SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫, ૬ મસ્તક ઉપર ઘટને ધારણ કરીને આવતી હોય ત્યારે તે ઘટમાં તે પ્રકારની ઘટનક્રિયા છે, માટે ઘટ કહેવાય, પરંતુ ભૂતલ ઉપર પડેલા ઘટ ઘટ કહેવાય નહીં. આ પ્રકારના ક્રિયાના ભેદથી વસ્તુનો ભેદ સ્વ એવંભૂતનય છે, આથી જ સામાયિકના પરિણામથી ઉપયુક્ત સામાયિકની ક્રિયા થતી હોય ત્યારે જ એવંભૂતનય તે સામાયિકની ક્રિયાને સામાયિક કહે છે. તેથી જે સાધુ સામાયિકના પરિણામમાં ઉપયુક્ત નથી, તેથી સમભાવની પરિણતિની વૃદ્ધિની ક્રિયા નથી તે સાધુની સંયમની ક્રિયાને પણ એવંભૂતનય સામાયિકની ક્રિયા કહે નહીં. ll૧/પા અવતરણિકા - नयानुयोगद्वारवत् शेषानुयोगद्वारेष्वपि द्रव्यार्थिकपर्यायार्थिको मूलव्याकरणिनाविति दर्शयन्त्य(यन्न)नयोापकताम् इति अनया गाथया दर्शयत्याचार्यः - અવતરણિકાર્ય - જેમ નય અનુયોગ દ્વારનું=જેમ સંગ્રહાય-વ્યવહારનય આદિ નયના અનુયોગદ્વારનું, મૂળ કારણ દ્રવ્યાર્થિકતય-પર્યાયાર્થિકાય છે તેમ અન્ય દ્વારોમાં પણ=નિક્ષેપ આદિરૂપ અન્ય દ્વારોમાં પણ, મૂળ કારણ દ્રવ્યાર્થિક-ય-પર્યાયાર્થિકાય છે એ પ્રમાણે બતાવતાં દ્રવ્યાર્થિકતયની અને પર્યાયાર્દિકતયની વ્યાપકતાને આ ગાથા દ્વારા આચાર્યશ્રી બતાવે છે અર્થાત્ સર્વ પદાર્થોના બોધમાં મૂળભૂત કારણ દ્રવ્યાધિકતય-પર્યાયાધિકાય છે એમ ગ્રંથકારશ્રી બતાવે છે – ભાવાર્થ - પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રમાણે નૈગમનય આદિ સાત નયોનું મૂળ કારણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે, એમ પદાર્થના બોધ કરવાના જેટલા અનુયોગદ્વારો છે તે સર્વમાં પણ મૂળ કારણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. અર્થાત્ નામનિક્ષેપા આદિ ચાર નિક્ષેપારૂપ અનુયોગદ્વારનું મૂળ કારણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકાય છે. વળી, દ્રવ્યસ્તવ અને ભાવરૂવરૂપ અનુયોગદ્વારનું મૂળ કારણ પણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. વળી, દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનાર અનુયોગદ્વારનું મૂળ કારણ પણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. તેથી પદાર્થનો પૂર્ણ બોધ કરવા માટે દ્વાદશાંગીમાં જેટલા અનુયોગદ્વારો વ્યાપક છે તે પ્રત્યેક અનુયોગદ્વાર પૂર્ણ વસ્તુનો બોધ કરાવનાર છે અને તેનું મૂળ કારણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. આ પ્રકારે દ્રવ્યાર્થિકનયની અને પર્યાયાર્થિકનયની સર્વ અનુયોગદ્વારોમાં વ્યાપકતાને ગ્રંથકારશ્રી બતાવે છે – અન્ય પ્રકારે અવતરણિકા કરતાં કહે છે – અવતરણિકા - अथवा वस्तुनिबन्धनाध्यवसायनिमित्तव्यवहारमूलकारणतामनयोः प्रतिपाद्य अधुना अध्यारोपिताऽनध्यारोपितनामस्थापनाद्रव्यभावनिबन्धनव्यवहारनिबन्धनतामनयोरेव प्रतिपादयन्नाहाचार्यः - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy