SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અવતરણિકાર્ય : અથવા આ બેતી=દ્રવ્યાર્થિકતય અને પર્યાયાર્થિકતયરૂપ બેતી, બાહ્ય વસ્તુ નિબંધન જે અધ્યવસાય અને તે અધ્યવસાયના નિમિત્તથી થતો જે વ્યવહાર અર્થાત્ ‘આ બાહ્ય વસ્તુનો દ્રવ્યાંશ છે’ ‘આ બાહ્ય વસ્તુનો પર્યાયાંશ છે' એ રૂપ થતો વ્યવહાર, તેની મૂલ કારણતાને પ્રતિપાદન કરીને હવે આ બેની જ અધ્યારોપિત અને અવધ્યારોપિત એવા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવનું કારણ એવા વ્યવહારની, કારણતાને પ્રતિપાદન કરતાં આચાર્યશ્રી કહે છે છાયા : સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૬ - ભાવાર્થ = બાહ્ય વસ્તુને જોઈને ‘આ વસ્તુ નિત્ય છે કે અનિત્ય છે ?' ઇત્યાદિ જે અધ્યવસાય થાય છે તે અધ્યવસાય નિમિત્તે જે વ્યવહાર પ્રવર્તે છે તેનું મૂલ કારણ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય છે; કેમ કે પદાર્થ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે, તેથી તે પ્રકારનો અધ્યવસાય થાય છે તે પૂર્વમાં બતાવ્યું. હવે ‘ઘટ’ પદથી વાચ્ય નામ-સ્થાપના-દ્રવ્ય છે તે અધ્યારોપિત છે અને ભાવઘટ ઘટપદથી વાચ્ય થાય છે તે અનધ્યારોપિત છે, આ પ્રકારના વ્યવહારનું કારણ પણ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય છે તે બતાવવા માટે આચાર્યશ્રી કહે છે ગાથા ઃ Jain Educationa International नामं ठवणा दवित्ति एस दव्वट्टियस्स निक्खेवो । भावो उपज्जवअिस्स परूवणा एस परमत्थो । ११ / ६ ।। नाम स्थापना द्रव्येति अस्य द्रव्यार्थिकस्य निक्षेपाः । भावस्तु पर्यायार्थिकस्य प्ररूपणा एषः परमार्थः ।।१/६।। અન્વયાર્થઃ નામ અવળા વવિક્ ત્તિ=નામ-સ્થાપના-દ્રવ્ય એ પ્રમાણે, સ દિવસ નિūવો=દ્રવ્યાધિકનયનો આ નિક્ષેપ છે, ૩ પદ્મવર્કિંગસ પવળા માવો=વળી પર્યાયાર્થિકની પ્રરૂપણા ભાવ છે=ભાવનિક્ષેપો છે, સ પરમો=એ પરમાર્થ છે=ચાર નિક્ષેપાતો પરમાર્થ છે. ।।૧/૬/ ગાથાર્થઃ નામ-સ્થાપના-દ્રવ્ય એ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનો આ નિક્ષેપ છે. વળી પર્યાયાર્થિકની પ્રરૂપણા ભાવ છે=ભાવનિક્ષેપો છે, એ પરમાર્થ છે-ચાર નિક્ષેપાનો પરમાર્થ છે. ।।૧/૬|| For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy