે ? તે બતાવવા અર્થે પ્રસ્તુત ગાથામાં કહ્યું કે ઉત્પત્તિની ક્ષણ જ કર્તા છે અને અનંતર ક્ષણ ભોક્તા છે, તેથી પૂર્વની ગાથા કરતાં ભિન્ન અર્થની પ્રાપ્તિ હોવાથી પુનઃ ઉક્તતા દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે પૂર્વગાથામાં ‘કરતો નથી’ તેમ કહેલ અને પ્રસ્તુત ગાથામાં ‘ઉત્પત્તિ ક્ષણમાં જ કર્તા છે’ એમ કહ્યું, તેથી પરસ્પર વિરોધ જણાય. આ વિરોધના પરિહાર અર્થે ૫૨ વડે કહેવાયેલું ટીકાકારશ્રી બતાવે છે ‘જેઓની ભૂતિ છે તે ભૂતિ જ ક્રિયા છે'. તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્પત્તિ ક્ષણમાં જે આત્મા ભાવરૂપે થાય છે તે ભાવરૂપે થવાની જ ક્રિયા છે, માટે તે ભાવનો કર્તા છે અને તે જ કર્તારૂપ કારક છે માટે ભૂતિથી અતિરિક્ત કોઈ ક્રિયા નથી. ફક્ત પૂર્વમાં જે ભૂતિરૂપ ક્રિયા કરે છે તે ઉત્તરના સંતાનને ઉત્પન્ન કરે છે તેથી ઉત્તરમાં તેના ફળનો ભોક્તા છે એમ પર્યાયાસ્તિકનય કહે છે. II૧/૫૨ા અવતરણિકા : इयमसंयुक्तयोरनयोः स्वसमयप्ररूपणा न भवति या तु स्वसमयप्ररूपणा तामाह અવતરણિકાર્ય : આ=ગાથા-૫૧-૫૨માં કહ્યું એ, અસંયુક્ત એવા આ બેની=પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની, સ્વસમયપ્રરૂપણા નથી=સર્વજ્ઞના સિદ્ધાંતની પ્રરૂપણા નથી, વળી, જે સ્વસમયપ્રરૂપણા છે તેને કહે છે ગાથા : Jain Educationa International - जे वणिज्जवियप्पा संजुज्जंतेसु होन्ति एएसु । सा ससमयपण्णवणा तित्थयराऽऽसायणा अण्णा ।।१ / ५३ ।। For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-પ૩ ૨૦૧ छाया: ये वचनीयविकल्पाः संयुज्यन्तेषु भवन्ति एतयोः । सा स्वसमयप्रज्ञापना तीर्थकराऽऽशातना अन्या ।।१/५३।। मन्वयार्थ : एएसु संजुज्जतेसु= संयुष्यमान होd vd=द्रव्याdिsaय ने पर्यायातिय भयोव्य संधाण हात छत, जेठे, वयणिज्जवियप्पा-क्यनीयनामभिधेयना, विल्यो, होन्ति थाय छ सा-ते, ससमयपण्णवणा-स्वसमयनी प्रशापना छ, अण्णासन्य-परस्पर संयुक्त सेवा द्रव्यास्तिनयनी भने पर्यायास्तियनी ५३५५, तित्थयराऽऽसायणातीर्थती माशातना छे. ॥१/५3।। गाथार्थ: આ સંયુજ્યમાન હોતે છતે દ્રવ્યાસિકનય અને પર્યાયાસ્તિકનય અન્યોન્ય સંબંધવાળા હોતે છતે, જે વચનીયના=અભિધેયના, વિકલ્પો થાય છે તે સ્વસમયની પ્રજ્ઞાપના છે, અન્ય-પરસ્પર અસંયુક્ત એવા દ્રવ્યાજ્ઞિકનયની અને પર્યાયાસિકનયની પ્રરૂપણા, તીર્થંકરની આશાતના છે. ||१/43।। टीका:__ ये वचनीयस्य अभिधेयस्य, विकल्पाः तत्प्रतिपादका अभिधानभेदाः, संयुज्यमानयोः अन्योन्यसम्बद्धयोः भवन्त्यनयोः द्रव्यास्तिकपर्यायास्तिकवाक्यनययोः, ते च 'कथंचिन्नित्य आत्मा कथञ्चिदमूर्त्तः' इत्येवमादयः, सा एषा स्वसमयस्येति तदर्थस्य प्रज्ञापना=निदर्शना, अन्या तु निरपेक्षयोरनयोरेव नययोर्या प्ररूपणा सा तीर्थकरस्यासादनाऽधिक्षेपः । 'एगमेगेणं जीवस्स पएसे अणंतेहिं णाणावरणिज्जपोग्गलेहिं आवेढियपवेढिए' [] इति तीर्थकृद्वचने प्रमाणोपपन्ने सत्यपि'नामूर्तं मूर्त्ततामेति मूर्त नायात्यमूर्त्तताम् । द्रव्यं कालत्रयेऽपीत्थं च्यवते नात्मरूपतः' ।। [] इति तीर्थकृन्मतमेवैतन्त्रयवादनिरपेक्षमिति कैश्चित् प्रतिपादयद्भिस्तस्याधिक्षेपप्रदानात् ।।१/५३।। टोडार्थ : ये वचनीयस्य ..... अधिक्षेपप्रदानात् ।। क्यनीयम यता, हे विsert=dcultul मेवा અભિધાન ભેદો, સંયુજ્યમાન એવા આ બેતા=અન્યોન્ય સંબંધી એવા દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિકવાક્યરૂપ લયોના, થાય છે તે આ સ્વસમયનીeતેના અર્થની અભિધેયતા અર્થતી, પ્રજ્ઞાપતા છે=તિદર્શતા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૩ તે વિકલ્પો કેવા પ્રકારના છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અને તેઓ=સ્વસમયની પ્રજ્ઞાપનારૂપ વિકલ્પો, કથંચિત્ નિત્ય આત્મા છે, કથંચિત્ અમૂર્ત આત્મા છે, એ વગેરે છે. વળી, નિરપેક્ષ એવા આ જ બે વયની=દ્રવ્યાસ્તિકતયની અને પર્યાયાસ્તિકાયની, અન્ય એવી, જે પ્રરૂપણા છે તે તીર્થંકરની આશાતના છે તીર્થંકરનો અધિક્ષેપ છે તીર્થંકરના મતનો અપલાપ છે. કઈ રીતે તીર્થંકરની આશાતના છે ? તેમાં હેતુ કહે છે – “જીવનો એક એક પ્રદેશ અનંત જ્ઞાનાવરણાદિ પુદ્ગલોથી આવેરિત પરિવેષ્ટિત છે" () એ પ્રમાણે તીર્થકર વચનમાં પ્રમાણ ઉપપન્ન થયે છતે પણEયુક્તિથી સંગત થયે છતે પણ, “અમૂર્ત મૂર્તતાને પામતું નથી અને મૂર્ત અમૂર્તતાને પામતું નથી. એ પ્રમાણે કાલત્રયમાં પણ દ્રવ્ય પોતાના સ્વરૂપથી ચ્યવતું નથી" ) એ પ્રમાણેનો તીર્થકરનો મત જગજીવના એક એક પ્રદેશો અનંત કર્મ પરમાણુથી આવેષ્ટિત-પરિવેષ્ટિત છે અને અમૂર્ત મુર્તતાને પામતું નથી, મૂર્ત અમૂર્તતાને પામતું નથી' એ ઉભયરૂપ તીર્થંકરનો મત જ, આ નયવાદ=જીવના એક એક પ્રદેશ જ્ઞાનાવરણ પુદ્ગલોથી આવેખિત-પરિવેષ્ટિત છે એ અને ‘અમૂર્ત મૂર્તતાને પામતું નથી' ઇત્યાદિ કથનસ્વરૂપ એ બન્ને નયવાદ, નિરપેક્ષ છે અર્થાત્ પરસ્પર સાપેક્ષ નથી એ પ્રકારે પ્રતિપાદન કરનારા કેટલાક વડે તેના અધિક્ષેપનું પ્રદાન છે=તીર્થકરના વચનના અધિક્ષેપનું પ્રદાન છે. ૧૧/પા ભાવાર્થ અભિધેય એવા બાહ્ય પદાર્થવિષયક દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના ભિન્ન ભિન્ન વચનવિકલ્પો થાય છે. તે પરસ્પર સંયુજ્યમાન હોય તો સ્વસમયની પ્રરૂપણા થાય છે અર્થાત્ પદાર્થના પારમાર્થિક સ્વરૂપની પ્રજ્ઞાપના થાય છે. તે પ્રરૂપણા કેવી છે ? તે બતાવે છે – કથંચિત્ નિત્ય આત્મા છે કથંચિ અમૂર્ત આત્મા છે' ઇત્યાદિ પ્રરૂપણા છે. તેથી એ પ્રાપ્ત થાય કે પદાર્થ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. દ્રવ્ય-પર્યાય ઉભયને જોનારી દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે. તે દષ્ટિથી જોનાર પુરુષને પદાર્થના બેય સ્વરૂપો પરસ્પર સંબંધરૂપ ભાસે તો તેને જણાય કે દ્રવ્યાસ્તિકનયથી મારો આત્મા નિત્ય છે, પર્યાયાસ્તિકનયથી મારો આત્મા અનિત્ય છે.' વળી, શરીરરૂપ પુદ્ગલથી આત્માને ભિન્ન જોનાર એવી પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે પોતાનો આત્મા કથંચિત્ અમૂર્ત જણાય છે અને દ્રવ્યાર્થિકનયથી શરીરની સાથે એકમેક થયેલો હોવાથી શરીરથી અભેદ આત્મા જોવામાં આવે ત્યારે આત્મા કથંચિત્ મૂર્તિ જણાય છે. આ રીતે પરસ્પર સંબંધરૂપ એવી દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જે પદાર્થની પ્રરૂપણા છે તે પદાર્થના વાસ્તવિક સ્વરૂપની પ્રજ્ઞાપના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-પ૩, ૫૪ વળી, પરસ્પર નિરપેક્ષ એવા બન્ને નયોની જે પ્રરૂપણા છે તે તીર્થકરની આશાતના છે અર્થાત્ તીર્થંકરના મતનો અધિક્ષેપ છે. કેમ અધિક્ષેપ છે ? તે યુક્તિથી બતાવે છે – શાસ્ત્રમાં “જીવનો એક એક પ્રદેશ અનંત જ્ઞાનાવરણીયકર્મ પુદ્ગલોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત છે” એ પ્રકારનું તીર્થંકરનું વચન દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિએ યુક્તિથી ઉપપન્ન છે. વળી, પરસ્પર બે દ્રવ્યોને અત્યંત ભેદરૂપે જોનારી પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે કાલત્રયમાં પણ મૂર્તદ્રવ્ય અમૂર્તતાને પામતું નથી, અને અમૂર્તદ્રવ્ય મૂર્તતાને પામતું નથી, પરંતુ મૂર્તદ્રવ્ય મૂર્તસ્વરૂપે રહે છે, અમૂર્તદ્રવ્ય અમૂર્તસ્વરૂપે રહે છે. આ બન્ને દૃષ્ટિરૂપ તીર્થંકરનું વચન છે, આમ છતાં આ બન્ને પ્રકારના નયવાદ પરસ્પર નિરપેક્ષ છે એ પ્રમાણે પ્રતિપાદન કરનારા કેટલાક વડે તીર્થંકરના વચનનો અપલાપ કરાય છે. માટે બન્ને નયો પરસ્પર સાપેક્ષ જોઈને પોતાનું સ્વરૂપ યથાર્થ પ્રકાશન કરતા હોય તો તે પ્રરૂપણા તીર્થકર વચનાનુસાર છે અને પરસ્પર નિરપેક્ષ તે બે નયો પદાર્થના સ્વરૂપનું પ્રતિપાદન કરતા હોય તો તે બન્ને નયો તીર્થંકરની આશાતનારૂપ છે. આ રીતે સ્યાદ્વાદના સર્વ વચનો પરસ્પર સાપેક્ષ રીતે અને ઉચિત રીતે યોજન કરીને કહેવામાં આવે તો સર્વજ્ઞના વચનને અનુસરનારા છે અને તે રીતે યથાર્થ યોજન કર્યા વગર કહેવામાં આવે તો તીર્થકરની આશાતના છે. ll૧/પા. અવતરણિકા : परस्परनिरपेक्षयोरनयोः प्रज्ञापना तीर्थकरासादना इत्यस्यापवादमाह - અવતરણિકાર્ચ - પરસ્પર નિરપેક્ષ એવા આ બેની દ્રવ્યાસ્તિકતકતી અને પર્યાયાકિનયની, પ્રજ્ઞાપના તીર્થંકરની આશાતના છે એ પ્રમાણે ગાથા-પ૩માં કહ્યું એના અપવાદને કહે છે અર્થાત્ પ્રસંગે લાભને સામે રાખીને એકનયની પ્રરૂપણા અપવાદે કરાયેલી તીર્થંકરની આશાતના નથી એને કહે છે – ગાથા : पुरिसज्जायं तु पडुच्च जाणओ पण्णवेज्ज अण्णयरं । परिकम्मणाणिमित्तं दाएही सो विसेसं पि ।।१/५४।। છાયા : पुरुषजातं तु प्रतीत्य ज्ञायकः प्रज्ञापयेत् अन्यतरम् । परिकर्मणानिमित्तं दर्शयिष्यति असौ विशेषमपि ।।१/५४।। Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૪ અન્વયાર્થ: પુરિસMાયં તુ=પુરુષજાતને, કુષ્ય આશ્રયીને, પરિમforfમત્ત પરિકર્મ નિમિતે, નાગા=સ્યાદ્વાદનો જાણનાર, સUTય પછM=અન્યતરની પ્રજ્ઞાપના કરે બે લયમાંથી એક વયની પ્રરૂપણા કરે, સો=આEસ્યાદ્વાદને જાણનાર, વિલેસ ઉપ=વિશેષને પણ=પરસ્પર દ્રવ્યાસ્તિકતા-પર્યાયાસિકયતા યોજનને પણ, (પરિકર્મિત મતિવાળા પુરુષને) ર=દેખાડશે. ૧/૫૪ ગાથાર્થ : પુરુષજાતને આશ્રયીને પરિકર્મ નિમિતે, સ્યાદ્વાદનો જાણનાર, અન્યતરની પ્રજ્ઞાપના કરે-બે નયમાંથી એક નયની પ્રરૂપણા કરે, આ=સ્યાદ્વાદને જાણનાર, વિશેષને પણ પરસ્પર દ્રવ્યાતિનયપર્યાયાસિકનયના યોજનને પણ, (પરિકર્મિત મતિવાળા પુરુષને) દેખાડશે. II૧/૫૪ll. ટીકા : पुरुषजातं प्रतिपन्नद्रव्यपर्यायान्यतरस्वरूपम् श्रोतारं वा प्रतीत्य आश्रित्य, ज्ञकः स्याद्वादवित्, प्रज्ञापयेत् आचक्षीत, अन्यतरत्=पर्यायम् द्रव्यं वा-अभ्युपेतपर्यायाय द्रव्यमेव, अङ्गीकृतद्रव्याय च पर्यायमेव कथयेत्, किमित्येकमेव कथयेत् ? परिकर्मनिमित्तं बुद्धिसंस्कारार्थम्, परिकर्मितमतये दर्शयिष्यत्यसौ स्याद्वादाभिज्ञः, विशेषमपि द्रव्यपर्याययोः परस्पराविनिर्भागरूपं, एकांशविषयविज्ञानस्यान्यथा विपर्ययरूपताप्रसक्तिः स्यात् तदितराभावे तद्विषयस्याप्यभावात् ।।१/५४।। ટીકાર્ય : પુરુષનાd ..... તક્રિયસ્થામવાન્ સ્વીકારેલું છે દ્રવ્ય કે પર્યાયમાંથી અન્યતરનું સ્વરૂપ જેણે એવા પુરુષજાતને અથવા શ્રોતારૂપ પુરુષજાતને આશ્રયીને જ્ઞકઃસ્યાદ્વાદને જાણનાર, અન્યતરની=પર્યાય અથવા દ્રવ્યરૂપ અત્યતરની, પ્રજ્ઞાપના કરે અર્થાત્ કહે અર્થાત્ સ્વીકારાયેલા પર્યાયવાળા પુરુષને દ્રવ્ય જ કહે અને સ્વીકારેલા દ્રવ્યવાળા પુરુષને પર્યાય જ કહે. કેમ એક જ કહે ? એથી કહે છે – પરિકર્મનિમિત્ત-બુદ્ધિના સંસ્કાર માટે, એકને કહે. પરિકર્મિતમતિવાળા પુરુષને તે બે નયમાંથી જે નયની શ્રોતા આગળ પ્રરૂપણા કરી છે તે તયથી તે શ્રોતા પરિકર્મિત મતિવાળો થાય તેવા પુરુષને, આEસ્યાદ્વાદનો જાણનાર પુરુષ. વિશેષને પણ બતાવશે દ્રવ્યનું અને પર્યાયનું પરસ્પર અવિનિર્ભાગરૂપ વિશેષને પણ બતાવશે; કેમ કે અન્યથા દ્રવ્યતા અને પર્યાયતા પરસ્પર અધિનિભંગરૂપ વિશેષને ન બતાવવામાં આવે તો, એકાંશવિષય વિજ્ઞાનની વિપર્યયરૂપતાની પ્રસક્તિ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-પ૪ કેમ વિપર્યયરૂપતાની પ્રશક્તિ છે ? તેથી કહે છે – તેનાથી ઇતરના અભાવમાં દ્રવ્ય અને પર્યાયમાંથી જે એક વિષયક બુદ્ધિ શ્રોતાની સંસ્કારવાળી થઈ છે તેનાથી ઇતરના અભાવમાં, તેના વિષયનો પણ અભાવ છે=બુદ્ધિના સંસ્કારવાળા વિષયો પણ અભાવ છે. ll૧/૫૪ ભાવાર્થ : પૂર્વ ગાથામાં કહ્યું કે દ્રવાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પરસ્પર નિરપેક્ષ પ્રરૂપણા તીર્થકરની આશાતના છે, તેથી એ ફલિત થાય કે ઉપદેશકે હંમેશાં દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પરસ્પર સાપેક્ષ જ પ્રરૂપણા કરવી જોઈએ. આમ છતાં કોઈ શ્રોતા દ્રવ્ય કે પર્યાયમાંથી અન્યતરના સ્વરૂપને સ્વીકારનાર હોય, ત્યારે તે અન્યતરનો સ્વીકાર એકાંત હોવાથી તે શ્રોતાને તત્ત્વની પ્રાપ્તિ થાય નહીં. તેથી વક્તા આવા શ્રોતાને તે શ્રોતા દ્રવ્ય કે પર્યાયમાંથી જે એકને સ્વીકારે છે તેનાથી અન્યનું કથન કરે, જેથી તેને એકાંત દ્રવ્યનો કે એકાંત પર્યાયનો જે આગ્રહ છે તે દૂર થાય અને પોતે જે સ્વીકારે છે તેનાથી અન્ય નયથી તેની બુદ્ધિ પરિકર્મિત થાય, આ માટે જ ઉપદેશક તેને દ્રવ્યનું કે પર્યાયનું કથન કરે જેમ કોઈ શ્રોતા એકાંત દ્રવ્યને સ્વીકારનારા હોય, તેઓ મોક્ષના અર્થે ભાવના કારણભૂત એવી દ્રક્રિયાને ધર્મરૂપે સ્વીકારે છે, પરંતુ તે ક્રિયાઓ દ્વારા આત્માનો શુદ્ધ પર્યાય કઈ રીતે પ્રગટ થાય છે ? તે ભાવને સ્વીકારતા નથી અને માત્ર તે ક્રિયાઓ જ મોક્ષનું કારણ છે તેવી બુદ્ધિવાળા છે. આવા શ્રોતાને ઉપદેશક બતાવે કે ભગવાને બતાવેલી બાહ્ય આચરણારૂપ સર્વ ક્રિયાઓ વીતરાગતાને અનુકૂળ અંતરંગ ઉત્તમ સદ્વર્યને ઉલ્લસિત કરીને તે તે ક્રિયાથી અપેક્ષિત એવા મોહના સ્પર્શ વગરના તે તે ભાવરૂપ પર્યાયને પ્રગટ ન કરે તો તે ક્રિયા મોક્ષનું કારણ બનતી નથી. આ રીતે સર્વ બાહ્ય ક્રિયાઓ કઈ રીતે તે તે ભાવોની નિષ્પત્તિ દ્વારા કલ્યાણનું કારણ છે ? તે શ્રોતાની બુદ્ધિમાં સ્થિર કરવા માટે ક્રિયાઓ ભાવ પ્રતિ કારણ છે તેમ બતાવવાને બદલે પર્યાયને સ્પર્શનારી ભાવની દૃષ્ટિને સ્થાપન કરવા અર્થે “મોક્ષનું કારણ ભાવ જ છે ક્રિયા નહીં તેમ એક પર્યાયનયની દૃષ્ટિથી ઉપદેશક યોગ્ય શ્રોતા સમક્ષ પ્રથમ સ્થાપન કરે. તેથી તે શ્રોતાને સ્થિર બુદ્ધિ થાય કે ભાવ વગર મોક્ષ નથી. આથી જ તત્ત્વના અર્થી એવા શ્રોતાને પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના ૧૨૫ ગાથાના સ્તવનમાં મોક્ષને અનુકૂળ પર્યાયરૂપ ભાવ જ યોગ્ય જીવોને મોક્ષનું કારણ છે તે સ્થાપન કરવા માટે પર્યાયાસ્તિકનયની દૃષ્ટિને સ્પર્શનાર નિશ્ચયનયની દૃષ્ટિથી ધર્મ શું છે ? તેનું સ્થાપન પ્રથમ કરેલ છે. આ સ્થાપનમાં દ્રવ્યને સ્વીકારનાર અને પર્યાયને નહીં સ્વીકારનાર એવા શ્રોતાને પર્યાયથી પરિકર્મિત મતિ થાય છે અર્થાત્ તે શ્રોતાને જ્ઞાન થાય છે કે મોક્ષને અનુકૂળ એવી જ્ઞાનદશારૂપ જીવની પરિણતિ જ મોક્ષનું કારણ છે, દ્રવ્યક્રિયાઓ નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-પ૪ જ્યારે તે શ્રોતા પર્યાયાસ્તિકનયથી પરિકર્મિત મતિવાળા થાય ત્યારે સ્યાદ્વાદના જાણનારા તે મહાત્મા તે શ્રોતાને દ્રવ્યના અને પર્યાયના પરસ્પર અવિભાગરૂપ વિશેષને પણ બતાવે અર્થાત્ કહે કે મોક્ષને અનુકૂળ એવા આ ભાવો ઉચિત બાહ્યક્રિયાથી થઈ શકે છે, માત્ર તે ભાવોની વિચારણા કરવાથી નિષ્પન્ન થઈ શક્તા નથી; કેમ કે મોક્ષને અનુકૂળ એવા તે ભાવોને આત્મામાં પ્રગટ કરવા અર્થે તે ભાવોને અનુકૂળ તેવો અંતરંગ ક્રિયારૂપ વીર્યવ્યાપાર આવશ્યક છે અને તે વીર્યવ્યાપાર પ્રગટ કરવામાં બાહ્યક્રિયા પ્રબળ અંગ છે. જેમ વિવેકી શ્રાવકને જિન પ્રત્યે બહુમાન હોય છે અને જિનની પ્રતિમાને જોઈને તે બહુમાનભાવ વૃદ્ધિ થાય તેવી અંતરંગ ક્રિયા થાય તો પૂર્વ કરતાં વિશેષ પ્રકારનો મોક્ષને અનુકૂળ ભાવ પ્રગટ થાય. મોક્ષને અનુકૂળ એવો વિશેષ ભાવ નિષ્પન્ન કરવા અર્થે વિવેકી શ્રાવક જિન પ્રતિમાને જોઈને બે હાથને જોડવાની કાયિકક્રિયા, “નમો જિણાણ’ એ પ્રકારની વાચિકક્રિયા અને “નમો જિણાણં' શબ્દથી અભિવ્યક્ત થતા ભાવોના હાર્દને સ્પર્શવા માટે તે પ્રકારના મનોવ્યાપારને કરે તો તે કાયિક-વાચિક-માનસિક ક્રિયા દ્વારા અંતરંગ કોઈક વીર્યવ્યાપાર ઉલ્લસિત થાય છે, જે વીર્યવ્યાપારથી વીતરાગ પ્રત્યેના બહુમાનનો ભાવ પૂર્વે હતો તે અધિક વીતરાગની આસન્નતાને પ્રાપ્ત કરે છે, તેથી વીતરાગતાને આસન્ન એવા બહુમાનભાવરૂપ પર્યાયની નિષ્પત્તિનું કારણ બને એવી અંતરંગક્રિયાને અનુકૂળ એવી બાહ્ય ક્રિયા કારણ છે જે દ્રવ્યાસ્તિકનયને અભિમત છે અને તે પ્રકારની અંતરંગ ક્રિયાથી યુક્ત બાહ્ય ક્રિયાથી નિષ્પાદ્ય એવો જે ઉત્તમભાવ તે પર્યાયાસ્તિકનયને ધર્મરૂપે અભિમત છે. વળી, મોહનાશને અનુકૂળ આ અંતરંગ ક્રિયા પ્રત્યે કાયિક, વાચિક, માનસિક એવી બહિરંગક્રિયા પ્રબળ કારણ છે. માટે જેઓ તથા પ્રકારની કાયિક, વાચિક, માનસિક ક્રિયાના આલંબનથી પણ તેવી અંતરંગ ક્રિયા કરી શક્તા નથી તેઓ કાયિક, વાચિક, માનસિક ક્રિયા વગર કઈ રીતે મોક્ષને અનુકૂળ એવા ભાવને પ્રગટ કરી શકે ? માટે મોક્ષના અર્થીએ મોક્ષના ઉપાયભૂત પર્યાયને જેમ કારણરૂપે સ્વીકારવું જોઈએ તેમ તે પર્યાયના કારણરૂપે અંતરંગ વિર્યવ્યાપારરૂપ દ્રવ્યને પણ કારણરૂપે સ્વીકારવું જોઈએ અને તે અંતરંગ વીર્યવ્યાપારના અંગરૂપે બાહ્યક્રિયાને પણ સ્વીકારવી જોઈએ. વળી, કોઈક શ્રોતા એકાંત પર્યાયને સ્વીકારનારા હોય છે, તેથી તેઓ માને છે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે મોક્ષને અનુકૂળ એવો પર્યાય જ કારણ છે, ક્રિયાઓ કારણ નથી, જેથી મોક્ષના અર્થીએ મોક્ષને અનુકૂળ વીતરાગતાને સ્પર્શનાર ભાવરૂપ પર્યાયમાં જ યત્ન કરવો જોઈએ. આવી એકાંત મતિવાળા શ્રોતાને સ્યાદ્વાદના જાણકાર ઉપદેશક દ્રવ્યથી તેની મતિ પરિકર્ષિત કરવા અર્થે કહે કે મોક્ષની નિષ્પત્તિને અનુકૂળ એવો પર્યાય ક્રિયા વગર થઈ શકે નહીં. માટે મોક્ષના અર્થીએ મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત કરવા અર્થે સર્વ ઉચિત બાહ્ય ક્રિયાઓ કરવી જોઈએ. સર્વ બાહ્ય ઉચિત ક્રિયા પણ ભાવનું કારણ હોવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૪ દ્રવ્યાસ્તિકનયનો વિષય છે અને તે બાહ્ય ક્રિયાથી ઉલ્લસિત થયેલું સદ્વર્ય પણ ભાવનું કારણ હોવાથી દ્રવ્યાસ્તિકનયનો વિષય છે. વળી, પર્યાયાસ્તિકનયમાં બદ્ધ આગ્રહવાળા તે શ્રોતાની મતિને દ્રવ્યાકિનયથી પરિકર્ષિત કરવા અર્થે મોક્ષનું કારણ બહિરંગ ઉચિત ક્રિયા અને તેનાથી ઉલ્લસિત થયેલ અંતરંગ સદ્વર્ય જ છે તેમ બતાવીને ક્રિયાને જ કારણરૂપે સ્થાપન કરે, જેથી શ્રોતાની બુદ્ધિ પરિકર્મિત થાય અને જ્ઞાન થાય કે મોક્ષની પ્રાપ્તિ અંતરંગ અને બહિરંગ ઉચિત ક્રિયાથી થાય છે. આવી સ્થિર પરિકર્મિત બુદ્ધિ થયા પછી સ્યાદ્વાદને જાણનારા ઉપદેશક શ્રોતાને દ્રવ્યના અને પર્યાયના પરસ્પર અવિનિર્ભાગરૂપ વિશેષને બતાવે અર્થાત્ કહે કે સ્વભૂમિકાનુસાર ઉચિત ક્રિયાઓ દઢ પ્રણિધાનપૂર્વક કરવાથી મોક્ષને અનુકૂળ એવું અંતરંગ સદ્વર્ય ઉલ્લસિત થાય છે અને ઉલ્લસિત થયેલા સદ્વર્યથી આત્મામાં પૂર્વમાં પ્રગટ થયેલો વીતરાગતાને અનુકૂળ એવો ભાવ વિશેષ-વિશેષ પર્યાયરૂપે થઈને મોક્ષ પ્રત્યે કારણ બને છે તોપણ તે વિશેષ પર્યાય સુવિશુદ્ધ કરાયેલી ક્રિયાઓ દ્વારા પ્રગટ થઈને મોક્ષનું કારણ બને છે. માટે મોક્ષને અનુકૂળ બહિરંગ ક્રિયા અને મોક્ષને ઉચિત પર્યાયરૂપ ભાવ પરસ્પર અવિનિર્ભાગરૂપે રહેલા છે. તેથી જો ક્રિયાનો અપલાપ કરવામાં આવે તો ભાવનો પણ અપલોપ થાય; કેમ કે તે પ્રકારની બહિરંગ ક્રિયા વગર તે પ્રકારનો ભાવ થતો નથી. વળી, અંતરંગ ભાવનો અપલોપ કરવામાં તે ક્રિયાનો પણ અપલોપ થાય છે; કેમ કે તે ભાવ સાથે તેને અનુકૂળ ક્રિયાને અવશ્ય સંબંધ છે, તેથી તે તે ક્રિયા અને તે તે ભાવ વચ્ચે એક જીવપ્રદેશની જેમ અન્યોન્ય અનુવિદ્ધતા છે માટે ક્યારેય પર્યાય વગર દ્રવ્ય નથી અને દ્રવ્ય વગર પર્યાય નથી એ પ્રકારનો ભગવાનના શાસનનો મર્મસ્પર્શી બોધ સ્યાદ્વાદના જાણનાર પુરુષ કરાવે, જેથી શ્રોતાને ભગવાનના વચનનું સ્યાદ્વાદગર્ભિત તાત્પર્ય પ્રાપ્ત થાય. આ સર્વ કથન દ્રવ્ય અને પર્યાયમાંથી અન્યતરનું સ્વરૂપ જેણે સ્વીકાર્યું છે એવા પુરુષને આશ્રયીને છે. હવે ‘વાથી શ્રોતાને આશ્રયીને કથન કરે છે – વળી, કોઈ શ્રોતા કોઈ નયથી પરિકર્મિત ન હોય તોપણ તે શ્રોતાની બુદ્ધિ અનુસાર પ્રથમ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી ઉપદેશક પ્રાયઃ કરીને ધર્મ સમજાવે, જેથી તેને બુદ્ધિ થાય કે સંસારના ઉચ્છેદ અર્થે સર્વ ઉચિત ક્રિયાઓ કરવી જોઈએ અને તે ઉચિત ક્રિયાઓના પારમાર્થિક બોધને કરાવવા અર્થે તેની ભૂમિકા અનુસાર તે તે ઉચિત ક્રિયાઓ બતાવ્યા પછી તે શ્રોતાને કહે કે “જો આ સર્વ ક્રિયાઓ મોક્ષને અનુકૂળ ભાવને પ્રગટ ન કરી શકે તો મોક્ષનું કારણ નથી, માટે મોક્ષના અર્થીએ મોક્ષને અનુકૂળ વીતરાગતાને અભિમુખ તે તે ભાવોમાં સદા ઉદ્યમ કરવો જોઈએ અને તે તે ભાવોને પ્રગટ કરવા અર્થે આ ક્રિયાઓ ઉપયોગી છે, તેથી જો ભાવની પ્રાપ્તિ ન થાય તો કરાયેલી સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. જેમ જે વ્યાપારની ક્રિયાથી ધનની પ્રાપ્તિ થાય નહીં તે વ્યાપારની ક્રિયા નિષ્ફળ છે અને તે તે પ્રમાણમાં ધનની પ્રાપ્તિ અર્થે જ તે તે વ્યાપારની ક્રિયાઓ કરાય છે. તેથી જેમ સુખના અર્થીને ધનપ્રાપ્તિ જ ઇષ્ટ છે; વ્યાપાર નહીં, તોપણ ધનપ્રાપ્તિના Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાં ગાથા-૫૪ અંગરૂપે વ્યાપાર પણ ઇષ્ટ છે તેમ પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિના અર્થીને મોહથી અનાકુળ ઉત્તર-ઉત્તર વૃદ્ધિ પામતા પરિણામરૂપ આત્મસંપત્તિ જ ઇષ્ટ છે; બાહ્યક્રિયા નહીં, તોપણ તે આત્મસંપત્તિના આવિર્ભાવ માટે ક્રિયાઓ પણ ઇષ્ટ છે એ પ્રકારે શ્રોતાને આશ્રયીને ઉપદેશક તે તે નયની દૃષ્ટિવાળાને અન્ય નયની દૃષ્ટિનું કથન કરે. ૧/પઝા અનુસંધાનઃ સમ્મતિત પ્રકરણ ભાગ-૨ - દ્વિતીય કાંડ આત્મક Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ जे वयणिज्जवियप्पा संजुज्जंतेसु होन्ति एएसु / / सा ससमयपण्णवणा तित्थयराऽऽसायणा अण्णा / / આ સંયુજ્યમાન હોતે છતે દ્રવાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય અન્યોન્ય સંબંધવાળા હોતે છતે, જે વચનીયના=અભિધેયના, | વિકલ્પો થાય છે તે સ્વસમયની પ્રજ્ઞાપના છે, અન્ય પરસ્પર અસંયુક્ત એવા દ્રવ્યારિતકનયની અને પર્યાયાસ્તિકાયની પ્રરૂપણા, તીર્થકરની આશાતના છે. : પ્રકાશક : કાતિર્થ ગOL.” મૃતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ.ફિક્સ : (079) 26604911, ફોન : ૩૨૪પ૭૪૧૦ E-mail : gitarthganga@yahoo.co.in Jain Educationa International For Personal and Private Use Only